DEVALI - 9 books and stories free download online pdf in Gujarati

દેવલી - 9

કંકાવતી તું જાણે છે ને કે,હું તાંત્રિક વિદ્યામાં પારંગત છું.અને ઘણાના જીવન-મરણમાં સુખ-શાંતિના દોરાધાગા ને મંત્ર-તંત્રથી ઉમંગના તહેવારમાં લાવ્યો છું.(નરોત્તમ પોતાની ભાભીને વિશ્વાસમાં લાવવા પોતાનો દાવ મુકતા બોલ્યો)
હા,નરોત્તમભાઈ... પણ,આજ આવી કપળી ને દુઃખદ વેળામાં તમારી શીદને આવી વાત કરવી પડી ?
ભાભી આજ જ્યારે હું દેવલીના દેહ કને ફસડાઈ પડ્યો ત્યારે મને દેવલીનો આત્મા દૂર-દૂર ભટકતો દેખાયો હતો.અને તેનો આત્મા અહીંજ ભટકે છે.
પણ,નરોત્તમભાઈ દેવલીનું આવું ક્રૂર ને કમોત મરણ થયું છે એટલે તેનો આત્મા ભટકે એતો સાચી વાત પણ...પણ,શીદ કારણે કોઈએ તેની સાથે આવું કર્યું તે નથી સમજાતું(જાણે,નરોતમ તેના કરતૂતોથી અજાણ હોય તેમ પોતાની લીલા છુપાવતી કંકાવતી બોલી)
તે તો મને દેવલીના આત્માએ કઈ અણસાર સુધ્ધા નથી આપ્યો.પણ,દેવલી તારા રુદિયાનું રતન હતું ને તને તો બહુજ વહાલી હતી.માટે પરસોતમના છાનામાના આપણે તેના આત્માની મુક્તિ માટે આજ રાત્રેજ વિધિ કરવાની છે.અને તેમાં તારો સહકાર જોઈએ છે.
પણ,તમારા ભાઈને કહ્યા વિના તો એક ડગલું પણ હું ભરતી નથી અને તેમની જાણ બહાર આ કરવું યોગ્ય છે...?(નરોતમના આગલા વિચારો જાણે તે જાણી ગઈ હોય તેમ તેની ચૂંગાલમાંથી છૂટવા મથતી હોય તેવા પ્રયત્નો કરતી આશ્ચર્ય ઉપજાવે તેવા ભવાં કરીને કંકાવતી બોલી)
(નરોતમ પણ મનમાં વિચારતો રહ્યો કે ભાઈને પૂછ્યા વિના દીકરીના આવા ક્રૂર મોતમાં ભૂમિકા ભજવી અને હવે તેની આત્માની મુક્તિની વાત આવી તો ઢોંગ કરતી નાટક કરવા લાગી.પણ,નરોત્તમએ કઈ પાછો પડે એવો નહોતો.આથી પોતાની વાતમાં સહમત કરવા છેલ્લો દાવ ફેંક્યો)
હા,ભાભી તમારી વાત સો આની સાચી પણ ,તમે મોટા ભાઈને આ વાતની પરવાનગી માંગશો તો તે આવી આત્માઓની વાતને તૂન્ટ અને દોરા-ધાગાના ધતિંગ માનશે અને અડચણ ઊભા કરશે.
હા,નરોતમભાઈ તમારી વાત સાચી છે.તેતો આવી વાતોમાં રજ માતર વિશ્વાસ નથી રાખતા.પણ,હું મારી દેવલીની સદગતી માટે સઘળું કરીશ અને હજુ ક્યાં તેનો દેહ નષ્ટ થયો છે.હજુ તો દવાખાનેથી તેનો રિપોર્ટ ને દેહ બંને આવે ત્યાં લગી આપણ આ કામ સુપેરે પાર કરી દઈએ.
કંકાવતી પોતાની જાળમાં ફસાઈ ગઈ છે તેનો આનંદ મનમાંજ દબાવીને બહુ ધીર ગંભીર થતાં નરોત્તમએ કહ્યું"તો હવે ઝાઝી વાર નથી કરવી આપણે.હું આખી વ્યૂહરચના તમને સમજાવી દઉં.સમીસાંજે અંધકારનો ઓછાયો થતાં તમારે કંકુ,અબીલ-ગુલાલ,નરાસળી,દેવલીની કોઈ એકાદ વસ્તુ,દેવલીની છબી,તમારી એકાદ વસ્તુ એવી કે જે દેવલીએ તમને આપી હોય અને હા તારા દેવાયતની પણ કોઈ એકાદી વસ્તુ લેતાવજો.ને બીજું બધું હું લેતો આવીશ.
