પ્રેમ ની પરિભાષા - ૧૧. દુઃખી કરણ


    “ તમે રજા દરમીયાન તમારા મીત્રો ને ખુબ યાદ કર્યા હશે . “ કાવ્યા એ પુછ્યુ .

    “ હા રજા મા તેમને ઘણા સંભાર્યા . માટે જ અમે રજાઓ પુરી થાય તે પહેલા જ કરણ ના ઘરે જબાનુ નક્કી કર્યુ . કરણ નુ ગામ કચ્છ ના છેવાડા નુ ગામ હતુ અને ત્યા રાજાશાહી સમય ની ઘણી ઈમારતો હતી . તેને એકવાર જોવી તે પણ લાહવો છે તેવુ કહી કહી ને કરણે અમારી ઉત્કંઠા ખુબ જ વધારી હતી . અમે રજાઓ પુરી થવા ના ચાર જ દીવસ પહેલા જ ભુજ જવા રવાના થયા . અમે બધા એ રાતે અમીતભાઈ ના ઘરે રોકાઈ ને સવારે કરણ ના ગામ મા જવાના હતા .

    સવાર ના વહેલા અમે ભુજ થી નીકળ્યા . રસ્તો રણ ની વચ્ચે થી જ પસાર થતો હતો . બસ રેતી અને ઝાંખરા . ઘણા અંતરે કોઈ કસબો આવે ત્યારે ત્યા લોકો જોઈ ને એમ થતુ કે હાશ કોઈક છે ખરુ . જ્યારે કરણ ના ગામ નુ નામ શીવપુર કહીએ ત્યારે માણસો આશ્ચર્ય થી અમારી સામે જોઈ રહેતા .

    તેનુ ગામ આવ્યુ અને બસ ઉભી રહી અમે ઉતર્યા ત્યા કરણ અમારી રાહ જોઈ ને ઉભો હતો . ઉતરી ને ગામ નુ દૃશ્ય અમારી સામે હતુ . અદ્ભુત ! મે અત્યાર સુધી મા જોયેલા બધા ગામો માં તેના જેવુ એકપણ હજુ જોયુ નથી . એક સરોવર ની બરોબર વચ્ચે નાનુ એવુ મંદીર અને સરોવર ના બે કીનારે મકાનો ગોઠવાયેલા હતા . કચ્છ ના રણ ની વચ્ચે સરોવર જોવુ તે પણ એક મોટુ આશ્ચર્ય છે તેમા પણ પાણી થી છલોછલ એ સરોવર આંખો ને આરામ પહોંચાડતુ હતુ . ગામ ની બે તરફ મકાનો સામાન્ય હતા . પરંતુ બન્ને તરફ લગભગ ગામ ના અંત મા આવેલ મહેલો ધ્યાન આકર્ષિત કરતા હતા . દુર થી જ વિશાળ લાગતા એ મહેલો નજીક થી કેટલા ભવ્ય હશે તે કલ્પના કરવામા રોકાયો . ત્યા એ નાનુ મંદિર જે ગામ ની સૌથી વધુ અનોખી શીલ્પકૃતી હતી તેના તરફ ધ્યાન ગયુ . ત્યા પહોંચવા માટે કોઈ બાજુ એ થી રસ્તો બનાવેલ ન હતો . ત્યા કદાચ તરીને જ જવાતુ હાશે . બરોબર મધ્યમા સ્થિત એ મંદીર સરોવર તેમજ ગામ ની સુંદરતા ને અપ્રતીમ બનાવી રહ્યુ હતુ .

    “ તારુ ગામ ખુબ સરસ છે . શુ સરોવર , શુ મંદીર અને શુ તે મહેલો છે , જાણે પંદર મી સદી મા આવ્યા હોય તેવુ લાગે છે . “ મે તેને કહ્યુ ત્યાંજ મારુ ધ્યાન થોડે દુર ઝઘડી રહેલા લોકો પર પડ્યુ , “ તે લોકો શા માટે ઝઘડી રહ્યા છે . “

    કરણ કશો જવાબ આપે તે પહેલા જ રૂદ્ર એ જવાબ આપ્યો , “ તે લોકો ચંદ્ર સમાન ગામ ની સુંદરતા પર ડાઘ છે . માણસ પણ કેવુ અજબ પ્રાણી છે . આવા મંત્રમુગ્ધ કરનાર પર્યાવરણ વચ્ચે રહેવા છતા તેની દૃષ્ટતા નો નાશ થતો નથી . “

    “ તને દરેક જગ્યા એ તારુ તત્વજ્ઞાન સંભળાવવા મા મજા આવે છે પરંતુ અમે એ મજા માણી શકીએ નહી . ક્યારેક તો શુ બોલે તે જ સમજાય નહી . “ ડી એ રૂદ્ર ને અટકાવ્યો અને બધા સામાન લઈ ને કરણ ની સાથે ગામ ની એકતરફ જવા રવાના થયા .

    કરણ તેને ગામ વીશે માહિતી આપી રહ્યો હતો . તેણે તેના ઘર વીશે માહિતી આપતા તેના મહેલ ને જોઈ ને અમે દંગ જ રહી ગયા . એ મહેલ ખુબ જ વીશાળ હશે . દુર થી જ દુર્ગ સમાન લાગી રહેલ એ મહેલ ની ભવ્યતા નજીક પહોંચતા વધુ લાગવાની તે અમે જાણતા હતા . ત્યાંજ ડી થી રહેવાયુ નહી અને પુછ્યુ , “ અંજલી ક્યા છે ? અમારુ સ્વાગત કરવા પણ ન આવી ? હવે તારુ જ્ઞાન પ્રદર્ષિત કરવાનો સમય છે . જવાબ આપ “ ત્તેને કરણ ને પુછ્યા બાદ રૂદ્ર ની મજાક કરવા કહ્યુ .

