રોશની - ભાગ ૫

રોશની

ભાગ -

એપોઇન્ટમેન્ટ મુજબ ટાઇમના પાબંધ રાજુભાઈ સાંજે છના ટકોરે આવી પહોંચ્યા, હું અને રોશની સ્વસ્થ થઇ ચેર સંભાળી લીધી, રાજુભાઈ આવતાની સાથે,.

“મિસ રોશની, મિસ્ટર ચિરાગ મારી પાસે સમય ઓછો છે, એટલે હું ટૂંકમાં તમને પૂછવા આવ્યો છું, અમારી ડાયરેક્ટર પેનલ એક સ્ટેજ શો ઓર્ગેનાઇઝ કરવા જઈ રહી છે, અને એ શો માટે ડાયરેક્ટર પેનલ તમને હાયર કરવા માંગે છે, શું આપ એ શો કરી શકશો.”

મને ટેન્સનમાં નાખી દેતો સણસણતો સવાલ રાજુભાઈએ કરી મુક્યો, હું વિચારી કંઇક કહેવા જતો હતો, ત્યાં રોશનીએ રાજુભાઈને સામે સવાલ કરી મુક્યો.

“કઈ તારીખે?”

“૩૧ ડીસેમ્બર.”

રોશની આમતેંમ જોઈ ડાયરી કાઢી ડાયરીના પાનાં ઉથલાવી અને જવાબ આપ્યો.

“ઓકે નો પ્રોબ્લેમ. અમે કરીશું.”

“થેન્ક્સ મિસ રોશની મને એજ ડર હતો, કે જો તમે નાં કહેશો તો હું શું કરીશ? સીટી ઓડીટોરીયમ હોલમાં છે અને તેંની તમામ વિગત આ કાર્ડમાં છે. તમારું નામ લખવાનું બાકી હતું તેં હું છપાવી નાખું છું. ઓકે હું જાઉં છું. અને હા પેમેન્ટ અમે ટકાવારીમાં આપીએ છીએ એટલે એ નક્કી કરવાની જરૂર નથી. તમે તૈયારી રાખજો,”

એટલું કહી રાજુભાઈ ઘડિયાળમાં જોઈ ઉભા થયા અને કહ્યું.

“ઓકે ગાયસ આઈ એમ બીઈંગ લેઇટ. બાય.”

રાજુભાઈ જતા રહ્યા અને હું વિચારતો રહી ગયો, મેં ક્યારેય સ્ટેજ-શો કર્યો ન હતો, અને મને સ્ટેજ ફીયર હતો. પણ રોશનીએ હા પડી દીધી. મેં રોશની તરફ જોયું. રોશનીની આંખોમાં કોઈ કરામત હતી.

“ડોબી મને પૂછ્યા વગર તેં હા પડી દીધી? મને સ્ટેજ ફીયર છે, હું એટલા બધા લોકોની વચ્ચે ગાઈ નહીં શકું. ઘેલી.”

“અરે પાગલ આવો મોકો હાથમાંથી જવા ન દેવાય, અને મને વિશ્વાસ છે કે તું મેનેજ કરી લઈશ.”

“ઓહ! આટલો બધો વિશ્વાસ? આ મારું પહેલીવાર હશે એટલે મને ડર લાગે છે ડીયર.”

“ઓકે, તારા દિમાગ માંથી ડર કાઢી નાખ, હજુ આપણી પાસે પાંચ દિવસ છે, પાંચ દિવસમાં તારા અન્ય પાંચ કે સાત ગીતો પસંદ કરીલે અને તેંના ઉપર પ્રેક્ટીસ કરવાનું ચાલુ કરીદે બાકી બધું મારા ઉપર છોડી દે. બસ એ ગણતરીના ગીતો ગાઈસ અને શો ખતમ, લાખો રૂપિયાની આવક થશે, અને નામ થશે એ અલગ.

રોશનીની વાત સાચી હતી, મારે સુન્યમાંથી સર્જન કરવાનું હતું અને આવો મોકો મારે જવા ન દેવો જોઈએ. પંદર હજાર રૂપિયાની નોકરી કરતો હતો અને આજે હું લાખોમાં રમુ છું, જો રોશનીએ આ પ્રયાશ ન કર્યો હોત તો મારી અંદર રહેલી આ પ્રતિભાનો મને ક્યારેય ખ્યાલ ન આવ્યો હોત. મારું મન ડગુંમગુ હતું પણ હવે યાહોમ કરીને કુદવા સિવાય કોઈ ઉપાય ન હતો.

