રોશની ભાગ ૨.

રોશની

ભાગ -

“હું અને મલીકા રોજ સાંજે મારી મર્સીડીસ કાર લઈને લોંગ ડ્રાઈવ ઉપર નીકળી જતા. મને ગીટાર વગાડવાનો અને ગીતો ગાવાનો તેંમજ ગીતો કમ્પોઝ કરવાનો ખુબ શોખ હતો. અમે બંને પહાડોમાં નદી કિનારે વનવગડામાં બેશતા, ઘણીબધી વાતો કરતા. હું મલીકાને રોજ એક ગીત સંભળાવતો, મારા ગીતો સાંભળી એ ખુબ ખુશ થઇ જતી. એ મારા ઉપર મરતી હતી. અમે એક સરકારી પુલનું મોટું કામ રાખ્યું હતું. તેં કામ ખુબ મોટું હતું, એટલે ઘરે આવવા મોડું થઇ જતું તો હું મલીકાને વિડિયો કોલ કરતો, અને સોંગ સંભળાવતો. કેવા સુંદર દિવસો હતા એ?

“વાવ! વેરી નાઈસ લવ સ્ટોરી” વચ્ચે હસતા હસતા મિસ રોશનીએ કહ્યું.

“શું નાઈસ લવ સ્ટોરી? એ લવ સ્ટોરીમાં એ દિવસે કેવી ટ્વીસ્ટ આવી?” મેં નિરાશ થતા કહ્યું.

“ઓકે, ચિરાગ આગળ જણાવો શું ટ્વીસ્ટ આવી આટલી સુંદર લવ સ્ટોરીમાં?”

“રોશની, ઓહ સોરી રોશની મેમ”

“અરે વાંધો નહીં, તું મને રોશની કહી શકે છે.”

“મેમ, મારી પ્રોબ્લેમ એજ છે. તમારી સાથે આટલા ટૂંકા ગાળામાં એટલી આત્મીયતા બંધાઈ ગઈ કે મારા મોમાંથી નીકળી ગયું. સોરી મેમ..”

“અરે કોઈ વાંધો નહીં આગળ જણાવ, પછી શું થયું?.”

“મારી કંપનીમાં મારો એક મિત્ર સુપરવાઈજરનું કામ કરતો, ઉમેશ, એ કોલેજમાં મારી સાથે ભણતો, એટલે મારી ભલામણથી પપ્પએ એને નોકરીમાં રાખ્યો હતો, અને સારો એવો પગાર પણ આપતા.”

“ચિરાગ, વચ્ચે ઉમેશ ક્યાંથી આવ્યો?”

“અરે મેમ, એજ તો! વચ્ચે એજ આવ્યો અમારી લવ સ્ટોરીમાં. અમારા નાના મોટા કામ કરતો. ક્યારેક મલીકાને મુકવા કે તેંડવા જવાનું કામ હોય તો એ કરતો, મલીકા સાથે એ પણ હશી હશીને વાત કરતો, પણ તેંનાથી મને કોઈ પ્રોબ્લેમ ન હતી. પણ તેં દિવસે સાંજે પપ્પાને ફોન આવ્યો, કે પપ્પાએ જે સરકારી પુલ બનાવવાનું કામ રાખ્યું હતું, તેં કામમાં કોઈ ગડબડ થઇ છે. અમે એ કામ નેવું કરોડમાં રાખ્યું હતું. એ કામના સીતેંર ટકા પેમેન્ટ બાકી હતું, અને કામ લગભગ પૂરું થવાને આરે હતું. પણ સિમેન્ટ અને લોખંડની ગડબડ થયા હોવાનો આરોપ લગાવી અને અમારી કંપની ઉપર કોર્ટમાં કેસ થયો, અને તેં કારણે અમારી કંપનીના સીતેંર કરોડ રૂપિયા બ્લોક થઇ ગયા. કોર્ટના હુકમથી એ પેમેન્ટ સ્ટોપ કરી દેવામાં આવ્યું.

અને પપ્પાએ બેંકમાંથી લોન લઇ અને એ કામમાં રોકાણ કર્યું હતું.

