પ્રેમ ની પરિભાષા -    ૧૦. રૂદ્ર ની શક્તી

              

    “ સવાર થઈ અને એ દીવસ આવ્યો કે જ્યારે હુ તૃષા ને મળવાનો હતો . અમે સક્કરબાગ જોવા ગયા . રુદ્ર એ કહ્યુ કે તૃષા ત્યાંજ આવવાની છે . અવનવા પ્રાણીઓ જોઈ રહ્યો હતો પણ નજર તો તૃષા ને જોવા તરસી રહી હતી . થોડીવાર તો એવુ લાગ્યુ કે તે મને તરસાવી રહ્યો હતો એટલે મારા થી રહેવાયુ નહી અને મે પુછી નાખ્યુ , “ હવે એ ક્યારે આવે છે ? “ જવાબ મા રુદ્ર એ આંગળી ચીંધી , “ એ સામેથી આવી જ રહી છે . તેની આંગળી પર ધ્યાન જતા તેનો ચહેરો પણ મારી નજર મા આવ્યો , તેના પર પહેલી વાર મે એ સ્મીત નીહાળ્યુ જેની મે ક્યારેય કલ્પના કરી ન હતી . કુદરતી સ્મીત ની આશા રુદ્ર પાસે કઈ રીતે રાખી શકાય પણ એ સ્મીત જોવા મળ્યુ , માત્ર તૃષા ના આગમન થી . તૃષા ને નીહાળતા જ તેના હાવભાવ મા , ચહેરા મા અને વર્તન મા એક અલગ પ્રકાર નુ સુખ જણાઈ રહ્યુ હતુ . જુનાગઢ મા હોવાનો થાક ઉતર્યો જણાયો . તે આવી રહી હતી , તે તૃષા નહી પરંતુ રુદ્ર ની શક્તી હતી . જેના આવવા માત્ર થી તણાવો હળવા બની જાય , જેની ઝલક નીહાળી ને મન પ્રફુલ્લીત બની જાય , જેના આવવાથી ચોતરફ શાંતી પથરાય તેને જ તો તમે શક્તિ કહી શકો . તે જ રુદ્ર ની અડગતા નુ સ્ત્રોત હતી .

    મારી નજર તેના તરફ થી હટી અને સામેથી આવનાર એક કન્યા પર પડી , કદાચ ઇશ્વર ની સર્વોત્કૃષ્ટ સર્જન મારી તરફ આગળ વધી રહ્યુ હતુ . તેણે કદાચ સ્વપ્નસુંદરી સર્જવાના ઉદ્દેશ થી દરેક માનવના પ્રીય સ્વપ્નો ને મુર્તીમંત કરવા તૃષાનુ સર્જન કર્યુ હશે , તેનો સંપુર્ણ બાન્ધો કુદરતે પોતાની કળા પ્રદર્ષિત કરવા માટે બનાવ્યો હશે . ના કશુ વધુ ન કશુ ઓછુ , તે સંપુર્ણતા નુ પ્રતીક હતી .

    તૃષા સંપુર્ણ સાદગી નુ નામ હશે . તેણે મારી સમક્ષ સુંદરતા ની નવી વ્યાખ્યા પ્રસ્તુત કરી હતી . સ્ત્રીઓ સુંદર દેખાવા માટે જે કઇ કરે તે તેમને ઓછુ લાગે છે . પરંતુ ખરી સુંદરતા તો તેમના માંજ રહેલી છે . ઇશ્વરે તેમને પુરુષના હૈયા નુ હરણ કરવા માટે સર્જી છે . તેના માટે તેણે અન્ય પ્રયત્ન કરવાની કોઈ આવશ્યક્તા જ નથી . પુજા નુ પ્રદર્શન હંમેશા મને સુન્દરતા ભાસતુ પરંતુ તૃષા એ મારા તે ભાવ મા પરિવર્તન આણ્યુ . તેના શરીર નુ કોઈપણ અંગ પ્રદર્ષન ની અપેક્ષા વીના તેના પરિધાન મા છુપાઈ રહ્યા હતા . તે જ સુંદર લાગી રહ્યુ હતુ . તેનામા કશો ભેગ ન હતો , કશી મેળવણ ન હતી . તેની શુદ્ધિ અમારી આંકોને તેના તરફ ઝકડી રાખવા મજબુર કરી રહી હતી .

