પ્રેમ ની પરિભાષા - ૧૪. પ્રથમ ઘાત


    કાવ્યા એ સમય ની રાહ જોઈ રહી હતી કે ક્યારે સૌમ્ય અને પુજા વચ્ચે તીરાડ પડી તે જાણી શકે ? તેની ઉત્કંઠા એ બાબતે વધી રહી હતી કે એવુ તો શુ બન્યુ હશે જેથી તે બન્ને એકબીજા થી અલગ થયા . આટલુ સાંભળ્યા પછી એ જ જણાઈ રહ્યુ હતુ કે સૌમ્ય પુજા ને ગળા ડુબ ચાહતો હતો , માટે તે કોઈ સંજોગે પુજા ને છોડી શકે નહી . બીજી તરફ એક કન્યા ત્યારે જ તેનુ સર્વસ્વ બીજા ને સમર્પીત કરે કે જ્યારે તે સંપુર્ણ રીતે નિશ્ચીત હશે , પુજા એ તેની બધી હદ વટાવી હતી માટે તે કોઈ સંજોગે પાછી ફરી શકે નહી . તે બન્ને માંથી કોઈ એકબીજા ને તરછોડે તે શક્ય ન હતુ ? તો તેમની વચ્ચે શુ બન્યુ હશે ? પ્રશ્ન ખુબ ગુંચવાયેલો હતો અને ઉત્તર કાવ્યા ગોઠવી શકે તેમ ન હતી . કદાચ રૂદ્ર ના કહેવાથી સૌમ્ય એ પૂજા ને તરછોડી હશે તેવુ તેના મન મા ઉદ્ભવ્યુ . પરંતુ સૌમ્ય એ કહ્યુ તેમ રૂદ્ર એ પૂજા વીશે બોલવાનુ જ બન્ધ કર્યુ હતુ , અને શરુઆત મા સૌમ્ય એ ઘણા પ્રયાસો કર્યા હશે . ત્યારે પણ તે અસફળ રહ્યો હતો તો આમ અચાનક તેના કહેવાથી સૌમ્ય પુજા ને છોડે એ સ્વપ્નમા પણ શક્ય ન હતુ . કદાચ રૂદ્ર નો અંતીમ પ્રયાસ સફળ રહ્યો હશે , નહી રૂદ્ર એ પ્રયાસ જ કાર્યો ન હોય , સૌમ્ય ને અટકાવવો ખુબ જ કઠીન કાર્ય હતૂ .
    કાવ્યા ના વીચારો અવનવા દ્વારો ખોલી રહ્યા હતા . સૌમ્ય ના માતા-પિતા એ વીરોધ કર્યો હશે ? એ શક્ય નથી , તેઓ તેમના સમય મા કુબ આધુનીક એવા પ્રેમલગ્ન થી બંધાયા હતા તો આજએ તે તેમના સંતાન ને શા માટે અટકાવે ? અને છતા કદાચ તેમના કહેવાથી સૌમ્ય એ પૂજા ને તરછોડી હોય તો આજે તેઓ સૌમ્ય ની સાથે રહેતા હોય . આજે સૌમ્ય અને તેના માતા-પિતા વચ્ચે કોઈ પ્રકાર નો સબંધ લાગતો નથી , શુ તેઓ નુ મૃત્યુ થયુ હશે ? તેના કારણે કઈ ગેરસમજણ સર્જાઈ હશે ? નહી , તેમના ફોટો પણ અહીયા નથી . પૂજા ના માતાપીતા ને પણ કોઈ વિરોધ ન હતો . શુ થયુ હશે ? રૂદ્ર નુ કહેવાનુ સાચુ હશે કે તેમની વચ્ચે પ્રણય હશે જ નહી . ના મને એવુ લાગે છે કે તેઓ એકબીજાને ખુબ ચાહતા હતા . તો શુ પુજા ને કઈ થયુ હશે ? ના એ પણ શક્ય નથી , જો એવુ કઈ બન્યુ હોય તો સૌમ્ય પુજા ને સંભારતા થાકે નહી , હાલ તો સૌમ્ય તેને યાદ કરવા માંગતો નથી . કાવ્યા ઉત્તર શોધતી વીચારમગ્ન હતી એવા મા એકધારુ તેની તરફ જોઈ રહેલા સૌમ્ય પર તેનુ ધ્યાન પડ્યુ .