    રૂદ્ર એ સામે ના મહેલ તરફ અંગુલીનિર્દેશ કરતા કહ્યુ , “ સામે ના મહેલ મા . “ રૂદ્ર એ કરણ તરફ જોતા કરણે આશ્ચર્ય થી ભરેલી આંખે મસ્તક હકાર મા ધુણાવ્યુ . મારુ અને ડી નુ મુખ ઉઘાડુ જ રહી ગયુ .

    મે તેને કહ્યુ , “ હવે એમ ન કહેતો કે તે વિચારી ને કહ્યુ છે અડસટે તીર માર્યુ અને નિશાન વિંધાય ગયુ . “

    “ હા , મે અનુમાન જ કર્યુ છે . પરંતુ કશુ વીચાર્યા વીના જ મે અનુમાન કર્યુ હશે એવુ તને લાગી રહ્યુ હશે તો એવુ નથી . અંજલી સમાન ઉત્સાહી કન્યા આપણે અહી આવ્યા છીએ એ સાંભળીને કદાચ લજ્જા ના કારણે મળવા ન આવે પરંતુ તેનુ મુખ બતાવવા કે અભીવાદન કરવા પણ ન આવે તેવુ ન બને . “

    ડી એ તેને પુછ્યુ , “ હા એ બરાબર છે , પરંતુ તેનુ અને સામે ના મહેલ નુ કનેક્શન શુ ? “

    “ ભગવાને આંખો નીરીક્ષણ માટે આપી છે અને મગજ તે નીરીક્ષણ ના આધારે તારણ કાઢવા માટે આપ્યુ છે તેનો થોડો ઉપયોગ કરો તો તમને પણ સમજાઈ જશે . પહેલા તો એ જુઓ કે ગામ ના બે વીભાગો છે . બન્ને તરફ ના માણસો અલગ અલગ વીચારધારા ધરાવતા હશે . અને તેમના વચ્ચે ના વીખવાદ નુ મુખ્ય કારણ આ ગામ ના બે મુખ્ય માણસો હશે . જે મારા માનવા મુજબ કરણ અને અંજલી ના પીતા છે . તેમના મહેલ જ આ ગામ ની સ્થિતી વર્ણવી રહ્યા છે . તેઓ બન્ને વચ્ચે જુની શત્રુતા ના કારણે આખુ ગામ ઉજ્જડ લાગી રહ્યુ છે . લોકો એકબીજા સાથે ઝઘડી રહ્યા છે . ગામ ની સુંદરતા પર આ લોકો એ લગાવેલ ગ્રહણ અહી સ્પષ્ટ જોઈ શકાય છે . ગામ ની સુંદરતા તમે જોઈ પરંતુ એ સુંદરતા ની ઓથે જ છુપાયેલ ભયંકર ઓળાઓ તમે જોઈ શક્યા નહી . ગામ ના મકાનો રંગરોગાન વીહીન પડ્યા છે . ગામ ની બહાર જ નશો કરેલ લોકો જોવા મળી રહ્યા છે . ગામ મા સરોવર હોવા છતા ગામ મા કોઈ જગ્યા એ એકપણ ફુલછોડ નથી . ગામ ના લોકો આ જળાશય ના પાણી નો ઉપયોગ પણ કરી રહ્યા નથી . લોકો એ ગામ મા ડંકી થી પીવાનુ પાણી મેળવવુ પડે છે . સુંદરતા ના પ્રતીક સમાન શીવાલય મા કોઈ પુજારી નથી , અને તે અશ્વચ્છ હાલત મા લાગી રહ્યુ છે , કદાચ તેના માટે પણ લોકો ઝઘડતા હશે . અહી ઇશ્વરના પણ ભાગ પાડવામા આવ્યા છે . આ ગામ ને વેરાન બનાવવામા આ લોકો એ ખુબ જ મહેનત કરી છે . “

    કરણ થી બોલ્યા વીના ન રહેવાયુ , “ તુ જે કઈ પણ કહી રહ્યો છે તે એકદમ સાચુ છે , પણ આ બધુ માત્ર નિરીક્ષણ થી કઈ રીતે જાણી શકાય . “

    “ સમાચાર દ્વારા . “ રૂદ્ર ના હાસ્ય એ અમને દરેક ને પણ હાસ્ય રેળાવવા માટે વીવશ કર્યા . “ મે એકવાર કચ્છ ના કોઈ ગામ મા સરોવર હોવા છતા લોકો ની ગંભીર હાલત વીશે સમાચાર વાંચ્યા હતા . અને તે ગામ વીશે વધુ જાણકારી મેળવી . કરણ ના ગામ નુ નામ તો ખબર હતી પરંતુ કદાચ આ ગામ તેનુ હશે નહી તેમ માની ને તેને કશુ કહ્યુ હતુ નહી પણ આજે આ ગામ જોઈને જ મને ખાતરી થઈ કે આ તે જ ગામ છે . “

    ડી હજુ રૂદ્ર ને છોડે તેમ ન હતો , “ એ બધુ બરાબર પણ હજુ અંજલી અને અંજલી નુ કનેક્શન હજુ સમજાયુ નહી . એ તો સમાચાર માધ્યમ દ્વારા જાણવા મળે નહી . “

