indian lovestory - 16 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની પરિભાષા - ૧૬. કાવ્યા પ્રેમ ને સમજે છે


    “ હવે એ બધુ પાછળ છોડી દેવાનો સમય આવી ચુક્યો છે . એ દરેક વ્યક્તી ની પોતાની ભુલ છે . દુખી તેમને થવુ જોઈએ . તમે કોઈ ની સાથે દગો નથી કર્યો . તો શા માટે તમે દુઃખી થાવ છો ? તમને ખોવાનુ દુઃખ તેમને થવુ જોઇએ . તે લોકો એ આ સમયગાળા મા તમને સંપુર્ણ રીતે વીસર્યા છે . તો તમે શા માટે તેમને યાદ કરો છો ? તમારી ભાવનાઓ ની લડાઇ મા તમારુ કોઈ સાથી ન હતુ . પરંતુ હવે તમારા જીવન ની કોઈ પણ સમસ્યા મા તમે મને તમારી સામે જ ઉભેલી નિહાળશો . આપણે બન્ને હવે નવા ચીલે આપણો માર્ગ બનાવીશુ . “ એમ કહી ને તેણે સૌમ્ય ના હાથ ને પોતાના હાથો વડે પ્રેમ થી દબાવ્યો . સૌમ્ય એ કાવ્યા ને પોતાના બાહુપાશ મા ઝકડી ને હળવો બનવા પ્રયાસ કરવા લાગ્યો . કાવ્યા એ પણ શબ્દો ને આરામ આપીને માત્ર સૌમ્ય ના મસ્તક પર પ્રેમ થી હાથ ફેરવવાનુ કાર્ય આદર્યુ .

    કુદરતે દરેક સ્ત્રી ને માતૃત્વરૂપી ઉત્તમ ભેંટ અર્પી છે . પુરૂષ ને જ્યારે પ્રેમ ની જરુરીયાત હશે ત્યારે રંભા બનીને તેને પ્રેમરસ મા તરબોળ કરશે અને જ્યારે આશ્વાસન ની જરુરીયાત હશે ત્યારે માતૃત્વરૂપી સાગર મા ડુબાવશે . સમસ્યા ઓ થી ઘેરાયેલ પૂરૂષ સ્ત્રી પાસે પહોંચીને બાળક બનવાનુ પસંદ કરશે કારણ કે મુશ્કેલી મા હંમેશ માતા નો ખોળો જ યાદ આવે છે .ત્યા જઈ ને બધા દઃખ , સમસ્યાઓ , ચિંતા ઓ ભુલાવી શકાય છે . માટે જ પુરૂષ ક્યારેક માતૃત્વ ની અપેક્ષા એ સ્ત્રી ની સામે નિઃશસ્ત્ર બની ને સમર્પીત થાય છે . અને સ્ત્ર્રી પાસે અપેક્ષા રાખે છે કે તે ભરપુર માતૃત્વ વરસાવે . સ્ત્રી પણ માતૃત્વ વરસાવવા માટે હન્મેશ તત્પર હોય છે . તેમા પણ જ્યારે તેનુ પ્રીયપાત્ર તેની પાસે અપેક્ષા સાથે આવે ત્યારે તેના માટે એ આનંદ ની અવધી હોય છે . કાવ્યા પણ એ આનંદ માણી રહી હતી . પરંતુ એક પ્રેયસી તરીકે કાવ્યા જાણતી હતી કે બરાબર યોગ્ય સમયે તેને માતૃભાવ નો ત્યાગ કરીને અપ્સરા બનવાનુ હતુ . એ ક્ષણ ખુબ જ કિંમતી હોય છે . અને જીવન મા આવા સંયોગ બહુ ઓછા બને છે જ્યારે આવી ક્ષણ એક સ્ત્રી ના હસ્તો મા આવે . કાવ્યા એ એ ક્ષણ ઝડપી અને સૌમ્ય ને છાતી-સરસો ચાંપી દીધો .

