Prem - Aprem - 12 books and stories free download online pdf in Gujarati

પ્રેમ-અપ્રેમ -૧૨

પ્રેમ-અપ્રેમ

ભાગ-૧૨

મિત્રો આપ આપના સૂચનો અને અભિપ્રાય આપશો તો મને ગમશે...

મોબાઈલ : ૯૯૯૮૭૨૧૫૮૩, ૯૭૨૫૪૯૨૮૨૨

ઈ મેઈલ :

***************************************************

(એક માસ બાદ....)

“સ્વાતિ, વન ગુડ ન્યુઝ ફોર અસ......”

“વ્હોટ હેપન્ડ જાન, યુ સીમ્સ વેરી હેપ્પી....!!”

“યસ માય ડીઅર આઈ એમ વેરી વેરી હેપ્પી....આપણે બંનેને બેંગ્લોર હેડ ઓફિસ એન્યુઅલ મીટીંગ માટે જવાનું છે...જસ્ટ ગેટ ધ બેગ્સ રેડી....!!”

“ઓહ...!! વાઉ...!! બટ ક્યારે જવાનું છે..? કેટલાં દિવસ માટે..?” અપેક્ષિતને આટલો ખુશખુશાલ જોઈને સ્વાતિના ચહેરા પર પણ અનેરી રોનક આવી ગયેલી.

“મીટીંગ ૨ દિવસ છે. થર્સડે એન્ડ ફ્રાઈડે, એન્ડ આફ્ટર ધેટ ટુ ડેયઝ વી વિલ હેવ ફન ટુ ગેધર...સન્ડે ઇવનિંગની ફ્લાઈટ લઈશું રાત સુધીમાં મુંબઈ એન્ડ ફ્રોમ મન્ડે બેક ટુ વર્ક....”

“ઓહ...!! ધેટ્સ ગ્રેટ...હું થોડું શોપિંગ ત્યાંથી કરી લઈશ....તને એ બહાને થોડી વધુ સજા આપી દઉં ને....!!”

“યસ શ્યોર માય ડીઅર......કરી લેજે....પણ સજા શેની..?”
“તું ભૂલી ગયો..? તે દિવસે તેં મારો જીવ કેવો અદ્ધર કરી દીધેલો, બસ નીકળવાનો જ બાકી હતો...!! હજીયે મને એ દિવસ યાદ છે......તેં કેટલું સીરીયસ થઈને મારો ફ્રેન્ડ ન રહેવાનું કહ્યું હતું...એક બાજુ પપ્પાનો શોક અને ઉપરથી તેં આવો વધારાનો શોક આપેલો.....પછી.....”

“હાહાહા.....શું પછી..બોલ બોલ પછી શું...?” અપેક્ષિતે ખડખડાટ હસતાં પૂછ્યું.

“પછી તને ખબર જ છે .....તેં શું કોથળામાંથી બિલાડું કાઢ્યું હતું એ....” કહેતાં સ્વાતિ એક મહીના પહેલાંની સ્મૃતિ વાગોળવા લાગી...

એક મહીના પહેલાં સ્વાતિના પપ્પાની પાર્થના સભા પૂરી થયા પછી જયારે બંને એકલાં હતાં ત્યારે અપેક્ષિતે અચાનક સ્વાતિને એકદમ ગંભીર થઈને પૂછેલું.

“સ્વાતિ, આઈ વોન્ટેડ ટુ ટેલ યુ ધેટ, વ્હોટ ઈફ આઈ વુડ નો લોન્ગર બી યોર ફ્રેન્ડ...? હવે હું તારો ફ્રેન્ડ ન રહું તો....?”

અપેક્ષિતે અત્યંત ગંભીરતાથી પૂછેલા આ પ્રશ્નથી સ્વાતિ બરાડી ઉઠી.....

“વ્હોટ...? વ્હાય...?!!!!!!!!!!!!!!!!”

અપેક્ષિતે અત્યંત ગંભીરતાથી સ્વાતિની આંખમાં આંખ નાંખીને કહ્યું,

“કોઝ હવે હું માત્ર તારો ફ્રેન્ડ જ નહીં પણ ફ્રેન્ડ કમ બોયફ્રેન્ડ કમ હસબન્ડ બનવા માગું છું...” અપેક્ષિત પોતાનું હસવાનું રોકી ન શક્યો પણ ડઘાઈ ગયેલી સ્વાતિને જયારે સમજાયું કે તે શું કહેવા માગે છે ત્યારે તે તરત એને એક હાથથી બાવડાં પર ફટકારવા માંડી..

