indian lovestory - 15 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની પરિભાષા - ૧૫. જ્યારે મીત્ર શત્રુ બને છે


ક્યા શબ્દો થી આશ્વાસન આપવુ ? ભરપુર ઇચ્છા હોવા છતા જીભ એકપણ શબ્દ બોલવા તૈયાર ન હતી , તમારી સામે રહેલ વ્યક્તી તમારા મુખેથી એક શબ્દ સાંભળવા માટે તલસી રહ્યુ હોય ત્યારે તમારુ મસ્તિષ્ક જીહ્વા ને સન્દેશ જ ન પાઠવે ત્યારે મગજ પર કેટલુ ખુન્નસ ચડશે ? પથીક ને માર્ગ જણાવવા માટે ની ઉત્સુક્તા સમાવી ન શક્યા છતા તેમને જરૂરી માર્ગ તમે જણાવી ન શકો , પુરપાટ ઝડપે ખાઈ તરફ દોડી રહેલ ગાડી ને રોકવાની ઇચ્છા તથા ક્ષમતા હોવા છતા નિર્ણય ન કરી શકો ત્યારે શુ કરશો . કાવ્યા ની હાલત પણ હાલ આવી જ કઈંક હતી . તે અથાક મહેનતે વાંચીત સ્થળે પહોંચી હતી અને ત્યા પહોંચ્યા પછી તેને માર્ગ મળી રહ્યો ન હતો . તે પ્રકાશ માટે દોડી રહી હતી ત્યાંજ તેને અચાનક અન્ધકારે ઘેરી લીધી હતી . તેની સ્થીતી જાણે શીકાર પાછળ દોટ મુકી રહેલ સિંહ જેવી થઈ હતી , જ્યારે શીકાર બરાબર તેની પકડ મા આવવાની તૈયારી હતી અને તેનો પગ ભાંગી ગયો . કાવ્યા ના હસ્તે સૌમ્ય ના વિષાદ નુ મુળ આવ્યુ હતુ પરંતુ વિડંબના એ હતી કે હવે તે કઈ કરી શકી નહી .

કાવ્યા નુ હૃદય તેના મગજ સામે બંડ પોકારી રહ્યુ હતુ , “ આટલા સમય થી એજ રાહ જોઈ ને બેસેલી કે સૌમ્ય ને શુ મુશ્કેલી છે ? હવે મુશ્કેલી સામે આવી ત્યારે  જ તુ પાણી મા બેસી ગઈ . આમ તો ઘણુ વીચાર્યુ હતુ કે જેવી સમસ્યા સામે આવશે એટલે ચપટી વગાડતા જ તેનુ સમાધાન કરી નાખીશ . હવે સૌમ્ય સામે ઉકેલ માટે રાહ જોઈ રહ્યો છે ત્યારે ઉકેલ તો દુર કઈ બોલવુ પણ નથી . સૌમ્ય ના ઘાવ દુર કર પણ શુ કરુ મને એમ લાગ્યુ હતુ કે કઈંક પ્રેમપ્રકરણ ની સમસ્યા હશે , પણ આ સમસ્યા તો ઘણી જટીલ છે . માતા-પિતા એ જે રીતે એકબીજા નો સાથ છોડ્યો તે જોઈ ને હવે શબ્દ કઈ રીતે બોલવો ? “ તે જોર થી માથા પર હાથ દાબ્યો “ મારા બાપ હવે એક રસ્તો બતાવ ? “

“ રૂદ્ર “ કાવ્યા ને પ્રકાશ નુ કીરણ દેખાયુ , “ કરણ અને ડી પાસે જઈને થોડો મગજ શાંત કરવાની જરુરીયાત હતી  તો તમને સમજાય કે માતા તેના પૂત્ર ને ક્યારેય દુઃખી ન જોઈ શકે . તમે તમારી માતા ને રડતા છોડી ને આવ્યા તે બહુ ખોટુ કર્યુ , ક્યારેય માતાની આંતરડી દુભાવવી જોઇએ નહી . “

