Ek aevu Jungle - 7 - last part books and stories free download online pdf in Gujarati

એક એવું જંગલ - 7 - અંતિમ ભાગ

ગામ માં બાળકો ને ગોતવા બંસી ના પપ્પા અને નોકરો ગયા હતા,પણ ત્યાં કોઈ ના મળ્યું હોવાથી હવે બધા ની ચિંતા વધી ગઈ હતી,શોભા ને લઈ ને એની મમ્મી તો રડવા લાગી,અને દાદી તેના પૂજા રૂમ માં બેઠા હતા,જે હજી બંધ હતો,બધા બાળકો માટે ભગવાન ને પ્રાર્થના કરતા પોતાને ઘરે ગયા...

* * * * *

હવે વનદેવી ને પણ આ બાળકો સાથે મજા આવવા લાગી,અને તેમને સવાલો પૂછવાનું ચાલુ કર્યું,બાળકો પણ બધા જાનવર સાથે ભળવા લાગ્યા હતા.

"તો સૌથી પહેલા મને એ કહો આટલું બધું પર્યાવરણ વિશે જાણો છો તો એ તો ખબર જ હશે કે વિશ્વ પર્યાવરણ દિવસ કયારે આવે છે?"

"પાંચ જૂન ના દિવસે, જંગલી જીવો ને બચાવવા,જંગલ બચાવવા,પ્રદુષણ રોકવા,અને વૃક્ષો ની રક્ષા ની સમજ ની જાણકારી માટે ઉજવવા માં આવે છે"શોભા એ ખૂબ જ સરસ રીતે જવાબ આપ્યો

બધા એ તેને તાળીઓ થી વધાવી લીધી.અને વનદેવી પણ રાજી થયા..

"હવે બીજો સવાલ પૃથ્વી પર એવા ક્યાં ગેસ નો વપરાશ વધ્યો છે,જે પર્યાવરણ ને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે?"

" સી એફ સી ગેસ જે ફિઝ અને કુલર તથા એ.સી.માં વપરાય છે,અને તેના લીધે વાતાવરણ માં રહેલા ઓઝોન લેયર ને ખૂબ જ નુકસાન પહોંચે છે"આ વખત નો જવાબ રામ નો હતો બધા એ તેને પણ તાળીઓ થી વધાવી લીધો.

" વાહ વાહ ખૂબ સરસ હવે ત્રીજો સવાલ ભારત ના ક્યાં રાજ્ય માં સૌથી મોટું જંગલ છે?"

"ભારત ના હૃદય સમાં રાજ્ય મધ્યપ્રદેશ માં સૌથી મોટો જંગલ નો વિસ્તાર આવેલો છે"આ વખતે રુચિ એ જવાબ આપ્યો અને બધા ખૂબ હર્ષ માં આવી ગયા..

વનદેવી એ ગર્વ થી એ બધા સામે જોયું,અને કહ્યું

"એવું શું છે જેને મોઢું છે પણ ચાવી શકે નહીં,બીજી જગ્યા એ જાય પણ પગ નહિ?"

બધા જરા વિચાર માં પડી જાય છે,કેમ કે આવું તો ઘણું પણ હોઈ અને શું હોઈ? એ જ એક પ્રશ્ન હતો!

" આમ તો આના ઘણા અલગ અલગ જવાબ આવી શકે પણ મારા મતલબ થી નદી હોઈ કેમ કે એનું ઉદગમસ્થાન જેને આપડે એનું મુખ કહીએ અને એક જગ્યા થી બીજી જગ્યા એ વહેતી નદી ને પગ નથી હોતા!"પાયલે વિસ્તાર થી સમજાવ્યું

હવે બધા ની નજર વનદેવી પર હતી,અને આ વખતે વનદેવી એ પોતે જ તાળી ની શરૂઆત કરી અને સાથે બધા એમાં સહર્ષ જોડાયા.

" હવે પાંચમો અને છેલ્લો સવાલ એક એવી વસ્તુ,જે ખાઈ તો જીવે અને વધે પણ જો પીવે તો મરી જાય?બોલો એને શું કહેવાય?"

બધા વિચારે ચડ્યા ખાવા થી જીવે અને પીવા થી મરી જવાય એ શું હોઈ શકે?

"આગ,અગ્નિ ,આગ એવી વસતું છે,જે હવામાં નો ઓક્સિજન ખાઈ તો જીવે અને વધતી જાય ,જો ઓક્સિજન ના મળે તો એ વધે નહિ,અને જો એ પીવે એટલે કે પાણી તો ઠરી જાય એટલે કે પાણી નાખવાથી આગ મરી જાય"બંસી એ હોશિયારી થી જવાબ આપ્યો
અને બધા આનંદ થી ઝૂમી ઉઠ્યા..

વનદેવી પણ બાળકો ના બધા જવાબ થી ખુશ થઈ તેમને બાળકો ની આંખો માં આવનાર સોનેરી ભવિષ્ય જોયું,અને બધા પાસે થી પર્યાવરણ અને જંગલ ને સાચવવાના તેમજ પ્રદુષણ નિવરવાના ઉપાયો કરવાનું વચન લીધું,અને બધા ને ત્યાં થી આઝાદ કર્યા,અને હવે કોઈ જંગલ માં ખરાબ ઈરાદા સાથે આવશે તો તેને જંગલ પોતાના માં જ સમાવી લેશે,પણ જે અહીં કુદરત નું સાંનિધ્ય માણવા આવશે અને પર્યાવરણ ને નુકસાન નહિ પહોંચાડે તે બદલામાં ખુશીઓ મળશે...

અને અંતે એ પાંચેય મિત્રો બધા ને લઈ ને ગામ માં આવ્યા,ગામલોકો અને દાદી બધા ખૂબ રાજી થઈ ગયા,અને તેમને પણ પર્યાવરણ ની રક્ષા કરવાનું નક્કી કર્યું.
ત્યારબાદ ગામલોકો જંગલ માં આરામ થી ફરતા,પણ જો કોઈ જંગલ ને નુકશાન પોહચડવા ની ઈચ્છા થી જાય તો તેને જંગલ પોતાના માં સમાવી લે છે.....

✍️ આરતી ગેરીયા..