indian lovestory - 22 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની પરિભાષા - 22 રાહ

રાત્રી ના અંધકાર મા તૃષા ના ઘરે પહોંચતા જ બધા ને લાગ્યુ કે પહોંચતા ઘણુ મોડુ થઇ ગયુ છે . રાત ના નવ વાગી ચુક્યા હતા ને અંદર થી શ્લોકો ના આવી રહેલા ધ્વની પરથી એવુ લાગ્યુ કે વરરાજા મંડપ સ્થળે પહોંચી ગયા હશે . રુદ્ર ના મુખ પર હજુ ક્યો ભાવ છે તે કળી શકાય તેમ ના હતુ . તેની વિચારવા ની ક્ષમતા હણાઇ ગઇ હતી , એટલે તેને ગાડી મા જ બેસાડી ને સૌમ્ય અને ડી બન્ને નિચે ઉતર્યા . તે બન્ને ને દરવાજા પર ઉભેલા ચોકીદાર સાથે રક્જક કરતા જોઇ ને રુદ્ર સિવાય ના બધા નિચે ઉતર્યા . તેઓ કોઇ સાથે આમંત્રણ પત્ર લાવ્યા ના હોવાથી ચોકીદાર તેમને અંદર પ્રવેશ આપતો ના હતો . એટલા મા પાછળ થી રુદ્ર ને આવતો જોઇ ને ચોકીદાર હાંફળો થઇ ગયો અને ઉતાવળે થી તેણે દરવાજો બંધ કર્યો .

તમને અંદર જવા નહી દઉ . સાહેબે તમને આવવા ન દેવા ની ખાસ સુચના આપી છે . એમ બોલી તે રુદ્ર સામે હાથ જોડી ને ઉભો રહી ગયો . રુદ્ર ની આંખો માં સળગી રહેલો દાવાનળ કદાચ તેણે જોયો હશે નહી અન્યથા તેણે આવી મુર્ખાઇ કરી ના હોત .

કાકા આજે તો મને કોઇ રોકી સકશે નહી એમ કહી તેણે દરવાજા મા બનેલી નાની બારી ને જોર થી લાત મારી સુકુ પાંદડુ જેમ હવાથી ઉડી જાય તેમ બારી પણ ઉડી . ચોકિદાર ના ઘણા પ્રયાસો છતા રુદ્ર અટક્યો નહી . અને બધા એ તેની સાથે જ અંદર પ્રવેશ કર્યો . ધીમે ધીમે રુદ્ર મંડપ તરફ આગળ વધી રહ્યો હતો . હવે તેની સાથે મા ના એક પણ તેની સાથે સંવાદ કરવાની હીંમત દાખવી શકે તેમ ના હતા . બધા મુઢ ની જેમ તેની પાછળ પાછળ ચાલ્યા જતા હતા . તે મંડપ પાસે જઇ ને સિધો જ તૃષા ના મમ્મી પાસે પહોંચી ગયો . તેમના ચરણ સ્પર્શ કરી ને તેણે કહ્યુ.
બા ! મારે તૃષા ને મળવુ છે , ક્યા તેના ઓરડા માં જ છે કે ?

તેમણે રૂદ્રની સ્થિતી નીહાળી અને લાંબા સમયે મળ્યો હોવાથી સહેજ ભીની આંખે કહ્યુ , “ આ તને શુ થયુ છે ? ક્યા હતો આટલા દીવસ ? તને તારી માને મળવાની ઇચ્છા ન થઈ ? પણ હુ ક્યા તારી મા છુ . “ માતૃહૃદય મા સળગેલી વેદના દિકરા ને જોતા જ બહાર આવી ગઇ . પોતાની સગી પુત્રી ને છોડી ને જતા રહેલા માનેલા દિકરા ને પણ મા તરફ થી આવો આવકાર મળશે તેવુ રુદ્ર ને લાગ્યુ નહી હોય . સહેજ સકોચ થી તેણે કહ્યુ .

કશુ જ થયુ નથી . પણ....... તેના શબ્દો અધુરા જ રહી ગયા . પાછળ થી તૃષા ના પપ્પા એ રુદ્ર નો હાથ ખેંચી ને ફગાવી દિધો . તેઓ ખુબ ગુસ્સા મા હતા . ચાલ નીકળ અહી થી . અહીયા તારી કોઇ જરુરિયાત નથી

રુદ્ર દયામણા અવાજે કરગરી રહ્યો કાકા ! મારે માત્ર એક્વાર તૃષા ને મળવુ છે . પછી હુ નીક્ળી જઇશ

