પ્રેમ ની પરિભાષા

(547)
  • 53.7k
  • 53
  • 20.1k

“ હવે તો કહિ જ દેવુ છે , ચાહે તે હા કહે કે ના . શું એ ના કહેશે ? “ કાવ્યાએ અરિસામાં પોતાનું પ્રતિબિંબ નિહાળ્યુ અને તેના રુપ ના અભિમાન થી તેની વિચારતન્દ્રા ફરી શરુ થઈ . ” ના અને મને ! અશક્ય ! મારા જેવી સુંદર કન્યા ને કોઇ કઇ રિતે ના કહી શકે ? મારા પર નજર પડતાની સાથેજ ઘાયલ થતા ઘણા યુવકો મે નિહાળ્યા છે . તો આની શું હેશિયત છે કે સ્વર્ગસુંદરી સમી મને જોઇને પાગલ ના બને ? છતા હજુ સુધી તેણે મારી સામે કોઇ પણ પ્રકાર ની ઇષ્ણા શા માટે ના દર્શાવી

1

એકરાર - પ્રકરણ ૧

“ હવે તો કહિ જ દેવુ છે , ચાહે તે હા કહે કે ના . શું એ ના ? “ કાવ્યાએ અરિસામાં પોતાનું પ્રતિબિંબ નિહાળ્યુ અને તેના રુપ ના અભિમાન થી તેની વિચારતન્દ્રા ફરી શરુ થઈ . ” ના અને મને ! અશક્ય ! મારા જેવી સુંદર કન્યા ને કોઇ કઇ રિતે ના કહી શકે ? મારા પર નજર પડતાની સાથેજ ઘાયલ થતા ઘણા યુવકો મે નિહાળ્યા છે . તો આની શું હેશિયત છે કે સ્વર્ગસુંદરી સમી મને જોઇને પાગલ ના બને ? છતા હજુ સુધી તેણે મારી સામે કોઇ પણ પ્રકાર ની ઇષ્ણા શા માટે ના દર્શાવી ...Read More

2

પ્રેમ ની પરિભાષા - 2 પ્રેમની શરુઆત

પ્રેમની શરુઆત કાવ્યા ને માટે દીવસ સોને મઢેલો ઉગ્યો . આજે તેને જાણ થઈ કે તે જેના ગળાડુબ મા છે તે કદાચ તેનો બનશે . તે જાણતી હતી કે સૌમ્ય ને પામવો કઠણ બનશે , સૌમ્ય સરળતાથી તેના લાગણીતંતુ એ બંધાશે નહી પરંતુ સ્ત્રીહઠ સામે સૌમ્ય ક્યા સુધી ટકી રહે છે તે જોવુ રહ્યુ . જ્યારે એક સ્ત્રી હઠે ભરાય છે ત્યારે ભીષ્મ , કર્ણ , દ્રોણ , જેવા મહાપુરુષો ના જીવન નષ્ટ થઈ જાય છે , તો પછી સૌમ્ય તો એક સામાન્ય માનવ છે તેને મનાવતા કેટલો સમય લાગશે . તેના હૃદય મા ...Read More

3

પ્રેમ ની પરિભાષા - અને સૌમ્ય હૃદય ખોલે છે

સૌમ્ય ની તેના તરફી વીચારસરણી થી અજાણ કાવ્યા સૌમ્ય ની ચોતરફ ફરી રહી હતી . તે સૌમ્ય સાથે વીતાવી તેવી એક પણ ક્ષણ તે જતી કરતી નહી . તે સૌમ્ય ની સાથે ઘણીવાર બહાર જઈ આવી હતી . ક્યારેક ફિલ્મ નીહાળવા , બહાર જમવા , કઈંક ખરીદી કરવા કે પછી અમસ્તા જ તે સૌમ્ય ને ચારદિવારો થી દુર લઈ જતી . સૌમ્ય સાથે હોવાથી જાણે તેની જીભ એકદમ કાર્યક્ષમ બની રહેતી . કલાકો ના કલાકો બસ તે થાક્યા વિના બોલતી જ રહેતી . તેની વાતો ક્યારેય ખુટતી જ નહી . તેનો એકમાત્ર ઉદ્દેશ્ય ...Read More

