indian lovestory - 21 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની પરિભાષા - ૨૧ . ઘટસ્ફોટ


કરણ સુર્ય ને નીહાળી રહ્યો હતો . તેના જીવન મા પ્રકાશ ફેલાય તે માટે તેણે ઘણી પ્રતીક્ષા કરી હતી . આજે તે દીવસ આવ્યો હતો જ્યારે તેના સંયમે તેને ન્યાય અર્પ્યો હતો બસ હવે તૈયાર થઈને ઘોડા પર સવાર થઈ ને અંજલી ને મેળવવા પહોંચે તેટલી જ ક્ષણો તેની અને અંજલી ની આડે હતી . તેણે આજુબાજુ નજર ફેરવી તો બધા તૈયારી ઓ કરી રહ્યા હતા , કોઈ પોતે તૈયાર થઈ રહ્યુ હતુ , તો કોઈ કરણ માટે તૈયારી કરી રહ્યુ હતુ . સ્ત્રીઓ શણગાર સજી ને કોઈ ને મંત્રમુગ્ધ કરવા તત્પર હતી , લગ્ન મા વ્યસ્ત થવુ , કામ નો બોજો લઈને ફરવુ છતા હળવા રહેવુ , હસીમજાકો કરવી . બસ મોજ કરવી તેનુ જ નામ લગ્નસમારોહ .

કાવ્યા પણ તૈયાર થઈ ને બહાર આવી . તેણે સૌમ્ય ને જણાવ્યુ નહી કે તે રૂદ્ર ને મળવા ગઈ હતી . તેને સૌમ્ય શો પ્રતીસાદ આપશે તેની ખાતરી ન હતી . પ્રિયા અને કાવ્યા બન્ને પોતપોતાના પ્રીયતમ પાસે પહોંચી . બધા ખુશ હતા અને વરરાજા ને કન્યા પાસે પહોંચાડવા તત્પર હતા .

કરણે રજવાડી પોશાક ધારણ કર્યો અને તેના માટે આવેલ શ્વેત અશ્વ પર સવાર થયો . જાનૈયાઓ એ તેની સાથે પ્રયાણ કર્યુ . વાજતે ગાજતે જાન કન્યા ના દરવાજે પહોંચી . ત્યા બધા નુ સ્વાગત કરવા માટે કન્યાપક્ષ તૈયાર હતો . કરણ ને તેની ભાવી સાસુ એ પોંખ્યો . ચારે બાજુ મોજ ની છોળો ઉછળી રહી હતી . કરણ ને ત્યાંથી મંડપ મા લઈ જવામા આવ્યો . તેણે મંડપ મા તેનુ સ્થાન ગ્રહણ કર્યુ . તેની આંખો કશુ ખોળી રહી હતી . થોડી મહેનત બાદ તેને તે દેખાયો જેને તે ખોળી રહ્યો હતો . રૂદ્ર મહેમાનો ને કશુ પીરસી રહ્યો હતો .

કરણે સૌમ્ય ને પાસે બોલાવ્યો અને તેના સસરા ને પાસે લાવવા કહ્યુ . સૌમ્ય તેમને સાથે લઈ ને આવ્યો ત્યારે કરણે તેમને ધીમા અવાજે કહ્યુ , “ રૂદ્ર અહી શુ કરે છે ? તેને અહીંથી જવાનુ કહો . તેની હાજરી મા હુ વીવાહ કરવા માંગતો નથી “ રૂદ્ર તરફ તેની ઘૃણીત નજર મંડાયેલી હતી . રૂદ્ર પણ તેમની સામે જ જોઈ રહ્યો હતો .

અંજલી ના પિતા ની આંખોએ ગુસ્સો વ્યક્ત કર્યો , “ તમને શુ લાગે છે કે તમારી દરેક શરતો અમારે માનવાની ? “ કરણ અને સૌમ્ય ને તેમના ક્રોધ નુ કારણ જણાયુ નહી .

“ તમે તેના માટે તમારા ભાવી જમાઈ ને નારાજ કરવા માંગો છો ? તેની હાજરી મને ખુંચી રહી છે . તમે મારા માટે એટલુ પણ કરશો નહી . “

“ તને શુ લાગે છે . તે કોણ છે ? “

તે વધુ કશુ બોલે તે પહેલા જ રૂદ્ર ત્યા આવ્યો અને તેણે જાણી ને કહ્યુ , “ તેમા શુ તમે આ સારા પ્રસંગ મા વિઘ્ન લાવી રહ્યા છો . હુ હાલ જ અહીંથી નીકળવા તૈયાર છુ . “

આ બધા ને એકસાથે એકઠા થયેલા જોઈ ને કરણ ના પિતા પણ ત્યાં આવી પહોંચ્યા તેમણે જાણી ને કરણ ને સહકાર આપ્યો .