સૌમ્ય એ કથાનક આરંભ્યુ અને કાવ્યા તેના કથાનક ખોવાઈ રહી , “ હુ પણ સાંત્વના ની આશા એ ભુજ પહોંચી ને સીધો જ મારા મીત્રો ને મળવા પહોંચ્યો હતો . રાત્રે સાડા દસ આજુબાજુ પુજા નો ફોન આવેલો અને બાર વાગે હુ હોસ્ટેલે પહોંચ્યો . હોસ્ટેલે જઈ ને રૂદ્ર ને બન્ને સમસ્યાઓ જણાવી ને તેની પાસેથી સમાધાન મેળવવા ની અભીલાષા એ હુ રૂમ મા ઘુસ્યો , તો સામે દેખાઈ રહેલ દૃશ્ય થી મારા મન પર બોજ વધ્યો તે દીવસે હુ જ્યાં જઉ ત્યાં લોકો ઝઘડી રહ્યા હતા . શા માટે ? દરેક માણસ મને શા માટે પરેશાન કરી રહ્યા હતા ? દરેક જગ્યા એ મારા માન્યા મા  ન આવે તેવા લોકો ઝઘડી રહ્યા હતા . ડી અને બાડો એકબીજા ને ગળે બાજી ને લડી રહ્યા હતા . સીધો જ હુ તેમની વચ્ચે જઈ ને પડ્યો . તેમને દુર કરવા મા ઘણી મહેનત કરવી પડી

“ આ શુ કરો છો ? મગજ ઠેકાણે નથી ? રૂદ્ર ક્યા છે ? “ ડી ખુબ જ ગુસ્સા મા હતો . તેને કરણ થી દુર રાખવામા જ ઘણી સમસ્યા થઈ રહી હતી . તેનામા ક્યાથી કરણ પરત્વે આટલુ ખુન્નસ ક્યાંથી આવ્યુ હશે . મહાપ્રયત્ને તેને શાંત કર્યો , ત્યારે તેણે મારા પ્રશ્નો ના ઉત્તર આપ્યા .

“ જીવ ના ઝોખમે આપણે આની અંજલી ને ઉઠાવી લાવ્યા , અને આજે ભાઈ ફરી ગયા . તે હવે અંજલી ને સાથે રાખવા તૈયાર નથી . “

“ શુ થયુ ? વ્યવસ્થિત વાત કર ? “

ડી એ બાડા તરફ અંગુલીનિર્દેશ કરી ને કહ્યુ , “ આણે રૂદ્ર ને અંજલી ને પાછી ઘરે મુકી આવવા મોકલ્યો છે . “  એ સાભળી ને મારો મગજ બહેર મારી ગયો .

ડી પ્રીયા ને મળવા ગયેલો , હોસ્ટેલે ડી અને રૂદ્ર જ હતા . જ્યારે ડી પરત આવ્યો ત્યારે રૂદ્ર ને રૂમ મા ન જોઈ ને તેણે બાડા ને પુછ્યુ , “ રૂદ્ર ક્યા ગયો “ . બાડા એ કોઈ પ્રત્યુતર ન આપ્યો એટલે ડી એ રૂદ્ર ને ફોન કર્યો . રૂદ્ર એ પણ વ્યવસ્થીત જવાબ ન આપ્યો . ડી એ ફોન તો મુક્યો પણ તેને કઈંક ખુચ્યુ એટલે ફરી તેણે રૂદ્ર ને ફોન કર્યો અને ખુબ જ જીદ કરી ત્યારે રૂદ્ર એ જવાબ આપ્યો કે તે અંજલી ને છોડવા માટે જાય છે . ડી કઈ બીજુ પુછે એ પહેલા રૂદ્ર એ ફોન કાપી નાખ્યો . માટે ડી એ બાડા ને પુછ્યુ કે આ બધુ શુ છે ? ત્યારે બાડા એ જવાબ આપ્યો કે તેણે જ રૂદ્ર ને મોકલ્યો છે . એટલે ડી ગુસ્સા મા હતો . અને આ સાંભળીને મારો મગજ પણ ચસક્યો . મારા મુખેથી ઘણા અપશબ્દો નીકળ્યા અને પછી મે કહ્યુ ,

“ એ લોકો રૂદ્ર ના શા હાલ કરશે  એ તો તને ખબર જ છે . તો પછી ત્યા રૂદ્ર ને મરવા માટે કેમ મોકલ્યો ? તારે અંજલી સાથે એવી તે શી તકલીફ પડી કે તે તેને ત્યા મોકલી ? “

