Prem aprem - 17 books and stories free download online pdf in Gujarati

પ્રેમ-અપ્રેમ - ૧૭

પ્રેમ-અપ્રેમ

ભાગ-૧૭

***

ઓકે....વેઇટ આઈ કમ.....” કહેતાં જ પ્રિયા ઝડપભેર ઉભી થઈને બેડરૂમમાં ગઈ. થોડીવાર પછી પરત ફરીને બોલી.

“અપેક્ષિત.....સી....હિઅર ઇઝ ધ મોમેન્ટ યુ વ્હેર વેઈટીંગ ફોર.....નાઉ આઈ રિઅલાઇઝડ ધેટ આઈ લવ યુ....માય ડીઅર....હું બેંગ્લોર હતી ત્યારે પણ મેં તને બહુ મિસ કરેલો...તારાથી દૂર રહીને જ મેં અનુભવ્યું કે હું તને કેટલો પ્રેમ કરું છું....ઘણાં દિવસથી તને મારાં દિલની વાત કહેવી હતી પણ યોગ્ય સમયની રાહ જોતી હતી....આજે તને જગજીતસિંહની ગઝલ કહેવાનું મન છે.....!!

‘उस मोड़ से शुरू करें फिर ये ज़िन्दगी
हर शय जहाँ हसीन थी, हम तुम थे अजनबी ’ ”

અપેક્ષિત પ્રિયાની વાત સાંભળતાં જ ચોંકી ગયો. તેનાં હાથમાં રેડ રોઝ સાથે એક કાર્ડ હતું જેમાં મોટાં અક્ષરોમાં ‘આઈ લવ યુ’ લખેલું હતું. તે હતપ્રભ બનીને પ્રિયા સામે જોતો જ રહ્યો પરંતુ કાર્ડ કે રોઝ લેવા માટે તેનાં હાથ આગળ વધ્યા જ નહીં. તેને આમ વિસ્મય પામેલો જોઈને પ્રિયાથી રહેવાયું નહીં.

“શું થયું અપેક્ષિત..?? ઈઝ એનીથિંગ રોંગ...?”

“નો....નો...નથીંગ...જસ્ટ.....!!”

“ધેન વ્હાય નોટ એક્સેપ્ટીંગ ધીસ...”

“ઓહ યસ....!!” કહેતાં અપેક્ષિતે રોઝ અને કાર્ડ લીધું અને એની પર એક નજર કરીને ચેર પર મૂકી દીધું. તેને હજી વિચારમાં જ જોઈને પ્રિયાએ પૂછ્યું.

“તું ખુશ નથી અપેક્ષિત..? તેં કંઈપણ કહ્યું નહીં....મને હતું કે તું મારાં એકરારથી ખૂબ ખુશ થઈ જશે....કારણકે તું મને ખૂબ પ્રેમ કરતો હતો અને તેં કાયમ એવું જ વિશ કરેલું કે હું પણ તને પ્રેમ કરું....પણ.....તારા ચહેરાના ભાવ કંઈક જુદું જ કહે છે....”
“હા, હું તને ખૂબ પ્રેમ કરતો જ હતો......અને ત્યારે હું સદાય એવું જ ઇચ્છતો હતો અને આ પળની જ રાહ જોતો હતો કે તું પણ તારા પ્રેમનો એકરાર કરે......પણ...”

“પણ શું...અપેક્ષિત...??”

“પણ....હવે એ સમય જતો રહ્યો પ્રિયા...દરેક પ્રેમનો એક સમય હોય છે....હવે કદાચ એ પ્રેમની ચાહ જ મને નથી રહી.....”

“શું..?? મારાં પ્રેમની ચાહ નથી રહી..?? આ તું શું કહે છે....??” પ્રિયાએ અકળાઈને પૂછ્યું.

“કારણકે એક બીજી વ્યક્તિ મારાં જીવનમાં એટલો પ્રેમ લાવી કે હું મારાં એકતરફા પ્રેમમાંથી સંપૂર્ણપણે બહાર આવી ગયો. હું હવે તેને જ પ્રેમ કરું છું અને તેનાં જ પ્રેમની ચાહ પણ છે...”

“બીજી વ્યક્તિ એટલે કોણ...?” પ્રિયાનાં ચહેરા પર વિષાદ હવે સાફ દેખાઈ રહ્યો હતો.

“એ વ્યક્તિ છે સ્વાતિ....જેણે મારાં જીવનમાં આવીને તારા પ્રેમની ખોટ પૂરી કરી....આજે હું તને જે વાત કરવાનો હતો એ સ્વાતિ વિશે જ હતી......ઈનફેક્ટ વી આર ગેટીંગ મેરીડ નેક્સ્ટ મન્થ....!!”