“અપેક્ષિત યુ સ્ટુપીડ....આવું તે કરાતું હશે..? મારો તો જીવ નીકળી ગયો હોત.....જો આ ધબકારા કેટલાં વધી ગયાં છે...!!”
“સો સોરી ડીઅર બટ આઈ જસ્ટ પ્રપોઝડ યુ ઈન અ ડિફરન્ટ વે....” અપેક્ષિત આંખ મિચકારતાં બોલ્યો.

“જા હું તારી સાથે બોલીશ જ નહીં....યુ આર રીઅલી બેડ....” કહેતાં સ્વાતિ બન્ને મુઠ્ઠી વાળી અપેક્ષિતની છાતી પર હળવેથી મારવા લાગી. પણ અચાનક કંઈક વિચાર આવતાં તે અપેક્ષિતથી અળગી થઈ ગઈ. કોઈ ચિંતાની રેખા તેના ચહેરાં પર ઉપસી આવેલી

“વ્હોટ હેપન્ડ...? કેમ સડન્લી આટલી સીરીયસ થઈ ગઈ..?”

“એક વિચાર આવી ગયો અપેક્ષિત એ મને મૂંજવી રહ્યો છે...”

“શું વિચાર...? જે હોય તે કહી દે સ્વાતિ...ડોન્ટ કીપ ઈટ વિધીન યુ...”

“આઈ એમ રીઅલી હેપ્પી ટુડે એન્ડ મે બી ઈટ વુડ બી ધી મોસ્ટ હેપ્પીએસ્ટ ડે ફોર મી, બટ એક વાતનો એકદમ ઓનેસ્ટ રીપ્લાઈ આપીશ મને...?”

“યા.. શ્યોર....આસ્ક વ્હોટએવર યુ વોન્ટ...”

“અપેક્ષિત તે જે આજે એકરાર કર્યો છે તે પૂરા દિલથી કર્યો છે....? ક્યાંક પપ્પાનાં મૃત્યુ પછી હું એકલી પડી જઈશ અને મારી પડખે કોઈ નહીં હોય એ વાતના લીધે કે કોઈ દયાભાવનાં લીધે તેં એવું નથી કહ્યું ને..? દિલ પર હાથ રાખીને કહેજે....”

“હા સ્વાતિ...હું મારાં દિલ પર હાથ રાખીને કહું છું... કે હવે હું મારી લાગણીઓ બાબતે એકદમ ક્લીઅર છું અને હું મારી લાઇફમાં તારું સ્થાન નક્કી કરી શક્યો છું. હું દિલથી તને પ્રેમ કરું છું એ વાતની પૂરી ખાતરી થયા પછી જ મેં પણ મારી લાગણી તને કહી છે. તારા વિના એક મિનીટ પણ રહી શકું એમ નથી અને રહેવા માગતો પણ નથી... આઈ લવ યુ.....સો મચ.....સ્વાતિ....”

અપેક્ષિતે ક્ષણવારનો પણ વિલંબ કર્યા વિના તેને પોતાની આગોશમાં લઈ લીધી.

“હમેં તુમસે પ્યાર કિતના યે હમ નહીં જાનતે, મગર જી નહીં શકતે તુમ્હારે બીના...”

અપેક્ષિત આટલું બોલ્યો ત્યાં સ્વાતિએ તેની છાતી પર માથું ઢાળી દીધું અને પોતાનાં બંને હાથ તેની ફરતે વીંટાળી દીધાં. જાણે વેલ કોઈ થડને વીંટળાઈ એ રીતે સ્વાતિ અપેક્ષિતને વીંટળાઈ ગયેલી, જાણે ક્યારેય તેનાથી અલગ ન થવા માગતી હોય. તેનું હૃદય લાગણીથી છલકાઈ ઉઠતાંઆંખોમાં ઝળઝળિયાં આવી ગયા. અપેક્ષિતે અતિ પ્રેમથી સ્વાતિનું માથું ચૂમી લીધું, બંને હથેળી વચ્ચે તેનો ચહેરો લઈ કપાળ પર એક ચુંબન આપી દીધું. (કદાચ આ રીતે ચુંબન આપવું એ પ્રેમની સૌથી સારી અભિવ્યક્તિ છે. નિ:સ્વાર્થ સ્નેહ કે હેત જ એ રીતે અભિવ્યક્ત થતો હોય છે.)