અંજલી ના પિતા એ રૂદ્ર ને પ્રેમ થી કહ્યુ , “ બેટા તુ ક્યાય પણ જશે નહી . “

“ મારો દીકરો તેની હાજરી મા લગ્ન કરવા માંગતો નથી તો તેને જવાનુ કહેવામા તમને શુ તકલીફ છે . ઘણા સમય બાદ આપણા પરીવારો એકબીજા ની સાથે સબંધ બાંધવા તૈયાર થયા છે ત્યારે આ બહાર ના વ્યક્તિ માટે તમે ફરી આપણા સબંધો ને તોડવા તૈયાર થયા છો . “

“ હા , તમારી વાત સાચી છે . હુ અહી રહુ કે નહી તેનાથી કશો ફરક પડશે નહી . કાકા મને રજા આપો . “ રૂદ્ર જવા તૈયાર થયો . બધાનુ ધ્યાન ધીરે ધીરે તે તરફ વળી રહ્યુ હતુ . શુ ખીચડી પાકી રહી છે તે જાણવાની ખેવના દરેક ને હશે .

“ નહી , તારા વીના લગ્ન થશે નહી . “ અંજલી ના પીતા વધારે કશુ કહે તે પહેલા જ રૂદ્ર એ તેમને અટકાવતા કહ્યુ , “ મારૂ કાર્ય અહી પુર્ણ થયુ . હવે મારે મારા આશીયાના મા જવુ છે મહેરબાની કરી ને કશુ જ વાગોળો નહી . તેઓની ઇચ્છા ને માન્ય રાખવાથી તમને કશુ જ નુકશાન નથી . હુ હંમેશા તમારી સાથે છુ . મારી ઉપસ્થિતી હશે કે નહી તેનાથી કશો ફરક પડશે નહી . “

તે કશુ સાંભળવા રોકાયો નહી . તેણે કશુ જ સાથે લીધુ નહી . તે સીધો જ બહાર જવા રવાના થયો . કરણ ની ધારણા થી વિરૂદ્ધ તેને કશી અકળામણ દેખાઈ નહી . છતા કરણ ખુશી ની અવધી પર હતો . બધા ફરી પોતપોતાના કાર્યો મા રોકાયા . કોઈ ને પ્રસંગ ખરાબ કરવાની ઇચ્છા ન હતી . ડી , પ્રિયા અને કાવ્યા એ રૂદ્ર ને જતો નીહાળ્યો તેમને ત્યારે જ કરણ પાસે જઈને તેને અભીનંદન આપવાની ઇચ્છા થઈ આવી . તે દરેક માટે ખુશી ની પળ હવે આવી હતી .

વીધી શરુ થઈ અને કન્યા ને મંડપ મા લાવવા મા વી . કરણ સામે થી આવી રહેલ અંજલી સામે તાકી રહ્યો . તેની જીવનસંગીની આવી રહી હતી . જેને પામવા માટે તેણે શક્ય હતા તે દરેક પ્રયત્ન કર્યા હતા . તેણે તેને ચોરી હતી , તેને તરછોડી હતી , તેને ફરી મેળવવા માટે ઘાતકી બન્યો હતો . તેને ખ્યાલ આવ્યો કે તેણે અંજલી ને રમકડુ સમજીને તેની સાથે વર્ત્યો હતો . તેની સામે એ સમય આવ્યો જ્યારે તે અંજલી ને બધાથી છુપાઈ ને મળવા જતો , તેના માટે તો બહાર જવુ સરળ હતુ પરંતુ અંજલી ને હજારો પ્રશ્નો ના ઉતર આપીને આવવાનુ થતુ છતા તેને મળવા આવતા કોઈ રોકી શક્યુ ન હતુ . અંજલી ની ના છતા તણે અંજલી ને ઘર છોડવા માટે મજબુર કરી હતી . ત્યાર બાદ અંજલી ને પુછ્યા વીના જ તેને કહ્યુ કે તે ફરી ઘરે જતી રહે . ત્યારે તેણે શુ અનુભવ્યુ હશે તે પણ તેણ કલ્પ્યુ ન હતુ . અને ફરી જ્યારે અંજલી તેને તરછોડ્યો ત્યારે તેને સમજાયુ કે અંજલી ને મેળવવી તેના માટે કેટલી અગત્ય ની છે . અને હજુ પણ તે અંજલી સાથે લગ્ન કરી રહ્યો છે માત્ર રૂદ્ર ને હરાવવા માટે . અંજલી તો તેના વીજય ની યાદ સમાન બની રહેશે .