“ઓહ્હહ.....!!” પ્રિયાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. આશ્ચર્ય સાથે આઘાત પણ એટલો જ હતો જેનો અપેક્ષિતને ખ્યાલ આવી ગયો તેમ છતાં તેણે પ્રિયાને સ્વાતિ વિશે અથ: થી ઇતિ સુધી બધી જ વાત કરી દીધી. પ્રિયા માટે આ બધું માન્યામાં ન આવે તેવું અને અતિશય આંચકાજનક હતું. તે અપલક બારીમાંથી બહાર પંખીઓનો માળો બનતો જોતી રહી.

“પ્રિયા...આઈ ડીડન્ટ મીન ટુ હર્ટ યુ...બટ ધીસ ઇઝ ધ રિઆલિટી નાઉ....” અપેક્ષિત પ્રિયાની આંખમાં આવેલાં આંસુ લૂછતાં બોલ્યો.

“આઈ નો....બટ ઇટ્સ રીઅલી ડીફીકલ્ટ ફોર મી ટુ એક્સેપ્ટ સમવન એલ્સ ઈન યોર લાઈફ...મેં તારી આંખોમાં સદાય મારાં માટે જ એટલો બધો પ્રેમ જોયો છે કે હવે કોઈ બીજી વ્યક્તિ માટે તારી આંખોમાં પ્રેમ હોય એ હું સહન જ ન કરી શકું....બેંગ્લોર હતી ત્યારથી હું મનોમન કેટલાંય સપનાં સજાવતી હતી કે હું પ્રેમનો એકરાર કરીશ અને પછી આપણે આપણો સંસાર માંડીશું....પણ અહીં તો ઘણું બધું બદલાઈ ગયું...”

“યા....બટ......!!”

“જો તું સ્વાતિને પ્રેમ કરે છે તો મારાં માટે હતું તે શું હતું..?? તે પ્રેમ ક્યાં ગયો...? ટેલ મી અપેક્ષિત...” અપેક્ષિતને વચ્ચેથી જ અટકાવતાં પ્રિયા અકળાઈને બોલી.

“તે પણ પ્રેમ જ હતો પ્રિયા...ખરા દિલથી મેં તને પ્રેમ કરેલો...અને તારા પ્રેમ માટે ખૂબ તરસ્યો પણ છું તને ખબર જ છે....પરંતુ સ્વાતિએ મને ખરાં અર્થમાં પ્રેમ આપ્યો અને પ્રેમ કરતાં શીખવ્યું....તેણે પોતાની જાત મારામાં એવી રીતે ઢાળી દીધી કે હું પણ તેનાંમાં જ ઢળી ગયો અને અમે બંને અભિન્ન થઈ ગયા...”

“તો મારાં માટે પ્રેમ હતો એ..??”

“તે પ્રેમ આજે પણ મારાં હ્રદયમાં છે જ પ્રિયા.. પણ હવે તે એક સુષુપ્ત લાગણી બનીને રહી ગયો છે.....”

“તો આટલાં દિવસ તે મારી મદદ કરી..મારી કેર કરી એ બધું શું હતું..??” પ્રિયાને કોઈ વાતે કન્વીન્સ થતું ન હોવાથી તે અલગ અલગ પોઈન્ટ કાઢી અપેક્ષિતને પ્રશ્ન કરતી રહી.

“બસ એ જ લાગણીની તો વાત કરું છું...એ એક ફ્રેન્ડ તરીકે મારી લાગણી, ફરજ કે કન્સર્ન જે કહે તે....એક લાગણી જેમાં રીસ્પેકટ છે...કેર છે...બોન્ડીંગ છે બધું જ છે....”

“બધું જ છે પણ પ્રેમ નથી.....રાઈટ અપેક્ષિત...??” અપેક્ષિતને વચ્ચેથી અટકાવતાં પ્રિયા બોલી ઉઠી.

“હમ્મ્મ્મ...મે બી....”

પ્રિયા આ સાંભળીને સાવ અન્યમનસ્ક બનીને અપેક્ષિત સામે જોઈ રહી. અપેક્ષિત માટે પ્રિયાને બધું ગળે ઉતારવું ખૂબ અઘરું હતું. તેમ છતાં તેણે પ્રયત્ન ચાલુ રાખ્યાં.

