indian lovestory - 6 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની પરિભાષા - ૬. પુજા નુ આગમન


કાવ્યા એ રાત્રી ઉંઘ વિના વિતાવી . તે જાગી ને તુરંત જ સૌમ્ય ની રૂમે પહોંચી હવે તેને સુંદર દેખાવ ની જરૂર ન હતી . તે ઉતાવળે આવી અને નાસ્તો બતાવી સૌમ્ય ની ચાદર ખેંચી પ્રેમ થી કહ્યુ “ ચાલો ઉઠો , નાસ્તો બની ચુક્યો , તમે ફ્રેશ થાવ ત્યા સુધી મા હુ ચા બનાવુ “

સૌમ્ય એ ચાદર ખેચતા કહ્યુ , “ આજે રજા છે . આજે તો થોડી શાંતી રહેવા દે . થોડી ઉંઘ ખેંચી લઉ “

“  અચ્છા તમારે ઉંઘ ખેંચવી છે “ કાવ્યા સૌમ્ય પર કુદી પડી અને જોરથી તેની કાન મા કહેવા લાગી “ કાલ રાત્રી ની મારી ઉંઘ ઉડાવી ને હવે તમારે આરામ થી સુવુ છે તમને શુ લાગે છે હુ તમને સુઇ રહેવા દઈશ એમ ! ચાલો ઝડ્પ થી ઉઠો “ સૌમ્ય ને થોડો ગુસ્સો આવ્યો પણ તે આ આડંબર ને વધુ સમય માટે જાળવી શક્યો નહી . તે ક્યારેય કાવ્યા સામે જીતી શક્યો ના હતો . સૌમ્ય ફ્રેશ થઈ ને હજુ બહાર જ આવ્યો હતો ત્યા કાવ્યા ના પ્રશ્ન એ તેનુ સ્વાગત કર્યુ “ રુદ્ર ને તો હુ સમજી નહી , તો શુ એની પ્રેમકથા પણ એટૅલી અટપટી છે .

“ ચા પી લઉ ? “ સૌમ્ય એ થોડા ગુસ્સા સાથે કહ્યુ . કાવ્યા તેના મો સામે જેમ નાનુ બાળૅક ચોકલેટ માટે જોઇ રહ્યુ હોય તેમ જોઈ રહી . એટલે સૌમ્ય થી રહેવાયુ નહી અને તેણે કથા આગળ વધારી

“ તેમનો પ્રેમ ખરેખર સમજ ની પરે હતો . આપણી બધા ની પ્રેમ વિશે ની સમજ થી સંપુર્ણ અલગ . આપણે જેવી ક્રીયા ઓ પ્રેમ થયા પછી કરીયે છીએ જેમ કે એકબીજા ને મળવુ એકબીજા સાથે વાતો કરવી આવુ બધુ તેઓની વચ્ચે ક્યારેય થતુ નહી . મને એવુ લાગતુ કે તેમના પ્રેમ મા દેવત્વ છે . મારા થી તો મારુ પ્રીયપાત્ર દુર જાય તો હુ તેને હંમેશા યાદ કરતો રહુ અને કદાચ બધા એવુ જ કરતા હશે , પરંતુ રુદ્ર ક્યારેય તૃષા ને યાદ કરતો નહી . મે એને ક્યારેય સવપ્નો મા વીચરતો નથી નીહાળ્યો એ હંમેશા વાસ્તવીક દુનીયા મા જ રહેતો આપણે તો જાણે પ્રેમ થવાથી પાંખો ફુટી નીકળી હોય તેમ સ્વપ્નોમા ગુંથાઈ જઈએ છીએ પણ આ માણસ કઈંક અલગ હતો . ક્યરેક થઈ આવતુ કે શુ ખરેખર તે તૃષા ને ચાહતો હતો કે નહી ? તેમની વચ્ચે અમને કોઈ પ્રકાર નુ બંધન જોવા મળતુ નહી . તેમનો સંબંધ અમારી નજરો મા તો બસ બે મીનીટ ની વાત જ હતી . તેને રોજ સવાર મા જગવવાનુ કામ તૃષા કરતી હતી . બસ સવાર ના સુપ્રભાત સીવાય તેમની વચ્ચે કોઈ પ્રકાર ની વાત નહોતી થતી . અમારી વાતચીત મા પણ ક્યારેક જ તૃષા નુ નામ આવતુ . અરે તેની પાસે તૃષા નો ફોટો પણ ન હતો . અમે ઘણી વાર જાણવાના પ્રયત્ન કર્યા કે આ બધુ શુ છે ત્યારે અમને એક જ પ્રત્યુતર સાંપડતો કે જે તેના હૃદય મા છે તેનો માત્ર ફોટો જોઇ ને શા માટે આનંદ લઉ . તેને તો તે પોતાના બાહુપાશ મા અનુભવી શક્તો હતો . તે કહેતો કે તમારા થી દુર હોય તેને યાદ કરવા પડે પરંતુ જે હર હંમેશ તમારી સાથે જ હોય તેને તમે કઈ રીતે યાદ કરી શકો .તે ક્યારેય મારાથી અલગ થવાની જ નથી તો શા માટે તેની બનાવટી તસવીર જોઈ ને ખુશ થઉ . સીધી જ તેને અનુભવી ના લઉ ! “