    તેના દુગ્ધ સમાન મુખ નુ તેજ , તેની મૃગ સમાન કોણાકાર નયનો , તેના અધરો પરનુ સ્મીત તેના હૃદય લોભાવનાર મુખ ને અવીરત નયને નીરખવાનુ પ્રોત્સાહન આપી રહ્યા હતા . તેની કમનીય કાયા આકર્ષણ ની નવી સીમાઓ સર્જી રહી હતી . તે લોભાવનારુ ચલચીત્ર હતી . તે મન ને મોહનાર મોહિની હતી . અપ્સરા ને નિહાળવાનુ સદ્ભાગ્ય કદાચ કોઈ માનવે મેળવ્યુ હશે નહી , પરંતુ કદાચ ઇન્દ્ર પણ તેના અપ્સરાઓ ના વૃંદ મા તૃષા સમાન આકૃતી ન નીરખીને ઇર્ષ્યા અનુભવતો હશે . મને લાગ્યુ કે આજે મહાદેવ સતી સામે ઝાંખા પડ્યા . તે રૂદ્ર માટે યોગ્ય હતી નહી રૂદ્ર તેના માટે યોગ્ય હતો . રૂદ્ર એ પુર્વજ્ન્મ મા હજારો અશ્વમેઘ યજ્ઞ કર્યા હશે , જેથી આ દેવ કન્યા રુદ્ર ના નસીબ મા આવી પડી . એ યૌવના નુ સૌન્દર્ય અદ્ભુત હતુ , એકવાર તૃષા ને માત્ર જોઈ લે એ તેના પ્રેમ મા પડી જાય .

“ હવે બસ ! કેટલા વખાણ કરશો ? “ કાવ્યા ને કદાચ ઇર્ષ્યા થઈ હશે .

સૌમ્ય એ હસતા હસતા કહ્યુ , “ મારી પાસે તેને વર્ણવા માટેના શબ્દો નથી . કાવ્યા તે તૃષા ને નીહાળી નથી એની સામે બધુ તુચ્છ ભાસતુ હતુ . તેના પર નજર પડતા જ વીચારો શમી જતા હતા , માત્ર તેની તસવીર જ મગજ મા ઘુમતી . એવુ લાગે કે હૃદય પણ તેને નીહાળીને ધડકવા નુ બંધ કરી દે . મષ્તિસ્ક મા અનોખી શાંતી પ્રસરતી . તે તમારા મા ઉત્કંઠા જગાવી શકે , એનુ સૌન્દર્ય માણસ ને વીરતા માટે પ્રેરી શકે , પળવાર મા તમને સ્વપ્નો ની દુનીયા મા વીહરતા કરી દે . તેને પામતા માણસ ચક્ર્વર્તી બન્યા નો અનુભવ કરે અને ગુમાવતા જીવન નુ લક્ષ્ય ગુમાવી દે . એ ધુમકેતુ ની નાયીકા સમાન હતી , દુર થી જોઈ ને અશ્પર્શ્ય ભાસતી છતા તેને પામવાની કામના જન્માવતી . તૃષા જ રુદ્ર ને જીવન માટે પ્રેરણા આપી હશે , તેના આવતાની સાથેજ રુદ્ર શાંત જણાઈ રહ્યો હતો . “

    કાવ્યા ને લાગ્યુ હતુ કે તૃષા સુંદર નહી હોય કારણ કે સૌમ્ય એ કહ્યુ હતુ કે રુદ્ર હંમેશા કહેતો કે સુંદરતા નુ કોઈ મુલ્ય નથી , સુંદરતા થી માત્ર આકર્ષણ જન્મે છે અને આકર્ષણ થી તો માત્ર જાળ મા ફસાઈ જવાય છે . સાચી સુંદરતા તો હૃદય ની હોય છે . તો શુ રુદ્ર પણ આકર્ષણ થી પ્રેમી બન્યો હશે . જો એ આકર્ષણ થી જ પ્રેમી બન્યો હોય તો શા માટે આકર્ષણ નો વીરોધ કરી રહ્યો હતો .

