Dar nu tandav book and story is written by Om Guru in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dar nu tandav is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ડરનું તાંડવ - Novels
by Om Guru
in
Gujarati Detective stories
હરમન એની ઓફિસમાં દાખલ થયો ત્યારે વેઇટીંગ એરિયામાં 50 વર્ષની આસપાસના લાગતા એક સન્નારી સોફા પર બેસીને જમાલ સાથે વાત કરી રહ્યા હતા.
હરમને તેમના પર એક નજર નાંખી અને પોતાની કેબીનમાં દાખલ થઇ ગયો અને ચેર પર બેસી ગયો હતો.
જમાલ થોડીવારમાં અંદર દાખલ થયો અને હરમનની સામેની ખુરશીમાં ગોઠવાયો હતો.
“બોસ, એક વિચિત્ર પ્રકારનો કેસ આવ્યો છે. બહાર પુષ્પાબેન મજમુદાર નામના એક બહેન તમને મળવા આવ્યા છે અને તેમનો કેસ તમને સોંપવા માંગે છે. તમે રજા આપો તો હું એમને તમારી કેબિનમાં બોલાવી લઉં.” જમાલે વાત પૂરી કરી હરમન સામે જોયું હતું.
હરમને ઈશારાથી એ બહેનને અંદર બોલાવવા માટે કહ્યું હતું.
પુષ્પાબેન મજમુદાર હરમનની કેબીનમાં દાખલ થયા અને હરમનની સામેની ખુરશી પર બેસી ગયા હતાં. 50 વર્ષની આસપાસની ઉંમર ધરાવતા પુષ્પાબેને થોડું વિચારીને પોતે જે બાબત માટે હરમનને મળવા આવ્યા હતા એ વાત કહેવાની શરૂ કરી હતી.
ડરનું તાંડવ ભાગ-1 વિચિત્ર કેસ હરમન એની ઓફિસમાં દાખલ થયો ત્યારે વેઇટીંગ એરિયામાં 50 વર્ષની આસપાસના લાગતા એક સન્નારી સોફા પર બેસીને જમાલ સાથે વાત કરી રહ્યા ...Read More હરમને તેમના પર એક નજર નાંખી અને પોતાની કેબીનમાં દાખલ થઇ ગયો અને ચેર પર બેસી ગયો હતો. જમાલ થોડીવારમાં અંદર દાખલ થયો અને હરમનની સામેની ખુરશીમાં ગોઠવાયો હતો. “બોસ, એક વિચિત્ર પ્રકારનો કેસ આવ્યો છે. બહાર પુષ્પાબેન મજમુદાર નામના એક બહેન તમને મળવા આવ્યા છે અને તેમનો કેસ તમને સોંપવા માંગે છે. તમે રજા આપો તો હું એમને તમારી કેબિનમાં બોલાવી લઉં.” જમાલે વાત પૂરી કરી
ડરનું તાંડવ ભાગ-2 ડરના સબૂતો સુરેન્દ્ર મજમુદારની તર્કસભર વાત સાંભળી હરમન વિચારમાં પડી ગયો હતો. હજી હરમન કોઈ સવાલ સુરેન્દ્રભાઈને પૂછે એ પહેલાંજ એમણે એમની વાત આગળ વધારી ...Read More“મારી પાસે બીજો પણ એક સબૂત છે એ વાતનો કે મારો ડર સાચ્ચો છે એ વાત મારી પાસેના એ સબૂત દ્વારા સાબિત થઇ જશે. આ જુઓ મારા મોબાઈલની અંદરની CCTV ફૂટેજમાં રેકોર્ડ થયેલ વિડીઓ કલીપ જોતાં તમને ખબર પડી જશે કે પરમ દિવસે રાત્રે એક વાગે આ નકાબધારી માણસને એણે મારા બંગલામાં મારું ખૂન કરવા માટે મોકલ્યો હતો. પરંતુ CCTV કેમેરા અને સિક્યુરીટી ગાર્ડને જોઈને એ માણસ પાછો ભાગી ગયો.”
ડરનું તાંડવ ભાગ-3 ખોદ્યો ઉંદર અને એમાંથી નીકળ્યો ડુંગર.!! પ્હાડી અબ્દુલને જોઇને જમાલ થોડો ગભરાયો હતો, પરંતુ હરમને જમાલથી ઉલટું કર્યું હતું. હરમનની બરાબર બાજુમાં પડેલી ખુરશી ઉપર હરમન બેસી ગયો અને એણે અબ્દુલ સામે જોઇ કહ્યું હતું. "ભાઇ ...Read Moreગુસ્સો તું પી જા અને હું જે વાત પૂછું એ વાતના બરાબર જવાબ મને આપજે, નહિતર હમણાં પોલીસ સ્ટેશનેથી પોલીસ બોલાવી બાંગ્લાદેશ ભેગો કરાવી દઇશ." હરમને અબ્દુલને ધમકાવતા કહ્યું હતું. "બાંગ્લાદેશ? તમે શું કહેવા માંગો છો? એક તો મારા ગેરેજમાં ઘુસી આવ્યા છો અને મને જ ધમકી આપો છો. તમે શું પોલીસને બોલાવતા'તા, હું જ પોલીસને બોલાવું છું." અકળામણ અને
ડરનું તાંડવ ભાગ-4 હરમન અને તેજપાલનો ટકરાવ "બોસ, તમે કહો છો એ પ્રમાણે તેજપાલના સસરા દીપકભાઇ જેને આપણે લકવાગ્રસ્ત અવસ્થામાં જોયા છે એ તેજપાલ જોડે બદલો લેવાનો પ્લાન ...Read Moreરહ્યા છે અથવા તો બનાવ્યો છે. એક લકવાગ્રસ્ત માણસ કઇ રીતે કોઇને મારવાનો પ્લાન બનાવી શકે? ધારો કે, એ કોઇ બીજાના માધ્યમથી તેજપાલને મારવાનો પ્લાન બનાવે પણ ખરા તો કમસેકમ એમને ઘરમાંથી બહાર તો નીકળવું પડે, કારણકે ખૂનની સોપારી આપનાર વ્યક્તિ પોતાનું ઘર ખૂનીને તો ના જ બતાવે. હવે બોસ તમે જ વિચારો કે આવી લકવાગ્રસ્ત હાલતમાં એ ક્યાં કોઇ ખૂનીને સોપારી આપવા જવાના છે?" જમાલે એના મનમાં ઊભો થયેલો
ડરનું તાંડવ ભાગ-5 ગોળીબારથી ચેતવણી હરમન હસતાં-હસતાં જમાલે પૂછેલા સવાલોનો જવાબ આપી રહ્યો હતો. "જમાલ, મેં તેજપાલને બધી વાત કહી દીધી એનું સીધું કારણ એ ...Read Moreકે તેજપાલ પોતે રમણીકભાઇ એની પત્ની વિશે આ બંન્ને મુદ્દાઓથી તો એ વાકેફ હતો જ, પરંતુ સુરેન્દ્ર મજમુદાર એનાથી ડરે છે કે નહિ એ વાતની એને જાણ છે કે નહિ એનું નિરીક્ષણ મારે એના મોંઢાના હાવભાવ ઉપરથી કરવું હતું. માટે એ જાણતો હતો એ વાતની સાથે-સાથે સુરેન્દ્ર મજમુદારની વાત પણ રજૂ કરી દીધી. પરંતુ એના મોંઢાના હાવભાવ ઉપરથી એ ચોક્કસ જાણતો ન હતો કે સુરેન્દ્ર મજમુદાર એનાથી ડરે છે. ઘણીવાર આંટીઘૂંટી કર્યા વગર