“ તેની તૃષા ને મળવાનુ સદ્ભાગ્ય હજુ અમને સાંપડ્યુ ન હતુ , પણ ત્યાર પછી ના દીવસો મા અમારી ચર્ચાઓ પુરી કોલેજ મા થવા લાગી . ખાસ કરીને રુદ્ર તરફ બધા આકર્ષિત થવા લાગ્યા , કન્યાઓ તો રુદ્ર ની સામે આવવાનુ બહાનુ મળે તેની જ રાહ જોતી . અને પેલા અસામાજીક તત્વો પણ હવે અમારા થી દુર રહેવા લાગ્યા હતા . મોટાભાગ ની કન્યાઓ રુદ્ર ને ચાહવા લાગી હતી . પરંતુ રુદ્ર તો મહાદેવ હતો . આસક્તી તેને લલચાવી શકે તેમ ન હતી . પરંતુ અમે બધા તો સામાન્ય માનવીઓ હતા અમને આસક્ત થતા કેટલી વાર લાગે , અને તેમાએ હુ સૌમ્ય નામ પ્રમાણે જ કોઈ પણ સૌમ્ય અંગમરોડ નીહાળુ અને તેની પાછળ પડી જઉ . “

કાવ્યા ના હૃદય ના ધબકારા વધવા માંડ્યા કારણ કે હવે સૌમ્ય ની કથા એ પ્રકરણ તરફ વળવાની હતી જે માટે જ તે આ બધુ સાંભળી રહી હતી , પણ તે કથા ની શરુઆત થતા પહેલ જ તે ખચકાટ અનુભવવા લાગી . તેણે મન મક્કમ કર્યુ ભલે ને ખુબ જ કડવુ હોય પરંતુ સૌમ્ય ના જીવન ની કીતાબ નુ આ પાનુ જ તેને કોરી રહ્યુ હતુ તેની તેને ખાતરી હતી માટે જો સૌમ્ય ને ભુતકાળ ના ઓછાયા માથી બહાર લાવવો હોય તો પ્રથમ તો એ પાનુ વાંચવુ પડે અને એ પાનુ વંચવા માટે કાવ્યા કોઈ પણ ભોગે તૈયાર હતી . અને જ્યા સુધી કાવ્યા તેને આ બનાવો થી દુર ના લઈ જઈ શકે ત્યા સુધી સૌમ્ય ખુશ થઈ શકે જ નહી . માટે ચાહે જેટલી પીડા થઈ આવે તેણે આ સાંભળવુ જ રહ્યુ .

