એકરાર - પ્રકરણ ૧

                       “ હવે તો કહિ જ દેવુ છે , ચાહે તે હા કહે કે ના  . શું એ ના કહેશે ? “ કાવ્યાએ અરિસામાં પોતાનું પ્રતિબિંબ નિહાળ્યુ અને તેના રુપ ના અભિમાન થી તેની વિચારતન્દ્રા ફરી શરુ થઈ . ” ના અને મને ! અશક્ય ! મારા જેવી સુંદર કન્યા ને કોઇ કઇ રિતે ના કહી શકે ? મારા પર નજર પડતાની સાથેજ ઘાયલ થતા ઘણા યુવકો મે નિહાળ્યા છે . તો આની શું હેશિયત છે કે સ્વર્ગસુંદરી સમી મને જોઇને પાગલ ના બને ? છતા હજુ સુધી તેણે મારી સામે કોઇ પણ પ્રકાર ની ઇષ્ણા શા માટે ના દર્શાવી ? તે કઈ માટી નો બન્યો છે ? તેની જાત ને તે શું સમજે છે ? હુ તેની સામે હોવા છતા તેની નજર મા મારી ઘેલછા શા માટે જન્મતી નથી ? છેલ્લા દોઢેક વર્ષ થી મારી સામેના જ ફ્લેટ મા રહે છે . દરરોજ મુલાકાત થાય છે , અને માત્ર સ્મીત સાથેના સુપ્રભાત થી વાર્તાલાપ નો અંત આવે છે . અને વધારામાં તેનુ સ્મિત પણ હૃદય ને ચીડવે તેવુ જાણે મહાપ્રયત્ન એ આવ્યુ હોય તેવુ જણાય છે . તેના સામે આવવા માત્ર થી મારા રોમેરોમ મા આગ સળગવા લાગે છે . પ્રેમ માં તડપાવવુ એ સ્ત્રીઓ નો જન્મસિદ્ધ અધીકાર છે . તો પછી એ તડપ મને શા માટે દઝાડી રહી છે ? શા માટે મને પામવાની તૃષ્ણા તેના હૃદય ને તડપાવતી નથી . “

વિચારોમા ખોવાયેલી કાવ્યા ઉઠી ને તેની પથારી પર સુતા જ  વીચારો એ તેને વ્યગ્ર બનાવી , “ શું તે બીજા કોઇ ને ચાહતો હશે ? “ કાવ્યા ના મુખ પર નુ તેજ ધીમે ધીમે હણાવા લાગ્યુ , છતા તેનુ હૃદય પિછેહઠ કરવા તૈયાર ના હતુ . “  ના , મે ક્યારેય તેને કોઇની સાથે જોયો નથી . ક્યારેય કોઇ ની સાથે વાત કરતા સાંભળ્યો નથી . એ શક્ય નથી અન્યથા તે સામે જ દેખાઈ આવે . તો પછી બિજુ શું કારણ હોઇ શકે ? તે કેમ મારી લાગણી ના ઘમાસાણ ને સમજતો નથી ? કદાચ ઘવાણો હશે ? હા એ શક્યતા નકારી શકાય નહી . કોઇપણ ઘાવ વીના માણસ આટલો અતડો ના બને , નક્કી કોઇ એ તેનુ હૃદય ચીર્યુ હશે  . તેની આખો જાણે રાત નાં ઉજાગરા કરી ને થાકી હોય તેવી જ લાગે છે . એવુ તે શો બનાવ બન્યો હશે ? તેને શાંનુ દર્દ હશે ? “

કાવ્યા નાં હૃદયે કાવ્યા પર તિરસ્કાર વરસાવ્યો . “ એક તરફ તેને પ્રેમ કરવાનો દાવો કરે છે અને બિજી તરફ તેને શું પીડા છે તે જાણવા ની પણ તને ફુરસદ નથી . આ છે તારો પ્રેમ ? “ 

કાવ્યા એ પોતાનો બચાવ કર્યો .” મને કઈ રીતે ખ્યાલ આવે કે તેનુ હૃદય તેને હેરાન કરી રહ્યુ છે ? હુ કઈ મહર્શી ભૃગુ તો નથી કે તેના અંતર નુ નિરિક્ષણ કરી શકુ ? તેણે મને જણાવવુ તો જોઇએ ? ત્યારબાદ તેની દરેક સમસ્યા નુ સમાધાન કરવાની જવાબદારી મારી ! “

         “ કેમ ? શા માટે તે તારી સામે તેનુ હૃદય ખોલે ? તુ કઇ તેની મિત્ર છે ? તુ શુ  તેની પ્રિયતમા છે ? “ કાવ્યા નુ હૃદય બંડ પોકારી રહ્યુ હતુ .