4

પ્રેમ ની પરિભાષા - ૪. મૈત્રી

સૌમ્ય નુ કથાનક શરુ હતુ . કાવ્યા ખુબ જ ધ્યાન થી દરેકે દરેક શબ્દો સાંભળી રહી હતી . “ મા સૌ પ્રથમ હુ મારા હોસ્ટેલ રેક્ટર ને મળ્યો . તેમનુ નામ અમીતભાઇ હતુ . સ્વાભાવના ખુબ જ રમુજી માણસ . સાક્ષાત ગણપતી જ પૃથ્વી પર સજીવન થયા હોય તેવી તેમની કદકાઠી હતી . તેમને જોઈ ને જ મન એક શાતા થઈ આવતી કે કોઈ પોતીકુ અહીયા છે . તેઓ ઘણા સમય થી અહી હોવાથી કદાચ અમારા બધા ની માનસીક્તા જાણતા હશે એટલે તેમનુ વર્તન જ ખુબ પ્રેમાળ હતુ . તેઓ મોટા ભાઈ ની જેમ જ બધા છાત્રો ને સૌહાદપુર્વક ...Read More

5

પ્રેમ ની પરિભાષા - ૫. રુદ્ર

“ સૌથી વધારે તમને ક્યા મીત્ર સાથે આનંદ આવતો હતો “ કાવ્યા ના પ્રશ્ન થી સૌમ્ય નુ કથાનક ફરી થયુ . “ ત્રણેય સાથે ખુબ સબળ લાગણીતંતુ બંધાઈ ચુક્યો હતો . અમે ત્રણેય કઈંક ને કઇંક ખાસીયત ધરાવતા હતા જેમ કે કરણ જેવી અભ્યાસ ને સમજવા ની ક્ષમતા કોઈ મા ના હતી . ડી ની વાચાળતા અને મસ્તી મજાક ની આદત સૌ કોઈ ને હસાવતી . હુ કન્યા ઓ મા મને પામવાનુ એક અજબ આકર્ષણ જન્માવતો . પણ રુદ્ર તો રુદ્ર જ હતો તે અમારા ત્રણ ની લાક્ષણીક્તા ઓ એકસાથે સમેટી ને પોતાના મા દબાવી રહ્યો હતો . વળી ...Read More

6

પ્રેમ ની પરિભાષા - ૬. પુજા નુ આગમન

કાવ્યા એ રાત્રી ઉંઘ વિના વિતાવી . તે જાગી ને તુરંત જ સૌમ્ય ની રૂમે પહોંચી હવે તેને સુંદર ની જરૂર ન હતી . તે ઉતાવળે આવી અને નાસ્તો બતાવી સૌમ્ય ની ચાદર ખેંચી પ્રેમ થી કહ્યુ “ ચાલો ઉઠો , નાસ્તો બની ચુક્યો , તમે ફ્રેશ થાવ ત્યા સુધી મા હુ ચા બનાવુ “ સૌમ્ય એ ચાદર ખેચતા કહ્યુ , “ આજે રજા છે . આજે તો થોડી શાંતી રહેવા દે . થોડી ઉંઘ ખેંચી લઉ ““ અચ્છા તમારે ઉંઘ ખેંચવી છે “ કાવ્યા સૌમ્ય પર કુદી પડી અને જોરથી તેની કાન મા કહેવા લાગી “ કાલ રાત્રી ...Read More

7

પ્રેમ ની પરિભાષા - ૭. ડી નુ પદાર્પણ

કાવ્યા સૌમ્ય ને થોડો સમજવા લાગી હતી . જેમ જેમ તે આગળ વધતો તેમ સૌમ્ય ના સ્વભાવ નુ ચીત્ર સામે પ્રગટ થઈ રહ્યુ હતુ . હાલ જે તે દેખાઈ રહ્યો છે તે તો માત્ર ચહેરા પર તેણે આવરી લીધેલુ આવરણ છે . તેણે આ આવરણ હટાવી ને સૌમ્ય ની મુળ પ્રકૃતી ને પાછી તેના મા રોપવાની હતી . તેને લાગ્યુ કે સૌમ્ય ભલે દરેક પ્રશ્નો ના ઉત્તર આપે પણ દરેક ઉત્તર આપવા તેના માટે સહેલા નથી . તે બધા ઉત્તર આપવા મા સહેજ પણ ખચકાટ અનુભવે તે કાવ્યા માટે તેની સૌથી મોટી હાર હતી તેણે કોઈપણ ભોગે સૌમ્ય ને ...Read More