“ અને મને પાગલ થવાનુ ખુબ જ સુંદર કારણ મળ્યુ , પુજા . વર્ષ ના થોડા દીવસો જ પસાર થયા હશે ત્યા જ મારી નજર તેના પર પડી , અને નજર પડતા ની સાથે જ મારા હૃદયે મારો સાથ છોડ્યો ને તે એનુ બની ગયુ . એની નખરાળી આંખો જાણે મને જ શોધી રહી હોય તેવુ ભાસતુ . તેના સુકોમળ હોઠો એ કહેલ પ્રત્યેક શબ્દ મા મને સૌમ્ય નામ નો પડઘો સંભળાતો . તેની ચાલ ના પ્રત્યેક ઠુમકો મને નશો ચઢાવતો . તેણે કરેલ શ્રીંગારો મારા માટે સુંદરતા ની અવધી બની રહ્યા . તેણે પહેરેલ પાયળ , બાલી , લટકણ ના આછા નાદો મારા માટે સંગીત ના સૌથી સુંદર રાગ બની ગયા . ખાસ તો તેણે તેની કમર પર બાંધેલ કંદોરા ના ઝટકા એજ મારુ મન મોહી લીધુ હતુ . શુ થયુ કઈ રીતે બન્યુ તેનો કશો ખ્યાલ જ ન રહ્યો પરંતુ થોડી જ ક્ષણો મા હુ તેનો બની ચુક્યો . રોજ સવારે કોલેજે જઈ ને એક જ કાર્ય કરવાનુ થતુ માત્ર પુજા નુ નીરીક્ષણ . તે શુ કરે છે ? તે ક્યા જાય છે ? તેને શુ પસંદ હશે ? બસ આવા પ્રશ્નો જ મારા જીવન ના સૌથી વધુ મહત્વના પ્રશ્નો બની રહ્યા . તે રોજ જીન્સ અમે ટી-શર્ટ મા આવતી , શરીર ના જાણે એકે એક અંગ ઉપાંગ નુ પ્રદર્શન કરવુ હોય તેમ દરેક અંગ થોડુ દેખાઈ ને કે થોડુ છુપાઈ ને તેનુ પ્રદર્શન ચોક્કસ કરતુ અને તે તેનુ પ્રત્યેક અંગ જાણે સર્વશ્રેષ્ઠ છે તેવુ ભાસ કરાવતી . એ જ તેની સુંદરતા મા વધારો કરતુ , તેની પાસે દરેક અવયવ ને એક અલગ રીતે રજુ કરવાની અદ્ભુત કળા હતી . આટલુ પ્રદર્ષન કરવા છતા તે ક્યારેય કોઈ ને ખરાબ છોકરી ન લાગી કારણ કે તેના પ્રદર્શન થી માત્ર સુંદરતા નો ભાસ જ થઈ આવતો જ્યારે બીજુ કોઈ તેની જેમ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરતુ ત્યારે તે એકદમ નિર્લજ લાગતુ . જ્યારે પુજા હન્મેશા લજા થી ભરેલ શાંત અને સુંદર કન્યા લાગતી . “

“ તેનો દરેક અંદાજ દીલ ને લુભાવનાર હતો . પુરો દીવસ તેની ક્રીયા ઓ નીહાળવામા જ પુરો થઈ જતો . બીજા વર્ગ મા હોવા છતા હુ તેના વર્ગ મા જ રહેતો . એ મારા જીવન ની સુંદર પળો હતી . પુજા ને પુરો ખ્યાલ હતો કે હુ તેને પસંદ કરુ છુ પરંતુ તે હંમેશા મને તડપાવતી હોય તેવુ વર્તન જ કરતી . જેમ હુ તેને નીહાળવા નો પ્રયાસ કરતો તેમ તે છુપાવા પ્રયાસ કરતી અને જેવો હુ થોડો મીત્રો પાસે જઉ તે સામે આવી ને તેની પાછળ ફરવા મજબુર કરતી . કદાચ તમારા જેવી સુંદર કન્યાઓ ને પુરૂષો ના હૃદય ને તરસાવવુ ખુબ જ ગમતુ હશે . આવી લુકાછુપી ત્રણેક મહીના સુધી ચાલી પણ હુ કોઈ પ્રકાર ની હીંમત મેળવી શક્યો નહી . હુ થોડી હીંમત મારામા હતી તે પણ ગુમાવી રહ્યો હતો , પરંતુ ડી અને કરણ નો સપોર્ટ ખુબ સારો મળી રહ્યો હતો . એટલે હુ ભાંગતા બચી રહ્યો . પરન્તુ એક જ વાત ની અછત હતી રુદ્ર આ બાબતે કઈ કહેતો નહી . અને ત જાણે છે કે મારા માટે રુદ્ર નુ મંતવ્ય કેટલુ વધારે મહત્વનુ હતુ . તે હંમેશા સાથે જ રહેતો પણ મારા અને પુજા વચ્ચે ની કોઈ પણ વાત આવે ત્યારે એ કઈ પણ કહેવાનુ ટાળતો . છેવટે એક દીવસ હુ રહી ના શક્યો અને રુદ્ર ને પુછી નાખ્યુ કે પુજા વિશે તે શુ વીચારે છે “

