Prem - Aprem books and stories free download online pdf in Gujarati

પ્રેમ- અપ્રેમ

  • "પ્રેમ-અપ્રેમ"........"આલોક ચટ્ટ"
  • રોજ ૭.૩૦ ના નિયત ટાઇમ પર ઉઠી જતાં અપેક્ષિતે ઉઠતાં વેત ક્રમ મુજબ મોબાઈલ હાથમાં લીધો...જોયું તો એક્ઝેટ ૭.૩૦ થયેલા પરંતુ રોજ એને પ્રિયા નો ગૂડ મોર્નિંગનો મેસેજ જોવા મળતો પરંતુ આજે ન જોવા મળ્યો. પ્રિયા નો દરરોજ ૬ વાગ્યે જ મેસેજ આવી જતો..."Good Morning...Aapekshit...GOD bless U"...અને અપેક્ષિત નું રૂટીન પણ એ જ મેસેજ જોવા થી શરુ થતું હતું....પણ આજે તો એ મેસેજ ન જોવા મળ્યો એટલે કંઈક મજા ન આવી એને....તો પણ કંઈક વિચારી એને "Good Morning Priya...love u dear.. have a nice day...aaje kem taru savar haji nathi padyu...?" નો મેસેજ પ્રિયાને કરી દીધો પણ જોયું તો એ મેસેજ ડીલીવર ન થયો....પછી પોતાને લેટ થતું હોઈ ફટાફટ પોતાનું નિત્ય ક્રમ પતાવવા બાથરૂમમાં જતો રહ્યો ....અડધો કલાક માં તૈયાર થઈને ફરી મોબાઈલ હાથમાં લઈને જોયું તો હજી મેસેજ પેન્ડીંગ જ બતાવતો હતો....એને લાગ્યું કે કદાચ ઈનબોક્સ ફૂલ હશે અથવા નેટવર્ક નો પ્રોબ્લેમ હશે...એમ માનીને એ ઓફીસ જવા નીકળી ગયો.....

    ઓફીસ જઈને અપેક્ષિત કામમાં પરોવાઈ ગયો પણ હજી તેનું ધ્યાન તો મોબાઈલ સ્ક્રીન પરથી ખસતું ન હતું. ઘડી ઘડી મોબાઈલ ચેક કર્યા કરતો હતો કે પેલો મેસેજ ડીલીવર થયો કે નહીં પણ ન એ મેસેજ ડીલીવર થતો હતો કે ન તો પ્રિયાનો કોઈ મેસેજ આવતો હતો. જેવી મોબાઈલમાં મેસેજ બીપ વાગતી કે પૂરી અધીરાઈથી મોબાઈલ હાથમાં લઈ લેતો અને ચેક કરતો પણ દર વખતે કોઈક બીજાનો જ મેસેજ નીકળતો...હવે અપેક્ષિત ની અકળામણ અને ચિંતા વધી રહી હતી. પ્રિયા ૧૧ વાગે ઓફીસ પહોંચીને પણ મેસેજ કરતી "I am at office nw..." પણ આજે તો ૧૨ વાગ્યા છતાં હજી કોઈ મેસેજ જ ન હતો પ્રિયાનો. આખરે ન રહેવાયું એટલે તરત કંઈક વિચારીને તેણે પ્રિયાને કોલ કર્યો પણ જોયું તો મોબાઈલ જ ઓફ હતો. બહુ પ્રયત્નો કર્યા પરંતુ બધાં વ્યર્થ. સવારથી સાંજ સુધીમાં ઓછામાં ઓછો પચાસ વાર પ્રિય ને કોલ ટ્રાય કર્યો પણ પ્રિયાનો મોબાઈલ ઓન થયો જ નહીં.