કોની સાથે તુ વાત કરે છે ? હુ કે અહીયા બિજુ કોઇ તને ઓળખતુ નથી . ચાલ નીકળ અહિ થી , એમ કહી ને તેમણે રુદ્ર ને ધક્કો માર્યો . રુદ્ર નિચે પડ્યો અને કાકા ના પગ પકડવા ના પ્રયાસ કરતા એક પાટુ ખાઇ ને ગબડી ને નિચે જતો રહ્યો . તેની આંખો મા જળજળીયા આવી રહ્યા હતા . પણ એ જળજળીયા ને આંસુ બનવાની પરવાનગી મળી નહી તૃષાના માતાએ તેમને સમજાવવા પ્રયાસ કર્યા પરંતુ તેની કોઈ અસર થશે તેવી આશા તેમને પણ હશે નહી . હવે જાનૈયા ઓ ને પણ થોડી ચીડ ચડી હશે એટલે તેમાનો એક અલમસ્ત માણસ આવી ને રુદ્ર ને ખેચવા લાગ્યો . સૌમ્ય અને કંપની એ તેને રોકવાના પ્રયાસ કરવા માટે આગળ વધવા જતા હતા , પણ વચ્ચે થી જ તેઓને રોકી લેવામા આવ્યા . રુદ્ર ને પેલો જાનૈયો ઘસડી ને બહાર ખેંચી રહ્યો હતો . રુદ્ર કઇ પણ કર્યા વગર ઘસડાઇ રહ્યો હતો . ડી એ ઘણુ બળ કર્યુ છુટવા માટે પણ તે કઇ કરી શક્યો નહી . સૌમ્ય અને કરણ ની પણ એજ હાલત હતી . તેઓ નિરાધાર થઇ ને એકબિજા ની સામુ જોઇ રહ્યા .

અચાનક રુદ્ર અટક્યો અને પેલા નો હાથ ખેંચી ને એક જાપટ ખેંચી દિધી . પેલો ધબાક કરતો પડ્યો . બીજા બે ત્રણ માણસો તેની પાસે આવ્યા , એ પણ બે જ ઘડી પોતાના પગ પર ઉભા રહી શક્યા . રુદ્ર તેમને ત્યા જ પડતા મુકી ને આગળ વધ્યો . વિફરેલા સાવજ ને જોઇ જેમ જંગલ નાં પ્રાણીઓ આમતેમ ભાગવા માંડે તેમ રુદ્ર ને જોઇ ને બધા હટવા લાગ્યા . રુદ્ર નો આવો રુદ્રાવતાર તો કોઇ એ જોયો હશે નહી . તેની સામે સૌથી પહેલા તેને રોકવા આવેલ જાનૈયા ની હાલત જોઇ ને જ બધા ગભરાઇ ગયા હતા . તેને શાંત સમુદ્ર માની બેઠેલા તૃષા ના પપ્પા માટે પણ રુદ્ર નુ આ ભયંકર ઘુઘવાટ કરતા મહાસાગર જેવુ રુપ આસ્ચર્યકારક હતુ , તેઓ બાજુ મા ઉભા રહિને બસ રુદ્ર ને ટહેલતો જોઇ જ રહ્યા હતા . જાણે નરસંહાર કરવા ઉતરેલા વિરભદ્ર ની માફક રુદ્ર તેનુ કૌવત બતાવી રહ્યો હતો . તેની અને તૃષા વચ્ચે માત્ર દસ બાર ડગલા નુ છેટુ હતુ .દુનિયા ની કોઇ પણ તાકાત આજે તેને આ અંતર પુરુ કરતા રોકી શકે તેમ ન હતી , અરે સ્વયં ઇશ્વર પણ જો આ અંતર ની વચ્ચે આવી ને ઉભા રહી જાય તો રુદ્ર તેમની સાથે પણ બાથ ભેડવી લેવા ની તૈયારી મા જ હતો . તેની તૃષા ને બસ એકવાર મળવાની ઇષ્ણા જોઇ ને જ ઇશ્વર ને પણ પગ પાછા ફેરવવા પડે . મહાદેવ ને જ્યારે પોતાની અર્ધાંગના સતી ને લેવા દક્ષ ના મહેલ મા પ્રવેશ્યા હશે ત્યારે કોની મગદુર હતી કે તેમને અટકાવે . એમની ભયાનક આંખો જોઇ ને જ બધા પાછળ હઠી ગયા હશે . એક પ્રેમ ઘેલો માણસ જ્યારે તેની પ્રીયતમા પાસે જતો હોય તો અટકાવનાર ની જે હાલત થાય તે ખુબ જ દયનીય હોય છે . આવી એક ની દયનીય પરીસ્થીતી જોઇ ને જ બિજા કોઇ તેની સામે પણ ના જુવે તે નિશ્વીત હતુ .

