Prem ni paribhasha books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની પરિભાષા - અને સૌમ્ય હૃદય ખોલે છે

              

સૌમ્ય ની તેના તરફી વીચારસરણી થી અજાણ કાવ્યા સૌમ્ય ની ચોતરફ ફરી રહી હતી . તે સૌમ્ય સાથે વીતાવી શકાય તેવી એક પણ ક્ષણ તે જતી કરતી નહી . તે સૌમ્ય ની સાથે ઘણીવાર બહાર જઈ આવી હતી . ક્યારેક ફિલ્મ નીહાળવા , બહાર જમવા , કઈંક ખરીદી કરવા કે પછી અમસ્તા જ તે સૌમ્ય ને ચારદિવારો થી દુર લઈ જતી . સૌમ્ય સાથે હોવાથી જાણે તેની જીભ એકદમ કાર્યક્ષમ બની રહેતી . કલાકો ના કલાકો બસ તે થાક્યા વિના બોલતી જ રહેતી . તેની વાતો ક્યારેય ખુટતી જ નહી . તેનો એકમાત્ર ઉદ્દેશ્ય સૌમ્યની સાથે રહેવાનો હતો .

સૌમ્ય પણ કાવ્યા તરફ ખેંચાઇ રહ્યો હતો . કાવ્યા ની નાની નાની વાતો પણ હવે તેને આનંદ આપવા લાગી હતી . હજુ થોડા સમય પહેલા જ તે કાવ્યા ને માત્ર એક આનંદી છોકરી માનતો કે જે નાની વાતો મા પણ આનંદ મેળવતી . અને આ આનંદ થી છલોછલ યૌવન ને તે અકાળ વૃધ્ધાવસ્થા મા પરીવર્તીત કરવા માંગતો ના હતો . પરંતુ ત્યાર પછીની દરેક મુલાકાતે તે કાવ્યા થી આકર્ષીત થવા લાગ્યો . પ્રેમ તો હજુ દુરની લાગણી હતી , પરંતુ તે કાવ્યા તરફ ખેંચાઈ રહ્યો હતો . તે જાણતો હતો કે કદાચ તે કાવ્યા ને પ્રેમ નહી કરી શકે તો સાથ ચોક્કસ આપશે . શુ સાથ આપવો એજ પ્રેમ નુ પ્રથમ ચિહ્ન નથી ? હા કદાચ એજ છે પરંતુ હજુ સૌમ્ય આ ભાવના ને ચોક્કસ વ્યાખ્યા આપી શકવા તેના મન ને સમત કરી શક્યો નહી .

દરરોજ સવારે ઉઠી ને સામે કાવ્યા ને હળવા સ્મીત સાથે ઉભેલી નીહાળવી એ તેનો નીત્યક્રમ બની ચુક્યો . તે કાવ્યા ને નીહાળ્યા સીવાય ની ઉગતી સવાર ને જોવાની કલ્પના કરવાનુ પણ ભુલી ચુક્યો હશે . સવાર નો નાસ્તો બન્ને સાથે જ લઈ ને ઓફિસે જવા માટે નીકળતા . ફરક માત્ર એટલો જ આવ્યો હતો કે પહેલા જ્યા રસ્તા મા કાવ્યા નુ મો બંધ રહેતુ ત્યા હવે વાચાળતા ફુટી નીકળી હતી . કાવ્યા ના મુખ માથી નીકળતી શબ્દસરીતા સાંભળી રહેતો સૌમ્ય કાવ્યા ના શબ્દો મા રહેલ આત્મીયતા નીહાળીને ગદ્ગગદીત થઈ રહેતો . બન્ને સાથે બહાર જમવા જતા , રજા ના દીવસો મા સાથે ફરવા જતા . ઘણુ કરી ને કાવ્યા સૌમ્ય સાથે રહેવા પ્રયાસ કરતી . હવે તેણે એક જ કાર્ય કરવાનુ બાકી રહેતુ હતુ , સૌમ્ય ની દુખતી નસ નુ ઇલાજ કરવુ . તેના માટે એ જાણવુ રહ્યુ કે સૌમ્ય ને કઈ રીતે અને કેટલો આઘાત પહોંચ્યો છે . ઘણો સમય વીત્યો હોવા છતા તે હજુ એ જાણી શકી નહી , માટે તે ઉતાવળી બની . પરંતુ એવુ પણ બને કે આ ઉતાવળ કદાચ તેનો પોતાનો જ કચ્ચરઘાણ વાળે . સ્થીરતા અને ગાંભીર્ય સાથે તે આગળ વધવા ઇચ્છુક હતી પરંતુ ક્યા સુધી સ્થીરતા જાળવી રાખવી , સ્ત્રીઓ જ્યારે તેમના પ્રીયપાત્ર ની સાથે ના કઈ સબંધ ની વાત હોય ત્યારે ધીરજ જાળવી શક્તી નથી . બિજે બધે ધીરજ ની પ્રતીમા ગણાતી સ્ત્રી પ્રણય મા તેની ધીરજ ગુમાવી બેસે છે . કાવ્યા એ ઘણા સમય સુધી સંયમ જાળવી રાખ્યો પરંતુ હવે તેના થી સંયમ જાળવી શકાય તેમ ના હતો . તેની સ્થીતી પણ કથળેલી હતી . સૌમ્ય જેમ શતરંજ ની રમત મા રમનાર રાજા ને બીજા મહોરાઓ થી છાવરી રાખે છે તેવી રીતે તેણે હૃદય ને છાવરી રાખ્યુ હતુ . ત્યા સુધી પહોંચવુ અઘરુ હતુ . કાવ્યા કઈ શતરંજ ની ખેલાડી ના હતી . પણ પ્રેમ પામવાના જનુને તેના મગજ ને અતીતીવ્ર બનાવ્યો હતો . તેનુ મગજ તેના ધાર્યા થી પણ વધારે કામ આપી રહ્યુ હતુ . તેને સૌમ્ય ના શબ્દો યાદ આવ્યા કે સમય લાગશે અને હવે તે સમય આપવા માટે તૈયાર ના હતી .

