સપનાનાં વાવેતર - Novels
by Ashwin Rawal
in
Gujarati Short Stories
રાજકોટમાં કાલાવડ રોડ એક સમૃદ્ધ એરિયા ગણાય છે. આ જ કાલાવડ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરથી સહેજ આગળ જતાં ઉમિયા ચોક આવે છે. ત્યાંથી જમણી બાજુ વળીને સહેજ આગળ જાઓ એટલે પારસ સોસાયટીનો વિસ્તાર શરૂ થાય છે.
આ પારસ સોસાયટીની શેરી નંબર ૩ માં હરસુખભાઈ માવાણીનો બંગલો આવેલો છે. માવાણી શેઠ એટલે એક જમાનામાં મશીન ટુલ્સમાં મોટું નામ. બ્રાસમાંથી મશીન ટુલ્સ બનાવવાની ફેક્ટરી એમણે ભક્તિનગરના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ૪૫ વર્ષ પહેલાં નાખેલી. એ પછી તો એ જાતજાતનાં મશીનો પણ બનાવતા ગયા. એમાં ને એમાં એ ૮ ૧૦ કરોડના આસામી બની ગયા.
હરસુખભાઈ શરૂઆતમાં ભક્તિનગર સોસાયટીમાં જ રહેતા હતા. પરંતુ કાલાવડ રોડનું ડેવલપમેન્ટ જોઈને એમણે વર્ષો પહેલાં જ અહીં પારસ સોસાયટીમાં ૩ નંબરની શેરીની અંદર સ્વતંત્ર પ્લોટ લઈ લીધો અને રોડ ટચ આલીશાન બંગલો બનાવી દીધો.
આ જ બંગલામાં આજે સવારે દસ વાગ્યાના સુમારે એક અગત્યની મીટીંગ ગોઠવાઈ હતી. મિટિંગમાં ૭૫ વર્ષની ઉંમરે પહોંચેલા હરસુખભાઈ, એમનાં પત્ની કુસુમબેન, ૫૦ વર્ષનો દીકરો મનોજ, ૪૫ વર્ષની પુત્રવધુ આશા અને બે યુવાન દીકરીઓ કૃતિ અને શ્રુતિ બેઠેલાં હતાં. બધાંની નજર ગૌરીશંકર શાસ્ત્રી ઉપર હતી !
સપનાનાં વાવેતર પ્રકરણ 1રાજકોટમાં કાલાવડ રોડ એક સમૃદ્ધ એરિયા ગણાય છે. આ જ કાલાવડ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરથી સહેજ આગળ જતાં ઉમિયા ચોક આવે છે. ત્યાંથી જમણી બાજુ વળીને સહેજ આગળ જાઓ એટલે પારસ સોસાયટીનો વિસ્તાર શરૂ થાય છે. ...Read Moreપારસ સોસાયટીની શેરી નંબર ૩ માં હરસુખભાઈ માવાણીનો બંગલો આવેલો છે. માવાણી શેઠ એટલે એક જમાનામાં મશીન ટુલ્સમાં મોટું નામ. બ્રાસમાંથી મશીન ટુલ્સ બનાવવાની ફેક્ટરી એમણે ભક્તિનગરના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ૪૫ વર્ષ પહેલાં નાખેલી. એ પછી તો એ જાતજાતનાં મશીનો પણ બનાવતા ગયા. એમાં ને એમાં એ ૮ ૧૦ કરોડના આસામી બની ગયા. હરસુખભાઈ શરૂઆતમાં ભક્તિનગર સોસાયટીમાં જ રહેતા હતા. પરંતુ