“આઈ લવ યુ ટુ.....જાન........ હું પણ તારા વિના બિલકુલ રહી શકતી નથી.” કેટલીયે વાર સુધી બંને સ્થિર થઈને પોતાનાં હૈયાની લાગણીનો મૌન એકરાર કરતાં રહ્યાં. બંનેના ચહેરા પર એક અનેરો સંતોષ, અનેરી ખૂશી છલકાઈ રહી હતી.

“ઓહ....!! આ જાન કોણ..?..” અપેક્ષિતે ટીખળ કરતાં પૂછ્યું.

સ્વાતિ અળગી થઈને તેના ગાલ પર ટપલી મારતાં બોલી,

“તું જ હોય ને બીજું કોણ હોય બુદ્ધુ...”

“ઓહ્હહ...!! મને લાગ્યું બીજું કોઈ હશે...”

“ના.....દિલમાં હતું પણ આજે જીભ પર પણ એ જ નામ આવી ગયું....તને ગમ્યું...?”

“બહુ જ ગમ્યું ...ક્યારેય મને કોઈએ આટલાં પ્રેમભર્યા નામથી નથી બોલાવ્યો...”

સ્વાતિએ અપેક્ષિતનો હાથ પોતાનાં હાથમાં લઈને ચૂમી લીધો અને બંનેના ચારેય હાથો ભીડાઈ ગયા. રાત પણ બહુ થઈ ગઈ હોવાથી બંને પોતપોતાનાં બેડ પર સુવા ચાલ્યાં ગયા. કેટલાંય સમય પછી એક એવી રાત આવી જેમાં અનેરી રાહત હતી, અનેક સપનાઓ હતાં. બંને શમણાઓ ભરી એ રાતની મીઠી નિંદ્રા માણતાં રહ્યાં.

પ્રેમનો એકરાર જયારે જીવનમાં થાય છે ત્યારે ઘણું બધું બદલાઈ જતું હોય છે. આખી દુનિયા કેલિડોસ્કોપમાં દેખાતાં રંગબેરંગી કાચનાં ટુકડાની જેમ ભાતીલી બની જતી હોય છે. અપેક્ષિતે કરેલા પ્રેમનાં એકરારથી તે પણ એક ખાસ પ્રકારની હળવાશ અનુભવતો હતો કારણકે તે પોતાની જીંદગીમાં સ્વાતિનું સ્થાન નક્કી કરી શક્યો હતો, જીવનનો સૌથી મહત્વનો નિર્ણય કરી શક્યો હતો. હૃદયના કોઈક ખૂણે તેને પણ પોતે સ્વાતિને અપાર પ્રેમ કરતો હોવાનો અહેસાસ હતો તે અનુભૂતિ પણ અદ્ભુત હતી પણ તેના કરતાંય સ્વાતિ અંતરમાથી બહુ જ ખૂશ હતી. એવી વ્યક્તિ કે જેને તમે અતિશય પ્રેમ કરતાં હોય, એનામાં જ જીવતાં હોય, એનાં માટે જ જીવતાં હોય, ચોવીસ કલાક મન એ વ્યક્તિમાં જ પરોવાયેલું રહેતું હોય, તમારી બધી પ્રવૃત્તિ એને જ ધ્યાનમાં લઈને કરતાં હોય એવી વ્યક્તિ જયારે તમારી સાથે તેના પ્રેમનો એકરાર કરે તે પળ જીવનની સૌથી સારામાં સારી પળ બની જતી હોય છે. એનાથી વધુ ખૂશીની વાત બીજી શું હોય શકે...? અપેક્ષિતે પ્રેમનો એકરાર કરતાં સ્વાતિ એટલી ખૂશ હતી કે જાણે હવામાં ઉડતી હોય.

