Hakikatnu Swapn -18 books and stories free download online pdf in Gujarati

હકીકતનું સ્વપ્ન..!! - 18

પ્રકરણ 18 ડર....!!

હર્ષા સવારમાં વહેલા જાગે છે અને અવનીશના સુતેલા જોઈને હર્ષા એના કપાળ પર પ્રેમથી હાથ ફેરવે છે અને પોતે કિચનમાં જઈ પાણી ગરમ કરે સવારનું કામ કરવા લાગે છે..... થોડી ક્ષણમાં અવનીશ જાગે છે અને બાજુમાં હર્ષાને ન જોતા ગભરાઈને બોલી ઊઠે છે...

" હર્ષા.... હર્ષા...... હર્ષુ.... "

અવનીશનો અવાજ સાંભળી હર્ષા અંદરથી અવનીશ પાસે આવે છે...

" અવનીશ... શું થયું? શું થયું..? "

" ના.... ના ... કહી નઈ.... ક્યાં હતી તું ...? "

" અરે ... અંદર કામ કરતી હતી.... "

" તને કંઈ થયું તો નથી ને...? "

" ના ... અવનીશ.... ચિંતા ના કરો... હું કામ કરતી હતી ....કશું જ નથી થયું અને કશું થવા પણ નહીં દઉં... "

"હમ્મ.. "

" કઈ નહિ... પાગલ ....ચલો ગરમ પાણી થઈ ગયું છે ....જાગી જ ગયા છો તો નાહી લો ...ઓફિસે પણ જવાનું છે ને...?? "

" હા પણ મારે નાઈટ શિફ્ટ છે ગાંડી.... "

"હા યાર ....ભૂલી ગઈ.... નહીં , પણ તમે અહીંયા એકલા નહિ રહો યાર.... "

" ઓ મેડમ , તમે રાત્રે એકલા રહો તો ચાલે ....હું દિવસે ના રહી શકું ગજબ લોજીક છે તારું યાર.... "

" હાસ્તો ....વળી તમને થોડી એકલા મુકાય..... તમારી ડિમાન્ડ તો જુઓ.... "

" તું છે ને મજાક નહીં કરીશ યાર.... હું મજાકના મૂડમાં બિલકુલ નથી... ટેન્શન થાય છે તારું મને.... "

" મારું ટેન્શન થાય છે..? "

" હા , તો ... "

" ટેન્શનનું પણ ટેન્શન થોડી લેવાનું હોય... "

" જો હર્ષુ..... મજાક ના કરીશ પ્લીઝ ....છોડ તું...... તું.... તૈયાર થઈ જા....પછી મારે મૂકવા આવવાનું છે તને .... "

" હા , થઈ જવું છું... "

હર્ષા ગરમ પાણી લઈને નાહવા જાય છે અને આવીને તૈયાર થાય છે અને પોતાનું ટિફિન બનાવે છે.... સાથે સાથે અવનિશ માટે બપોરનો જમવાનું પણ તૈયાર કરીને મૂકે છે અવનીશ ત્યાં સુધી બેડ પર સુતા સુતા ફોન જ જોયાં કરે છે....

" તમારો નાહવાનો ઇરાદો છે કે પછી આ જ વેશમાં મને મુકવા આવવાનો ઇરાદો છે... "

" અરે , એમાં શું નાહવાનું યાર ....બહારથી તો મૂકીને આવી જવાનો છું..... "

" હા , ગોબરી... "

" હશે હવે... !! તૈયાર થઈ ગઈ તો ચલ મૂકી જાઉં... "

" હા , તૈયાર જ છું.... જમવાનું રસોડા પર મૂક્યું છે... ટાઇમસર જમી લેજો ....આ વખતે ફોન કરું ને તો એવો જવાબ મળવો જોઈએ કે જમી લીધું છે .... "

" ના , તારો લંચબ્રેક હશે ત્યારે સાથે જમીશ .... "

" ok , સારું .... પણ જમી લેજો... "

" હા , ચલ હવે... "

અવનીશ અને હર્ષા પોતે બંને ઓફિસ જવા માટે નીકળે છે અવનીશ લોક મારે છે અને હર્ષા બહાર નીકળી જાય છે પણ રોજનો સવારનો એ ગુંજતો અવાજ... " જય શ્રી કૃષ્ણ... " અને અને પછી અવનીશ હર્ષાને ઓફિસ સુધી મૂકી અને રિટર્ન ઘરે આવે છે ....ઘરે આવ્યા પછી અવનીશ પોતે નાહી ધોઈને તૈયાર થાય છે... પોતાનો અસ્તવ્યસ્ત બેડ સરખો કરે છે અને ફરીથી લેપટોપ પર પોતાનું ફ્રી લાન્સિંગનું કામ લઈને બેસી જાય છે.... પણ આજે અવનીશ પોતાના કામમાં ફોકસ કરી શકતો નથી કારણકે થોડી ક્ષણમાં કામ યાદ આવી જાય છે તો થોડી ક્ષણમાં ભૂતકાળની બનેલી ઘટનાઓ કે કોણ છે આ ?? અને શા માટે એને હું જોઈએ છે ..? કે શા માટે આવ્યું હશે.? શું એ મારી હર્ષાને કોઈ નુકસાન પહોંચાડશે ?? આવા ઘણા બધા પ્રશ્નો અને વિચારો સાથે અવનિશ ફરીથી કામમાં વ્યસ્ત થઈ જાય છે.... અને સમયનો એ દોર પણ જતો રહે છે અને ફરીથી એ જ એક વાગ્યાના ટકોરે હર્ષાનો ફોન આવે છે બંને સાથે જમવા બેસે છે... હા બંને વચ્ચે સ્થળનું અંતર ચોક્કસ હતું પણ બંને વચ્ચેનો જે પ્રેમ છે એ એમને વધુ નજીક ખેંચી રહ્યો હતો... એ પ્રેમ એમને અહેસાસ અપાવતો હતો કે બંને હંમેશા એકબીજાની સાથે છે... અને એ લંચ બ્રેક ક્યારે પૂરો થઈ ગયો એની ખબર જ ના રહી...


******


To be continue...

#Hemali Gohil "Ruh"

@Rashu


શું અવનીશ અને હર્ષાનો આ જ પ્રેમ એમને આ જંગમાં જીત અપાવશે કે પછી એ જંગમાં પ્રેમ જ હારી જશે ...?? જુઓ આવતા અંકે....