    ઘણા સમય સુધી તે અહલ્યા બની હતી હવે તે અહલ્યા માંથી રંભા મા પરિવર્તન પામી રહી હતી . તેણે સૌમ્ય ના મુખ ને પ્રેમ થી પોતાની સામે લાવી ને સૌમ્ય ની આંખો ની આરપર જોઈ રહી . સૌમ્ય ની આંખો મા રહેલ ઉજ્જડતા પારખી હવે તેમા રસ ભરવાનો સમય આવી ચુક્યો હતો .  બહુ નાજુક પળો હતી એ તેમા ઉતાવળ હીતાવહ ન હતી . તેણે ધીરેથી સૌમ્ય ના અધરો ને પોતાના અધરો વચ્ચે સ્થાન આપ્યુ અને સૌમ્ય ને સુરાપાન કરાવવાનુ શરુ કર્યુ . તેણે એ રીતે સૂરાપાન કરાવ્યુ કે સૌમ્ય ને દરેક ઘુંટ સાથે ઇચ્છા તૃપ્ત થવાને બદલે ઇચ્છા વધતી જ રહી . સૌમ્ય એક દૈત્ય ની અમૃતપાન કરવાની ત્વરા ની માફક તેણે રસપાન આદર્યુ હતુ . સૌમ્ય અવીરત વાંછના સાથે સમુદ્ર મા ગરકાવ થઈ રહ્યો હતો . સૌમ્ય સંપુર્ણ રીતે કાવ્યા ને સમર્પીત હતો . કાવ્યા એ જ એ નક્કી કરવાનુ હતુ કે સૌમ્ય ને કઈ દીશા મા દોરી જવાનો છે . જો કાવ્યા ઇચ્છે તો સર્વોપરી બની શકે અને ઇક્છે તો સૌમ્ય ને સમર્પીત થઈ શકે . આ ક્ષણે પુરૂષ દૈત્ય અથવા દેવ બની શકે પરંતુ તે પોતાની નહી પરંતુ સ્ત્રી ની ઇચ્છા થી . દૈત્ય ના સમર્પણ અને દેવ ના સાનિધ્ય વચ્ચે કાવ્યા એ દેવ નુ સાનિધ્ય પસંદ કર્યુ અને સૌમ્ય ને સમર્પીત થઈ . અત્યાર સુધી તે મુખ્ય પાત્ર હતી પરંતુ તે મુખ્ય માંથી સહાયક બની . દૈત્ય ની અધિષ્ઠાત્રી દૈત્યા નહી પરંતુ દેવ ની સહચારીણી દેવી બની ને કાવ્યા એ રસીક્તા થી પ્રણકાર્ય માણ્યુ . સૌમ્ય ની પુર્ણતયા સંતુષ્ટી સાથે કાવ્યા એ સૌમ્ય ને શાંતિ અર્પી હતી . થોડા સમય માટે ત્તે એ દરેક તકલીફો થી દુર થયો અને આરામ થી ઉંઘ ને શરણે પહોંચ્યો .

    કાવ્યા સૌમ્ય ના માથા પર પ્રેમ થી હાથ ફેરવી રહી હતી . સૌમ્ય ના ચહેરા પર પથરાયેલી શાંતિ એ તેના મુખ પર વીજયી સ્મીત ફરકાવવા મજબુર કરી . તે જાણતી હતી કે વીજય નો ઉન્માદ તે વધુ સમય જાળવી નહી શકે . કાવ્યા ને થોડા સમય માટે ના જય ની નહી પરંતુ શાશ્વત વીજય ની અપેક્ષા હતી . આ ઇચ્છા પુર્ણ કરવા તે કોઇ પણ ભોગ આપવા કટિબદ્ધ હતી . સૌમ્ય ના ચહેરા પર ફરી નજર ફેરવતા તેના વીચાર ના ઘોડા દોડવા લાગ્યા , “ સૌમ્ય ની હૃદયસામ્રાજ્ઞી બન્યા બાદ પણ હજુ મને શાંતિ પ્રાપ્ત થઈ નથી . હવે વધારે શુ જોઇએ ? સૌમ્ય એ મારો સહારો લીધો છે . પણ ડુબતો માણૅસ તો કોઈ નો પણ સહારો લે . અને બહાર નીકળવા માટે ઘણા દાવાઓ પણ કરે અને જ્યારે બહાર આવે ત્યારે દરેક દાવા ભુલી જશે . તો શુ સૌમ્ય ને બહાર જ ન આવવા દઉ ? તેને ડુબેલો જ રહેવા દઉ ? તેનાથી હુ તેની હૃદયસામ્રાજ્ઞી બનીશ અને તે મારો બનશે . મે તેના પર વીજય મેળવ્યો છે માટે તે હંમેશ અવશ્ય મારો જ બની ને વર્તશે , મારો સાથ ક્યારેય છોડશે નહી પરંતુ મારે ત્તેનો સાથ નહી તેનો પ્રેમ જોઇએ છે . મને લાગતુ હતુ કે મે તેને પામી લીધો છે . મે તેને જીતી લીધો . પારંતુ અચાનક જ આ વિજય કેમ પરાજય લાગી રહ્યો છે . આટલી મહેનતે તેને વશ કર્યો તેનો કોઈ અરથ નહી સરે ? મારા બધા પ્રયત્નો નિષ્ફળ જશે ? “

    તે દ્રઢનિશ્ચયી બની , “ નહિ હાર મને માન્ય નથી . સૌમ્ય મારો જ છે અને મારો જ રહેશે . “

    એક અજાણી આકૃતી એ તેને પ્રતીભાવ આપ્યો , “ આ પ્રેમ નથી . તુ સમ્ય ને તારો બનાવવા ઇક્છે છે , એ તારી હઠ છે . સૌમ્ય ન તુ મેળવવા માંગે છે કે કારણ કે સૌમ્ય એ તારા જેવી સુંદર સ્ત્રી સામે હોવા છતા તારા તરફ આકર્ષિત ન થયો . તેણે તારા અભિમાન પર ઘાત કર્યો હતો , તારી રૂપગર્વિતા ને ઠેસ પહોંચાડી તારો અહંકાર તને તેના તરફ ખેંચી રહ્યો છે . અને અંતે તે તારુ ધાર્યુ કર્યુ પણ , તે તેને પામ્યો તો હવે વધારે શી ઇચ્ચા રાખે છે . તારી જીત થઈ છે ? “

