ગીતાબોઘ - Novels
by Mahatma Gandhi
in
Gujarati Fiction Stories
જ્યારે પાંડવો-કૌરવો પોતાની સેના લઈને લડાઈના મેદાન કુરુક્ષેત્રમાં આવી ઊભા ત્યારે કૌરવોના રાજા દુર્યોધન દ્રોણાચાર્યની પાસે બંનેના મુખ્ય લડવૈયાઓનું વર્ણન કરે છે. લડાઈની તૈયારી થતાં બંનેના શંખ વાગે છે ને શ્રીકૃષ્ણ ભગવાન, જે અર્જુનનો રથ હાંકનાર છે તે, તેના રથને બંને લશ્કર વચ્ચે લાવે છે. આ જોઈ અર્જુન ગભરાય છે ને શ્રીકૃષ્ણને કહે છે : મારાથી આની સામે કેમ લડાય ? પરાયાંની સાથે લડવાનું હોય તો તો હું હમણાં લડી લઉં. પણ આ તો સ્વજન છે, મારાં જ છે. કૌરવ કોણ ને પાંડવ કોણ ? એ તો કાકા કાકાના. અમે સાથે ઊછર્યા. દ્રોણ તે કૌરવોના જ આચાર્ય થોડા છે ? અમને પણ તેમણે જ બધી વિદ્યા શીખવી. ભીષ્મ તો અમારા બધાના વડીલ છે. તેની સાથે લડાઈ કેવી ? ખરું છે કે કૌરવો આતતાયી છે. તેમણે ઘણાં દુષ્ટ કર્મો કર્યાં છે, અન્યાય કર્યો છે, પાંડવોની જમીન છીનવી લીધી છે, દ્રૌપદી જેવી મહાસતીનું અપમાન કર્યું; એ બધો એમનો દોષ ખરો, પણ એમને મારીને મારે ક્યાં જવું ? એ તો મૂઢ છે, એના જેવો હું કેમ થાઉં ? મને તો કંઈક જ્ઞાન છે. સારાસારનો વિવેક છે. તેથી મારે જાણવું જોઈએ કે સગાંઓની સાથે લડવામાં પાપ છે. ભલે તેઓ પાંડવનો ભાગ પચાવી બેઠા, ભલે તેઓ અમને મારી નાખે, પણ અમારાથી તેમની સામે હાથ કેમ ઉગામાય ? હે કૃષ્ણ, હું તો આ સગાંવહાલાંની સામે નહીં લડું. એમ કહી તમ્મર ખાઈને અર્જુન પોતાના રથમાં પડ્યો.
અધ્યાય પહેલો મંગળપ્રભાત જ્યારે પાંડવો-કૌરવો પોતાની સેના લઈને લડાઈના મેદાન કુરુક્ષેત્રમાં આવી ઊભા ત્યારે કૌરવોના રાજા દુર્યોધન દ્રોણાચાર્યની પાસે બંનેના મુખ્ય લડવૈયાઓનું વર્ણન કરે છે. લડાઈની તૈયારી થતાં બંનેના શંખ વાગે છે ને શ્રીકૃષ્ણ ભગવાન, જે અર્જુનનો રથ હાંકનાર ...Read Moreતે, તેના રથને બંને લશ્કર વચ્ચે લાવે છે. આ જોઈ અર્જુન ગભરાય છે ને શ્રીકૃષ્ણને કહે છે : મારાથી આની સામે કેમ લડાય ? પરાયાંની સાથે લડવાનું હોય તો તો હું હમણાં લડી લઉં. પણ આ તો સ્વજન છે, મારાં જ છે. કૌરવ કોણ ને પાંડવ કોણ ? એ તો કાકા કાકાના. અમે સાથે ઊછર્યા. દ્રોણ તે કૌરવોના જ આચાર્ય
અધ્યાય બીજો સોમપ્રભાત જ્યારે અર્જુન કંઈક સ્વસ્થ થયો ત્યારે ભગવાને તેને ઠપકો દીધો ને કહ્યું, આવો મોહ તને ક્યાંથી ? એ તારા જેવા વીર પુરુષને છાજતો નથી. પણ અર્જુનનો મોહ એમ ટળે તેમ ન હતું. તેણે લડવાની ના પાડી ...Read Moreકહે, આ સગાંસાંઈ વડીલ જનને મારીને મારે રાજપાટ તો શું, સ્વર્ગનું સુખ પણ ન જોઈએ. હું તો મૂંઝાઈ પડ્યો છું. આ ટાણે ધર્મ શું છે એની કંઈ ખબર નથી પડતી, તમારે શરણે છું; મને ધર્મ સમજાવો. આમ અર્જુનને ખૂબ મૂંઝાયેલો ને જાણવાની ઈચ્છાવાળો જોઈ ભગવાનને દયા આવી ને તેને સમજાવવા લાગ્યા : તું નકામો દુઃખી થાય છે ને વગર સમજ્યે
