Ek aevu Jungle - 1 books and stories free download online pdf in Gujarati

એક એવું જંગલ - 1

સુંદરપુર નામ પ્રમાણે જ ખૂબ જ સુંદર ગામ ,ચારેતરફ હરિયાળી નું રાજ,ઉત્તરતરફ વહેતી નદી,અને પશ્ચિમે પર્વતમાળા નો તાજ ,દક્ષિણે ઘેઘુર જંગલ અને પૂર્વ માં તો જાણે સૂર્યદેવ નું રાજ, ગામ માં સીધા માણસો અને દેવી ની કૃપા અપરંપાર..બસ એક જ વાત ની તકલીફ...

ગામ ના દક્ષિણે જે જંગલ આવેલું તેમાં કોઈ જઇ શકે નહીં અને કઈ સમજી શકે નહીં,જે જાય એ પાછા આવે નહિ , એટલે દેવી નો શ્રાપ સમજી ને બધા ડરી ડરી ને જીવે..

એવા મજાના ગામ માં એક વખત પાયલ પોતાના દાદી પાસે રોકવા આવી,પાયલ શહેર માં રહેતી છોકરી, ભણેલી અને વિજ્ઞાન ની જાણકાર ,ભૂત પ્રેત અંધશ્રદ્ધા આ બધા માં એ ના માને.એનો આ સ્વભાવ એના દાદી જાણે એટલે બને ત્યાં સુધી પાયલ ને આ બાબત ની જાણ ન કરે કેમ કે પાયલ સાહસી અને સમજદાર હોવા છતાં સ્વભાવે જિદ્દી પણ.

આમ તો નાનપણ માં પાયલ ઘણીવાર અહીં આવતી, પણ આ વખતે ખાસ્સા ત્રણ વર્ષે પાયલ એના દાદી ને ત્યાં સુંદરપુર આવી હતી,અને આ વખતે તો તે અહીં ઘણો સમય રહેવાની હતી,એટલે દાદી ને આમ પણ એની ચિંતા હતી,કેમ કે એ દરમિયાન એ નક્કી જંગલ ને લઇ ને વાત કરશે અને ત્યાં જવાની જીદ પણ કરે તો? એ જ ચિંતા દાદી ને કોરી ખાતી....

અંતે પાયલ સુંદરપુર પહોંચી ગઈ,દાદી એ તેને લેવા નોકરો મોકલ્યા હતા,પાયલ તો રાજી રાજી હતી,સુંદરપુર નું વાતાવરણ જ એટલું મનમોહક હતું,કે તેને અહીં ખૂબ ગમતું,અને સાથે તેના અહીં ઘણા મિત્રો પણ હતા..

પાયલ ના આવવાની જાણ થતાં જ તેના મિત્રો તેની દાદી ને ત્યાં આવી પહોંચ્યા,અને પાયલ ના સ્વાગત ની તૈયારી કરવા લાગ્યા,પાયલ પણ દાદી પાસે પહોંચવા ઉતાવળી હતી,આ વખતે તેની સાથે તેની મિત્ર રુચિ પણ આવી હતી,જેવી તે બંને ગાડી માં બેઠી કે આસપાસ ના મનમોહક વાતાવરણ માં ખોવાઈ ગઈ,અને રુચિ તો પહેલીવાર આવા વાતાવરણ માં આવી તે તો ખૂબ જ ખુશ થઇ ગઇ.

પણ જેવું જંગલ નજીક આવ્યું,કે રુચિ એ ત્યાં જવા માટે કહ્યું,પાયલ ને એ તો ખબર હતી કે દાદી ત્યાં જવાની ના કહે છે,પણ શું કામ? એ ખબર નહતી,એટલે અત્યારે તો તેને ઈશારા થી ચૂપ રહેવાનું કહી તેનું ધ્યાન બીજે દોર્યું.
પાયલે જોયું કે પોતે નાનપણ માં આવતી ત્યારે ગામ માં ફક્ત કાચા મકાન અને ધુડીયો રસ્તો હતો,હવે તો પાકા રસ્તા,અને પાકા મકાન સાથે અમુક સરકારી ઉંચી ઇમારતો પણ બની ગઈ છે,અને સારી શાળા ઓ પણ..

ઘરે પહોંચતા ની સાથે જ આસપાસ ના લગભગ વિસપચીસ બાળકો એ પાયલ ને હાથ માં ફૂલ આપ્યા, ત્યારબાદ પાયલ જેવડા જ ત્રણ છોકરા છોકરી એ પાયલ ને ઊંચકી લીધી, એ હતા પાયલ ના મિત્રો બંસી,શોભા અને રામ એ ત્રણેય ભાઈ બહેન હતા અને પાયલ જ્યારે પણ અહીં આવતી બધા સાથે રમતા,પાયલ ના દાદી ના ઘર થી નજીક જ તેમનું ઘર હતું,પાયલ તો આ સ્વાગત થી ખૂબ રાજી થઈ ગઈ તેની દાદી નું આખું ઘર ફૂલો થી શણગારવામાં આવ્યું હતું,રુચિ પણ વિચાર કરતી હતી,કે નાના ગામ ના માણસો ના મન કેવા મોટા હોઈ છે...

તે દિવસે બધા સાથે જ રહ્યા ને ખૂબ ધમાલ મસ્તી કરી.
બીજા દિવસ થી જ બધા મિત્રો ની આસપાસ ઉજાણી ચાલુ થઈ ગઈ,પેલા દિવસે તેઓ નદી એ ગયા,રુચિ અને પાયલ તો સ્વિમિંગ જાણતા હતા,પણ બંસી ,રામ અને શોભા ને સ્વિમિંગ કરતા જોઈ તેમને આશ્ચર્ય થયું. ત્યારબાદ તેઓ ગામ માં ફરવા ગયા,પણ રુચિ નું મન વારેવારે જંગલ તરફ ખેંચાતુ હતું,અંતે તેને રામ ને પૂછ્યું