JISM KE LAKHO RANG book and story is written by Vijay Raval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. JISM KE LAKHO RANG is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જીસ્મ કે લાખો રંગ - Novels
by Vijay Raval
in
Gujarati Fiction Stories
મુંબઈ....
સમય વ્હેલી પરોઢના ૬:૩૫ નો
અતળ અને વિશાળ અરબી સમુદ્રના ઉછળતાં મોજાંઓ પર જયારે દ્રષ્ટિ સીમાંકનના પેલે પાર ક્ષ્રિતિજના છેડેથી સૂર્યએ સ્હેજ ડોક્યું કરતાં પડેલાં પ્રથમ કિરણો થકી સુવર્ણ પ્રભાતના તેજ, તાજગી અને તરવરાટના સંતુષ્ઠીની અનુભૂતિ અને ઉષ્માની પરોઢને એ પ્રોઢ વાગોળે એ પહેલાં....
‘ચાચા.. આપકી ચાય.’
સામેના ક્રોસ રોડના કોર્નર પર ફૂટપાથને અડીને આવેલી ચાની ટપરી પરથી ચાય લઈ આવેલો ચાલીસ વર્ષનો યુવક ચાયનો ગ્લાસ પ્રોઢના હાથમાં આપતાં બોલ્યો.
'જીસ્મ કે લાખો રંગ’પ્રકરણ-પહેલું/૧મુંબઈ....સમય વ્હેલી પરોઢના ૬:૩૫ નો અતળ અને વિશાળ અરબી સમુદ્રના ઉછળતાં મોજાંઓ પર જયારે દ્રષ્ટિ સીમાંકનના પેલે પાર ક્ષ્રિતિજના છેડેથી સૂર્યએ સ્હેજ ડોક્યું કરતાં પડેલાં પ્રથમ કિરણો થકી સુવર્ણ પ્રભાતના તેજ, તાજગી અને તરવરાટના સંતુષ્ઠીની અનુભૂતિ ...Read Moreઉષ્માની પરોઢને એ પ્રોઢ વાગોળે એ પહેલાં....‘ચાચા.. આપકી ચાય.’ સામેના ક્રોસ રોડના કોર્નર પર ફૂટપાથને અડીને આવેલી ચાની ટપરી પરથી ચાય લઈ આવેલો ચાલીસ વર્ષનો યુવક ચાયનો ગ્લાસ પ્રોઢના હાથમાં આપતાં બોલ્યો.દરિયા કિનારે બેન્ચ પર બેસેલાં પ્રોઢ ધ્રુજતાં હાથે ચાયનો ગ્લાસ ઝાલી, સસ્મિત યુવકના ગાલે સ્હેજ વ્હાલથી ટપલી મારતાં કાંપતા સ્વરે બોલ્યાં,‘આઆ...આજ ઇતને સાલ હો ગયે.. પર ફિરભી...સુરજ કી પહેલી કિરન નિકલને
જીસ્મ કે લાખો રંગ’પ્રકરણ- બીજુંઆરુષી ઈનામદાર.સગા બાપ અને સાવકી મા, બન્નેના સહિયારા તન અને ધનની ઐયાસીનો કૈફ ઓસર્યા પછી ઉઠેલાં તોફાનની ભુલભુલૈયામાં આરુષીની જિંદગી મધદરિયે દિશાહીન દશામાં અટવાયેલી હોડી માફક હતી.આરુષીના પિતા વિક્રમ ઈનામદાર મધ્યમ પરિવારમાં સંઘર્ષ કરતાં મહત્વાકાંક્ષી, ...Read Moreઉપરાંત કલાકાર જીવડો પણ ખરાં. ગાયન ક્ષેત્રમાં વિક્રમની સારી એવી રુચિ ખરી. પણ અંતરિયાળ ગામમાં નિવાસ અને જરૂરી પ્રારંભિક તાલીમના અભાવના કારણે તેની પ્રતિભા રૂંધાઇ ગયેલી. પિતાએ નાની ઉમરમાં વિક્રમની અનિચ્છાએ ઉષા સાથે તેના એરેન્જ મેરેજ કરાવી દીધા હતાં. લગ્નના બે વર્ષ બાદ આર્થિક સંકડામણ અને ઝઘડા વધતાં પિતાનું ઘર અને ગામડાને હંમેશ માટે તિલાંજલિ આપી વિક્રમ અને ઉષા શહેરી