    “ એ અનુમાન હતુ . કરણે જ્યારે જુનાગઢ મા માતા-પિતા દ્વારા લગ્ન ના વિરોધ ની વાત કરી ત્યારે જ મને શંકા હતી કે તેના અને અંજલી ના પરીવારો વચ્ચે ઘણા મતભેદો હશે . હવે અહી આવી ને એ પુષ્ટિ મળી કે ગામ મા ઘણી વિશમતાઓ છે . આ બધા પરથી હવે બે બાબતો શક્ય છે . એક તો કરણ અહી ના મોટા માણસ નો છોકરો છે અને અંજલી સામાન્ય માણસ ની કન્યા છે . તો તેમના વચ્ચે કરણ ના કહ્યા મુજબ ની વીસંગતતાઓ ન હોય માટે તેમ ન બને . તેનો રસ્તો નીકળી શકે પણ કરણની વાત પરથી એવુ લાગ્યુ કે તેમની વચ્ચે રસ્તો નીકળે તેમ જ નથી . માટે બન્ને અહીના સૌથી મોટા શત્રુઓ ના જ સંતાનો હશે તેમા કોઈ દુવીધા રહી નહી . “

    કરણ નુ ઘર નજીક આવતા અમે અમારી વાતો બંધ કરી . કરણ ના કહ્યા મુજબ તે એ જ મહેલ મા રહેતો હતો . મહેલ ની આજુબાજુ સુરક્ષાવ્યવસ્થા ખુબજ ચુસ્ત હતી . ઘણા માણસો ઘર ની આજુબાજુ મા હથીયારો સાથે ઉપસ્થિત હતા . માણસો ની આ જમાવટ રૂદ્ર ના કથન ને સમર્થન આપી રહ્યા હતા . કરણ અમને તેના પરીવાર સાથે મેળવ્યા . તેના પરીવારજનોમા જરાપણ  આડંબર ન હતો . સરળ લોકો મા પણ આ પ્રકાર ની શત્રુતા હશે તે માનવુ ઘણુ અઘરુ હતુ . કરણ અમને એક ખંડમા લઈ ગયો અને કહ્યુ કે , “ અહી બોલવામા પણ ધ્યાન રાખજો . ક્યાંથી શુ પ્રશ્ન આવીને ઉભો રહે . માણસો સારા જ લાગશે પણ તેમને કશુ ક ખરાબ લાગ્યુ ત્યારે તેઓ તમને પરેશાન કરવામા કશુ બાકી રાખશે નહી . અંજલી તરફ ના માણસો તો કશુ પુછશે જ નહી , તેમને ખબર પડશે કે તમે મારા મહેમાન છો અને તમે તેની સામે આવ્યા એટલે તમરુ આવી બન્યુ . “

    ડી એ બાડા ને કહ્યુ , “ હુ તો તને મારો મીત્ર માની રહ્યો હતો , તુ તો મારો શત્રુ નીકળ્યો . અહી અમારુ કાસળ કાઢવા માટે બોલાવ્યા છે ? “

    ત્યા રહેવાની ખુબ જ મજા આવી . રજવાડી ઠાઠમાઠ થી રહેવાનો એ પ્રથમ અવસર હતો . અમે તેની પ્રત્યેક ક્ષણ માણી . તે દીવસ નુ રાત્રીભોજન આજે પણ મને યાદ છે અમે બધા એક મેજ પર બેઠા હતા અને પકવાનો મેજ પર રહેલ રમકડા ની ટ્રૈન દ્વારા પીરસવામા આવી રહ્યુ હતુ . ત્યાના નોકરો આજુ બાજુ મા પીરસવા માટે તૈયાર હતા . એકવાર પણ કશુ માંગવુ પડ્યુ નહી અને ભોજન ની ઘણી માત્રા પેટમા પડી હોવાથી કરણ ના થોડી ખેંચતાણ કર્યા બાદ ઉંઘ ક્યારે આવી તે જ ખબર રહી નહી .

    સવારે વહેલા જ્યારે બાડા ના પાટા પડ્યા ત્યારે આંખ ઉઘડી . હજુ સુવા ની ઇચ્છા હતી પણ કરણ કહ્યુ કે ગામ ની એકમાત્ર આશ્ચર્ય ઉપજાવે તેવી સ્પર્ધા જોવા જવાનુ છે . ડી એ બાડા ને કહ્યુજ કે જો જોવાની મજા નહી આવે તો તારુ આવી બન્યુ . કરણે તેનુ બધુ જોર વાપરી ને અમને બધા ને જાગૃત કર્યા . તે અમને ગામ ની શેરી ઓ માંથી લઈ જઈ રહ્યો હતો . હજુ અમારી આંખો પુરી ઉઘડી પણ ન હતી .

    પરંતુ જેવા તળાવ ની નજીક પહોંચવા આવ્યા ત્યા અમારા કર્ણોએ સાંભળેલ ઉદ્ઘોષ દ્વારા અમારામા ચેતના આવી . ધીરે ધીરે એ અવાજો ના સમુદ્ર ની નજીક અમે જઈ રહ્યા હતા . એ અવાજો ની તીવ્રતા વધી રહી હતી . જ્યારે અમે તળાવ ની બાજુ ના મેદાન મા પહોંચ્યા ત્યારે અમને ગામ ની જનસંખ્યા વીશે ખ્યાલ આવ્યો . ગામ નાનુ એવુ જ હતુ પરંતુ તળાવ ના બન્ને કાંઠે અંદાજે બે થી ત્રણ હજાર લોકો હતા . અને તેઓ શા માટે ચીસો પાડી રહ્યા હતા તે અમારી સમજ મા આવ્યુ નહી .