તેણે અંજલી તરફ જોયુ અને તેની શંકાઓ નષ્ટ થઈ , ભલે તેણે અંજલી ને માત્ર રૂદ્ર પર ની જીત ના સંભારણા માટે મેળવી હતી , તેણે ભલે તેને રૂદ્ર પર ની નફરત ના કારણે પામી હતી . અંજલી ને તેના કારણે ઘણુ સહન કરવુ પડ્યુ છે હવે અંજલી ને માત્ર સુખ મળવુ જોઈએ . તે તેના જીવન મા કોઈ પણ પ્રકાર ની ચીંતા , તકલીફ કે પીડા ને હસ્તક્ષપ કરવાની પરવાનગી નહી આપે . ખરેખર તે માત્ર પ્રેમી માંથી હવે પતી બની રહ્યો હતો . હજુ હસ્તમેળાપ થયો ન હતો . ફેરા બાકી હતા છતા તે પતી બની ચુક્યો હતો . વીવાહ ની વીધી માત્ર તમને સમાજ માટે પતી પત્નિ નો દરજ્જો આપે છે પરંતુ તમારી ભાવના તમને એકબીજા ના પતી પત્નિ બનાવે છે . એકબીજા ને સમજવાની ઇચ્છા , એકબીજા ને ખુશ રાખવા માટે કશુ કરવાની ખેવના , એકબીજા ને સાચવવાની અભિલાષા , એક બીજા નો સાથ મેળવવાની ભાવના સબંધો સ્થાપે છે .

અંજલી પાસે આવી ને બેસી , તેનો હસ્ત કરણ ના હાથ મા આવ્યો ત્યારે તે બધુ ભુલ્યો તે ક્ષણ જીવી રહ્યો હતો . તે ફરી એ બાળક બન્યો જે અંજલી ના આવવાની રાહ જોતો . જે અંજલી ને આવેલી ને જીવન મા સર્વશ્વ મળ્યા નુ અનુભવતો .

કન્યાદાન નો સમય થયો ત્યારે અંજલી ના માતાપિતા આગળ આવ્યા . અંજલી એ તેમને જોઈ ને પુછ્યુ , “ રૂદ્ર ક્યા છે ? “

તેમને જવાબ આપ્યો , “ બેટા તે હમણા જ અહીંથી બહાર ગયો . થોડી વાર મા આવી જશે . “

“ ના તેને બોલાવો , તેની હાજરી વીના મારા લગ્ન અધુરા રહેશે . “

કરણે ગુસ્સા થી કહ્યુ , “ એ અહી રહે કે નહી તેનાથી તને શુ ફરક પડે છે ? તે અહી નથી . મે જ તેને અહીથી બહાર કઢાવ્યો છે . “

અંજલી એ તેના પીતા સામે જોયુ અને તેમનુ મુખ નીચે ઢળેલુ હોવા થી તેમને કહ્યુ , “ આ લોકો તો ક્યારેય તેને સમજશે નહી , પરંતુ તમે પણ તેને ન સમજ્યા ? તમારા અને મારા માટે તેણે જે કઈ પણ કર્યુ તેનો તમે આ બદલો આપ્યો ? “ તે ઉભી થઈ “ તે હાજર નહી રહે તો હુ લગ્ન કરીશ નહી . “

“ બેટા તેણે જ અહીંથી જવાનુ સ્વીકાર્યુ હતુ . “

“ અને તમે તેને જવા દીધો . “ અંજલી નો ગુસ્સો વધી રહ્યો હતો .

કરણે અંજલી નો હાથ ખેંચતા કહ્યુ , “ અરે તેના કારણે તુ મારાથી દુર જતી રહી . તેના કારણે મારા પિતા ને ઘણુ સહન કરવુ પડ્યુ . તેના કારણે સૌમ્ય એ પુજા ને ગુમાવી અને હુ તને ગુમાવતા સહેજ માટે ચુક્યો તે માણસ ને તુ આટલુ મહત્વ શા માટે આપે છે ? “

“ બેટા તેણે કશુ જ કહેવાની ના કહી છે . તારે હવે તેણે કરેલ મહેનત પર પાણી ન ફેરવવુ જોઈએ . “ અંજલી ને આજીજી કરતા તેના પિતા એ કહ્યુ .