         તેણે આનંદના આવેગ મા  ઉત્તર આપ્યો “ હા હુ તેની પ્રીયતમા છુ ! “ પરંતુ વળી સામે પ્રશ્ન ઉદ્ભવ્યો “ એવુ કદાચ હુ માની રહી છુ , પણ તે માનશે ? તે મને તેની પ્રીયતમા તરીકે સ્વિકારશે ? “

          “ હા ! તેણે સ્વીકારવું જ પડશે . કોઇ પણ ભોગે હુ તેને મનાવી ને જ રહીશ કે મારાથી જ તેની યાત્રા નો પ્રારંભ થવાનો છે અને મારી સંગાથે જ તેની યાત્રા નો અંત થશે .તેણે મારો પ્રેમ સ્વિકારવો જ પડશે . તે જાણશે કે મારી નસેનસ મા વહેતા રક્ત ના ટીપેટીપે એક જ નામ છે , સૌમ્ય ! મારા અસ્તીત્વ ના ખુણે ખુણે સમાયો છે , માત્ર સૌમ્ય ! મારી પલકો બંધ થાય છે સૌમ્ય ને જોવા અને ઉઘડે છે સૌમ્ય ને જોવા . મારી લાગણી ના ઘોડાપુર માં હું તેને તાણી જઇશ . મારા અસ્તીત્વ મા તેનું જ પ્રતીબિંબ નિહાળી તે જરુર મારો બનશે .  “ તેની આંખો ઘેરાવા લાગી . નિંદ્રાધીન બન્યા છતા સૌમ્ય તેનાથી છુટતો ના હતો . સ્વપ્નો મા પણ માત્ર શબ્દો જ તરી રહ્યા હતા “ સૌમ્ય તુ મારો છે , માત્ર મારો જ છે . “

        કાવ્યા અમદાવાદ શહેર ના પ્રતિષ્ઠીત વિસ્તાર ના એક અપાર્ટમેંટ માં તેના પરીવાર સાથે રહેતી હતી . તેના ફ્લેટ ની સામેના જ ફ્લેટ માં સૌમ્ય દોઢેક વર્ષ પહેલા રહેવા આવ્યો હતો . કાવ્યા ને હંમેશા એમ થતુ કે આ માણસ કેમ આટલુ ઓછુ બોલે છે . ધીરે ધીરે કાવ્યા ને સૌમ્ય પ્રત્યે ખેંચાણ થવા લાગ્યુ . શરુઆત મા ઓફિસે જતા બન્ને ક્યારેક સાથે થઇ જતા . પરંતુ થોડા સમય બાદ કાવ્યા સૌમ્ય ના ઓફિસે જવા સમયે જ બહાર નિકળતી . બન્ને નો દરવાજો એકિ સાથે જ ખુલતો અને બન્ને ના મુખ પર સ્મીત સાથેના સુપ્રભાત સિવાય નો કોઇ પણ પ્રકાર નો વાર્તાલાપ થતો નહી . લિફ્ટ મા સાથે જ બન્ને નિચે સુધી આવતા પણ કોઇના મુખ માથી શબ્દો સરતા નહી . આ જોઇ ને કાવ્યા ને ઘણો ગુસ્સો આવતો , પરંતુ જેમ ગુસ્સો વધતો તેમ સૌમ્ય ને પામવાની આકાંક્ષા વધતી હતી.

        સવારમા કાવ્યા એ ઉંઘ છોડી ત્યારે તેના ચહેરા પર એક અજાણ્યુ સ્મીત હતુ . તેણે ઝડપથી તેની દૈનિક ક્રિયાઓ પતાવી તૈયાર થઈ . તેણે ચા-નાસ્તો પણ ખુબ ઉતાવળે પતાવ્યો અને સિધી જ અરિસા સામુ જોઈ ને ઉભી રહી ગઈ . તે સુંદર હતી પણ આજે તેને વધારે સુંદર દેખાવુ હતુ . આજે તેને અપ્સરા સમુ ભાસવુ હતુ . તેણે માત્ર તેના દેહલાલીત્ય થી જ સૌમ્ય ના હૃદય મા સ્થાન પામવુ હતુ . તેના મન મા કોઇ શંકા રહી ના હતી . રુપગર્વીતા સમી તે ઋષિ નુ તપોભંગ કરવા ના આશય થી બહાર આવી . બહાર આવતા જ તેની સામે સૌમ્ય હતો . તેના ચહેરા પર હંમેશ નુ સ્મીત હતુ . તેને કાવ્યા મા કઈ પણ વિશેષ દેખાયુ નહી . કાવ્યા થોડી ઝંખવાણી પડી પણ એ નિહાળવાની આંખો પણ સૌમ્ય પાસે ના હતી . કાવ્યા એ મનમા ને મનમા સૌમ્ય ને ઘણુ કહી નાખ્યુ હશે પણ ફરી પાછી સ્વસ્થ બની ને તે સૌમ્ય સાથે એલિવેટર તરફ જવા લાગી . કાવ્યા ના આત્મવિશ્વાસ નો કચ્ચરઘાણ નિકળિ ગયો હતો . તેના અભીમાન નો એકેય અંશ જીવીત ન રહ્યો  . પરંતુ ઘાયલ સિંહણ ની તડપ થી તે અવસર માટે તૈયાર જ હતી . આજે પ્રથમ વાર તેને સૌમ્ય સાથે ના આ પ્રવાસ મા ગુંગણામણ થઈ રહી હતી . તે વધુ સમય માટે આ ગુંગણામણ સહન કરી શકે તેમ ના હતી . તે પોતાની જાત ને વધારે સમય રોકી શકી નહી . અને તેના મુખ માંથી શબ્દો સરી પડ્યા .