    “ શા વીચારો મા ખોવાયેલી છે ? તારે આગળ સાંભળવુ નથી તો મને કહેવાની કોઈ એચ્છા નથી . મને લાગે છે કે આગળ ની કથા તુ તારા મન મા જ ગોઠવી રહી છે . હવે મારી પાસે સાંભળવાની જરુરીયાત નથી રહી ? “

    “ ના મારે સાંભળવુ છે . “ કાવ્યા ઉતાવળે બોલી “ હુ તો બસ તમે કહેલુ બધુ વાગોળતી હતી . તમારે તડપાવી હોય તેટલી તડપાવો પણ હુ કોઈ સંજોગે પુરૂ સાંભળ્યા વીના તમને છોડવાની નથી . “
    “ મને ખ્યાલ છે કે તુ મને છોડવાની નથી . તો સાંભળો . ડી ની યોજના સાંગોપાંગ પાર પડી . થોડા અંતરાલ અમે સાહેબ ને મળ્યા તો તેમણે જણાવ્યુ કે ત્યાંની સ્થીતી ઘણી હદે શાંત થઈ હતી . અંજલી ના ઘર ના સદસ્યો હજુ દુઃખી હતા પણ કોઈ ને ખ્યાલ ન હતો કે અંજલી નુ અપહરણ કઈ રીતે થયુ છે . સાહેબે જણાવ્યુ કે અપહરણકર્તા સુધી પહોંચતા હજુ તેમને એલ દશક નીકળી જશે . અને કઈ પણ નવી પ્રતીક્રીયા થશે તો તેઓ ચોક્કસ અમને જાણ કરશે .

    અમારી ચીંતા હળવી બની . પ્રીયા હજુ કરન ના ગામ ની પરંપરાઓ વીશે જાણતી ન હતી , એટલે જ્યારે તેણે પુરી વાત સાંભળી ત્યારે ડી ની યોજના થી એટલી પ્રભાવીત થઈ કે અમે બધા ત્યા હોવા છતા તેણે ડી ને લગભગ ચુંબન કરી જ લીધુ . ડી એ તેને રોકી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તે ક્યા છે ? અને તે શરમાઈ ને ત્યાંથી જતી રહી . ત્યારે અમએ ખ્યાલ આવ્યો કે અમે વીચારી રહ્યા હતા કે ખીચડી પાકી રહી છે . પણ એ ખીચડી તો ક્યાર ની પેટમા પહોંચી ચુકી હતી . અમે ચારેય હવે સંપુર્ણ બન્યા હતા . દરેક પાસે વીચારવા માટે સુંદર ભવિષ્ય હતુ . છેલ્લી પરીક્ષાઓ આવી રહી હતી પણ અમારી ત્રણેય પાસે તૈયારી કરવાનો સમય ન હતો , બાડો અંજલી ને ન મળી શકવાની ખોટ તેની જોડે વાર્તાલાપ કરી ને પુરી કરતો અને હુ તથા ડી તો અમારી પ્રીયતમા સાથે જ સમય વીતાવતા . રૂદ્ર એ ફરીવાર અમએ મહેનત કરવા ઉશ્કેરવાના પ્રયાસ કર્યા પણ નીરર્થક પ્રયાસો થી તે પણ થાક્યો .

    પરીક્ષા આવી અને જતી રહી , બહુ ગભરાવા જેવા નહી અને ખુબ સારાએ નહી એવા પેપરો અમે બધા એ આપ્યા . રૂદ્ર એ અમને સમજાવવાનુ જ બંધ કર્યુ , નહી પરીક્ષા બાબતે કે નહી પ્રેમ બાબતે . કદાચ તેને સમજાયુ હશે કે હવે તેનો યુગ આથમી ચુક્યો છે . આજે આધુનીક યુગ મા પ્રેમીઓ અને પ્રેમ ની પરિભાષા બન્ને બદલાયા છે . પ્રેમ ના પરિમાણો મા આવેલ પરીવર્તન સાથે તે પોતાની જાત ને બદલી શક્યો નહી , તો હવે તેણે પણ બદલવાનુ હતુ . તેણે અમારી માન્યતાઓ મા પરીવર્તન આણવા ઘણા પ્રયાસ કર્યા હતા , પણ અમારા ત્રણેય ના સુમધુર સબંધો જોઈ ને તેણે તેનો અભીપ્રાય બદલ્યો હશે . પણ હજુ તે એ સ્વીકારી શક્યો નહી કે પરીવર્તન સંસાર નો નીયમ છે , માટે તેણે ક્યારેય અમને સાચા તો કહ્યા જ નહી . ડી ને પ્રીયા સાથે જોઈ ને તેના મુખ પર તૃષા તેની સામે ઉભી રહી હોય તેવુ સ્મીત આવતુ , પણ કરણ અને મારા માટે રૂદ્ર ના મુખ પર એવા ભાવો ક્યારેય આવ્યા નહી . પણ એ સમયે અમારે તેની કોઈ પરવાહ ન હતી કારણ કે અમે ખુબ જ વ્યસ્ત હતા .

