એક એવું જંગલ - Novels
by Arti Geriya
in
Gujarati Children Stories
સુંદરપુર નામ પ્રમાણે જ ખૂબ જ સુંદર ગામ ,ચારેતરફ હરિયાળી નું રાજ,ઉત્તરતરફ વહેતી નદી,અને પશ્ચિમે પર્વતમાળા નો તાજ ,દક્ષિણે ઘેઘુર જંગલ અને પૂર્વ માં તો જાણે સૂર્યદેવ નું રાજ, ગામ માં સીધા માણસો અને દેવી ની કૃપા અપરંપાર..બસ એક જ વાત ની તકલીફ...
ગામ ના દક્ષિણે જે જંગલ આવેલું તેમાં કોઈ જઇ શકે નહીં અને કઈ સમજી શકે નહીં,જે જાય એ પાછા આવે નહિ , એટલે દેવી નો શ્રાપ સમજી ને બધા ડરી ડરી ને જીવે..
એવા મજાના ગામ માં એક વખત પાયલ પોતાના દાદી પાસે રોકવા આવી,પાયલ શહેર માં રહેતી છોકરી, ભણેલી અને વિજ્ઞાન ની જાણકાર ,ભૂત પ્રેત અંધશ્રદ્ધા આ બધા માં એ ના માને.એનો આ સ્વભાવ એના દાદી જાણે એટલે બને ત્યાં સુધી પાયલ ને આ બાબત ની જાણ ન કરે કેમ કે પાયલ સાહસી અને સમજદાર હોવા છતાં સ્વભાવે જિદ્દી પણ.
આમ તો નાનપણ માં પાયલ ઘણીવાર અહીં આવતી, પણ આ વખતે ખાસ્સા ત્રણ વર્ષે પાયલ એના દાદી ને ત્યાં સુંદરપુર આવી હતી,અને આ વખતે તો તે અહીં ઘણો સમય રહેવાની હતી,એટલે દાદી ને આમ પણ એની ચિંતા હતી,કેમ કે એ દરમિયાન એ નક્કી જંગલ ને લઇ ને વાત કરશે અને ત્યાં જવાની જીદ પણ કરે તો? એ જ ચિંતા દાદી ને કોરી ખાતી....
સુંદરપુર નામ પ્રમાણે જ ખૂબ જ સુંદર ગામ ,ચારેતરફ હરિયાળી નું રાજ,ઉત્તરતરફ વહેતી નદી,અને પશ્ચિમે પર્વતમાળા નો તાજ ,દક્ષિણે ઘેઘુર જંગલ અને પૂર્વ માં તો જાણે સૂર્યદેવ નું રાજ, ગામ માં સીધા માણસો અને દેવી ની કૃપા અપરંપાર..બસ એક ...Read Moreવાત ની તકલીફ... ગામ ના દક્ષિણે જે જંગલ આવેલું તેમાં કોઈ જઇ શકે નહીં અને કઈ સમજી શકે નહીં,જે જાય એ પાછા આવે નહિ , એટલે દેવી નો શ્રાપ સમજી ને બધા ડરી ડરી ને જીવે.. એવા મજાના ગામ માં એક વખત પાયલ પોતાના દાદી પાસે રોકવા આવી,પાયલ શહેર માં રહેતી છોકરી, ભણેલી અને વિજ્ઞાન ની
"રામ કાલે આપડે જંગલ માં ફરવા જઈશુ?" તેની વાત સાંભળી બધા એકબીજા સામે જોવા લાગ્યા, અંતે બંસી એ મૌન તોડ્યું "રુચિ તને કદાચ ખબર નથી પણ તે જંગલ તરફ જવાની છૂટ નથી,સાંભળ્યું છે,ત્યાં કોઈ ખરાબ શક્તિ ...Read Moreવાસ છે, આ તો દેવીમાં ના આશીર્વાદ ને લીધે ગામ સલામત છે, બાકી એ તરફ ગયેલા પાછા વળ્યા નથી!" બંસી ની વાત ને રામ અને શોભા એ પણ સહમતી આપી,પણ રુચિ નું મન ન માન્યું તેને તો જંગલ માં જવું જ હતું,બીજા દિવસે રુચિ અને પાયલ સવાર સવાર માં કોઈ ને પણ જાણ કર્યા વગર ઘર થી નીકળી ગયા,આ તરફ