બાડા એ કોઈ જવાબ આપ્યો નહી માટે ડી એ કહ્યુ , “ હવે જવાબ તો આપ એવુ તે શુ થયુ કે અંજલી ને ઘરે મોકલવી પડી ? “

બાડા એ ઘણા સમય પછી જવાબ આપ્યો , “ પહેલા એવુ લાગ્યુ હતુ કે તમારી મદદ થી હુ અશક્ય ને શક્ય બનાવી દઈશ પરંતુ એવુ ન બન્યુ . આજે જ મે ઘરે ફોન કર્યો અને તેમને કહ્યુ કે હુ અમેરીકા જવા માંગુ છુ પરંતુ તેમણે મને સ્પષ્ટ જણાવ્યુ કે એવી કોઈ જરુર નથી . કાલે સવારે જ મને લેવા માટે તેઓ અહી આવવાના છે . જો હુ અહિંથી કોઈ જગ્યા એ ગયો તો એ લોકો મને છોડશે નહી . આવા સંજોગો મા હુ અંજલી ને કઈ રીતે સાથે રાખી શકુ ? “

હુ તેને ધમકાવ્યા વિના રહી શક્યો નહી , “ આજે મને એમ કહેતા શરમ આવે છે કે તુ મારો મીત્ર છે . તુ ગાંડો થઈ ચુક્યો છે . તે લોકો તારી સાથે શુ કરશે ? વધુ મા વધુ તારી હત્યા કરશે , તેનાથી વીશેષ શુ કરશે ? તુ મૃત્યુ થી ડરી ગયો , આમ તો કહેતો કે અંજલી વીના તુ જીવી શકશે નહી , તો હવે અંજલી નો સાથ આપવાનો સમય આવ્યો ત્યારે કેમ દુર ભાગ્યો ? અંજલી પર આવેલ કોઈ મુશ્કેલી નો સામનો કરવાને બદલે તુ તારી સમસ્યા તેના માથે થોપી ને દુર ભાગી રહ્યો છે . જે છોકરી તારા માટે આટલી હિમત દાખવી તેના માટે તુ સહેજ પણ હિંમત દર્શાવી શક્યો નહી . તેની ઇચ્છા વિરૂદ્ધ તુ તેને અહી લાવ્યો , તો  હવે શુ કરવુ તે તારે જોવાનુ રહે , તેની દરેક તકલીફ હવે તારી બનવી જોઈએ અને જો આવુ કરવાની ક્ષમતા નથી તો તારે પહેલા વીચારવુ હતુ , હવે આમ પાછળ ભાગવાનો કોઇ અર્થ નથી . અરે તારી સમસ્યા તે તારી પ્રેમીકા અને તારા મીત્ર ના શીરે સમર્પીત કરી છે , અને યાદ રાખજે ત્યા તે લોકો ની જે હાલત હશે તેનો જવાબદાર માત્ર તુ જ છે . “

મે આટલુ કહ્યા છતા તે સહેજ પણ સંકોચ વીના બોલ્યો , “ હુ અંજલી ને પ્રેમ કરુ છુ , તેને કઈ રીતે કહી શકુ કે તુ હવે ઘરે જતી રહે . તેને કઈ રીતે સમજાવુ કે હુ ડરી ગયો છુ . માટે રૂદ્ર ને ત્યા જઈ ને અંજલી ને એટલુ જ કહેવાનુ હતુ કે તે જતી રહે . પણ રૂદ્રએ જ જીદ કરી કે તે તેને છોડી આવશે . મે તેને સમજાવ્યો પણ કે અંજલી એકલી જશે તો કોઈ સમસ્યા થશે નહી , પણ તે માન્યો જ નહી . “