    કરણે અમને ત્યાની પરંપરા જણાવી કે અહીના બે મુખ્ય જમીનદાર પરીવારો વચ્ચે વર્ષો થી શીવપુજન માટે તરણ સ્પર્ધા યોજવામા આવે છે . ગામ ની બન્ને તરફ થી એક એક તરવૈયો પાણી મા તરીને શીવમંદીર સુધી પહોંચવા પ્રયાસ કરે છે . જે તરફ નો તરવૈયો સૌથી પહેલા પહોંચે છે તેમને શીવમંદીર ની પુજા કરે છે . બન્ને તરફ ના લોકો મંદીર મા પૂજા કરવા માટે નહી પરંતુ એકબીજા ને નીચા બતાવવા માટે ખુબ જ ઉત્સુક રહે છે . ઇશ્વર ને પણ પુજવા માટે નહી પણ પોતે શ્રેષ્ઠ સીદ્ધ થવા માટે તેમનો ઉપયોગ કરે છે .

    મે નજર દોડાવી તો બન્ને તરફ એક એક ઓટલા પર બે માણસો તૈયાર હતા અને મન્દીર માંથી શંખનાદ સાથે બન્ને તરવૈયાઓ એ પાણી મા જંપલાવ્યુ તે સાથે જ બન્ને તરફ થી ઉત્સાહપ્રેરક અવાજો ફેલાવવા મા આવ્યા . લોકો બન્ને ને પાનો ચડાવવા મા કશી કચાશ રાખી રહ્યા ન હતા . તરવૈયા ઓ એ પોતાનુ કૌવત દાખવવા મા કશી કચાશ રાખી ન હતી . બન્ને ત્વરીત ગતી એ આગળ વધી રહ્યા હતા . તેમની ગતી લોકો મા ઉત્સાહ પ્રેરી રહી હતી . બન્ને લગોલગ ની સ્પર્ધા એ જ હતા . અમારો સ્પર્ધક જીતશે તેવુ લાગી રહ્યુ હતુ . ત્યાંજ તેમનો તરવૈયો મંદીર ની વધુ નજીક પહોંચ્યો . અમારી બાજુ નીરાશાનુ મોજુ ફરી વળ્યુ અને સામે ની બાજુ એ ઉત્સાહ ની ચીસો એ આકાશ ગજવ્યુ . અમે હજુ અસમંજશ મા હતા કે શુ બની રહ્યુ છે ત્યાંજ સામે ની તરફ થી ઢોલ અને નગારા ના ધ્વનીઓ આવ્યા . તેમનો તરવૈયો મંદીર ની પરસાળ મા દેખાતા તેમનો જોશ અને અમારી તરફ ની નિરાશા ચરમસીમા એ પહોંચ્યો પરંતુ તે તો હજુ શરુઆત હતી .

    સામે ની તરફ થી તૈયારી ઓ થઈ રહી હતી . અંજલી ના પીતા હોડી મા બેઠા એ સાથે જ અમારા તરફ સન્નાટો વ્યાપી ગયો . બધા લોકો એ હદે નિરાશ હતા જાણે તેમણે હજુ મહામુલી ચીજ ગુમાવી હતી . રણશીંગા ફુંકાઈ રહ્યા હતા જાણે યુદ્ધ મા વીજય મેળવ્યો હોય અને વીજય સરઘસ દેવાધી દેવ તરફ જઈ રહ્યુ હોય તેવુ લાગ્યુ . અમે પણ નીરાશા ના મોજા મા ખોવાઈ ગયા , જાણે અમારા પર વાતાવરણ ની અસર થઈ હતી , નહીતર અમારે તેમની હાર જીત સાથે કોઈ પ્રકાર ની લેવાદેવી જ ન હતી .

    કરણ ના ઘરે ત્રણ દીવસ નુ રોકાણ ઘણુ જ રોમાંચક હતુ . બે દીવસ કરણ ની હાર નીહાળ્યા બાદ અમને કરણ તરફ ના તરવૈયા પર શ્રદ્ધા ન રહી . તે દીવસે સાંજે અમે કરણ સાથે બાજુ ના શહેર માં પહોંચ્યા . ત્યા અંજલી એક બગીચા મા અમારી રાહ જોઈ રહી હતી . ત્યા પહોંચતા જ અંજલી અમને જોઈ ને ખુબ જ ખુશ થઈ .

    તેણે તુરંત જ અમારી ક્ષમા માગી કે , “ માફ કરજો હુ તમને મળવા માટે પહેલા ન આવી . તમને મળવાની ખુબ જ ઇચ્છા હતી પરંતુ શુ કરુ અહી ની પરિસ્થીતી તમે જોઈ હશે . તેમા તમને મળવા આવવુ શક્ય ન હતુ માટે આટલુ મોડુ થયુ . “

    મે તેને કહ્યુ , “ રૂદ્ર એ કહ્યુ જ હતુ કે તુ અમને મળવા ન આવે તો કઈ નહી પરંતુ અમારુ અભીવાદન કરવાનો અવસર નહી ચુકે . અને અહી અમે જે જોયુ છે તેના પરથી તારી અહી આવવાની હિંમત કરી એજ અમારા માટે ઘણુ છે . તમે અને કરણ ખરેખર ખુબ જ હિંમતી છો કે આ વિશમતાઓ હોવા છતા એકબીજા ને ચાહો છો . અને મળવા માટે પણ કોઈ ને કોઈ ગોઠવણ કરો છો . “

    બધા એ પોતપોતાની બેથકો સંભાળી ત્યારે અંજલી એ કહ્યુ કે , “ હુ તેને ચાહુ છુ માટે હુ કોઈપન પ્રકાર ની હિંમત એકઠી કરતા અચકાતી નથી . ડર લાગે છે પણ પ્રેમ સાહસ આપે છે . ફફડાટ તો હૃદય માંજ થાય છે પરંતુ પ્રેમ ની લાગણી એ ફફડાટ ને મારી હઠાવે છે . “ તેનુ સ્મીત તેના હૃદય મા રહેલ ફફડાટ ને અમારા સુધી આવતા અટકાવતુ હતુ .