“ તેણે કોઈ પણ પ્રકારના ભાવ વીના પ્રતીસાદ આપ્યો , “ એ તારે વીચારવાનુ હોય , હુ શા માટે પુજા વિશે વીચારુ “ તેના જવાબ થી મને થોડો આઘાત લાગ્યો પણ હુ તેના પ્રતીભાવ ને જાણવા માંગતો હતો .

“ એમ નહી હુ અને પુજા સાથે કેવા લાગીએ છીએ ? શુ મને મારો પ્રેમ મળશે ? શુ પુજા મારા માટે અને હુ પુજા માટે યોગ્ય છુ ? અને હ જાણુ છુ કે તુ સમજી રહ્યો છે કે હુ તને શુ પુછી રહ્યો છુ ? માટે અવળી વાતો કરવી રહેવા દે . તુ જાણે છે કે તારુ મંતવ્ય મારા માટે કેટલુ અગત્યનુ છે . “

“ જો સૌમ્ય મારા કઈ પણ કહેવા થી કોઈ ફરક પડવાનો નથી અને છતા તુ પુછે છે એટલે કહુ છુ , ખરાબ ના લગાડતો પણ તુ પુજા ની સુંદરતા થી આકર્ષિત થયો છો . અને આકર્ષણ એ પ્રેમ નથી પણ કદાચ આ આકર્ષણ તને પ્રેમ તરફ દોરી જાય પણ હુ માનુ છુ ત્યા સુધી તારે પુજા થી દુર રહેવુ જોઈએ . મને એ કન્યા સારી નથી લાગતી “ મારા કોઈ પણ પ્રકાર ના જવાબ ની આશા રાખ્યા વિના તે ત્યાંથી જતો રહ્યો . મે ઘણો વીચાર કર્યો કે રુદ્ર એ આવુ શા માટે કહ્યુ હશે પણ કઈ વીચારી શક્યો નહી . ત્રણ ચાર દીવસ બસ ગુમસુમ બેસી રહ્યો . પછી વીચાર્યુ કે એને જ પુછી લઉ કે તે આવુ શા માટે વીચારી રહ્યો છે .  

પણ મારે કઈ કહેવાની જરુર પડી જ નહી , એક દીવસ તેણે સામે ચાલી ને જ મને કહી નાખ્યુ કે , “ સૌમ્ય હૃદય તારુ છે તારે કોને આપવુ તે મને પુછવા નુ ના હોય , તને જેના પ્રત્યે લાગણી જન્મે તેનો જ તારે આજીવન સાથ નીભાવવાનો થશે . હુ તો શુ છે કે મોટી મોટી વાતો કહે રાખુ છુ તો તેનો અર્થ એ નથી કે હુ હરેક સમયે સાચો જ હોઉ . તારા જીવન ના નિર્ણયો તારે તારા હૃદય ના આધારે લેવા , નહી કે મારા જેવા ની વાતો માની ને . પરંતુ એટલુ તને ચોક્કસ કહીશ કે કોઈ પણ પ્રકાર નુ પગલુ લેતા પહેલા ઘણો વીચાર કરજે નહીતર આજીવન પછતાવુ પડશે . આપણે યુવાન છીએ ઉત્સાહ અને જોશ મા ઘણી વાર ખોટા પગલા ભરતા હોઈએ છીએ તો તેનાથી બચવુ જોઈએ . અને મહત્વનુ એ નથી કે તેનો બાહ્ય દેખાવ તને પસંદ છે , તેના હૃદય ની અંદર જઈ ને તારે તેને જાણવી પડશે . જો એનુ હૃદય પણ તેના દેખાવ ની જેમ જ સુંદર હશે તો પછી ક્યા પ્રશ્ન છે ? “