એ સમયે મને ભીંત સાથે માથુ અથડાવવાની ઇચ્છા થઈ રહી હતી , થોડી વાર એમ થયુ કે બાડા ને નીચે ફેંકી દઉ , શુ કરુ મારો મીત્ર હતો , “ હે ઇશ્વર ! તને કઈ રીતે સમજાવુ , અંજલી ને તુ ઘરે જવાનુ કહે એટલે તે સામાન સમેટશે અને ઘર તરફ રવાના થઈ જશે ? તેણે તારા વિશ્વાસે ઘર છોડ્યુ હતુ અને હવે તુ જ તેની સાથે વિશ્વાસઘાત કરે એટલે તેની પાસે એક જ માર્ગ રહે . આત્મહત્યા કર્યા સીવાય તે અંજલી સામે અન્ય કોઈ વિકલ્પ જ રહેવા દીધો છે . રૂદ્ર તેને ઘર સુધી એટલા માટે જ છોડવા ગયો છે કે અંજલી રસ્તા મા કોઈ અવીચારી પગલુ ન લે . તે પણ પાગલ થઈ ચુક્યો છે કે તારા જેવા નાલાયક માણસ માટે તેના જીવન નો અંત આણવા દોડ્યો ગયો . ચાલ ડી ! આની સાથે કોણ માથાફોડ કરે , પહેલા રૂદ્ર ની તપાસ કરી આવીએ . તે ભુજ બહાર નીકળ્યો છે કે નહી . પહેલા પુજા ના ઘરે તપાસ કરીએ તે કદાચ હવે ફોન પણ ઉપાડશે નહી . “

એમ કહી ને હુ ડી ની પાછળ બહાર નીકળ્યો , થોડુ ચાલ્યા બાદ ડી પાછો ફર્યો અને જઈ ને બાડા ને એક જોર થી તમાચો લગાવી કહ્યુ , “ હવે પછી તારી અને મારી વચ્ચે કોઈ પ્રકાર નો સબંધ રહ્યો નથી . “ મારી સામે એક એવો માણસ હતો કે જેણે તેના ભય ના કારણે પોતાના જીવન નુ સૌથી વધુ કીમતી બંધન પ્રેમ અને મીત્રતા ગુમાવ્યા હતા છતા તેના ચહેરા પર સહેજ પણ સંકોચ કે લજ્જા ના ભાવો કળાતા ન હતા . ડી એ ઉચ્ચારેલા પ્રત્યેક શબ્દો હુ કહેવા માંગતો હતો પરંતુ બોલી શક્યો નહી , હુ મીત્ર શબ્દ નુ અપમાન કરવા માંગતો ન હતો . ખરેખર તો બાડો મારો મીત્ર છે એ પણ હવે ભારે લાગી રહ્યુ હતુ . એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના હુ ત્યાંથી નીકળ્યો . પાછળ એક લાગણીહીન માણસ અને સળગેલો સબંધ છોડતો ગયો .

સગપણ શુ છે ? તે હુ જાણતો જ ન હતો . અને જે સબંધો વીશે જાણતો હતો તે ખોખલા નીકળ્યા હતા . માતા-પિતા એ તરછોડ્યો , મીત્રતા નો અર્થ પણ સ્વાર્થ છે તે હુ તે દીવસે શીખ્યો . પ્રેમ નુ અર્થઘટન તો હુ કઈ રીતે કરી શકુ . જેમના આધારે મે પ્રેમ વીશે ની મારી માન્યતાઓ ઘડી હતી તેમની નાવ પણ મજધારે ડુબી હતી . હુ ફરી કોરી પાટી બની ચુક્યો હતો . કોઈ સબંધ વીશે મંતવ્ય આપવાની લાયકાત મારા મા રહી ન હતી . દરેક માન્યતાઓ નો વિધ્વંશ થ્યો હતો . એ ક્ષણો મા મારે રૂદ્ર ની સૌથી વધુ જરુરીયાત હતી . અને ત્યારે જ તે મારી સાથે ન હતો . હુ મારી જાત ને સંભાળી શક્યો કારણ કે અમારે હજુ રૂદ્ર ને બચાવવાનો હતો . પહેલા તો પુજા ના ઘરે જવાનુ હતુ કદાચ હજુ તેઓ ત્યાથી નીકળ્યા હશે કે નહી તે હુ જાણતો ન હતો .

રાત્રી ના અન્ધકાર મા રસ્તો શોધવો અઘરો બને છે પરંતુ ભાગ્ય જ્યારે તમારા જીવન મા અંધકાર ભરે છે ત્યારે વીચાર કરવો પણ અઘરો બને છે . પુજા ના ઘરે જઈ ને ડી એ ઘંટડી વગાડી એટલે પુજા ના પીતા એ દ્વાર ઉઘાડ્યુ તેમની સાથે આ વિષય પર કોઈ પણ પ્રકાર ની ચર્ચા કરવા અમે ઇચ્છુક ન હતા . જ્યા સુધી પુજા ન આવી ત્યા સુધી તેમની સાથે કઈ જ બન્યુ ન હોય તેવી રીતે ચર્ચા કરી . પુજા ના આવતા તેઓ જેવા રવાના થયા એ સાથે જ મારા મુખે થી પ્રશ્નો નો વરસાદ વરસવા લાગ્યો .

