Sailab book and story is written by Kanu Bhagdev in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sailab is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સૈલાબ - Novels
by Kanu Bhagdev
in
Gujarati Thriller
આ નવલકથામાં કૅપ્ટન દિલીપનું એક નવું જ...એક કેદી તરીકેનું રૂપ આપને જોવા મળશે. રોનાં બે જાસૂસો વિનાયક બેનરજી તથા પ્રભાત રાઠોડને એક ખાસ મિશન પાર પાડવા માટે પાકિસ્તાન મોકલવામાં આવ્યા છે. પરંતુ ત્યાં પહોંચ્યા પછી મિશનની સફળતા બાદ પ્રભાત ભારત પાછો ફરીને મિશન નિષ્ફળ થયું હોવાનું જણાવે છે અને મિશનની સફળતાના દસ્તાવેજો સરકારને સોંપતો નથી. પણ તે ખોટું બોલે છે એની ખબર પડતાં જ તેને બેલાપુરની અભેદ કિલ્લા જેવી જેલમાં ધકેલી દેવામાં આવે છે. બીજી તરફ એણે વિનાયક સાથે જે મિશન પાર પાડ્યું હોય છે તેના દસ્તાવેજો કબજે કરવા માટે પાકિસ્તાનથી પણ આઈ.એસ.આઈ.ના અનવર તથા રૂખસાના નામના બે એજન્ટો ભારત આવે છે. પરંતુ ભારત સરકારને તેમના આગમનની અગાઉથી જ ખબર પડી ગઈ હોય છે. ત્યાર બાદ શરૂ થાય છે દિલીપ તથા એ બંને એજન્ટોની ચાલબાજી અને દિલો-દિમાગને હચમચાવી મૂકનારા દિલધડક પ્રસંગોની હારમાળા..! દિલીપ પોતાની સામે આવતી તમામ મુશ્કેલીઓનો પૂરી દિલેરી અને નિડરતાથી સામનો કરીને સફળતાપૂર્વક પોતાનું મિશન પાર પાડે છે.
। સનસનાટીભરી રહસ્યકથા । કનુ ભગદેવ આ નવલકથામાં કૅપ્ટન દિલીપનું એક નવું જ...એક કેદી તરીકેનું રૂપ આપને જોવા મળશે. રોનાં બે જાસૂસો વિનાયક બેનરજી તથા પ્રભાત રાઠોડને એક ખાસ મિશન પાર પાડવા માટે પાકિસ્તાન મોકલવામાં આવ્યા છે. પરંતુ ત્યાં ...Read Moreપછી મિશનની સફળતા બાદ પ્રભાત ભારત પાછો ફરીને મિશન નિષ્ફળ થયું હોવાનું જણાવે છે અને મિશનની સફળતાના દસ્તાવેજો સરકારને સોંપતો નથી. પણ તે ખોટું બોલે છે એની ખબર પડતાં જ તેને બેલાપુરની અભેદ કિલ્લા જેવી જેલમાં ધકેલી દેવામાં આવે છે. બીજી તરફ એણે વિનાયક સાથે જે મિશન પાર પાડ્યું હોય છે તેના દસ્તાવેજો કબજે કરવા માટે પાકિસ્તાનથી પણ આઈ.એસ.આઈ.ના અનવર
૨. ખૂની નાટક રોયલ કેસિનો... ! વિશાળગઢના ધોબીઘાટ વિસ્તારમાં આવેલાં મામૂલીથી માંડીને ઉચ્ચ સ્તરનાં જુગાર રમાતા હતા. ત્યાં હંમેશા ગુંડા-મવાલીઓની ભીડ રહેતી હતી. બપોરનાં એક વાગીને ઉપર પાંચ મિનિટ થઈ હતી. કેસિનોમાં હંમેશની માફક ભીડ હતી. એ જ વખતે ...Read Moreઅંદર પ્રવેશ્યો. અત્યારે એ પોતાનાં પૂર્વ પરિચિત વસ્ત્રોમાં સજ્જ હતો. લાંબો- કાળા કલરનો ઑવરકોટ, અને મસ્તક પર ફેલ્ટ હેટ... ! અલબત્ત, એનો ચહેરો ક્લિન શેવ્ડ હોવાને બદલે દાઢી-મૂંછવાળો હતો. કેસિનોમાં ઘૂસતાં જ એણે સ્ટાફના એક માણસને પકડ્યો. ‘ચીનુ ક્યાં છે...?’ એ રીઢા ગુંડા જેવા અવાજે બોલ્યો. ‘ચીનુ... ?’ સ્ટાફનો કર્મચારી હેબતાયો, ‘કોણ ચીનુ... ?’ જવાબમાં દિલીપે ગજવામાંથી એક ફોટો કાઢીને