સવારે સૌમ્ય ઉઠ્યો પણ આજે કાવ્યા તેની નજર સામે ના આવી . તેણે કાવ્યા ને ના નીહાળી માટે થોડી બેચેની અનુભવી . તે ગણકાર્યા વીના તે તેની દૈનીક ક્રીયાઓ પતાવવા લાગ્યો . સમય સર તૈયાર થઈ ને તે ઓફિસ જવા માટે બહાર આવ્યો . બહાર પણ કાવ્યા ના કઈ અણસાર દેખાયા નહી . તેની બેચેની થોડી વધી એટલે તેણે કાવ્યા ના ઘરે જવાની ઇચ્છા થઈ આવી પણ તેના મગજે હૃદય ની લાગણીઓ આડે થોડો અવરોધ ઉત્પન્ન કર્યો અને તે ત્યાથી ઓફિસ તરફ રવાના થયો . આજે કામ મા પણ તેનો જીવ લાગ્યો નહી . તે નીરંતર કાવ્યા ને સંભારતો રહ્યો . આ પ્રકારની બેચેની તેણે આ પહેલા કદાચ ક્યારેય અનુભવી હશે નહી . તેણે શાંત ચીતે કામ પર કેન્દ્રીત કરવા પ્રયાસ કર્યો . પણ ચંચળ મન આજે તેનુ કહ્યુ માનવા તત્પર ના હતુ . તેણે કાવ્યા ને રીંગ કરી પણ કઈ પ્રત્યુતર ના આવ્યો . વારંવાર રિંગ કર્યા છતા કાવ્યાએ ફોન ઉઠાવ્યો નહી . ક્યા જતી રહી કાવ્યા ? સવાર નો તેનો ચહેરો નથી નિહાળ્યો . તેના મુખેથી નિકળતો વાક્પ્રવાહ નથી સાંભળ્યો . કાવ્યા ને શુ થયુ હશે ? તે યક્ષપ્રશ્ન તેના મસ્તિષ્ક મા પડઘા પાડવા લગ્યો . શુ તે મારાથી થાકી ચુકી હશે ? થાકે જ ને તેણે મને ચાહવા મા કઈ બાકી રાખ્યુ નથી અને હુ મારા મન મા ભરાયેલા ડુચા ના કારણે તેને કશુ આપી શક્યો નહી . તેના પ્રમાણ મા મે સહેજ તેને સાચવવાનો પ્રયાસ કર્યો હોત તો બીચારી કેટલી ખુશ રહેત . તેના સાથ થી જ મારા મા થોડી શક્તી નો સંચાર થયો . તેના કારણે જ હુ મારા આત્મા સાથે દ્વન્દ્વ કરી શક્યો . તેને પોતાની જાત પર ઘૃણા ઉપજી રહી હતી . તેના મગજ ને હૃદય ની લાગણી ઓ ભીંજવી રહી હતી . તેનુ મન ક્યારનુ કાવ્યા તરફ તણાઈ રહ્યુ હતુ પણ હજુ તેના બંધનો તેને કાવ્યા પાસે પહોંચતા રોકી રહ્યા હતા . અંતે તેની ભાવના ઓ નો વિજય થયો . તે થાકિ હારી ને ઘર તરફ પ્રયાણ કરવા આતુર બન્યો .

તે તેના ઘરે જવા માગતો હતો પરંતુ તેના પદચિહ્ન મા ક્યાય સુખ ની છાપ જણાતી ના હતી . તેના રુમ તરફ જતા તેના પગ તેને કાવ્યા ના ઘર તરફ તાણી ગયા . તે ઉતાવળો થવા ઇચ્છતો ન હતો , પરંતુ ક્યા કારણે તે અટકી ના શક્યો તે તેની જાણ બહાર હતુ . દરવાજા પાસે કોઈ ના પગલા સમ્ભળાતા તે અધીરો બન્યો . શુ કાવ્યા તેને પજવી રહી છે ? દરવાજો ખુલતા કાવ્યા ના મમ્મી ને જોઈ ને તે નિરાશ થયો .