હવે સ્વાતિ અને અપેક્ષિત બંને ‘દો જિસ્મ એક જાન’ જ થઈ ગયેલાં. અપેક્ષિતનો એવો આગ્રહ હતો કે હવે સ્વાતિ તેનાં ફ્લેટ પર જ આવીને રહે પરંતુ સ્વાતિ નહોતી માનતી. તેની ઈચ્છા એવી હતી કે અપેક્ષિત હવે તેને કાયમ માટે પોતાની બનાવીને જ લઈ જાય. એ સિવાય હવે બંને એક બીજાની સાથે જ રહેતાં. અપેક્ષિત સ્વાતિને તેના પિતાની કમી મેહસૂસ થવા જ નહીં દેતો હતો. દિવસે દિવસે બંને એકબીજા સાથે પોતાનાં ઉજ્જવળ ભવિષ્ય તરફ એક એક ડગ માંડવા લાગેલાં.

*********************************************************

મુંબઈ એરપોર્ટ પરથી ઈન્ડીગો એરલાઇન્સની ફ્લાઈટ નમ્બર 6E-199 ટેક ઓફ કરવાની તૈયારીમાં હતી. બીજી તરફ સવારનો સૂરજ પણ ટેક ઓફ કરવાની તૈયારીમાં જ હતો. સ્વાતિ પહેલી જ વાર ફ્લાઈટમાં મુસાફરી કરતી હોવાથી અતિશય રોમાંચિત હતી. થોડાં ગભરાટ સાથે વધુ ઉત્સુકતા પણ હતી. બીઝનેસ ક્લાસની વિન્ડો સીટ પર બેઠેલી સ્વાતિએ એક હાથ અપેક્ષિતનાં હાથમાં પરોવીને મજબુત રીતે પકડેલો. રનવે પર જેવું વિમાન સ્પીડ પકડવા માંડ્યું તેમ તેમ સ્વાતિની પકડ વધુ મજબુત થતી ગઈ. જેવું વિમાન ટેક ઓફ થયું તેના મોઢામાંથી હળવી ચીસ નીકળી ગયેલી અને માથું અપેક્ષિતના ખભા પર સંતાડી દીધું. ગભરાયેલી સ્વાતિને થોડી ધરપત આપવા અપેક્ષિતે તેનો હાથ પોતાનાં હાથમાં લઈને હળવેથી દબાવ્યો. જેવું વિમાન ૪૫ ડીગ્રીમાંથી ૦ ડીગ્રી પર આવ્યું અપેક્ષિતે સ્વાતિને હલાવતાં કહ્યું,

“જસ્ટ લૂક આઉટ સાઈડ ધી વિન્ડો.....વી આર ઓન ધી સ્કાય....

સ્વાતિએ માથું ઊંચું કરીને જેવું બારીમાંથી જોયું તો મુંબઈનાં ઊંચા ઊંચા સ્કાય સ્ક્રેપર્સ રમકડાંનાં બ્લોકથી બનેલા બિલ્ડીંગ જેટલાં સુક્ષ્મ દેખાતાં હતાં. કોન્ક્રીટના જંગલ સમાન મુંબઈ વૈતરણા, તુલસી, મોડકસાગર અને અરબી સમુદ્રનાં પાણી પર તરતાં શહેર જેવું અદ્ભુત દેખાતું હતું. આ આહલાદક નજરો સ્વાતિને મંત્રમુગ્ધ કરવા માટે પૂરતો હતો.

“વાઉ....!! સિમ્પલી સુપર્બ.....!! વ્હોટ અ વ્યુ.....!! જસ્ટ આઉટ ઓફ ધીસ વર્લ્ડ......”