જીસ્મ કે લાખો રંગ’પ્રકરણ-ત્રીજું-૩આજે દેવ આરુષીની બીજી મુલાકાત હતી..દેવ અને આરુષી, માત્ર નામથી પરિચિત બન્ને અજનબીની એ મધ્યરાત્રીની અણધારી પ્રથમ મુલાકાતના ત્રણ દિવસ બાદ... ફરી એ જ સમય અને સ્થળ, બેન્ચ પર બેસી, સાથળ પર નોવેલ ટેકવી ટેકવી દેવ ...Read Moreકાચી કુંવારી તરુણીના ઉછળતાં ઉન્માદ જેવાં સમંદરના મોંજાની મસ્તીને મનોમન મમળાવતો હતો ત્યાં જ....થોડે દુર કાર પાર્ક કરી પાછળથી બિલ્લી પગે દેવની સાવ નજદીક આવી આરુષી બોલી..‘એય દોસ્ત...ક્યા મુજે તુમ્હારી તન્હાઈ મેં શરીક હોને કી ઇઝાઝત હૈ ? અદ્દલ ફરી એ જ મુલાકાતનું આટલા ટૂંકા સમયગાળામાં આબેહુબ પુનરાવર્તન થશે તેનું દેવને અંશ માત્ર અનુમાન નહતું, એટલે સ્હેજ ચોંકી ઉઠતાં ચહેરા પરના વિસ્મયકારક
જીસ્મ કે લાખો રંગ’પ્રકરણ-ચોથું-૪બસ આ રીતે...સમયચક્ર સાથે આવતાં દરિયાના ભરતી ઓટની માફક આરુષી અને દેવની મુલાક્તાનો સીલસીલો પણ અવિરત ચાલતો રહ્યો. એક અપરિચિત પુરુષ માટે કોઈપણ સ્ત્રીએ ખેંચેલી ન્યુનતમ લક્ષ્મણરેખા અજાણતામાં પણ પાર કરવાની ચેષ્ટા દેવે નહતી કરી. આરુષીને ...Read Moreવાત વધુ સ્પર્શી ગઈ કે, એ બાબતમાં દેવ સજાગ નહીં પણ સહજ હતો. એટલે..... ઠીક એક મહિનાના અંતે બંનેની ચોથી મુલાકાતની એક રાત્રીએ આરુષીની મનોસ્થિતિ એક એવી સપાટી સ્થિર થઈ જતા તેને એવો ભાસ થયો કે... હવે એકમાત્ર દેવ જ તેના અંગત પરિચયનો હકદાર છે. એ જ દરિયા કિનારે...ભરતીના પ્રથમ પ્રહરની સાથે... રાત્રીના આશરે બારેક વાગ્યાની આસપાસ કિનારા સામે ઉંચી પાળ
જિસ્મ કે લાખો રંગ.’પ્રકરણ- પાંચમું/૫બીજા દિવસે...સુર્યાસ્ત પછી...ગોવાના અતિ રમણીય અને પ્રવાસીઓની પ્રથમ પસંદ એવાં કલંગુટ બીચ સ્થિત એક આલિશાન થ્રી સ્ટાર હોટેલના સ્વિમિંગ પૂલને અડીને આવેલી લોંગ ચેરમાં લંબાવી અંગ્રેજી ન્યુઝ પેપર વાંચતા દેવની નજર, ટુ પીસ સ્વિમિંગ સ્યુટમાં ...Read Moreપાંત્રીસેક વર્ષની આંખો મીંચી તેની મસ્તીમાં આરામ ફરમાવી રહેલી કામુક દેહ લાલિત્ય ધરાવતી બાજુની ચેર પર આડી પડેલી યુવતી પર પડી.થોડા સમય બાદ... તે યુવતીના મોબાઈલ પર કોલ આવતાં, ચહેરા પર નારાજગીના ભાવ સાથે કોલ રીસીવ કરતાં, ધીમા સ્વરમાં દબાયેલા ગુસ્સા સાથે દલીલ અને આરોપ-પ્રત્યારોપના સંવાદ સાથે શરુ થયેલો વાર્તાલાપનો અંત, અભદ્ર ગાલીગલોચના આદાન પ્રદાન સાથે સમાપન થયો... એ દરમિયાન