૧૪ ફેબ્રુઆરીનો એ દિવસ હતો. એ દિવશે કોર્ટનો ઓર્ડર આવ્યો, અને પપ્પાનું હાર્ટ એટેક ના કારણે મૃત્યુ થયું. હું ખુબ તૂટી ગયો હતો એ દિવસે. એ દિવસે મલીકાને ફોન કર્યો હતો, પપ્પાનું મૃત્યુ થયાના સમાચાર મીડિયામાં અને સોશિયલ મીડિયામાં વાયુ વેગે ફેલાયા હતા, પણ એ મારા ફોન નહોતી ઉઠાવતી, ઉમેશને પણ ફોન કર્યો, એ પણ નહોતો ઉઠાવતો, મારી કંપનીના અન્ય કર્મચારીઓ આવી પહોંચ્યા હતા.

મારી મમ્મીના દાગીના, ઘર, ગાડી, બેંક બેલેન્સ, પ્રોપર્ટી, બધું વેચી અને મેં અમારી કંપનીનું બધું દેવું ચુકવ્યું, અંતેં ગામડામાં પણ અમારી જમીન હતી, એ પણ વેચાઈ ગઈ. એ કંપની પણ મારા નામેજ હતી, ચિરાગ કન્સ્ટ્રકસન. બસ એ દિવસે એ કપનીના પાટિયા પડી ગયા.”

“ઓહ! તો તું ચિરાગ કન્સ્ટ્રકસનનો માલીક? અરે તમારા ફાધરને તો મેં જોયા છે, એમને સાંભળ્યા પણ છે, કેટલા ઉચ્ચ વિચાર હતા એમના.”

“હા હું એમનો બદનસીબ ચિરાગ છું.”

“ઓહ નો! ચિરાગ સાડા સાત વાગી ગયા! મારે જવું પડશે,મમ્મીની તબિયત ખરાબ છે,”

“એક મિનીટ મેમ, મમ્મી ઉપરથી મને યાદ આવ્યું, પપ્પાના દેહાંત બાદ પંદર દિવસમાં મમ્મી પણ મને છોડીને સ્વર્ગ સિધાવી ગયા.”

“વેરી બેડ. મુસીબતોનો પહાડ તૂટી પડ્યો કહેવાય,”

થોડીવાર માટે રોશની વિચારોમાં પડી અને ફરી કહ્યું.

“ચિરાગ, તું કાલે સાંજે ફરી આવજે, આપણે આગળ વાત કરીશું, તું બસમાં આવ્યો છે? નહીંતો ચાલ હું તને ડ્રોપ કરી દઉં.”

“ના મેમ હું બાઈકથી આવ્યો છું.”

મારી સામે હાથ લાંબો કર્યો, હાથ મિલાવતા કહ્યું.

“ઓકે, કોઈ પ્રોબ્લેમ હોય તો મને ફોન કરજે, એની ટાઈમ,”

એના હાથમાં કોઈ અદભુત સ્પંદનો હતા, કોઈ સુંવાળી હુંફ હતી, એ પ્રોફેસનલ કાઉન્સેલિંગ કરતી, પણ મારા કેસમાં અલગ આત્મીયતા ઊભરતી દેખાતી હતી કે પછી મારો લાગણીશીલ સ્વભાવ હોવાને કારણે મને એવું લાગી રહ્યું હતું. હું કેબીનથી બહાર આવ્યો. રસ્તામાંથી દાલ ફ્રાઈડ રાઈસ અને પરોઠા પાર્સલ કરાવી રાત્રે નવ વાગ્યે ઘરે પહોંચ્યો. જમી અને બેડ ઉપર પડ્યો, એ દોઢ કલાક રોશની સાથે થયેલી વાતચીતથી મગજ ને કોઈ અનેરી શાંતિ મળી, ડોક્ટર અંકલએ આપેલી ગોળીઓ કાઢી મોબાઈલ હાથમાં લીધો, એ ગોળીઓના કન્ટેન્ટનું ગુગલ કર્યું. ઓહ નો! આ ગોળીમાં તો ડ્રગનું પ્રમાણ છે. શું આ ગોળી મારે ખાવી જોઈએ? આજે ખાઈ લઉં કાલે રોશનીને પૂછી જોઇશ, આ ગોળીની કોઈ સાઈડ ઈફેક્ટ તો નથીને?