કંકાવતી બધુ માની ગઈ પણ,પોતાના એકના એક વ્હાલસોયા દેવાયતની વસ્તુ નરોત્તમભાઈએ કેમ મંગાવી તેના વિચારો તેને ગૂંગળાવવા લાગ્યા...પણ,હશે કંઈક એવું કારણ કે જેના થકી દેવલીનો આત્મા સંતોષ પામે તોજ નરોત્તમભાઈ મંગાવે.(આમ મનને મનાવીને કંકાવતી જઈ રહેલા નરોત્તમભાઈની પૂંઠ જોતી પોતાની બાજી સીધી પડતી વિચારીને મલકાઈ)
સમી સાંજે દેવસ્થાનોમાં આરતીની ઝાલરો રણકવા લાગી.સૌ મંદિરોમાં દેવને કરગરતા ગામ માથે આવનારી અને આવેલી આફતમાંથી ઉગારવા માટે વિનવવા લાગ્યા.દેવલીના આત્માની શાંતિ માટે આખું ગામ દેવોને પ્રાર્થના કરવા લાગ્યું.ઝાલરનો રણકાર મંદ પડતાંજ ગામના ત્રણ ઓળાઓ મશાનના ઝાંપે એકઠા થયા.ત્રણેય આવનારી આફતોથી અજાણ નહોતા છતાં એકબીજાથી મનની વાત છુપાવીને વાતો કરવા લાગ્યા...
... ...ભાભી આ તમારા વેવાઈ થવાના હતા તેજ મારા ગુરુ છે અને તે આપણને આ કાર્યમાં સઘળો સાથ-સહકાર આપશે.(એકાએક વાતનો દોર શરૂ કરતા નરોતમએ મમરો મુક્યો)
(કંકાવતી જીવણને જોઈને અને નરોત્તમભાઈની અજ્ઞાતભરી વાતથી મનોમન ખંધુ હસી)
જીવણે વેવાણને બે હાથથી વંદન કર્યા અને સઘળી વસ્તુ માંગી.જીવણ ટપોટપ કુંડાળા કરવા લાગ્યો.એક,બે અને ત્રણ કુંડાળા અબીલ ગુલાલથી કર્યા.કંકાવતી જાણે આ વિદ્યામાં નરોતમ કરતાં પણ વધુ માહિર હોય તેમ ટપોટપ વસ્તુઓ જે તે કુંડાળામાં મુકવા લાગી.નરોતમ તો આભો બનીને જોતોજ રહ્યો.
પહેલા કુંડાળામાં દેવલીની,બીજા કુંડાળામાં કંકાવતીની સઘળી વસ્તુ મુકાણી.ત્રીજું કુંડાળું અદૃશ્ય હતું.દિવડાંના હાલક-ડોલક થતા પ્રકાશના પડછાયામાં દૂર-દૂર એક ઓળો ધીમે ધીમે ઉભો થવા લાગ્યો.ઓમ હ્રીં ક્રી આત્માય પ્રગટો....ના મંત્રોથી વાતાવરણ ગુંજવા લાગ્યું.નરોતમની આંખો પહોળી થઈ ગઈ.કંકાવતી એક પણ ભૂલ વિના ને વર્ષોથી સાધનામાં માહિર હોય તેમ તેના અને જીવણની સાથોસાથ મંત્રો ઉચ્ચારે જતી હતી.
દૂર દેખાતો ઓળો ઢસડાતો-ઢસડાતો નજદીક આવતો હતો.આસપાસના પંખીઓ શાંત થઇ ગયા હતા.પોતાના માળામાં છુપાઈને ડરથી થથરતા હતા.અંધારાને ચીરતો તે ઓળો આછેરો પ્રકાશ ફેલાવતો ચિત્કારીઓ નાખવા લાગ્યો.ગામના સીમાડા વટીને મશાન આવેલું હોવાથી કોઈ સમી સાંજ પછી આ બાજુ ડોકાવાય હિંમત ના કરતું.સૂરજ આથમતાજ અહીં ભેંકાર ભાસવા લાગતો.કોઇ અનહોની ઘટવાની હોય તેમ આજે પણ,શિયાળુઓ બૂમો નાંખતી હતી.ચીબડી ક્યારેક છાતી પાછળ તો ક્યારેક સામી છાતીએ બંડ પોકારતીહોય તેમ ચીખતી હતી.ઘુવડ ક્યારેક જોરજોરથી હસતું તો ક્યારેક મોં વાળીને કાણ પર રોતું હતું અને આ સઘળા અવાજને દબાવી દેતી ચીખ થોડી થોડી પળે પેલા ઓળામાંથી વીજળી વેગે આકાશમાં પડઘાતી હતી.નરોતમ પણ આંખો બંધ કરીને આવા ભયંકર વાતાવરણમાં જોરજોરથી 420 ના ધબકારે મંત્રો બોલે જતો હતો.