“સમયનું ચક્ર કેવું ગોળ ફરતું હોય છે નહીં પ્રિયા..? એક સમય પર આ જ વાત તેં મને કરી હતી કે તને મારાં માટે લાગણી છે પણ એ લાગણી પ્રેમ નથી. આજે એ જ વાત હું તને કહી રહ્યો છું તો તે વાત તને અમાન્ય છે.....પણ આ જ હકીકત છે. સ્વાતિ મારાં જીવનમાં નહીં આવી હોત તો હું હજીયે તારા પ્રેમમાં તરફડતો હોત અને મારાં જીવનની મેં બદતર હાલત કરી નાખી હોત. સ્વાતિએ મને ફરીથી જીવતાં શીખવ્યું, જે છે એને સ્વીકારતાં શીખવ્યું. હું ફરીથી મારાં મૂળભૂત વ્યક્તિત્વને પામી શક્યો એ માટે સ્વાતિને આભારી છું. તે કાયમ મને કહેતી કે ‘જે નથી એ માટે જે છે એને ખોવાની ભૂલ ક્યારેય ન કરવી’. બસ કદાચ આ વિધાને જ મને ફરીથી જીવતાં શીખવી દીધું અને જેનાં ફળસ્વરૂપે હું સ્વાતિને પ્રેમ કરી શક્યો અને તેનો પ્રેમ પામી શક્યો.”

“હું અત્યારે કંઈપણ વિચારી કે સમજી શકવાની પરિસ્થિતિમાં નથી અપેક્ષિત...એટલે મને તું જે કહેશે એ કંઈ સમજાશે નહીં. બેટર કે યુ લીવ મી અલોન...પ્લીઝ..લેટ મી બી વિથ માયસેલ્ફ...” હતાશાભેર પ્રિયાએ કહ્યું.

“ઓકે....એઝ યુ વિશ..પ્રિયા...બટ પ્લીઝ કામ ડાઉન...એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ....આઈ વિલ બી વિથ યુ ઓલવેય્ઝ......પ્લીઝ ટેક કેર....વિલ કોલ યુ લેટર....બાય....” અપેક્ષિતને પણ પ્રિયાને એકલી છોડી દેવી જ યોગ્ય લાગ્યું એટલે પોતે ઓફિસ પરત જવા માટે નીકળી ગયો.

***

અપેક્ષિત લંચ પર ગયાને લગભગ અઢી કલાક જેવો સમય થઈ ગયો હતો. સ્વાતિ મીનીટે મીનીટે મોબાઈલ ચેક કરતી હતી કે અપેક્ષિતનો કોઈ કોલ કે મેસેજ હોય તો? હવે તેને બેચેની જરૂર થતી હતી પરંતુ કોઈ અસુરક્ષિતતાની લાગણી ન હતી. પ્રિયાનું શું રીએક્શન હશે એ જ જાણવાની તેને તાલાવેલી હતી. સ્ત્રીસહજ સ્વભાવથી તે પણ વાકેફ જ હતી કે એક સ્ત્રી પોતાનાં પ્રેમીને કોઈ અન્ય વ્યક્તિને પ્રેમ કરતી ક્યારેય સહન ન કરી શકે પરંતુ આ તો પ્રિયા હતી જે અપેક્ષિતને પ્રેમ કરતી જ ન હતી એટલે સ્વાતિ માટે પ્રિયાની પ્રતિક્રિયા કળવી મુશ્કેલ હતી. આ જ બધાં વિચારોમાં તેનું મન ગૂંથાયેલું હતું ત્યાં જ અપેક્ષિત ઓફિસમાં દાખલ થયો એટલે તેનાં ચહેરા પર રાહતની લાગણી દેખાઈ આવી. પણ આ શું..? અપેક્ષિત તો તેને મળ્યાં વિના જ સીધો પોતાની ચેમ્બરમાં પૂરાઈ ગયો. સ્વાતિથી રહેવાયું નહીં એટલે તે પાંચેક મિનીટ રાહ જોયા પછી અપેક્ષિતની ચેમ્બરમાં ગઈ. અંદર જોયું તો અપેક્ષિત બન્ને હાથ ટેબલ પર રાખીને માથું ઢાળીને સુતો હતો.

“વ્હોટ હેપન્ડ બેબી..?? આર યુ ઓકે..??” સ્વાતિએ અપેક્ષિતનાં માથા પર હાથ ફેરવતાં પૂછ્યું. એ સ્પર્શ અપેક્ષિતને બહુ જ ગમ્યો. તેણે માથું ઊંચું કરીને ફરી પોતાની સીટ પર સરખાં બેસતાં કહ્યું,

“હમમ્મ....યા આઈ એમ ઓકે...બટ સમવન ઈઝ નોટ......”