અંજલી ની આંખો મા સહેજ આંસુઓ કળાયા , “ નહી બાબા બધા એ જાણવુ જોઇએ કે તેણે શુ કર્યુ છે . તેના કારણે હુ તારાથી દુર થઈ ? જરા વીચાર રૂદ્ર નહી પરંતુ તે મને તરછોડી હતી . હુ તારા કારણે તારા થી દુર થઈ હતી . તેના કારણે જ તો તુ મને પહેલા અહીંથી લઈ જવામા સફળ થયો હતો અને આજે મને તુ જીવીત નીહાળી રહ્યો છે તેનુ કારણ પણ તે જ છે . શુ તને લાગે છે કે હવે મારા હૃદય મા તારા માટે સહેજ પણ પ્રેમ રહ્યો હશે ? નહી પરંતુ તેને લાગતુ હતુ . તેને તારા અને મારા બન્ને ના હૃદય મા પ્રેમ ના અંશો દેખાયા હતા જ્યારે તે મને છોડી હતી અને મે તને નફરત કરવાનુ શરુ કર્યુ હતુ . અને હજુ મને એવુ જ લાગે છે કે હુ તને નફરત કરુ છુ છતા તારી સાથે લગ્ન કરી રહી છુ , તેનુ એકમાત્ર કારણ તેનો વિશ્વાસ છે . “

કરણે અંજલી ને સમજાવવા પ્રયત્ન કર્યો , “ એ બધુ તેણે બધા ને ભોળવવા માટે કર્યુ . તે એક વીકૃત માણસ છે . તે પોતાની જાત ને મહાન બતાવવા માટે આ બધુ કરી રહ્યો હતો પરંતુ તેણે તને મારી પાસે થી છીનવવા નો પ્રયાસ કર્યો . તારી સાથે લગ્ન કરવાનો પ્રયાસ કર્યો . મારુ સર્વસ્વ મારી પાસેથી હરી લેવાનો પ્રયાસ કર્યો . “

“ હા , તે વિકૃત માણસ છે . તેણે આપણા પ્રેમ ને બચાવવા માટે તેનો પ્રેમ દાવ પર લગાવ્યો . તેણે તૃષા સાથે બે વર્ષ થી વાત કરી નથી કારણ કે તે મને તારી સાથે જોવા માંગતો હતો . તે વિકૃત જ છે કે તેને હજુ વિશ્વાસ હતો કે તુ મને અપનાવીશ અને મને એટલો પ્રેમ આપીશ કે હુ બધુ જ ભુલી જઈશ . મારે મરવુ હતુ છતા મને મરવા ન દીધી . એ અહી મને છોડવા આવ્યો ત્યારે તેને જાનવર ની જેમ મારવામા આવ્યો છતા તે એક શબ્દ બોલ્યો નહી . તેની વિકૃતી ની હદ તો જો કે તેને ચાર દિવસ સુધી ટોર્ચર કરવામા આવ્યો છતા તેણે ન કહ્યુ કે તેણે શા માટે મારુ અપહરણ કર્યુ હતુ ? જ્યારે મારાથી તેની હાલત ન જોવાઈ ત્યારે હુ બોલી ત્યા સુધી તેણે તારુ નામ ન લીધુ . મારા પિતા એ તેને છોડી ને તારી હત્યા કરવાનુ કહ્યુ ત્યારે તેણે તેમના પગ પકડી ને તેમને સમજાવ્યા કે શા માટે તારે અને મારે સાથે રહેવુ જોઈએ . “