માસી ! કાવ્યા ઘરે છે ?

ના ! અજે એ બહાર જવાનુ કહી ને વહેલી સવાર ની નીકળી ચુકી છે . કઈંક કામ હોય તેવુ મને લાગ્યુ . તેને ફોન કરી ને પુછી લે ?  

સૌમ્ય સાંભળી રહ્યો પણ કદાચ કશુ સમજી ના શક્યો . એક મા ની નજર થી કશુ છુપાવવુ ઘણુ અઘરુ હોય છે . તેઓ સૌમ્ય ની મનઃસ્થિતી સમજતા હશે અને તેને વીચાર તન્દ્રા મા થી બહાર લાવવા તેઓ એ સૌમ્ય ને કહ્ય

એ તને બહુ પજવતી લાગે છે આવવા દે તેને બરાબર ની વઢુ છુ .

ના માસી ! એમા કાવ્યા નો કોઈ દોષ નથી . તે ક્યારેય મને પજવતી નેથી . આજે કદાચ કોઈ કામ ને કારણે તે ઉતાવળે જતી રહી હશે હમણા આવી જ જશે . અને બિજુ કે તે માત્ર મારી સાથે હોય ત્યાજ ....... અને તેના મગજે તેને તીરસ્કૃત કર્યો . શા માટે તે આવુ બોલ્યો તે બદલ તેને પછતાવો થયો હોય તેવુ લાગતા કાવ્યા ના મમ્મી એ તેને પ્રેમ થી કહ્યુ

દિકરા કાવ્યા મારી દીકરી છે અને હુ હંમેશા તેને સુખી જોવા ઇચ્છુ છુ . તે તારી સાથે સમય વીતાવતા જેટલી આનંદ મા હોય છે તેવી મે તેને ક્યારેય જોઈ નથી . પરંતુ મારે એ પણ જાણવુ રહ્યુ કે તુ પણ કાવ્યા ના સાથ ને માણે છે ? જીવન ક્યારેક જે ઘાવ આપે છે તે અસહ્ય હોય છે  ! હુ નથી ઇચ્છતી કે મારી દીકરી પણ તે અસહ્ય વેદના નો ભોગ બને . માટે ખુલ્લા હૃદયે કાવ્યા વિશે તારી જે કોઈ લાગણી ઓ હોય તે મને જણાવ . સહેજ પણ ખચકાટ અનુભવવા ની જરુર નથી .

ના માસી ! તમને કહેવા મા કશો ખચકાટ હુ ક્યારેય નહી અનુભવુ . કાવ્યા નો સાથ હવે મારા માટે અનિવાર્ય બની ચુક્યો છે . તેના વીના પસાર કરેલી એક એક ક્ષણ થી જે બેચેની થાય છે તે કદાચ તમે મારા ચહેરા પર વાંચી શક્તા હશો . તેનો સાથ મારા મા નવી ઉર્જા પ્રગટાવે છે . તેના શબ્દો મારા આત્મા ને પ્રફુલ્લીત કરે છે . બસ તેના પ્રત્યે બીજી કોઈ  લાગણી નો અનુભવ તો હજી હુ તમને ના કહી શકુ તે બાબતે હજુ હુ પણ અનીશ્ચીત છુ . પણ એટલુ ચોક્કસ કહી શકુ કે બસ તે છે ત્યારે જીવન ને માણુ છુ અને નથી ત્યારે જીવન ને ધીક્કારુ છુ . હવે વધારે પ્રશ્નો ના ઉતર આપવની તેની ઇચ્છા ના હોય તેમ તે બોલ્યો , તો માસી હવે હુ રજા લઊ . કાવ્યા આવે તો તેને જણાવજો કે મને રીંગ કરે

તે વીચારમાળા મા ત્યાથી નીકળ્યો પરંતુ કદાચ પાછળ કોઈ તેની દીકરી ના ભવિષ્ય ની ચીંતા માથી મુક્ત બન્યુ હોય તેવુ તેની નજર મા ના આવ્યુ . કાવ્યા ના માતા ના મુખે ફરી એજ શબ્દો સર્યા , યુવાની માં ક્યારેય પ્રેમ ની સમજ પડતી નથી આ સાથે તેમના મુખ પર સુખ નો એક આછો જબકારો ક્ષણવાર માટે પ્રસ્થાપીત થયો . અને ફરી તેઓ તેમના કામો મા પરોવાયા .