    અપેક્ષિત આકુળવ્યાકુળ થઈ ગયો અને તરત ઓફીસ થી છૂટી પ્રિયાની ઓફીસ પર ગયો પરંતુ ત્યાંથી જાણવા મળ્યું કે પ્રિયા આજે ઓફીસ આવી જ નથી. એટલે તરત તેણે પોતાની કાર પ્રિયાના ફ્લેટ તરફ હંકારી મૂકી જ્યાં તે ભાડે રહેતી હતી. પણ જોયું તો ફ્લેટ પર પણ તાળું હતું, બાજુના ફ્લેટમાં પૂછ્યું તો ત્યાં કોઈને પણ ખ્યાલ ન હતો કે પ્રિયા ક્યાં ગઈ છે...આમ પણ મુંબઈ જેવા મહાનગરમાં કોને પોતાના પાડોશીનું ધ્યાન રાખવાનો ટાઇમ હોય?.

    અપેક્ષિત નું મગજ હવે સાવ બહેર મારી ગયું...એનું મગજ કામ ન કરતું હતું કે પ્રિયા ગઈ તો ગઈ ક્યાં..? જેમ તેમ કરી સ્વસ્થતા જાળવી તે પોતાનાં ફ્લેટ પર પહોંચ્યો અને લેપટોપ બેગ નો ટેબલ પર ઘા કરી સોફા પર ફસડાઈ પડ્યો...એનાં માનસપટ પર પ્રિયા અને તેની યાદો એક પછી એક છવાઈ ગઈ.

    આશરે બે વર્ષ પહેલાં એક શોસ્ય્લ નેટવર્કિંગ સાઈટ પર બંને ફ્રેન્ડ બન્યા હતાં. અપેક્ષિત પોતે બાય હોબી એન્ડ પ્રોફેશન પેઈન્ટર હતો અને એક ઇન્ટીરીયર ડેકોરેટિંગ કંપનીમાં સાથે જોબ પણ કરતો હતો....જોબ તો ખાલી નામની જ હતી પણ એ બહાને એને પોતાની પેન્ટિંગ નાં ઓર્ડર સારા મળતાં અને પૈસા પણ...અપેક્ષિતપોતાની પેન્ટિંગ્સ આ સાઈટ પર મુકતો અને પ્રિયા પણ આર્ટ લવર હતી તો તેને પણ અપેક્ષિતના પેન્ટિંગ બહુ ગમતાં અને એપ્રીસીયેટ પણ બહુ કરતી એમાંથી બેઉની સારી એવી દોસ્તી થઈ ગઈ. અપેક્ષિતના આ સાઈટ પર ૧૫૦૦ જેટલા અધધ.. ફ્રેન્ડસ હતા જેમાં અડધાં ઉપર તો ખાલી એની પેન્ટિંગ ના ફેન્સ જ હતાં. તેનાં આર્ટવર્ક પર બહુ ફીમેલ્સ મરતી હતી. પણ એમાં પ્રિયા સૌથી અલગ હતી. પ્રિયા એટલી સુંદર હતી કે કોઈ એને જોવે તો બે ઘડી થંભી જાય. જેમ પ્રિયાને અપેક્ષિતનું આર્ટ વર્ક બહુ ગમતું એમ જ અપેક્ષિતને પ્રિયા ખુબ જ ગમતી, તે પણ તેની બાહ્ય અને આંતરિક સુંદરતાથી બહુ પ્રભાવિત હતો. જયારે પણ બેઉને ફ્રિ ટાઈમ મળતો બેઉ તરત નેટ પર ચેટીંગ કરવા લાગી જતાં. અને બંને એટલા ઈન્ટેલીજન્ટ પણ હતાં કે રોજ કોઈક ને કોઈક ટોપિક બેઉને મળી જતો ડિસ્કસ કરવાં માટે અને બેઉ ભરપુર દલીલ કરતાં બે માં થી કોઈ પણ નમતું ન મૂકતું...અને એક બીજાની મસ્તી પણ બેઉ ખુબ કરતાં, બેઉ વચ્ચે ટ્યુનીંગ અને અન્ડરસ્ટેન્ડિંગ બહુ જોરદાર હતી..ખાલી ઓછા શબદોમાં પણ બેઉ આખી વાત સમજી જતાં..આજ રીતે વાતો વાતોમાં તેઓ એક બીજાની બહુ ક્લોઝ આવી ગયેલા.

