જાદુઈ પુસ્તક અને શિવાંશ - Novels
by Mittal Shah
in
Gujarati Thriller
આ વાર્તા જાદુ અને રોમાંચથી ભરેલી છે.
આ એક તાંત્રિકની વાર્તા છે, જે પોતાના અમરત્વ માટે કોઈ પણ હદે જવા તૈયાર છે, એ માટે કોઈ પણના મોતની તેને વિસાત નથી.
આ એક પત્નીની અને તેની વેદનાની વાર્તા છે, જેને પોતાના પતિના ખરાબ કામ પસંદ નથી, પણ તે કંઈ બોલી નથી શકતી. એટલે જ તેને પોતાની મમતાને ગૂંગળાવી દીધી છે.
આ એક પુસ્તકની વાર્તા છે, જે પુસ્તક જ્ઞાન કે વિદ્યાને સાચવે છે અને પ્રસાર કરે છે પણ જયારે કોઈ તેનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરે તો તેનો વિનાશ પણ કરી શકે છે.
આ એક નવ વર્ષના ભાઈની વાર્તા છે, જે પોતાની બહેનને બચાવવા માટે મોટામાં મોટા તાંત્રિક સાથે બાથ ભીડે છે.
આ એક પાંચ વર્ષની બહેનની વાર્તા છે, જેના પર આ તાંત્રિકે એવો જાદુ કર્યો છે કે જાદુની અસરથી તે ક્રૂરતાપૂર્વક ભલભલાને પછાડી દે અને જાદુની અસર વગર કરોળિયા અને કીડીથી પણ ડરે.
આ ભાઈ પોતાની બહેન માટે તાંત્રિક જોડે કેવી રીતે બાથ ભીડશે કે કેવી રીતે જીત મેળવશે, કેવી રીતે બહેનને તે જાદુમાં થી છૂટકારો અપાવશે.
જાણવા માટે જોડાયેલા રહો અને વાંચો મારી આ નવલકથા.
પ્રસ્તાવના નમસ્કાર વાચકમિત્રો, આપ સૌના સ્નેહ માટે હું આપની ખૂબ ખૂબ આભારી છું. આપના પ્રતિભાવ અને સ્નેહ જ મને વધુને વધુ લખવાની પ્રેરણા આપે છે. આગળ પણ મારી રચનાને આપના મહત્ત્વના પ્રતિભાવ આપતા રહેશો. તો ફરીથી તમારા માટે લઈને ...Read Moreરહી છું નવી નવલકથા: 'જાદુઈ પુસ્તક અને શિવાંશ' આ વાર્તા જાદુ અને રોમાંચથી ભરેલી છે. આ એક તાંત્રિકની વાર્તા છે, જે પોતાના અમરત્વ માટે કોઈ પણ હદે જવા તૈયાર છે, એ માટે કોઈ પણના મોતની તેને વિસાત નથી. આ એક પત્નીની અને તેની વેદનાની વાર્તા છે, જેને પોતાના પતિના ખરાબ કામ પસંદ નથી, પણ તે કંઈ બોલી નથી શકતી. એટલે
2 લીલા કામ પતાવીને નવરી પડી એટલે તે જયંતી જોડે ગઈ. તે પગમાં તેલની માલિશ કરી રહ્યા હતા, તે લીલા કરવા લાગી. તે બોલી કે, " બા, તમે શું કામ શેઠને કંઈ નહીં કહેતાં, તે કેટલું વઢે છે તમને? ...Read Moreતમારી જગ્યાએ હોઉં ને તો ફટ લઈને તેના જ માથામાં મારું." "તે તું રામલાલને અત્યારથી જ મારે છે, હે લીલા?" લીલા શરમાઈ ગઈ અને જયંતી હસવા લાગી. " શું બા તમેય એમને એમ તો શું કામ મારું!" લીલા શું બોલી નાખ્યું એ ખબર પડતાં જ મ્હોંમાંથી જીભ બહાર નીકળી ગઈ. "બા હું એમ નથી કહેવા માંગતી...." "રહેવા દે, મને બધી
3 બગીચામાં પરી પાંચ વર્ષની બાળકી હિંચકા ખાઈ રહી હતી. એકદમ જ સુંદર જાણે નાનકડી પરી જોઈ લો, તેના ચહેરા પરની હસી અને એ વખતે તેના ગાલ પર પડતા ખાડા. તેને જોઈને રમાડવાનું મન થાય પણ મન ધરાય નહીં ...Read Moreસુંદર પરી હતી. બાજુમાં તેનો નવ વર્ષનો ભાઈ યશ પણ લપસણી ખાઈ રહ્યો હતો. તે ભલે નવ વર્ષનો જ હતો પણ બરાબર તેની બહેનનું ધ્યાન રાખી રહ્યો હતો. જાણે તેનો મોટોભાઈ અને રક્ષક ના હોય. બંને જણા રમતા રમતા થાકી ગયા અને ભૂખ પણ સતત લાગી તો ભાઈ બહેન દોડતા દોડતા પોતાની ઘરે ગયા અને સારિકાને કહ્યું કે, "મા... મા...