રોશની પાંચ દિવસ સુધી સતત મને પ્રેક્ટીસ કરાવતી રહી, અને એ સ્ટેજ-શો સફળ રહ્યો, જેનું અમને પાંચ લાખ રૂપિયા પેમેન્ટ મળ્યું. અને અન્ય સ્ટેજ-શો માટે બુકિંગ મળવા લાગી. રોશની મારી લાઈફમાં રોશનીની જેમ આવી મારું લાઈફ સ્ટાઈલ પહેલા હતી એવીજ થઇ ગઈ મારો તમામ હિસાબકિતાબ રોશની રાખવા લાગી, પણ રોશની મને સિગરેટ નહોતી પીવા દેતી. રોશનીને તેંનું કાઉન્સેલિંગનું જૂનું પ્રોફેશન ચાલુ રાખવું હતું. તેંના માટે તેં તેંની ફ્રેન્ડ વર્ષાને પણ ઓફીસમાં લાવી અને ઓફીસનો વિસ્તાર વધાર્યો. હું મારો પહેલો પ્રેમ મલીકાને ભૂલી ચુક્યો હતો. રોશની મારી સાથે મેરેજ કરવા તૈયાર હતી.

એક દિવસ સાંજે અમે ઓફિસમાં બેઠા હતા ત્યાં મલીકા પહોંચી આવી. છ મહિના પછી મલીકાને જોઈ ને હું ડઘાઈ ગયો, મલીકાનો ચહેરો ઉતરી ગયો હતો, તેંની આંખોની આસપાસ કાળા કુંડાળા થઇ ગયા હતા. એ ઓફીસની બહાર આવી ઊભી રહી ગઈ ગ્લાસમાંથી જોતી હતી. મેં રોશની ને કહ્યું.

“આ મલીકા અહીં કેમ આવી?”

વર્ષા મલીકાને ઓફીસમાં લાવી. પૂછ્યું.

“શું પ્રોબ્લેમ છે મેમ?”

“કંઈ નહીં હોય, પેલો ઉમેશ કોઈ બીજી જોડે મોજ માણી રહ્યો હશે. હવે અહી માફી માંગવા આવી હશે. બીજું શું હોય.. એમ કહી, મેં મલીકા સામે જોઈ ગુસ્સામાં કહ્યું.

“ગેટ આઉટ મલીકા.. આઈ સેઇડ ગેટ આઉટ.”

મલીકા ઘૂંટણીયેથી નીચે બેસી ગઈ, રોશની મારી પાસે આવી ગુસ્સો કરવા લાગી.

“અરે યાર. એને કંઇક પ્રોબ્લેમ હશે, તું પણ કંઈ પણ પૂછ્યા વગર ગુસ્સો કરે છે.”

“અરે આવી બે ટકાની રાંડને કોઈ પ્રોબ્લેમ નાં હોય. આ મગરમચ્છના આંસુ છે. એની વાતોમાં ન આવતી રોશની.”

“ચુપ. ચિરાગ પ્લીઝ ચુપ થા મને વાત કરવા દે, પ્લીઝ.”

એમ કહી રોશની અને વર્ષા તેંને તેંના ટેબલ પાસે લઈ ગઈ, મેં ઓફિસની બહર નીકળતા નીકળતા કહ્યું.

“આ વેશ્યાનું કાઉન્સેલિંગ પૂરું થાય એટલે અહીથી કાઢી મૂકજે, અને એને કહેજે કે અહી બીજીવાર પગ ન મુકે.”

બહાર ઓફિસની સામેના ગલ્લા ઉપર સિગરેટ પીવા ઊભો રહી ગયો. દસ મિનીટ પછી હું ઓફિસમાં ગયો. રોશની અને વર્ષા વાતો કરી રહી હતી.

“પેલી રાંડ શું કહેતી હતી?”

“અરે યાર તું શબ્દો તો સારા પ્રયોગ કર, એને પ્રોબ્લેમ છે. એના બોય ફ્રેન્ડ ને એઇડ્સ થઇ ગયો છે અને અહી મદદ માંગવા આવી હતી. એને પૈસાની જરૂર છે.”