 

“ હુ તમને પ્રેમ કરુ છુ . “                                                                              સૌમ્ય હેબતાઇ ગયો . તેણે શબ્દો સાંભળ્યા પણ તે શબ્દો સમજી શક્યો નહી . એટલે ખરેખર તેણે જે સાંભળ્યુ તે સાચુ છે કે નહી તે જાણવા તેણે પુછ્યુ “ શુ ? “

“ હુ તમને ખુબ પ્રેમ કરુ છુ . “ કાવ્યા ના હૃદય ના ધબકારા એ સિમા વટાવી હતી . તેનુ હૃદય ક્યારે ફાટે તે પણ હવે કહેવુ અશક્ય હતુ .

“ પણ “ સૌમ્ય એ મુંજાતા હૈયે કહ્યુ .

” પણ શું ? હુ તમને પસંદ નથી ? શુ હુ સુંદર નથી ? શુ હુ તમારે લાયક નથી ? “ કાવ્યા એ તેના હૃદય ના પેટાળ મા પડેલા પ્રશ્નો એક પછી એક બહાર લાવ્યા . તેનુ હૃદય ભાંગવા ની અણી પર હતુ . તે મરણીયા પ્રયાસ કરવા સજ્જ હતી . સૌમ્ય ના ઉત્તરથી તેનુ અને સૌમ્ય નુ ભાવી નક્કી થાય તેમ હતુ . એટલે તે ઉત્તર ની પ્રતીક્ષા કરતી ઉભી રહી .

        બીજી તરફ સૌમ્ય હજુ એક પ્રહાર માંથી બહાર આવ્યો નહી ત્યા બિજો પ્રહાર આવી પડ્યો . તેને શુ બોલવુ તે સમજાતુ ન હતુ . આવી રીતે કોઇ તેની સાથે વાત કરી રહ્યુ છે એવુ માનવા તૈયાર ના હતો . તેનુ મગજ તકલિફ અનુભવી રહ્યુ હતુ . તે મુંજાઇ રહ્યો હતો , જાણે તેના ગઢ ને શત્રુ સેના એ ઘેરો નાખ્યો હોય તેવી સ્થીતી ઉત્પન્ન થઈ હતી . તે આ બેબાક બાળા ના વર્તન થી શરમાઇ રહ્યો હતો ? કે પછી પ્રેમ મા પડવાની ભુલ થી ભાગી રહ્યો હતો ? શુ તે સંપુર્ણ ભાન મા જ  હતો કે કઇંક સ્વપ્ન નીહાળી રહ્યો હતો ? તે કઈ નક્કી કરી શક્યો નહી . પણ કદાચ તે ભાગી રહ્યો હતો . તે આટલા સમય થી કન્યાઓ થી ભાગી રહ્યો હતો . તે કોઈ પ્રત્યે લાગણી દર્શાવવા ની ઇચ્છા રાખતો નહી . તે બધા થી દુર રહેવા નો પ્રયેત્ન કરતો . અને તેના આ શાંત જીવન મા હવે કાવ્યા નવુ તોફાન લાવી રહી હતી . તે દુર જવા માગતો હતો પણ તે એવુ કરી શકવા સમર્થ ન હતો . કાવ્યા એ તેને નિઃશસ્ત્ર બનાવી દીધો હતો .

