JISM KE LAKHO RANG - 6 books and stories free download online pdf in Gujarati

જીસ્મ કે લાખો રંગ - 6

જીસ્મ કે લાખો રંગ’

પ્રકરણ- છઠું/૬

મારી ઊંચાઈ અને અભ્યાસની સરખામણીમાં મારા પતિ શ્યામ વર્ણી પુરષોત્તમનો પનો ટૂંકો પડતો. અને... કોઈ પણ જાતના દહેજની માંગણી વિના સંસ્કારી સાથે ખાધે પીધે સુખી ખાનદાન મને તેની પુત્રવધુ બનાવવા રાજી હતો એ થી વધુ પપ્પાને કશું નહતું ખપતું.


‘મારા જેઠ પ્રાણજીવન તેમના પત્ની આશાલતા મારા પતિ અને હું ચાર સદસ્યના પરિવાર સાથે મેં ગૃહસ્થ જીવનનો પ્રારંભ કર્યો..જેઠની એકમાત્ર દીકરી યામિનીને શ્રેષ્ઠ અભ્યાસર્થે પુનાની એક આંતરરાષ્ટ્રીય કક્ષાની અંગ્રેજી મધ્યમ શૈક્ષણિક સંસ્થામાં મુકાવવામાં આવી હતી. મારા જેઠ અને પતિ તેમના સંયુક્ત બિઝનેશ જેવા શેર અને સટ્ટા બજારની ઓફિસમાં સાથે બેસતાં.’

‘જેમ ઘનઘોર વરસાદ પછી વાદળો હટયા બાદ સાતેય રંગો સાથે મેઘધનુષ નજરે પડે તેમ...કામળે કુંટુંબના ઢોળ ચડાવેલા રંગ ઉતરી જતાં અસલી રંગો સામે આવવાં લાગ્યા....લેશમાત્ર દહેજનો ઉલ્લેખ કર્યા વગર ફક્ત મારા રૂપ અને યૌવન પર ઓવારી જઈ ગૃહલક્ષ્મીની ગાદી પર બેસાડવા માટે પસંદગીનો કળશ ઢોળવાના ખરા કારસ્તાનની કડી ત્યારે જડી.... જે ઘડી એ મને જાણ થઇ કે.. પુરષોત્તમ પુરુષમાં નથી અને પરિવારમાં પણ નથી. પુરષોત્તમ પતિ કરતાં પપેટ વધુ હતો.... પરિવારમાં પુરષોત્તમની ભૂમિકા રબ્બર સ્ટેમ્પ જેવી હતી.... પુરષોત્તમ એવું ચાવી વાળું રમકડું હતું.. જેની ચાવી હતી મારા જેઠ પ્રાણજીવનની મુટ્ઠીમાં હતી. પુરષોત્તમ મૂંગા ઢોરની જેમ એટલો ઓશિયાળો હતો કે તેના ભાણામાં પીરસતા ભોજનના માત્રાની ગણતરીનું પણ કોષ્ટક હતું. પુરષોત્તમની આર્થિક હાલત મારા કરતાં પણ કંગાળ નીકળી. કાગનો વાઘ સામે આવી ગયો. એક પછી એક પરિવારના ઉતરતા મુખવટા જોઇ... ઘડીના છટ્ઠા ભાગમાં ભૂકંપથી ધરા ધ્રુજતા જે રીતે પગ તળેથી જમીન સરકી જાય તેમ.... મારા મનોમન ભાખેલા ભવિષ્યના સ્વપન ભાંગીને ભુક્કો થઇ ગયા.’

‘કામળે કુટુંબને પુરષોત્તમ માટે કન્યા કરતાં કામવાળીની વધુ જરૂર હતી અને એ ભૂમિકા ચુપચાપ નિભાવ્યા સિવાય મારી પાસે કોઈ આરો નહતો કેમ કે.. પપ્પાને આ પરિસ્થિતિની સ્હેજે ગંધ આવે તો તેમને આ આઘાતજનક પરિતાપના તાપથી બચાવવા, એ મારા માટે આકરું નહી પણ અસંભવ હતું. અને મારે એ સિચ્યુએશનમાં એવું સંતુલન જાળવી, એક એવી તલવારની ધાર પર ચાલવાનું હતું કે, જેની એક તરફ ઊંડી ખાઈ અને બીજી તરફ આગ હતી.’

જેમ જેમ કામિની તેની વ્યથાભરી વિતકકથા વર્ણવતી રહી તેમ તેમ દેવ, કામિનીની દર્દભરી દાસ્તાન સુણી તન અને મનથી સૂન થતો ગયો..