એ ગોળી ખાઈ અને થોડીવાર બેડ પર પડ્યો, મારી નજર ફરી એ ગીટાર ઉપર ખોડાઈ, અને ક્યારે મને ઊંઘ આવી એ ખબર ન પડી.

સવારે ફ્રેશ થઈ નોકરી ઉપર પહોંચી ગયો, અને સાંજ થવાની રહો જોવા લાગ્યો. ક્યારે સાંજ પડે અને રોશનીને મળવા જાઉં. બપોરે લંચ ટાઈમમાં થોડીવાર મોબાઈલ હાથમાં લઇ ફેસબુક ઉપર રોશનીનું નામ સર્ચ કર્યું, પણ ફોનના ડિસ્પ્લે ઉપર દુનિયા ભરની રોશનીઓ આવી ગઈ. રોશનીનું પૂરું નામ મને ખબર ન હતી, કાર્ડમાં પણ ફક્ત રોશની જ લખ્યું હતું, ફરી મને યાદ આવ્યું, તેંની ઓફીસ ઉપર, “આઈ કેર ફોર યુ” લખ્યું હતું, કદાચ તેંના ફર્મનું નામ આઈ કેર ફોર યુ હશે? મેં એ નામથી સર્ચ કર્યું, અને રોશની મળી આવી, ફેસબુક પ્રોફાઈલ ચેક કર્યો, અને પહેલા તો ફ્રેન્ડ રીક્વેસ્ટ મૂકી. તેંના ફોટા જોતો રહ્યો, પાંચ કે સાત મિનીટમાં રીક્વેસ્ટ એક્સેપ્ટ થયાનું નોટીફીકેસન મળ્યું. મેં ઉતાવળે “ગુડ નુન “ નો મેસેજ ટાઈપ કરીને મોકલાવ્યો. કોઈ જવાબ ન આવ્યો,

થોડી વાર રાહ જોઈ અને ત્યારેબાદ મારા લાઈવ સોંગનો એક રેકોર્ડેડ વિડીઓ મોકલાવ્યો, રોશની ઓફ લાઈન હતી. ઓન લાઈન થશે તો જવાબ આપશે. એ વિચારે હું મારા કામમાં લાગી ગયો.

સાંજે છ વાગ્યે છૂટ્યો અને ઓફીસના વોશ રૂમમાં ફ્રેશ થઇ સીધો રોશનીની ઓફિસે પહોંચ્યો. ઓફિસમાં એ કોઈ અન્ય પેસન્ટ સાથે વાત કરી રહી હતી. હું બહાર સોફા પર બેશી ગયો, પેસેન્ટ સાથે વાત કરતા કરતા એની નજર મારી પર પડતા બોલપેન થી ઈશારો કરી અંદર બોલાવ્યો.

“ઓકે કોઈ પ્રોબ્લેમ થાય તો કહેજો, અને હા દવા ટાઈમ સર ખાઈ લેજો.” રોશનીએ બીજા પેસન્ટને રજા આપતા કહ્યું. અને મને એની માદક આંખોથી બેશવા ઈશારો કર્યો. બીજો પેસન્ટ જેવો બહાર ગયો, એ મારી બાજુની ચેર પર બેસતા કહ્યું.

“વોટ અ ગ્રેટ સોંગ ચિરાગ! તું કેટલું સરસ ગાય છે, એ સોંગ તારું કમ્પોઝ કરેલું છે?”

“જી મેમ, એ મ્યુજિક પણ. અને એ તો મારા કલેક્શન માનું એક છે, એવા તો કેટલાય ગીતો મેં ગાયા છે.” મેં કહ્યું.

“વાવ! લાખો માંથી કોઈ એક વ્યક્તિમાં આવી પ્રતિભા હોય છે. તું એ તારા ગીતોનો આલ્બમ બનાવી અને પબ્લિક કેમ નથી કરતો?”

“મેમ એ ગીતો... મને આગળ બોલતો અટકાવી રોશનીએ કહ્યું.

“અરે ચિરાગ તું મને ઘડીએ ઘડીએ મેમ કહીને ના બોલાવીશ,મને રોશની કહીશ તો ચાલશે.”

“ઓકે રોશની, એ ગીતો મેં મલીકા માટે ગાયા હતા, અને મલીકા મારો પહેલો પ્રેમ છે, એ મારી લાઈફનું એવું ભૂતકાળ છે, જેને હું ભૂલવા માંગું છું, પણ હું ભૂલી નથી શકતો, અને તમે એ ગીતોનું આલ્બમ બનાવવા સલાહ આપી રહ્યા છો.”