સપનાનાં વાવેતર - પ્રકરણ 2હરસુખભાઈ માવાણીની પૌત્રી કૃતિ માટે મુંબઈના ધીરુભાઈ વિરાણીએ પોતાના પૌત્ર અનિકેત માટે માંગુ નાખ્યું હતું. હરસુખભાઈ કુંડળી મેળાપકમાં ચુસ્તપણે માનતા હતા એટલે એમણે અનિકેતની કુંડળી મંગાવી હતી. હરસુખભાઈએ ગૌરીશંકર શાસ્ત્રીને પોતાના ઘરે બોલાવ્યા હતા અને ...Read Moreપાસે કુંડળી મેળવાવી હતી. પરંતુ અનિકેતને ભારે મંગળ હોવાથી શાસ્ત્રીજીએ આ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી હતી. હરસુખભાઈને શાસ્ત્રીજી ઉપર ખૂબ જ વિશ્વાસ હતો કારણકે ગૌરીશંકર શાસ્ત્રીના હરસુખભાઈ સાથેના સંબંધો વર્ષો જૂના હતા. કદી પણ જ્યોતિષ જોવા માટે શાસ્ત્રીજી સામે ચાલીને કોઈના ઘરે જતા નહીં પરંતુ હરસુખભાઈનો ફોન આવે એટલે એ જે ટાઇમે કહે એ ટાઈમે હાજર થઈ જતા. ગૌરીશંકર
સપનાનાં વાવેતર પ્રકરણ ૩ "અનિકેત માટે એક સુંદર કન્યા મેં શોધી કાઢી છે. ઘર મારું જાણીતું છે અને દીકરી પણ સંસ્કારી છે. એ લોકો રાજકોટમાં રહે છે. દીકરીએ એમબીએ ફાઇનાન્સ કરેલું છે. દેખાવે એટલી સુંદર છે કે અનિકેતને જોતાં ...Read Moreજ ગમી જશે. " ધીરુભાઈ વિરાણી રાત્રે આઠ વાગે જમતી વખતે પોતાના બંને પુત્રો સાથે વાત કરી રહ્યા હતા. "મેં હરસુખભાઈ સાથે ચાર દિવસ પહેલાં વાત પણ કરી લીધી છે. એમનો ફોન આવે એટલે પછી આપણે રાજકોટ જઈને સગાઈની વિધિ કરી લઈએ. હરસુખભાઈ જ્યોતિષમાં બહુ માને છે એટલે અનિકેતનાં તારીખ ટાઈમ મેં એમને આપી દીધાં છે." ધીરુભાઈ બોલ્યા. " જો
સપનાનાં વાવેતર પ્રકરણ 4સાંજના પોણા ચાર વાગ્યા એટલે કૃતિ પોતાની ગાડી લઈને ભાભા હોટલ જવા માટે નીકળી ગઈ. બરાબર ચાર વાગે એ હોટલ પહોંચી ગઈ અને લિફ્ટમાં ચોથા માળે જઈને રૂમ નંબર ૪૦૧ નો દરવાજો ખટખટાવ્યો. અનિકેતે દરવાજો અંદરથી ...Read Moreસામે બ્લુ જીન્સ અને યલો કુર્તીમાં કૃતિ સામે ઊભી હતી ! અનિકેત તો એની સામે બસ જોઈ જ રહ્યો. અનિકેત એટલો બધો અંજાઈ ગયો હતો કે શું બોલવું એનું પણ એને ભાન ન હતું !" અરે ક્યાં ખોવાઈ ગયા ? હું અંદર આવી શકું ? " કૃતિ અનિકેત સામે જોઈને હસીને બોલી. " ઓહ સોરી.. અંદર આવો ને !" અનિકેત
સપનાનાં વાવેતર પ્રકરણ 5"આ દીવાકર ગુરુજી તો મને જોઈને જ ઓળખી ગયા. ધીરુભાઈનો પૌત્ર છું એમ પણ કહી દીધું. મારા માથે હાથ મૂકીને આખી હનુમાન ચાલીસા યાદ કરાવી દીધી. એમણે તો એ પણ કહી દીધું કે એમણે જ મને ...Read Moreપાસે બોલાવ્યો છે ! મને તો આ બધી વાતો નવાઈ ભરેલી લાગે છે કૃતિ. મેં મારી લાઇફમાં આવો અનુભવ પહેલી વાર કર્યો છે. " ગાડીમાં બેઠા પછી અનિકેત બોલ્યો. "તમે ખૂબ જ નસીબદાર છો કે તમને એમણે સામેથી હનુમાન દાદાની દીક્ષા આપી. હવે તો એ તમારા ગુરુ બની ગયા. દર વર્ષે ગુરુપૂર્ણિમાએ તમારા દાદાની સાથે તમારે પણ રાજકોટ આવવું પડશે.