    રૂદ્ર તે જાણતો હતો માટે તેણે અંજલી ને કહ્યુ , “ ભાવનાઓ ને ક્યારેય હૃદય મા દબાવો નહી . તમે જે મહેસુસ કરો છો તે વ્યક્ત કરો . સમસ્યાઓ ને હૃદય મા દબાવવાથી પીડા થશે . તેને વ્યક્ત કરતા એકપ્રકાર ના છુટકારા નો અહેસાસ થશે . પીડા ને દબાવો નહી . અમે ક્યા અજાણ્યા છીએ અમારી સાથે મુક્ત મને વાત કરવામા કશો ખચકાટ રાખવો  નહી . “

    “ નહી તમને જણાવવા મા કોઈ ખચકાટ નથી પણ હવે હુ થાકી ચુકી છુ . આશા છે કે કરણ સાથે જીવન વ્યતીત કરવાનો અવસર મળશે . પરંતુ મસ્તિષ્ક ના કોઈ ખુણે રહેલ એ ભાવનાઓ પણ ડરાવી રહી છે જે માની રહી છે કે કદાચ એ શક્ય નથી . અમારા માટે દરવાજા દરેક તરફ થી બંધ છે . હવે કોઈ ચમત્કાર થશે એ આશા એ જ હુ કરણ નો સાથ મેળવવા ની અપેક્ષા રાખી રહી છુ . મે આજીવન તેમને ચાહ્યા છે અને જીવન ની છેલ્લી ક્ષણો સુધી તેમને ચાહીશ . “ અંજલી એ નીરાશા સાથે કહ્યુ હતુ ,

    “ કરણ તો આવી નિરુત્સાહી વાતો કરે તે સમજાય પણ તમે આટલા ઉત્સાહી હોવા છતા હાર માનો છો તે મારી સમજ ની પરે છે . મારી તમારી સાથે ની આ બીજી જ મુલાકાત છે છતા તમારા મુખે થી આવા શબ્દો સાંભળીને મને આશ્ચર્ય થઈ રહ્યુ છે . કરણ ની સંગત તમને પણ નિરાશાવાદી બનાવી રહી છે . તમારે તેનામા ઉત્સાહ નો સંચાર કરવાનો છે એવા સમયે તમે તમારી જ આશાઓ ગુમાવી છે . “ હુ અંજલી ના વ્યક્તીત્વ થી પ્રભાવીત હતો ત્યારે તેના શબ્દો તેના વ્યક્તીત્વ થી વીપરીત હતા .

    “ હુ નિરાશા વ્યક્ત નથી કરતી પરંતુ પરિસ્થીતી ની ગહનતા તમે સમજશો નહી . અહી દરરોજ કઇંક ને કઇંક બને છે જે મને તેમનાથી દુર લઈ જાય છે . અને એ દરેક ઘટના સામે જ બનતી જોવી એ કષ્ટદાયક છે . અમે એકબીજા ને મેળવવા માંગીએ છીએ પરંતુ કઈ કરવા સક્ષમ નથી . મને મારા અને કરણ ના પ્રેમ પર કોઈ શંકા નથી પરંતુ એ પ્રેમ પુર્ણતા પામશે કે નહી તે બાબતે પણ હવે શંકા નથી . હુ કે કરન ગમે તેટલા પ્રયાસ કરીએ પણ અમે એકબીજા ને પામી શકીશુ નહી . “

    “ તેનો એક રસ્તો છે કે તુ અને કરણ ઘર છોડી અને કોર્ટ મા લગ્ન કરી લો . પછી તમારા માતા-પિતા માને તો ઠીક છે અન્યથા દુર ક્યાંક જઈને તમારુ નવુ જીવન શરુ કરજો . “ ડી નો મગજ કોઈ વીચાર આપ્યા વીના રહે તે સંભવે નહી .

    રૂદ્ર એ તેનો વીરોધ કર્યો , “ ના ડી. એ બરાબર નથી . ભાગી ને લગ્ન કરવાથી તેમના માતાપિતા સમાજ ને શુ મોં બતાવશે ? અહી આવી ને તે જોયુ છે તેમ તેમના માટે તેમની આબરુ નુ ઘણુ મહત્વ છે . તેઓ પોતે અન્ય ને સમજાવે છે કે પ્રેમવીવાહ એ સમાજ નુ દુશણ છે તો તેમના જ સંતાનો તેમને સમાજ સામે મસ્તક ઝુકાવીને જીવવા મજબુર કરશે ત્યારે તેમની સ્થિતી કેવી કપરી બનશે . તેઓ આ બન્ને ના માતાપિતા છે તેમના વીશે વીચાર કરવો એ આમની ફરજ છે , “

    “ અમે પણ તે વીચાર્યુ હતુ પરંતુ તે શક્ય નથી . અહી અમારા ગામ મા લોકો તેમની ખોટી શાન ને બચાવવા માટે માતાઓ પર આરોપ નુ રોપણ કરે છે . જેમના સંતાનો અહી પ્રેમલગ્ન કરે છે તેમની માતાઓ ને જેર પાવા મા આવે છે . તેમના સંતાનો એ કરેલ ખરાબ કર્મ માટે માતા ના ઉછેર ને જવાબદાર ગણવા મા આવે છે . શુ ઉછેર એ માત્ર માતા નુ જ દાયીત્વ છે ? શુ ખરાબ ઉતર માટે માત્ર માતા જવાબદાર છે ? પિતા એ બાળક માટે કઈ કરવાનુ જ નહી . અને બાળક જ્યારે તેમના નિર્ણયો લેવા તૈયાર થાય ત્યારે તેમને પણ રોકવાના . તેઓની માનસીક સ્થિતી મા બદલાવ લાવવો પણ અશક્ય છે . હુ તેમના થી થાક્યો છુ . “ કરણ ની નિરાશા ને તેના શબ્દો એ વ્યક્ત કરી ન હતી .