    ગણતરી ના દીવસો બાકી હતા , પરીક્ષા બાદ પ્લેસમેંટ અને થોડા સેમીનાર બાદ અમે બધા લાંબા સમય માટે છુટા પડવાના હતા . ત્યારબાદ ના સંસારચક્ર મા ફંસાયા બાદ બાદ કોઈ એકબીજા ને મળવાનુ નથી તે હજુ અમે માન્યુ ન હતુ . બધા તેમના મીત્રો સાથે વધારે સમય વીતાવતા પણ અમે ચાર જ એવા હતા કે જે એકબીજા ની સાથે ન રહેતા . સમય ને મુઠ્ઠી મા બાન્ધી શકાય નહી , જેમ વધારે જોર થી પકડો તેમ તે રેતી ની જેમ વધુ ઝડપથી બહાર નીકળે છે . ચાર દીવસ બાકી હતા અને મારા ઘરે થી મમી નો ફોન આવ્યો “

    સૌમ્ય અટક્યો , તેનો અવાજ થોડો ખોંખરો થયો . કાવ્યા એ સૌમ્ય ને પાણી આપ્યુ , સૌમ્ય એ પાણી ના ઘુંટ ભરતા જ આગળ ચલાવ્યુ , “ મારા જીવન નો સુવર્ણકાળ આટલો હતો . આ સમય ખુબ ઝડપ થી પસાર થયો . આજે પણ ઇશ્વર ને કોસુ છુ કે શા માટે તેણે આ સમય પુરો કર્યો ? અને શા માટે સારા સમ્ય બાદ તુરંત જ મને મારા જીવન ના સૌથી વધુ અન્ધકાર મય અને હૃદય કંપાવે તેવા ભાવો ભજવવા ફેક્યો ? માણસ ખરાબ સમય સહન કરી શકે પણ ઉજાસ માંથી તરત જ અન્ધકાર મા ફેંકે તે કઈ રીતે સહન થઈ શકે ? “ સૌમ્ય ના ચહેરા પર ના હાવભાવ બદલાયા , જાણે હાલ જ તેની સામે કોઈ નરપીશાચે માણસ ને ગળ્યો હોય તેવી ભયંકર પીડા તેના ચહેરા પર આવી .

    કાવ્યા તેની સામે જોઈ રહી , તેના ચહેરા પર આવેલ બદલવે તેને ચિંતીત બનાવી . જે બનાવો બન્યા હશે તે અવશ્ય અસહ્ય હશે અન્યથા સૌમ્ય ના ચહેરા પર ભય ક્યારેય જોવા મળે નહી . તેણે સૌમ્ય ને સમય આપ્યો .

    “ આ બનાવો આજ ના સમય મા જોઈએ તો બહુ ખાસ ન હતા . પણ તે એવા માણસો વીશે હતા કે તેમના માટે મે ક્યારેય એ પ્રકાર ની કલ્પના પણ કરી ન હતી . તમારી માન્યતાઓ ભાંગી પડે તેનાથી તમે બહુ દુઃખી નહી બનો પણ જ્યારે તમે જેમના આધારે માન્યતાઓ બનાવી છે તે આધારો જ ખોટા સાબીત થાય ત્યારે તમે ભાંગો છો . મારા ઘરે થી ફોન આવ્યો કે ઝડપ થી ઘરે આવી જા , હુ કઈ બોલુ એ પહેલા તો સામેથી ફોન કપાઈ ચુક્યો હતો . હુ ચાર દિવસ પછી ઘરે જવાનો જ હ્તો , તો પછી શા માટે આટલી અધીરતા થી મને બોલાવવામા આવ્યો ? એ પ્રશ્ન વારંવાર હુ મારી જાત ને પુછી રહ્યો હતો . મારા ઘરે થી આવી રીતે ક્યારેય ફોન આવેલ નહી . શુ બન્યુ હશે તે ત્યા જઈ ને જ ખબર પડે તેમ હતુ ? માટે ત્યા તત્કાલીક નીકળવુ જરુરી હતુ . રૂદ્ર એ સાથે આવવાનુ કહ્યુ એટલે મે તેને ના કહી . બાડા નુ કુંડાળુ હજુ ઉકેલાયુ ન હતુ માટે રૂદ્ર ની જરૂરીયાત મારાથી વિશેષ ત્યાં ભુજ માંજ હતી .