તે ધીમે ડગલે ઉપર ની સિડી ઓ ચડવા લાગ્યો . તે ઉપર જઇ ને ગાયબ થયો ત્યા સુધી તો કોઇ એ ચું-ચા કરી નહી . ધીમે ધીમે માણસો મા ફરી પાછુ સાતત્ય આવતુ જણાયુ .ધીરે ધીરે બધા આગળ વધી ને ઉપર જવાની તૈયારી કરી રહ્યા હતા . એવા મા એક જોરદાર ચીસ સંભળાઇ . અવાજ ક્યાંથી આવ્યો એ હજુ કોઇ ને ખ્યાલ આવ્યો ના હતો . ત્યા રુદ્ર પાછો ફરતો જણાયો. રુદ્ર ને આવતો જોઇ ફરી પાછુ એ જ જોમ બધા મા પાછુ ફરતુ લાગ્યુ . રુદ્ર ના ચરણો જ હજુ દેખાઇ રહ્યા હતા ત્યા ટોળા માંથી અવાજ આવવાનો શરુ થઇ ગયો . કોઇ તેને પકડો . આજે તેને જીવતો બહાર નથી જવા દેવાનો બહુ બહાદુર બને છે ? આજે બતાવી દો તેને કે કન્યા ને ભર્યા મંડપ મા મળવા જવાની ઇછ્છા રાખનાર ની શુ હાલત થાય છે . એટલી વાર મા રુદ્ર સમ્પુર્ણ દેખાવા લાગ્યો . તેને જોઇને જાનૈયા ઓ વધુ ભડકવા લાગ્યા . તેમના હાથ મા ફસાયેલા સૌમ્ય,ડી,અને બાડા ની હાલત ખુબ ભયંકર થઇ ગઈ . હવે ક્યારે આ લોકો શરમ નો બંધ તોડી ને તેમને ઉલાળવાનું શરુ કરી દે એ નક્કી ના કરી શક્યા . એક તરફ હાલ મા તેઓ ની જે હાલત હતી તેનાથી જ તેઓ ગભરાયેલા હતા , તેમા વળી રુદ્ર ની અવસ્થા જોઇને લોકો તેમની સાથે શો વ્યવ્હાર કરશે તે કળવુ મુશ્કેલ બની ચુક્યુ હતુ .

રુદ્ર તૃષા ને તેના બાહુપાશ મા તેડી ને લાવી રહ્યો . બધા નુ ધ્યાન એ લંપટ પ્રેમી તરફ હતુ જે એકવાર કન્યાને છોડી ને જતો રહ્યો હતો . ફરીવાર આવનાર માટે કોઇ ની નજરો માં માન ની લાગણી ના હોય તે સ્વાભાવીક હતુ . અને રુદ્ર તો એવા સમયે પાછો ફર્યો હતો જ્યારે કન્યા ને મંડપ મા પધારવાની તૈયારીઓ શરુ હતી , એવા સનયે આવી ને કન્યાને મળવુ અને મળીને તેને બાહુ ઓ મા તેડી ને નીચે લાવવી . આ હીંમત ને કોણ સહન કરી શકે . સૌમ્ય હવે ક્યારે આ લોકો તેમની ધીરજ નો બાન્ધ છોડે તેની પ્રતિક્ષા કરવા માગતો ના હતો એટલે તે તરત જ તેનુ સ્થાન છોડી ને રુદ્ર તરફ આગળ વધ્યો , પરંતુ રુદ્ર ની સામે નજર પડતા જ તે થોભી ગયો . રુદ્ર ની આંખો મા તૃષા ને મળી ને જે શાંતી પ્રસરતી તે તેને જોવા ના મળી . પરંતુ એક ખાઈ મા જોવા મળતી ગહનતા સમાન નીરાષા તેણે જોઇ . તેના પગ થોભી ગયા તેની આંખો અસ્થીર બની . તે જોવા ઇચ્છતો , જાણવા ઇચ્છતો હતો કે શુ બન્યુ ? પણ રુદ્ર ને આવતો નીહાળી ને એક પણ પ્રશ્ન તેના મોં માથી બહાર નીકળી શક્યો નહી . રુદ્ર ની ચાલ ધીમી હતી . તેમા આત્મવિસ્વાસ નો અભાવ જોવા મળ્યો . તેમા લડખાતી લાગણી ઓ ના પડઘા સમ્ભળાઇ રહ્યા હતા . તેના હાથ મા જાણે તૃષા નહી પણ કઇંક બોજ હોય તેવી ભ્રાંતી સૌમ્ય એ નીહાળી . એ કલ્પના પણ ના કરી શક્યો કે રુદ્ર ની આંખો મા એ શાંતી શા કારણે નથી ? રૂદ્રએ કોઈ સમસ્યા સામે મસ્તક ઝુકાવ્યુ ન હતુ . આજે તેની આંખોમા પરાજય સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો

સૌમ્યએ અમંગળ આશાઓ સાથે તૃષા ના શરીર પર નજર ઠેરવી . અને તેના સ્વાચ્છોચ્છવાસ અનીયમીત બન્યા , તેની અવસ્થા મા અપ્રત્યાશીત ફેરફાર આવ્યો . તેનુ શરીર કાપવા માંડ્યુ , જાણે લોહીનુ પરીભ્રમણ અટકી ચુક્યુ હોય તમ તે અચાનક નીચે ઢળી પડ્યો , બીજા બધા ની હાલત પણ સૌમ્ય થી વીપરીત ન હતી , કોઈ કઇપણ ક્રીયા કરી શક્યુ નહી . સર્વત્ર શાંતી હતી એ શાંતી ને ચીરતુ પ્રથમ રુદન તૃષા ના માતા નુ સાંભળવા મળ્યુ . થોડી જ ક્ષણો મા તે અને તૃષા ના પીતા બન્ને રુદ્ર તરફ દોડ્યા . તેમણે રુદ્ર ના હાથ માથી તૃષા નુ અપાર્થીવ શરીર હાથમા લઈ ને કરુણ આક્રંદ આદર્યુ , ત્યારે ત્યા ઉભેલા ઘણાખરા ને ખ્યાલ આવ્યો કે તૃષા હવે તેમની વચ્ચે નથી , ખુશી માટે આદરેલો આ પ્રસંગ આટલો દુખદ બનશે તેવી કદાચ કોઈએ કલ્પના નહી હશે નહી . કરુણ આક્રન્દો ઠેરઠેર થી આવી રહ્યા હતા . દરેક ની આંખો અશ્રુઓથી છલોછલ હતી . પરંતુ બે વ્યક્તી તેમાંથી બાકાત હતા . કરણ અને રૂદ્ર ની આંખોએ એકપણ અશ્રુ વહાવ્યુ ન હતુ . કરણ તે જ જગ્યાએ સ્થિર ઉભો હતો અને રૂદ્ર બધાના આવવાથી તૃષા ને છોડીને એક ખુણામા પડ્યો હતો .