    કાવ્યા એ આકળી બની ને પ્રત્યુતર આપ્યો , “ મે માત્ર અહંકાર થી પ્રભાવીત થઈ ને નહી પરંતુ મારી લાગણી ના કારણે સૌમ્ય ને પામવા પ્રયાસ કર્યો હતો . હુ રૂપગર્વિતા છુ ! શા માટે મારા રૂપ નો અહંકાર ન કરુ ? ઇશ્વરે મને બેફામ સુંદરતા ભેટ મા આપી છે . મને એવુ થયેલુ કે શ્રીંગાર ના ઐશ્વર્ય થી ભરપુર કન્યા સામે તે આકર્ષિત કેમ ન થયો , તેના તરફ આકર્ષિત થયાનુ એ મુખ્ય કારણ હતુ . પરંતુ હુ તેને મેળવવા માંગતી હતી કારણ કે હુ તેને ચાહુ છુ . એ બાબતે હુ સ્પષ્ટ છુ . તેમા ખોટુ શુ છે ? જો મે તેને મેળવી લીધો . તે અત્યારે મારી બાહોમા છે . “

    “ એ તારી બાહોમા છે છતા તુ મને સાંભળી રહી છે . હવે તુ જ વિચારી લે શુ એ તારો છે ? આકર્ષણ સાશ્વત નથી , જ્યારે તારુ આકર્ષણ જતુ રહેશે ત્યારે તુ તેને છોડીશ ? આકર્ષણ પ્રેમ નુ પ્રથમ પાદ છે . આજે તુ તારા આકર્ષણ ને પ્રેમ માની બેસી છો . તુ પ્રથમ પાદ ને જ તારી મંજીલ ધારી રહી છો . માટે તુ મંજીલે ક્યારેય પહોંચીશ નહી . છેવટે આવી રીતે અસમંજસ સામે આવતા અટકી જઈશ . આકર્ષણ થી આગળ વધ , ક્ષણભંગુર થી સાશ્વત તરફ . “

    “ હા તો એ પ્રથમ પગથિયુ મે પસાર કર્યુ છે અને હવે હુ તેનાથી પણ વધારે આગળ વધી જ રહી છુ . સૌમ્ય સંપુર્ણપણે મારો બની ચુક્યો છે . હવે તેના સંશયો નો નાશ કરી ને તેનો વિશ્વાસ મેળવીશ . ત્યાર બાદ કોઈ તેને મારો બનતા અટકાવી શકશે નહી . “

    “ હા તે સૌમ્ય ને મેળવી જ લીધો છે પરંતુ શુ તુ એની બની છે ? પ્રેમ મેળવવા ને નહી પરંતુ અર્પણ કરવા ને કહે છે . તે તારી જાત ને તેના ચરણો મા સમર્પીત કરી છે ? જ્યા સમર્પણ નથી ત્યા પ્રેમ નથી . તેણે તો તેની જાત તને સમર્પીત કરી છે , એટલે એ સીદ્ધ થાય છે કે તે તેને ચાહે છે , પરંતુ  શુ તુ સૌમ્ય ને પ્રેમ કરે છે ? વાસ્તવીક્તા એ છે કે તે એને મેળવી લીધો એટલે તારુ કાર્ય પુર્ણ થયુ . હવે જ્યા સુધી તારી ઇચ્છા હશે ત્યા સુધી તમારો પ્રેમ સબંધ સચવાશે . જ્યા સુધી તારી ભ્રમણા ચાલશે ત્યા સુધી સૌમ્ય પણ ખુશ રહેશે પરંતુ જેવી એ તુટશે એટલે દુઃખી થવાનુ તો સૌમ્ય ને જ રહેશે . તે બીચારો બીજી વાર ઠોકર ખાશે , પરંતુ તેનાથી તને શુ ફરક પડે , તારે તો માત્ર તારી ભ્રમણા માંજ રાચવુ છે “

    કાવ્યા ના ધબકાર ની ગતી વધવા લાગી . કોણ તેને પ્રત્યુતર આપી રહ્યુ હતુ એ તે સમજી શકી નહી , કદાચ કોઈ પણ હોય તે પછી હઠવાની ન હતી . “ હુ તેને કોઈ ભોગે દુઃખી કરીશ નહી . મે સંપુર્ણ સમર્પણ તો કર્યુ જ છે . હવે શુ બાકી રહ્યુ છે ? એક કન્યા પોતાની જાત થી વધુ શુ આપી શકે . “

    તેના દરેક પ્રશ્ન નો ઉતર તેને મળી રહ્યો હતો , “ તે તારુ શરીર સમર્પીત કર્યુ છે . એ તો દરેક પ્રાણી ની પ્રકૃતી છે . કુદરટે વારસો આગળ ધપાવવા માટે આ પ્રણાલી દરેક પ્રાણી ને આપી છે પરંતુ વાસ્તવ મા શુ એ પ્રેમ છે ? પ્રેમ એ નિર્મળ ગંગા છે . તેમા ક્યારેય ભરતી કે ઓટ આવતી નથી . સમર્પણ શરીર નુ નહી હૃદય નુ અર્પો . આત્મા નુ સમર્પણ થાય ત્યારે પ્રેમ કર્યો છે એવુ માનવુ . જ્યારે તુ તારા આકર્ષણ થી આગળ વધીશ ત્યારે તને પ્રેમ શુ છે તે સમજાશે . “

    “ હુ માનવા તૈયાર નથી . મને મારી જાત પર પુર્ણ શ્રદ્ધા છે . મે હૃદય ને થઈ રહેલી પીડાઓ ગણકાર્યા વીના સૌમ્ય નુ કથાનક સાંભળ્યુ . તે જ્યારે જ્યારે પુજા નુ નામ લે છે ત્યારે ત્યારે ત્યારે મારા હૃદય નો કચ્ચરઘાણ વળે છે છતા તેને ભુતકાળ માંથી  બહાર લાવવા , તેની પીડાઓ ને હણવા માટે મે એ દરેક વાત સાંભળી . હવે તેનુ સમાધાન ખોળવા માટે હુ કોઈ પણ ભોગ આપવા તૈયાર છુ , શુ એ પ્રેમ નથી ? “ સ્ત્રી હઠે ભરાઈ હતી , હવે તે સમર્પણ સ્વીકારે તે શક્ય ન હતુ .

