Ek aevu Jungle - 3 books and stories free download online pdf in Gujarati

એક એવું જંગલ - 3

(પાયલ તેના દાદી ના ગામ સુંદરપુર આવે છે સાથે તેની મિત્ર રુચિ પણ છે,બંને નું ખૂબ ભાવભર્યું સ્વાગત કરવામાં આવે છે,બંને ત્યાં ના મિત્રો ને મળી ખૂબ આનંદ કરે છે,અને સુંદરપુરા ના શાપિત જંગલ માં મનાઈ હોવા છતાં રુચિ ત્યાં જવાની જીદ કરે છે,અંતે પાંચેય મિત્રો ત્યાં જવા નીકળે છે,ત્યાં ની સુંદરતા માં થોડો ભય પણ ભળે છે, હવે...આગળ..)

જુના જોગી જેવા એ વડલા નીચે બેસી ને તેઓ આગળ જવાનો પ્લાન નક્કી કરતા હોઈ છે,ત્યાં જ અચાનક કોઈ અવાજ આવે છે,બધા એકદમ સાબદા થઈ અવાજ ની દિશા માં જોવે છે,પણ ત્યાં કશું દેખાતું નથી, બંસી બધા ને શાંત રહેવાનો ઈશારો કરી,પોતે આગળ જવા ઉભો થાય છે,અવાજ ની દિશા માં તેને એક મહાકાય અજગર દેખાઈ છે,બંસી બધા ને આ વાત જણાવે છે,હવે બધા ફરી થી આગળ ની સફર ચાલુ કરે છે..

રસ્તા માં આવતી વનરાજી બધા નું મન મોહી લે છે, આખો દિવસ ચાલતા ચાલતા પૂરો થઈ જાય છે તેઓ જંગલ માં ઘણે અંદર સુધી આવી ગયા હોય છે, હવે રાતે ક્યાંક રોકાણ કરવા ના આશય થી તેઓ એક ઝાડ નીચે થોભે છે,આ ઝાડ ની પહોળાઈ ઘણી હોઈ છે,સાથે જ તેની બે બે ડાળી ઓ આપસ માં એ રીતે મળતી હોય છે, જાણે કે કુદરતી ઝુલો,ઝાડ ના થડ માં જ એક મોટી બખોલ હોઈ છે,જેમાં આરામ થી એક વ્યક્તિ સુઈ શકે,
તો બધા એ નક્કી કર્યું કે એ બખોલ માં ચાર જણા એ બેસવું અને એક બહાર પહેરો દેશે આમ એક પછી એક બધા એ જાગવું,બખોલ સાફ કરી તેની આગળ જ આગ સળગાવી અને બધા એ જમીલીધું..

સૌથી પહેલા રુચિ એ પહેરો દેવાનું નક્કી કર્યું બાકી ના એ બખોલ માં એકબીજા ની ઓથે સુઈ ગયા,બહાર નાના જીવજંતુ અને સૂકા પાંદડા હોઈ ત્યાં સુઈ ના શકાય અને બખોલ માં એકબીજા ની હૂંફ ને લીધે બધા તરત જ સુઈ ગયા,ધીમે ધીમે રાત આગળ વધવા લાગી,તેમ તેમ જંગલી પશુ પક્ષી ના ડરામણા અવાજ વધવા લાગ્યા,અને એકાએક જ રુચિ ને કંઈક ચળકાટ દેખાયો,તેને આશ્ચર્ય થયું!દિવસે પણ અંધારું રહે,એવા જંગલ માં આ શેનો ચળકાટ? તે ધીમે થી આગળ વધી તો કોઈ તેજપુજં જેવું દેખાયું તેને પોતાના હાથ માં ચાકુ અને બીજા હાથ માં ટોર્ચ લઈ એ દિશા તરફ આગળ વધવા માંડ્યું,તે થોડી આગળ પહોંચી હશે ત્યાં જ પાછળ થી કોઈ એ તેનો હાથ પકડ્યો.

તેને જોયું તો તે રામ હતો,
" રુચિ આમ અમને અહીં સુતા મૂકી ને તું ક્યાં જાય છ?"
રામે ગુસ્સા માં પૂછ્યુ

રુચિ એ તેને ચૂપ રહેવાનો ઈશારો કરી પેલા તેજપુજં સામે હાથ કરી બતાવ્યું,રામ પણ આશ્ચર્ય પામ્યો,બંને ધીમે થી એ દિશા માં આગળ વધવા લાગ્યા,નજીક જઇ ને જોયું તો તે આગિયા હતા,બંને હસવા લાગ્યા,અને પાછા આગ પાસે આવી ને બેસી ગયા,થોડીવાર અલકમલકની વાત કરી રામે રુચિ ને સુઈ જવા કહ્યું,અને રુચિ સુવા જતી રહી.