4 બાળક અને બાળપણ જેમ એકબીજાના પૂરક છે એમ જ નિર્દોષતાના પણ બાળપણની જ નિશાની છે. જુઓને કૃષ્ણે લીલા કરીને ગોપીઓ નું માખણ ચોરીને ખાઈ જતાં અને પકડાઈ જાય ત્યારે મા આગળ તેમની ફરિયાદ પહોંચતી અને તે નિર્દોષ બનીને ...Read Moreકે, "મા મેને માખણ નહીં ખાયો... મા મેને માખણ નહીં ખાયો." આવા નટખટ બાળપણને અમુક લોકો પોતાના સ્વાર્થ માટે જયારે એ બાળક અને તેના બાળપણનો ભોગ લે છે. તેમનાથી આ દુનિયામાં મોટું કોઈ દુષ્ટ કે પાપી નથી. આપણે કેટલા બાળકોને ભીખ માંગતા કે નાની નાની વસ્તુઓ વહેંચતા ટ્રાફિક સિગ્નલ પર જોઈએ છીએ. બાળપણની બલિ લેવાની સદીઓથી ચાલતી આવી છે, જેમ
5 કંસનો લોકો પર, પ્રજા પર અત્યાચાર વધવા લાગ્યો હતો અને લોકો ત્રાહીમામ ત્રાહીમામ પોકરી રહ્યા હતા. તે વખતે દેવો અને લોકોએ પ્રાર્થનામાં ભગવાન પાસે એક એવો ઉધ્ધારક માંગી રહ્યા હતા કે જે કંસનો વિનાશ કરે અને એના ત્રાસમાંથી ...Read Moreજે સમાજને શાંતિ પ્રદાન કરે. ત્યારે ભગવાન વિષ્ણુએ આ ધરતી પર જન્મ લેવાનું નક્કી કર્યું, તો લક્ષ્મીજી એ કહ્યું કે, "તમે શું કામ ધરતી પર જાવ છો. તમારા કોઈ દૂત કે અહીંથી સુદર્શન ચક્રને જ મોકલી દો. આપોઆપ સમાજમાં બધે જ શાંતિ થઈ જશે અને રાક્ષસોનો સંહાર પણ થઈ જશે, તો એ માટે તમારે સાહસ ખેડવાની જરૂરત શું કામ?" ત્યારે
6 મગધ સમ્રાટ જરાસંઘે ચક્રવર્તી સામ્રાજ્ય સ્થાપવા માટે નરમેઘ યજ્ઞ કરવા વિચાર્યું. એમાં તેણે સો નરની બલિ આપવી પડે અને એ માટે તેણે નરની બલિ આપવા એક પછી એક રાજાઓને જેલ ભેગા કરવા લાગ્યો. જયારે કોઈ રાજા તેની સામે ...Read Moreભીડવા તૈયાર નહોતા એટલે ભીમે બ્રાહ્મણ બનીને તેને મળવા ગયો અને પડકાર ફેંક્યો કે, "મારી સાથે મલ્લયુધ્ધ કર..." જરાસંઘે બ્રાહ્મણ મને કંઈ ના કરી શકે, મારી સામે ટકી નહીં શકે સમજી તેની સાથે મલ્લયુધ્ધ કર્યું. ભીમે તેને હરાવીને ૮૬ રાજાઓને મુક્ત કરીને, તેમનું રાજય તેમને પાછું આપ્યું. શિવાંશ પણ પોતાની બહેન પરીને આ કાળા જાદુમાં થી મુક્ત કરવા તાંત્રિક જોડે
7 ડૂબતો માણસ પોતાની જાતને બચાવવા ઘણા હવાતિયાં મારે એને માટે તેને તણખલું પકડવું પડે તો તે તૈયાર જ હોય. તે પોતાની જાતને બચાવવા માટે ના કરવાના કામ પણ કરે. આવું જ તાંત્રિક ગોરખનાથ કરી રહ્યો હતો, અને પરેશે ...Read Moreકર્યું. જયારે પરીને આ કાળા જાદુથી બચાવવા માટે તાંત્રિકના જીવ સમાન પુસ્તક લઈ આવવાનું જોખમ ખેડયું, એ પણ આની અસર શું થશે સમજયા વગર? તે તાંત્રિકને ખબર પડી જાય તો જીવને જોખમ થાય તે વિચાર્યા વગર? 'કાલે સવારે મંદિરે જઈને આ પુસ્તક સાધુ મહારાજને આપીશ' એમ વિચારી પરેશ તે પુસ્તક લઈને ઘરે આવ્યો. હજી ઘરમાં જઈને બેઠો પણ નહોતો ને,