8

પ્રેમ ની પરિભાષા - ૮. ડી ની ઘેલછા

કાવ્યા જોઈ રહી હતી કે સૌમ્ય રુદ્ર થી દુર થઈ રહ્યો હતો , અને તેનુ કારણ પુજા હતી . સ્પષ્ટ પણે જોઈ શકી કે પુજા પ્રત્યે ની લાગણી તેને મીત્રો થી દુર કરી રહી હતી . પણ અહીયા યક્ષપ્રશ્ન એ હતો કે જે મતભેદ સૌમ્ય અને રુદ્ર વચ્ચે હતો એ જ મતભેદ તેની અને સૌમ્ય વચ્ચે આવવાની શક્યતા હતી કારણ કે તેની પોતાની માનસીક્તા રુદ્ર સમાન હતી અને તે રુદ્ર ની કહેલી બધી જ વાતો સાથે સહમત હતી . અને બીજી તરફ સૌમ્ય રુદ્ર સાથે મતભેદ ધરાવતો હતો . કાવ્યા અને સૌમ્ય વચ્ચે મતભેદ થવા ની તૈયારી જ ...Read More

9

પ્રેમ ની પરિભાષા - ૯. ગરવો ગીરનાર

“ ખુબ નસીબદાર લોકો ને જ આવો મીત્ર મળે . ડી નુ હૃદય શાંત થાય તે માટે તે પોતાના પર વજ્રપાત કરવા જઈ રહ્યો હતો . ડી તો કદાચ ભવીષ્ય મા એ જાણી પણ લે કે તે માત્ર વહેમ પાળી રહ્યો હતો , તો પછી તેના માટે રુદ્ર એ તેના સૌથી મોટા ભય તરફ અગ્રસર થવાની શી જરુર હતી ? મારી સમજ મા નથી આવતુ કે આટલા સમય સુધી અંદર સંઘરી રાખેલી અને વારંવાર સામે આવેલી એ કડવી યાદ નો એકાએક ત્યા જઈને સામનો કરવો શુ યોગ્ય હતો ? તેના બે પરીણામો આવી શકે , રુદ્ર તેના પર ...Read More

10

પ્રેમ ની પરિભાષા -    ૧૦. રૂદ્ર ની શક્તી

“ સવાર થઈ અને એ દીવસ આવ્યો કે જ્યારે હુ તૃષા ને મળવાનો હતો . અમે સક્કરબાગ જોવા ગયા રુદ્ર એ કહ્યુ કે તૃષા ત્યાંજ આવવાની છે . અવનવા પ્રાણીઓ જોઈ રહ્યો હતો પણ નજર તો તૃષા ને જોવા તરસી રહી હતી . થોડીવાર તો એવુ લાગ્યુ કે તે મને તરસાવી રહ્યો હતો એટલે મારા થી રહેવાયુ નહી અને મે પુછી નાખ્યુ , “ હવે એ ક્યારે આવે છે ? “ જવાબ મા રુદ્ર એ આંગળી ચીંધી , “ એ સામેથી આવી જ રહી છે . તેની આંગળી પર ધ્યાન જતા તેનો ...Read More

11

પ્રેમ ની પરિભાષા - ૧૧. દુઃખી કરણ

“ તમે રજા દરમીયાન તમારા મીત્રો ને ખુબ યાદ કર્યા હશે . “ કાવ્યા એ પુછ્યુ . “ રજા મા તેમને ઘણા સંભાર્યા . માટે જ અમે રજાઓ પુરી થાય તે પહેલા જ કરણ ના ઘરે જબાનુ નક્કી કર્યુ . કરણ નુ ગામ કચ્છ ના છેવાડા નુ ગામ હતુ અને ત્યા રાજાશાહી સમય ની ઘણી ઈમારતો હતી . તેને એકવાર જોવી તે પણ લાહવો છે તેવુ કહી કહી ને કરણે અમારી ઉત્કંઠા ખુબ જ વધારી હતી . અમે રજાઓ પુરી થવા ના ચાર જ દીવસ પહેલા જ ભુજ જવા રવાના થયા . અમે બધા એ રાતે અમીતભાઈ ...Read More