કમનસીબે કોડભરી કહાની કાળક્રમે કરવટ બદલતાં જયારે આગળના ભયજનક વણાંક પર કામિની તેની જાત પર કાબુ ગુમાવતા, જે ન ભૂતો ન ભવિષ્ય જેવી દુર્ઘટના સર્જાઈ, તેના દાગ અને દર્દ કામિની આજીવન ભોગવી રહી હતી તે ફૂટલાં કરમની કહાની સંભળાવતા કામિની આગળ બોલી....

અને ત્રણ મહિના બાદ...એક દિવસ.......

‘મારો પતિ પુરષોત્તમ પેઢીના કામાર્થે બહારગામ ગયો અને મારા જેઠાણી આશાલતા તેમના પિયર ગઈ હતી. તે દિવસે રાત્રી ભોજન બાદ પ્રાણજીવન તેમના રૂમમાં આરામ ફરમાવી રહ્યાં હતો.... ને બાકીનું અડધું પડધુ ઘરકામ પતાવી, હું આવી તેમના રૂમને અડીને આવેલાં મારા બેડરૂમમાં... એકલી હતી અને દિવસભરના થાકના કારણે અડધોએક કલાકમાં આંખો ઘેરાઈ ગઈ...

એ પછી ઘટેલી ઘાતકી ઘટનાક્રમની વિતકકથા.....

‘કામિની..... એ કામિની....’

ભારેખમ અવાજ સાથે રૂમના દરવાજે દેવાતાં દસ્તક કામિનીના કાને પડતાં ભર ઊંઘમાંથી ઝબકીને સફાળી બેડ પરથી ઊભી થઇ ગઈ..
સામેની દીવાલ પર ટાંગેલી વોલ ક્લોક પર નજર કરીને જોયું તો રાત્રીના ૧૨:૪૫નો સમય થયો હતો..

અવાજ પ્રાણજીવનનો હતો..

ગભરાહટમાં તેના નાઈટ ડ્રેસને વ્યવસ્થિત કરતાં બારણું ઉઘડતાં સામે ધોતિયાં અને ગંજીના વસ્ત્ર પરિધાનમાં તેના જમણા હાથની હથેળી છાતીના ડાબા પડખા પર હળવેથી દબાવ્યા પછી ઊંહકારા ભરતો બોલ્યો...

‘અઅઅ....અરે જો...જો.... અ...અચાનક છાતીમાં એવો દુઃખવો ઊઊ...ઊડયો છે...’ આટલું બોલી હળવે હળવે તેના બેડરૂમમાં જઈ આંખો મીંચી બેડ પર ટુંટીયું વળી આડો પડતાં...પીડાથી પીડાતા બોલ્યો...

‘ઓઓઓ....યે માડી રે....આઆ...આજે તો લાગે છે કે....આ...આ ઘડીયે મારો જીવ નીકળી જાશે...’

ઘાંઘી થઇ ગયેલી કામિનીએ પ્રાણજીવનને તેના બન્ને લટકતાં પગ પકડી સીધા સુવડાવ્યા પછી... છાતી પર તેની હથેળીથી સ્હેજ દબાણ આપી મસળતા બોલી...

‘શું..શું ...થાય છે... તમને ? હું.. કોઈ ડોકટરને જાણ કરી બોલવું છું... એક મિનીટ...’ થોડીવારમાં તો કામિની પરસેવે રેબઝેબ થઇ ગઈ...

‘ના...ના... આઆ...આમાં ડોકટરનું કામ નથી... તું... તું.. બેસ અહીં... હમણાં થોડી વારમાં ઠી...ઠીક થઇ જશે..મને જરા પાણી આપ અને... આઆ...આ પંખો ફૂલ સ્પીડમાં ચાલુ કરી દે.’ દુ:ખાતિરેકથી પીડાઈ રહેલો પ્રાણજીવન માંડ માંડ આટલું બોલ્યો..

‘હા.. હા..’
પંખો તેજ ગતિમાં ઓન કરી, ફટાફટ દોડી, કિચનમાંથી પાણી લાવી, ધીમે ધીમે પીવડાવ્યા પછી પ્રાણજીવન થોડીવાર આંખ મીંચી ચુપચાપ પડી રહ્યાં બાદ બોલ્યો..

‘આઆ.... રાત દી..તારી અને પુરષોત્તમની ચિંતાને ચિંતામાં કયારેક એકલો બહુ વિચારે ચડી જાઉં તો..આવું થાય છે... પણ આજે જરા વધુ દુઃખાવો ઉપડ્યો એટલે તને હેરાન કરી.’