સપનાનાં વાવેતર પ્રકરણ 6અનિકેત અને કૃતિનો સગાઈ પ્રસંગ ધામધૂમથી પતી ગયો. અષાઢ મહિનાની એકાદશીના દિવસે બંનેની સગાઈ થઈ ગઈ. મુંબઈથી ધીરુભાઈ નો સમગ્ર પરિવાર આવ્યો હતો અને કાલાવડ રોડ ઉપર સ્વામિનારાયણના ઉતારામાં તમામ મહેમાનોને રહેવાની વ્યવસ્થા કરી હતી. એમની ...Read Moreરાજકોટમાં રહેતાં એમનાં કેટલાંક કુટુંબીજનો પણ જોડાયાં હતાં. સગાઈના દિવસે સવારે ૧૦ વાગે કૃતિ અને અનિકેતે એક બીજાને ડાયમંડ રીંગ પહેરાવી. એ પછી ધીરુભાઈ તરફથી વહુને લગભગ ૧૫ થી ૨૦ લાખના દાગીના અને કપડાં ચડાવવામાં આવ્યાં. એ જ પ્રમાણે હરસુખભાઈ તરફથી પણ જમાઈને પોતાના મોભાને છાજે એ રીતે લાખોનો વ્યવહાર કરવામાં આવ્યો. હરસુખભાઈના ઘરે વર્ષો પછી આ માંગલિક પ્રસંગ આવ્યો
સપનાનાં વાવેતર - પ્રકરણ 7થાણાના વસંત વિહાર એરિયામાં રહેતા ધીરુભાઈ વિરાણીને બે સંતાનો હતાં. એક પ્રશાંત અને બીજો મનીષ. બંને પુત્રો ખૂબ જ સંસ્કારી અને માતા-પિતા તરફ આદરભાવ રાખનારા હતા. પ્રશાંતનાં હંસા સાથે લગ્ન થયા પછી ચાર વર્ષ સુધી ...Read Moreએક પણ સંતાન ન હતું. જ્યારે નાના મનીષનાં લગ્ન પછી દોઢ વર્ષમાં જ અભિષેકનો જન્મ થયો હતો. ધીરુભાઈ શિવજીને બહુ જ માનતા હતા અને દર સોમવારે પંડિતજીને ઘરે બોલાવીને પોતાને ઘરે સ્થાપેલા નાનકડા શિવલિંગ ઉપર અભિષેક કરાવતા હતા. એટલે પ્રથમ પુત્રનું નામ અભિષેક પાડયું. પ્રશાંત માટે ધીરુભાઈ ખૂબ જ ચિંતાતુર રહેતા હતા. પ્રશાંતની પેઢી અટકી જાય એ એમને મંજૂર ન
સપનાનાં વાવેતર પ્રકરણ 8પૌત્ર અભિષેકની વાત સાંભળીને ધીરુભાઈ થોડા વિચલિત થઈ ગયા. એમને પણ એ જ વખતે વર્ષો પહેલાં પોતાના રાજકોટના ગુરુજી દીવાકરભાઈએ કહેલા શબ્દો યાદ આવ્યા:# તમારા પૂર્વજન્મ સાથે જોડાયેલો એક આત્મા તમારી સાથે બદલો લેવા માટે તમારા ...Read Moreતરફ નજર રાખીને સૂક્ષ્મ જગતમાં બેઠો છે. હવે પ્રશાંતના ઘરે જો દીકરાનો જનમ થશે તો એ આત્મા સ્ત્રીનો જન્મ ધારણ કરીને પ્રશાંતના દીકરા સાથે લગ્ન કરી તમારી બરબાદી કરવા તમારા ઘરમાં આવવાની કોશિશ કરશે.ધીરુભાઈનું મન ફરી વિચલિત થઈ ગયું એટલે એમણે અભિષેકને એ જ સવાલ ફરીથી કર્યો." શું કહે છે તારા એ સાઉથ ઇન્ડિયન રંગનાથન ? " ધીરુભાઈ બોલ્યા. "દાદા