12

પ્રેમ ની પરિભાષા - ૧૨. ફરી પાછા

કાવ્યા માટે હવે રુદ્ર ને સમજવુ કપરુ બની રહ્યુ હતુ , એક તરફ તેની પ્રેમ ની સમજણ પર અપુર્વ ઉપજી રહ્યુ હતુ તો બીજી તરફ તેની માનસીક્તા પ્રત્યે ઘૃણા ઉપજતી હતી . દરેક સમયે તેનો રુદ્ર પ્રત્યેનો તેનો દૃષ્ટીકોણ બદલી રહ્યો હતો . તેને ક્યારેક એવુ થઈ આવે કે આ માણસ પરત્વે આકર્ષણ કઈ રીતે જન્મી શકે ? પરંતુ જેટલી ઘૃણા થઈ આવે તેટલુ જ રુદ્ર પરથી ધ્યાન હટાવવુ કાવ્યા માટે અઘરુ થઈ રહ્યુ હતુ . જેમ કોઈ નેતા કે અભીનેતા સકારાત્મક કે નકારાત્મક ખબરો દ્વારા માનસપટ પર છવાઈ રહેવાનો પ્રયાસ કરે છે તેવી જ રીતે રુદ્ર કાવ્યા ના ...Read More

13

પ્રેમ ની પરિભાષા - ૧૩. અવિશ્વસનીય યોજના

સૌમ્ય ઘણો સમય બહાર રહ્યો , કાવ્યા વિચારો મા ખોવાયેલી હતી . કાવ્યા એ પુજા વિશે પ્રથમવાર મજાક કરી અને આ મજાક તેને ઘણી ભારે પડી હતી . હજુ સુધી સૌમ્ય એ પુજા ને વીસારી ન હતી . શુ તે પુજા ને ભુલવા માગતો હતો ? તેને લાગ્યુ હતુ કે તે ભુતકાળ ને ભુલવા માગતો હશે , પણ ભુતકાળ કદાચ સૌમ્ય ને છોડવા માંગતો ન હતો . તેમા તે પોતે શુ કરી શકે ? તેને એ ભુલવવા મા થોડી પણ ભુલ થઈ તો સૌમ્ય ને દુઃખ થવાનુ અને ભુલ્યા વિના તે સૌમ્ય ને પામી શકવાની નથી એ તે ...Read More

14

પ્રેમ ની પરિભાષા - ૧૪. પ્રથમ ઘાત

કાવ્યા એ સમય ની રાહ જોઈ રહી હતી કે ક્યારે સૌમ્ય અને પુજા વચ્ચે તીરાડ પડી તે જાણી શકે તેની ઉત્કંઠા એ બાબતે વધી રહી હતી કે એવુ તો શુ બન્યુ હશે જેથી તે બન્ને એકબીજા થી અલગ થયા . આટલુ સાંભળ્યા પછી એ જ જણાઈ રહ્યુ હતુ કે સૌમ્ય પુજા ને ગળા ડુબ ચાહતો હતો , માટે તે કોઈ સંજોગે પુજા ને છોડી શકે નહી . બીજી તરફ એક કન્યા ત્યારે જ તેનુ સર્વસ્વ બીજા ને સમર્પીત કરે કે જ્યારે તે સંપુર્ણ રીતે નિશ્ચીત હશે , પુજા એ તેની બધી હદ વટાવી હતી માટે તે કોઈ સંજોગે ...Read More