    અસમંજસ માં મોડી રાત્રે હુ ટ્રેન મા બેસી તો ગયો પણ ઘર સુધી પહોંચતા વર્ષો વીત્યા હોય તેવો અહેસાસ થયો , કદાચ આંખો એ પણ પલક ઝપકાવી ને આરામ કર્યો ન હતો . આખી રાત ઉંઘ ન આવી , સવારે મારે ઉતરવાનુ સ્ટેશન આવ્યુ , ત્યાંથી ઘરે પગપાળા જ ઉપડ્યો . પગલા થોડા ભારે લાગતા હતા . એક ડગલુ ચાલવામાં જાણે પર્વત ને ધક્કો મારી રહ્યા હોય તેટલો પરીશ્રમ થઈ રહ્યો હતો . કદાચ અત્યારે તને એવુ લાગતુ હશે કે બનનારી ઘટનાઓ વિશે હુ જાણુ છુ માટે આવુ બોલી રહ્યો છુ , પરંતુ એવુ નથી હૈયુ કદાચ અમંગળ ની આશા એ જ કચવાટ અનુભવી રહ્યુ હશે . હૈયુ અગાઉથી જ ભાવી ભાખી લેતુ હશે . હૃદય નો ફફડાટ પગ ને વધુ ને વધુ ગતી એ ચાલવા આદેશ આપી રહ્યો હતો . તેણે કદાચ રક્ત નો સંપુર્ણ પ્રવાહ પગ તરફ વાળ્યો હશે , પગ સીવાય શરીર નુ કોઈ અંગ વ્યવસ્થીત કાર્ય કરી રહ્યુ ન હતુ . કદાચ સૌથી દારૂણ સ્થિતી મગજ ની હશે , ક્યારેય વિચારમાળા ન ત્યાગતુ મારુ મષ્તિષ્ક ત્યારે સદંતર બંધ હતુ .

    ઘર સામે દેખાતા થોડી શાંતી થઈ . પણ વ્યવસ્થીત નજર ઠરતા કઈંક ગરબડ હોય તેવુ લાગ્યુ , મારી બીલ્ડીંગ માંથી સામાન બહાર એક ટ્રક મા લદાઈ રહ્યો હતો . પણ મગજે કહ્યુ કે શાંતી રાખ શા માટે ખરાબ વીચારો કરે છે ? હુ તે તરફ ધ્યાન આપ્યા વીના જ સીડીઓ ચડવા લાગ્યો . કદાચ મને ડર લાગ્યો હશે કે તે તરફ જોવાથી કઇંક તકલીફ થશે ? પગથીયા ચઢવાની શરુઆત કરી ત્યાંજ કોઈ ના ઝગડા નો અવાજ કાને પડ્યો અને મારા પગ મા તરવરાટ વધ્યો .

    ઘર ની અંદર પહોંચતા જ સ્થીતી જોઈને હુ ગભરાયો , એ સામાન મારા ઘરેથી જ બહાર નીકળી રહ્યો હતો . અંદર થી જોરજોરથી ઝઘડવાનો અવાજ આવી રહ્યો હતો , તેઓ ખુબ જ અસભ્ય ભાષા મા બોલી રહ્યા હતા . મારો પરીવાર ખુબ જ સભ્ય અને સુસંસ્કૃત હતો તેઓ આવી અસભ્ય ભાષા મા કોઈ સંજોગે ઝઘડે નહી . મારા ઘર મા આ ક્યા પ્રકાર ના ગમાર અને અસુરી પ્રકુતી ના માણસો કઈ રીતે ઘુસ્યા અને શા માટે તેઓ આ રીતે બોલી રહ્યા છે તે જોવા માટે હુ મારા માતા પિતા ના ઓરડા મા પહોંચ્યો . ત્યા જઈ ને હુ જોઉ છુ તો મારી માન્યતા થી વીરૂધ્ધ મારા પિતા જ એ અસભ્ય ભાષા મા કોઈ જોડે ઝઘડી રહ્યા હતા .