અધ્યાય ત્રીજો સોમપ્રભાત સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ સાંભળીને અર્જુનને થયું કે માણસે શાંત થઈને બેઠા રહેવું જોઈએ. એના લક્ષણમાં કર્મનું તો નામ સરખુંયે તેણે ન સાંભળ્યું. તેથી ભગવાનને પૂછ્યું : કર્મ કરતાં જ્ઞાન વધારે એમ તમારા બોલ ઉપરથી લાગે છે તેથી ...Read Moreબુદ્ધિ મૂંઝાય છે. જા જ્ઞાન સારું હોય તો મને ઘોર કર્મમાં કેમ ઉતારો છો ? મને ચોખ્ખું કહો કે મારું ભલું શેમાં છે. ત્યારે ભગવાને ઉત્તર આપ્યો : હે પાપરહિત અર્જુન ! અસલથી જ આ જગતમાં બે માર્ગ ચાલતા આવ્યા છે, એકમાં જ્ઞાનને પ્રધાનપદ છે ને બીજામાં કર્મને. પણ તું જ જોઈ શકશે કે કર્મ વિના મનુષ્ય અ-કર્મી ન થઈ
અધ્યાય ચોથો સોમપ્રભાત ભગવાન અર્જુનને કહે છે : મેં જે નિષ્કામ ક્રમયોગ તને બતાવ્યો તે બહુ પ્રાચીન કાળથીચાલતો આવ્યો છે. એ નવી વાત નથી. તું પ્રિય ભક્ત છે તેથી, ને હમણાં તું ધર્મસંકટમાં છે તેમાંથી મુક્ત રવા સારુ, મેં ...Read Moreઆ શીખવ્યો છે. જ્યારે જ્યારે ધર્મની નિંદા થાય છે અને અધર્મ ફેલાય છે, ત્યારે ત્યારે હું અવતાર લઉં છું ને ભક્તોની રક્ષા કરું છું. પાપીનો સંહાર કરું છું. આ મારી માયાને જે જાણે છે તે વિશ્વાસ રાખે છે કે અધર્મનો લાપ જ થવાનો છે. સાધુ પુરુષનો બેલી ઈશ્વર તો છે જ; તે ધર્મનો ત્યાગ નથી કરતો ને છેવટે મને પામે
અધ્યાય પાંચમો અર્જુન કહે છે : તમે જ્ઞાનને અધિક કહો છો એટલે હું સમજું છું કે કર્મ કરવાની જરૂર નથી, સંન્યાસ જ સારો. પણ વળી કર્મની પણ સ્તુતિ કરો છો એટલે યોગ જ સારો એમ લાગે છે. આ બેમાં ...Read Moreસારું શું એ મને નિશ્ચયપૂર્વક કહો તોજ કંઈક શાંતિ વળે. આ સાંભળીને ભગવાન બોલ્યા : સંન્યાસ એટલે જ્ઞાન અને કર્મયોગ એટલે નિષ્કામ કર્મ. એ બંને સારાં છે. પણ જો મારે પસંદગી જ કરવાની હોય તો હું કહું છું કે યોગ, એટલે અનાસક્તિપૂર્વક કર્મ વધારે સારો છે. જે મનુષ્ય નથી કશાનો કે કોઈનો દ્વેષ કરતો, નથી કશી ઈચ્છા રાખતો ને સુખદુઃખ,
અધ્યાય છઠ્ઠો યરોડામંદિર મંગળપ્રભાત શ્રી ભગવાન કહે છે : કર્મફળને છોડીને જે મનુષ્ય કરત્વ્ય-કર્મ કરે છે તે સંન્યાસી કહેવાય અને યોગી પણ કહેવાય, ક્રિયામાત્રનો ત્યાગ કરી બેસે તે આળસુ છે. ખરી વાત મનના ઘોડા દોડાવવાનું કામ છોડવાની છે. જે ...Read Moreએટલે સમત્વ સાધવા માગે છે તેને કર્મ વિના ચાલે જ નહીં. જેને સમત્વ પ્રાપ્ત થયું છે એ શાંત જોવામાં આવશે એટલે કે તેના વિચારમાત્રમાં કર્મનું બળ આવ્યું હોય છે. જ્યારે મનુષ્ય ઈન્દ્રિયના વિષયોમાં કે કર્મમાં રાચતો નથી અને મનના તરંગો માત્રને છોડી દે છે ત્યારે તેણે યોગ સાધ્યો - તે યોગારૂઢ થયો - કહેવાય. આત્માનો ઉદ્ધાર આત્મા વડે જ થાય.