બધા એ દુઃખ ઠાલવ્યુ અને પોતપોતાના ઘર તરફ પ્રયાણ આદર્યુ . ઘણા સમય ના રૂદન બાદ તૃષા ના પીતા નુ ધ્યાન રુદ્ર પર પડ્યુ . તે એક ખુણા મા શાંત ચીતે બેઠો હતો . એક તો રુદ્ર ના આવવાથી લગ્નમાં સર્જાયેલી સ્થીતી થી તેઓ ગુસ્સા મા હતા , તેમાએ રુદ્ર ના આવવાથી તૃષા નુ મૃત્યુ થયુ તેણે તેઓના મગજ મા ખળભળાટ મચાવ્યો હશે . તેઓ એ રુદ્ર પાસે જઈ ને તેનો કાઠલો પકડ્યો અને તેમના મુખ માંથી શબ્દો સર્યા .

બસ, હવે તને શાંતી થઈ ? જોયુ તૃષા નુ મુખ નીહાળ્યુ ? પહેલા તારા માતા-પીતા નો ભોગ લીધો અને હવે મારી દીકરી નો ? એણે તારુ શુ બગાડ્યુ હતુ ? તુ તારા બાપ સાથે જ મરી ગયો હોત તો આજે મારે આ દીવસ જોવો પડ્યો ના હોત ? તે દીવસે તારા પર દયા ખાઈને તને ઘરે લાવ્યો એજ મારા જીવન ની સૌથી મોટી ભુલ હતી . તને સાથે લાવી ને દીકરા જેટલો પ્રેમ આપ્યો તેનો તે આ બદલો વાળ્યો ? તેઓ હજુ વધારે બોલવા માગતા હતા પણ દુઃખ ની અવધી એ તેમને બોલવા દીધા નહી હોય . પણ તેમના આ પ્રત્યાઘાતો છતા રૂદ્ર ના મુખ મા થી અક પણ શબ્દ ના નીકળ્યો . પણ કાવ્યા વધુ સહન કરી શકી નહી .

એકદમ સાચુ કહ્યુ કાકા આ માણસે તો મરી જ જવુ જોઇએ . શા માટે જીવે ? તેના જીવન ની છેલ્લિ આશા નો પણ આજે અંત આવ્યો છે . તમને શુ લાગે છે રુદ્રને તૃષા પર શેની દાઝ હશે ? હા એ ચોક્કસ તૃષા ને ધીક્કારતો હશે કારણ કે તૃષા એ રુદ્ર ને જીવાડ્યો . કાકા અમુક સમયે જીવવુ કટારુ બને છે ત્યારે તમારો હાથ જાલી ને તમને ટેકો પુરો પાડનાર માણસ ના લાંબા જીવન ની કામનાઓ થાય છે . આજે પણ તે લગ્ન અટકાવવા નહી પરંતુ તમારી દીકરી અને એના જીવ ને બચાવવા આવ્યો હતો , તમને શુ લાગે છે તૃષા એ આત્મહત્યા કરી છે ? ના , આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે . શા માટે તૃષા એ આ પગલુ ભર્યુ તેનો વીચાર કર્યો છે ? વીચારો તો ખબર પડશે કે કોણે એની હત્યા કરી છે ? માતા પીતા ને હંમેશા એવુ જ લાગે છે કે તેઓ જે કરી રહ્યા છે તે સાચુ છે પરંતુ ક્યારેક સંતાનો ના હૃદય સામે તો જુઓ કે તેમની શુ આકાંક્ષા છે પછી ભલે તમે તમારા મન નુ જ કહ્યુ કરો . પણ એક ક્ષણ માટે એટલુ તો વીચારો કે તમારા બાળકો તમારી પાસે શુ અપેક્ષા રાખે છે ? તેણે આજીવન તમારી અપેક્ષા ઓ નુ ભારણ લઈ ને ફરતુ રહેવાનુ અને તમારે હંમેશા તેની અપેક્ષા ની ઉપેક્ષા કરવા ની . આ આત્મહત્યા નથી પણ એક પીતા એ કરેલી પુત્રી ની હત્યા છે .

રુદ્ર તેને રોકવા માટે આવ્યો પણ કાવ્યા અટકી નહી .

