Hakikatnu Swapn - 20 books and stories free download online pdf in Gujarati

હકીકતનું સ્વપ્ન..!! - 20

પ્રકરણ 20 પીછેહટ...!!

અવનીશ અને હર્ષા બંને બેડ પર સૂતા છે...અવનીશના ડાબા હાથ પર હર્ષા નું માથું છે .. અને બંનેના ચહેરા પર એક અલગ જ પ્રકારનું સ્મિત છે જેમાં બંનેનો પ્રેમ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે...

" હર્ષુ.... હર્ષુ... કાલે રાત્રે કશું થયું તો નહોતું ને પેલી આકૃતિનું...?

"અરે.... હા તમને એ વાત તો કહેવાની રહી જ ગઈ..."

હર્ષા બેડ પર બેઠી થઈ જાય છે એટલે અવનીશ પણ એની સામે મોં રાખીને બેસી જાય છે....

" શું થયું ? હર્ષા ..... બોલને પ્લીઝ...... મને બહુ ટેન્શન થાય છે.... "

" લાસ્ટ ટાઈમ ની જેમ જ એ મારી સામે આવી હતી ......બટ હવે.... ખબર નથી કે કોણ છે....... પણ એણે જે કહ્યું છે એ સાંભળીને તું પણ ખુશ થઈ જઈશ.....

"શું ...? "

હર્ષા અવનીશ ને માંડીને વાત કરે છે


*********

( ફ્લેશ બેક )


અચાનક એ રૂમમાં ધીમો ધીમો અવાજ આવી રહ્યો છે .....

"હર્ષા.... હર્ષા ......"

હર્ષા જબકીને જાગી જાય છે અને જુએ છે તો એ કાળા ધુમાડા થી રચાતી અદ્રશ્ય આકૃતિ ફરીથી એની સમક્ષ આવી ગઈ છે કોણ જાણે97 શું થવાનું હતું પણ આજે એ આકૃતિ હર્ષા ને બૂમ પાડીને બોલાવી રહી છે જગાડી રહી છે કે જાણે કશુંક લઈને આવી હોય એના માટે હર્ષા બોલી ઊઠે છે

" શું કામ આવો છો અહીંયા..? મેં ના પાડી ને કે હું મારો અવનીશ કોઈપણ કિંમતમાં નહીં આપું....!! કેટલી વાર કહું કે અવનીશ નહીં બીજું કંઈ પણ જોઈએ તો માંગી લો..... "

" હા.... છું તારા પ્રેમને મેં જાણી લીધો છે તારા પ્રેમને...... એટલે જ મારી હાર સ્વીકારવા હાજર છું .... "

"હાર...... ????? "

" હા ..... હાર .... "

" શેની હાર...? "

"હર્ષા...હું મારી હાર માનું છું...કેમ કે તારો પ્રેમ એટલો બધો મજબૂત છે કે એની સામે અવનીશને મેળવવામાં અસમર્થ છું..."

"પણ , કોણ છો તમે..? અને આ બધું શા માટે...? "

" એ જવા દે.... પણ આજ પછી હું તને હેરાન નહિ કરું...? "

" પણ....! "

અચાનક એ અદ્રશ્ય બની જાય છે...પણ એ પ્રશ્ન હજુ સક્રિય જ છે કે કોણ છે આ આકૃતિ.. ? પણ હર્ષા મનોમન રાહત અને શાંતિ અનુભવે છે કે આ આકૃતિએ પીછેહટ કરી લીધી...


*******


" હર્ષુ ... તને શું લાગે છે ? આ બધું સાચું હશે .... ? શું આ બધું સાચે જતું રહ્યું હશે ... ? "

" ખબર નહીં ..... અવનીશ કે શું થશે ? પણ હવે રાહ જોવા સિવાય કશું જ ઉપાય નથી આપણી પાસે .... !! "

" જોઈએ હવે આકૃતિ આપણને દેખાય છે કે નહીં ... ?? "

" સાચી વાત છે...... કઈ નહિ ......છોડ વધુ ચાલ ઓફિસે જવાનું છે તૈયાર થઈ જઈએ.... "

" હા યાર તમારા લીધે મારું કામ પણ બાકી રહી ગયું..... "

" મારા લીધે.... ? "

" હાસ્તો... "

" મેં શું કર્યું હવે..? "

" તમે તો બોલાવી મને યાર...! "

" તો મેં બોલાવી એટલે જ તું આવી...? "

" હા તો હું તો કેવી મસ્ત બાથરૂમમાં કપડાં ધોતી હતી... "

"જાને જુઠ્ઠી ... એવું હતું તો મારાથી છોડાવીને કેમ ના જતી રહી... ? "

" હશે... હવે જવા દો ... ચલો હું તૈયાર થઈ જાવ.... અને તમે ન્હાવા જાવ .... "

" હું તો સૂઈ જઈશ... થોડીવાર હજુ કલાક છે જવામાં.. "

" હા , હવે હું ફટાફટ કામ પતાવી લઉં મારુ...... "

" તો જા ને.... તને ના કોણ પાડે છે...? "

" કામ પતવા દો જો ....પછી તમારો વારો .... "

હર્ષા ફટાફટ બેડ પરથી ઊભી થઈ ઘરનું કામ પતાવવા લાગે છે અને અવનીશ ત્યાં જ સુકુનથી ઊંઘી જાય છે.... થોડી ક્ષણોમાં હર્ષા કામ પતાવી તૈયાર થઈ જાય છે અને અવનીશ પણ ઓફિસ માટે તૈયાર થવા થવા લાગે છે અને રોજની જેમ એ બંને ઓફિસ માટે નીકળી જાય છે રોજના એ અવાજ સાથે "જય શ્રી કૃષ્ણ.." પણ આ વખતે બંનેના ચહેરા પર કંઈક અલગ જ ખુશી છે


*****


To be continue...

#hemali gohil "Ruh"

@Rashu


શું હવે અવનીશ અને હર્ષા ના જીવનમાં કોઈ મુશ્કેલી નહીં રહે...? શું તેઓ આમ જ ખુશ રહેશે..? જુઓ આવતા અંકે....