અધ્યાય સાતમો મંગળપ્રભાત ભગવાન બોલ્યા : હે રાજા, મારામાં ચિત્ત પરોવીને અને મારો આશ્રય લઈને કર્મયોગ આચરતો મનુષ્ય નિશ્ચયપૂર્વક મને સંપૂર્ણ રીતે કેમ ઓળખી શકે એ હું તને કહીશ. આ અનુભવવાળું જ્ઞાન હું તને કહીશ તે પછી બીજું કંઈ ...Read Moreબાકી નહીં રહે. હજારોમાંથી કોઈક જ તે મેળવવાનો પ્રયત્ન કરે છે ને પ્રયત્ન કરનારામાંથી કોઈક જ સફળ થાય છે. પૃથ્વી, પાણી, આકાશ, તેજ અને વાયુ તથા મન, બુદ્ધિ ને હુંપણું એવી આઠ પ્રકારની એક મારી પ્રકૃતિ છે. તે અપરા પ્રકૃતિ કહેવાય અને બીજી તે પરા પ્રકૃતિ છે. એ જીવનરૂપ છે. આ બે પ્રકૃતિમાંથી એટલે દેહજીવનના સંબંધથી આખું જગત થયું છે.
અધ્યાય આઠમો સોમપ્રભાત અર્જુન પૂછે છે : તમે પૂર્ણબ્રહ્મ, અધ્યાત્મ, કર્મ, અધિભૂત, અધિદૈવ, અધિયજ્ઞનાં નામ દીધાં, પણ એ બધાના અર્થ હું સમજ્યો નથી. વળી, તમે કહો છો કે તમને અધિભૂતાદિરૂપે જાણનારા સમત્વને પામેલા મરણ સમયે ઓળખે છે. આ બધું ...Read Moreસમજાવો. ભગવાને ઉત્તર આપ્યો : જે સર્વત્તમ નાશરહિત સ્વરૂપ છે તે પૂર્ણબ્રહ્મ અને પ્રાણીમાત્રમાં કર્તાભોક્તારૂપે દેહ ધારણ કરેલ છે તે અદ્યાત્મ. પ્રાણીમાત્રની ઉત્પત્તિ જે ક્રિયાથી થાય છે તેનું નામ કર્મ : એટલે એમ પણ કહેવાય કે જે ક્રિયાથી ઉત્પત્તિમાત્ર થાય છે તે કર્મ. અધિભૂત તે મારું નાશવંત દેહસ્વરૂપ અને અધિયજ્ઞ તે યજ્ઞ વડે શુદ્ધ થયેલું પેલું અધ્યાત્મ સ્વરૂપ. આમ દેહરૂપે,
અધ્યાય નવમો સોમપ્રભાત ગયા અધ્યાયમાં છેલ્લા શ્લોકમાં યોગીનું ઉચ્ચ સ્થાન વર્ણવ્યું એટલે હવે ભક્તિનો મહિમા ભગવાને બતાવવો જ રહ્યો કેમ કે શુષ્ક જ્ઞાની નહીં, વેવલો ભક્ત પણ નહીં. ગીતાનો યોગી જ્ઞાન અને ભક્તિમય અનાસક્ત કર્મ કરનારો. તેથી ભગવાન કહે ...Read More: તારામાં દ્વેષ નથી એથી તને હું ગુહ્ય જ્ઞાન કહું છું કે જે પામ્યાથી તારું કલ્યાણ થાય. એ જ્ઞાન સર્વોપરી છે, પવિત્ર છે ને આચારમાં સહેલાઈથી મૂકી શકાય એવું છે. આને વિશે જેને શ્રદ્ધા ન હોય તે મને પામી ન શકે. મનુષ્યપ્રાણી મારું સ્વરૂપ ઈન્દ્રિયો વડે પારખી નથી શકતાં છતાં આ જગતમાં તે વ્યાપક છે. જગત તેને આધારે નભે છે.