“હેય...વ્હાય ટોકિંગ ઈન પઝલ...? સમવન વ્હુ...?”

“પ્રિયા.....” એટલું બોલતાં અપેક્ષિત ભાવુક થઈ ગયો. જે જોઈને સ્વાતિને પણ પરિસ્થિતિનો થોડો ઘણો ખ્યાલ આવી ગયો એટલે તેણે અપેક્ષિતને પાણીનો ગ્લાસ આપ્યો. પાણી પીધાંની બે ચાર મિનીટ પછી અપેક્ષિત રીલેક્ષ થયેલો જણાતાં સ્વાતિએ હળવેથી પૂછ્યું.

“ટેલ મી નાઉ વ્હોટ હેપન્ડ....? તેં પ્રિયાને આપણા વિશે વાત કરી..?”

“હમમમ....હા મેં પ્રિયાને આપણા વિશે બધી જ વાત કરી...પણ એ વાત કરી તે પહેલાં જ પ્રિયાએ એવી વાત કરી કે લાગણીનાં આટાપાટામાં હું અટવાઈ ગયો છું....”

“ઓહ....એવું તે શું કહ્યું પ્રિયાએ..??” સ્વાતિને આશ્ચર્ય થયું.

“સ્વાતિ...આજે લંચ પછી પ્રિયાએ મને પ્રપોઝ કર્યું....” અપેક્ષિત હજી એક વાક્ય બોલ્યો ત્યાં તો સ્વાતિના ચહેરા પરનાં ભાવ બદલાઈ ગયા. તેનાં મુખમાંથી ઉચ્ચ સ્વરમાં ઉદગાર નીકળી ગયો.

“વ્હોટ...??!!!!”

“હા સ્વાતિ....અને તેણે મને કહ્યું કે બેંગ્લોર ગયા પછી તેને રિઅલાઇઝ થયું કે તે પણ મને ખૂબ પ્રેમ કરે છે. બેંગ્લોર હતી ત્યારથી જ તે મારી સાથે સંસાર માંડવાનું સપનું જોતી હતી પણ સપનવાળી ઘટના બનતાં તે ડીપ્રેશનમાં જતી રહી એમાં તે મારો સમ્પર્ક ન કરી શકી.”

“તેં શું કહ્યું....?” સ્વાતિ ઢીલા અવાજે માંડ એટલું પૂછી શકી.

“હું શું કહું....? સ્વાતિ...મેં તો તેને આપણા વિશે બધી જ વાત કરી દીધી..અને બહુ સ્પષ્ટપણે કહી પણ દીધું કે હું હવે તને પ્રેમ કરું છું અને આવતાં મહીને આપણે લગ્ન કરવાનાં છીએ....”

અપેક્ષિતનાં છેલ્લાં વાક્યે સ્વાતિની વ્યગ્રતા દૂર કરી દીધી. તેણે અંદરથી ખૂબ હળવાશ અનુભવી.

“હમમમ...તો પ્રિયાએ એ માટે શું કહ્યું..?”

“મેં તને કહ્યું હતું તેમ પ્રિયાએ મને ઘણાં સવાલો પણ કર્યા પણ મેં તો જે હકીકત હતી એ જ બધી તેને જણાવી. મને તેનાથી કંઈપણ છુપાવવું યોગ્ય ન લાગ્યું.”

કેટલીયે વાર સુધી સ્વાતિ સાથે પ્રિયા વિશે બધી ચર્ચા કર્યા બાદ બંને ડીનર માટે ગયાં. ડીનર પછી સ્વાતિને ડ્રોપ કરવા અપેક્ષિત તેનાં ઘર પાસે આવ્યો ત્યારે પણ હજી તે વિચારમગ્ન જણાતાં સ્વાતિએ તેને સમજાવવા કોશિષ કરી.

“પ્લીઝ ડોન્ટ થીંક ટુ મચ..માય ડીયર...પ્રિયાને અત્યારે કદાચ આ બધું નહીં ગમ્યું હોય પણ સમય જતાં તે પણ બધું સ્વીકારી લેશે અને નોર્મલ થઈ જશે. જેવી રીતે સમય જતાં તું આ બધામાંથી બહાર આવી ગયેલો તેમ તે પણ આવી જશે. સો બહુ ચિંતા નહીં કર....”

“હમ્મ્મ્મ....યા...હોપ કે પ્રિયા જલ્દીથી નોર્મલ થઈ જાય...કારણકે તે થોડાં સમય પહેલાં જ ડિપ્રેશનમાંથી બહાર આવી છે અને હવે આ.....”