ધીમે ધીમે વિમાન વાદળોથી પણ ઉંચે ચડતું ગયું. પાણી પર રૂની પરત ચડાવી હોય તેવી રીતે વાદળોનાં ગોટેગોટાની જાણે કે ધરતી બની ગયેલી, તેની આડશમાંથી ઉગતો સૂરજ કિરણોથી વાદળો પર એક સોનેરી ચાદર પાથરી રહ્યો હતો. સુર્યપ્રકાશની પીળાશ વાદળોની ધરતીને અનેરી સુંદરતા બક્ષી રહી હતી. સ્વાતિની બીક હવે સાવ નીકળી ગઈ, તે આ આહલાદક દ્રશ્યોને મોબાઈલ કેમેરામાં કંડારવામાં મગ્ન બની ગયેલી, આ બધાં દ્રશ્યો સાથે બંનેએ પોતાની કેટલીયે સેલ્ફીઓ પણ ક્લિક કરી. આ બધામાં એક કલાક ચાલીસ મિનિટનો સમય ક્યાં જતો રહ્યો તેની બંનેને ખબર પણ ન રહી. એવામાં સ્પીકર પર બેંગલુરુ એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થવાની જાહેરાત સાથે સીટ બેલ્ટ બાંધવાની સૂચના મળતાં બંને ફરી સીટ બેલ્ટ બાંધીને એકબીજાનો હાથ પકડીને બેસી ગયા. આ વખતે ફ્લાઈટ લેન્ડીંગની અદ્ભુત થ્રિલ બંનેએ માણી.

*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*

બેંગ્લોરના યશવંથપુર એરિયામાં આવેલી તાજ ગ્રુપની વિવાન્ટા હોટેલનો શાનદાર બેન્કવેટ હોલ તાળીઓનાં ગડગડાટથી ગુંજી રહ્યો હતો. ‘ડીઝાઈનો ઇન્ટીરીયર’ કંપનીનો અપવર્ડ લાઈન સ્ટાફ તાળીઓથી અપેક્ષિતને તેની અભૂતપૂર્વ કામગીરી બદલ બિરદાવી રહ્યો હતો. આજે કંપનીના ચેરમેનનાં હસ્તે અપેક્ષિતને એકસેલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવી રહ્યો હતો. સ્ટાફમાં સૌથી વધુ ઉત્સાહમાં કોઈ હતું તો તે હતી સ્વાતિ. એવોર્ડ સ્વીકારતી વખતે જે ખૂશી અપેક્ષિતના ચહેરા પર હતી તેનાથી અનેક ગણી ખૂશી સ્વાતિના ચહેરા પર ઝલકતી હતી. મીટીંગના છેલ્લાં દિવસે બધાં જ બેસ્ટ એમ્પ્લોયીઝનું સન્માન કરવામાં આવેલું તેમાં અપેક્ષિતને આ ખાસ એવોર્ડ એનાયત કરવામાં આવેલો. જેવું ફંક્શન પૂરું થયું બધાં જ સ્ટાફ મેમ્બર્સ અપેક્ષિતને વિશ કરવા તેની આસપાસ ભેગા થવા લાગ્યાં પણ તેમ છતાં સ્વાતિ એ ભીડને ચીરતી જલ્દીથી અપેક્ષિત પાસે પહોંચીને તેને ‘કોન્ગ્રેચ્યુલેશન....’ કહેતાં બધાંની વચ્ચે જોરદાર હગ કરી લીધું. તે પોતાનાં ઉત્સાહ પર કાબૂ ન રાખી શકી, પછી જેવો તેને અહેસાસ થયો કે આ તો બધાંની વચ્ચે જ હગ કરી બેઠી તે તુરંત શરમાઈને ફરીથી પોતાની જગ્યા પર જતી રહી. ત્યાર પછી બધાં ડાયનીંગ હોલ તરફ પ્રયાણ કરી ગયા. શેમ્પેઇન, સ્કોચ અને રેડ વાઈન સાથે પંજાબી, ચાઇનીઝ, મેક્સિકન, ઈટાલીયન, કોન્ટીનેન્ટલ લગભગ બધી જ પ્રકારની ડીશીઝ સર્વ કરવામાં આવી હતી. ડીનર કરતાં કરતાં અપેક્ષિત અને સ્વાતિ પણ બીજા ક્લીગ્ઝ અને અજાણ્યા સ્ટાફ મેમ્બર સાથે વાતો અને પરિચય કરતાં રહ્યાં. આવા રોયલ ડીનરનો આનંદ ઉઠાવ્યા પછી બધાં છુટા પડ્યા અને સૌ પોતાનાં રૂમમાં જતાં રહ્યાં.