    “ ત્યારે ફરીવાર હુ રુદ્ર સામે હાર્યો હતો , મે માન્યુ હતુ કે પુજા ની સુંદરતા સામે તૃષા ઝાંખી પડશે પણ પુજા તો તૃષા સામે ખુબ વામન લાગતી હતી . પણ બીજી તરફ હુ ખુશ હતો કે મારા મીત્ર પર થી દબાણ ઓછુ થયુ હતુ . ભલે તેના થી થોડો નારાજ હતો છતા તેની એ હાલત એક મીત્ર તરીકે હુ જોઈ શક્યો ન હતો . છેવટે એ મારો સૌથી ખાસ મીત્ર હતો . પુજા વિશે તેની વીચારસરણી થી મને દુઃખ થતુ પણ એટલુ બધુ નહી કે તેના દુઃખ થી હુ ખુશ થઉ .

    તૃષા અમારી પાસે આવી અને પહેલા બધા ને મળી પછી રુદ્ર પાસે જઈને પુછ્યુ , “ આનંદ મા છો ? “

    “ હવે શો આનંદ ? તુ આવી પહોંચી , બાકી અત્યાર સુધી આનંદ મા જ હતો . “ એ ક્ષણે મને એમ થયુ કે આ ક્ષણ થોભી જાય અને હુ રુદ્ર ના હસતા ચહેરા ને નીરખતો રહુ .

    ઘણી મોજ માણી ને અમે અમારી હોટેલ તરફ પ્રયાણ કર્યુ , હુ અને પુજા સાથે જ હતા પરંતુ રુદ્ર અને તૃષા એકબીજા થી અલગ જ હતા . રુદ્ર ડી પાસે અને તૃષા અંજલી સાથે વાતો કરી રહી હતી . હુ અને પુજા આટલા સમય થી સાથે હોવા છતા એકબીજા થી દુર રહી શક્તા ન હતા અને રુદ્ર તો હજુ તૃષા ને મળ્યો જ હતો છતા તેઓ ને એક્બીજા ના સાથ ની જરુર ન હતી . અંજલી એ તૃષા સાથે ઘણી ચર્ચા કરી પણ મારુ તેના તરફ વિશેષ ધ્યાન ન હતુ . મારુ ધ્યાન તો રુદ્ર તરફ જ હતુ તે મદમસ્ત હાથી ની માફક ડોલી રહ્યો હતો . તેની પાસે નહી પણ સાથે તૃષા  હોવાથી તે આટલો ખુશ હતો , અને છતા તે કહેતો કે તેને તૃષા ના સાથ ની જરુર ન હતી . કોઈ પણ માણસ ને તેની પ્રીયતમા ના સાથ ની જરુર હોવા ની જ . અને જો સાથ ની જ જરુર ન હોય તો એ પ્રેમ શા કામ નો ? ઘણા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા હતા પણ પુછ્યુ નહી .

    સાંજે ફરીવાર અમે સાથે એકઠા થયા . વીચાર્યુ હતુ કે તૃષા અને રુદ્ર સાથે એકઠા થશે એટલે પ્રશ્નો ની હારમાળા થી તેમને થકવી દઈશ પણ એવુ કશુ બન્યુ નહી કોઈ પાસે પુછવા માટે કઈ વધ્યુ જ ન હતુ . દરેક ઉતર અમારી સામે જ હતા , કોઈ એ કઈ ન પુછ્યુ એટલે રુદ્ર એ જ અંજલી ને પ્રશ્ન પુછ્યો “ હવે અમે બન્ને તમારી સામે જ છીએ , તો કહો કોણ વધુ ભાગ્યશાળી છે ? “

    “ હુ ભાગ્યશાળી છુ . આજ ના સમય મા તમારા જેવા દૈવી અંશો જોવા મળ્યા તેનાથી વધુ સારુ બીજુ શુ હોઈ શકે ? તૃષા સાથે ઘણી ચર્ચા કરી કદાચ એ મારાથી થાકી હશે . તેને જાણી તે મારા જીવન નો સૌથી ઉત્તમ અનુભવ છે . તમે બન્ને એકબીજા માટે જ બન્યા છો . તમને બન્ને ને જોઈ ને પુછવા માટે પ્રશ્નો અને આપવા માટે ઉત્તર રહ્યા નથી . ઘણીવાર એમ લાગ્યુ કે તમે કહી રહ્યા છો તે વાસ્તવીક જીવન મા અશક્ય છે પણ ખરેખર હવે એ શંકા પણ ભાંગી છે . ઘણુ એમ લાગે કે તમે કહી રહ્યા છો તે ખોટુ છે પણ તમે એ સાબીત કર્યુ કે એ ખરેખર એ જ સાચુ છે . “