તેણે તેના પિતા પર નજર ઠેરવી અને આગળ વધી , “ તેમને તારા પર સહેજ પણ શ્રદ્ધા ન હતી છતા તેમને પણ એ વિકૃત માણસ પર વિશ્વાસ આવ્યો અને તેમણે એક શરત મુકી કે જો બે વર્ષ મા તુ મારી સાથે લગ્ન ન કરે તો તેને મારી સાથે લગ્ન કરવા . અને તેની વિકૃતી તો જો કે તેણે તે સહર્ષ સ્વીકાર્યુ . તેને તૃષા સાથે વાત કરતો રોકવામા આવ્યો છતા તેણે કશુ ન કહ્યુ . તેણે જ ગામ ના માણસો ને સમજાવ્યુ કે લડવા મા કોઈ સાર નથી અને તે બધા પણ એ વિકૃત માણસ ની વાત મા આવી ગયા . તેણે મારા પિતા ને વચન આપ્યુ હતુ કે તમે સામેથી મારા ઘરે મારુ માંગુ લઈને આવશો . અને તેણે તે કરી બતાવ્યુ . તેના માટે તેણે તને શત્રુ બનાવ્યો . તે તારા માટે આ બધુ કરી રહ્યો હોવા છતા તને જાણ થવા દીધી નહી . કદાચ તને તારા પર લજ્જા આવે અને તુ ભાંગી પડે તેનો તેને ડર હતો . તેની વિકૃતી ના કારણે જ તે તારા જેવા માણસ માટે આ બધુ કરવા સક્ષમ રહ્યો . તે ભાંગ્યો નહી . તેની આંખો મા હુ તૃષા થી દુર હોવાનો થાક જોઈ રહી હતી છતા તેના ચહેરા પર ક્યારેય તેણે એ ભાવ કળાવ્યો જ નહી . તેણે તને તારુ સર્વસ્વ આપવા માટે ઘણુ સહન કર્યુ છે . એ વિકૃત માણસ ને કોઈએ કહ્યુ નહી કે તારા જેવા અધમ માણસ માટે પીડા સહન કરવી જોઈએ નહી . હુ તેને વારંવાર સમજાવી થાકી કે છોડ . પણ તેણે તારા માટે કશુ જ છોડ્યુ નહી . “

કરણ ફસડાઇ પડ્યો , હજુ અંજલી નો વાક્પ્રવાહ અટક્યો ન હતો , “ કાવ્યા ! “ કાવ્યા એ તેની સામુ જોયુ ત્યારે તે આગળ વધી , “ રૂદ્ર એ કાલે તારી સાથે કરેલ વાતચીત મને કહી . તારે કારન જાણવુ હતુ ને કે તેણે પુજા સાથે અપકૃત્ય શા માટે કર્યુ ? તો સાંભળ એ રાત્રી એ રૂદ્ર મને મળવા આવ્યો ત્યારે તેણે નહી પરંતુ પુજા એ તેને ફસાવવા પ્રયત્ન કર્યો હતો . હુ તેની સાથે રહી છુ તેણે રૂદ્ર ને ફસાવવા માટે જ સૌમ્ય ને હાથો બનાવ્યો હતો . તેણે ક્યારેય સૌમ્ય ના પ્રેમ ની અપેક્ષા રાખી ન હતી . જ્યારે રૂદ્ર એ તેને તરછોડી ત્યારે તે સ્ત્રી એ પ્રતિષોધ માટે આરોપ રૂદ્ર પર જ લગાવ્યો . હુ તેને કહી કહી ને થાકી કે તે સૌમ્ય ને સત્ય જણાવે . હંમેશા તેણે એજ ઉતર આપ્યો કે તેની પ્રેમ પર ની શ્રદ્ધા તેના માતાપિતા ને કારણે ગુમાવી છે અને હવે પુજા વીશે તે જાણશે ત્યારે તેના મા પ્રેમ ને સમજવાની ક્ષમતા જ નહી રહે . મીત્ર વીના જીવન વીતાવવામા તને અડચણ નહી પડે પરંતુ કોઈ પણ પ્રીયપાત્ર વીના જીવન વીતાવવુ તારા માટે કષ્ટદાયક સિદ્ધ થશે એવુ તે માનતો હતો . “ તેણે સૌમ્ય તરફ ફરીને કહ્યુ .