    “ તારૂ મગજ એવુ વીચારી રહ્યુ છે . શુ તે એ બધુ માત્ર સૌમ્ય ની તકલીફ દુર કરવા કર્યુ છે ? તો એ ચોક્કસ પ્રેમ છે . પરંતુ મને એવુ લાગે છે કે તે એવુ વીચાર્યુ છે કે સૌમ્ય તેના ભુતકાળ ને ભુલશે નહી ત્યા સુધી તારો કઈ રીતે બનશે . જે સાતત્યથી તેણે તને તેનો સંપુર્ણ ભુતકાળ જણાવ્યો એ જ રીતે તુ એને તારો ભુતકાળ જણાવીશ ? નહી તુ વીચાર કરીશ કે જો તુ તેને આવુ કહીશ તો તે આમ વીચારશે . ભલે તે કદાચ કશુ જ વીચારવાનો નથી છતા તુ એવુ માની લઈશ અને તુ સંપુર્ણ સત્ય તેની સાથે વાગોળીશ નહી . અને તને પીડા થઈ રહી હતી ? શા માટે ? સૌમ્ય ને તુ ખરા હૃદય થી ચાહે છે તો ભલે તે ચાહે તેમ વર્તે તેનાથી તને પીડા કઈ રેતે થઈ શકે ? અને પુજા તો તેન ભુતકાળ છે , કદાચ તેનો વર્તમાન હોય તો તે તેની સાથે રહેવા ઇચ્છે તે છતા તારી લાગણીઓ મા કશો ફરક નહી આવે . તે ખુશ રહેશે તે દરેક કાર્ય મા તને પ્રસન્નતા મળશે . ચાહે તેના માટે તારે તનાથી દુર જવુ પડે . શુ તેના ભુતકાળ ને ભુલવાનો માર્ગ તેને પુજા તરફ દોરી જતો હશે તો તુ એ રસ્તે તેની સાથે ચાલીશ ? નહી તુ એવુ કરીશ જ નહી . પરંતુ કદાચ તારા હૃદય મા સૌમ્ય માટે સહેજ પણ લાગણી હશે તો માર્ગ ઘણો કષ્ટદાયી હોવા છતા તને એ ફુલ પાથરેલો જણાશે . તબે ચિંતા નહી રહે કારણ  કે તને ખાત્રી હશે કે તુ અર્પણ કરીશ તો ચોક્કસ તને પ્રત્યાર્પણ મળશે . “

    હજુ કાવ્યા બંડ પોકારી રહી હતી , “ નહી હુ તેને કોઈ સંયોગે તેને પુજા તરફ જવા દઈશ નહી . શી કાતરી કે મને પ્રત્યાર્પણ મળશે ? મારે સૌમ્ય સાતે જીવવુ છે , મારે તેના બાહુપાષ મા રમવુ છે . મારે તેના ખોળા મા સુવુ છે . શુ મારે આજીવન તેનો વીરહ સહન કરવો ? શુ મારી ઇચ્છા નુ કોઈ મહત્વ નથી ? “

    “ ઇચ્ચા ? તારી ઇચ્છા . જ્યારે તુ તારા હૃદય ને પુછીશ કે શુ ઇચ્છા છે ? ત્યારે ઉતર મળશે ક સૌમ્ય ને ખુશ રાખવો એજ મારી ઇચ્છા છે . ત્યારે તને જે શાંતિ મળશે તે જ પ્રેમ છે . ખરેખર જ્યા ઇચ્છા છે ત્યા જરૂરીયાત ઉત્પન્ન થાય છે , જ્યા જરૂરીયાત છે ત્યા સબંધ છે , પ્રેમ નહી . જ્યારે કોઈ ઇચ્છા ના હોય , કોઈ અપેક્ષા ન હોય ત્યારે પ્રેમ નામની લાગણીનો જન્મ થાય છે . તારા માટે તે કઈ કરશે તે તને ચોકાસ ગમશે , પરંતુ તેના થી પણ વીશેશ તુ કઈંક તેના માટે કરીશ તે તને ગમશે . જ્યા સ્વાર્થ છે ત્યા પ્રેમ નથી . તેની સાથે માત્ર સુખો રોટલો ખાઈને પણ આનંદ આવશે . જ્યારે કોઈ પ્રકાર ની જરુરીયાત નહી રહે ત્યારે તેને પ્રેમ સમજજે . “