સૌમ્ય નુ હૃદય અસામાન્ય ઝડપે ધબકી રહ્યુ હતુ . શુ તે કાવ્યા ને છેતરી રહ્યો હતો ? તે કાવ્યા ને પ્રેમ ના સ્વપ્નો મા રાચતી તેની નજર સમક્ષ કલ્પી રહ્યો . હર હંમેશ તેના પ્રતીસાદ માટે તત્પર રહેતી એ કોડ ભરી કન્યા તેને પામવા કેટલી તલસી રહી હશે . અને તે હજુ તેને ચાહવા નો માત્ર દેખાવ કરી રહ્યો હતો . કેટલી ખરાબ તેની મનોવૃતી હતી . તે કાવ્યા ને ચાહી શક્તો ના હતો તો શા માટે તે કાવ્યા ને દીવાસ્વપ્નો રચવા માટે પૃષ્ઠભુમી તૈયાર કરી રહ્યો . તેને સ્વયં પર લજ્જા ઉપજી . તેના માતા તેના માટે કેટલા ચિંતાતુર હતા અને જાણે તે બન્ને ની હાસી ઉડાવી રહ્યો હતો . તેણે નક્કી કર્યુ કે કાવ્યા નુ મીલન થતા જ તે તેને જણાવી દેશે કે તે કોઈ ને પ્રેમ આપવાને લાયક નથી . અને કાવ્યા જેવી કન્યા નો પ્રેમ તેના જેવા તુચ્છ પ્રાણી માટે ઘણુ વધારે છે . તે કાવ્યા માટે યોગ્ય નથી .

ઘર ના દરવાજા પાસે તેના ચરણો ચોંટ્યા . નહી હુ આવુ ના કહી શકુ ? આ સાંભળી ને કાવ્યા મને તરછોડી ને જતી રહેશે તો ? મારા માટે તેના વીના જીવવુ શક્ય નથી . તે નહી હોવાની કલ્પનામાત્ર થી તેના શરિર મા કંપારી છુટી . જો ખરેખર આવી સ્થિતી સર્જાય તો ? પરમાર્થ અને સ્વાર્થ ની લડાઈ મા હંમેશા સ્વાર્થ વીજયી બનતો હોય છે . મનુષ્ય ક્યારેય સ્વાર્થ ની આગળ પરમાર્થ ને લાવી શક્યો નથી . સૌમ્ય તો ઘાવ ની મુર્તી સમાન હતો તો . તો શા માટે તે નવા ઘાવ માટે તત્પર રહે . તે કાવ્યા ને સત્ય નહી જ જણાવે . અને એક નિઃસ્વાસ સાથે તેણે તેના ઘર નો દરવાજો ખોલ્યો .

તે ઘરની સ્થિતી એ તેને આશ્ચર્ય મા ગરકાવ થવા વીવશ બનાવ્યો . તેનુ ઘર નાના પ્રકાશપુંજો થી જબકી રહ્યુ હતુ . જાણે તે એક પગલુ માંડી ને સ્વર્ગ ના બગીચા મા આવ્યો હોય તેવુ તેને ભાસ્યુ . જાણે પ્રકાશનુ દરેક કીરણ અવનવા રંગો થી સજ્જ થઈ ને તેને માટે ઉત્સવ ઉજવી રહ્યુ હતુ . હજુ તેની નજરો આ સૌંદર્ય નીહાળી જ રહી હતી ત્યા તેની નજર ખુણા પર પડી જ્યા અંધકાર ધીરે ધીરે પ્રકાશ મા પરીવર્તીત થઈ રહ્યો હતો . ત્યા નજર પડતા ની સાથે જ તે થીજી ગયો . તેની જિહ્વા શાંત બની , તેનુ શરીર શાંત બન્યુ . અરે તેના વીચારો એ પણ તેનો સાથ છોડ્યો . હાલ માત્ર તેના ચક્ષુ ઓ તેની સાથે હતા . તે પલકો જબકાવવાનુ ભુલી ચુક્યો . તેની સામે સ્વર્ગ ના આ બગીચા નુ નીર્માણ કરનાર વિશ્વકર્મા જાણે મેનકા બની તેની સામે ઉપસ્થીત હતા .

સૌમ્ય સ્થળ કાળ અને અવધી નુ ભાન ભુલ્યો . તે ભુત્કાળ ભુલ્યો અને ભવિષ્ય નો પણ સાથ છોડ્યો . તે જાણે કુદરતે તેના માટે સર્જેલ આનંદ ને નીહાળી રહ્યો હતો . રસ તરબોળ આંખો સાથે તે તેની સામે ઉભેલી તેની સ્વપ્નસુંદરી ને જોઈ રહ્યો . ના આંખો એ આરામ ની આશા રાખી ના જિહ્વા એ બોલવાની અભિલાષા દર્શાવી . મગજે સર્વ ક્રિઆઓ બંધ કરી ને માત્ર આંખે થી આવી રહેલો રસાસ્વાદ માણવા મા જ સમય વીતાવ્યો . તેની સામે કાવ્યા ઉભી હતી . આ પહેલા સૌમ્ય એ કાવ્યા ના શરીર ને કદાચ આટલી માદક નયને નીહાળી ના હતી . કાવ્યા એ પણ સૌમ્ય ની નજર મા સમાયેલી વાસના ને નીહાળી હશે . પ્રથમ નજરે કદાચ જોનાર ને એવુ જ લાગી આવે કે સૌમ્ય કામુક્તા ના ઉન્માદ થી જ કાવ્યા તરફ નીરખી રહ્યો છે . પરંતુ કાવ્યા ની નજરે થોડી ક્ષણો મા જ પકડી પાડ્યુ કે તેમા સહેજ પણ વાસના નો ભેગ ના હતો . તે તો માત્ર એક નીષ્ણાંત નીરીક્ષક જેમ કોઈ અદ્ભુત ચીત્ર નુ અવલોકન કરતા સહેજ ક્ષણો ભાવવીભોર બની જાય તેવી સ્થીતી મા આવી ચુક્યો હતો . કાવ્યા ને જાણે તેની મહેનત સાર્થક થતી જણાઇ . તે પણ સૌમ્ય ના નીરીક્ષણ મા ભંગ પાડ્યા વીના વૈરાગી ને પણ ક્ષણભર માટે આવેગો લાવવા ઇચ્છૂક બનાવે તેવી અદા થી કાવ્યા તેના શરીર નુ પ્રદર્શન કરતી ઉભી  રહી .