“ચલ બોલ હવે કાલે શું પ્રોગ્રામ છે....? ઓફિસ વર્ક પૂરું થઈ ગયું હવે જરા પર્સનલ વર્ક પર ધ્યાન આપો....”

“હમ્મ્મ્મ.....યા....મેડમ તમને ક્યાંક ફરવા તો લઈ જ જવા પડશે ને ?....એનીવેય્ઝ મેં મારી રીતે મસ્ત પ્લાન ગોઠવ્યો છે....તું બધું મારી પર છોડી દે. કાલનો દિવસ તારી લાઈફનો બેસ્ટ ડે હશે ધેટ આઈ કેન પ્રોમિસ યુ.....”

“ઓહ્હ...એવું શું પ્લાનિંગ કર્યું છે તેં...? લેટ મી ઓલ્સો નો....”

“ઇટ્સ અ સરપ્રાઈઝ બેબી......બી પેશન્ટ.....અત્યારે તો માત્ર એટલું કહીશ કે કાલે હું એકદમ આરામથી ઉઠીશ....પછી બ્રેકફાસ્ટ કરીને આપણે નીકળી જઈશું... બેંગ્લોરની સફરે...બસ તું કાલે મસ્ત રેડી થઈ જજે બાકી બધું જ મારી પર છોડી દે....”

“ઓકે.....બોસ....સવારે રેડી થઈને હું તમારા હવાલે થઈ જઈશ.....જો કે આમ પણ તમારાં જ હવાલે છું....” સ્વાતિ આંખ મિચકારતાં બોલી. બંને એ વાત પર હસી પડયા અને ગૂડ નાઈટ વિશ કરી પોત પોતાનાં રૂમમાં પુરાઈ ગયા.

ઉગતાં સૂરજનાં કિરણો વિવાન્ટા હોટેલના પટાંગણમાં આવેલા આર્ટીફીસીયલ પોંડનાં પાણી પર પડીને વિશાળ ગ્લાસ એલીવેશન પર પ્રતિબિંબિત થઈને એક અદ્ભુત દ્રશ્ય સર્જી રહ્યાં હતાં. સૂર્યનાં પરાવર્તિત કિરણો ગ્લાસ વિન્ડો પર લગાવેલ વેલ ડીઝાઈન્ડ કર્ટેનને પણ પ્રકાશિત કરતાં હોવાથી સ્વાતિની આંખ ખુલી ગઈ. આંખ ખુલતાની સાથે જ તેનું મગજ પણ ખુલી ગયું અને તે ‘આજનો દિવસ કેવો જશે...? શું શું થશે એ જ બધું વિચારવા લાગી...’ ‘અપેક્ષિત આજે ક્યાં ફરવા લઈ જશે...? મુંબઈમાં તો બહુ બધું ફરી લીધું છે...પણ બેંગ્લોરમાં હજી કંઈ પણ જોયું નથી... તે શું સરપ્રાઈઝ આપશે...? તેની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાની કેવી મજા આવશે...બંને એકલા કોઈ પંખી ની જેમ ઉડ્યા કરીશું....’ આવા અનેક મનગમતા વિચારોમાં સ્વાતિ ખોવાઈ જવા સાથે થોડી શરમાઈ ગઈ. મોબાઈલ લઈને ટાઈમ જોયો તો હજી સાડા સાત જેવો સમય થયો હોવાથી તેણે ફરી એરકન્ડીશન્ડ રૂમમાં હુંફ મેળવવા મખમલની રજાઈ પોતાની પર ખેંચી લીધી અને ફરી આંખો મીંચી સૂવાની કોશિષ કરવા લાગી. માંડ અડધો કલાક થયો હશે ત્યાં રૂમની ડોરબેલ એકસરખી વાગવા લાગી......

“ટીંગ ટોંગ......ટીંગ ટોંગ....ટીંગ ટોંગ.....”

(ક્રમશ:)

-આલોક ચટ્ટ

  • આટલી વહેલી સવારમાં કોને ડોરબેલ વગાડી હશે....? શું સ્વાતિ અને અપેક્ષિત તેમની લાઈફનો આ ગોલ્ડન ડે માણી શકશે..? કે પછી તેમાં કોઈ વિઘ્ન આવી જશે.........જાણવા માટે વાંચતા રહો....પ્રેમ-અપ્રેમ.....