Roshani book and story is written by NILESH MURANI in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Roshani is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રોશની - Novels
by NILESH MURANI
in
Gujarati Love Stories
પ્રસ્તાવના. લેખક મિત્ર શ્રી નિલેશ મુરાણીની આ કૃતિ “રોશની”ની પ્રસ્તાવના લખતી વેળા અત્યંત આનંદ અનુભવી રહ્યો છું. જે લખવાનો મને બિલકુલ અનુભવ નથી, પરંતુ મિત્ર નિલેશભાઈનાં ફરમાનને ટાળી શકવાની હિંમત ન હોવાથી ખૂબ જ કપરી જવાબદારી માથે આવી પડી છે. કોઈ વાર્તાની પ્રસ્તાવના લખવાનું મારૂં ગજું નથી, છતાં મિત્રધર્મ નિભાવવા માટે થોડી હિંમત કરી લઉં છું. આ વાર્તા છે નાયક ચિરાગનાં જીવન પર, એક એવાં યુવાનની, જે જબરદસ્ત હતાશામાં હોય છે, જીવનથી તદ્દન નિરાશ થઈ આત્મહત્યાનાં વિચાર કરવા સુધી પ્રેરાય છે. ચિરાગને એ ભયંકર યાતના માંથી ઉગારી એને ફરીથી જીવન તરફ લાવનાર નાયિકા રોશની ખરેખર આ વાર્તાનું શિર્ષક સાર્થક કરે
પ્રસ્તાવના. લેખક મિત્ર શ્રી નિલેશ મુરાણીની આ કૃતિ “રોશની”ની પ્રસ્તાવના લખતી વેળા અત્યંત આનંદ અનુભવી રહ્યો છું. જે લખવાનો મને બિલકુલ અનુભવ નથી, પરંતુ મિત્ર નિલેશભાઈનાં ફરમાનને ટાળી શકવાની હિંમત ન હોવાથી ખૂબ જ કપરી જવાબદારી માથે આવી પડી ...Read Moreકોઈ વાર્તાની પ્રસ્તાવના લખવાનું મારૂં ગજું નથી, છતાં મિત્રધર્મ નિભાવવા માટે થોડી હિંમત કરી લઉં છું. આ વાર્તા છે નાયક ચિરાગનાં જીવન પર, એક એવાં યુવાનની, જે જબરદસ્ત હતાશામાં હોય છે, જીવનથી તદ્દન નિરાશ થઈ આત્મહત્યાનાં વિચાર કરવા સુધી પ્રેરાય છે. ચિરાગને એ ભયંકર યાતના માંથી ઉગારી એને ફરીથી જીવન તરફ લાવનાર નાયિકા રોશની ખરેખર આ વાર્તાનું શિર્ષક સાર્થક કરે
રોશની ભાગ ૨ રોશનીએ પર્સમાંથી મોબાઈલ કાઢી બે ચાનો ઓર્ડર આપ્યો, અને ફરી મારી તરફ જોઇને કહ્યું. “બોલો ચિરાગ.” “મેમ, આજથી છ મહિના પહેલા ૧૪ ફેબ્રુઆરીના દિવસે હું બરબાદ થયો. મારા ફાધર એક મોટા કોન્ટ્રેકટર હતાં. શહેરમાં બસ-સ્ટેશનની બાજુમાં ...Read More“ચિરાગ મહેલ” એ અમારો હતો. કરોડપતિ કહેવાતાં મારા પપ્પા. શહેરની મોટી મોટી લગભગ સિતેરથી વધારે બિલ્ડીંગ પપ્પાએ બનાવી છે. હું પણ મારો અભ્યાસ પૂર્ણ કરી અને પપ્પા સાથે મદદમાં લાગી ગયો, એ દરમિયાન મલ્લિકા મારા સંપર્કમાં આવી. થોડાજ દિવસોમાં અમારી મિત્રતા પ્રેમમાં પરિણમી. એ પપ્પાની ઓફીસમાં એકાઉન્ટનું કામ કરતી, અને સમય જતાં પપ્પાને પણ ખબર પડી ગઈ, અમારા સંબંધથી પપ્પાને