સૌમ્ય ની આંખો તેની સામે ઉભેલી શિલ્પાકૃતી ની પ્રત્યેક અંગ ભંગના જોઈ ને જાણે નશા મા આવી રહી . ખુબ જ કળા થી બધી ઇન્દ્રીયો તેના સૌન્દર્ય પર દ્રષ્ટિપાત કરવા આતુર બની .  તેની નજર કાવ્યા ના ચહેરા પર સ્થીર બની , દુગ્ધ સમાન તેના ચહેરા પર નુ અનુપમ તેજ આજે તેની નજર મા આવ્યુ .  ચહેરા પરના પ્રત્યેક અવયવો જાણે કોઈ આભુષણ ની માફક તેના ચહેરા ને અનોખી શોભા બક્ષતા હતા . તેની આંખો સૌમ્ય ને તેના તરફ , અંધકાર માહેથી ઉજાસ મહી ખેંચી રહી . ફુલ ની પાંદડી માહે દાબી રાખેલા રત્ન ની માફક કાવ્યા ની આંખો સૌમ્ય તરફ ઢળેલી હતી . તેના ઔષ્ઠ ઇન્દ્રધનુ ના રંગો ની માફક જાણે જીવંતતા થી જકડી રાખનાર સુકોમળ કેદ સમાન સૌમ્ય ને ભાસ્યા . તેનુ શરીર સૌષ્ઠવ અને તેમા રહેલ કમનીય કારીગરાઇ જોઈ ને સૌમ્ય ના મુખેથી શબ્દો સરી પડ્યા . હે કુદરત ! તે આ અપ્રતીમ સૌંદર્ય શા માટે બનાવ્યુ છે ?  તેને જોઈ ને કોઈ હૃદય તેને પામવા માટે ની ભાવના ના ઉત્કટ્ટ આવેગ થી સળગતુ રહે તે માટે . મને લાગે છે કે તારી પાસે હૃદય હશે નહી અન્યથા તારામા આ સુંદરતા ને સર્જી ને મનુષ્ય પર ત્રાસ ગુજારવાની ભાવના ઉત્પન્ન થઈ જ ન હોય . તુ એ ભાવ હૃદય મા અનુભવી શક્યો નહી માટે જ તે કાવ્યા ને પૃથ્વી પર મોકલવાની ભુલ કરી છે .

કાવ્યા તેના તરફ આગળ વધી . તેના દરેક પગલે જાણે સૌમ્ય નુ હૈયુ મો બહાર નીકળવા મથી રહ્યુ . કાવ્યા ને નજીક ઉભેલી જોઈ તેનુ મો ખુલ્લુ રહી ગયુ . તે એક શબ્દ ના બોલ્યો . કાવ્યા એ તેના મુખ ને તેના માખણ સમાન કોમળ હાથો મા લઈ ને કહ્યુ . ખરેખર કમાલ છે ? કુદરતે તમને આવુ અપ્રતીમ સૌંદર્ય બક્ષ્યુ છે . તે બદલ તેમનો આભાર માનવા ના બદલે તમે તેના પ્રત્યે જ નારાજગી વ્યક્ત કરો છો ? આ સુંદરતા તમને ભેટ મા મળી છે , તો તેને નીહાળો અને માણો ! તમારા જન્મદીવસે હુ મારાથી વધારે સુંદર ભેટ તમારા માટે શોધી શકી નહી ?

સૌમ્ય ને હવે યાદ આવ્યુ કે આજે તેનો જન્મદિવસ છે . માટે કાવ્યા એ આખો દીવસ મહેનત કરી ને તેને આ રીતે સરપ્રાઇઝ આપી છે . તે કાવ્યા ને ભેટી પડ્યો . તેના અવાજ મા પ્રેમ ભર્યો ગુસ્સો પ્રસર્યો તેના શબ્દો મા થોડી આજીજી અને થોડો ક્રોધ કાવ્યા સ્પષ્ટપણે જોઈ શકી .