“એ તો થવાનુંજ હતું. તેં શું કીધું?”

“પાંચ લાખની મદદ કરીશ,”

“ક્યાંથી કરીશ? તું અથાણા અને પાપડ વેચીને એ બે ટકાની રાંડને પાંચ લાખ રૂપિયાની મદદ કરીશ એમ?”

“ચુપ, મારા પગારમાંથી કાપી લેજે, સમજ્યો.”

“ઉમેશને આ થવાનુજ હતું, એ પણ એચ આઈ વી પોજીટીવ હશે.”

“ના એને કશું નથી થયું, એ મેં પૂછી લીધું. પહેલા સ્ટેજમાં છે, અને એ ક્યોરેબલ છે એવું કહેતી હતી.”

“અને ઉમેશ ને.?”

“એ લાસ્ટ સ્ટેજમાં છે.”

“તો? તેં નક્કી કર્યું છે કે તું એને મદદ કરીશ, એમ?”

“હા, એ સામે ચાલીને મદદ માંગવા આવી છે. તું ના કહીશ તો પણ હું એને મદદ કરીશ.”

આ સાંભળી હું રોશનીની આંખોમાં જોતો રહ્યો મારો ગુસ્સો સાતમાં આસમાને હતો. એ મારી આંખોમાં જોઈ રહી હતી. એની આંખોમાં જીદ્દ તરવરતી હતી, અને એની આ જીદ્દ મને જરા પણ પસંદ ના આવી.

“ઓકે તારી મરજી પડે એમ કર, મારી પાસેથી કોઈ અપેક્ષા ન રાખતી. અને હા, રહી વાત તારા પગારની તો આ બધું તારુજ છે. તું કહે ત્યાં હું સાઈન કરી આપું, હમણાજ આ બધું તારા નામે કરી આપું, આજ સુધીની મારી કમાણી આઈ કેર ફોર યુ ના નામથી જ થઇ છે, અને એ સંપતિ તારીજ છે, પણ એ વેશ્યા માટે એક ફૂટી કોડી પણ હું નહીં આપી શકું. આ મારો આખરી નિર્ણય છે.”

“ચિરાગ એ તારો પહેલો પ્રેમ હશે, એ પછીની વાત છે, પણ તેંના પછી એ એક ઇન્સાન છે. કદાચ મલીકાની જગ્યાએ કોઈ બીજી ઔરત મદદ માંગવા આવી હોત તો? શું તું એને મદદ નો કરત?”

“ના, એવી વાત ન કરીશ મારી પાસે, મલીકા મારો પહેલો પ્રેમ હતી! અરે એને મારી દોલત, શોહરત, રૂપિયાથી પ્રેમ હતો, મારાથી પ્રેમ એને ક્યારેય હતો જ નહીં.”

“છોડ ચીરાગ તું નહીં સમજે, હું મારા નિર્ણય ઉપર મક્કમ છું,”

“ઓકે, તો તને મરજી પડે એમ કર.”

આટલું કહી અને હું નીકળી ગયો, મને ખુબ ગુસ્સો આવ્યો, મારું દિમાગ ફરવા લાગ્યું, હું મારા ઘર તરફ રવાનો થયો, હું મારું વેચી મારેલું ઘર પાછુ લેવા માંગતો હતો અને રોશની આ વેશ્યા પાછળ રૂપિયા બગાડવા માંગે છે. મને એટલો ગુસ્સો આવ્યો કે મેં ઘરે પહોંચીને ફોન સ્વીચ ઓફ કરી મુક્યો. જમી અને હું આડો પડ્યો, મને ઊંઘ નહોતી આવતી, થોડી વાર વિચારતો રહ્યો, શું કરું? રોશનીને ફોન કરું? એ વિચારીને મેં ફોન સ્વીચ ઓન કર્યો, અડધો કલાક સુધી રાહ જોઈ, રોશનીનો ના તો કોઈ ફોન આવ્યો કે ના કોઈ મેસેજ આવ્યો. મારી ધીરજ ખૂટી મેં સામેથી ફોન કર્યો, રોશનીનો ફોન વ્યસ્ત આવતો હતો.દસ મિનીટમાં સતત ચાર વખત ફોન કર્યો પણ વ્યસ્ત આવતો હતો. બરાબર મારી આંખ લાગી અને રોશનીનો ફોન આવ્યો.