રોશની ભાગ - ૩ રોશની મારી સામે જોઈ રહી હતી, તેણીનો એક હાથ ટેબલ પર અને બીજો હાથ હડપચી પર હતો તેના વાળ ટેબલ પરથી સરકી નીચે લહેરાતા હતા, તેણીનાં ચહેરા ઉપર કોઈ વિજય ભાવ હતો, તેણીએ મને ઠીક ...Read Moreનાખ્યો, મને ડીપ્રેશનનાં કુવામાંથી બહાર કાઢ્યો હોવાની ખુશી રોશનીનાં ચહેરા પર સાફ દેખાઈ રહી હતી. અમે જમી અને આઈસ્ક્રીમ ખાવા બહાર આવ્યા. ત્યાં મારા ફોનની રીંગ વાગી. મારા સુપરવાઈજરનો ફોન હતો.. “યસ સર, ગુડ ઇવનિંગ.” “હા, ગુડ ઇવનિંગ ચિરાગ, સોરી ટુ સે. મારા કારણે તને પ્રોબ્લેમ થશે, બોસએ મને પંદર દિવસ માટે બેંગ્લોર જવા કહ્યું, પણ મેં તારું નામ રીકમંડ
રોશની ભાગ ૪ રોશનીની વાતો સાંભળી મને આશ્ચર્ય થયું, સાચેજ હું સેલીબ્રીટી બની ગયો હતો. લોકો આજ સુધી મને ચિરાગ કન્સ્ટ્રક્શનનાં માલિકનાં સનથી ઓળખતા, જે લોકો મને મારા પપ્પાનાં નામથી ઓળખતા હતા એ લોકો મને પર્સનલી મારા નામથી ઓળખવા ...Read Moreસિંગર ચિરાગ, મ્યુઝીશિયન ચિરાગ, માસ્ટર ચિરાગજેવા નામથી ઓળખવા લાગ્યા, અઠવાડિયામાં રોશનીની આઈ કેર ફોર યુની ઓફીસ મારી ઓફીસમાં ચેન્જ થઇ ગઈ. રોશનીએ મારા કારણે પોતાનું પ્રોફેશન ચેન્જ કરવું પડ્યું, રોશની હવે મને આસિસ્ટ કરવા લાગી. મારા ફોન રીસીવ કરવા લાગી.મારી દરેક અપોઈન્ટમેન્ટ એ ફિક્સ કરતી. રોશનીએ પોતાનો પહેરવેશ પણ ચેન્જ કર્યો, જીન્સ અને ટી-શર્ટ કે ટોપ પહેરીને આવવા લાગી, એ
રોશની ભાગ - ૫ હું પાણીનો ગ્લાસ ભરી લાવ્યો અને ગોળી ખવડાવી, તેના ગુલાબી હોઠ આજે વધારે માદક લગતા હતા, તેની આંખોમાં અલગ ચમક હતી, ગજબ છે જયારે સ્ત્રી પોતાનું દર્દ ઠાલવે છે ત્યારે વધારે સેક્સી લાગે છે. “રોશની ...Read Moreતું વધારે સેક્સી લાગે છે.” “ચલ જુઠા! ઉતાવળે તો તૈયાર થઇ અને સેક્સી લાગે છે! ખોટાડો.” રોશની સેક્સી મીન્સ સુંદર, જો એ સુંદરતા જોવા માટે તારે મારી આંખોમાં જોવું પડશે. હું રોશનીની નજીક ગયો અને કહ્યું. “રોશની મારી આંખોમાં અપલક જોયે રાખ.” રોશની થોડી વાર જોઈ અને નીચું જોઈ ગઈ, “પ્લીઝ રોશની જો ને?” “ના તું હિપ્નોટીઝમ કરે છે, હું