“ રૂદ્ર અહિયા ક્યારે આવ્યો હતો ? તેણે શુ કહ્યુ ? તે અને અંજલી અહીથી ક્યારે નીકળ્યા ? તે એમને શા માટે ના રોક્યા ? તે એમને કઈ પુછ્ય નહી ? અંજલી ને અહી તારા વિશ્વાસે છોડી હતી . તારે મને એક ફોન તો કરવો હતો ? જવાબ તો આપ ? “

“ હુ તમને કોઈ ને ઓળખતી નથી . મે તને કહ્યુ હતુ કે તારી અને મારી વચ્ચે હવે કોઈ સબંધ નથી “ મારી નજર તેના પર પડી , તેની આંખો એ મારી સામે જોવાનુ પણ ટાળ્યુ હતુ . હુ જાણે તેની સામે ઉભો જ નથી તેમ તે બોલી રહી હતી . હુ જાણે તેની ગણતરી મા જ ન હતો . તેણે બેફીકરાઈ થી કમર પર હાથ રાખતા વાત આગળ વધારી , “ તો પછી શા માટે અહી બેશરમ ની જેમ આવી ને ઉભો છે ? આટલી મોડી રાત્રી એ કોઈ ના ઘર મા ઘુસી જતા તમને લોકો ને સહેજ પણ સંકોચ થયો નહી ? રૂદ્ર અને તમારા બધા નુ જે થવુ હોય તે થાય તેનાથી મને કોઈ જાત નો ફરક પડતો નથી . શરમ જેવી જાત નથી તમારા લોકો માં ? હજુ મૂઢ ની જેમ બેસેલા છે , ચાલો નીકળો અહીથી . “

બાડા સાથે થયેલ મગજમારી ના કારણે પુજા જોડે થયેલ વાતચીત તો હુ સંપુર્ણપણે વીસરી જ ચુક્યો હતો . ખુબ જ અગત્યનો પ્રશ્ન મારા માટે ગૌણ બની ચુક્યો હતો . ઘણા બધા પ્રશ્નો નો સામનો કરી રહ્યો હોવાથી ક્યા પ્રશ્ન ને પ્રાધાન્ય આપવુ તે જ સમજાયુ નહી , માટે સર્વપ્રથમ વહેલી તકે નીવેડો લાવવો પડે તેવા રૂદ્ર પર આવનાર આફત ને પ્રાધાન્ય આપ્યુ . પુજા ને તો થોડુ દુઃખ થયુ હશે તો તેને રૂદ્ર ને મળીને પછી સમજાવી લઈશ એમ વીચાર્યુ હતુ , પરંતુ એ પ્રશ્ન તો વધારે ઉગ્ર બનીને મારી સામે આવીને ઉભો રહ્યો હતો . મગજ ચકરાઇ રહ્યુ હતુ . આ બધી ઘટનાઓ મારી સાથે જ શા માટે ઘટી રહી હતી ? દરેક જગ્યાએ થી જાકારો મળી રહ્યો હતો . જે જે લોકો પાસે આશાઓ રાખી હતી તે દરેક પાસેથી નિરાશ થઈ રહ્યો હતો . હુ વધુ સહન કરી શકુ તેમ ન હતો . આંખો અશ્રુઓને રોકી શકવા અક્ષમ હતી . પરંતુ એજ ક્ષણે હૃદય મા દૃઢ નિશ્ચય કર્યો કે હવે સમસ્યાઓ તો આવવાની જ છે તો શા માટે ડરુ ? મારી સ્થીતી ઘણી કફોડી હોવા છતા હુ સ્મીત સાથે બોલ્યો હતો , “ શુ થયુ તુ આવુ શા માટે બોલે છે ? “

મે આટલા પ્રેમ થી પુછ્યુ છતા તેના ધ્વની મા કોઈ ફરક પડ્યો નહી , “  તારા જેવો ચીપકુ માણસ મે મારા જીવન મા ક્યારેય નીહાળ્યો નથી ! તમને લોકો ને એક વાત સમજાતી નથી , તમારા જેવા માણસો સાથે મારે કોઈ પ્રકાર ના વ્યવ્હાર ની ઇચ્છા નથી . “