સ્હેજ નવાઈ સાથે પ્રાણજીવનના બેડથી બે ફૂટના અંતરે આવેલી ખુરશીમાં બેસતાં
કામિની બોલી...

‘અમારી શેની ચિંતા...? અરે.. તમે તો ઘરના મોભી અને વડીલ છો.તમારી સેવા કરવી એ તો અમારી ફરજ છે, એમાં હેરાન શું થવાનું ?

‘સ્હેજ કણસતા અવાજે તકીયાનો ટેકો લઈને બેસતાં પ્રાણજીવન બોલ્યો..
‘ચિંતા... એ વાતની છે કે..કોક દી મારા અચાનક મૃત્યુ પછી.. પુરષોત્તમ આ ઘરની જવાબદારી સંભાળી શકશે કે કેમ ? અને તારું અને આશાલતાનું શું થશે ?’

‘અરે...મહેરબાની કરીને આવું અશુભ ન બોલો... તમે સો વર્ષના થાઓ..’
કામિની બોલી..

‘ઈ તો ઈશ્વર જાણે પણ....આજે મારે તને એક ખાનગી વાત કહી જ દેવી છે.’
પ્રાણજીવન બોલ્યો.

‘ ખાનગી વાત ? અચરજના ઉદ્દગાર સાથે કામિનીએ પૂછ્યું..

‘હા..પહેલાં અહીં પલંગ પર બેસ.’
પ્રાણજીવને બેડ પર બેસવાનો ઈશારો કરતાં કહ્યું,

એટલે સંકોચ કરતાં પંલગ પર બેસવાને બદલે ખુરશી બેડની નજીક સરકાવતા કામિની બોલી..
‘હા..બોલો....એવી કઈ ખાનગી વાત છે.. ?
એટલે પલંગની ધારે આવી, પલાંઠી વાળી, બંને હથેળીઓ મસળતા પ્રાણજીવન કામિની સાથે નજર મીલાવતાં બોલ્યો...
‘જો કામિની..તું પરણીને આવી ત્યારથી હું જોઉં છું કે, આ ઘરમાં તું કામકાજ અને બધી રીતે હોંશિયાર છે. પણ હવે હું જે વાત કહું એ આ ઓરડાની બહાર ન જવી જોઈએ. હું.....’

સ્હેજ અટકી ગયા પછી... આગળ બોલ્યો..

‘હું,,, મકાન અને માલ મિલકત તારા નામે કરવા ઈચ્છું છું.. કારણ કે, આ પરિવાર માટે તું જે તનતોડ મહેનત કરે છે, તેની કોઈ કદર કરતું નથી. એ જોઇને મને બહુ દુઃખ થાય છે. બસ... તું મારું ધ્યાન રાખ અને હું તારું ધ્યાન રાખું... સમજી ગઈ ને ?

બે ઘડી ચુપચાપ પ્રાણજીવન સામે જોઈ, વિચાર્યા પછી ખુરશીમાંથી ઊભી થતાં કામિની બોલી..
‘અરે ....પણ.. હું તમારું એવું શું ધ્યાન રાખું કે...તેના માટે તમારે મને આ રીતે ખાનગીમાં માલ મિલકત આપવી પડે ?

સટાક કરતાં પ્રાણજીવન પણ બેડ પરથી ઉભાં થતાં સ્હેજ કામિનીની નજદીક આવતાં ગેલમાં બોલ્યો..

‘અરે...રે... એલી તું તો સાવ જ ભોળી છો... હું એમ કહું છું કે... તું માયાથી મારા તનનું ધ્યાન રાખ તો હું... ધનથી તારી કાયાનું ધ્યાન રાખું, કંઈક સમજ તો ખરી. બસ....આ રીતે બંનેની ‘માલ’ અને ‘મિલકત’ ઘરમાંને ઘરમાં જ સચવાઈ જાય.... હવે સમજી,’

લુચ્ચાઈની લાળ જારતા લંપટ જેઠ પ્રાણજીવનની આંખોમાં તેની કાયાને કચડવાના કામક્રીડાના કીડાઓને જોતાં...કામિની ગભરાઈ બંને હથેળીમાં તેનું મોં છુપાવી તેની પીઠ પ્રાણજીવન તરફ ફેરવી ચુપચાપ ઊભી રહી ગયા પછી.....સ્હેજ શરમાતાં બોલી...
‘હાય... હાય...તમે આવું શું બોલો છો.. જેઠજી.. મમ...મને તો લાજ આવે છે.’