હવે  પછી મારે કોઈ પ્રકાર ની સરપ્રાઇઝ જોઈતી નથી . હવે ક્યારેય મને જણાવ્યા વીના મારાથી દુર ના જતી . આજે પ્રથમ વાર મને અહેસાસ થયો કે તારા પ્રત્યે પ્રેમ ની લાગણી તો મારા હૃદય મા ક્યારની જન્મી ચુકી હતી , પરંતુ મારા હતોત્સાહી મગજે ક્યારેય એ લાગણી ને બહાર લાવવા ના દીધી . કાવ્યા હુ તને ખુબ જ ચાહુ છુ . ક્યારેય મને એકલી ના છોડતી

કાવ્યા ના આનંદ નો અતીરેક તેના ચહેરા અને હૈયા પુરતો સીમીત રહ્યો . તે ભાવવિભોર બની પણ કોઈ તેને નીહાળી ને કહી શકે નહી . તેણે તેના જીવન ની ચરમ સુખ ની પળો મેળવી હતી પણ કોઈ તેને નીહાળી જણાવી શકે નહી . કારણ કે હજી તે સૌમ્ય ના ઘાવો જાણવા ઇચ્છતી હતી . તે એ દૃઢપણે માનતી હતી કે જ્યા સુધી એ ઘાવો ને તે  સૌમ્ય થી દુર નહી કરે ત્યા સુધી તે ખરેખર સૌમ્ય ને પામી શકશે નહી .

માફ કરજો મારા કારણે તમે આટલી તકલીફ અનુભવી . તમે જીવન મા ક્યારેય એવુ ના વીચારતા કે હુ તમને એકલા છોડી ને જતી રહીશ . હુ પણ તમને ખુબ ચાહુ છુ હવે તો જીવન મા ક્યારેક તમે ઇચ્છો કે હવે તમને મારાથી છુટકારો મળે , તે છતા હુ તમને વળગી ને જ રહીશ . કાવ્યા ક્ષણભર માટે અટકી પણ તમે હજુ મને પોતાની સમજતા નથી . હુ તો તમારા પર ઓળઘોળ વિશ્વાસ કરુ છુ પણ તમને તો મારા પર તસુ ભાર પણ ભરોસો નથી . મારા પર થોડો વિશ્વાસ રાખો .

મને તમારા પર પુર્ણ વિશ્વાસ છે .

તો બસ મારે માત્ર એટલુ જ જાણવુ છે કે એ ક્યુ કારણ છે કે જેના થી તમે આટલા ચુપચાપ અને જીવન થી મુખ ફેરવનાર બન્યા ? એવુ તે શુ કારણ હશે કે જેથી તમે આટલો સમય મારાથી દુર રહી શક્યા . તમને ઋષિ સમાન કોણે બનાવ્યા ? મારે જાણવુ છે કે તમારા જીવન મા એવી શી ઘટમાળ બની કે તમે જીવન થી અલીપ્ત બની ગયા . જીવન ને છોડાવનાર કારણ કઈંક ભયંકર ચોક્કસ હશે . એ કારણ મારે જાણવુ છે .

શા માટે ? એ હુ ભુલી ચુક્યો છુ . એ ક્ષણો ભયંકર છે , ફરીવાર એજ ક્ષણો યાદ કરવા નો વીચાર પણ કંપારી લાવી દે છે . એ પળો ને શા માટે યાદ કરવી જેનાથી દુખ સીવાય બિજુ કઈ મળી શકે તેમ નથી સૌમ્ય નો હતોત્સાહ સ્પષ્ટ જોઈ શકાય તેમ હતો .

દુર ભાગવાથી કોઈ જાત નો ફરક પડતો નથી . તમે જેટલુ તેને દબાવી રાખશો તેટલુ જ તે તમારા આત્મા ને વિખોડશે . તમે આટલા સમય સુધી એ દાબી રાખ્યુ છે તો શુ તમે એ ભુલી ચુક્યા છો ? હજુ એ એક ખરાબ સ્વપ્ન ની માફક તમને હમેશા યાદ રહેવાનુ છે . તમારે તેની સામે લડવુ પડશે . તમારે તેનો સામનો કરવો પડશે . હુ તમારી સાથે રહી ને તમારા ભુતકાળ ને આપણા વર્તમાન અને ભવીષ્ય થી દુર કરવા ઇચ્છુ છુ . પણ જ્યા સુધી મને ખબર જ નહી હોય કે મારે લડવા નુ કોની જોડે છે ત્યા સુધી હુ કઈ રીતે વિજયી બની શકુ ? અને ફરીવાર એજ કહુ છુ કે હુ હંમેશા તમારી સાથે જ રહીશ . ભલે ને તમારો ભુતકાળ ફાવે તેટલો ખરાબ નીકળે . મારા પર વિશ્વાસ રાખો . કાવ્યા ના શબ્દો મા રહેલી લાગણી ના પ્રવાહે કદાચ સૌમ્ય ભિંજાયો હશે .