    હુ કેટલી વાર તેમની સામુ જોઈ ને ઉભો રહ્યો તે મને યાદ નથી , તે લોકો નુ ધ્યાન મારા પર પહોંચતા પણ ઘણો સમય લાગ્યો હશે , તેઓ એકબીજા પર આક્ષેપો કરવામા વ્યસ્ત હતા . એ ક્ષણે તો એ આક્ષેપો શા માટે થઈ રહ્યા છે તે મને સમજાય તેમ ન હતુ . પણ જેવુ તેમનુ ધ્યાન મારા તરફ ખેંચાયુ તો મારા મમી તરત જ મારી પાસે આવ્યા અને મને એક ખુણા મા પડેલી ખુરશી પર બેસાર્યો , તેઓએ મારી સાથે ઘણી વાત કરી હશે પણ તેમનો એકપણ શબ્દ મે સાંભળ્યો નહી . મારા મગજ મા એક જ વીચાર ઘુમરી રહ્યો હતો કે મારા પિતા શા માટે ઝઘડો કરી રહ્યા છે ? તેઓ એ ખુબ મોટી સમસ્યાઓ નો સામનો પણ હસતા મુખે કર્યો હતો તો પછી આજે એવુ તે શુ થયુ હશે કે તેઓ અચાનક આવી રીતે ગુસ્સે થયા ? ત્યાંજ મારી સાથે વાત કરી રહેલ મારા માતા પાસે આવી ને તેમની સાથે લડવા લાગ્યા .

    મારા પર વજ્રાઘાત થયો , તેઓ ને એકબીજા સાથે હળવો ઝઘડો કરતા પણ મે ક્યારેય જોયેલા નહી , તો પછી તેઓ એવી રીતે શા માટે ઝઘડ્યા કે જાણે વર્ષો થી તેમની વચ્ચે દુશ્મની હોય ? અને મારી સામે તેમને ખરાબ ભાષા નો ઉપયોગ કરવામા પણ સંકોચ થઈ રહ્યો ન હતો . તેઓ ને આ રીતે ઝઘડતા હુ જોઈ શક્યો નહી . હુ ત્યાંથી બહાર નીકળ્યો પણ ત્યાના અવાજો એ મને છોડ્યો નહી . બહાર ઉભેલા લોકો પણ ખુબ ખરાબ વાતો કરી રહ્યા હતા . ત્યા રહેતા લોકો માટે મારા માતા-પિતા આદર્શ પતી પત્ની હતા , માટે તે લોકો ને પણ આ અવાજો થી ઘણો આઘાત થયો હશે તેવુ લાગ્યુ .

    બહાર ની વાતો મારા પર અત્યાચાર કરી રહી હતી , અને મારે એ જાણવુ હતુ કે ખરેખર બન્યુ છે શુ ? માટે ઘર ની અંદર જઈ ને મે પુછ્યુ , “ શા માટે ઝઘડી રહ્યા છો ? “

    “ હુ આ ઘર છોડી ને જઉ છુ અને તુ મારી સાથે આવી રહ્યો છે . “ મારા માતાએ આપેલ જવાબે મારા પગ નીચેથી જમીન ખસેડી હતી .

    “ પણ શા માટે ? આ ઘર આપણુ છે , તો પછી શુ થયુ કે તમે આવી વાતો કરી રહ્યા છો , પપ્પા તેમને સમજાવો “ મારા પ્રશ્ન ના ઉત્તર આપવાની તસદી મારા પીતા એ લીધી નહી .

    “ ના દીકરા તેમને આપણી જરુરીયાત રહી નથી , સબંધો જરુરીયાત ના કારણે બને છે અને જરુરીયાત પુર્ણ થતા તુટે છે . તુ એ બધુ છોડ એમને સમજાવવાનો કોઈ અર્થ નથી તુ ચાલ આપણે અહીંથી નીકળીયે “  તેઓ મારો હાથ પકડીને મને બહાર ખેંચી રહ્યા હતા .

    મે તે બન્ને ને સમજાવવા ઘણા પ્રયત્ન કર્યા પરંતુ તેઓ માનવા તૈયાર ન હતા . મે તેમના વચ્ચે તકરાર નુ મુળ જાણવા પ્રયાસ કર્યો . પણ બધુ વ્યર્થ , તેઓ કઈ જ કહેવા તૈયાર ન હતા . પહેલી વાર મારુ ધ્યાન એ માણસ પર ગયુ કે જેની જોડે હુ જ્યારે ઘર મા પ્રવેશ્યો ત્યારે મારા પીતા ઝઘડી રહ્યા હતા , ત્યારે મને એમ લાગ્યુ કે તે બન્ને વચ્ચે ઝઘડો કરાવવા મા એ માણસ નો જ હાથ હોવો જોઇએ . અને હુ તેના તરફ ઝપટ્યો , તેને એક તરફ ખેંચી ને હજુ હુ કઈ પુછુ તે પહેલા જ મારી માતાએ મને એક તરફ ખેંચી લીધો . મને ખાતરી થઈ કે મારા માતા-પિતા વચ્ચે તકરારનુ મુળ હતુ . તેની સાથે શરુ કરેલ ઝઘડા નુ ત્વરીત મારા માતા ના હસ્તે ચપાટ ખાઈ ને પરીણામ મેળવ્યુ . હુ હતપ્રભ બની ને જોઈ જ રહ્યો હતો ત્યા મારા પિતા ના મુખેથી પ્રથમ વાક્ય નીકળ્યુ ,