સપનાનાં વાવેતર પ્રકરણ 9"કૃતિને મળી લીધું ? હવે તને શું લાગે છે અભિ? " મુંબઈ આવી ગયા પછી બીજા દિવસે સવારે ધીરુભાઈએ કેનેડાથી આવેલા પૌત્ર અભિષેકને સવાલ કર્યો. અનિકેત એ વખતે બહાર હતો. "દાદા તમારી પસંદગી ખરેખર દાદ માગી ...Read Moreછે. કૃતિ હિરોઈનને પણ ટક્કર મારે એટલી સુંદર છે. એ સ્વભાવમાં પણ એકદમ હસમુખી અને લાગણીશીલ છે. છેલ્લે જ્યારે એણે અનિકેતની વિદાય લીધી ત્યારે એની આંખો ભરાઈ આવી હતી. અનિકેત નસીબદાર છે." અભિષેકે પોતાનો અભિપ્રાય આપ્યો. " એટલા માટે જ મેં તને રાજકોટ મોકલ્યો હતો જેથી તારા મનનો ડર દૂર થઈ જાય. હરસુખભાઈના સંસ્કાર છે એનામાં. એ આપણા ઘરમાં આવીને
સપનાનાં વાવેતર પ્રકરણ 10રાજકોટથી હરસુખભાઈનો પરિવાર આગલા દિવસે સાંજે અમદાવાદથી ફલાઇટમાં ઇન્દોર પહોંચી ગયો હતો અને ત્યાંથી ત્રણ ટેક્સીઓ કરીને ઉજ્જૈન પણ પહોંચી ગયો હતો. બંને પરિવારો માટે ' અંજુશ્રી ' નામની ફાઈવસ્ટાર હોટલમાં ૭ રૂમનું બુકિંગ પણ હરસુખભાઈએ ...Read Moreકરાવ્યું હતું. હરસુખભાઈએ હોટલમાંથી રાત્રે જ મંગલનાથ મંદિરના પૂજારી નિરંજનભાઇ સાથે બધી વાત કરી લીધી હતી. જો કે બે દિવસ પહેલાં જ નિરંજનભાઈ ઉપર રાજકોટથી ગૌરીશંકર શાસ્ત્રીનો ફોન પણ આવી ગયો હતો. સવારે સાત વાગ્યે જ હરસુખભાઈ મંગલનાથ મંદિરે પહોંચી ગયા હતા અને નિરંજનભાઈને દક્ષિણા પણ આપી દીધી હતી. પૂજા માટે જે પણ સામાન જરૂરી હતો તે પણ નિરંજનભાઈ દ્વારા
સપનાનાં વાવેતર પ્રકરણ 11"તું આરામથી સૂઈ જા હવે. મને હવે તારામાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. સ્વર્ગ અને નર્કનો અનુભવ આજે જ કરી લીધો. મિત્રોને છૂટછાટ લેવા દેનારી અને લગ્ન પહેલાં જ કોઈની સાથે શારીરિક સંબંધ બાંધનારી કૃતિ સાથે હું ...Read Moreજ સંબંધ રાખવા માગતો નથી. કાલે જ આપણા ડીવોર્સ પેપર તૈયાર કરાવી દઉં છું. કાલે ને કાલે તું તારા પપ્પાના ઘરે ચાલી જજે. કાલે કોઈ રિસેપ્શન પણ નહીં થાય" અનિકેત ઠંડા કલેજે બોલ્યો.કૃતિ અનિકેતની વાત સાંભળીને ધ્રુજી ગઈ !!"અનિકેત તમે મને આવું કઈ રીતે કહી શકો ? તમને પોતાના માનીને મેં મારા ભૂતકાળની બધી વાત તમને કરી. દરેકનો એક પાસ્ટ
સપનાનાં વાવેતર પ્રકરણ 12રિસેપ્શનનો પ્રોગ્રામ રાત્રે પોણા બાર વાગ્યા સુધી ચાલ્યો. ધીરુભાઈએ આ પ્રસંગે ખૂબ જ દિલથી પૈસા ખર્ચ્યા હતા. ખૂબ જ ધામધૂમથી પ્રસંગ પતી ગયો. તમામ મહેમાનો વાહ વાહ કરી ગયા. બીજા દિવસે બહારગામથી આવેલા તમામ મહેમાનો સવારે ...Read Moreવિદાય થઈ ગયા. હરસુખભાઈનો પરિવાર સવારે ધીરુભાઈના આગ્રહથી હોટલ છોડીને ધીરુભાઈના બંગલે આવી ગયો અને આખો દિવસ રોકાઇને રાત્રે સૌરાષ્ટ્ર મેલમાં ફર્સ્ટ ક્લાસમાં રાજકોટ જવા માટે નીકળી ગયો. " તમારું ઘર અને પરિવાર જોઈને અમને ખૂબ જ આનંદ થયો છે ધીરુભાઈ. બસ મારી આ લાડકી દીકરીને જરા સંભાળી લેજો. એ થોડી સ્વતંત્ર મિજાજની છે પણ એટલી જ હોશિયાર છે. પરિવારપ્રેમી