“ તો તુ શુ માને છે ? “ હુ ખરેખર રુદ્ર નુ મંતવ્ય જાણવા ઇચ્છતો હતો . અને તેણે જે કહ્યુ તે કદાચ બે દીવસ સુધી ફુલાઈ ને રહેલા મારા મુખે બોલાવ્યુ હતુ . પણ તેણે એ વાત જ ટાળી દીધી . ત્યાર બાદ ઘણી વાર તેના સામે હુ એ વિષય છેડતો પણ તેના જવાબ ની આશા વ્યર્થ હતી માટે મે તેને પુછવાનુ જ ટાળી દીધુ , મારા ઘણા પ્રયત્નો છતા હજુ પુજા મને તરસાવી રહી હતી , અને તેને મને તરસાવવાનો અધીકાર હતો કારણ કે તે કોલેજ ની સૌથી સુંદર કન્યા હતી , અને હુ તેમા આનંદ પણ અનુભવતો . હુ પણ ખુબ સ્માર્ટ હતો પણ રુદ્ર અને ડી ના સાથે હોવાથી હુ દેખાવે થોડો આછો લાગતો . હુ રાહ જોઈ રહ્યો હતો યોગ્ય સમય ની કે જ્યારે હુ પુજા ને પ્રપોજ કરી શકુ પણ હીંમત જ નહોતી થઈ રહી .

અને એક દીવસ અચાનક ચમત્કાર થયો , અમે બધા કેંટીન મા બેસેલા હતા અને ગપ્પા મારી રહ્યા હતા . સામેથી મે પુજા ને આવતા નીહાળી અને હુ તેને આવતા જોઈ રહ્યો , દરરોજ ની જેમ જ તે મારા તરફ જ આવી રહી હતી અને પછી થોડે દુર થી ફરી જવાની હતી અને હુ બસ વીચાર મા ખોવાઈ રહ્યો . તે ફરી નહી પરંતુ મારી સામે આવી અને ધીમેથી મારા કાન મા અવાજ આવ્યો , “ હવે કેટલો સમય ટગર ટગર જોયા કરશો , ક્યારેક તો તેનાથી આગળ વધો “ અને તે ત્યાંથી જતી રહી . હુ બસ જોઈ રહ્યો . મને આ ભાસ થયો તેનાથી ખુબ આનંદીત થયો . થોડી ક્ષણો હુ થોભી ગયો ત્યાંજ બેસી રહ્યો બાજુમા ડી અને બાડો કઈંક બોલી રહ્યા હતા પણ મને કઇ સંભળાતુ ના હતુ . થોડા સમય બાદ જ્યારે સમજ આવી કે આ ઘટના બની તે સત્ય હતી , મારી કલ્પનાએ દરેક સિમાનો ભંગ કરીને મને સુખ અર્પવા અશ્વો દશે દીશાઓ એ દોડાવ્યા . ઉછળીને હુ તેની પાછળ દોડ્યો , હજુ તે થોડી જ દુર પહોંચી ત્યા હુ તેની સામે પહોંચ્યો અને તેને કોલેજ ની સામે  પ્રપોઝ કરી નાખ્યુ . અને તે એની જ રાહ જોઈ રહી હોય તેમ મને બાઝી પડી . અને મારા પ્રેમ પ્રકરણ ની શરુઆત થઈ .

થોડા જ સમય મા અમે એકબીજા ની ખુબ જ નીકટ આવી ગયા . તેની સુંદરતા એ મારી આંખો ને અંધ બનાવી હતી , મને તેના સીવાય બીજુ કશુ દેખાતુ જ ન હતુ . હુ પુજામય બની ગયો . તે ક્ષણે ક્ષણે મારા હૃદય મા તેની સુંદરતા નો જાદુ વધુ ને વધુ ફેલાવી રહી હતી . ધીરે ધીરે મીત્રો સાથે પસાર થતા સમય મા ઘટાડો થયો અને પુજા સાથે વીતાવવાના સમય મા પુષ્કળ વધારો થયો . તે ત્યાની સ્થાનીક જ હતી માટે તેના ઘરે પણ ઘણીવાર જવાનુ થતુ , તેના માતાપીતા ખુબ જ શાંત અને સમજુ હતા તેમણે ક્યારેય અમને ટોક્યા ના હતા , તેનો પરીવાર મધ્યમ વર્ગીય હતો એટલે ખાસ કઈ ચીંતા ન હતી . એ સમય મા ખુબ આનંદ માણ્યો . મે પણ મારા ઘરે કહ્યુ હતુ અને તેઓ પણ ખુબ ખુશ હતા . ખુશ હોઈએ ત્યારે સમય કેમ પસાર થાય છે તેની જાણ રહેતી નથી . એ સમયે કઈ પણ કરવા તત્પર હતો અને તે પણ મારે ના કરવુ હોય તે છતા મારી પાસે તે કાર્ય કરાવીને જ રહેતી , તેની સામે હુ હંમેશા નમતુ જ જોખતો . તે મારા હૃદય ની સામ્રાજ્ઞી બની ચુકી હતી . “ સૌમ્ય એ તેનો કથાપ્રવાહ અટકાવ્યો .