    “ હવે સમજાયુ તને માણસો ની જરુરીયાતો કેવી રીતે બદલાય છે . માણસ કઈ કઈ જગ્યા એ આધારો રાખી ને ઉભુ હોઈ છે તે જ સમજાતુ નથી , ચાલો બન્ને નીકળો અહીંથી તમારી સાથે એક ક્ષણ વીતાવવાની મારી ઇચ્છા નથી . “

    જે પિતા હુ ભુજ ગયો ત્યારે મારા વિના સમય કઈ રીતે વીતશે તે બાબતે ચિંતીત હતા તે હવે મને પણ તેમના થી દુર કરવા માંગતા હતા . “ મારાથી એવી તે શી ભુલ થઈ કે તમે મને અહિથી દુર જવાનુ કહો છો ? તમે આવુ શા માટે બોલો છો ? હુ તમારો દીકરો છુ . “

    જવાબ સાંભળવો ખુબ અઘરો હતો અને આજે કહેવો પણ અઘરો લાગે છે , “ સૌમ્ય થોડીવાર અટક્યો અને કાવ્યા ઉતર ની અપેક્ષા એ નિઃશ્વાસ બેસી રહી .

    “ કેમ ખબર તુ મારો દીકરો છે કે નહી ? “ મારા પિતા એ કઈપણ વીચાર્યા વિના ખુબ ભયંકર આક્ષપ લગાવ્યો હતો . હુ મારા પર કાબુ રાખી શક્યો નહી , પેલા ભાઇ તેમના તરફ ધસતા મને મહાપ્રયત્ને મને રોકી શક્યા હશે . આજે પણ એવુ લાગે છે કે કદાચ મારા કાનો એ ખોટુ સાંભળ્યુ હોત , મારા પીતા ના મુખ પર એ વાક્ય આવ્યુ જ ન હોત . પણ એવા ભાગ્ય મારા ન હતા . હુ ભાંગી પડ્યો હતો . ત્યાંથી બહાર જવા સીવાય મારી પાસે કોઈ વિકલ્પ ન હતો . બહાર જઈ ને ત્યાના મીત્રો ને પુછ્યુ તો તેમણે જણાવ્યુ કે આ આજનો નહી પરંતુ મહીના થી ચાલી રહેલ ઝઘડો છે .

    વધારે બોલવામા તેમને સંકોચ થઈ રહ્યો હતો . પણ હુ પુરૂ સાંભળ્યા વીના તેમને છોડુ તેમ ન હોવાથી તેમણે જણાવ્યુ કે , મારા માતા-પિતા એ છુટાછેડા લઈ લીધા છે અને મારી માતા તો બીજા લગ્ન માટે અરજી પણ કરી ચુકી હતી . તેઓ ના પ્રેમ ને હુ પવીત્ર માની રહ્યો હતો , અને તેમને જ લગ્ન ના આટલા વર્ષો પછી કોઈ અન્ય જોડે પ્રેમ થયો હતો . મારા પિતા એ તેમને એકસાથે જોઈ લીધા અને વાત અહી સુધી પહોંચી ત્યા સુધી મને જાણ કરવાની તસ્દી પણ કોઈ એ લીધી નહી . તેમણ એ એકબીજા સાથે સબંધ પુર્ણ કરવામા કોઈ સંકોચ થયો નહી . મારી માતા પ્રત્યે મને નફરત થવા લાગી .