સપનાનાં વાવેતર પ્રકરણ 13લગ્ન કર્યા પછી અનિકેત અને કૃતિ વચ્ચે જો શારીરિક સંબંધો જ ના થાય તો પછી લગ્નજીવન કેટલા દિવસ ટકે ? અનિકેત સાથે લગ્ન કરીને આવ્યા પછી કૃતિનાં પોતાનાં પણ અરમાન હોય ! એક તો લગ્ન પણ ...Read Moreએકલાં જ કરવાં પડ્યાં એટલે લગ્નનો પણ કોઈ આનંદ નહીં ! અનિકેત અને કૃતિ એકદમ યુવાન છે. ક્યાં સુધી એમને અલગ રાખવાં ? - મનમાં સવાલો ઘણા ઊભા થતા હતા. પણ આ બાબતે ચર્ચા કરવી પણ કોની સાથે ? - રામનાથનની વાત સાંભળ્યા પછી વાનકુંવરમાં અભિષેક આ પ્રમાણે ચિંતા કરી રહ્યો હતો. દાદા સાથે આ બાબતમાં હવે ફોન ઉપર ચર્ચા
સપનાનાં વાવેતર પ્રકરણ 14" હવે તમે બે કલાક આરામ કરી લો. અમારું આખું રાજકોટ આમ પણ બપોરે બે ત્રણ કલાક આરામ જ કરે છે. " હરસુખભાઈ હસીને બોલ્યા.અનિકેત અને કૃતિ જમીને બહાર ડ્રોઈંગ રૂમમાં આવ્યાં ત્યારે હરસુખભાઈ ફેક્ટરીએથી ઘરે ...Read Moreગયા હતા. "હા મારા દાદા પણ કહેતા હતા કે રાજકોટનું માર્કેટ બપોરના સમયે સંપૂર્ણપણે બંધ હોય છે. ગમે તેવું કામ હોય પણ બપોરે બંધ એટલે બંધ !"અનિકેત બોલ્યો."રાજકોટની એ તાસીર છે. આવી બાદશાહી તમને બીજા કોઈ શહેરમાં જોવા ન મળે. " હરસુખભાઈ બોલ્યા. "કૃતિ જમાઈને તારા બેડરૂમમાં લઈ જા અને તું પણ આરામ કર. અને પપ્પા તમે જમવા બેસી જાવ.
સપનાનાં વાવેતર પ્રકરણ 15દસ લાખનો ચેક હાથમાં આવતાં શ્રુતિ એટલી બધી ઉત્તેજિત થઈ ગઈ કે ચેક બાજુમાં મૂકીને એ બેડ ઉપર બેઠેલા અનિકેતને વળગી પડી. એના ધક્કાથી અનિકેત બેડ ઉપર આડો પડી ગયો. શ્રુતિએ એને વહાલથી બે ત્રણ કિસ ...Read Moreદીધી. શ્રુતિના અચાનક હુમલાથી એ ડઘાઈ ગયો. શ્રુતિના આખા શરીરનું વજન એના ઉપર આવી ગયું હતું અને એના શ્વાસોશ્વાસ અનિકેતના ચહેરા ઉપર અથડાતા હતા. અનિકેત માટે સંયમ રાખવો ખૂબ જ અઘરું કામ હતું !! છતાં એણે સંયમ રાખ્યો. રોજ એ હનુમાન ચાલીસાની ત્રણ માળા કરતો હતો એની એને મદદ મળી. એણે પોતાના બંને હાથથી શ્રુતિને ઉભી કરી અને પોતે પણ