અધ્યાય દસમો સોમપ્રભાત ભગવાન કહે છે : ફરી ભક્તોના હિત સારુ કહું છું તે સાંભળ. દેવો અને મહર્ષિઓ સુધ્ધાં મારી ઉત્પત્તિ જાણતા નથી, કેમ કે મારે ઉત્પન્ન થવાપણું જ નથી. હું તેઓની, અને બીજા બધાની ઉત્પત્તિનું કારણ છું. જે ...Read Moreમને અજન્મ અને અનાદિરૂપે ઓળખે છે તે બધાં પાપમાંથી મુક્ત થાય છે. કેમ કે પરમેશ્વરને એ રૂપે જાણ્યા પછી ને મનુષ્યની પાપવૃત્તિ રહી નથી શકતી. પાપવૃત્તિનું મૂળ જ પોતાને વિશે રહેલું અજ્ઞાન છે. જેમ પ્રાણીઓ મારાથી ઉત્પન્ન થયાં છે તેમ તેમના જુદા જુદા ભાવો, જેવા કે ક્ષમા, સત્ય, સુખ, દુઃખ જન્મમૃત્યુ, ભય-અભય વગેરે પણ મરાથી ઉત્પન્ન થયા છે. આ બધું
અધ્યાય અગિયારમો સોમપ્રભાત અર્જુને વિનંતી કરી :હે ભગવાન ! તમે મને આત્મી વિશે જે વચનો કહ્યાં તેથી મારો મોહ ટળ્યો છે. તમે બધું જ છો, તમે જ કર્તા છો, તમે જ સંહર્તા છો, ચમે નાશરહિત છો. બની શકે એમ ...Read Moreતો તમારાં ઈશ્વરી રૂપનાં મને દર્શન કરાવો. ભગવાન બોલ્યા : મારાં રૂપ હજારો છે, અનેક રંગવાળાં છે. તેમાં આદિત્યો, વસુઓ, રુદ્રો વગેરે સમાયેલા છે. મારામાં આખું જગત - ચર અને અચર - સમાયેલું છે. આ રૂપ તું તારાં ચર્મચક્ષુથી નહીં જોઈ શકે. તેથી હું તને દિવ્યચક્ષુ આપું છું તે વડે તું જો. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું : હે રાજન ! આમ
અધ્યાય બારમો મંગળપ્રભાત આજ તો બારમા અધ્.નો સાર આપવા ધારું છું. એક ભક્તિયોગ છે. વિવાહપ્રસંગે દંપતીને પાંચ યજ્ઞોમાં આ પણ ેક યજ્ઞરૂપે કંઠ કરી મનન કરવાનું તેઓને કહીએ છીએ. ભક્તિ વિના જ્ઞાન ને કર્મ સૂકાં છે ને બંધનરૂપ નીવડવાનો ...Read Moreછે એટલે ભક્તિમય થઈને ગીતાનું આ મનન આદરીએ. અર્જુન ભગવાનને પૂછે છે : સાકારને પૂજનારા અને નિરાકારને પૂજનારા ભક્તોમાં વધારે સારા કોણ ? આ પ્રશ્નનો જવાબ આપતાં ભગવાન કહે છે : જેઓ મારા સાકાર રૂપનું શ્રદ્ધાપૂર્વક મનન કરે છે, તેમાં લીન થાય છે તે શ્રદ્ધાળુ મારા ભક્ત છે. પણ જેઓ નિરાકાર તત્ત્વને ભજે છે અને તેને ભજવા સારુ જેઓ ઈન્દ્રિયોમાત્રનો