    પણ તે લોકોનુ માતા તરફનુ આવુ ઘાતકી વલણ અમને ત્રણેય ને આંચકો આપ્યો હતો . લોકો આવા ઘાતકી હશે તે વીચારવુ શક્ય ન હતુ . કરણ અને અંજલી તે સ્થિતી મા રોજ જીવન વ્યતીત કરી રહ્યા હતા કે જ્યા હુ એક ક્ષણ પણ વ્યતીત કરી શકુ નહી .

    “ હા મહાભારત મા પણ ગાંધર્વવીવાહ નો ઉલ્લેખ થયો છે . આપણી પરંપરા મા પણ પ્રેમલગ્ન નો વીરોધ કરવામા આવ્યો નથી છતા આજના રૂઢીચુસ્ત લોકો પ્રેમ ને સમજતા નથી . તુ કહે છે તેમજ તેમને સમજાવવા શક્ય નથી . એવી તે શુ માન્યતા હશે કે તેઓ આટલા નિષ્ઠુર બન્યા . “ ડી ની ઘૃણા તેમના માટે વધી ચુકી હતી .

    “ ડી આપણે જાણતા નથી કે તેઓ વચ્ચે સમસ્યા શુ છે ? તેમની આ હદે ઘાતકી બન્યા તેની પાછળ ચોક્કસ કશુ કારણ હશે . અને તે જાણ્યા વિના આપણે તેમને ઘાતકી કહી શકીએ નહી . આજે સમાજ મા એટલા દુષણો ફેલાયેલા છે કે તેમના વિરુદ્ધ કશુ કરવા થી વધુ તેમને ઉગતા જ ડામવા વધુ હીતાવહ છે . હમણા જ છાપા મા વાચ્યુ હતુ કે એક પ્રેમી યુગલે ભાગી ને લગ્ન કર્યા બાદ પત્ની એ છ મહિના માંજ આત્મહત્યા કરી . ઘણા એસીડ અટેક થાય છે . તે પણ આ પ્રેમ નુ જ તો દુઃષણ છે . અને તેના જેવી ઘણી સમસ્યાનો સામનો આપણો સમાજ કરી રહ્યુ છે . એ સમસ્યા નુ સમાધાન જો આ ભયાનક રીતે લાવી શકાતુ હોય તો ત્તેના માટે તેવુ કરવુ એ યોગ્ય જ છે . પરંપરા ની વાત કરે છે કે અર્જુને સુભદ્રા નુ હરણ કર્યુ હતુ . ત્યારે તેઓ એકબીજા ને પસંદ હતા . તેમની બન્ને ની ઇચ્છા થી અર્જુને હરણ કર્યુ હતુ અને તેમા પણ સારથી નુ દાયીત્વ સુભદ્રા એ અદા કર્યુ હતુ . જો ત્યારે સુભદ્રા એ અર્જુન ને કહે કે તેના મટે અર્જુન યોગ્ય નથી તો અર્જુન તેનુ હરણ કરે જ નહી અને આજ ના સમય મા જો એવુ થશે તો મે કહ્યુ તેમ એસીડ અટેક કે પછી બળાત્કાર નો સામનો કરવો પડે . પ્રેમ વ્યાજબી છે પણ તે માતાપિતા ની સહમતી થી મેળવ્યો હોય . અન્યથા તેની કોઈ જ કિમત નથી . કોઈપણ સંતાન તેમના માતાપિતા ને દુખી કરી ને ખુશ રહી શકે નહી . માતાપિતા ની એકમાત્ર ઇચ્છા પોતાના સંતાનો ને સુખી જોવાની હોય છે . તેના માટે ક્યારેક તેઓ અન્ધ પણ બની જતા હોય છે તો તેના માટે તેમને દોશી માનવા જોઈએ નહી . “

    “ તારુ કહેવાનુ એમ છે કે અમે અહી માતા પર દોષારોપણ કરીએ છીએ તે સારૂ છે . તુ હંમેશા માતાપિતા નો સાથ આપે છે પરંતુ અહી સ્થિતી ખુબજ અલગ છે . તારુ કહેવુ એ વાતે યોગ્ય છે કે અન્યાય ને અટકાવવા માટે કોઈ કષ્ટદાયક નિર્ણય લેવામા આવે છે . પરંતુ તે નિર્ણય ના કારણે જ ઘણા લોકો ને અન્યાય સહન કરવો પડે છે . લોકો હંમેશા પોતાને જ સાચા માને છે પરંતુ ક્યારેક તેઓ ખોટા પણ હોય છે . “ કરણ ની વાત સાથે હુ સહમત હતો .