તેને તેના બે મીત્રો સાથે સબંધો નો વિધ્વંષ થાય તે માન્ય હતુ પરંતુ તેમને તકલીફ થાય તે માન્ય ન હતુ . તે કાલે ખુશ હતો કે તારા જીવન મા કાવ્યા આવી . તેને ખુશી હતી કે તેના ત્રણે મીત્રો તેમના પ્રીયપાત્રો સાથે જીવન વ્યતીત કરશે . હુ માનુ છુ કે તેના જેવો વિકૃત માણસ મે મારા જીવન મા જોયો નથી , છતા માત્ર તેના કારણે જ હુ તારી સાથે લગ્ન કરુ છુ કે જેથી તે તૃષા પાસે જઈ શકે . તે જાણતો હતો કે હુ કરણ ને નફરત કરીશ . માટે તેણે મારી પાસેથી વચન લીધુ કે હુ તેના મીત્ર ને પ્રેમ થી તરબતર કરીશ અને હુ માત્ર તેના માટે જ એ કરીશ . તેણે તમારા ત્રણેય માટે બધુ કર્યુ છતા આજે તમે તેને ધીક્કારો છો કારણ કે તેણે ક્યારેય તમને કહ્યુ જ નહી કે તેણે તમારા માટે શુ કર્યુ છે . તેને મહાન બનવાની વિકૃતી નહી પરંતુ પરદા પાછળ રહી ને માણસો ના જીવન મા સુવાસ ફેલાવવાની વિકૃતી છે . તમે ચાહે તેના જીવન ને અંધકાર થી ભરવાનો પ્રયાસ કરશો છતા તે તમારા માર્ગ ને પ્રકાશીત કરશે . તમે રસ્તો ચુક્યા ત્યારે તેણે તમને આંગળી પકડી ને તમારી મંઝીલે પહોંચાડ્યા એ માણસ ને તમે વિકૃત કઈ રીતે કહી શકો ? તમે તેને ક્યારેય સમજવાનો પ્રયત્ન જ કર્યો નથી . માત્ર તમારા દોષો તેના પર આરોપ્યા છે . મને તમારા દરેક પર હસવુ આવે છે કે તમે તેને ન સમજી શક્યા . “

દરેક ની આંખો મા આંસુ હતા . તેઓ સ્તબ્ધ હતા . તેમણે રૂદ્ર વીશે જે જે ગેરસમજણો રાખી હતી તે દરેક નો આજે અંત આવ્યો હતો . તેમણે રૂદ્ર વીશે ખરાબ શબ્દો કહેવા મા કોઈ હદ રાખી ન હતી . આજે તેઓ ને પોતાના મુખેથી નીકળેલા પ્રત્યેક શબ્દ માટે અફસોસ થઈ રહ્યો હતો . તેમની વીચારવાની ક્ષમતા હણાઈ ચુકી હતી . તેઓ પોતાના પર લજ્જીત હતા . ત્યા ઉભેલા દરેક માનવ પર રૂદ્ર ની અસર થઈ હતી .

કરણે અંજલી ની સામે પ્રેમભરેલી નજરે નીહાળ્યુ , “ મારા મીત્ર એ તને કહ્યુ છે કે હુ તને એટલો પ્ર્રેમ આપીશ કે તુ બધુ ભુલી જઈશ માટે હવે જ્યા સુધી તુ બધુ ભુલ અને તારા હૃદય મા ફરી મારા માટે એ જ પ્રેમ જન્મે ત્યારે જ હુ તારી સાથે લગ્ન કરીશ . અને જ્યારે એવુ થશે ત્યારે કોઈ મને ડરાવશે , અટકાવશે તે છતા મને તારી પાસે આવતા રોકી શકશે નહી .“ તેના ચહેરા પર થોડી ઘૃણા ફેલાઈ , “ સૌમ્ય ઝડપથી ગાડી બહાર લાવ . “

સૌમ્ય એ ત્યાંથી દોડવાનુ શરુ કર્યુ . ડી અને કરણ પણ તેની પાછળ જ હતા . કોઈ ને ખ્યાલ ન આવ્યો કે તેઓ ઉતાવળે શા માટે જાય છે . કાવ્યા એ પ્રિયા ને કશુ કહ્યુ અને તેઓ એ અંજલી ને સાથે લઈ ને બહાર જવા રવાના થયા . સૌમ્ય એ ગાડી દરવાજા પાસે પહોંચી ત્યારે બન્ને મીત્રો તેમા બેસવા તૈયાર જ હતા . કરણે ગાડી મા બેસતા જ કહ્યુ

“ ઝડપ થી ગાડી બસ સ્ટેશને લઈ લે . તે કદાચ ત્યાંજ હશે . “ સૌમ્ય એ ગાડી ભગાવી . “ આજે જો થોડુ મોડુ થયુ તો મારી જાત ને હુ ક્યારેય ક્ષમા નહી આપી શકુ . “

ગાડી બસ સ્ટેશને પહોંચતા જ તેમણે રૂદ્ર ને ત્યા જોયો . તેમણે ગાડી ત્યાં રોકીને કહ્યુ , “ ઝડપથી આવી જા . “ રૂદ્ર તેમને એકસાથે જોઈ ને આશ્ચર્યચકીત થયો . તે કઈંક પુછે તે પહેલા જ ડી એ તેને કહ્યુ , “ પહેલા અંદર આવી જા પછી કઈંક બોલજે . “ રૂદ્ર તુરંત જ બેસી ગયો .