“ મારી કઈ ભુલ થઈ છે ? તો હુ તારી માફી માંગુ છુ . આવુ શા માટે કરે છે ? જે કઈ બન્યુ હોય તે મને જણાવ . “

“ કઈ રીતે તારા પર વિશ્વાસ રાખવો ? તુ પણ તારા મીત્ર ની માફક મને અધવચ્ચે જ કહી દે કે મારે તારી કોઈ જરુર નથી , તેનાથી તો સારુ એ જ છે કે હુ જ તને કહી દઊ કે મારે તારી કોઈ જરુરીયાત નથી . “

મને થોડુ સમજાયુ , “ મને તુ બાડા સાથે સરખાવે છે ? મારા પર વિશ્વાસ રાખ , હુ જીવનભર તારો સાથ નીભાવીશ “

અમારી વાત વચ્ચે થી જ અટકાવતા ડી એ કહ્યુ , “ તમારી સમસ્યા પછી જોઈ લેવાશે , પહેલા રૂદ્ર ની મદદ કરવી અગત્ય ની છે . “

“ પુજા મારે પહેલા ત્યા જવુ જ પડશે . પછી આપણી સમસ્યા નુ સમાધાન કરશુ , હુ હમણા જ આવુ ! “ હુ બહાર જવા તૈયાર જ થયો ત્યા પુજા બોલી .

“ કોઈ જ જરુર નથી . આપણી વચ્ચે બધુ જ સમાપ્ત થઈ ચુક્યુ છે . અને હવે તો કોઈ સંજોગે હુ તારી સાથે કોઈ સબંધ રાખવા માંગતી નથી . તારા માટે તારો તુટતો સબંધ અગત્યનો નથી , તેને બચાવવા ના બદલે તુ તારા મીત્ર ને બચાવવા માટે જાય છે , તારા માટે શુ મહત્વનુ છે તે મને તો ખબર જ હતી પણ હવે તુ પણ સમજ્યો હશે . હવે મહેરબાની કરીને મને ક્યારેય હેરાન કરતો નહી . તુ જા તારા મીત્ર પાસે . “

“ તુ જાણે છે કે ત્યા તેને અંજલી ના પિતા ના માણસો મારી નાખશે . એ મારો મીત્ર છે , તેનુ જીવન ઝોખમ મા હોય ત્યારે હુ તારી સાથે રહી ને તેના અને મૃત્યુ વચ્ચે ના અંતર ને નિરંતર ઓછુ થતુ જોઈ શકુ નહી . અને તારો પ્રશ્ન છે તો હુ તને ખરા હૃદય થી ચાહુ છુ , માટે આજે તુ કઈ પણ કહે પરંતુ મને મારા પ્રેમ પર પુર્ણ વિશ્વાસ છે કોઈ પણ મને તારો સાથ મેળવતા રોકી શકશે નહી . “

“ એ તારા વિશ્વાસઘાતી મીત્ર ના કારણે જ તુ મને ક્યારેય મેળવી શકીશ નહી . “ પુજા ના એ વાક્યને હુ સાંભળી શક્યો નહી .

“ રૂદ્ર વિરૂધ્ધ હુ એક પણ શબ્દ સાંભળીશ નહી . તને શુ લાગે છે , તુ કઈ પણ બોલશે અને હુ સાંભળી લઈશ ? તારે મારી સાથે છેડો ફાડવો છે , તો આજ થી હુ તને ક્યારેય બોલાવીશ નહી . પરંતુ ખોટી રીતે રૂદ્ર ને વચ્ચે લાવી ને વાત નુ વતેસર ન કર . આજ થી હુ તને ઓળખતો નથી “

“ તારા એ મીત્ર ના કારસ્તાન તુ જાણતો નથી અન્યથા મારી સામે તેનુ ઉપરાણુ લેવાનુ તુ વીચાર પણ કરે નહી . “