    “ હા તેઓ ખોટા પણ હોય છે , તેવુ તો તમારા વીશે પણ કહી શકાય . તમે પણ ખોટા હોવા ની શક્યતા છે . તેમણે તમારાથી વધુ દીવાળી જોઈ છે . તેમણે પણ તમારી જેમ પ્રેમ કર્યો હશે . તેમનો વીરોધ થયો હશે . તેમણે પણ તમારી જેવી માનસીક થાક ની લાગણી અનુભવી હશે અને તેમાંથી જ તેઓ શીખ્યા હશે . તેના કારણે તેઓ આપણા થી વધુ જાણે છે . હા તેમની માન્યતાઓ મા ચોક્કસ છીંડા છે . પણ તેમને પુરતા સમય લાગશે . એ છીંડા ના કારણે પુરી વાડ નો નાશ કરવો જોઈએ નહી . જ્યારે તમે તેમની જગ્યા એ આવશો ત્યારે તમને એ બધુ સમજાશે અને તેમા તમારા અનુભવો નો ઉમેરો થશે જેથી પરિસ્થીતી મા પરીવર્તન આવશે . પરંતુ તે પહેલા પરિવર્તન લાવી ને તમે સમાજ ની સ્થિતી ને જ ડામાડોળ કરવા માંગો છો . હા તેમનો દૃષ્ટિકોણ થોડો અવળો છે પરંતુ તેનાથી તે ખોટા સીદ્ધ થતા નથી . હા એ માનુ છુ કે બાળક ના ઉછેર મા માતાપિતા બન્ને નો હાથ હોય છે . અને તેના મા આવેલ ખરાબ આદતો માટે બન્ને જવાબદાર છે , પરંતુ બાળક નુ માતા પ્રત્યે નુ વળગણ જો તેને ઘણા શરમજનક કાર્યો કરતા અટકાવતુ હોય તો તેમ કરવામા બહુ વાંધો નહી . તમારી આ પરંપરા ને કારણે અહી માતા ઓ એ ઝેર પીધુ હોય તેવુ ક્યારેય બન્યુ છે . કદાચ તે લોકો એવુ બને તો આ પ્રથા નો વીરોધ પણ કરે . પણ એવુ બન્યુ જ નથી માટે પ્રથા શરુ રાખવી જ તેમને ઉત્તમ લાગી હશે .

    તેઓ પણ પોતાની પત્નિ ને ચાહતા હશે , જ્યારે તેમનો એક સહારો તેમનાથી દુર જશે ત્યારે તેમના આધાર તરીકે તેમની પત્નિ જ તેમની સાથે ઉભી હશે . ત્યારે તે લોકો જ તેમને ઝેર પાવાની હિંમત એકઠી કરી શકે નહી . પરંતુ લોકો ના ગાંડપણ સામે આપણી બધી ધારણઓ ખોટી સીદ્ધ થાય તેમ પણ બને . આજ ના સમય મા પ્રેમલગ્ન કેટલા લાંબા ચાલે છે , તે તમે ક્યારેય વીચાર્યુ છે . સો માંથી પંચાણુ લગ્નો મા તકરારો રહે છે . અરે ઘણા તો ભાંગે છે અને તે પણ બહુ ટુંકા સમય મા . એક દીકરા ના પિતા માટે તેના સંતાન ના લગ્નજીવન નો અંત સામાન્ય હશે . પરંતુ એક કન્યા ના પિતા માટે એ પ્રસંગ ખુબ જ ઘાતક હશે . તેમની પુત્રી જ્યારે તેમને જણાવ્યા વીના જ લગ્ન કરવા માટે ઘર છોડે છે ત્યારે તેમના સ્વાભીમાન ના ચીથરા ઉડી જાય છે . પરંતુ તેમાંથી તેઓ હજુ પોતાની જાત ને સંભાળે ત્યાંજ તેમની પુત્રી ફરીવાર તેમની સામે દુઃખી થઈને આવે છે ત્યારે તેમની પાસે તેને ફરી પાછી સંભાળવાની જવાબદારી આવે છે . એ પિતા એ સમાજ દ્વારા થયેલ દરેક અપમાન ના ઘુટડા ગળ્યા હશે . પણ તેની પુત્રી માટે ના કટુવચનો સાંભળતા તેમનો જીવ કપાતો હશે . શુ એ પિતા એવુ બનતા અટકાવવા માટે કોઈ ગંભીર પગલુ ભરવાની ચેતવણી આપે તે ખોટુ છે ? “ રૂદ્ર ને તેની માન્યતાઓ થી વિમુખ કરવો અશક્ય હતો .  

    “ તારી વાત સાચી છે , પણ આ પ્રક્રીયા મા માતાઓ એ અને ખરેખર એકબીજા ને ચાહતા લોકો ને બલી ના બકરા બનાવવા કેટલી હદે વ્યાજબી છે . શુ તેમની ઇચ્છાઓ નુ કોઈ મહત્વ જ નથી . તુ કહે છે તે બધુ અટકાવવા માટે ઘણા લોકો ની ભાવનાઓ ને ઠોકર લાગશે તે કેટલા અંશે વ્યાજબી છે . “ ડી એ આક્રોશ સાથે કહ્યુ હતુ .

    “ તમારો પ્રણય તેમના હૃદય મા વિશ્વાસ જગાવશે . અને કદાચ એવુ ન બને તો એવા ગણાગાંઠ્યા લોકો માટે સમાજ ના મોટા ભાગ ના લોકો ને નુકશાન થશે . હાલ પ્રણય એ માત્ર કન્યા ઓ ને ભોળવવા માટે નુ શાસ્ત્ર બની ચુક્યો છે . મોટા ભાગ ના છોકરાઓ કે જેમના લગ્ન તેમની આર્થીક સ્થીતી ના કારણે થવા અઘરા છે તે લોકો છોકરીઓ પાછળ ખર્ચો કરીને તેમને પોતાની જાળ મા ફસાવે છે અને છેવટે લગ્ન બાદ જે છોકરી નુ ભવિષ્ય ઉજળુ હોવાનુ તે અંધકારમય બને છે . એ હુ પણ માનુ છુ કે માત્ર આર્થીક સ્થિતી સબંધ માટે આવશ્યક નથી . પરંતુ તેની આવશ્યક્તા નકારી શકાય તેમ તો નથી . જ્યારે ઘરમા ભોજન માટે ફાંફા હશે ત્યારે માત્ર સાચો પ્રેમ જ સાથી બને છે . પરંતુ અહી તો માત્ર શોખ પુરા ન થતા છુટાછેડા લેવામા આવે છે , તો હવે તુ જ કહે કે એ પ્રણય ની શરુઆતે આજીવન સાથ આપવાના વચનો સાચા હશે . માનવી પોતાની લાગણીઓ ને સમજી શક્તો નથી અને પછી પોતાના હસ્તે જ તેમના પ્ર્રેમ નામના વહેમ નુ ગળુ ઘોંટે છે જેની સાથે તેમના ઉજ્જવળ ભવિષ્ય ની શક્યતાઓ મા પણ ઘટાડો થાય છે . હા અહી માત્ર માતા ને દોષ આપવામા આવે છે તે તેમની સાથે કરવામા આવી રહેલો હળહળતો અન્યાય છે . અને છતા હુ તેનો વીરોધ નથી કરવા માંગતો . તેની પાછળ ના આ બધા કારણો તો હુ જાણુ છુ છતા હજુ તેની પાછળ કોઈ એવી ઘટના હશે કે જે આ ગામ ના વિખવાદ અને માન્યતા નુ ઝડ હશે જે જાણ્યા વિના તેમને ઘાતકી કહેવા તે યોગ્ય નથી . “