    જેમ સિંહ શિકાર ને પકડવા માટે આઘાત કરે તેવી જ રીતે કાવ્યા એ આઘાત કર્યો , “ જ્યા અપેક્ષા હશે ત્યા પ્રેમ સંભવે નહી તો પછી માતા-પિતા પુત્ર પાસે ભણવા રાખે છે તો તેઓ તેમના સંતાનો ને ચાહતા નથી ? “

    કાવ્યાએ થોડી ક્ષણો ઉતર ન સાંભળ્યો માટે તેને થયુ કે તે સાચી છે . પરંતુ થોડી જ ક્ષણો મા તેની આશા ઓ પર પાણી ફેરવતો અવાજ આવ્યો , “ તેમને એવી આશા હોય છે કે તેમનુ બાળક લાયક બને અને સારૂ જીવન વ્યતીત કરવા સક્ષમ બને . એ અપેક્ષા તેમના સુખ માટે નહી પરંતુ બાળકો ના સુખ માટે હોય છે . આશા અને અપેક્ષા વચ્ચે ઘણુ અંતર હોય છે . તમને અપેક્ષા છે કે સૌમ્ય મારૂ આ કહેવાનુ માનશે જ . પન જ્યારે તે નહી માને ત્યારે તને ગુસ્સો આવશે . પણ અપેક્ષા ને બદલે આશા હશે ત્યારે દુખ થશે પરંતુ તેનાથી તકલીફ નહી થાય . એવી જ રીતે માતા-પિતા ને આશ હોય છે કે તેમનુ બાળક તેમની દરેક વાત માનશે , જ્યારે તે નહી માને ત્યારે તેઓ વીચારશે કે કશો વાંધો નહી ક્યા કોઈ અન્ય છે તેમનુ સંતાન જ છે . ઘણા સમયે એવુ થઈ આવે છે કે જે પુત્ર માતા-પિતા ને વૃધ્ધાશ્રમ મા છોડી આવે છે કાદાચ તેના માટે તેમના મન મા કડવાશ ઉદ્ભવતી હશે , પરંતુ મે ક્યારેય એવુ નિહાળ્યુ નથી . પુત્ર કે પુત્રી માતા-પિતા સાથે કોઈ પણ પ્રકાર નુ ખરાબ વર્તન કરે પરંતુ તેઓ તો હંમેશા સંતાનો નુ હીત જ ઇચ્છે છે . તેમના બાહ્ય વર્તન મા કદાચ તમને એ કળાશે નહી પરંતુ જ્યારે તમે તેમના હૃદય મા ડોકીયુ કરશો ત્યારે તમને સમજાશે કે તેમની ભાવનાઓ મા કોઈ પ્રકાર નુ પરીવર્તન આવ્યુ નથી . હૃદય ની ભાવના ઓ ક્યારેય વધતી કે ઘટતી નથી . લાગણી ઓ નો ઉદય થાય છે પરંતુ ક્યારેય તેઓ અસ્ત થતી નથી . “

    “ માતા – પિતા તરફ થી તો લાગણી ઓ ના ઘોડાપુર છતા બાળકો તેમા તણાતા કેમ નથી ? પ્રેમ એક દીશામાંથી કઈ રીતે વહે ? એ તો બન્ને દેશા માંથી વહેવો જોઇએ ને . “ કાવ્યા અજાણતા જ રૂદ્ર ના શબ્દો ઉચ્ચારી રહી હતી .

    “ પ્રેમ ને દીશાઓ નથી હોતી , એ ચોતરફ વહે છે . હા એ ચોક્કસ છે કે એક પાત્ર ને પ્રેમ થઈ શકે . પ્રેમ બન્ને ને હશે એવુ ન પણ બને . પ્રેમ એ હૃદય થી હૃદય નુ જોડાણ છે પરંતુ તેમા બન્ને હૃદય એકબીજા સાથે સરખા જ અંશે અને સરાખા જ કોણે મળે એ શક્ય નથી . તુ કોઈ ને પ્રેમ કરે છે તેનો અર્થ એ નથી કે સામેની વ્યક્તી પણ તને ચાહે . એવુ પણ શક્ય છે કે એ તને ધીક્કારતી હોય . છેવટે અમુક સમયે પ્રેમ નો ધસમસતો સાગર તેના હૃદય મા ઉર્મીઓ અવશ્ય જન્માવશે . તને ચાહનાર તારા હૃદય મા ચાહત જન્માવશે જ એ અટલ છે . એવી જ રીતે થોડા ઘણા અપવાદો ને બાદ કરતા દરેક સંતાન તેના માતા-પિતા ને ચાહતુ જ હશે . પરંતુ ક્યારેક સમાજ આગળ ધપાવવાની મજબુરી કે પછી પ્રેમ નો વહેમ તેને તેના શાશ્વત પ્રેમ થી અલગ થવા પ્રેરે છે . બે સમાન લાગણીઓ પોતાના માટે બીજી લાગણી ને છોડવાનુ કહે એ કઇ રીતે શક્ય બને ? અને તુ જ નિષ્પક્ષતા થી કહે કે તુ ક્યા પ્રિયપાત્ર સાથે રહેવા ઇચ્છે છે ? એ માતા-પિતા કે જેણે તેને આજ દીવસ સુધી કઇ મેળવાવાની આશા વીના પ્રેમ આપ્યો કે તેનુ પ્રીયપાત્ર જે હમણા જ જન્મેલી લાગણી ને કારણે તેનો હક જતાવે છે ?     માતા-પિતા પુત્ર કે પુત્રી ના સુખ માટે તેમના થી દુર રહેવાનુ સ્વીકારે છે . અને માણસ તેનો વારસો આગળ ધપાવવા માટે તેર જેનો વારસ છે તેમનો ત્યાગ કરે છે . આ પ્રણાલી કુદરતી છે પરંતુ પ્રાણી ઓ મા અને માણસો મા એજ તફાવત છે કે કુદરતી પ્રણાલી ઓ સીવાય ઇશ્વરે તેમને વીચાર અને પ્રેમ નામની અમુલ્ય સોગાદ આપી છે . તો એવા માણસ અને પ્રાણી વચ્ચે શુ અંતર ? માણસ આજે ભરપુર વહેમ ના કારણે ભરપુર પ્રેમ નો ત્યાગ કરે છે , કારણ કે છેવટે તે મગજ થી કામ લેવાનુ શરુ કરે છે . ત્યાઅરે તેનુ હૃદય કામ આપવાનુ બંધ કરે છે . લાગણીઓ મગજ થી નહી હૃદય થી સમજાય છે . સૌથી અમુલ્ય પ્રેમ માતા-પિતા તરફ થી પ્રાપ્ત થાય છે . એ પ્રેમ નો ત્યાગ કરનાર ના હૃદય મા પ્રેમ કઈ રીતે જન્મી શકે ? તે મગજ થી ખોટા નિર્ણયો લે છે અને આજીવન પછતાય છે . “