“ મારા મીત્ર ના કારસ્તાન હુ જાણુ છુ , પરંતુ તેમા રૂદ્ર નો કોઈ દોષ નથી . તે એવી જગ્યા એ જઈ રહ્યો છે કે જ્યાંથી તેના પરત ફરવા ની આશા નહીવત છે . અને એ પણ મીત્ર માટે . તુ રૂદ્ર ને જાણે છે છતા આવુ બોલે છે તેનો અર્થ એ જ છે કે તેના બહાને તુ મારી સાથે છેડો ફાડવા માંગે છે . તે મને ક્યારેય પ્રેમ કર્યો જ નથી . બસ સમય પસાર કરવા ના એક વીકલ્પ તરીકે મારી સાથે સબંધ રાખ્યો હતો . જો તે મને ખરા હૃદય થી પ્રેમ કર્યો હોત તો કાલે મને એકવાર પુછ્યુ હોત કે ઘરે શુ સમસ્યા છે ? અત્યારે મારુ મસ્તક સમસ્યાઓ થી ઘેરાયેલુ છે એ તએ દેખાયુ નહી . જ્યારે મારે તારા સહકાર ની જરુરીયાત છે એવા સમયે તુ મારો સાથ છોડી રહી છે . તે ક્યારેય મારા વિશે વીચાર કર્યો હોય તેવુ તને યાદ છે ? એવી એક ક્ષણ નથી જ્યારે તને એવુ લાગ્યુ હોય કે મારે શેની જરુર છે ? તારે તો માત્ર તારી જરુરીયાતો ની જ ચીંતા રહે છે , આજે પણ તારે શુ જોઈએ તે કહી દીધુ , મારી શુ ઇચ્છા છે તે પુછવા નુ પણ યોગ્ય લાગ્યુ નહી ? તમારા બધા ના કારણ ને  પ્રેમ શબ્દ પરથી મારો વિશ્વાસ જતો રહ્યો છે . તને એવુ લાગે છે કે હવે હુ અહી રહેવા નો નથી તો તારી જરુરીયાતો કઈ રીતે પુરી કરીશ . તો હવે મારી શી જરુર માટે મને ફેંકી દીધો , કશો વાન્ધો નહી . પરંતુ હવે રૂદ્ર પર આંગળી ચીન્ધતા પહેલા વીચારજે અન્યથા હવે હુ સભ્યતા ભુલી જઈશ “

કદાચ વધારે પડતા ગુસ્સા ના કારણે મારૂ માથુ ચકરાઇ રહ્યુ હતુ કે પછી સમસ્યાઓ ના ભાર તળે દબાઇ રહેવાથી માથુ ભારે હતુ તે નક્કી કરી શક્યો નહી . હુ ત્યાંથી નીકળવા માંગતો હતો . પણ પૂજા ના શબ્દો એ મારા પગ ઝકડી લીધા .

“ રૂદ્ર એ અહિ આવી ને મારી સાથે છેડતી કરી . એ હંમેશા એ સીદ્ધ કરવા માંગતો હતો કે તે તારા અને અન્ય દરેક થી વધુ શ્રેષ્ઠ છે , જ્યારે તે તને તેનાથી નીચો સાબેત ન કરી શક્યો એટલે તેણે મને ફસાવી ને ઉંચુ થવાનુ વીચાર્યુ . મે તેને હડધુત કર્યો એટલે તે અંજલી ને છોડવા માટે ગયો . અહિયા જ રહ્યો હોય તો તારી સામે તેની આબરુ શુ રહે ? “

ડી એ પુજા ને કહ્યુ કે ખોટુ બોલે છે . માટે પુજા એ રાત્રે બનેલ દરેક ઘટના ડી ને કહી સંભળાવી . મને સભળાયુ પરંતુ સમજાયુ નહી . અમુક શબ્દો ના આધારે મને એમ લાગે છે કે રૂદ્ર એ ત્યા જઈ ને અંજલી ને ખુબ સમજાવી હશે . તેને સમજી હાશે માટે સામાન એકઠો કરવા અંદર પહોંચી . ત્યા રૂદ્ર અને પુજા બન્ને જ હતા . રૂદ્ર એ પુજા ને કહ્યુ કે તે પુજા ને ચાહે છે , અને પોતાની તરફ ખેંચવા પ્રયાસ કર્યો . પુજા એ તેને રોક્યો અને કહ્યુ કે તે મને ચાહે છે અને હવે એ પણ નહી . પુજા એ માન્યુ કે જેના બાડા અને રૂદ્ર જેવા મીત્રો હશે તે પણ તેમના જેવો જ હશે માટે મારી સાથે રહીને જીવન ભર દુખી થવાના બદલે મારી સાથે સબન્ધ નો ત્યાગ કરવો જ તેને યોગ્ય લાગ્યો હશે . રૂદ્ર આ સાંભળી ને અંજલી ને લઈ ને ત્યાંથી જતો રહ્યો . ડી પણ મને લઈ ને બહાર આવ્યો . તે કઇંક કહી રહ્યો હતો , પણ હવે મને તેની વાત મા પણ રસ ન હતો . બહાર નીકળી ને હુ દીશાજ્ઞાન વીના એક તરફ ચાલવા લાગ્યો .