સપનાનાં વાવેતર પ્રકરણ 16અનિકેત અને શ્રુતિ વાતો કરતાં હતાં ત્યારે એ બંનેથી સહેજ દૂર ઊભેલી કૃતિની નજર અચાનક ધવલ જાડેજા ઉપર પડી. એ પણ એરપોર્ટની અંદર જઈ રહ્યો હતો. એણે પણ કૃતિને જોઈ. અનિકેતને પણ એણે જોઈ લીધો. ધવલ ...Read More! એક વખતનો એનો પ્રેમી !!ધવલને એરપોર્ટ ઉપર જોતાં જ કૃતિના હોશ ઉડી ગયા. એ એકદમ ટેન્શનમાં આવી ગઈ. તે દિવસે સુહાગરાતની મધરાતે એણે જ અનિકેતને ફોન કરીને મારી સાથેના શારીરિક સંબંધો વિશે જાણ કરી હતી. એ અનિકેતને મારી સાથે જોઈ ગયો છે એટલે સમજી જ ગયો હશે કે એ મારા પતિ છે !હવે એ એરપોર્ટની અંદર અનિકેત સાથે વધારે
સપનાનાં વાવેતર પ્રકરણ 17" કૃતિ તું તારા શરીરમાંથી બહાર આવી જા. મારે તારી સાથે વાતો કરવી છે. કૃતિ હું તને કહું છું. તું તારા શરીરમાંથી જલ્દી બહાર આવી જા." દીવાકર ગુરુજી કૃતિની આંખો ઉપર ત્રાટક કરીને સતત આદેશ આપતા ...Read Moreએ પોતે પણ સૂક્ષ્મ અવસ્થામાં જ હતા. થોડી વારમાં જ કૃતિનો સૂક્ષ્મ દેહ શરીરથી છૂટો પડીને બહાર આવી ગયો અને ગુરુજીના સૂક્ષ્મ શરીર સામે ઉભો રહ્યો. "કૃતિ તું અત્યારે સૂક્ષ્મ અવસ્થામાં છે. તને તારા બધા જ પૂર્વ જન્મો યાદ છે. તું યાદ કર કે ગયા જનમમાં તું ક્યાં હતી ? તારે મુંબઈ થાણામાં રહેતા ધીરુભાઈની સાથે એવી તો શું દુશ્મની
સપનાનાં વાવેતર પ્રકરણ 18અનિકેત પપ્પાની સામે જ જોઈ રહ્યો. એને પપ્પાની દિલેરી ગમી ગઈ. આજે પપ્પાએ સુરેશભાઈ ગોટેચા સાથે જે રીતે વાતચીત કરી હતી એનાથી પણ એ ખૂબ જ પ્રભાવિત થયો હતો. પપ્પા પાસેથી ઘણું શીખવા જેવું છે.પપ્પા સાથેની ...Read Moreપૂરી થઈ ગયા પછી અનિકેતે જૈમિન છેડાને ફોન કર્યો. " જૈમિન... સાંજે ૭ વાગ્યા પછી જરા મારા ઘરે આવી જજે ને. પપ્પાએ તને બોલાવ્યો છે. " અનિકેત બોલ્યો." અંકલે મને બોલાવ્યો છે ? પ્લોટની બાબતમાં કંઈ ગરબડ તો નથી ને ?" જૈમિન બોલ્યો. એ થોડો ટેન્શનમાં આવી ગયો. પ્રશાંત અંકલ બહુ મોટા માણસ હતા. આજ સુધી એમની સાથે એણે ડાયરેક્ટ
સપનાનાં વાવેતર પ્રકરણ 19અને બીજા દિવસે રવિવારે સવારે ૧૧ વાગે અનિકેત વીણાનગરના ગેટ ઉપર પહોંચી ગયો. ભાર્ગવ ભટ્ટ એના પપ્પા શશીકાંતભાઈને લઈને આ સમયે જ આવવાનો હતો. પાંચેક મિનિટમાં જ શશીકાંતભાઈની ગાડી પણ આવી ગઈ. અનિકેત કોલેજ કાળ દરમિયાન ...Read Moreથી ત્રણ વખત ભાર્ગવ ભટ્ટના ઘરે ગયેલો એટલે શશીકાંતભાઈ એને ઓળખતા હતા.બંનેએ ગાડી બહાર જ પાર્ક કરી અને ચાલતા ચાલતા સુરેશભાઈ ગોટેચાના ફ્લેટ ઉપર પહોંચી ગયા. સુરેશભાઈ સાથે વાત થયેલી હતી એટલે એ પણ ઘરે હાજર જ હતા. "આવો આવો અનિકેતભાઈ. હું તમારી જ રાહ જોતો હતો. હવે બોલો તમે લોકો બધા ચા તો પીઓ છો ને ?" સુરેશભાઈ બોલ્યા.