    એક દિવસ ચેટ માં જ પ્રિયા જરા અપસેટ હોય એવું અપેક્ષિતને લાગ્યું તો તરત પ્રિયાને પૂછ્યું કે કેમ આજે અપસેટ લાગે છે? પણ પ્રિયા એ જવાબ ટાળવાની વ્યર્થ કોશિષ કરી. અપેક્ષિતે વારંવાર પૂછ્યું એટલે પ્રિયા એ કહ્યું કે ભૂતકાળમાં તે કોઈને પ્રેમ કરતી હતી જે પરિણીત હતો અને તો પણ બેઉ બહુ ક્લોઝ આવી ગયેલા. પણ આગળ જતાં પ્રિયાને અહેસાસ થયો કે પરિણીત પુરુષને પ્રેમ કરીને તેણે કંઈક ભૂલ કરી છે પણ પ્રિયા સપનને ખુબ પ્રેમ કરતી હતી તો પણ પ્રિયા હવે આ સંબંધમાં આગળ ન વધવા માગતી હતી કારણ કે આ સંબંધનું કોઈ જ ભવિષ્ય ન હતું, પણ સપન પ્રિયા સાથે કોઈ જ સંબંધ તોડવા ન માંગતો હતો પણ પ્રિયા એ પોતાનું ડીસીઝન લઈ લીધું અને એ એ જોબ છોડીને મુંબઈ જ આવી ગઈ. અને એક ફ્લેટ ભાડે રાખી ને રહેવા એકલી રહેવા લાગી કારણકે પ્રિયાના માતાપિતા તો પહેલેથી ગામડે જ રહેતાં અને મુંબઈ આવીને પોતાના સેલ નમ્બર પણ ચેન્જ કરી નાખ્યા જેથી સપન સાથે કોઈ કોન્ટેક્ટ રહે જ નહીં. તો પણ જેને આટલો પ્રેમ કર્યો હોય એને સરળતાથી થોડી ભૂલી શકાય એટલે પ્રિયા ને જયારે પણ પોતાનો ભૂતકાળ યાદ આવતો તે ખુબ અપસેટ થઈ જતી અને સપનને ખુબ યાદ કરતી અને રડતી. પણ હવે તે અપેક્ષિતસાથે બધું શેર કરવા માંડી અને સપનની બધી વાતો અપેક્ષિતને કહેતી અને અપેક્ષિતપણ પ્રિયાને તેમાંથી બહાર કાઢવાની અને હસાવવાની પૂરી કોશિષ કરતો અને હસાવીને જ રહેતો. અપેક્ષિતની એક જ વિશ હતી કે પ્રિયા સપનને યાદ કરીને હવે દુઃખી ન થાય. ધીરે ધીરે અપેક્ષિતપ્રિયાને ખુબ ચાહવા લાગ્યો. અપેક્ષિતને પ્રિયાનો નેચર, બીજા લોકોમાટેનો આદર ભાવ અને સંબંધ જાળવવાના ગુણ થી બહુ જ પ્રભાવિત થઈ ગયો હતો. દિવસે દિવસે અપેક્ષિતઅને પ્રિયા વચ્ચેની વાતચીત નું પ્રમાણ વધવા લાગ્યું હવે તેમની વાત ચિત ખાલી ફ્રિ ટાઇમ પુરતી જ ન રહેતા આખો દિવસ ચાલુ રહેતી અને નેટ પર ચેટ ના બદલે SMS દ્વારા થવા લાગી હતી. સવારે પહેલો મેસેજ પણ પ્રિયાનો જ આવતો અને અપેક્ષિત પહેલો મેસેજ પણ પ્રિયાને જ કરતો અને રાતે પણ બેઉ એક બીજાને ગુડનાઈટ નો SMS કરીને જ સુતાં.