    કાવ્યા ને વાત ગળે ઉતરી કે પત્નિ સાથે નો પ્રેમ માતાપિતા ને દુર કરવાનુ મુખ્ય કારણ છે , અને એ વાત તો દીવા જેવી સાફ છે કે બે સમાન લાગણીઓ એકબીજા ને નિમ્ન સાબીત કરવાનુ ન ઇચ્છે . અથવા સમાજ મા તેના લગ્નસબંધ બાબતે કોઈ ચર્ચા ન થાય અને તેના લગ્ન જીવન મા કોઈ વીખવાદ ન ઉદ્ભવે એ માટે જતુ કરે છે અને છેવટે પછતાય છે . તેને ચર્ચા અવળે રસ્તે વળેલી જણાઈ . , “ તો મને એ કઈ રીતે ખ્યાલ આવે કે સ્સૌમ્ય મને ચાહે છે ? “

    “ એ જાણવાની તારે શી ખેવાના છે . તુ તેને ચાહે છે બસ એટલુ તારા માટે પુરતુ છે . જો તુ વ્યાપાર કરવા ઇચ્છુ ક છો તો તારે તે અર્પેલ સામે કશુક જોઇએ . પરંતુ પ્રેમ એ વ્યાપાર નથી . તારે કશુ પામવાની ઝંખના ન હોવી જોઇએ . એ અર્પે તો ઠીક નહીતર કશો વાંધો નહી . “

    “ તો શુ તેની મારા પ્રત્યે કોઈ જવાબદારી નહી ? બધી જવાબદારીઓ મારે જ અદા કરવાની ? “

    “ જવાબદારી એ માણસે ઉત્પન્ન કરેલી ભ્રમણા છે . સ્ત્રી અને પૂરૂષ એકબીજા સાથે લગ્નગ્રંથી થી જોડાય એટલે સ્ત્રી નુ રક્ષણ પુરૂસઃ ની જવાબ્દારી અને ઘરકામ સ્ત્રી ની જવાબદારી . શુ આ બધુ હૃદય નક્કી કરે છે ? નહી આ બધુ મગજ અને સમાજ નક્કી કરે છે . લગ્ન સમાજ ચલાવવા માટે , જીવન સુગમ બનાવવા માટે કરવામા આવે છે . પ્રેમ કરવામા નથી આવતો થઈ જાય છે . નિઃશંક સંસાર ચલાવવા માટે રચવામા આવેલ આ પ્રણાલી આવશ્યક છે . આ બધી જવાબદારીઓ માનવે લગ્ન સાથે જોડી છે . લગ્ન અને પ્રેમ સસ્માન નથી . એક માનવે ઉત્પન્ન કરેલ પ્રથા પરંપરા અને વ્યવસ્થા છે તો બીજી માત્ર નિર્દોષ લાગણી છે . જવાબદારી વ્યવસ્થા સાથે ચોક્કસ સંકળાયેલી છે પરંતુ લાગણી સાથે નહી . જવાબદારી માંગીશ એટલે તુ સ્સમાજવ્યવસ્થા નો એક ભાગ બનીશ . પરંતુ પ્રેમ આપીશ એટલે તુ પોતે તેની વ્યવસ્થા બની જઈશ . “

    “ તો લો હુ આપવા માટે તૈયાર છુ , પરંતુ તેનો ભુતકાળ તેને જીવન થી વિમુખ બનાવી રહ્યો છે તો તેને હુ કઈ રીતે મદદ કરુ ? હુ તેના માટે શુ કરુ ? “