    પહેલી વાર કરણ ના મુખેથી પ્રશ્ન આવ્યો , “ મને ખ્યાલ છે કે તમારા માતા-પિતા તમારા અને રુદ્ર વિશે બધુ જાણે છે અને તેઓ તેના થી ખુશ છે . એવુ ન હોય અને તમારા માતા-પિતા તમને રુદ્ર સાથે રહેવાની અનિચ્છા દર્શાવે અને તમારા લગ્ન તમારી ઇચ્છા વિરુધ્ધ અન્ય કોઈ સાથે કરવાનુ નક્કી કરે તો તમે શુ કરશો ? “ અમે બધા આશ્ચર્ય ચકીત હતા કે બાડા ને વળી આ શુ થયુ ? સામાન્ય રીતે શાંત રહેતો અને ખાસ પ્રેમપ્રકરણ મા કઈ ન પુછતા બાડાને આજે શુ થયુ ?

    “ તમે સાચા હશો  , તમારો પ્રેમ સાચો હશે તો કોઈ પણ તમારી આડે નહી આવે . કદાચ તેઓ તમારી વિરુધ્ધ જશે તો તેમની પાસે ચોક્કસ કોઈ મોટુ કારણ હશે અન્યથા સંતાનો દુઃખી થાય એવુ તેઓ શા માટે કરે ? એવુ થાય તો શુ થયુ ? મારા રુદ્ર સાથે લગ્ન ન થાય એટલુ જ ને . એવુ કોણે કહ્યુ કે હુ માત્ર રુદ્ર સાથે જ લગ્ન કરીશ . મારા પીતા ની ઇચ્છા એવી હશે નહી તો હુ તેમનુ માની ને તેમણે પસન્દ કરેલ પાત્ર સાથે વિવાહ કરીશ . મારા પર પ્રથમ અધીકાર મારા પીતા નો છે . અને હુ તેમની ઇચ્છા જરુર પુર્ણ કરીશ . “ બન્ને એક જ માટીના બનેલા હતા . સમાનતા , ઐક્ય , અને તેનાથીયે વિશેશ એકાત્મતા . વિચારો સરખા , વ્યવ્હાર સરખા , રુપ , ગુણ અને આવડત સમાન આટલુ સામંજસ્ય બીજે ક્યાંય જોયુ ન હતુ . પરંતુ પ્રશ્ન એ હતો કે પીતા ની ઇચ્છા માટે રુદ્ર થી દુર જવા તૈયાર હતી . શુ તેને પ્રેમ કહેવાય ,  મને લાગ્યુ કે તેઓ ને એકબીજા ની જરુરીયાત છે માટે તેઓ એકબીજા ની સાથે રહે છે અને અમારી સામે દેખાવ કરે છે . પણ હજુ એ વાત કેમ માનવી કે આટલી સરસ રીતે કોઈ નાટક  કરી શકે ?

    “ જો તમે લગ્ન ન કરો તો એકબીજા નો સાથ કઈ રીતે મેળવો ? એક બીજા ની સાથે કઈ રીતે રહી શકો . “ પ્રશ્ન પુજા નો હતો .

    “ રુદ્ર ના સાથ માટે મારે તેની સાથે રહેવાની જરૂર નથી . તે હંમેશા મારી સાથે જ હોય છે . હુ જીવન ના અંત સુધી રુદ્ર ને પ્રેમ કરતી રહીશ , સ્થીતી ના પરીવર્તન થી પ્રેમ ની દીશા ચોક્કસ બદલાશે . તે મારી પાસે છે કે નથી તેના થી મને ક્યારેય ફરક પડ્યો નથી અને કદાચ પડશે પણ નહી . તેના સાથે હોવા થી આનંદ મા અભીવૃદ્ધિ થાય છે પરંતુ તે પાસે ન હોય તો આનંદ મા ઘટાડો ક્યારેય થતો નથી . લગ્ન થશે કે નહી થાય તેની હાલ ચીંતા કરીને શો ફાયદો જ્યારે તે પ્રશ્ન સામે અવશે ત્યારે જોયુ જશે . “

    “ એવી રીતે તો તમે ચાર જીવન મા તણાવ લાવશો . તમે અને તમારા પતિ તથા રુદ્ર અને તેની પત્ની એકબીજા ને ક્યારેય પ્રેમ ભરી નજરે નીહાળી શકે નહી. તેના થી તમારુ લગ્નજીવન ક્યારેય સુખપુર્વક રહી શકો નહી . તમે ક્યારેય એ બાબતે વીચાર કર્યો છે ? “  અંજલી નો પ્રશ્ન ખુબ જ ઉંડો  હતો .