    આમને આમ કરતાં ૮ મહિના વીતી ગયા અને વેલેન્ટાઈન ડે આવ્યો. અપેક્ષિતના દિલ માં પ્રિયા માટે અપાર પ્રેમ હતો. એક કલાક પણ જો પ્રિયાનો SMS કે કોલ ન આવે તો અપેક્ષિતબેબાકળો બની જતો અને સામા ૧૦ મેસેજ કરી દેતો અને પછી પ્રિયા નો SMS આવે તો તેની પર ગુસ્સો પણ કરતો પણ પ્રિયા મનાવવામાં હોશિયાર હતી એક બે એવા SMS મોકલી દેતી કે અપેક્ષિતનો ગુસ્સો હવામાં ઓગળી જતો. વેલેન્ટાઈન ડે હોવાથી અપેક્ષિતે પ્રિયાને પ્રપોઝ કરવાનું નક્કી કર્યું હતું કારણકે આજ સુધી ક્યારેય અપેક્ષિતે પોતાની લાગણી પ્રિયા સમક્ષ વ્યકત કરી ન હતી. રાત્રે ૧૨ વાગતાં ની સાથે જ અપેક્ષિતે પ્રિયાને કોલ કર્યો. તો પ્રિયાને પણ આશ્ચર્ય થયું કે હજી ૧૫ મિનીટ પહેલાં તો ગુડનાઈટ નો મેસેજ હતો પછી કેમ આ ટાઈમ પર ફોન કર્યો હશે ? જેવો પ્રિયાએ ફોન રીસીવ કર્યો તરત અપેક્ષિતને સવાલ કરવા માંડી "શું થયું અચાનક અપેક્ષિત? આ સમયે કેમ ફોન કર્યો ? Is every thing ok?" અપેક્ષિતે જવાબ આપ્યો " ya everything is fine my dear...u just relax I want to say something.." પછી પ્રિયા થોડી શાંત થઈ એટલે અપેક્ષિતકે હળવે થી કહ્યું "Priya....happy valentine 's day ...I LOVE U PRIYA......મને ખબર નથી કે ખરેખર પ્રેમ શું છે અને હું તને કેટલો પ્રેમ કરું છું પણ મને એટલી ખબર છે કે જયારે હું તારા વિષે વિચારું છું ત્યારે મારી આંખોમાં પાણી આવી જાય છે...મારું હ્રદય ભારોભાર લાગણી થઈ છલકાઈ ઉઠે છે....એક અનોખી કુમાશ આવી જાય છે મારી અંદર....I LOVE U SO SO SO SO MUCH...and more than anyone and anything in my life.....Do U love Me....? "

    અપેક્ષિતપાસેથી અચાનક આવી પ્રપોઝલ સાંભળીને ઘડી ભર તો પ્રિયા પણ સુન્ન થઈ ગઈ...અને કંઈ જ ન બોલી ..પણ પછી થોડી સ્વસ્થતા મેળવી અપેક્ષિતને કહ્યું " I Respect Your Love and Feelings અપેક્ષિતપણ હું તને મારો બેસ્ટ ફ્રેન્ડ જ માનું છું. મારી લાઈફનો નજીકમાં નજીકનો વ્યક્તિ પણ તું જ છે પણ પ્રેમ ની દ્રષ્ટિ એ મેં તને ક્યારેય જોયો નથી અને હું સપનને પૂરી રીતે ભૂલવામાં અસમર્થ છું, એટલે પ્રેમ બાબતનો કોઈ વિચાર પણ હમણાં કરી શકું એમ નથી, મને ખબર છે કે તને બહુ દુઃખ થશે અપેક્ષિત, પણ હું તને ખોટા કોઈ ભ્રમમાં નથી રાખવા માગતી, I am sorry..અપેક્ષિત"

    પ્રિયા પાસેથી આવો અનપેક્ષિત જવાબ સાંભળીને અપેક્ષિતના પગ નીચેથી જમીન સરકી ગઈ...એટલો સુન્ન થઈ ગયો કે કાપો તો લોહી પણ ન નીકળે. માંડ માંડ સેલ ને હોલ્ડ કરી શક્યો અને પ્રિયાને માત્ર એટલું કહી શક્યો "its ok, good night..."