15

પ્રેમ ની પરિભાષા - ૧૫. જ્યારે મીત્ર શત્રુ બને છે

ક્યા શબ્દો થી આશ્વાસન આપવુ ? ભરપુર ઇચ્છા હોવા છતા જીભ એકપણ શબ્દ બોલવા તૈયાર ન હતી , તમારી રહેલ વ્યક્તી તમારા મુખેથી એક શબ્દ સાંભળવા માટે તલસી રહ્યુ હોય ત્યારે તમારુ મસ્તિષ્ક જીહ્વા ને સન્દેશ જ ન પાઠવે ત્યારે મગજ પર કેટલુ ખુન્નસ ચડશે ? પથીક ને માર્ગ જણાવવા માટે ની ઉત્સુક્તા સમાવી ન શક્યા છતા તેમને જરૂરી માર્ગ તમે જણાવી ન શકો , પુરપાટ ઝડપે ખાઈ તરફ દોડી રહેલ ગાડી ને રોકવાની ઇચ્છા તથા ક્ષમતા હોવા છતા નિર્ણય ન કરી શકો ત્યારે શુ કરશો . કાવ્યા ની હાલત પણ હાલ આવી જ કઈંક હતી . તે અથાક ...Read More

16

પ્રેમ ની પરિભાષા - ૧૬. કાવ્યા પ્રેમ ને સમજે છે

“ હવે એ બધુ પાછળ છોડી દેવાનો સમય આવી ચુક્યો છે . એ દરેક વ્યક્તી ની પોતાની ભુલ છે દુખી તેમને થવુ જોઈએ . તમે કોઈ ની સાથે દગો નથી કર્યો . તો શા માટે તમે દુઃખી થાવ છો ? તમને ખોવાનુ દુઃખ તેમને થવુ જોઇએ . તે લોકો એ આ સમયગાળા મા તમને સંપુર્ણ રીતે વીસર્યા છે . તો તમે શા માટે તેમને યાદ કરો છો ? તમારી ભાવનાઓ ની લડાઇ મા તમારુ કોઈ સાથી ન હતુ . પરંતુ હવે તમારા જીવન ની કોઈ પણ સમસ્યા મા તમે મને તમારી સામે જ ઉભેલી નિહાળશો . આપણે બન્ને ...Read More

17

પ્રેમ ની પરિભાષા - ૧૭. ચાલ લગ્નમા

હળવા હૃદય સાથે કાવ્યા એ ઉંઘ છોડી ત્યારે નીરખ્યુ કે સૌમ્ય તેની બાજુમા ન હતો . તેણે બહાર જોહ્યુ ખ્યાલ આવ્યો કે સૌમ્ય બાથરૂમ મા છે તેમ જણાયુ . કાવ્યા ઉઠીને તે તરફ આગળ વધી અને દરવાજો ખટખટાવ્યો . સૌમ્ય એ કહ્યુ , “ બસ હવે થોડી જ વાર હમણા બહાર આવુ જ છુ . “ કાવ્યા કઇ જ બોલી નહી માત્ર દરવાજો ખટખટાવ્યો . “ બસ બે જ મીનીટ “ કાવ્યા એ ફરી સૌમ્ય ના અવાજ ને ગણકાર્યા વીના જ તેણે દરવાજો ખટખટાવવાનુ શરુ રાખ્યુ . માટે સૌમ્ય એ ડોકુ નહાર કાઢ્યુ . સૌમ્ય હજુ કઈ બોલે તે ...Read More

18

પ્રેમ ની પરિભાષા - ૧૮. પુનઃમિલન

ભુજ ના સ્ટેશને ઉતરીને કાવ્યા મા આવેલુ ચૈતન્ય અને સૌમ્ય એ નાંખેલ નિસાસા નો ધ્વનિ ને નજરબહાર રાખવા કપરા . સૌમ્ય ને કરણ સાથે કે તેના લગ્ન બાબતે કોઈ રસ ન હતો . કાવ્યા ની જીદ અને તેને દુખ ન થાય એ જ તેની પ્રાથમીક્તા હતી . તે એકદમ સ્પષ્ટ હતો કે બને ત્યા સુધી કોઈની સામે લાંબી ચર્ચા કરવી નહી , લગ્ન મા મહેમાન બનીને આવ્યો છો તો મહેમાન ની જેમ જ રહેવુ અને બને તેટલુ જલ્દી લગ્ન પતાવી ને ફરી તેની અને કાવ્યા ના વિશ્વ મા ખોવાઈ જવુ .બંને ભુજ મા બે દીવસ રોકાઈ ને કરણ ના ...Read More