મહદ્દઅંશે હકારાત્મક લાગતાં કામિનીના મૂંગા પ્રતિસાદ પરથી પ્રાણજીવન તેના પંડમાં વિસ્તરતા મનોવિકારના વમળો પર આંશિક અંકુશ રાખતાં હળવેકથી કામિનીના બન્ને ખભા તેની હથેળીઓ મૂકતાં બોલ્યો..

‘આઆ...આ લે લે... તું તો ઓલી સોળ વર્ષની કન્યાની માફક શરમાઈ ગઈ હેં..’
‘જો સાંભળ... આજે તું... દિલ અને ડીલ ખોલીને ઉઘડી જઈશ.....તો...તું પ્રાણજીવનનો પ્રાણ બની જઈશ એટલું યાદ રાખજે..’

‘હું.... તમારો પ્રાણ....? એ કેવી રીતે..? તમે આ બધી... અડધી અડધી વાત કરો એ મને નથી ગમતું. વાત કરવી હોય તો દિલ ખોલીને કરો.’
પ્રાણજીવન તરફ જોતા કામિની બોલી..

પ્રાણજીવનની વિષયવાસનાના વિચારોને મળતી અને ઢળતી કામિનીની વાચા અને કાયાના ઢાળના અંગમરોડથી અંગે અંગમાં થતાં ગલગલિયાને માંડ માંડ ગાંઠ મારતાં પ્રાણજીવન કામિનીની હથેળી પકડી બેડ પર તેની પડખે બેસાડતાં બોલ્યો...
‘બેસ..બેસ.. અહીં બેસ... જો સાંભળ....તારા લગ્ન પુરષોત્તમ સાથે કેમ થયાં ખબર છે ?
‘હાં... પુરષોત્તમને હું ગમી ગઈ એટલે ? કામિનીએ ઉત્તર આપ્યો..
આ સાંભળી તાલી ઠોકી ખડખડાટ ખંધુ અટ્ટહાસ્ય કરતાં પ્રાણજીવન બોલ્યો..

‘અરે... ના .. ના .. ગાંડી... પુરષોત્તમને નહીં... મને ગમી ગઈ એટલે. એ ડફોળને તો લગન જ ક્યા કરવા’તા. જે દિવસે મેં પહેલીવાર તને માર્કેટમાં જોઈ હતી.... તે દિવસથી તું માનીશ... હું સખેથી સૂતો નથી. એ પછી મેં તારા પરિવાર વિષે પુછપરછ કરી.... એ પછી લગન માટે આંખો બંધ કરી તારા બાપની બધી જ શરતો માની લીધી ...મારી રાતો રંગીન કરવાના ઓરતા અને તારા બાપના અરમાન પુરા કરવા માટે.’

આ સાંભળીને એક સામટા બે થી ત્રણ લાડવા ઘુસી જાય એવડા ઉઘડી ગયેલા મોં ને તેની બંને હથેળીથી ઢાંકતા પહોળી આંખોમાં ઉભરાતાં અભિઘાતના ભાવ સાથેના ઉદ્દગારમાં કામિની બોલી..

‘હેં...મા... આઆ....આ શું વાત કરો છો... જેઠજી. પણ...આ વાતની... પુરષોત્તમ અને તમારી પત્નીને જાણ થશે તો..? કેવડું મોટું અનર્થ સર્જાશે એ તમને ખબર છે ?

ફરી એ જ અટ્ટહાસ્યનું પુર્રાવર્તન કરતાં.... પ્રાણજીવન બોલ્યો...

‘ખબર છે.... ખબર છે..... કામિની.... એ બન્નેને આ વાતની ખબર છે....કે, મેં તમારા લગન શું કામ કરાવ્યા છે... બસ.. એક તને જ ખબર નથી.. અને તારી જાણ ખાતર કહી દઉં... આપણા બન્નેના આ એકાંત માટે મારી પત્ની અને પુરષોત્તમ બન્નેની મૂક સંમતી સાથે ઉદાર દીલનો ફાળો છે, સમજી. ?

કઈ હદ સુધીના ઊંડા અને રહસ્યમય ચુંગાલના ચક્રવ્યૂહમાં પોતે ફસાઈને ઢસડાઈ રહી હતી, તેનો તાગ મેળવવો કામિની માટે અસંભવ હતું... દેવના રૂપમાં દાવન જેવો વ્યક્તિ જો તેના સગા ભાઈ અને પત્નીને તેના સામ, દામ, દંડ અને ભેદની કુટનીતિથી વશમાં કરી શકતો હોય તો... અબળા કામિનીની શી વિસાત ?