જાણે કેટલી વાર તેણે કહ્યુ હશે કે પાપા , થોડો સમય રાહ જુઓ પછી હુ તમારી ઇચ્છા થી જ લગ્ન કરીશ . તો શુ તમને એની વાત પર વીસ્વાસ ન હતો ? શુ એક બાપ ને એક દીકરી પર આસ્થા ન હતી ? થોડો સમય રાહ જોઈ હોય તો કદાચ તમે આ જગ્યા એ ના હોત . અને આજે જે ઘટના બની છે , તેની માટે ઘણા બધા જવાબદાર છે . રુદ્ર , તૃષા તો ખરા જ પણ અમે બધા પણ એને માટે જવાબદાર છીએ . અને સૌથી વધુ જવાબદાર તમે છો . અને છતા આજે જ્યારે જવાબદારી લેવા નુ આવ્યુ ત્યારે દોષ નો ટોપલો બીજા પર ઢોળી ને પલાયન કરતા સંકોશ નથી થતો . અને એ પણ એવા વ્યક્તી પર જે તમારી દીકરી ના મૃત્યુ ને પોતાનો દોષ માની બેઠો છે . જો તમે તમારી દીકરી ને ખરેખર પ્રેમ કરતા હો તો દોષારોપણ કરવાનુ બંધ કરો અને જાતે મનોમંથન કરી નક્કી કરો કે આની પાછળ તમારો કેટલો હાથ છે ?

જે છોકરી ને જીવન મા આજે પહેલી વાર નીહાળી છે તે તેમને આમ સંભળાવે છે તે જોઈ ને કદાચ તૃષા ના પિતા ક્રોધીત થયા હશે પણ આ સમયે તેઓ પણ કઈ બોલી શકવા ની હાલત મા ન હતા . અને કદાચ તેમનુ હૈયુ જાણતુ હશે કે જે આ કન્યા બોલી રહી છે તે સાચુ છે . અંજલી એ પણ સમય નો લાભ લઈ ને તૃષા ના મમી ને સંભાળવા નો પ્રયત્ન કર્યો . રાત્રી ખુબ ભયંકર હતી . આટલુ બોલ્યા બાદ હવે કાવ્યા પણ અંજલી ની પાસે આવી ને બેસી હતી . સૌમ્ય , કરણ અને ડી કઈ અપરીચીત ભાવો સાથે તેમની જગ્યાએ થી સહેજ પણ હલન ચલન કર્યુ ન હતુ અને કદાચ કરવાના પણ ન હતા . તૃષા નુ મસ્તક ખોળા મા રાખી ને બેસેલા તેના પીતા ની આંખો આંસુઓથી ઘેરાયેલી હતી . થોડા ઘણા જે બીજા માણસો હતા તેઓ પણ પોતાના આંસુઓ ને ખાળી શક્યા ના હતા .

પરંતુ એક ખુણા મા બેસી રહેલા રુદ્ર ની આંખો પર અશ્રુઓ પોતાનુ સામ્રાજ્ય જમાવી શક્યા ન હતા . તે એ ખુણા મા જાણે કોઈ માણસ ખુબ જ ખરાબ અપકૃત્ય આચર્યા બાદ ડરી ને બેસેલો હોય તેમ બેઠો હતો . કોઈ નુ ધ્યાન એક બીજા પર પડે તે હવે શક્ય ન હતુ . સમય ખુબ જ ધીરે ધીરે પસાર થઇ રહ્યો હતો જાણે તે પણ બધાને થયેલ ખોટ ની જાણ કરી રહ્યો હતો . અદ્ભુત ઘટના તો એ હતી કે મૃત્યુ માટે એકબીજા ને જવાબદાર માનનાર બધા એક જ છત નીચે બેઠા હતા . તેમાથી ઘણા ની વિચારણા સ્પષ્ટ જણાઈ આવે તેવી હતી . કરણ અને અંજલી તૃષા ના મૃત્યુ માટે પોતે જવાબદાર હોય તેવુ માની રહ્યા હતા . તૃષા ના પીતા રુદ્ર ને તથા કાવ્યા તૃષા ના પીતા ને જવાબદાર ઠેરવી રહ્યા હતા . સૌમ્ય અને ડી નિઃસહાય એક બિજા સામુ વારંવાર તાકી લેતા હતા . રુદ્ર શુ વીચારી રહ્યો હશે ? તે દુઃખી હતો , ઘાયલ થયેલો હતો , ભાંગેલો હતો પણ રડ્તો ન હતો .

સવાર પડી અને બધા તૃષા ના અગ્નીસંસ્કાર માટે તૈયાર થયા . યાત્રા ખુબ લાંબી હતી . યુવાન દીકરી ની અરથી ને ટેકો આપતા એક પીતા નુ હૈયુ કંપી ઉઠ્યુ હશે . પીતા એ હંમેશા પુત્રી ના દીર્ઘાયુશ ની કલ્પના કરી હશે અને એ કલ્પના પર અરથી નો ટેકો બનતા પુર્ણવીરામ આવ્યુ . બીજી તરફ એક પ્રેમી હતો જેને સમયસર ન પહોંચવાનો અફસોસ હતો . પરંતુ સૌથી કપરી સ્થીતી એક માં ની હતી . તેણે એકસાથે પુત્ર અને પુત્રી ગુમાવી હતી . પોતાના પ્રાણ થી પણ વધુ પ્રીય એવા સંતાનો ના અકાળ અવસાન થી તેની સ્થીતી ખુબ દારુણ હતી . પરંતુ એ હૈયા ની કરુણતા કોઈ ન ધ્યાને ચડી નહી .યાત્રા સ્મશાને પહોંચી અને શવ ને ચીતા પર ચડાવવા મા આવ્યુ . અને અગ્નીસંસ્કાર માટે તૃષા ના પીતા એ રુદ્ર ને કહ્યુ .