8 મથુરાનો રાજા કંસને જયારે કૃષ્ણ મારવા સજજ થયા ત્યારે કંસની પત્ની જીવયશાએ તેને કહ્યું કે, "તે તારા મામા છે માટે તેના પર દયા કર." જયારે પ્રજા તેમને કહેતી હતી કે, "ના પ્રભુ, અમને આ ત્રાસમાંથી ઉગારો, કંસને મારો ...Read Moreઆ રાક્ષસથી ઉધ્ધાર કરો." ત્યારે કૃષ્ણ માટે અસમંજસ સ્થિતિ ઊભી થઈ કે, 'શું કરવું કે શું ના કરવું' કોઈપણ સ્થિતિ કરતાં પણ વધારે ભારે આવી અસમંજસ સ્થિતિ હોય છે. આવી અસમંજસ સ્થિતિ આપણને ક્રોધિત પણ કરે, ચીડચીડયો પણ બનાવી દે છે. અને તે વ્યક્તિને કંઈ પણ ખોટું કામ કરવા મજબૂર થઈ જાય છે. અને એવી જ સ્થિતિ તાંત્રિક ગોરખની છે.
9 સૂરજ દિવસ ઉગે અને સાંજે આથમે ત્યાં સુધીમાં કેટલા જીવનને પોષે, કેટલાને પણ નવી ઉમ્મીદ આપે. એમ જ લીલા પણ પરણીને સાસરે આવી, એ પણ મનથી માનેલા પ્રિયતમ જોડે. તેનું સાસરીમાં ગૃહપ્રવેશ સરસ રીતે થયો. નવા નવા દિવસો ...Read Moreજલ્દી જલ્દી પસાર થાય, તેમ જ લીલા અને રામલાલના લગ્નને ચાર દિવસ કયા પૂરા થયા, એ ખબર ના પડી. ત્યાં તો શેઠ ગોરખનાથે મગન જોડે કહેવડાવ્યું કે, "કાલથી વાડીએ આવી જજે, કામનું ભારણ વધી ગયું છે." રામલાલની જોડે જોડે લીલા પણ કામે ચડી ગઈ. મહેલમાં જયંતી શેઠાણીએ લીલાને કામ કરતી જોઈને નવાઈ લાગી. તેમણે લીલાને પોતાની જોડે બોલાવી અને કહ્યું
10 પ્રયત્ન વગર કયારે પણ ફળસિધ્ધ પ્રાપ્ત થતી નથી. એ માટે ધીરજ હોવી પણ એટલી જ જરૂરી છે કારણ કે ઘણી વાર ધાર્યું પરિણામ નથી મળતું. જીવનમાં પરીક્ષા કે સંઘર્ષ પરિણામ મેળવવા માટે છે, નિષ્ઠાપૂર્વક કરેલું કોઈપણ કામ કરીએ ...Read Moreતેનું પરિણામ ઘણીવાર તરત નથી મળતું, એ માટે રાહ પણ જોવી પડે અને સંઘર્ષ કર્યા કરવો જ પડે છે. ધીરજ ધરવી એ પણ જીવનની સૌથી મોટી કસોટી છે. પરીના પરિવારની આ જ કસોટીમાંથી જ પસાર થઈ રહ્યા હતા. શિવાંશે તેમની સામે જોઈ રહ્યો પછી બોલ્યો કે, "હું તૈયાર જ છું, બસ તમારા કહેવાની રાહ જોઈ રહ્યો છું." શિવદાસ મહારાજે કહ્યું