ઓળો હવે,આવીને દેવલીના કુંડાળામાં તડપતો હોય તેમ ચીખતો હતો.તેની ફરતે અગન જ્વાળાઓ ઝબકી ને પલકારા કરી ક્યાંય વિલીન થઈ જતી હતી...છોડી દો... મને છોડી દો...નાં પડઘાં આખું વાતાવરણ ગજવી મૂકતા હતા.પોતાનો દાવ સમો સૂતરો પાર પડે છે કે નહીં તે જોવા અચાનક નરોતમએ પળભર માટે આંખો ખોલી તો તે હેબતાઈ ગયો...
દેવલીનો પેલો પવિત્ર આત્મા તેની બાજુ લાંબા હાથ કરી તેને જગાડવા મથી રહ્યો હતો.આંખોમાંથી જવાળા ભભૂકતો હતો,દેહ વિનાનું શરીર આગના ગોળાનો આકાર ધારણ કરી ગયું હતું અને આ શું..?...
... તે વિચારે તે પહેલા તો ધડામ કરતો પોતાની બેઠક પરજ બે વાર પટકાઈને અને પછી ઉછરીને નરોતમ બીજા કુંડાળામાં આવીને પડ્યો.તેને આ ચાલ સમજતા વાર ના લાગી. કંકાવતીની સઘળી વસ્તુ કુંડાળામાંથી ગાયબ હતી અને તેની જગ્યાએ તેની ખુદની ...નરોતમની એક એક વસ્તુ ચારે બાજુ ફેલાઈ ને પડી હતી.નરોતમને ખ્યાલ આવી ગયો કે,...કે જીવણ અને કંકાવતી મળી ગયા છે અને તેમની પાપલીલાની જાણ દેવલીના અહીં ભટકતા આત્માએ તેને કહી દીધી હોવાથી બીજે ક્યાંય કંકાવતી અને જીવણનું પાપ બહાર ના પડે એટલે મારોજ બલિ ચઢાવવાનો કાળસો આમને મારી જાણ બહાર રચી દીધો છે.અને દેવલીના આત્માને મારી બલિ આપીને કેદ કરવાનો પેંતરો રચ્યો છે.અને આ બધી માયામાં પોતાના કરતાં પણ કંકાવતી વધું પાવરધી છે અને જીવણએ તેને વિદ્યામાં કાચો અને કંકાવતીને પાકી કરી છે.
નરોત્તમની અવદશા જોઇને કંકાવતી અને જીવણ આખું મશાન ગજવતા ખડખડાટ હસવા લાગ્યા.તરફડતી દેવલીનું અગન ગોળાનું બદન પીંગળતું હતું.પીંગળતું જતું એક-એક અંગ ધુમાડો બની કુંડાળામાં પ્રસરતું હતું.નરોતમનું પણ અંગ-અંગ અગન ગોળાનું રૂપ ધારણ કરે જતું હતું.કંકાવતી નરોતમને કહેવા લાગી...
...."વહાલા દેવજી મજા આવે છે ને ? મારું કાસળ કાઢવા નીકળ્યાતા એમ ને !..પણ,તમને ક્યાં ખબર છે કે, આ કંકાવતી પોતાના કાળજાના કટકાને ના મૂકે તો તમને તો ક્યાંથી છોડે !(?) દેવલી મારું રહસ્ય જાણી ગઈ હતી.ને તમારો ગુરુ તો જીવણ હશે પણ,આ જીવણના ગુરુને જાણો છો ?....આ કંકાવતી છે...કંકાવતી....! આખું મશાન થર-થર કંપતું હતું.અઘોરીઓની ગુરુ એવી કંકાવતીના હાકલા સાંભળી કેટલાય ભીરું પંખીડાના દેહ માળામાંજ હોલવાઇ ગયા...