સપનાનાં વાવેતર પ્રકરણ 20અનાર દિવેટિયા જૈમિન સાથે લંચ લેવા માટે જે રીતે તૈયાર થઈને આવી હતી એ જોઈને જૈમિનનું હૃદય બે ધબકારા ચૂકી ગયું. આજ સુધી એણે અનારનું આવું સૌંદર્ય જોયું ન હતું !! જૈમિન રેઇનબો રેસ્ટોરન્ટમાં અનાર કરતાં ...Read Moreમિનિટ વહેલો આવી ગયો હતો અને અનારની રાહ જોતો બેઠો હતો. જૈમિનને કલ્પના પણ ન હતી કે અનાર આટલી બધી સુંદર હશે ! કારણ કે એણે એને હંમેશા કેજ્યુઅલ ડ્રેસમાં જ જોયેલી. અનારે ઓરેન્જ કલરની સાડી અને બ્લુ કલરનો સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો હતો ! જૈમિન ઘડીભર તો ઓળખી જ ના શક્યો કે એની સામે અનાર ઊભી છે ! એ એને
સપનાનાં વાવેતર પ્રકરણ 21" શું કહ્યું ? ચુનીલાલ છેડા ? તું એ છોકરાને ભૂલી જા અનાર. કોઈ પણ સંજોગોમાં એ ઘરમાં તારાં લગ્ન નહીં થઈ શકે !" મહિપતરાય લગભગ તાડુકી ઉઠ્યા. અનાર તો પપ્પાનું આ સ્વરૂપ જોઈને અવાક જ ...Read Moreગઈ. જૈમિનના પપ્પાનું નામ સાંભળીને મારા પપ્પા આટલા ભડકી કેમ ગયા !! " અરે પણ પપ્પા તમે ચુનીલાલ નામ સાંભળીને આટલા બધા ગુસ્સે કેમ થઈ ગયા ? એ લોકો ખરેખર સારા માણસો છે. " અનાર બોલી. " તું ચૂપ રહે અનાર. એ ચુનીલાલના ઘરમાં હું મારી દીકરી નહીં વળાવું. " મહિપતરાય બોલ્યા. " પરંતુ તમારી આ નફરત માટે કોઈ કારણ
સપનાનાં વાવેતર પ્રકરણ 22(વાચક મિત્રો.. કેટલાક વાચકો મને મેસેજ કરીને પૂછે છે કે રાજકોટવાળા દીવાકર ગુરુજીનું એડ્રેસ અમને આપો તો અમે પણ એમનાં દર્શન કરીએ. પરંતુ મારે આપ સૌને જણાવવાનું કે મારાં તમામ પાત્રો કાલ્પનિક છે. મારી યુવાન અવસ્થામાં ...Read Moreસિધ્ધ મહાત્માઓને હું મળેલો છું અને એમની શક્તિઓને મેં ઓળખી છે એટલે એમના ઉપરથી પ્રેરણા લઈને આવા પાત્રોનું સર્જન કરતો હોઉં છું. ગાયત્રી મંત્ર વિશેના અનેક અનુભવો લોકોને થયા છે. મને પણ થયા છે એટલે એની ઉપાસના ઉપર હું હંમેશા ભાર આપતો રહું છું. ગાયત્રીમંત્રની સાધના, ચંડીપાઠ અને હનુમાનજીની ઉપાસના કળિયુગમાં ચોક્કસ ફળ આપે છે. )કૃતિએ આકૃતિ ટાવરના એ વિંગના
સપનાનાં વાવેતર પ્રકરણ 23ધીરુભાઈ વિરાણી અને અનિકેત રાજકોટ ગુરુજીનાં દર્શન કરવા માટે આવ્યા હતા. આજે ગુરુપૂર્ણિમા હતી અને દર વર્ષે ધીરુભાઈ પૂનમે રાજકોટ આવતા જ હતા. આ વખતે અનિકેત પણ સાથે આવ્યો હતો. ગુરુજીએ આજે અનિકેતને ગાયત્રીની ઓછામાં ઓછી ...Read Moreમાળા કરવાનો આદેશ આપ્યો હતો. અને એ આદેશ સૂક્ષ્મ જગતમાંથી ધીરુભાઈના સ્વ. પિતા વલ્લભભાઈએ આપ્યો હતો. કારણ કે એ ગાયત્રીના સિદ્ધ ઉપાસક હતા અને સૂક્ષ્મ જગતમાં પણ સાધના કરી રહ્યા હતા. એ પછી પ્રસાદ લઈને બંને હોટલ ભાભામાં ગયા હતા અને બે કલાક આરામ કર્યો હતો. સાંજે ડીનરનો પ્રોગ્રામ વેવાઈના ઘરે હતો એટલે હરસુખભાઈ તેડવા માટે આવ્યા હતા અને પોતાના