તે બિલકુલ સત્ય કહ્યુ , હુ પણ તે જાણુ છુ  . આટલા સમય સુધી હુ તેનાથી દુર ભાગતો રહ્યો તેમ તે વધુ ને વધુ નજીક રહ્યુ . છતા તે વાગોળતા થનાર પીડાના કારણે હુ તે વાગોળતો જ નથી , હવે તારા જેવી સંગાથી કુદરતે બક્ષી છે તો મારા દરેક પહેલુ ને જાણવા નો તને અધીકાર છે . જે યાદો મે મગજ મા દાબી રાખી છે તે મારા હૃદય ને કોરી ખાય છે . મારે તેની સામે લડવુ જ રહ્યુ . સંઘર્ષ મા તુ સાથે જ છે તો હુ ચોક્કસ તેને પાછળ છોડી શકીશ . મારે એ દરેક યાદ ને દુર કરવી છે જે તને મળ્યા પહેલાની છે .

કાવ્યા એ સૌમ્ય ને ખુરશી બેસવા માટે આપી અને તે પણ તેની બાજુ મા જ બેસી . જાણે સમય ના ગર્ભ મા દટાઈ ચુકેલ રત્ન બહાર લાવવા હાથ લંબાવી એ તેવી ગહન સહાનુભુતી થી તેણે સૌમ્ય નો હાથ દાબ્યો . સૌમ્ય જાણે કોઈ યંત્ર મા ચાવી પુરાઈ હોય તેમ શક્તીસંચાર થતા કથા આરંભ કરવા તૈયાર બન્યો .

હુ એક સરળ મધ્યમ વર્ગીય પરીવાર મા જન્મ્યો હતો . મારા માતા પીતા સુરત મા રહેતા . તેઓ કાપડ ની એક કંપની મા અકાઉંટંટ હતા .  તેઓ એ પ્રેમ વિવાહ કરેલા . અને બધા નો વીરોધ હોવાથી અમારા જીવન મા પરીવાર નામે અમે ત્રણ જ હતા . પણ કોઈએ કહ્યુ છે કે જ્યા પ્રેમ છે ત્યા બીજા કશા ની જરુર હોતી નથી . હુ તેમનુ એક માત્ર સંતાન છુ . મારો પરીવાર નાના અને સુખી પરીવાર નુ ઉત્તમ ઉદાહરણ હતુ . તેમના માટે પ્રીયપાત્ર હુ એક જ હતો અને મારા માટે તેઓ . હુ તેમના દરેક કાર્ય નો પ્રથમ ઉદ્દેશ હતો . મારુ બાળપણ સામાન્ય બાળક ની જેમ જ વીત્યુ હતુ . પણ પ્રેમ કદાચ મે વધારે મેળવ્યો હશે . મારા પીતા નુ સ્વપ્ન હતુ કે હુ એમ.બી.એ. કરી ને કોઈ સારી પોસ્ટ સાથે સંકળાવ . તેમનુ સ્વપ્ન પુરુ કરવા મે ઘણી મહેનત કરી . તેમનુ સ્વપ્ન પુર્ણ કરવુ એજ મારુ લક્ષ્ય હતુ .

મહેનત નુ પરીણામ મોટે ભાગે સુખદ જ હોય છે . મે ભુજ ની એક એમ.બી.એ. કોલેજ મા એડમીશન મેળવ્યુ . ભુજ જવુ મારા માટે ઘણુ કપરુ હતુ . મારા માતા ને છોડી ને જવા નો કદાચ આ પહેલો પ્રસંગ હતો . બધા બાળકો રજાઓ માણવા માટે મામા ના ઘરે કે કાકા ના ઘરે જતા હોય છે મારા જીવન મા એ લાહવો મે  ક્યારેય ભોગવ્યો નથી . મારા માતા પીતા એ પ્રેમ લગ્ન કર્યા હતા . એટલે બન્ને માંથી કોઈ ના પરીવાર સાથે તેમને સંબંધ રહ્યા નહી . અને વળી મારા પીતા નો મગજ એટલો જીદ્દી છે કે એક વાર તેમણે નક્કી કર્યુ એટલે તેમાથી તેઓ ક્યારેય ચળતા નથી . ક્યારેક તેમનો આ સ્વભાવ ઘણો વિચિત્ર ભાસતો પણ મનુષ્ય ના સ્વભાવ મા તો પરીવર્તન લાવી શકાય નહી . હુ તેમના થી દુર જઈ રહ્યો હતો તેનાથી મારા થી વધારે તેઓ બન્ને દુખી હતા પરંતુ ઉજ્જવળ ભવિષ્ય ની આશા સામે રહેલી હોવાથી તેમણે પણ મને હસતા મુખે વીદાય કર્યો .