.....દેવરજી તમો તો નિમિત માતર છો.દેવલીને હું મારા આયખાનું રતન માનતી હતી.પણ તે કજાત કુલટાએ મને છેહ દીધો હતો.મારા અરમાનોની રાખ કરી પોતાની જુવાનીમાં મારી અભિલાસાઓ ઉડાડી દીધી હતી.મારી પસંદ તો રોમિલ હતો.પણ,તેને શહેરમાં એક અઘોરી સંગ મળી જઈને તલપને પામવા હાટુ મારા સપનાના જમાઈરાજા રોમિલને એક કોટડીમાં કેદ કર્યો હતો.જેવી રીતે તમે દેવલીના દેહને કેદ કરી સ્વર્ગે ભમતો મૂક્યો હતો.તેવીજ રીતે રોમિલના દેહને એક કોટડીમાં કેદ કરીને તેના આત્માને ધરા પરજ ભટકતો કરી દીધો હતો.આત્માની વિદ્યા દેવલી માટે નવી નહોતી.હું રોજ વિદ્યાના બળથી રોમિલ અને દેવલની જોડી જોઈને હરખાતી હતી પણ,એકવાર રોમિલની જગ્યાએ તલપને દેવલ સંગ જોઈને મારા હૃદયમાં કોઈએ તીર હોય તેમ દર્દ થવા લાગ્યું.મેં સઘળી વાત મારા ચેલા જીવણને કરી અને દેવલ પરત ફરતાજ વિધિનું કરવું કે જીવણના કાનજીનેજ દેવલ પસંદ આવતા મેં હા કરી દીધી.અમારી ચાલ હતી તેના કરતાંય વધુ સરળ રસ્તા ખુદ કુદરતેજ તે કુલટાના પાપ માટે કરી આપ્યા અને...
....અને આગળનું નરોત્તમજી સાંભળો(આમ કહીને કંકાવતીની વાતને થોડો વિરામ આપવા માંગતો હોય તેમ જીવણ અધવચ્ચેજ બોલ્યો)
.....પછી મારે તમને કંઈ કહેવું ન પડ્યું પણ,આ બધી લીલાથી અજાણ તમે શહેર જઈને આવ્યા અને રોમિલના બાપાની ને દેવલના ભણતરની સઘળી વાત મને કરી અને મારા કાનજીનુંજ તેમાં ભલું થશે તેવી વાતો વિશ્વાસમાં લાવવા મને કરી અને અમારો રસ્તો વધું સરળ કરી આપ્યો.અમે તમનેજ પ્યાદું બનાવી અમારી હાથી-ઘોડા ને ઊંટની ચાલ રમવાનું શરૂ કર્યું.અબૂધ દેવલીને વાતોમાં લાવવા તમને મેં આખી આપણી ચાલ સમજાવી અને તમારા થકી વાત જતાંજ દેવલે તલપને આસાનીથી પામવાનો રસ્તો મળતો દેખાતા રોમીલને અઘોરીની કેદમાંથી છૂટો કરવા તલપને આખી વાત કહી દીધી અને ત્યાંથી રોમિલ છુટો થતાંજ કંકાવતીનો તેને સંપર્ક કર્યો અને કંકાવતીએ તેને જ્યારે તું દેવલીના આત્માને વિહરતો મૂકે એ રાતે અહીં આવી જવા મનાવી લીધો..અને પછી તે રાતની આખી પ્રપંચરચનાથી અજાણ તું સાવ અમારી જાળમાં ઉંડો ને ઉંડો પ્રસરાતો અને ફસાતો ગયો.બધુ બરાબરજ થતું હતું.તું દેવલીના આત્માને વિહાર કરવા મોકલીને તેનો દેહ છોડીને મારી કને આવ્યો ત્યાર પછી ત્યાં શું થયું તે હવે તને કંકાવતી કહેશે...
(..જાણે એક-એક વર્ણન કરવાની વારાફરતી સ્પર્ધા રાખી હોય તેમ જીવણ અને કંકાવતી ગભરાયા વગર પોતાની પાપ લીલાઓ કહે જતા હતા...અને ઊંડો શ્વાસ લઈને કંકાવતીએ મર્દ જેવો ખોંખારો ખાતા કહ્યું..)