    “ લગ્ન મા પ્રેમ થી વિશેષ જરુરીયાત વિશ્વાસ અને સન્માન ની હોય છે . પતી-પત્નિ ના સબંધ મા કદાચ પ્રેમ હશે નહી તો ચાલશે પણ સમર્પણ જરુરી છે . એકવાર નક્કી થયુ કે મારે તેમના પ્રત્યે સમર્પણ દર્શાવવા નુ છે એટલે મારા વીચારો મા પરીવર્તન લાવી ને તેમને ખુશ કરવા એ મારી ફરજ છે અને તે હુ ચુકીશ નહી . અને બીજી તરફ મે રુદ્ર ને પ્રેમ કર્યો એટલે મારામાથી પ્રેમ પુર્ણ થયો એ માનવાણુ કોઈ કારણ નથી . હૃદય ના ખુણા મા રુદ્ર રહેશે અને તેમનુ સ્થાન પણ હશે . જે રીતે આપણે માતા તથા પિતા ને એકસાથે ચાહી શકીએ . એજ રીતે રુદ્ર એક મીત્ર તરીકે મારા જીવન મા રહેશે . કોઈ ના જીવન મા તણાવ નહી રહે . તમે કઈ રીતે વીચારો છો તેના પર તમારા જીવન નો આધાર રહે છે . “

    “ એ બધુ કહેવુ સરળ છે પણ વાસ્તવિક્તા મા થઈ શકે નહી . અને તમારા પીતા તો તમારાથી વિરુધ્ધ જવાના નથી ? “ મારાથી રહેવાયુ નહી વધુ કાલ્પનીક વાતો હુ સાંભળી શકુ તેમ ન હતો .

    “ હા , એ વાત સાચી તેઓ કદાચ મારા થી વધુ રુદ્ર ને પસંદ કરે છે . અને મને મારા પર સંપુર્ણ વિશ્વાસ છે કે મારો પ્રેમ સાચો છે , માટે અમને મળતા કોઈ રોકવાનુ નથી . કદાચ તેઓ ન સમજે તેમને સમજાવવા પ્રયત્ન કરવો એ વ્યાજબી છે પણ તેમને ડરાવી ને કે કઈંક કરવાની ધમકી આપીને મનાવવા તે યોગ્ય નથી . તમારી ચિંતા તેમને તમારા થી વિશેષ હોય છે . “

    “ માતા-પિતા પ્રેમ ને કેમ સમજતા નથી ? તેઓ તો જાત-પાત ધર્મ ની માનસીક્તા આડે લાવે છે . “ ડી ના પ્રશ્ન નો ઉત્તર રુદ્ર એ આપ્યો .
    “ માતા-પિતા તમારુ સુખ ઇચ્છતા હોય છે અને કદાચ તેના કારણે તેઓ ખોટા નીર્ણય લે એવુ પણ બને તે છતા તેઓ એ માત્ર તમારા સુંદર ભવિષ્ય ની કલ્પના કરીને જ તે નિર્ણય લીધો હશે , માટે તેમને દોષ દેવો ખોટો છે . આપણી સંસ્ક્રુતી મા લગ્ન દ્વારા બે વ્યક્તિ નહી પરંતુ બે કુટુંબો સબંધ સ્થાપે છે . દરેક જ્ઞાતી ના ઉછેર નુ વાતાવરણ એકબીજા થી અલગ હોય છે . તેમના વ્યવ્હાર , વીચાર અને સબન્ધો વિશે ની માન્યતાઓ મા ઘણુ પરીવર્તન હોય છે . અને જ્યારે એકબીજા થી વીચારભેદ ધરાવતા પાત્રો લગ્ન કરે છે ત્યારે કોઈ પણ એકબીજા ના કુટુંબ સાથે સમાધાન સાધી શક્તા નથી . અને તેઓ પણ એકબીજા ને સમજી શક્તા નથી અને પછી એવી વીસંગતતાઓ સર્જાય છે જેના કરણે ઘણુ ગુમાવવુ પડે છે . કુટુંબ વીના જીવવુ કે પછી જીવનસાથી વીના જીવવુ તેની વ્ચ્ચે માનવ પીસાઇ જશે . માટે લગ્ન તો તમારા માતા-પિતા ની ઇચ્છા હોય ત્યાજ કરો . તમારી પસંદ નો અવકાશ છે સમજ નો નહી . અને લગભગ પ્રેમ થયા ના વહેમ ના કારણે જ માનવ ઉતાવળો બની ને અવળુ પગલુ ભરે છે બાકી હૃદય ની લાગણી ઓ ને બીજા હૃદય સુધી પહોંચતા વાર લાગતી નથી . પ્રેમ તો તમને તમારા પતી અથવા પત્ની સાથે ચોક્કસ થઈ જ જશે . અને કદાચ ન થાય તો તૃષા એ કહ્યુ તેમ તેમને માન આપો અને તેમની ભાવનાઓ ની કદર કરો . “