    પછી જે સોફા પર બેઠો હતો ત્યાં એમ જ બેસી રહ્યો અને આંખમાંથી આંસુ અનરાધાર વહી નીકળ્યા. આખી રાત આમ જ સોફા પર બેસીને જાગતાં સુતો રહ્યો. આખી રાત આ જ વિચારો ચાલતાં રહ્યાં પણ ગમે તેમ કરીને તેણે મન માનવી લીધું અને સવાર થતાં ની સાથે જ રૂટીન મુજબ જ પ્રિયા ને મેસેજ અને વાતચીત કરવાનું ચાલુ જ રાખ્યું. પ્રિયા એ બીજા દિવસે અપેક્ષિતને બહુ સમજાવ્યો કે મને ખબર છે મેં તને બહુ હર્ટ કર્યું છે અપેક્ષિતપણ મને તારા માટે એવી ફીલીંગ્સ નથી એટલે કેમ સ્વીકારું ? જે દીવસે એવી ફીલીંગ્સ આવશે ત્યારે હું સામેથી જ તને કહી દઈશ. અપેક્ષિતપણ બહુ મેચ્યોર્ડ હતો એટલે તેણે પણ પ્રિયાની મન:સ્થિતિ સમજી અને રાહ જોવાનું જ નક્કી કર્યું. દિવસો અને મહિનાઓ પસાર થતાં ગયા એમ એમ પ્રિયા અને અપેક્ષિતનજીક આવતા ગયા, એક દિવસ શું ? એક કલાક પણ એવો ન જતો કે જયારે બેઉ એકબીજાનાં સમ્પર્કમાં ન હોય. ગમે તેવાં બીઝી હોય તો પણ તેઓ એકબીજાને SMS કરવાનું ચુકતા નહીં. અપેક્ષિતનાં આર્ટવર્કમાં પણ પ્રિયા માટેનો તેનો 'પ્રેમ' અને પ્રિયાનો તેના માટેના 'અપ્રેમ' ની વેદના જ વધુ દેખાતી. અપેક્ષિતનું પેન્ટિંગ કોઈ જોવે તો એટલું દર્દ સભર ઘણીવાર હોતું કે જોનાર ની આંખમાં પાણી આવી જતાં. અપેક્ષિતજાણે પ્રિયાના પ્રેમ માં ઓતપ્રોત થઈ ગયેલો આખો દિવસ બસ એનાં માનસપટ પર પ્રિયા ના વિચારો થી જ છવાયેલું રહેતું. પ્રિયા જ એનાં માટે સર્વસ્વ બની ગઈ હતી. બીજા કોઈ પણ ફ્રેન્ડ સાથે વાત કરવાનું અપેક્ષિત avoid કરતો પણ પ્રિયા સાથે વાત કે sms કર્યા વિના એક કલાક પણ ન જતો...પ્રિયા પણ સમજતી હતી અને અનુભવતી પણ હતી કે અપેક્ષિતએને ખુબ જ પ્રેમ કરે છે અને પોતે અપેક્ષિતને રીબાવી રહી છે પણ તે પણ પોતાના દિલ થી મજબુર હતી...મજબુર કરતાય હવે તે પ્રેમમાં પડવા જ માગતી ન હતી.

    આમને આમ કરતાં બીજો વેલેન્ટાઈન ડે આવી ગયો. આ વખતે લાગતું હતું કે પ્રિયા તેનો પ્રેમ જરૂર સ્વીકારી લેશે એટલે ગયા વખત ની જેમ જ ફોન થી પ્રિયાને propose કર્યું પણ પ્રિયા નો ફરીથી એ જ જવાબ આપ્યો અને અપેક્ષિતને કહ્યું કે "અપેક્ષિત, આપણે આખો દિવસ એક બીજાનાં કોન્ટેક્ટ માં સતત હોઈએ છીએ એક બીજા સાથે આટલાં એટેચ્ડ છીએ તો પછી ખાલી આ ત્રણ શબ્દ જ તારા માટે મહત્વના છે..? ખોટી જીદ છોડી દે અપેક્ષિત...આપણો જે સંબંધ છે, જે દોસ્તી છે એને એન્જોય કર, બાકી બધું સમય પર છોડી છે..." પ્રિયા ના આ શબ્દો સાંભળીને અપેક્ષિતને થયું તો ખરા કે વાત સાચી છે પરંતુ જેને પોતે આટલો પ્રેમ કરે છે એનો જ પ્રેમ ન મળે એ વાતનો એને વસવસો હતો..પણ તેમ છતાં એણે નક્કી કર્યું કે હજી પ્રિયાને પોતે એ રીતે જ પ્રેમ આપશે બાકી કહ્યું એમ સમય સમય નું કામ કરશે...