“હા પણ એ તારો પહેલો પ્રેમ...

“અરે એ કલેક્શન અને ડીવીડીને હું સળગાવી નાખીસ ડીલીટ કરી નાખીશ.” મેં રોશનીને વચ્ચે અટકાવતા કહ્યું.

“દિમાગ માંથી પણ? ચિરાગ એ શક્ય નથી, તું તારું કલેક્શન મને આપ એ વિડીઓને હું એડિટ કરી અને મારી પોતાની યુ-ટ્યુબ ચેનલ છે, આઈ કેર ફોર યુ, તેંમાં પબ્લીશ કરીશ, જો તને વાંધો ન હોય તો.”

“પણ તેંમાં મે મલીકા સાથે વિડીયો ચેટ કર્યું છે, તેંમાં ઇન્સેટમાં મલીકા પણ જોવાશે”

“હું એડિટ કરી અને કાઢી નાખીશ, બસ એકવાર તું તારું કલેક્શન મને આપીજા.”

“ઓકે રોશની, હું કાલે એ બધીજ ડીવીડી તમને આપી જઈશ, ભલે મને તમાંરો એટલો પરિચય નથી પણ બીજી મુલાકાતમાં તમારી સાથે જે આત્મીયતા બંધાઈ ગઈ છે કે એટલો વિશ્વાસ તો હું તમારા ઉપર કરી શકું છું.”

“ગુડ બોય. પણ આ વાતવાત માં તમે કહેવાનું ક્યારે બંધ કરીશ?” એમ કહી ને રોશની મલકાતું હસવા લાગી અને ઉમેર્યું.

“મારી પાસે કેટલા પેસન્ટ આવે છે, પણ તું અલગ પ્રકારનો છે. સ્માર્ટ પેસન્ટ!” એમ કહી રોશની હસવા લાગી.”

“રોશની આજે તમારા આ સ્માર્ટ પેસન્ટ ને ચાય નહીં પીવડાવો ?” મેં પણ હસતા હસતા કહ્યું.

રોશની સાથે મને આત્મીયતા બંધાઈ ગઈ, પણ રોશની મને એક પેસન્ટની જેમ ટ્રીટ કરી રહી હતી. મને વધારે પડતું ઈમોશનલ થવું પણ હવે ખતરનાક લાગી રહ્યું હતું. પણ મને રોશનીનો સાથ ખુબ ગમતો. સતત દસ દિવસ સુધી હું રોશનીને રોજ મળવા જતો, ક્યારે કલાક તો ક્યારેક બેબે કલાક સુધી વાતો કરતા, પણ મને એમ લાગતું કે એ મારા ઈલાજનો એક ભાગ છે, અને રોશનીને પણ જાણે મારો ઈલાજ કરવામાં અને મારી વાતો સાંભળવામાં મજા આવતી હોય તેંમ ઇન્ટરેસ્ટ લઈને મારી વાતો સંભાળતી. મને રોશનીની આદત પડી ગઈ હતી. રોશનીને પણ ગીતો સાંભળવા ખુબ ગમતા, એટલે એ મને ગીટાર સાથે લાવવા કહેતી, મારા માટે સ્પેસીયલ એની કેબીનમાં એક કેરીઓકે પ્લેટફોર્મ ઉભું કર્યું. એ પ્લેટફોર્મ ઉપર મને ઊભો રાખી અને મારા ગીતો રેકોર્ડ કરવા લાગી. મારી લાઈફમાં ફરી ખુશીની લહેરખી આવી હોય એવું લાગ્યું. અમે બંને ઘણી વખત ડીનર અને રજાના દિવસોમાં લંચ સાથે કરતા. એ દિવશે સાંજે અમે ડીનર કરી રહ્યા હતા..

“ચિરાગ, તારા લગભગ સાત ગીતો મે રેકોર્ડ કર્યા છે, અને એ હું યુ ટ્યુબ માં મુકવાની છું તને કોઈ પ્રોબ્લેમ નથીને?”

“અરે! એ પૂછવાનું ના હોય ડીયર, એ સોંગસની હવે મારા માટે કોઈ કીમત નથી.”