જેઓ તે ગાડી મા બેઠો ત્યાંજ સૌમ્ય એ ગાડી દોડાવી . રૂદ્ર ને જોઈ ને તેઓ ખુશ હતા પરંતુ તેની સાથે વાત કરતા અચકાતા હતા . કઈ રીતે તેની સાથે બોલવુ .

રૂદ્ર એ જ શરુઆત કરી , “ કરણ તારા લગ્ન છે ત્યારે તુ આમ અમને ક્યા લઈ જાય છે . તારી તબીયત તો ઠીક છે ? “

“ અંજલી સાથે લગ્ન કરવાથી પણ વધુ અગત્ય નુ કામ છે . અંજલી એ મને બધુ જણાવ્યુ છે . તને એકવાર તારા મીત્ર સાથે હૃદય ખોલવાની ઇચ્છા પણ ન થઈ . “

“ કરણ તૃષા ને કશુ થયુ છે ? “ રૂદ્ર એ ચીંતા થી પુછ્યુ .

“ ના કશુ થયુ નથી . પરંતુ થઈ શકે તેમ છે . આજે તેના લગ્ન છે . “ ડી એ કહ્યુ જે કહેવા માટે સૌમ્ય કે કરણ તૈયાર ન હતા .

“ શુ ? “ રૂદ્ર ને ઝટકો લાગ્યો હતો . તેના ચહેરા પર દુઃખ ના નીશાન કળાવા લાગ્યા . તેનુ સ્મીત અદૃષ્ય થયુ . “ ના એ શક્ય નથી . તૃષા લગ્ન કરવા માટે તૈયાર જ ન થાય . મે તેને મારી રાહ જોવાનુ કહ્યુ હતુ . તે કોઈ પણ સ્થીતી મા મારુ કહેલુ ન માને તેવુ બને જ નહી . ત્તે ચોક્કસ મારી રાહ જોઈ રહી હશે . “

કરણ તેને જણાવવા માંગતો હતો પરંતુ કહી શક્યો નહી , “ તેના લગ્ન ની કંકોત્રી મળી છે . તેના લગ્ન આજે રાત્રે જ થવાના છે . “

રૂદ્ર એ જાણે હોશ ગુમાવ્યો . તેની સુદ્ધિ અને બુદ્ધિ બન્ને નો નાશ થયો હતો . તેને જોઈ ને જ એ ખ્યાલ આવી રહ્યો હતો કે તેને ઘણો મોટો આંચકો લાગ્યો હતો .

સૌમ્ય એ તેની સ્થીતી કાંચ મા જોઈ , “ તુ ચિંતા ન કર આપણે પહોંચી જશુ . તૃષા ના લગ્ન તારી સાથે જ થશે . “

રૂદ્ર એ મહાપ્રયત્ને કહ્યુ , “ મને તેના લગ્ન ની ચિંતા નથી . તે ક્વચીત મારી સંગાથે નહી રહે તેનાથી મને વધુ ફરક પડશે નહી . પરંતુ મને ચીંતા તેની થઈ રહી છે . “

“ તુ કહેવા શુ માંગે છે . “ કરણે વ્યગ્રતા થી કહ્યુ .

“ મે તેને મારા આવવાની રાહ જોવા કહ્યુ હતુ . જો તે મારી રાહ જીવીત રહી ને નહી જોઈ શકે તો તે મૃત્યુ ને પસંદ કરશે . “ મહાપ્રયત્ને બોલાયેલા એ શબ્દોનુ ગાંભીર્ય બધા જાણતા હતા .

કોઈ કશુ બોલ્યુ નહી . તેઓ દરેક જાણતા હતા કે રૂદ્ર એ તૃષા વીશે કશુ કહ્યુ છે તો નિઃશંક તે સત્ય જ હશે . સૌમ્ય એ ગાડી ની ઝડપ વધારી . રૂદ્ર અકળામણ સાથે કઈપન બોલ્યા વિના બેસી રહ્યો . તેને ઉતાવળ હતી તૃષા પાસે પહોંચવાની અને તેનાથી પણ વધુ ઉતાવળ કરણ ને હતી .