“ચિરાગ ચાર મિસ કોલ છે તારા, બોલ શું કામ હતું?”

“કોની સાથે વાત કરી રહી હતી?”

“મલીકા સાથે.”

“પણ અડધો કલાક થયો, એવી તો શું વાત હતી?”

“ચિરાગ સવારે ઓફીસમાં આવ તને બધું જણાવું, અત્યારે તું ઊંઘમાં લાગે છે અને ફોન ઉપર વાત કરવું મને વ્યાજબી નથી લાગી રહ્યું.”

“ઓકે સવારે ઓફિસમાં મળીએ.” મેં ઊંઘમાં જવાબ આપ્યો, ફોન ટેબલ પર મુક્ત મારી આંખ લાગી ગઈ.

બીજા દિવસે સવારે. રોશની ડાયરીના પાના ઉથલાવતાં એની અદામાં બોલવા લાગી.

“ચિરાગ ૧ ફેબ્રુઆરીથી ૧૪ ફેબ્રુઆરી સુધીમાં તારા પાંચ સ્ટેજ-શો છે, મુંબઈ બે તારીખ, દિલ્હી ચાર તારીખ, ગોવા ૭ તારીખ, બેંગ્લોર ૧૦ તારીખ અને લાસ્ટ સ્ટેજ-શો ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે અમદાવાદ.

આ રહ્યું તારું શેડ્યુલ, ટીકીટ અને હોટેલ બુકીન્ગ્સ વગેરે બધું આ કવરમાં છે. અને હા, આ શોમાં તારે એકલાએ જવાનું છે, હું તારી સાથે નહીં આવી શકું. તારો બધોજ સમાન, અહી આ બોક્સમાં તૈયારી કરીને રાખ્યો છે. એની ક્વેસ્ચેન?

“નો ક્વેસ્ચેન મેમ?” મેં અણગમો વ્યક્ત કરતા કહ્યું..

અને ઉમેર્યું.

“પેલી વેશ્યા શું કહે છે?”

“વોટ નોનસેન્સ ચિરાગ! હવે તું હદ વટાવે છે. પ્લીઝ તારી ભાષા સુધાર.”

“વોટ લેન્ગવેજ? એ વેશ્યા માટે હું આવીજ લેન્ગવેજ વાપરીશ.”

“ચિરાગ એની પરિસ્થતિ દયાજનક છે, અને હાલ મારા પ્રોફેસન મુજબ મારે એને સાથ આપવો જોઈએ, અને એ હું આપીશ, કાલે પપ્પા પચાસ હજાર રૂપિયા આપી ગયા છે. વર્ષા પણ પોતાના ખિસ્સામાંથી એકલાખ રૂપિયાની મદદ કરી રહી છે. બાકી જે ઘટશે એમાં તને ડીસ્ટર્બ નહીં કરું. અને હા હવે પછી મારા ક્લાયન્ટ માટે આ પ્રકારે અભદ્ર ભાષા ન વાપરવી,”

“આ ચેતવણી છે કે ધમકી?”

“તું જે સમજ એ,એન્ડ વન મોર થિંગ, શી ઈઝ માય પેસન્ટ, ઓકે? જેમ એક દિવસ તું મારી પાસે એક પેસન્ટ બનીને આવ્યો હતો તેંમ.”

“ઓહ! તો શું તું મને મારા એ દિવસો યાદ દેવડાવે છે?”

“ના એમ વાત નથી, હું આ કાર્ય છેલ્લા એક વર્ષથી કરી રહી છું, અલબત એ વાત અલગ છે કે તારી સાથે જોડાયા પછી મારું કામ થોડા સમય માટે બંધ કર્યું. આજે પણ ઘણા સરકારી કર્મચારીઓ પોતાની તકલીફ, મુંઝવણ લઇને મારી પાસે આવે છે, તો તને ખબર છે હું શું કરું છું? હું એમને જે તેં જગ્યાએ માત્ર અરજી કરવાનું અને રાહ જોવાનું કહું છું.”

“તેંનાથી શું ફરક પડે? પેલાની પ્રોબ્લેમ શોલ્વ થઇ જાય?”