    “ આ બાબતે તમે ખોટા જ છો પરંતુ અમે બધા સાથે મળી ને પણ તમને ખોટા સાબીત કરી શકીશુ નહી . પણ એ સમસ્યા જે છે તે રહેવાની અને તેમાંથી જ કોઈ માર્ગ મળી રહેશે . શા માટે ભવિષ્ય ની ચીંતા મા વર્તમાન ને બગાડીએ . “ અંજલી એ તંગ બનેલ વાતાવરણ ને હળવુ કરવા પ્રયાસ કર્યો . પણ કરણ ને હજુ રૂદ્ર એ કહેલ માન્ય ન હતુ .

    “ તારા પ્રેમ સામે કોઈ સમસ્યા નથી માટે તુ આ બધુ બોલી રહ્યો છે . અહી મારો પ્રેમ દાવ પર લાગ્યો છે , માટે મારી મનઃસ્થિતી તુ નહી સમજે . મારો પ્રેમ તો તને પણ સાચો લાગે છે તે છતા કદાચ તુ પણ જાણે છે કે હુ અને અંજલી લગ્ન કરશુ એ શક્ય નથી . “

    “ કેમ ? હુ જાણુ છુ કે તમારા લગ્ન થશે જ . અને તેમા કોઈ કોઈ વિઘ્ન ઉત્પન્ન કરશે તો હુ તેની સામે જ ઉભો હોઈશ . તારી કોઈપણ સમસ્યા નુ સમાધાન કરવા સમયે હુ હંમેશા તારી સાથે જ રહીશ . હુ તો માત્ર મારી માન્યતા તમને જણાવુ છુ . તેનો અર્થ એ નથી કે તારી કોઈ પરેશાની સમયે હુ પીછેહઠ કરૂ . “

    અમે પણ જાણતા હતા કે રૂદ્ર અમારી સાથે જ રહેશે . હજુ અમે ત્યાંજ હતા ત્યા અંજલી અમારી રજા લઈ ને ઘર તરફ રવાના થઈ . અને અમે પણ રાત્રી થાય તે પહેલા ત્યાંથી ફરી કરણ ના ઘરે પરત ફર્યા . રસ્તા મા થોડા માણસો સાથે ઝઘડો થતા થતા રહી ગયો .

    ત્રીજા દીવસે સવારે અમે ત્યાંથી ફરી ભુજ આવવાના હતા . માતે એ સવારે અમે ફરીવાર એ સ્પર્ધા ને માણવા માટે એ સ્થળે પહોંચ્યા . તે દીવસે પણ અંજલી ના પિતા એ શીવપુજન કર્યુ . સ્પર્ધા ના અંતે રૂદ્ર એ કરણ ના માણસ ને કશુક કહ્યુ અને તે જાણી ને તેના ચહેરા પર છવાયેલી ખુશી એ તેના મા જીત નો આત્મવિશવાસ પરત આવ્યા ની ચાડી ખાધી હતી .

    જ્યારે અમે બધા ત્યાંથી રવાના થયા ત્યારે રસ્તા મા મે રૂદ્ર ને પુછ્યુ કે તે એ માણસ ને શુ કહ્યુ . તો તેણે કહ્યુ કે કરન નો માણસ પેલા સસલા અને કાચબા ની સ્પર્ધા ની જેમ જ હારી રહ્યો હતો . તેની ક્ષમતા ઓછી ન હતી પરંતુ તળાવ ની સ્થિતી એવી હતી કે સામે નો માણસ ખુબ જ દુર છે તેવુ તેને લાગી રહ્યુ હતુ . જેથી તેના પ્રયાસ મા થોડી ઓટ આવતી .જ્યારે સામે તરફ થી એવુ લાગે છે કે તે ખુબ જ દુર છે , માટે તે તેના પ્રયત્નો મા વધારો કરતો અને તેજ વિજય મેળવતો . આ જ કારણે કરણ ના સારા તરવૈયા ઓ ને વિજય ઓછો મળે છે . અંતર બન્ને તરફ થી સરખુ જ છે પણ આ પ્રકાશ ના પરિવર્તન ના કારણે તેમનો વિજય નુ પ્રમાણ વધુ રહે છે . મે માત્ર તેને લક્ષ્ય પર નજર રાખીને તેના પ્રતીસ્પર્ધી પર સહેજ પણ નજર ન રાખવા કહ્યુ . તેનુ પરિણામ કાલે તને વીજય ના સ્વરૂપ મા મળશે .  

***

Rate & Review

Verified icon

Hemali Mody Desai 6 months ago

Verified icon

Paladiya Sanjay 6 months ago

Verified icon

Priyal Vr 6 months ago

Verified icon

Nilesh Ajani 6 months ago

Verified icon

Falguni Patel 7 months ago