Prem - Aprem book and story is written by Alok Chatt in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem - Aprem is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક અનોખી પ્રેમ કથા........
મુંબઈની એક ઉચ્ચ ઈન્ટીરીઅર ડિઝાઈનીંગ કંપનીમાં માર્કેટિંગ મેનેજરની પોસ્ટ સાથે પેઇન્ટિંગનું જોરદાર કસબ ધરાવતા અપેક્ષિતની પ્રિયા (તેના કેટલાંય ફેન્સમાંની એક) સાથે ઓળખાણ થાય છે. શરૂઆતની વાતચીત આગળ વધતાં બંનેને એકબીજાનું બહુ એટેચમેન્ટ થઈ જાય છે. પછી તો સતત બંને ...Read Moreદિવસ એકબીજાના કોન્ટેક્ટમાં જ રહેવા લાગે છે. ધીરે ધીરે અપેક્ષિત પ્રિયાનાં પ્રેમમાં પડે છે .પરંતુ પ્રિયા સાફ જણાવી દે છે કે તે અપેક્ષિતને માત્ર એક બેસ્ટ ફ્રેન્ડની નજરે જુએ છે. બબ્બે વાર વેલેન્ટાઇન ડે પર પ્રપોઝ કરવાં છતાં પ્રિયાનો જવાબ એ જ રહે છે. બંને એક બીજા વિના ન રહી શકતાં હોવા છતાં પ્રિયા અપેક્ષિતનો પ્રેમ સ્વીકારી જ નથી શકતી. તેનું કારણ હોય છે પ્રિયાનો ભૂતકાળનો પરિણીત પ્રેમી સપન. સપને પ્રિયાને દગો આપીને બહુ જ દુઃખી પણ કરી હોય છે જેનાથી ત્રસ્ત થઈને પ્રિયા મુંબઈ આવી ગઈ હોય છે. પ્રિયાના અપ્રેમ થી અપેક્ષિત બહુ જ અપસેટ રહેવાં લાગે છે અને વાતે વાતે ફ્રસ્ટ્રેટ થવા લાગે છે. તેણે પ્રિયા સાથે જોયેલા સ્વપ્નો છિન્ન ભિન્ન થતાં જણાય છે. અપેક્ષિતને આ રીતે પોતાનાં અપ્રેમના લીધે રીબાતો જોઈ ન શકતાં પ્રિયા અચાનક જ એક દિવસ અપેક્ષિતને છોડીને જતી રહી છે. મોબાઈલ નમ્બર કે બીજા કોઈ કોન્ટેક્ટ આપ્યા વિના જ તે મુબઈ છોડીને જતી રહે છે અને છોડી જાય છે માત્ર એક ઈ મેઈલ.
પ્રિયાના ગયા બાદ અપેક્ષિત પૂરી રીતે તૂટી જાય છે. તેની કલીગ કમ ફ્રેન્ડ સ્વાતિ તેણે કોલ કરીને ઓફિસ ન આવવાનું પૂછે છે પણ અપેક્ષિત તબિયતનું બહાનું કરીને વાત ટાળી દે છે. નાનપણથી ખસ્તાહાલ કુંટુંબમાં જન્મેલી સ્વાતિને તેના મમ્મીપપ્પા જેમ ...Read Moreકરીને ભણાવે છે અને આગળ જતાં સ્વાતિ ભણવામાં હોશિયાર હોવાથી સ્કોલરશીપ મેળવીને બી.બી.એ. પછી એમ.બી.એ. પૂરું કરે છે. સારી જોબ પર ચડે તે પહેલાં જ એક અકસ્માતમાં એનાં મમ્મીનું અવસાન થાય છે અને તેના પપ્પા અપંગ બની જાય છે. આખા ઘરની સંપૂર્ણ જવાબદારી હવે સ્વાતિના ખભે આવી જાય છે પરંતુ કેમ્પસ ઈન્ટરવ્યુમાં જ તેને અપેક્ષિતની કંપનીમાં અઢી વરસ પહેલાં સારા પગારથી જોબ મળી જાય છે. બંનેને જગજીતસિંહની ગઝલ સાંભળવાનો અને શાયરીનો જબરો શોખ હોય છે. શરૂઆતથી જ તે અપેક્ષિતને મનોમન ચાહવા લાગેલી પરંતુ ક્યારેય તેણે પોતાનાં દિલની વાત અપેક્ષિતને કહેલી નહીં. તેમાય જયારે તેને ખબર પડે છે કે અપેક્ષિત પ્રિયાને ચાહે છે ત્યારે તે એકદમ ભાંગી પડે છે.....હવે વાંચો આગળ........
પ્રેમ-અપ્રેમ પ્રકરણ-૩ નો ટુંકસાર
પ્રિયાના જવાથી ભાંગી પડેલો અપેક્ષિત બે દિવસ સુધી ઓફિસ જતો નથી અને કોઈના ફોન પણ રીસીવ ન કરતો હોવાથી સ્વાતિને ચિંતા થાય છે અને તે તેના ઘરે રૂબરૂ આવી ચડે છે. અપેક્ષિતને બહુ પૂછતાં તે પ્રિયા ...Read Moreછોડી ગયાનું જણાવે છે. સ્વાતિ અપેક્ષિતને બહુ સમજાવે છે અને પ્રિયાને ભૂલીને નવી જિંદગી શરુ કરવા કહે છે. અપેક્ષિત તેને એકલો છોડી દેવા કહે છે પણ સ્વાતિ માનતી નથી અને તેને માનવીને બહાર ડીનર માટે લઈ જાય છે. હવે વાંચો આગળ........
શેટ્ટી’ઝ મદ્રાસ કેફેમાં સ્વાતિ અને અપેક્ષિત બંને ત્યાંના વેરાઈટી ઢોસાની લહેજત માણે છે. ડીનર કરતાં કરતાં સ્વાતિ અપેક્ષિતને હસાવવાની તેમજ તેનો મૂડ સારો કરવાની બહુ કોશિષ કરે છે અને તેણે પ્રિયાનું દુઃખ ભૂલીને બીજા દિવસથી રેગ્યુલર ઓફિસ આવવા સમજાવે ...Read Moreઅપેક્ષિતને થોડું સમજણમાં આવતાં તે બીજા દિવસથી ઓફિસ જવાનું ચાલુ કરી દે છે. તે દિવસ પછી સ્વાતિ અપેક્ષિતને ક્યારેય એકલો પડવા ન દેતી, બપોરે લંચ પણ સાથે જ કરતાં. ઓફિસ ટાઇમ દરમ્યાન અને તે પછી પણ બંને ફોન મેસેજીસ થી એકબીજાના કોન્ટેક્ટમાં રહેતાં. જયારે પણ અપેક્ષિત અપસેટ થતો ત્યારે સ્વાતિ તેને સમજાવીને કે હસાવીને ફરી તેની ગાડી ટ્રેક પર લઈ આવતી. હવે વાંચો આગળ........