“એવરીથિંગ વિલ બી ઓકે માય લવ......એવું લાગે તો કાલે આપણે બન્ને પ્રિયાને મળી આવીશું.........”

“હમ્મ્મ્મ....યા ધેટ્સ બેટર........”

“નાઉ પ્લીઝ સ્માઈલ.....અને થોડું આપણા લગ્નની તૈયારી પર પણ ધ્યાન આપો મિસ્ટર....હવે ફક્ત ત્રણ ચાર વિકની જ વાર છે..પછી તારા માથા પર આવીને બેસીશ..” સ્વાતિએ વાતાવરણ હળવું કરવાં મજાક કરી.

“આઈ નો......” અપેક્ષિતે ફિક્કું હસતાં કહ્યું. બન્ને ‘બાય’ની ફોર્માલીટી પૂરી કરીને છુટા પડ્યા. ઘરે આવ્યા પછી પણ અપેક્ષિતનું મન પ્રિયાનાં વિચારોમાં જ અટવાયેલું હતું. તે ભગવાનના અને સમયના ખેલ વિશે ક્યાંય સુધી વિચાર કરતો રહ્યો. ‘એક સમય પર જેની અતિશય ઝંખના હોય તે વ્યક્તિ કે વસ્તુનો સમય જયારે જતો રહે ત્યારપછી તેની કોઈ ઈચ્છા જ રહેતી નથી. ત્યાં સુધી કે જો એ વ્યક્તિ કે વસ્તુ સામે ચાલીને મળે તો પણ આપણને તેનો કોઈ આનંદ રહેતો નથી. સમયનું ચક્ર અવારનવાર આપણી સામે આવા ખેલ કરતું જ રહેતું હોય છે. આપણે તો માત્ર મૂક પ્રેક્ષક બનીને આ બધું જ જોયાં કરવાનું હોય છે. રેખાઓ કહેવા પુરતી આપણા હાથમાં હોય છે પણ તેની પર આપણું કંઈ જ ચાલતું નથી. ચાલે છે તો બસ એક વિધાતાનું, આપણે તો માત્ર તેનાં હાથની કઠપૂતળી જ છીએ.’

***

સવારે ઊઠતાંની સાથે જ અપેક્ષિતે પ્રિયાને ‘good morning priya...how r u today..?’નો મેસેજ કર્યો પરંતુ પોતાનો નિત્યક્રમ પતાવીને તૈયાર થઈ ગયો તો પણ પ્રિયાનો કોઈ મેસેજ આવ્યો નહીં. સ્વાતિને પીક કરવા જતાં પહેલાં એકવાર પ્રિયાને કોલ પણ કર્યો પરંતુ એ પણ વ્યર્થ. કોલ પણ નો રીપ્લાય થયો. તેની ચિંતા વધી એટલે ઓફિસ જતાં તેણે સ્વાતિને વાત કરી કે પ્રિયાને કોલ-મેસેજ કરવાં છતાં તેનો કોઈ રીપ્લાય નથી. બંનેને લાગ્યું કે પ્રિયા હજી આઘાતમાં હશે એટલે એ રીપ્લાય નહીં કરે એટલે બપોરે લંચ પછી બન્નેએ પ્રિયાને મળવા જવાનું નક્કી કર્યું.

ઓફિસ પહોચ્યાં પછી અપેક્ષિતે કામમાં પોતાનું ધ્યાન પરોવવાની કોશિષ કરી. થોડાં ડોક્યુમેન્ટ પ્રિપેર કરવાનાં હતાં એની બધી વિગતો તૈયાર કરતો હતો ત્યાં તેનો મોબાઈલ રણકી ઉઠ્યો અને સ્ક્રીન પર “Priya calling...” વાંચતાની સાથે જ તેના ચહેરાં પર ચમક આવી ગઈ અને તેણે બને તેટલી ઝડપથી કોલ રીસીવ કર્યો પણ સામે છેડેથી કોઈ અજાણ્યો અવાજ આવ્યો.

“મી. અપેક્ષિત ....??”

(ક્રમશઃ)

-આલોક ચટ્ટ

  • પ્રિયાનો કોલ તો આવ્યો પણ તેના પરથી આ અજાણ્યો અવાજ કોનો...?
  • શું થયું પ્રિયા સાથે...? શું ફરી સપને પ્રિયાને શોધી લીધી..?
  • શું પ્રિયા કોઈ મુસીબતમાં છે...? જાણવા માટે વાંચતા રહો....પ્રેમ-અપ્રેમ.....