11 જયાં માણસનો સ્વાર્થ હોય ત્યાં માણસ પોતાની આત્માની કે દિલની વાત સાંભળવા કરતા પણ મનની અને પોતાના સ્વાર્થ વિશે જ વિચારે છે. સ્વાર્થની આગળ સાચું ખોટું કંઈ જ દેખાતું નથી. આવું જ ગોરખનાથ જોડે થયું. અમર થવા માટે ...Read Moreછોકરીના સપના તોડવા તેને મંજૂર હતા અને પોતાના સ્વાર્થ માટે તે કોઈ છોકરીને દુઃખી કરવા તૈયાર હતો. તેનું મન તો લગ્ન કરવા તૈયાર નહોતું પણ સ્વાર્થવશ તે મન બનાવી ચૂકયો અને તે ઘરે પાછો આવ્યો. તેમણે દાદાને કહ્યું કે, "તેઓ લગ્ન કરવા માટે તૈયાર છે." બધા જ ખુશ થઈ ગયા એમની હા સાંભળીને, લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ અને લગ્ન
12 કહેવાય છે ને કે પોતાની જાતને મદદ જાતે જ કરવી પડે છે, બીજું કોઈ ના કરી શકે. ભગવાન પણ આપણને મદદ ત્યારે જ કરી શકે જયારે આપણે લડવા તૈયાર હોઈએ. આવું જ થયું શિવાંશ જોડે, એને મદદ કરનાર ...Read Moreમળી ગયા હતા. બસ તેમની પાસે મદદ લેવી કે નહીં તે નક્કી શિવાંશને કરવાનું હતું. "બેટા, તું કોણ છે? અહીં કેમ આવ્યો છે?" શિવાંશે અચકાતા કહ્યું કે, "મારું નામ શિવાંશ છે..." "સરસ નામ છે, અહીં કેમ આવ્યો છે?" "હું તમને કહું તો પછી...." "સારું તું કહે, હું કોઈને નહીં કહું." "મારી નાની બહેન પરી, પર કોઈએ કાળો જાદુ કર્યો છે.
13 કંસ, જરાસંઘ જયારે પોતાના બાહુ બળ પર છકી ગયા હતા, પણ તેમને યાદ નહોતું કે અભિમાન કયારે ટકતું નથી. કહેવાય છે ને કે, 'રાજા રાવણનું અભિમાન પણ નથી ટકયું.' જરાસંઘ બાહુ બળના અભિમાનમાં અંધ બનીને તે દરેક રાજાને ...Read Moreનીકળ્યો હતો. જયારે કંસ તો દરેક નાના અને જન્મેલા બાળકોને મારવા. પણ આખરે તેમને ભીમના હાથે કે કૃષ્ણના હાથે તો મોત જ મળ્યું. તાંત્રિક કે શેઠ ગોરખનાથ પણ પોતાની સાધના પર અને પોતાની જીત પર મુસ્તાક હતા. એટલે જ તે ગાફેલ બની ગયા અને તેમને સપનામાં પણ ના વિચારી શકયા કે તેમને ટક્કર એક નાનકડો બાળક આપી શકશે કે તેમની
14 રાવણ અને રામના યુદ્ધમાં રામે ઘણા પ્રયત્ન કર્યા. રાવણ પર અનેક પ્રહાર કર્યા, પણ તે દરેક પ્રહારથી ઘાયલ કદાચ થતો પણ તે એનાથી વધારે શકિતશાળી બની જતો. રામ થાકી હારી ગયા. ત્યાં જ વિભીષણ આવ્યા અને કહ્યું કે, ...Read Moreતો દસમુખ છે, માટે દરેક વખતે તે બળવાન બની જાય છે અને તમારો વાર ખાલી જાય છે તમારે તેને મારવા માટે નાભિ પર વાર કરો." રામે તેને ત્યાં માર્યું અને રાવણ મરી ગયો. રાવણ ભલે મરી ગયો અને ભલે વિભીષણ ભાઈની વિરુદ્ધ ગયો, પણ કયારે જયારે રાવણે અસત્ય, સ્ત્રીને અપમાનિત કરી એટલે. એમ જ, શિવાંશ અને સાધુ મહારાજ પણ ગોરખનાથ