    રૂદ્ર કહેતો કે પાશ્ચાત્ય સંસ્કૃતી ની અસર ના કારણે આપણો સમાજ ભાંગી રહ્યો છે , હુ તેની સાથે ક્યારેય સંમત થયો ન હતો . તે દીવસે મને સમજાયુ કે આપણી સંસ્કૃતી મા કોઈ કાળે આવુ બને નહી . આજે પણ આધુનીક ન બનેલ એવા ગામ ના લોકો કે જેમને આપણે ગમાર કહીએ છીએ તેઓ આપણી પરંપરા ના પુરાવા સમાન છે , તે લોકો મા આવા બનાવો ક્યારેય બનતા નથી પરંતુ જે સમાજ આધુનીક , ભદ્ર , અને સમજુ સમજવામા આવે છે તે લોકો મા જ આવા દુષણો પાંગરી રહ્યા છે . માણસ ભણીગણી ને સભ્ય બને છે ઘણા પૈસા કમાઈ ને ધનવાન બને છે પરંતુ સમજ ગુમાવીને નાસમજુ બને છે . હવે પરિસ્થીતી એ હતી કે મારા પિતા મને દીકરો માનવા તૈયાર ન હતા અને માતા સંગાથે સબંધ રાખવા હુ તૈયાર ન હતો . ત્યાંથી ભુજ જવા માટે રવાના થવા સીવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો .

    હુ નીકળ્યો ત્યારે મારી મા ખુબ રડી , પણ મારા તરફ થી કોઈ સાંત્વના તેમને મળી નહી . તેમના ઘણા પ્રયત્નો છતા હુ રોકાયો નહી . ત્યા ફરીવાર ક્યારેય ન જવા નો નીર્ણય લઈ ને હુ ત્યાંથી નીકળ્યો . જે નીર્ણય આજ સુધી મે નિભાવ્યો છે .

    “ શુ વાત કરો છો ? જીવન મા ઘણી ઠોકર ખાવી પડે છે . તેના થી ભાંગી ના પડાય , તેનો સામનો કરવો પડે . ભાગવુ એ કઈ ઉપાય તો નથી . તેમના થી દુર રહેવુ હજુ વ્યાજબી છે પણ તે તેમને એ રીતે તરછોડ્યા કે તેઓ ભાંગી ચુક્યા હશે . માણસ લાગણી ચાહે ત્યારે અનુભવી શકે તે માટે તેમને ઘૃણા ન કરાય . “ કાવ્યા એ સૌમ્ય ને સમજાવવા પ્રયત્ન કર્યો .

    “ તેને તુ લાગણી કહે છે ? જીવન મા કેટલીવાર લાગણી જન્મે અને લાગણી મૃત્યુ કઈ રીતે પામે . અમુક સમ્ય સુધી લાગણીઓ સારી લાગે અને બીજી તરફ નવી લાગણીઓના જન્મ સાથે જુની લાગણીઓ અસ્ત થઈ જાય ? તો નવી ઉદ્ભવેલી લાગણીઓ કેટલા સમય સુધી ટકે ? અને કદાચ વધુ સમય ટકી રહે તો ખાત્રી શુ કે નવી લાગણીઓ નો જન્મ થશે જ નહી .

    રૂદ્ર એ જ કહેતો કે જે સ્ત્રી-પુરૂષ ચાર મહિના કે ચાર વર્ષ ના પ્રેમ માટે તેમના માતા-પિતા સાથેનો વીસ વર્ષ નો સબંધ તોડવા તૈયાર હોય તો તમારી સાથે સબંધ નહી તોડે તેની શી ખાતરી ? મારા માતા-પિતા એ પણ જુના સબંધો તોડી ને નવા સબંધે બંધાયા હતા , તેના થી શો ફાયદો થયો ? આખરે તેમણે પણ એકબીજા ને તરછોડ્યા ? તેમણે મોહ કે સ્વાર્થ ખાતર એકબીજા ની સંગાથે જીવન વીતાવવાનો નિર્ણય કર્યો હશે . સબંધ સ્વાર્થ કે મોહ થી બનતા નથી પ્રેમ થી બને છે . તેમણે મોહ ને પ્રેમ માન્યો હશે જેનુ પરીણામ હુ ભોગવી રહ્યો છુ . તેમણે સબંધ તોડતા પહેલા સહેજ વીચાર પણ કર્યો નહી , તો પછી હુ કઈ રીતે તેમની પર વિશ્વાસ રાખુ ? જે સ્ત્રી એ તેના માતા-પિતા સાથે સબંધ છોડ્યો , તેના પતી સાથે છેતરપીંડી કરી તે પુત્રદ્રોહ કરતા પહેલા સહેજ વીચાર પણ કરશે તે કઈ રીતે માની શકાય ? એક વ્યક્તી દ્વારા મળેલ આઘાત એકવાર સહન કરી શકાય પરંતુ તે જ વ્યક્તી પર ભરોસો કરી ને બીજીવાર આઘાત મેળવીએ તે ખુબ કપરો સીધ્ધ થાય . “