(પાયલ તેના દાદી ના ગામ સુંદરપુર આવે છે સાથે તેની મિત્ર રુચિ પણ છે,બંને નું ખૂબ ભાવભર્યું સ્વાગત કરવામાં આવે છે,બંને ત્યાં ના મિત્રો ને મળી ખૂબ આનંદ કરે છે,અને સુંદરપુરા ના શાપિત જંગલ માં મનાઈ હોવા છતાં રુચિ ...Read Moreજવાની જીદ કરે છે,અંતે પાંચેય મિત્રો ત્યાં જવા નીકળે છે,ત્યાં ની સુંદરતા માં થોડો ભય પણ ભળે છે, હવે...આગળ..) જુના જોગી જેવા એ વડલા નીચે બેસી ને તેઓ આગળ જવાનો પ્લાન નક્કી કરતા હોઈ છે,ત્યાં જ અચાનક કોઈ અવાજ આવે છે,બધા એકદમ સાબદા થઈ અવાજ ની દિશા માં જોવે છે,પણ ત્યાં કશું દેખાતું નથી, બંસી બધા ને શાંત
( અગાઉ વાંચ્યું એ મુજબ પાયલ અને તેના મિત્રો જંગલ માં ઘણે અંદર સુધી પહોંચી ગયા,અને તેમને ત્યાં જ એક ઝાડ ની બખોલ માં એક પછી એક વ્યક્તિ એ પહેરો દઈ ને ત્યાં જ રાત રોકાવાનું નક્કી કર્યું,અને રાતે ...Read Moreબિલાડી ને ભગાવામાં શોભા ખૂબ જ ડરી ગઈ હતી,અને બંસી તેને મનાવવા ગયો,અને તે બખોલ જ આખી જમીન માં ધસવા લાગી,હવે આગળ...) રામ ને ખબર હતી,કે બંસી જ શોભા ને શાંત રાખી શકે ,એટલે એને બંસી ને બોલાવ્યો,અને બંસી ના એ બખોલ માં આવતા જ આખી બખોલ એકાએક જમીન માં ધસવા લાગે છે,જાણે કોઈ લિફ્ટ! થોડીવાર માં બખોલ
ત્યારે બંસી અને શોભા ને પણ યાદ આવ્યું કે હા એમના વિશે સાંભળ્યા નું યાદ છે. "પણ કાકા તમે અહીં કેવી રીતે,આ મહેલ કોનો છે,અને એ પણ અહીં જમીન નીચે આ બધું શુ છે?"બંસી એ ઉતાવળે ...Read Moreપ્રશ્નો પૂછી લીધા. " અરે શાંત શાંત બંસી એક સાથે કેટલું પૂછીશ? આ બંસી જ છે ને રામ? "હા કાકા આ બંસી એની બહેન શોભા અને આ અમારા મિત્રો પાયલ અને રુચિ" "ઓહો પાયલ તો ગોદાવરી બેન ની પૌત્રી બરાબર ને?" " હા હા કાકા એ જ" પાયલ ને કાકા પોતાને ઓળખે છે એ જાણી આશ્ચર્ય થયું. "આવો બધા મારી
(પાયલ, રુચિ, બંસી, શોભા અને રામ જમીન ની અંદર એક અચરજભરી જગ્યા એ આવી પહોંચે છે,જ્યાં તેમના ગામ ના માણસો મળે છે,અને તેમનું પાછા ના આવવાનું કારણ પણ પૂછે છે,અને ત્યાં જ તેમને એક ગેબી અવાજ સંભળાય છે) ...Read More જ્યારે બધા એ અવાજ ની દિશા માં જોવે છે,તો ત્યાં એક સુંદર દેવી દેખાઈ છે,જેમને પર્ણો,ફૂલ અને લતાઓ ના વસ્ત્રો પહેર્યા હોઈ છે,માથા પર ફૂલો નો તાજ,અને હાથ માં એક કાંટાળો દંડ જેના પર પૃથ્વી ના ગોળા જેવું કંઈ છે,અને એની આજુબાજુ માં જાણે આગ ની જ્વાળા હોઈ એવું લાગે છે,એમને ઉજ્જવળ ચેહરા પર ગુસ્સો દેખાઈ આવે છે.. તેમને
ગામ માં બાળકો ને ગોતવા બંસી ના પપ્પા અને નોકરો ગયા હતા,પણ ત્યાં કોઈ ના મળ્યું હોવાથી હવે બધા ની ચિંતા વધી ગઈ હતી,શોભા ને લઈ ને એની મમ્મી તો રડવા લાગી,અને દાદી તેના પૂજા રૂમ માં બેઠા હતા,જે ...Read Moreબંધ હતો,બધા બાળકો માટે ભગવાન ને પ્રાર્થના કરતા પોતાને ઘરે ગયા... * * * * * હવે વનદેવી ને પણ આ બાળકો સાથે મજા આવવા લાગી,અને તેમને સવાલો પૂછવાનું ચાલુ કર્યું,બાળકો પણ બધા જાનવર સાથે ભળવા લાગ્યા હતા. "તો સૌથી પહેલા મને એ કહો આટલું બધું પર્યાવરણ વિશે જાણો છો તો એ તો ખબર જ હશે