    બેઉ પૂરી રીતે મેચ્યોર્ડ હતા એટલે ક્યારેય કોઈ પણ વાત થી સંબંધ માં ઉની આંચ પણ ન આવવા દેતાં...પ્રિયા ક્યારેક ઉદાસ થઈ જતી કે એની તબિયત ન સારી હોય તો અપેક્ષિતબબેબાકળો બની જતો અને પ્રિયાને જાતજાતના નુસખા અને દવાઓ બતાવતો અને એને પૂરી મૂડ માં લાવવાની ટ્રાય કરતો .....પણ બહારથી હસતો અપેક્ષિતઅંદર થી તૂટતો જતો હતો. અંદરખાને થી એની એક તરફા પ્રેમ ની લાગણી એને ખાય રહી હતી. એનાં મગજમાં શુળ ભોંકાતું જયારે એ વિચાર કરતો કે પોતે જેને દિલો જાન થી આટલો પ્રેમ કરે છે એ વ્યક્તિ તેને નહીં પણ કોઈબીજા ને પ્રેમ કરે છે. પણ ગમે તેમ કરીને તે મન મનાવી લેતો તો પણ ઘણીવાર એનું આ ફ્ર્સટ્રેશન બહાર પણ આવી જતું પણ પ્રિયા સમજતી અપેક્ષિતની મન:સ્થિતિ સમજતી હતી....અને ગમે તેમ કરીને વાત વાળી લેતી....આમ જોતજોતામાં છ મહિના બીજા પસાર થઈ ગયા.

    પછી એક દિવસ બેઉ એ જ કાફેમાં મળ્યા જ્યાં પહેલી વાર મળ્યા હતાં....એ કાફે માં પ્રાઇવેટ ચેમ્બર્સ હતી એટલે બેઉ નિરાંતે એકબીજા સાથે વાત કરી શકે. અપેક્ષિત તે દિવસે બહુ અપસેટ હતો પણ પૂરી રીતે નોર્મલ રહેવાનો નિષ્ફળ પ્રયત્ન કરતો હતો. પ્રીયા બરાબર ઓળખી ગઈ કે અપેક્ષિતબહુ અપસેટ છે એટલે અપેક્ષિતના ખભા પર હાથ મુકીને કહ્યું અપેક્ષિતતું બહુ સારો અને સાચો વ્યક્તિ છે અને મને અનહદ પ્રેમ પણ કરે છે અને હું તારાથી બહુ એટેચ્ડ પણ છું એટલી એટેચ્ડ છું કે કદાચ તું ન હોય તો હું મારી જીંદગી માં બહુ એકલી પડી જાવ, મારાં સુખ દુઃખ નો સાથી મારો સૌથી નજીકનો વ્યક્તિ કે મારો બેસ્ટ ફ્રેન્ડ ઇવન મોર ધેન અ ફ્રેન્ડ પણ તું જ છે....પણ હું શું કરું અપેક્ષિત..? હું સપનને ભૂલી નથી શકતી અને સાચું કહું તો હવે હું કોઈને પણ પ્રેમ નહીં જ કરી શકું, જાણે મેં મારાં દિલને લોક કરી દીધું છે જેનાં લીધે હું તારો અને તારા પ્રેમનો સ્વીકાર નથી કરી શકતી...પ્રિયા આ સમજાવતી હતી અને બેઉ ની આંખોમાંથી અશ્રુધારાઓ બેફામ વહી રહી હતી. અપેક્ષિતઆ બધું સમજતો હતો તો પણ ગમે તેમ તેનું મન માનતું જ ન હતું આમ છતાં તેણે પ્રિયા ને કહ્યું પ્રિયા ટેક યોર ઓન ટાઇમ...મારે કશી ઉતાવળ નથી તારો પ્રેમ માટે તો હું આજીવન રાહ જોવા તૈયાર છું, હવે જીંદગી ભલે આમ જ જતી રહે કોરીકટ તારા પ્રેમ વિના....પણ હવે તું નહીં તો કોઈ નહીં પ્રિયા....and u know I mean it....