ગાડી ચલાવતા એકાદ કલાક વીતી હશે . સૌમ્ય બને તેટલી ત્વરા થી ગાડી ચલાવી રયો હતો . તેણે એક ટ્રક ની આગળ જવા માટે ગાડી તેની બાજુ મા લીધી . આગળ વળાંક હતો માટે તે જોઈ ન શક્યો કે સામેથી પણ બીજો ટ્રક આવી રહ્યો હતો . તેમની ગાડી અને સામેનો ટ્રક એકબીજા ની સામે આવી ચુક્યા હતા . સૌમ્ય એ ગાડી ને રોડ ની નીચે લઈ લેવા નો પ્રયત્ન કર્યો પરંતુ તે ઘણો મોડો પડ્યો હતો . તેના સીવાય કોઈ ને હજુ ખ્યાલ ન હતો કે તેઓ અકસ્માત મા ફસાઈ રહ્યા છે . તેણે ગાડી નો આગળ નો ભાગ બહાર લાવવામા સફળતા મેળવી ટ્રકે ગાડી ના પાછળ ના ભાગે ટક્કર મારી . ગાડી નો પાછળ નો ભાગ અથડાતા ગાડી આગલ થી પણ ટ્રક સાથે અથડાઈ અને તેની સાથે ઘસાઈ ને રોડ ની બહાર ફેંકાઈ . કરણ સીવાય કોઈ એ સીટબેલ્ટ બાંધ્યો ન હતો . . કરણ સીવાય કોઈ ને હોશ રહ્યો ન હતો . ગાડી ની હાલત ખુબ ખરાબ હતી ગાડીની હાલત ખુબ જ ખરાબ હતી કરણે બહાર આવવા પ્રયત્નો આદર્યા અને બહાર આવતાની સાથે જ દવાખાને ફોન કર્યો અને તેમને લેવા માટે અમ્બ્યુલેંસ આવી પહોંચી હતી .

તેમને બધા ને દવાખાને લાવી ને સારવાર કરવામા આવી કોઈ ની ઇજા ઓ ભયંકર ન હતી . સૌમ્ય અને ડી ને હોશ આવ્યો હતો પરંતુ રૂદ્ર ને હજુ હોશ આવ્યો ન હતો . તેને માથા મા વાગ્યુ હતુ અને તેની સારવાર થઈ રહી હતી . કરણે ઘરે ફોન કર્યો હતો તે લોકો પણ આવી રહ્યા હતા . અંજલી , કાવ્યા અને પુજા તેમની પાછળ જ નીકળ્યા હતા માટે તેઓ દવાખાને પહોંચ્યા હતા . બધા ઇજા થી પીડાઈ રહ્યા હતા છતા તેમને ઝડપ થી તૃષા પાસે પહોંચવુ હતુ . તેઓ રૂદ્ર ની શુદ્ધિ મા આવવાની પ્રતીક્ષા મા હતા .

સૌમ્ય ને કરણ બહાર આવ્યા તેને ઘણો સમય વીત્યો છતા રૂદ્ર ના કોઈ સમાચાર મળ્યા નહી માટે સૌમ્ય અને ડી આગળ જઈ ને તૃષા ને મળવા નુ નક્કી કર્યુ . ત્યાંજ રૂમ માંથી ડોક્ટરો ના અવાજો સંભળાયા . રૂમ નો દરવાજો ખુલ્યો અને લથડાતા પગે રૂદ્ર બહાર આવ્યો . તેના માથા પર પટ્ટી ઓ બાંધેલી હતી . તેને હજુ એનેસ્થીસીયા ની અસર થયેલી હતી . માટે તે પોતાના પર કાબુ રાખી શક્યો નહી , પરંતુ એક વીચાર સ્પષ્ટ હતો , તેને અહીંથી ઝડપથી નીકળવાનુ હતુ . તેનુ પહોંચવુ ખુબ જ અગત્ય નુ હતુ .

સૌમ્ય અને કરણ રૂદ્ર ને ટેંકો આપી ને તેને બહાર લઈ ને ગાડી મા બેસાર્યો . કાવ્યા અંજલી અને પ્રિયા એ પણ તેમની સાથે જ નિકળ્યા . રસ્તો હજુ લાંબો હતો . દરેકને પહોંચવાની વ્યગ્રતા હતી . સમયસર ન પહોંચી ન શકે તો પરિણામ ખુબ ભયંકર આવવાનુ હતુ . બધા મનોમન ઇશ્વર ને પ્રાર્થના કરી રહ્યા કે તેમને તૃષા પાસે યોગ્ય સમ્યે પહોંચાડે