    “ કઈ જ નહી , માત્ર પ્રેમ કરવાનો છે . સૌથી શ્રેષ્ઠ સમાધાન બસ પ્રેમ જ છે . નિર્દોષ પણે મળતો પ્રેમ માણસ ના ઘણા મોટા ઘાવ દુર કરે છે . તો પછી આ તો સામાન્ય છે . તેના માટે કોઇ ખાસ પ્રયત્નો કરવા નહી પડે . આ પ્રયત્નો તારુ મગજ નહી કરે પરંતુ તારુ હૃદય તને માર્ગ બતાવશે . બસ તારે નિર્લેપ પ્રેમ અર્પવાનો છે અને રાહ જુવા ની છે . જ્યારે તારો પ્રેમ એના ઘાવ ની પીડા ની હદ થી વધી જશે ત્યારે તે આપોઆપ તેના ઘાવ ભુલી જશે . “

    “ મારુ હૃદય મારુ માર્ગદર્શક છે કે પછી મગજ એ મને કઈ રીતે ખ્યાલ આવે ? “ કાવ્યાએ એ આકૃતી પર પુર્ણ વિશ્વાસ મ્ક્યો હતો .

    “ તને ખ્યાલ આવી જશે . સૌમ્ય અંગે હન્મેશા તુ હૃદય થી વીચારવાનો પ્રયત્ન કરજે . મગજ નફા-ખોટ વિશે વીચારશે . હૃદય ક્યારેય એવુ નહી વીચારે બસ એ એવી જ ખેવના રાખશે કે તારા કોઈ કાર્ય થી સૌમ્ય કેટલો હળવો બને છે . તારી એકમાત્ર આશા સૌમ્ય ને તૃપ્ત કરવાની રહે , જ્યારે તેણે તને કઈ કહેવુ ન પડે , તુ આપોઆપ તેને સમજી જશે ત્યારે સમજજે તુ હ્ર્દય થી વીચારી રહી છે . મગજ થી કરેલો નિર્ણય હંમેશા તારા માટે સ્ખદ જ હશે પરંતુ હૃદય તો સૌમ્ય ની સુખાકારી ઇચ્છશે તેના થી તને સમજાઈ જશે . તારે તે માટે ચિંતીત થવાની આવશ્યક્તા નથી , હૃદય આપોઆપ વીચારતુ થઈ જશે . બસ તુ પ્રેમ કર . “

    “ તો મારે પ્રથમ તો એ નક્કી કરવુ પડે કે ખરેખર મને પ્રેમ થયો છે ? શુ તેની ખાતરી મને આજુબાજુ ના વાતાવરણ માંથી મળશે ? શુ ચોતરફ ખુશનુમા હવા ફરકવા લાગશે ? શુ તેના સામે આવતા જ સંગીત વાગવા લાગશે ?  જ્યા ત્યા સૌમ્ય જ દેખાશે ? હૃદય ના ધબકારા વધી જશે ? સ્વપ્ન મા પણ સૌમ્ય ના જ દર્શન થશે ? હુ કઈ રીતે સમજુ કે હુ પ્રેમ ના ઝરણા મા તરબોળ થઈ રહી છુ ? “ કાવ્યા એ તેના માટે અગત્યનો પ્રશ્ન પુછ્યો .

    “ એ જ તો વીડંબણા છે કે માનસ ને વહેમ ની જાણૅકારી તાત્કાલીક થશે પરંતુ પ્રેમ ની ખાતરી થતા ઘણો સમય વીતી જાય છે . કદાચ એ જ કારણે હૃદય ની સાચી લાગણીઓ તરફ આગળ વધતા નથી . પ્રેમ એક ધસમસતો સાગર છે . એ પોતાના આગમન ની જાણ નહી કરે ? શુ તારા હૃદય મા સમાયેલ ઘુઘવતા સાગર વીશે પણ તારે પૃચ્છા કરવી પડશે ? પરંતુ તુ માનીશ કે સંગીત વાગશે , વાતાવરણ ખુશનુમા બનશે , બધે જ તને સૌમ્ય દેખાશે અને તેના જ સ્વપ્નો આવશે કદાચ એવુ કશુ બનશે નહી . બહાર ના વાતાવરણ મા કોઈ પરીવર્તન નહી આવે . તારી ઇન્દ્રીઓમા પરિવર્તન ચોક્કસ આવશે . તેના કારણે તારી આજુબાજુ ખરેખર છે તેનાથી જ તને આનંદ મળૅશે . તફાવત એટલો જ આવશે કે ચીલાચાલુ પ્રસંગો , જેનાથે તુ ઉબી ગઈ છો તેમા પણ તને મજા આવશે . જ્યારે હૃદય એક બનશે , શ્વાસ ભેગા થશે , વિશ્વાસ જ આધાર બનશે , વીચાર એક થશે , મન શાંત બનશે અને ભાવનાઓ શમી જશે ત્યારે સમજજે કે તને પ્રેમ થયો છે . તારુ હૃદય અને શ્વાસ તેની સાથે જોડાઈ જશે . તારા મન મા ક્યારેય તેના પ્રત્યે અવિશ્વાસ ઉદ્ભવશે નહી . તારા વીચારો શમી જશે અને મન શાંત બનશે , બસ પ્રેમ ની આ જ સાચી સ્થીતી છે . શુ તને આ સ્થિતી નો ખ્યાલ નહી આવે ? જ્યારે તારુ હૃદય તારા મગજ નો વીરોધ કરે ત્યારે તને આપોઆપ ખ્યાલ આવી જશે કે તુ પ્રેમ ના માર્ગ પર નીકળી ચુકી છે . “