***

“હા, માનસિક તો સોલ્વ થઈ જ જાય, એ કર્મચારી ખુબ અકળાયેલો હોય,આપણી બોગસ સીસ્ટમથી ફ્રસ્ટરેટ થઇ ગયો હોય, તો કમસે કમ એમનો ગુસ્સો એમની અકળામણ એમેને પેપર વર્ક તરફ વાળીને દુર કરી શકાય. અને હા તું પહેલીવાર મારી પાસે આવ્યો ત્યારે તારી શું હાલત હતી? તને બીજા ઉદાહરણ આપું તો અર્જુનને જયારે ધર્મનું યુદ્ધ કરવાનું હતું ત્યારે એ પણ હતાશ થઇ ગયો હતો, તેંને કૃષ્ણએ સાથ આપ્યો.

એ ઘટનાનું જો હું સાયકોલોજીકલ વિવરણ કરું તો. અર્જુનની હાલત કેવી હતી? તું કલ્પના તો કરી જો.અર્જુનને એનાજ ગુરુ, બાપદાદાઓ, વડીલો સાથે લડાઈ કરવાની હતી. એમની સામે હથિયારી ઉપાડવાનું હતું જેનો એ ખૂબ આદર કરતો. પણ કૃષ્ણએ એ સમયગાળામાં અર્જુનમાં રહેલી પ્રતિભા, અર્જુનનું કર્તવ્ય, વગેરેનું ભાન કરાવ્યું, અને ગાંડીવ ઉપાડવા હિમ્મત આપી. ઓકે, બીજા કિસ્સામાં હું તને જેસલ અને તોરલનું ઉદાહરણ આપું. જેસલ જાડેજા પોતાની જાતને પાપી માનતો હતો, અને એ પાપી હતોજ, પણ એને એટલા બધા પાપ કર્યા હતા કે તેંનું ભારણ તેંના દિમાગ ઉપર વધી ગયું હતું અને એજ ડીસઓર્ડરમાં એ વધારે અને વધારે પાપ કરતો ગયો. પણ એના જીવનમાં તોરલ આવી, લોકો એવું કહેછે કે તોરલએ જેસલ જાડેજાના પાપ ધોયા હતા, એ એક ફેમસ ભજન છે જો તેં સાંભળ્યું હોય તો..

“પાપ તારો પ્રકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે..... તારી બેડલીને ડૂબવા નહીં દઉં.”

આજ ભજન ને? હા મેં સાંભળ્યું છે. ઓકે, મેડમ તમારી કથા ચાલુ રાખો સાંભળવાની મજા આવી રહી છે.”

મેં વચ્ચે હસતા હસતા કહ્યું..

રોશની ચેર ઉપરથી ઉભી થઇ એક ગ્લાસ પાણી પી, રૂમાલ થી હોઠ સાફ કરતા કરતા ફરી ચેર પર બેશી ગઈ અને ફરી શરુ થઇ.

“ઓકે તો એ ભજન તેં સાંભળ્યું છે, ધ્યાનથી, બરાબર? આ ઘટનાનું હું સાયકોલોજીકલ વિવરણ કરું તો, સતી તોરણએ જેસલ જાડેજાનું કાઉન્સેલિંગ કર્યું હતું, એને વિશ્વાસ દેવડાવ્યો હતો કે તું પાપ કરવાનું બંધ કરી દે તારા જુના પાપ બધા જ ધોવાઇ ગયા છે. તું તારા બધાજ પાપ મને જણાવી દે અને હું એ પાપને ધોઈ નાખું. મતલબ એવો થયો કે જેસલ જાડેજાએ ભૂતકાળમાં કરેલા બધા જ પાપ તોરલને જણાવ્યા, સાયકોલોજીકલી જેસલ જાડેજાએ તેંના અંદર રહેલું ભારણ ઓછું કર્યું, તેંને કબુલાત કરી, એને કરેલા પાપનો અરીસો એને ખુદ જોયો, એ પાપ જણાવતા જણાવતા બધીજ ઘટનાઓનો એને પસ્તાવો થયો. બસ ચિરાગ, મારા મતેં આ બધો દિમાગનો ખેલ છે, અત્યારે મારી સામે જે ચિરાગ ઊભો છે એ થોડા મહિના પહેલા મારી પાસે આવ્યો હતો અને એમ કહેતો હતો કે હું આત્મહત્યા કરી લઈશ. એજ ચિરાગ જે ચિરાગ કન્સ્ટ્રકશન ના માલિકના છોકરાથી ઓળખાતો હતો તેં ચિરાગ આજે લોકોના દિલ ઉપર રાજ કરી રહ્યો છે.. સિંગર ચિરાગ, માસ્ટર ચિરાગ, ચાર્મિંગ ચિરાગ, હેન્ડસમ ચિરાગ જેવા નામોથી ઓળખાય છે.