હા,તો દેવરજી આગળ સાંભળો...દેવલીનો દેહ નિશ્ચેતન થઈને પડ્યો હતો.જીવ હતો છતાં ન્હોતા બરાબર તેનું બદન ધડકનોથી બંધ હતું.તેનો દેહ જોઈને હું ઢગલો રડી પડી પણ,ત્યાં તો રોમિલ આવી ગયો અને રોમિલને દેવલીનો દેહ સોંપી દીધો અને આટલા સમય લગી તરફડીને કોટડીમાં કેદ અને ગગનમાં આત્માથી ભટકતા થઈ ગયેલા રોમિલના ગુસ્સાનો પાર ના રહ્યો.પ્રેમમાં મળેલી બેવફાઈ અને દોસ્તએ કરેલા પ્રપંચથી તેના રોમ-રોમમાં વિષ ઉભરાયું.મને એમ હતું કે રોમિલ ફક્ત તેના શરીરને ચૂંથીને,તેની હવસ પૂરી કરીને સંતોષ પામશે પણ,મારા એ વિચારો ભૂલ ભરેલા હતા.મેં તેને બંધ ઓરડામાં એકલતા ભૂલ કરી.અમારે દેવલીને તડપાવી-તડપાવીને મારવાની હતી.કેમ કે,તારા ગયા પછી તારી વિદ્યામાં કંઈક ઊણપ રહી હશે તે તેનામાં આત્મા પાછો આવ્યો અને તે મીંઢી પડી રહીને મારી અને રોમિલની સઘળી વાતો અર્ધબેભાન અવસ્થામાં સાંભળી ગઈ.અચાનક તેના ઉચ્છ્વાસનો રવ અને અહેસાસ રોમિલને થતા તેને ક્રોધથી રાતા-પીળાં થઈને ઉપરાછાપરી ઘા ઝીકી નાખ્યા.દેવલીનો આત્મા તારી વિદ્યાથી ગયો હતો તે પૂર્ણપણે પાછો ન્હોતો આવ્યો તે હું એકપળમાં દેવલીના કંઈ હુંકારા આટલા ઘા વાગવા છતાં પણ ના થયા એટલે સમજી ગઈ.અને મેં રોમિલને ત્યાંજ અટકાવીને એક બાજી બીજી રમી લેવા પેતરો ઘડ્યો...(એક ઊંડો શ્વાસ લઇને ફરી કંકાવતી બોલી)...જો રોમીલ તેના દેહ જોડે રોમાન્સથી હવસ ભોગવે અને એકદમ પ્રેમથી વાસનામાં તરબોળ દેવલને કરે તો, દેવલને થોડો ગરમાવો મળે અને તેનો જીવ જલદી મરણ ના પામે અને ત્યાં લગી હું મારી વિદ્યાના બળથી દેવલીને પવિત્ર આત્મા રૂપેજ ફરી સ્વર્ગે વિહાર કરવા મોકલી દઉં.એટલે અમારી મેલી વિદ્યાથી તે દેવલ સાવ અજાણ રહે અને અડધી મૂર્છિત અને અડધી પ્રાણવાળી દેવલ ફરી અડધેથીજ સ્વર્ગે વિહાર કરવા પાછી ફરે.બધું બરાબરજ થયું છે તેમ માનીને મેં વિદ્યા વડે દેવલીના દેહને ગરમાવો આપી રોમિલ ચૂંથતો રહ્યો ત્યાં લગી તેના આત્માને સ્વર્ગે પરત મોકલી દીધી અને હવસ પૂરી થતાંજ સંતોષની લાગણીથી તૃપ્ત થઈને રોમિલ શાંત થયો કે તરતજ દેવલનો દેહ મરણને શરણ થયો.પણ દેવલના દેહને ચરમસુખનો સંતોષ નહીં થયો હોય એટલે તેનો દુષ્ટ આત્મા ફરી બદલો લેવા આવ્યો જે,આ તારી પડખે તરફડે છે.
તૂટક..તૂટક...અવાજમાં અગનગોળામાં બળતા-બળતાજ નરોતમએ સવાલ કર્યો પણ,તેના દુષ્ટ આત્માની જાણ તો મેં કરી હતી.તો,પછી દેવલનો દુષ્ટ આત્મા આવ્યો તેની જાણ જીવણને ક્યાંથી થઈ ?