“ઓહ! સોરી ચિરાગ એ ગીતોની વાત છેડી અને મેં તને ફરી તારો ભૂતકાળ યાદ દેવડાવ્યો.”

“ઇટ્સ ઓકે રોશની, મારો ભૂતકાળ હતો તો હતો, હવે એ ભૂતકાળને હું મિટાવી તો નહીં શકું ને? ચાલ છોડ એ વાતને લે આ મંચુરિયન ખા કેવા છે? મારા ફેવરેટ છે,”

રોશની મારી સામે જોઈ રહી હતી, તેંણીનો એક હાથ ટેબલ પર અને બીજો હાથ હડપચી પર હતો તેંના વાળ ટેબલ પર થી સરકી નીચે લહેરાતા હતા, તેંણીના ચહેરા ઉપર કોઈ વિજય ભાવ હતો, તેંણીએ મને ઠીક કરી નાખ્યો, મને ડીપ્રેસનના કુવામાંથી બહાર કાઢ્યો હોવાની ખુશી રોશનીના ચહેરા પર સાફ દેખાઈ રહી હતી. અમે જમી અને આઈસ્ક્રીમ ખાવા બહાર આવ્યા. ત્યાં મારા ફોનની રીંગ વાગી.

મારા સુપરવાઈજર નો ફોન હતો..

“જી સાહેબ, ગુડ ઇવનિંગ.”

“હા, ગુડ ઇવનિંગ ચિરાગ, સોરી ટુ સે. મારા કારણે તને પ્રોબ્લેમ થશે, બોસએ મને પંદર દિવસ માટે બેંગ્લોર જવા કહ્યું, પણ મેં તારું નામ રીકમંડ કર્યું છે, મારી વાઈફનો બર્થડે છે, તો તારે જવું પડશે. ફક્ત પંદર દિવસની વાત છે, તું જઈ આવીશ ને? પ્લીઝ. તો તારી કાલ સાંજની ટીકીટ કરાવી લઉં ?”

“અરે! નો પ્રોબ્લેમ સર, હું જઈ આવીશ, તમે જન્મદિવસ ઉજવો, અને હા, ભાભીને મારા તરફથી પણ સુભેચ્છાઓ પાઠવજો.”

“ચોક્કસ ચિરાગ,, થેન્ક્સ,”

ફોન કટ થતા મેં ખીસામાં રાખ્યો.

“શું થયું ચિરાગ કોઈ પ્રોબ્લેમ? રોશનીએ પૂછ્યું.

“કંઈ નહીં કાલે રાત્રે કંપનીના કામથી પંદર દિવસ માટે બેંગ્લોર જવાનું છે,.. તો પરવાનગી આપીશ ને?”

“તારી કંપની છે અને તારે જવું છે, તો પરવાનગી આપવા વાળી હું કોણ?” રોશનીએ છણકો કરતા કહ્યું.

“ઓકે તો આ સ્માર્ટ પેસન્ટને રેલ્વે સ્ટેશને મુકવા તો આવીશને?” મેં મજાક કરતા પૂછ્યું.

“ઓહ! હવે એ મારો સ્માર્ટ પેસન્ટ!, પેસન્ટ નથી રહ્યો થોડો નટખટ થઇ ગયો છે, બગડી ગયો છે.”

અમે બંને વાતો કરતા કરતા આઈસ્ક્રીમ પાર્લર પહોંચી આઈસ્ક્રીમ ઓર્ડર કરી, ચેર પર બેસી એકબીજાને ખામોશ જોતા રહ્યા, રોશનીની આંખોમાં ઉદાશી દેખાઈ, મેં પૂછ્યું.

“શું વિચારે છે રોશની?”

“કંઈ નહિ, મારે પંદર દિવસ મારા એક સ્માર્ટ પેસન્ટ વગર કાઢવાના છે, તો એ કેમ નીકળશે એ વિચારી રહી છું.”

ક્રમશ:

-નીલેશ મુરાણી.

ઈમેઈલ:- nileshmurani@gmail.com

મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯

***

Rate & Review

Falguni Patel 2 months ago

NB Vakil 4 months ago

Jaysukh Chauhan 6 months ago

Bharti Trivedi 10 months ago

patel 10 months ago