૩. શિકાર અને શિકારી દિલીપ જોર જોરથી બંગલાનો દરવાજો ખટખટાવતો હતો. સાથે જ તે ઊંચા અવાજે દરવાજો ઉઘાડવા માટે બૂમો પણ પાડતો હતો. વળતી જ પળે દરવાજો ઊઘડ્યો. દરવાજો ઉઘાડનાર બીજું કોઈ નહીં, પણ ગણપત પાટિલ જ હતો... ! ...Read Moreછો તું... ?’ એણે કર્કશ અવાજે પૂછ્યું, આટલી મોડી રાત્રે શા માટે...’ એની વાત અધૂરી રહી ગઈ. ‘મારું નામ શંકર છે શંકર... !' કહેતાં કહેતાં દિલીપે સ્ફૂર્તિથી રિવૉલ્વર કાઢીને તેની નળી ગણપતની છાતી પર ગોઠવી અને પછી તેને હડસેલીને અંદર લઈ ગયો. અંદર પ્રવેશ્યા પછી એ દરવાજો બંધ કરીને સ્ટોપર ચડાવવાનું નહોતો ભૂલ્યો. ‘શ...શંકર... !' ગણપતનો અવાજ તરડાઈ ગયો, ‘તું...
૪ શંકાનાં વમળ... અનવર હુસેન તથા રૂખસાનાના ચહેરા પર પરમ તૃપ્તિનાં હાવભાવ છવાયેલાં હતા. થોડી વાર પહેલાં જ તેમણે શય્યા સુખ માણ્યું હતું. ત્યાર બાદ ટી.વી. પર સમાચાર જોયા પછી રૂખસાનાએ ટી.વી. બંધ કર્યું અને પલંગ પર અનવરની બાજુમાં ...Read Moreપછી ટેબલ પર પડેલી કીટલીમાંથી કૉફીનાં બે કપ તૈયાર કરવા લાગી. ‘અનવર... !’ તે એક કપ અનવરના હાથમાં મૂકતા બોલી, ‘આ સમગ્ર મામલામાં મને એક વાત ખૂબ જ વિચિત્ર અને અજુગતિ લાગે છે.’ ‘કઈ વાત...?’ અનવરે પ્રશ્નાર્થ દૃષ્ટિએ એની સામે તાકી રહેતાં પૂછ્યું. ‘આપણે આપણા મિશનથી ગણપતને વાકેફ કર્યો, એ વાતને વધુ દિવસો નથી થયા. તને યાદ છે ?' પહેલી
૫. નાનો ઝગડો, મોટી ચાલ... ! બપોરે જમ્યા પછી દિલીપ આરામથી ખુરશી પર બેસીને સગારેટનાં કશ ખેંચતો હતો. જ્યારે સામેની સોફાચર પર બેઠેલો ગણપત આશાભરી નજરે તેની સામે તાકી રહ્યો હતો. પોતે જાણે દિલીપને નહીં, પણ પચીસ લાખ ડૉલરનાં ...Read Moreજોતો હોય, એવા હાવભાવ એનાં ચહેરા પર ફરકતા હતા. ‘મારા પ્રસ્તાવ વિશે તે કંઈ વિચાર્યું શંકર ?' છેવટે હિંમત કરીને એણે પૂછ્યું. ‘હા, વિચાર્યું... ઘણું વિચાર્યું છે મિસ્ટર ગણપત.' દિલીપ સહમતિ સૂચક ઢબે હલાવતાં બોલ્યો. ‘તો પછી તારો શું નિર્ણય છે?' ‘નિર્ણય જણાવતાં પહેલાં હું મારા મગજમાં ઉદ્ભવેલા અમુક સવાલોના જવાબ જાણવા માંગુ છું.' ‘કેવા સવાલ ?’ દિલીપનો દેહ ખુરશી