રુદ્ર એ છેલ્લી ક્ષણ તૃષા નો અપાર્થીવ દેહ નુ નીરીક્ષણ કર્યુ . અને વધારે જોઈ ના શક્યો હોય તેમ તેણે ખુબ ઝડપથી અગ્નીદાહ આપ્યો . તેનો હાથ કાંપ્યો , બાહુઓ શીથીલ બની , પણ હવે કાર્ય પુરુ થયા પછી તે તેની જાત ને સંભાળી શક્યો નહી અને ત્યાંજ ઢળી પડ્યો . સૌમ્ય એ તેને સાચવ્યો . અને બધા રડતા કકળતા તૃષા ના દેહ ને રાખ મા ફેરવી પાછા ફર્યા .

શાંતી થી બેસેલા બધા ની શાંતી નો ભંગ કર્યા વીના સૌમ્ય રુદ્ર ને બહાર લઈ ગયો . અને બહાર શાંતી થી બેસી ને કહ્યુ . “ રુદ્ર , તારો કોઈ દોષ નથી . શા માટે પોતાની જાત ને દોષ આપે છે . તૃષા ના પીતા એ જો તારા આવવાની રાહ જોઈ હોત તો તૃષા આપણી સાથે અહિયા બેસી હોત . અને આપણે ઇશ્વર ની ઇચ્છા ની સામે શુ કરી શકીએ ? પહેલા ના ઘાવો જ તને ઘણા સતાવી રહ્યા છે તો એમા આ નવો ઘાવ શા માટે ઉમેરે છે ? “

ઘણા સમય સુધી રુદ્ર શાંત રહ્યો . પછી મહાપ્રયત્ને તે બોલ્યો , “ ના , હુ મારી જાત ને દોષ નથી આપી રહ્યો પરંતુ ખરેખર દોષ મારો જ છે . મે જ તૃષા ને કહ્યુ હતુ કે બે વર્ષ મારી રાહ જોજે . અને પછી જો હુ ના આવુ તો લગ્ન કરી લે જે . તૃષા એ એટલા માટે આપઘાત નથી કર્યો કે તે મારી સાથે લગ્ન ના કરી શકી , પરંતુ તેણે તો એટલા માટે આપઘાત કર્યો છે તે મે કહ્યુ હતુ તેમ બે વર્ષ સુધી મારી રાહ ના જોઈ શકી . જો મે તેને કઈ કહ્યુ જ ના હોય તો આવુ કઈ બને જ નહી . પણ શુ થાય જીવન મા મને ચાહનાર નો જીવ લેવા સીવાય મે બિજુ શુ કર્યુ છે ? “

સૌમ્ય તેના મીત્ર સામુ જોઈ રહ્યો . તેના ચહેરા પર દુઃખ ની નીશાની ઓ જોવા ના મળી . માત્ર તેની આંખો નિરાશા ની ચાડી ખાઈ રહિ હતી. રુદ્ર ના માતા-પિતા ના અવસાન બાદ તેને સહારો આપવા માટે ઘણા હતા , પણ હવે તેને સહારો આપનાર કોઇ રહ્યુ નહી . તેનો સૌથી મજબુત આધારસ્તંભ જ આજે છીનવાઇ ગયો . કોઈ પણ ઇમારત નો પાયા નો સ્તંભ તુટી પડતા ખુબ જ મજબુત ઇમારત પણ ધરાષાઈ બને છે , રુદ્ર નો વિશ્વાસ પણ હવે ડગમગી હુક્યો હતો . તેનુ મન ભાંગી ચુક્યુ હતુ , અત્યારે તે ભાંગી ચુક્યો હોવો જોઇએ છતા તે હજુ ઉભો હતો તે જ મોટુ આશ્ચર્ય હતુ , પણ તે કેટલો સમય સ્વસ્થ રહી શકશે તે કહેવુ મુશ્કેલ હતુ . સૌમ્ય સમજતો હતો કે હવે વધારે સમય રુદ્ર ને જીવવા ની ઇચ્છા રહી નથી . પણ જો કદાચ આ દુઃખ ને તે બહાર ઠાલવે તો શક્યતા ખરી કે રુદ્ર આ આઘાત સહન કરી શકે , તેના માટે એક જ રસ્તો હતો આક્રંદ . બધી ભાવનાઓ, દુઃખ , નાલેશી , નિરાશા , દોષ ની ભાવનાઓ ને એક સાથે અશ્રુઓ દ્વારા બહાર ફેંકી દે તો તેનુ હૃદય કદાચ હળૅવુ બને ,