19

પ્રેમ ની પરિભાષા - ૧૯. કરણ નો શત્રુ

“ તમને બધાને રૂદ્ર સામે શુ તકલીફ છે ? તેણે તમને દરેક ને બધી હદો તોડીને સાથ આપ્યો છે તેણે તેના જીવન ની ચીંતા કર્યા વીના અંજલી ને તમારી પાસે લાવી હતી . ડી તેણે તેના દરેક સીદ્ધાંતો ને છોડી ને માત્ર તારા માટે મને છેતરી હતી . તમારા માટે જે કઈ પણ કર્યુ તે છતા તેના પર તમે જ પાણી ફેરવવા માંગ્યુ ત્યારે પણ તેણે અંજલી ને ઘર સુધી લાવવાનુ માથે લીધુ . તમે તેને એવુ કરવા માટે નહોતુ કહ્યુ છતા તે અહી સુધી આવ્યો હતો અન્યથા આજે તમે આટલા સુખી થઈ ને લગ્ન ની તૈયારી કરવાની ...Read More

20

પ્રેમ ની પરિભાષા - ૨૦. કાવ્યા ની દાઝ

સવાર નો પ્રકાશ પથરાયો , પરંતુ જેમના હૃદય મા રાત્રી એ અંધકાર ફેલાવ્યો હશે તેમના માટે પ્રકાશ પાથરવાની ક્ષમતા મા નથી . સુર્ય આંખો સામેથી અંધકાર દુર કરી શકે પરંતુ જેમના આત્મા અને નયનો માંજ અંધકાર વ્યાપ્ત હોય તેમને નરી આંખે પ્રકાશ નિહાળવા સક્ષમ બનાવા તે તેના સમાન પ્રકાશ પુંજ માટે પણ અશક્ય છે . કાવ્યા એ સૌમ્ય ના જીવન મા એ અંધકાર ની અનુભુતી કરી હતી અને હવે તે રૂદ્ર ના જીવન ને પણ એ જ અંધકાર થી ભરવા માંગતી હતી . માત્ર અન્ય લોકો ને હેરાન કરવા એ નરી ક્રુપણતા છે . કાવ્યા રૂદ્ર ને એ અસહ્ય ...Read More

21

પ્રેમ ની પરિભાષા - ૨૧ . ઘટસ્ફોટ

કરણ સુર્ય ને નીહાળી રહ્યો હતો . તેના જીવન મા પ્રકાશ ફેલાય તે માટે તેણે ઘણી પ્રતીક્ષા કરી હતી આજે તે દીવસ આવ્યો હતો જ્યારે તેના સંયમે તેને ન્યાય અર્પ્યો હતો બસ હવે તૈયાર થઈને ઘોડા પર સવાર થઈ ને અંજલી ને મેળવવા પહોંચે તેટલી જ ક્ષણો તેની અને અંજલી ની આડે હતી . તેણે આજુબાજુ નજર ફેરવી તો બધા તૈયારી ઓ કરી રહ્યા હતા , કોઈ પોતે તૈયાર થઈ રહ્યુ હતુ , તો કોઈ કરણ માટે તૈયારી કરી રહ્યુ હતુ . સ્ત્રીઓ શણગાર સજી ને કોઈ ને મંત્રમુગ્ધ કરવા તત્પર હતી , લગ્ન મા વ્યસ્ત થવુ , ...Read More

22

પ્રેમ ની પરિભાષા - 22 રાહ

રાત્રી ના અંધકાર મા તૃષા ના ઘરે પહોંચતા જ બધા ને લાગ્યુ કે પહોંચતા ઘણુ મોડુ થઇ ગયુ છે રાત ના નવ વાગી ચુક્યા હતા ને અંદર થી શ્લોકો ના આવી રહેલા ધ્વની પરથી એવુ લાગ્યુ કે વરરાજા મંડપ સ્થળે પહોંચી ગયા હશે . રુદ્ર ના મુખ પર હજુ ક્યો ભાવ છે તે કળી શકાય તેમ ના હતુ . તેની વિચારવા ની ક્ષમતા હણાઇ ગઇ હતી , એટલે તેને ગાડી મા જ બેસાડી ને સૌમ્ય અને ડી બન્ને નિચે ઉતર્યા . તે બન્ને ને દરવાજા પર ઉભેલા ચોકીદાર સાથે રક્જક કરતા જોઇ ને રુદ્ર ...Read More