હા,તેનો દુષ્ટ આત્મા તારી જોડે આવ્યો તેની અમને જાણ નહોતી પણ,તેનો હવાસથી અસંતોષ રહેલો ભાવ તેના દેહ પર તે દિવસે સ્પષ્ટ મને વરતાઈ ગયો હતો.અને મને જે ડર હતો તે થઈનેજ રહ્યું.જ્યારે દેવલીનો દુષ્ટ આત્માં તને દેખાયો અને તમારા બંને આગળ સઘળી લીલાના થોડા અણસાર આપી ગયો.તે સઘળી બીના મને જીવણે કહી ત્યારે થોડીવાર તો હુંએ ગભરાઈ ગઈ.પણ,આ કંકાવતી એમ હાલી-મવાલી જેવી આત્માઓથી હારી જાય એવી નહોતી અને અમે આ દુષ્ટ આત્માને કેદ કરવાનો પેંતરો રચી નાખ્યો....પછીની સઘળી વાત તો તારી આંખો સામેજ ભજવાઈ ગઈ છે અને હજુ તાજી ચાલુ છે...
હા,તે બધું સાચું પણ,પોતાના કાળજાને ફક્ત પોતાની વિદ્યાનું રહસ્ય જાણી જતા આવું ક્રૂર મોત આપે એટલી ક્રૂર ને કઠોર તો તું નાજ હોય..! તેની પાછળ બીજો કંઈક પડદો પડેલો છે.
(હવે તો નરોતમ પણ તુ અને ભાભી કંકાવટી પણ નરોત્તમને તું કહીને બોલાવવા લાગ્યા)
હા,દેવરજી તે વાત તમારી સાચી પણ,તે રહસ્ય લઈનેજ તમે મરણને શરણ થાવ એજ ઉત્તમ છે.આજ તમારો આત્મા પણ કેદ થઈને ગુલામ બનશે અને દેહ તમારો પ્રાણ વિનાનો રહેશે પણ,અહીં દેવલીની સઘળી વિદ્યા અને આ દોરા-ધાગા ને વિવિધ સામગ્રી જોઈને દેવલીના મોતની પહેલી સોંય સૌના મનમાં તમારા પ્રતિનીજ ભોંકાશે અને અહીં દેવલીના મોતનો પડદો ઊંચકાઈ જશે...અને.....હા...હા...અને રહસ્ય આ કાચની બોટલોમાં તમારા બંનેના આત્માઓના ધુમાડાના રૂપમાં કેદ થઈને ગૂંગળાશે...
અત્યાર લગીમાં તો દેવલીનો દુષ્ટ આત્મા સાવ સળગીને ધુમાડો થઈ ગયો હતો.જીવણએ ચપળતા વાપરીને કુંડાળાના વચોવચ બોટલનું બૂચ ખોલીને બોટલ મૂકી દીધી.કુંડાળામાં ઘુમરાવો લેતો લેતો સઘળો ધુમાડો બોટલમાં પુરાઇ જતા કંકાવતીએ મનોમન કંઈક મંત્ર બબડીને બોટલ પર બૂચ વાસવા જીવણને ઈશારો કર્યો.ત્યાં લગીમાં ફરી આ બાજુ નરોતમના દેહમાંથી પણ અગનગોળા રૂપી ધુમાડો એકઠો થઈ ગયો હતો.તેના અંગ-અંગમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો અને તેનું શરીર કાષ્ઠની પૂતળી થઇને પડ્યું હતું.સમયની સચોટતા વાપરીને કંકાવતીએજ દેવરજીનો આત્મા બોટલમાં ધુમાડા રૂપે કેદ કરીને મંત્રો બબડીને બૂચ મારી કેદ કરી દીધો અને પછી...
... પછી વર્ષોની વાસનાના પ્યાસા પ્રેમી-પંખીડા હોય તેમ જીવણો અને કંકાવતી એક જે ત્રીજું અદ્રશ્ય કુંડાળું હતું તેમાં તનની આગ બુઝાવવા એકરસ થઇ ગયા...અને અહીં વાવડ મળતાંજ તલપ દેવલીના ઘરે આવી પુગ્યો...

( મિત્રો દેવલીના મોતનું રહસ્ય તો ઉકેલાઈ ગયું.પણ, શા કારણથી ? કંકાવતીએ આવું ક્રૂર મોત પોતાની દીકરીને આપ્યું અને આગળ તલપ,કાનજી,પરષોત્તમ,રોમિલ અને દેવાયતનું શું થયું તે જાણવા આવતા રવિવારે વાંચવાનું ભૂલતા નહિ ઓકે ખુબ ખુબ આભાર..)

આપનો ઋણી આશુમન સાંઈ યોગી રાવળદેવ...