“અને તારા દિલ ઉપર.” મેં વચ્ચે હસતા હસતા કહ્યું.

“હા મારું પણ દિલ ચોરી લીધું છે, એટલે હું તો “દિલ ચોર ચિરાગ,” એવુજ નામ આપીશ.”

અને અમે બન્ને હસી પડ્યા. એ તો જોયું રોશનીમાં કોઈ પ્રતિભા કે ગોડ ગીફ્ટ તો છેજ. સાલ્લીમાં કામ્યુંનીકેસન પાવર કેટલો જબરદસ્ત છે?

“ઓકે રોશની, આઈ કન્વેન્સડ, સારું થયું કે હું જલ્દી કન્વેન્સ ન થયો નહીંતો આટલું બધું જ્ઞાન મને ક્યાંથી મળત? લાવ ચલ પેલા ડ્રોઅરમાંથી ચેક બુક કાઢ, અને હા પપ્પાને અને વર્ષાને તેંના પૈસા પાછા આપી દેજે. હવે ખુશ?”

રોશનીનો ચહેરો ખીલી આવ્યો, એની આંખોમાં ચમક આવી. એનો ચહેરો જોઈ આજે ફરી એના ગાલ ઉપર બટકા ભરવાનું મન થઇ ગયું.

“અરે જવાબ તો આપ. હવેતો ખુશ ને? તો એક કિસ તો બનતી હે.”

એમ કહી રોશનીને મેં મારા આલિંગનમાં લીધી, અને મારા બંને હાથ રોશનીની કમર પર અને રોશનીનો એક હાથ મારા ખભા પર અને બીજો હાથ મારી પીઠ પર સળવળી રહ્યો. તેંના નરમ નરમ ગુલાબી હોઠ ઉપર મારા હોઠ સળવળી રહ્યા. તેંનો ગરમ ગરમ શ્વાસ મારા ગાલ ઉપર અથડાઈ રહ્યો, અને તેંના ગરમ ગરમ વક્ષ:સ્થળ મારી છાતીમાં ભીંસાઈ રહ્યા.. મેં ધીમેથી રોશનીને કાનમાં કહ્યું.

“રોશની મારા પરિવારમાંથી કોઈ નથી, તારી મમ્મીને કહી રાખજે હું સ્ટેજ શો પુરા કરીને તારો હાથ માંગવા તારા ઘરે આવીશ અને હા, તારી મમ્મીને એ પણ કહી દેજે કે જો નાં પાડશે તો તને ઉડાવીને લઈ જઈશ.”

રોશની હસવા લાગી અને કહ્યું.

“મમ્મીને ખબર છે, મેં જણાવી દીધું,”

“ઓકે તો હું આવું એટલે આપણા લગ્ન ની તૈયારી કરી રાખજે. કોઈ કચાસ ન રહેવી જોઈએ, માસ્ટર ચિરાગ અને રોશનીના મેરેજ ધૂમધામથી થશે..ઓકે?”

“હા, ચિરાગ, હું પણ એમજ ઈચ્છું છું.” રોશનીએ આંખો નીચે કરી મારી છાતીમાં ટપલી મારતા કહ્યું.

ત્યાં વર્ષા આવી પહોંચી અને અમારા રોમાન્સમાં વિક્ષેપ પડ્યો. વર્ષાને જોઈ રોશની તેંના વિખરાયેલા વાળ સરખા કરવા લાગી.

ક્રમશ:

-નીલેશ મુરાણી.

ઈમેઈલ:- nileshmurani@gmail.com

મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯

***

Rate & Review

Verified icon

Falguni Patel 2 months ago

Verified icon

NB Vakil 4 months ago

Verified icon

Bharti Trivedi 10 months ago

Verified icon

patel 10 months ago

Verified icon

Sunhera Noorani 11 months ago