Fareb book and story is written by H N Golibar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Fareb is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ફરેબ - Novels
by H N Golibar
in
Gujarati Fiction Stories
આ ગીત ગણગણતી કશીશ કારમાંથી ઊતરી અને બંગલાના મુખ્ય દરવાજા પાસે પહોંચી. તેણે કી-ચેઈનમાં વોર્ડરોબ-તિજોરી અને કારની ચાવીઓ ભેગી ભેરવાયેલી મુખ્ય દરવાજાની ચાવી લૅચ-કી વાળા તાળમાં લગાવીને ફેરવી. લૉક ખુલ્યું. તે દરવાજો ધકેલીને અંદર દાખલ થઈ. તેણે રોજની ટેવ મુજબ બાજુમાં જ પડેલા ઊંચા ટેબલ પર કી-ચેઈન મૂકી દઈને દરવાજો બંધ કર્યો, અને બેડરૂમ તરફ આગળ વધી. ત્યાં જ તેના કાને બેડરૂમની અંદરથી સળવળાટ સંભળાયો. તે ચોંકી. તે રોકાઈ ગઈ. ‘તેના બેડરૂમમાં તે વળી કોણ ઘૂસીને બેઠું છે ? !’ આ સવાલ સાથે તે બિલ્લીપગલે બેડરૂમના દરવાજા તરફ ચાલી.
તે બેડરૂમના દરવાજા પાસે પહોંચી. તેણે અંદર નજર નાંખી, એ જ વખતે ડ્રેસિંગ ટેબલ સામે ઊભેલો યુવાન તેની તરફ ફર્યો.
H.N. Golibar ( પ્રકરણ : 1 ) ‘હર કીસિકો નહિ મિલતા, યહાં પ્યાર જિંદગી મેં..., ખુશનસીબ હંય વો, જિનકો હૈ મિલી, યે બહાર જિંદગી મેં...!’ આ ગીત ગણગણતી કશીશ કારમાંથી ઊતરી અને બંગલાના મુખ્ય દરવાજા પાસે પહોંચી. તેણે ...Read Moreવોર્ડરોબ-તિજોરી અને કારની ચાવીઓ ભેગી ભેરવાયેલી મુખ્ય દરવાજાની ચાવી લૅચ-કી વાળા તાળમાં લગાવીને ફેરવી. લૉક ખુલ્યું. તે દરવાજો ધકેલીને અંદર દાખલ થઈ. તેણે રોજની ટેવ મુજબ બાજુમાં જ પડેલા ઊંચા ટેબલ પર કી-ચેઈન મૂકી દઈને દરવાજો બંધ કર્યો, અને બેડરૂમ તરફ આગળ વધી. ત્યાં જ તેના કાને બેડરૂમની અંદરથી સળવળાટ સંભળાયો. તે ચોંકી. તે રોકાઈ ગઈ. ‘તેના બેડરૂમમાં તે વળી
( પ્રકરણ : 2 ) કશીશની જગ્યાએ કોઈ બીજી પત્ની હોત તો એ પણ ખળભળી ઊઠી હોત ! વાત જ એવી હતી ને ! કશીશ પોતાના પતિ અભિનવથી ચોરી-છુપે પોતાના પ્રેમી નિશાંતને મળવા માટે નિશાંતના ઘરે આવી હતી, અને ...Read Moreનિશાંત સાથે પ્રેમભરી વાતોમાં મસ્ત હતી, ત્યાં જ કોઈ બંધ દરવાજા બહાર બુકે સાથે આ નનામી ચિઠ્ઠી મૂકી ગયું હતું. નિશાંત એ ચિઠ્ઠી વાંચી ગયો હતો, પણ અત્યારે કશીશે નિશાંતના હાથમાંથી એ ચિઠ્ઠી લીધી ને એની પર નજર દોડાવી. ‘કશીશ ! તું અહીં પ્રેમમાં મસ્ત છે, જ્યારે બીજી તરફ તારી મોતની બાજી બિછાવવામાં આવી રહી છે. ‘એ બાજી કોણ બિછાવી
( પ્રકરણ : 3 ) કશીશનો પતિ અભિનવ સામે પડેલા પલંગની ઉપરની દીવાલ પર લાગેલો સિંહનો ફોટો જોઈ રહ્યો હતો, જ્યારે કશીશના પ્રેમી નિશાંતની નજર પલંગની ડાબી બાજુની ટિપૉય પર પડેલા કશીશના મંગલસૂત્ર પર હતી. જો અભિનવની નજર એ ...Read Moreપર પડી જાય અને એ મંગલસૂત્ર કશીશનું છે એ જો અભિનવ ઓળખી જાય તો એ ભેદ ખુલી જાય એમ હતો કે, કશીશ અહીં તેની પાસે આવતી હતી !!! ‘આ સિંહનો ફોટો એકદમ નજીકથી લીધો હતો કે...’ ‘ના.’ અભિનવ પોતાનો સવાલ પૂરો કરે એ પહેલાં જ નિશાંતે જવાબ આપ્યો : ‘ટેલિ-લેન્સથી લીધો હતો, નજીકથી લઉં તો સિંહ મને ફાડી ન ખાય
( પ્રકરણ : 4 ) ‘બચા..વ...!’ની ચીસ પાડતાં કશીશ રેઈનકોટવાળા માણસના હાથમાંથી છુટવા-છટકવા ગઈ, પણ ત્યાં જ રેઈનકોટવાળા માણસે પોતાના હાથમાંનું ખંજર પૂરા જોર અને જોશ સાથે કશીશના પેટમાં ખોંપી દીધું, -ખચ !!! -અને કશીશે એક પીડાભરી ચીસ પાડી, ...Read Moreઅને એ સાથે જ કશીશની આંખો ખૂલી ગઈ અને તે પલંગ પર સફાળી બેઠી થઈ ગઈ. તેણે પોતાના પેટ તરફ અને પછી રૂમમાં ચારે બાજુ જોયું. તેને ખંજર વાગ્યું નહોતું. રૂમમાં કોઈ રેઈનકોટવાળો માણસ પણ નહોતો. તેણે એક નિશ્વાસ નાંખ્યો. રેઈનકોટવાળા માણસના રૂપમાં આવીને અભિનવે તેનું ખૂન કર્યું હતું, એવું તેને સપનું આવ્યું હતું. તેણે સામેની કાચની બંધ બારી બહાર
( પ્રકરણ : 5 ) ‘મને જેલની હવા માફક નથી આવતી ! હું કશીશનું ખૂન કરીશ અને એક કરોડ રૂપિયાથી એશ કરીશ ! !’ નિશાંત સ્મિત રમાડતાં બોલ્યો. એટલે અભિનવ હસ્યો : ‘મને ખાતરી હતી જ કે તું પ્રેમનો ...Read Moreપૈસાનો જ ભુખ્યો છે.’ ‘પ્રેમથી પેટ થોડું ભરાય છે, મારા દોસ્ત ? ! પેટ તો રૂપિયાથી ભરાય છે.’ નિશાંત હસ્યો : ‘બોલ, મને તું કયારે રૂપિયા આપીશ ?’ ‘તું કાલ બપોરના એક વાગ્યે મારા ઘરે આવજે, ત્યાં હું તને વીસ લાખ રૂપિયા આપવાની સાથે જ કશીશના ખૂનનો ફૂલપ્રુફ પ્લાન પણ સમજાવી દઈશ.’ અભિનવે કહ્યું : ‘કશીશનું ખૂન થઈ જશે એટલે