    હવે કાવ્યા ની સમજ થોડી થોડી સ્પષ્ટ બની હતી . તેણે સ્વીકાર્યુ હતુ કે તે સૌમ્ય ને ખરેખર મેળવવા ઇચ્છે છે , તેનુ મગજ તેને સૌમ્ય તરફ ખેંચી રહ્યુ છે પરંતુ હજુ તેના હૃદયે પ્રયાણ આદર્યુ નથી . તેણે હવે એજ જોવાનુ હતુ કે તેનુ હૃદય તેને ક્યારે ટકોર કરે છે . તેણે હળૅવેથી આંખ ખોલી તો ચોતરફ અન્ધકાર ભાસ્યો . તેને તુરંત જ વીચાર આવ્યો કે આ સમજ કોણ સ્પષ્ટ કરી રહ્યુ હતુ ? તેણે તેને મગજ ની ભ્રમણા જ સમજી . “ છેવટે આટલુ કર્યા છતા પણ હુ જ્યા હતી ત્યાંજ છુ . “

    એજ શાંત અવાજ કાન મા ગુંજી રહ્યો , “ અહિયા કશુ નિરર્થક નથી હોતુ , આત્મચિંતન હૃદય ના દ્વાર ખોલવાની કુંચી છે . બસ તે એજ કુંચી પ્રાપ્ત કરી છે . તારો આ દરેક પ્રશ્ન ક્યા ઉદ્ભવ્યો ? “

    “ મારા મગજમાં “

    “ તો જવાબ પણ એજ આપશે ? ઉતર જાણતુહોય તો પ્રશ્ન કઈ રીતે ઉદ્ભવે ? “

    “ તો આ જવાબ મને ક્યાંથી મળી રહ્યા છે ? તુ મારા મગજ ની ભ્રમણા નથી તો કોણ છે ?

    “ હુ તારુ હૃદય છુ . “ કાવ્યા ની હરખઘેલછા એ તે આકૃતી નુ અસ્તીત્વ ઓગાળ્યુ . તેના હર્શ ના અતીરેક મા તે ઘણુ કરી ચુકી હોત પરંતુ રાત્રીની મર્યાદા તેને નડી રહી હતી . રાત્રી ની શીતળતા અને કાવ્યા ની ઉગ્રતા વચ્ચે અદ્ભુત સામંજસ્ય સર્જાણુ હતુ . ભાવનાઓને વશ કરનાર સન્યાસી એક ઝાટકે બધી ભાવનાઓ ને સામે ઉભેલી નીહાળીને જેમ વિહ્વળ બને તેમ કાવ્યા તેના હૃદય મા જન્મેલી લાગણીઓ ને નિહાળી વીહ્વળ બની હતી . તફાવત માત્ર એટલો જ હતો કે સન્યાસી દુઃખ મા ગરકાવ થાય અને કાવ્યા હરખ ના હલેસા ખાઈ રહી હતી . લાગણીઓના સાગર મા ધીરે ધીરે મોજા ઉછળી રહ્યા હતા . ધીરે-ધીરે તીવ્રતા માં વધારો થતો રહ્યો અને છેવટે સંપુણ સાગર તેના હદયમાં ઉછળી રહ્યો હોય તેવો સ્પસ્ટ ભાવ તેને ઉત્પન્ન થયો.હવે રહેવાય તેમ ન હતુ . વધારે સહન થાય તેમ ન હતુ.ઉર્મીઓ નો એટલો અતીરેક થઇ ગયો હતો કે હદય તેને સમાવી શકે તેમ ન હતું.ક્યાંક એ ઉરમી ઓ ઠાલવવી રહી.

    તેની નજર તેના બાહુપાશ માંજ રહેલા સૌમ્ય પર પડી . એક ભયંકર ઉછાળો આવ્યો અને તે સૌમ્ય ને બાજી પડી . તેણે સૌમ્ય ના મસ્તક પર તસતસતુ ચુંબન આપ્યુ અને તે બસ તેના ચહેરા સામે તાકી રહી . ધીરે ધીરે ઘુઘવતો સાગર અવિરત વહેતા ઝરણા મા પરિવર્તીત થયો . જાણે તેના માટે સમયે પોતાનુ ચક્ર અટકાવ્યુ . ચોતરફ કઈ હતુ જ નહી માત્ર તે હતી અને તેના સંગાથે તેનો દેવ હતો . તેના હૃદયે તેની પાંપણો ને પકડી પરંતુ આંખો એ તેને દગો આપ્યો . હૃદય એકદમ શાંત બન્યુ હતુ માટે ઘણા પ્રયત્નો છતા તે પોતાની જાત ને સૌમ્ય ના બાહુપાશ મા જ ઉંઘતી અટકાવી શકી નહી .

        ના શબ્દ છે મારી પાસે ના કોઈ રચના

        હુ તો તારા પ્રેમ મા બની કાન્હ ની લલના

        ઉછાળા ભરે ઉર્મીઓ મારા હૃદય ની

        કેવી લાગી આ તારા પ્રેમ ની રસના

        ના વિચાર છે નથી મન ની કોઈ ભાવના

        હવે તો નથી રહી હૃદય ને શ્વાસ ની ખેવના

        નથી માનતુ શરિર મગજ ની કોઈ આજ્ઞા

        હૃદયે આપેલ આજ્ઞા ની છે આ વિડંબના