જેવો તે અટક્યો તેવી કાવ્યા ની જીભ ખુલી , “ તો તમે ખુબ જ સુંદર કન્યા ના મોહ મા પડ્યા એમ ને , હુ પણ ખોટી ચીંતા મા હતી કે તમે મારા મોહ મા નહી આવો . “ કાવ્યા એ હસતા હસતા કહ્યુ , તે પોતાની અંદર ઉદ્ભવેલા દુખાવા ને દેખાડવા માંગતી ન હતી પણ તેનુ હૃદય અસહ્ય પીડા અનુભવી રહ્યુ હતુ .

“ હા ! એ વાત સાચી વહેલા મોડો હુ તારા જેવી સુંદરી ના મોહમા પડવાનો જ હતો . તારે ઉતાવળ કરવાની જરુર ન હતી . સુંદરતા સ્ત્રી ને ઈશ્વરે આપેલ એક અણમોલ ભેંટ છે , અને તેના દ્વારા તે કોઇ ને પણ પોતાનો બનાવી શકે છે . માટે આ ઇશ્વરે બક્ષેલ ભેટ માટે તમારે ઇશ્વર નો આભાર માનવો જોઇએ . તમને પણ કુદરતે નવરાશ ના પળો મા જ બનાવ્યા હશે . “

કાવ્યા ના ચહેરા પર લાલાશ નો શેરડો ફુટ્યો , “ હા , પરંતુ રુદ્ર ની જેમ મારુ માનવુ પણ એ છે કે સુંદરતા થી પ્રેમ નથી મળતો પણ પ્રેમ થી જ સુંદરતા ની પ્રાપ્તી થાય છે . તો આટલા ગાઢ સબંધો બંધાયા તો તમે કેટળા આગળ વધ્યા ? “ ક્યાર નો મન ને કુચવતો સવાલ કાવ્યા એ પુછી નાખ્યો .

“ કાવ્યા , એ મારો ભુતકાળ છે , અને ભુતકાળ જ રહેવાનો છે , જેને મારા વર્તમાન સાથે કોઈ લેવાદેવા નથી . આજ સુધી હુ તેને મારી અંદર સંઘરી રાખી ને થાક્યો છુ માટે હવે તેને બહાર લાવાવા માંગુ છુ . તેનાથી તારે કોઇ પ્રકાર ની મુંજવણ અનુભવવા ની જરુર નથી . “

કાવ્યા ને પોતાના પ્રશ્ન પર પછતાવો થયો , “ હુ ક્યા કહુ છુ કે હુ મુંજાવ છુ , જો મુંજવણ હોય તો આ પ્રકાર ના પ્રશ્નો હુ તમને પુછી શકુ ? “ ઘણી મુંજવણો છતા તેણે હસતા મો એ જવાબ આપ્યો .

“ અમે ઘણા આગળ વધી ચુક્યા હતા . એક પુરૂષ અને સ્ત્રી વચ્ચે હોય તે બધા સંબંધો અમારી વચ્ચે બંધાયા હતા . તરુણ અવસ્થા મા ન તો એ તેના પર કાબુ રાખી શકી કે ન હુ મારા પર , હુ જાણતો હતો કે આ બધુ હજુ આ સમયે યોગ્ય નથી , પણ તેની સામે થઇ ને હુ જીતી શકવાનો ન હતો . અને બીજુ એ કે તેના જેવી સુંદર કન્યા સામે ઉભેલી હોય ને ક્યો પુરૂષ પોતાની જાત ને રોકી શકે . અને હુ તો પામર મનુષ્ય તેમાએ સૌમ્ય તો પછી મને કોઈ કઈ રીતે રોકી શકે . રુદ્ર ઘણુ કરી ને મને રોકવાનો પ્રયાસ કરતો તે કહેતો કે હજુ આ બધુ યોગ્ય નથી . પણ ડી અને બાડા ના સપોર્ટ થી અમે તેને દબાવી દેતા , પછી તે હતાશ થઈ ને ત્યાંથી નીકળી જતો . એક કન્યા એ મને મારા મીત્ર થી વિમુખ કરવાની શરુઆત કરી હતી . તે મને ત્યારે નહોતુ દેખાયુ . એ આજે સમજાય છે . “