અધ્યાય તેરમો સોમપ્રભાત ભગવાન બોલ્યા : આ શરીરનું બીજું નામ ક્ષેત્ર અને તેને જાણનાર તે ક્ષેત્રજ્ઞ. બધાં શરીરોમાં રહેલો હું તેને ક્ષેત્રજ્ઞ સમજ, અને ખરું જ્ઞાન એ કે જેથી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેનો ભેદ જાણી શકાય. પંચમહાભૂત - પૃથ્વી, ...Read Moreઆકાશ, તેજ અને વાયુ, અહંતા, બુદ્ધિ, પ્રકૃતિ, દશ ઈન્દ્રિયો - પાંચ કર્મેન્દ્રિય અને પાંચ જ્ઞાનેન્દ્રિય. એક મન, પાંચ વિષયો, ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સંઘાત એટલે શરીર જેનું બનેલું છે તેની એક થઈને રહેવાની શક્તિ, ચેતનશક્તિ, શરીરના પરમાણુમાં એકબીજાને વળગી રહેવાનો ગુણ આટલાં મળીને વિકારોવાળું ક્ષેત્ર થયું. આ શરીર અને તેના વિકારો જાણવા ઘટે કેમ કે તેનો ત્યાગ કરવાનો રહ્યો છે.
અધ્યાય ચૌદમો મૌનવાર શ્રી ભગવાન બોલ્યા : જે ઉત્તમ જ્ઞાન પામીને ઋષિમુનિઓ પરમ સિદ્ધિ પામ્યા છે તે હું તને વળી કહું છું. તે જ્ઞાન પામીને અને તે પ્રમાણે ધર્મ આચરીને લોકો જન્મમરણના ફેરામાંથી બચે છે. હે અર્જુન, જીવમાત્રનો હું ...Read Moreછું એમ જાણ. પ્રકૃતિજન્ય ત્રણ ગુણો - સત્ત્વ, રજસ્ અને તમસ્ - દેહીને બાંધનારા છે. આ ગુણને ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એમ ક્રમવાર કહીએ તોયે ચાલે. આમાં સત્ત્વગુણ નિર્મળ અને નિર્દોષ છે અને પ્રકાશ આપનાર છે, અને તેથી તેનો સંગ સુખદ નીવડે છે. રજસ્ રાગમાંથી, તૃષ્ણામાંથી પેદા થાય છે અને તે મનુષ્યને ધાંધલમાં નાખે છે. તમસનું મૂળ અજ્ઞાન છે. મોહ
અધ્યાય પંદરમો મંગળપ્રભાત શ્રી ભગવાન બોલ્યા : આ સંસારને બે રીતે જોવાય. એક આ : જેનું મૂળ ઊંચે છે, જેની શાખા નીચે છે, ને જેને વેદરૂપી પાંદડાં છે એવા પીપળારૂપે જે સંસારને જુએ છે તે વેદનો જાણકાર જ્ઞાની છે. ...Read Moreરીત આ ચે : સંસારરૂપી વૃક્ષની શાખા ઉપર નીચે ફેલાયેલી છે; તેને ત્રણ ગુણોથી વૃદ્ધિ પામેલા વિષયરૂપી અંકુર છે, અને તે વિષયો જીવને મનુષ્યલોકમાં કર્મના બંધનમાં સપડાવે છે. નથી આ વૃક્ષનું સ્વરૂપ જાણી શકાતું, નથી તેને આરંભ, નથી અંત, નથી તેનું ઠેકાણું. આ બીજા પ્રકારનું સંસારવૃક્ષ છે, તેણે જોકે મૂળ તો બરાબર ઘાલ્યું છે, છતાં તેને અસહકારરૂપી શસ્ત્ર વડે છેદવું,