“ ના , પહેલા પણ તારો દોષ ન હતો અને અત્યારે પણ નથી જ . શા માટે તુ આરોપ પોતાના પર લઈ લે છો એ જ મને સમજાતુ નથી . સમજી વીચારી ને કરેલુ કોઈ કાર્ય જ માણસ ને દોશી બનાવે છે . પરંતુ બન્ને સમયે તારી એવી કોઈ ઇચ્છા ન હતી . તે શુ તેઓનુ મૃત્યુ કલ્પેલુ ? બસ એમ સમજ કે કુદરતે આપણી બધા સાથે ક્રુર મજાક કરી છે , તો તેમા દોષ ઇશ્વર નો છે આપણો નહી . અને તુ જ્યા સુધી હૈયુ હળવુ નહી કરે ત્યા સુધી જીવવુ ખુબ કપરુ છે . મે તારી જેમ સ્થીતી ને અંદર દબવી રાખવા નો ખુબ પ્રયાસ કર્યો પણ તે નીરર્થક નીવડ્યો , તેનાથી હુ જીવન થી વિમુખ બન્યો . જીવન ના સાચા આનંદો ને માણવા ના બદલે હુ નીરર્થક લાગણી ઓ ને દબાવી રાખી ને સંપુર્ણ નીર્જીવ બન્યો . વીચાર્યુ હતુ કે ભાવો થી ભાગી ને શાંતી મળશે , નીર્જીવ બનવાથી સંવેદનશીલતા હણાઈ જશે પણ એવુ નથી મીત્ર સંવેદન્હીન થવાથી દુઃખ વધે છે પણ સંવેદના ઓ થી દુઃખ દુર થાય છે . માટે મીત્ર એક્વાર બસ મારા માટે મન મુકી ને રડી લે “

“ કોણે કહ્યુ કે મારો દોષ નથી , માત્ર મારો જ દોષ છે હુ ત્યારે સીટબેલ્ટ બાંધી ને ન બેઠો માટે આજે મારા માતા પીતા મારી સાથે નથી . અને હુ સમયસર ન પહોંચ્યો અથવા મે તૃષા ને રાહ જોવા નુ કહ્યુ હતુ માટેજ આજે તે જીવીત નથી . સૌમ્ય વિચાર એ કેટલી રીબાઈ હશે . તેણે ઘણા સમય સુધી લગ્ન ની ના કહી હશે પણ તેના પીતા ની સામે તે કશુ બોલી હશે નહી . તેને ખ્યાલ હશે કે આટલા સમય પછી મારા લગ્ન છે . તે મારી રાહ જોઈ રહી હશે કે રુદ્ર આવશે અને તેને તેનો પ્રેમ મળશે , તેણે મારા સંપર્ક માટે કેટલા પ્રયાસો કર્યા હશે અને જ્યારે મારો કોઈ સંપર્ક ના થઈ શક્યો ત્યારે તેણે કેટલી પીડા અનુભવી હશે . અત્યારે જ્યારે તેણે ઝેર પીવાનો નીર્ણય કર્યો ત્યારે વારંવાર તેના પીતા નુ મુખ તેની સામે આવ્યુ , તેણે મરવા માટે પણ કેટલી પીડા વેઠી હશે અને હુ ત્યા નફ્ફટ ની જેમ આનંદ કરતો હતો . એ મરો દોષ છે મને એની સજા મળૅવી જ જોઇએ અને મારી સજા એ જ છે કે આજીવન હુ મારી જાત ને ઘૃણા કરતો જીવીત રહુ . “

સૌમ્ય પોતાના મીત્ર ની આવી હાલત જોઈ ને ઘણો દુઃખી થયો પણ તે કશુ કરી શકે તેમ ન હતો . “ તુ આમ લાંબુ નહી જીવી શકે . તુ વીચાર કે તારી આ સ્થીતી છે તો માસી અને કાકા ની સ્થીતી કેવી ભયાનક હશે . તેમને તુ સહારો નહી આપે તો કોણ આપશે , તને સંતાન ની માફક તેમણે સાચવ્યો છે તો હવે તારી પણ કઈંક ફરજ બને છે કે નહી . અને આવી રીતે તુ પોતાની જાત ને નથી સાચવી શકવાનો તો એમનો આધાર કઈ રીતે બનીશ . તારે હવે એમના માટે જીવવાનુ છે . તુ મને ખાલી એક વચન આપ કે તૃષા ની માફક તુ ક્યારેય અવળુ પગલુ નહી ભરે “

એકદમ ઠંડા અને શાંત શબ્દો સંભળાયા “ તુ ચિંતા ના કર હજી હુ આ જીવન માંથી છુટુ તેમ નથી . તૃષા તેના પીતા ને મારા ભરોસે જ છોડી ને જઈ શકી . હવે હુ તેના ભરોસા ને તોડી શકુ તેમ નથી . અને ક્યાંક સાંભળ્યુ છે કે ઇશ્વર તમને દુઃખ આપે છે ત્યારે તેને સહન કરવા પુરતી સહનશક્તી પણ આપે છે પણ મને તો ઇશ્વરે પહેલા જ ખુબ વધારે સહનશક્તિ આપી દીધી છે માટે હવે એને ખાલી દુઃખ આપવા નુ જ રહ્યુ છે . ભલે હવે આપે રાખે હુ અહી એને સહન કરવા માટે જ બેઠો છૂ . “

“ શા માટે આવુ કરે છે ? મને એજ ડર હતો કે તુ આત્મહત્યા કરીશ , પણ હવે તો એમ લાગે છે કે તારા આ જીવન કરતા તો તારા મૃત્યુ માટે ઇશ્વર ને પ્રાર્થના કરવી પડશે . “