મનોમન એક ઊંડો શ્વાસ ભરી સ્હેજ સ્વસ્થ થતાં કામિની બોલી...

‘પણ... તો તમે આટલા દિવસોની કેમ રાહ જોઈ... ?
હળવેકથી નજદીક આવી, કામિનીના બન્ને ગાલ તેની હથેળીમાં લઇ.... માદક સ્વર અને કામુક અદામાં પ્રાણજીવન બોલ્યો..

‘કેમ કે...આજે મારો પ્રાણ અને જીવ બન્ને મારા વશમાં નથી કામિની,’

એક સેકન્ડ માટે આંખો બંધ કરતાં કામિનીને પ્રાણજીવનના ધસમસતાં પ્રચંડ ભોગવિલાસના પુર પ્રવાહના પ્રહારને રોકવાનો પ્રયાસ કરવામાં કેટલી ખુંવાર થવાની છે તેનો કયાસ આવતાં, ઘડીના છઠા ભાગમાં તેના અસ્તવ્યસ્ત થવાં જઈ રહેલાં અસ્તિત્વને ટકાવી રાખવાંની યોજના ઘડી સ્વસ્થ થતાં બોલી..

‘પણ...જેઠજી આઆ...આવું હતું તો...મને એક ઈશારો તો કરવો હતો.. તો હું...’

આટલું સાંભળતા તો... પ્રાણજીવનની કાયાની કામાઅગ્નિથી બત્રીસ કોઠે દીવા ઝળહળી ઉઠતાં ગળગળો થઈ કામિનીની કમર ફરતે તેના બંને હાથ વીંટાળતાં બોલ્યો

‘તો...તો... શું ? ઝટ બોલ કામિની,’

‘હું તમને આટલા તડપવા ન દેત... હવે એક કામ કરો..તમે જરા ફ્રેશ થઇ જાઓ, હું બે મીનીટમાં તૈયાર થઈ આવું...’

એમ કહી જેવી કામિની તેના બેડરૂમ તરફ ગઈ ત્યાં તો... કામાંધ બનેલો પ્રાણજીવન બેડ પર ઊંધો પડી, રતીનાયકના કિરદારનું રીહર્સલ કરતાં આંખો મીંચી આળોટવા લાગ્યો...

ફૂટી કોડીની ડીમાંડ વગર પડદા પાછળના છુપાયેલો દહેજનો દાનવ દેવનો મુખવટો પહેરી, બાપને ભોળવી અને દીકરીને કહેવાતા લગ્નની લોલીપોપની લાલચ આપી અપહરણ કરી ગયો હતો, એ પ્રાણજીવનને બળપૂર્વક તેની મેલી મુરાદને બાર લાવવાના બદઈરાદાનો અંદાજ કામિનીને આવતાં પ્રાણજીવનના તન કરતાં મનની નગ્નતા વધુ બીભત્સ લાગતી હતી.

પાંચ મિનીટ પછી... કામિની પ્રાણજીવનના રૂમમાં દાખલ થઈ, બારણું બંધ કરી બેડ પર આંખ બંધ કરી, ફક્ત ધોતિયું પહેરી ચતા સુતેલા પ્રાણજીવનની જાંઘ પર ઘોડો પલાંગીને બેસી જઈ તેના ચહેરા પર તેના રેશમી કેશ ઢાળી સુઈ જતાં...કામોતેજક અવાજમાં બોલી..

‘એક મિનીટ... હું તમારી આંખો પર... પટ્ટી બાંધી દઉં... મને બહુ શરમ આવે છે..’

હવસની હેલીમાં કામતૃષ્ણાની તૃપ્તિ માટે તપતાં રણની રેતમાં માછલીની જેમ તરફડતો પ્રાણજીવન સુકાયેલાં કંઠે બોલ્યો...

‘આઆઆ....આજે તારે જે બાંધવું હોય એ બાંધી દે.... કામિનીનીની.....ની પછી.. જો થોડીવારમાં તું જ તારી અનહદ શરમની સરહદ તોડી નાખીશ...’

પ્રાણજીવનની આંખે પાટો બાંધ્યા પછી... તેનું ધોતિયું ઉતારી ફેંકતા કામિની બોલી...
‘જેઠજી.....એમ થાય છે કે.... આજે જીવન કરતાં પ્રાણ વધુ વહાલો લાગે છે.....’


વધુ આવતાં અંકે..