હવે રામ નો વારો હતો જાગવાનો,રામ ઘણો સમજુ છોકરો હતો,તેને થયું કે ઘરે થી તો ખોટું બોલી ને નીકળી ગયા,પણ શું આ જંગલ માંથી નીકળી શકીશું? એવો વિચાર કરતો હતો,ત્યાં જ દૂર થી સિંહ ની ત્રાડ સંભળાય,
રામ તરત જ ઉભો થયો,અને હાથ માં મશાલ લઈ આટા મારવા લાગ્યો,થોડીવાર માં સિંહ ની ત્રાડ થોડી નજીક સંભળાય,આ વખત ની ત્રાડ થોડી મોટી હતી, જે સાંભળી ને બંસી પણ જાગી ગયો,બંને હાથ માં મશાલ અને લાકડી લઈ ચોકીપહેરો કરવા લાગ્યા,થોડીવાર માં અવાજ બિલકુલ બંધ થઈ ગયો,બંને આગ પાસે બેઠા,

"બંસી આપડે જંગલ માં આવી ને ભૂલ નથી કરી ને?"

"ના ભાઈ તમે ચિંતા ના કરો,બધું બરાબર થશે"

આમ બંસી એ રામ ને સાંત્વના આપી તેને સુવડાવી દીધો.

હવે બંસી નો જાગવાનો વારો હતો,બંસી તેની ઉમર કરતા ઘણો વધુ સાહસી હતો,અને તેની ઈચ્છા લશ્કર માં જવાની હતી,તેના પિતા ખેડૂત હતા,તે અવારનવાર ખેતી માં કામ કરાવતો,અને પોતાના લશ્કર માં જવાના સપના ને લીધે નિયમિત કસરત કરતો એટલે તેનું શરીર સુદ્રઢ અને સ્નાયુબદ્ધ હતું,રામ સુવા ગયો એટલે જે ઝાડ ની ડાળી થી ઝુલો બનતો હતો,તેના પર તે ચડ્યો અને આરામ કરવા લાગ્યો,દૂર થી શિયાળ નો રોવા નો અવાજ આવતો હતો,
સાથે ચિબરીઓ ની ચીસો સંભળાતી હતી,અને ત્યાં જ.. ત્યાં જ બંસી ને કોઈ નો પગરવ સંભળાયો,તેને આંખ ખોલી ને જોયું તો જ્યાં આગ જલાવી હતી,તે તરફ એક જંગલી બિલાડો આવતો હતો,જેની નજર ઝાડ ની બખોલ તરફ હતી,તે ધીમા પગલે આગળ વધતો હતો,અને બંસી ક્ષણભર નો પણ વિચાર કર્યા વિના સીધો એ ડાળી પર થી કુદયો અને તેના હાથ માં રહેલી લાકડી થી એ બિલાડી પર વાર કર્યો,અચાનક થયેલા આ હુમલા થી તે બિલાડી ડરી ગઈ અને તેને ચીસ પાડી ને કણસતી ત્યાં થી ભાગી ગઈ ,બાકી ના બધા આ અવાજ થી સફાળા જાગી ગયા,અને શોભા તો લગભગ રડવા જ લાગી,રુચિ અને પાયલ તેને શાંત પાડતા હતા,પણ તે ખૂબ ડરેલી હતી,એટલે બંસી તેને સમજાવા બખોલ માં આવ્યો.

બંસી અને શોભા બંને સગા ભાઈ બહેન અને શોભા બંસી ની લાડકી પણ,એટલે રામે તેને જ શોભા ને સમજાવા કહ્યું,બંસી પોતાની લાડકી બહેન ને સમજાવવા બખોલ માં આવ્યો ,તેને શોભા ને કહ્યું કે

" જો શોભા હું છું ને તો પછી તું શું કામ ડરે છે,હું તને કાઈ જ નહીં થવા દવ તને વિશ્વાસ છે ને તારી રાખડી પર
કે પછી ખાલી મારી પાસે થી ગિફ્ટ લેવા જ રાખડી બાંધે છે, અને આમ કહી તેને ગલગલીયા કરવા લાગ્યો અને જેવો એ શોભા ને હસાવવા લાગ્યો કે અચાનક જ એ બખોલ એકદમ ફટાફટ જમીન માં અંદર જાવા લાગી..

✍️ આરતી ગેરીયા....