“ રુદ્ર બરાબર હતો , દરેક ક્રીયા નો એક સમય હોય છે , આનંદ ના આવેશ મા આપણે ઘણીવાર ઉતાવળા બની જતા હોઇએ છીએ પરંતુ ત્યારે એ વય મા રુદ્ર જેવી પીઢારુ દ્ર્ષ્ટી તો કોઈ મા કઈ રીતે હોઇ શકે . ત્યારે આપણે તે માણસ ને નીરસ કહીને દુર કરીએ છીએ પરંતુ જ્યારે સમસ્યા સામે આવીને ઉભી રહે છે ત્યારે સમજાય છે કે તેની વાત માનવા જે વી હતી . “

સૌમ્ય થોડો ખચકાયો હતો , તે આટલી હદે પોતાનુ હૃદય કાવ્યા સામે શા માટે ખોલી રહ્યો હતો , તે થોડુ છુપાવી શકે નહી . એ પ્રશ્ન તેના મન મા ઉદ્ભવ્યો પણ તે તો કાવ્યા ના આધારે જ આ બધુ ભુલી ને આગળ વધવા માંગતો હતો તો પછી તેને સ્પષ્ટતા કર્યા વીના છુટકો ન હતો . તે એટલુ ચોક્કસ સમજતો હતો કે પ્રેમ એટલે સંપુર્ણ એકત્વ અને એકત્વ ત્યારે જ સંભવે જ્યારે તેઓ એક બીજા વીશે બધુ જાણતા હશે અને એક્બીજા ને પુર્ણ રીતે સમજતા હશે . તે દ્વન્દ્વ મા હતો પણ તેણે માર્ગ નક્કી કરી લીધો કે જે થવુ હોય તે પણ મારે તેને સંપુર્ણ હકીકત જણાવવી જ છે .

કાવ્યા  વીચાર મા ખોવાઈ , આ બધુ પાછુ યાદ કરાવીને તે ભુલ તો નથી કરી રહી ને ? તેને રુદ્ર ના મુખ પર ફરી પુજા નો સ્વાદ માણ્યા નો અહેસાસ થઈ રહ્યો હતો . આ અહેસાસ તેના માટે ઘાતક સીધ્ધ થઈ શકે તેમ હતો . તેનુ હૃદય વ્યથીત હતુ કે આગળ હજુ કેવા બનાવો બનશે . કદાચ પુજા નામનુ ભુત ફરી વાર સૌમ્ય ના જીવન મા આવી ને ઉભુ રહે તો ? તેની પાસે આધાર માત્ર એટલો જ હતો કે રુદ્ર ને તેમના પ્રેમ મા શ્રધ્ધા ન હતી અને તે જાણતી હતી કે ભલે હાલ તેને પુજા અને સૌમ્ય ના સબંધો મા કોઈ ખામી જણાઈ રહી ન હોય પણ રુદ્ર કહે છે તો કઈંક અવશ્ય ખુટતુ હશે . અને બીજી તરફ તેને ભલે સૌમ્ય નો આ ભુતકાળ ભવ્ય લાગી રહ્યો હોય પણ સૌમ્ય તો એ ભુલાવા માંગે છે . જો એ ભુતકાળ ભવ્ય હતો તો શા માટે તે ભુલવા નો પ્રયાસ કરે .

 ભગ્ન હૃદયી પ્રાણનાથ નુ                                                 હૃદય જોડવા માંગતી હતી ,
   

નતી જાણતી તેમા મારુ જ હુ                                             હૃદય તોડવા ભાગતી હતી