    અઘરી બાબતો ને રુદ્ર ખુબ સરળતાથી સમજાવી શક્તો . તે ખોટો જ હતો પણ હૈયુ કહેતુ કે તે સાચો છે . ઘણી બાબતો મા તેને સમજવો અઘરો હતો . તે જે કહી રહ્યો હતો અથવા કરી રહ્યો હતો તે માનવામા આવે તેવુ ન હતુ . પછી અમે બધા પોતપોતાના રૂમ તરફ પ્રયાણ કર્યુ પણ એક સમસ્યા સર્જાઈ કે હુ , કરણ તથા રુદ્ર એમ ત્રણેય માટે રૂમ ની સગવડ હતી , ડી નુ શુ કરવુ ? અને બીજો રૂમ મળવો શક્ય ન હતો . માટે ડી ને કોઈ ભેગુ રહેવાનુ ગોઠવવુ પડે તેમ હતુ . હુ અને કરણ તો તૈયાર ન હતા માટે રુદ્ર ના રૂમ મા ડી સુતો . સવાર મા મે ડી ને પુછ્યુ , “ રાત્રે રુદ્ર અને તૃષા વચ્ચે શુ બન્યુ ? “ ડી રાતોચોળ થયો પણ ખુબ મહેનત થી સમજાવી ને પુછ્યુ ત્યારે તેણે જવાબ આપ્યો .

    “ રુદ્ર તૃષા ના ખોળામા માથુ રાખીને સુતો હતો અને બેઉ બસ એકમેક ની સામુ જોઈ રહ્યા હતા . તેમની વચ્ચે શબ્દ ના આવરણ ની જરુર ન હતી . તેઓ ની આંખો એ જ વાતચીત નો સેતુ બાંધ્યો હતો . થોડા સમય બાદ રુદ્ર ની આંખો મા ઉંઘ નો નશો ચડ્યો . પણ તૃષા જ્યા સુધી મારી નજર પડી ત્યા સુધી જાગતી હતી અને રુદ્ર ની ઉંઘ મા સહેજ પણ ખલેલ ન પડે તેનુ ધ્યાન રાખી રહી હતી , રુદ્ર ને ઉંઘતો જોઇને તૃષા ને  શાંતી મળી રહી હતી તેવુ લાગ્યુ . “

    “ એ જે કહી રહ્યો હતો એ ગતકડા ન હતા , તે દરેક વાત તેના વ્યવ્હાર પર થી સાબીત થતી હતી . તેમનો સબંધ વિચીત્ર હતો , જે આપણે સમજીએ છીએ તેના થી સંપુર્ણ વીપરીત છતા સાચો લાગતો હતો “ કાવ્યા જીભ ને રોકી શકી નહી

    “ તે તો પોતપોતાની સમજ પર આધાર રાખે છે . બીજા દીવસે હુ પુજા , કરણ , અંજલી ને ભુજ છોડી ને ઘર તરફ જવા રવાના થયો . બાકી બધા પણ પોતપોતાના ઘર્રે જવા રવાના થયા હતા . ડી ને હવે પ્રીયા ની જરુરીયાત લાગી નહી . તેનો વહેમ કદાચ દુર થયો હતો . પણ ક્વચીત તેના પ્રત્યે નફરત જન્મી હશે એવુ લાગ્યુ . “

જ્યારે હૃદય એક બને છે , શ્વાસ ભેગા થાય છે .

વિશ્વાસ આધાર બને છે , વિચાર એક થાય છે .

જ્યારે મન શાંત બને છે , ભાવનાઓ શમી જાય છે .
ત્યારે સમજવુ “ આશિક “ કે તને પ્રેમ થાય છે .  

      

***