ભુજ તરફ રવાના થતી વેળા એ મન મા દ્વીધા ઉત્પન્ન થયેલી કે ત્યા એકલા રહેવા ની સ્થીતી ને કારણે મુંજાવુ કે આનંદીત થવુ . એક તરફ માતા પીતા થી દુર થવાનુ દુખ હતુ તો બીજી તરફ જીવન મા ક્યારેય નહી થયેલો સ્વતંત્રતા નો અનુભવ . સ્વતંત્રતા ની કીમત ઘણી મોટી હોય છે પણ તેના થી મળતો આનંદ તેનાથી એ વધુ મોટો હોય છે ટુંકમા એ નફા નો વ્યવ્હાર છે . હવે માતા પીતા ની કોઈ પણ પ્રકાર ની રોકટોક થી દુર માત્ર મન નુ ધાર્યુ કરવાની ભાવના સાથે રસ્તા નુ સૌંદર્ય નીહાળતો હુ ભુજ પહોંચ્યો . અહી મારે એક જ ધ્યાન રાખવાનુ હતુ કે મારી હાલની સ્થીતી દબાયેલી સ્પ્રીંગ જેવી હતી જો તેમા થોડી પણ વધુ બાંધછોડ કરી તો એ સ્પ્રીંગ એવી ઉછળશે કે પછી હાથમા જ નહી આવે . આ એ શહેર હતુ જ્યા મે જીવન ના ખુબ અગત્યના વર્ષો વીતાવેલા .

ભુજ ની ધરતી પર ઉત્સાહ થી ડગલા માંડતો હુ મારી કોલેજ તરફ નીકળ્યો . કચ્છ નુ નામ સાંભળતા જ રણનુ ચીત્ર મનમા અંકીત થાય છે પરંતુ  કોલેજ પહોંચતા જ મન ને શાંતી અર્પે તેવુ વાતાવરણ જોઈ ને આગામી બે વર્ષ ની ચિંતા ત્યજી દીધી . તે ઇમારતો ના અલગ અલગ વીભાગ થી બનેલુ એક સુંદર નાના કસબા નો અનુભવ કરાવતુ સ્થળ હતુ . જાણે કોઈ વન મા થોડે થોડે અંતરે મકાનો ઉભા કર્યા હોય . ત્યા કદાચ છાત્રો થી વધુ વૃક્ષો ની સંખ્યા હશે . મોટા ભાગના મકાનો જાણે વૃક્ષો ની આડશ લઈ ને તેમા લપાઇ ને બેસી રહ્ય હતા  ,  કે પછી વૃક્ષો તેમની વિશાળતા નુ પ્રદર્શન કરવા માટે મકાનો ને ઢાંકી ને ઉભા રહ્યા હતા . ત્યા એક અજબ પ્રકાર ની શાતા અર્પે તેવી શાંતી પ્રસરેલી હતી . તે દીવસે માત્ર રજીસ્ટ્રેશન કરવાનુ હતુ . મારે હોસ્ટેલ મા રહેવા નુ હોવાથી હુ બધુ લખાવી ને ત્યા બેસી રહ્યો ત્યાના નયનરમ્ય વાતાવરણ ને માણતા ક્યા સમય વીત્યો તેનો ખ્યાલ પણ ના આવ્યો . હુ એ ક્ષણે માત્ર સૌંદર્ય નો સાક્ષી બનવા ની ઇચ્છા ધરાવતો હતો . યૌવન મા આવુ રમણીય વાતાવરણ માણવા નો આનંદ અનેક ગણો હોય છે . ત્યારે દૃષ્ટી માત્ર સૌંદર્ય ને નીહાળે છે . તેનુ ક્ષણે ક્ષણે નીરીક્ષણ કરી આત્મસાત કરવાની ભાવના પ્રબળ હોય છે . સમય વીતવાની સાથે એ ભાવના પણ જતી રહે છે . માણસ કુદરત ના ખોળે રહેલી અદમ્ય લાગણી ને પારખવાનુ ભુલ્યો છે . ઇશ્વરે મને એ જ એક વરદાન આપ્યુ હતુ કે કોઈ પણ સુંદર કુદરતી આકર્ષણ ને જોઈ ને તેની અદ્ભુતતા પારખવી . એ સુરમ્ય વાતાવરણ ને માણવા ની ક્ષમતા બહુ ઓછા લોકો મા હોય છે . આ સુરમ્ય વાતાવરણ નો આનંદ માણી મે હોસ્ટેલ તરફ પ્રયાણ કર્યુ . ત્યાંથી મારી ખરી કથા ની શરુઆત થઈ , એ કથા હુ તને એજ રીતે કહેવા માંગુ છુ કે તે સમયે મારા વીચારો શુ હતા ? હાલ હુ જે વીચારુ તે પરંતુ તે સમયે મે શુ વીચાર્યુ હતુ તે ખુબ જ અગત્યનુ છે .


 ઘાવ ગણતા ગણતા જ મે અડધી જીન્દગી વિતાવી દીધી .
              તેને દુર કરવા તે તારી બધી લાગણી દબાવી દીધી .

કૃપા છે એ ઇશ્વર તણી મારા પર કે છે પુર્વ કાર્યો નુ ફળ                 કે તારા સમી મોહીની મુજ જીવન મા આણી દીધી .