    સૌમ્ય એ ફોન તરફ અંગુલીનિર્દેશ કરતા કહ્ય , “ સામે ફોન દેખાય છે ? તેમા બે મહીના સુધી ફોન આવેલા પછી ધીરે ધીરે સંખ્યા મા ઘટાડો થતો રહ્યો . છેલ્લા છ મહીના થી મારી માતાએ તેનો દીકરો કઈ હાલત મા છે તે જાણવાની તસ્દી સુધ્ધા લીધી નથી . આજે પણ તેઓ આનંદ થી તેના બીજા પતી સાથે જીવન વ્યતીત કરી રહ્યા છે . મારા પિતા એ તે દીવસ બાદ મારુ નામ પણ ઉચ્ચાર્યુ નથી . તો એ બન્ને ને યાદ કરીને હુ શા માટે દુઃખી થાઉ ? મે સાંભળેલુ કે માતા પુત્ર-વિરહ સહન કરી શકે નહી પરંતુ દરેક માતા માટે પુત્ર નો વીરહ કડવો હોતો નથી . તેમને તો લાગ્યુ હશે કે હાશ પીડા ટળી ! અને કદાચ દુઃખ થયુ હશે તો પણ થોડા સમય બાદ જીવતા શીખી ચુક્યા હ્શે . હુ પણ તેમના વીના જીવતા શીખી ચુક્યો છુ .

    ભુજ ના પુરા રસ્તે હુ એજ વીચારો મા ખોવાયેલો હતો . જીવનથી થાકી ચુક્યો હતો . જીવન ભારે લાગવા માંડ્યુ , ઘણીવાર આત્મહત્યા ના વીચારો આવ્યા . પણ હુ શા માટે આત્મહત્યા કરુ ? મે ક્યા કઈ ખોટુ કર્યુ હતુ . જે ખોટા છે તેઓ ને તો કોઈ ફરક પડ્યો નહી , તેમને તો શરમ આવી નહી . તેમને કોઈ પછતાવા ની ભાવના ન હતી . તો પછી હુ શા માટે દુઃખી થઉ ? બસ હવે ભુજ આવે અને પુજા ને મળી લઉ એટલે રૂદ્ર ની માફક થોડી તકલીફ ઓછી થશે અને હ્ર્દય ને થોડી શાતા વળે એ આશાએ હુ નિરાશ હૃદયે બેસી રહ્યો . પણ કદાચ એ પણ મારા ભાગ્ય મા ન હતુ .

    ભુજ આવવાને બે કલાક ની વાર હશે ત્યારે પુજા નો ફોન આવ્યો , મે ફોન ઉચક્યો અને તેને કઈ પણ કહુ તે પહેલા જ તેનો ગુસ્સા થી તરબોળ અવાજ આવ્યો .

    “ આજથી તારો અને મારો સબંધ પુરો . “ આટલુ સાંભળતા જ મારા હાથમાંથી ફોન નીચે પડ્યો . હુ એક શબ્દ બોલી શક્યો નહી . કદાચ બોલ્યો હોત તો પુજા ને સાંભળવાની ઇચ્છા ન હતી . હુ જ્યારે સ્થીતી સમજ્યો ત્યારે ફોન લઈ ને જોયુ તો તેણે કદાચ એટલુ કહીને જ ફોન કાપી નાખ્યો હતો . ત્યાર બાદ મે તેને ઘણા કોલ કર્યા પણ તેણે એકપણ ફોન તેણે ઉચક્યો નહી . હવે શુ કરુ ? કોની પાસે જઉ ? જેના આધારે તરવા માંગતો હતો તે આધાર પણ જતો રહ્યો . “

    કાવ્યા અને સૌમ્ય બન્ને માંથી ઉત્તર કોઈ પાસે ન હતો . કોઈ કઇ બોલ્યુ જ નહી . શુ બોલે ? બન્ને માંથી કોઈની પાસે એકપણ શબ્દ ન હતો .

    જેના આધારે તરવુ દરીયા મહી શા માટે તેને છોડુ ,                             બધા ને પકડી બેસીશ હુ શા માટે કોઈને તરછોડુ .

    બધા અહી કોઈ ને કોઈ સ્વાર્થ લઈ ને બેઠા છે ,                             મારે જરુર છે જયા સુધી સબંધ શા કાજ તોડુ .

    બધાને કોઈ તકલીફ છે અહી નાની કે મોટી                                  પણ મારે છે ત્યા સુધી તારી શા માટે ખોળુ .
    બસ આમ જ જીવ્યો છુ ફક્ત મારૂ પકડી ને                                 જ્યારે બન્યુ એ મારી સાથે શા માટે તેને છોડુ ? 

***