અચાનક નિરાશા નુ સ્થાન ક્રોધે લઈ લીધુ . “ કરેલા અપરાધ ની સજા તો ભોગવવી જ રહી . મારા હીસાબે તેણે અસહ્ય પીડા ભોગવી હશે . એ પીડા નો અહેસાસ તો કરવો જ રહ્યો . હુ તો હંમેશા તેને મારી પાસે જ સમજતો હતો પણ તે એવુ કઈ રીતે વીચારી શકી હશે . ધીરે ધીરે હુ તેનાથી દુર જઈ રહ્યો હતો એ કેવી રીતે તે સહન કરી શકી હશે . બસ હવે મારે એ જ જ્વાળા ઓ મા તપવાનુ છે જેમા તૃષા તપી હશે . મારે જીવવાનુ છે , હૃદય તો હાલ જ મૃત્યુ પ્રાર્થે છે પરંતુ સરળ મૃત્યુ તો તૃષા ની પીડા ના પ્રમાણ મા ખુબ જ નીમ્ન કક્ષાનુ લેખાશે . બસ ભલે શરીર નુ પ્રત્યેક અંગ સાથ છોડી દે પણ હુ જીવતો રહીશ , સળગતો રહીશ . મૃત્યુ તો મારુ તૃષા ના છેલ્લા શ્વાસ સાથે જ થયુ હતુ , પણ હજુ શ્વાચ્છોચ્છવાસ શરુ છે . અને હુ તેને કોઈ પણ ભોગે શરુ રાખીશ . મારો પ્રેમ અપવીત્ર બન્યો હશે માટે મારા કારણે તેનુ મૃત્યુ થયુ અન્યથા તે જીવીત રહે . હવે ઇશ્વર ના દરબાર મા જ્યારે તેનો ભેટો થશે ત્યારે હુ મારો પ્રેમ પવીત્રતા ની અવધીઓ સુધી તપાવી ને જઈશ , જેથી એ મને નીહાળીને મારા થી દુર ન જાય . જીવન ના કોઈ પ્રસંગે તૃષા ક્યારેય મારા હૃદય થી દુર નથી થઈ . પરંતુ આજે હૃદય ના કોઈ ખુણે હુ તેને ખોળી નથી શક્તો . મારા હૃદય મા હવે પ્ર્રેમ નથી . હુ તૃષા ને પામવા લાયક ન હતો . પણ હવે હુ લાયક બનીશ . હુ મારી જાત ને તડપાવીશ . અને રાહ જોઈશ કે ઇશ્વર મને તૃષા ને લાયક સમજે . હુ રાહ જોઈશ તૃષા ને ફરી મળવા માટે . “ અને તે ત્યાંથી અંદર જતો રહ્યો .

બીજી તરફ રુદ્ર ની પીઠ ને તાકી રહેલો સૌમ્ય પોતાના મીત્ર ના મૃત્યુ ની કામના કરી રહ્યો હતો . એ રુદ્ર ને અવીચારી પગલુ ભરતો અટકાવવા માટે જ બહાર લાવ્યો હતો પરંતુ હવે એ જ માની રહ્યો હતો કે તે અવીચારી પગલુ ભરે તો સારુ . આજે મીત્ર નુ મૃત્યુ ઝંખી રહેલો પહેલો માનવ મે જોયો છે . તે પણ હવે રુદ્ર ના છુટકારા ની રાહ જોઈ રહ્યો હશે . અને તમે ?




આજે આ ઘટના ને પાંચ વર્ષ વીતી ચુક્યા છે . હજુ એ બધા મીત્રો ના જીવન મા આ પ્રસંગો ની છાપ જોવા મળતી હશે . પણ હવે ઉપરછલ્લું નીહાળી ને જોતા બધા પોતપોતાના જીવન મા મશગુલ બન્યા છે . કાવ્યા અને સૌમ્યનુ તથા ડી અને પુજા લગ્નગ્રંથી થી બંધાયા હતા , અને ખુબ જ સુખી છે . કરણ અને અંજલી પણ સુખી છે . પણ બધા કોઈ ને કોઈ રીતે પોતા ને ગુનેગાર સમજી રહ્યા છે અથવા અફસોસ કરી રહ્યા છે કે યોગ્ય સમયે તેઓ કઈ કરી ના શક્યા . રુદ્ર અણ બધુ પોતાની અંદર સમાવી ને તૃષા ના માતા-પિતા ને સાચવી રહ્યો છે . અને પોતાની મુક્તી માટે રાહ જોઈ રહ્યો છે .

હૃદય નથી રહ્યુ તારા અંશ વિના ,

લાગે છે આજે હૃદય માં તુ નથી .

ક્યારેય કલ્પ્યુ ન હતુ જીવન તુજ વિના

પરંતુ આજે મારા શ્વાસમાં તુ નથી .

કશું જ સમજાયુ નથી મને તુજ વિના

સમજણ નથી કદાચ સાથે તુ નથી .

જીવન ની આશ , શ્વાસ નથી તારા વિના

“ આશિક “ ને સાથ આપવા આજ તુ નથી