    બીજાં દિવસથી ફરી એ જ નિત્યક્રમ શરુ થઈ ગયો પરંતુ દિવસે દિવસે અપેક્ષિતવધુ ને વધુ frustrate થવાં લાગ્યો અને એ વાત પ્રિયાને પણ feel થવા લાગી. પ્રિયા ને અતિશય ગીલ્ટ ફિલ થવા લાગી કે અપેક્ષિત પોતાનાં લીધે બહુ રીબાઈ રહ્યો છે અને હરપળ ખુશ રહેવા અને રાખવાં વાળો અપેક્ષિતઆજે હરપળ ઉદાસ અને દુઃખી રહે છે. ગઈ રાતે પણ નિત્યક્રમ મુજબ જ બેઉ ગુડનાઈટ મેસેજ કરીને જ સુતેલાં પણ સવારથી પ્રિયા નો કંઈ પણ મેસેજ કે કોન્ટેક્ટ ન થઈ શક્યો....

    બસ આ જ વિચારોમાંથી અપેક્ષિતઉભર્યો અને અચાનક વિચાર આવ્યો કે એક વાર પ્રિયા એ ઈ મેઈલ કરેલો જયારે એનો મોબાઈલ બંધ થયો હતો અને બીજી કોઈ રીતે કોન્ટેકટ ન થઈ શકે એમ હતો...તરત જ એને લેપટોપ ખોલ્યું અને ઈમેઈલ ચેક કર્યા અને જોયું તો સાચે જ પ્રિયા નો ઈમેઈલ ઈનબોક્સ માં હતો.

    Apekshit....

    I am really very very sorry my dear for leaving u like this...at this stage....bt hu tane roj pal pal mara prem mate tarfadto joy nathi shakti, ane jya sudhi hu tari life ma chu tya sudhi bija koi pn mate tu kyarey vichar pn nahi kare e pn mane khabar che....tane prem pamvano puro hak che...aa rite tne ribavine hu tne ane khud ne pn bahu dukhi karvi rahi hati etlo aatlo kapro nirnay me lidho che ke hu jate j tarathi dur thai jav....tane khabar j che ke tane aam chhodine javama mane pn tara jetli j takleef padshe Apekshit but i cant see u like this.....please mane shodhvani try nahi karto..me maru sim badli nakhyu che city pn change kri lidhu che ane job pn shodhi laish..and mara social netwrok na id pn me deactivate kari didha che...mane khaabar che ke tu mara prem ma bahu ribayo che ane jati velae pn dukhi karine j jav chu pn ante to e tane sukhi j karshe...bani shake to mane maaf kari deje...i am very very sorry Apekshit...GOD bless U........take care my dear....bye.....

    આ ઈમેઈલ વાંચતા જ અપેક્ષિત પૂરી રીતે ભાંગી પડ્યો...પોતાનાં જીવવાનો મુખ્ય સહારો હતી એ પ્રિયા જ પોતાની જીંદગી માંથી જતી રહી...અપેક્ષિતએ તરત સ્વસ્થ થઈ ને ઈમેઈલનો રીપ્લાય કર્યો...

    "priya"

    bhale hu tara prem ma ribato hato pn hu jivto to hato...have tu j jati rahi to hu kem karine jivish priya...?

    ek pal pn tara vina kadhvi ashakya hati tya tu aam aakhi jindagi tara vina kadhvani saja mane kem aapva mage che....please come back priya....i cant live without u...mane tara prem krta pn tara sath ni jarur che...tara prem vina kadach hu jivi shakish..pan tara vina hu kem jivi shakru priya..? nahi jivi shaku...nahi jivi shaku priya..............

    અપેક્ષિતસેન્ડ બટન પર માંડ માંડ ક્લિક કરી શક્યો અને આંખોમાંથી ચોધાર આંસુ ઉમટી પડ્યાં.....જાણે આંખમાંથી વહેતા આંસુઓ સિવાય આખી દુનિયા થંભી ગઈ........

    || અસ્તુ ||

    "આલોક ચટ્ટ"