ડી એ મને અટકાવ્યો અને કહ્યુ , “ રૂદ્ર પહોંચવા આવ્યો હશે આપણે ઝડપથી ત્યા પહોંચવુ પડશે . “

“ તારે જ્યા જવુ હોય ત્યા જા મારે કોઈ જગ્યા એ તારી કે કોઈ ની સાથે આવવુ નથી . હુ આજ થી તમને કોઈને ઓળખતો નથી . “ હુ નીકળ્યો એટલે તેણે ફરી મને રોક્યો .

“ તને એ સ્ત્રી પર વિશ્વાસ છે અને રૂદ્ર પર વિશ્વાસ નથી . તુ કઈ રીતે માની શકે રૂદ્ર એ આવુ શરમજનક કાર્ય કર્યુ હશે ? તે ખોટુ બોલી રહી છે . રૂદ્ર તૃષા સાથે સ્વપ્ને પણ વિશ્વાસઘાત ન કરે . “

“ મને કોઈ પર વિશ્વાસ નથી . પુજા , તુ કે પછી રૂદ્ર મને કોઈ પર શ્રદ્ધા રહી નથી . અત્યારે માણસ ચહેરા પર પરદો રાખે છે , હુ પરદા પાછળ ના માણૅસ ને પીછાણવા અસમર્થ છુ , તો પછી શા માટે કોઈ ની સાથે સબંધ રાખુ જેનાથી દુઃખ સીવાય અન્ય કોઈ પ્રકાર ની અપેક્ષા રાખી શકાય નહી . મને તુ કોઈ સ્થળે લઈ જઈ શકશે નહી . માટે તુ જા . “

તેણે મને રોકવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ હુ તેને ત્યા જ છોડી ને આગળ વધ્યો . મારો કોઈ સાથી ન હતો , એકલો અટુલો હુ ત્યાંથી આગળ વધ્યો . હુ તે સ્થળ , તે લોકો ને તો ઘણા સમય પહેલા છોડી ચુક્યો છુ અને ત્યાર બાદ કોઈ ને મળ્યો પણ નથી . પરંતુ મારા હૃદય મા તેમને લીધે થયેલ વેદના હજુ છોડી શક્યો નથી . સર્વપ્રથમ માતા પીતા , ત્યાર બાદ મીત્ર અને પ્રેમીકા જેમની પાસેથી સાથ ની અપેક્ષા હોય તે દરેકે મારા લાગણીઓ ની પરવા કર્યા વીના મને છેતર્યો . હુ ત્યાંથી અહી આવ્યો , કે જ્યા મારા ભુતકાળ સાથે કોઈ ને નિસ્બત નથી . અહીયા શાંતિ થી રહુ છુ પરર્ંતુ ત્યાર બાદ કદાચ જીવવાનુ મે છોડી દીધુ હતુ , માત્ર શ્વાસ લઈ ને શરીર ની જરુરીયાતો પુર્ણ કરી રહ્યો છુ . “  

કાવ્યા હવે સમજી કે આ માણસ શા માટે લોકો થી દુર ભાગે છે ? તે શા માટે ખુશ નથી ? તેનુ હૃદય પણ ભરાઈ આવ્યુ હતુ . તે વીચારતી હતી કે નાની એવી સમસ્યા હશે તેને દુર કરવી સરળ હશે પરંતુ આ સમસ્યા જીવન નો એક ભાગ હતી . ના તેને દુર કરી શકીએ ન તેને સાચવી શકીએ . કાવ્યા તેના પ્રીયતમ ને શાંતિ અર્પવા સમસ્યાઓ થી દુર કરવા નુ સમાધાન શોધી રહી .