“ ના એવુ નથી પણ તમને આજે અચાનક શુ થઈ ગયુ છે ? “

” અચાનક નહી સૌમ્ય ઘણા સમય થી આ બધી લાગણી ઓ મારા હૃદય મા ઘુંટાઇ રહી છે પરંતુ હુ તે લાગણી ઓ ને તમારી સામે પ્રદર્શીત કરી શકી નહી . પણ હવે હદ થઇ ચુકી છે . હવે હુ રાહ જોઈ શકુ તેમ નથી . આટલો સમય પ્રતિક્ષા કરી કે તમે કઈંક આગળ વધવા પ્રયાસ કરશો પરંતુ એવુ કઈ બન્યુ નહી એટલે હવે મારી પાસે જ આગળ વધવા સીવાય અન્ય કોઈ વીકલ્પ રહ્યો નહી . “ એલીવેટર નીચે ના ફ્લોર પર આવ્યુ . કાવ્યા એ તરત જ ફરી એલીવેટર ઉપર તરફ લઈ જવાનુ બટન દબાવી દીધુ .

        સૌમ્ય તેની સામે આશ્ચર્ય ની નજરે જોઈ રહ્યો . તેના મુખે થી અજાણતા જ શબ્દો સરીપડ્યા .

” આ તમે શુ કરી રહ્યા છો ? “

” સમય , મારે તમારી સાથે થોડો સમય જોઈએ છે . આ મારા માટે જીવન મરણ નો પ્રશ્ન છે . હુ તમને ખુબ ચાહુ છુ . શુ તમારા મન મા મારા માટે કોઈ પણ પ્રકાર ની લાગણી છે ?

” હાલ તમે ભાન મા નથી . શુ બોલી રહ્યા છો તે જાણો છો ? “

” હુ પુરેપુરી ભાન મા છુ . તમારા જવાબ ની રાહ જોઈ રહી છુ ? “

” પણ “ સૌમ્ય ના શબ્દો ને વચ્ચે થી જ અટકાવતા કાવ્યા બોલી પડી . તે બેબાકળી બની ને બોલી પડી .

” શુ હુ તમને પસંદ નથી ? શુ હુ સુંદર નથી ? “

        સૌમ્ય હવે પાગલ થવા આવ્યો “ ના એવુ નથી પણ તમે મારી વાત તો સાંભળો “ તે વધુ બોલવા માગતો હતો પણ બોલી શક્યો નહી .

        કાવ્યા એ તેનામા હતુ તેટલુ બળ વાપરી ને કહ્યુ , “ મારે બીજુ કઈ સાંભળવુ નથી , માત્ર એટલુ જ જણાવો કે હુ તમને સારી લાગુ છુ કે નહી ? “

        “ હા , તમે ખુબ સારા વ્યક્તિ છો . અને સુંદર છો . તમારા પ્રત્યે મને લાગણી છે પરંતુ પ્રેમ નહી “

        સૌમ્ય ના ઉત્તર થી આનંદીત થવુ કે મુંજાવુ તે કાવ્યા નક્કી કરી શકી નહી . છતા તેણે હિમ્મત કરી ને પુછી નાખ્યુ .  ,” તો શુ તમે કોઇ બીજા ને પ્રેમ કરો છો ? “

        સૌમ્ય ને હવે આ કન્યા પ્રત્યે ચીડ ચડી રહી હતી . “ તમને મારા અંગત જીવન મા માથુ મારવાનો કોઈ અધીકાર નથી . અને બીજુ કે મારા જીવન મા કોઈ ના હોય તેનો અર્થ એ નથી કે તમને મારા જીવન મા પ્રવેશવા નો હક મળી જાય “

        કાવ્યા એ રાહત નો શ્વાસ લીધો અને એલીવેટર ને ફરી નીચે લાવવાનુ બટન દાબ્યુ  . “ હુ ક્યા કહુ છુ કે તમે મને પ્રેમ કરો ? હુ તો બસ મારો તમારા પ્રત્યે નો પ્રેમ વ્યક્ત કરી રહી છુ . મારે તમારી જોડે સમય વ્યતીત કરવો છે . તમારી સાથે મારા જીવન ની થોડી પળો વીતાવવી છે . હુ તમારી પાસે ક્યા વધારે કઈ માંગુ છુ , મારે બસ તમારી નવરાશ ની ચાર પાંચ પળ જોઈએ છે . જો આ પળો મા હુ તમારા હૃદય મા મારા પ્રેમ નુ બીજ અંકુરીત કરી શકી તો એ મારા જીવન ની વધુ આનંદદાયી પળ હશે અને જો એવુ ના બન્યુ તો તમારી સાથે વીતાવેલો સમયગાળો મને જીવવા માટે ની પ્રેરણા આપતો રહેશે . શુ તમે એક કોડભરી કન્યા ને આટલી પણ મદદ નહી કરો  . “

        સૌમ્ય કાવ્યા ની વાત થી પ્રભાવીત થયો . તે જાણતો હતો કે તેના હૃદય મા લાગણી જન્મવી શક્ય નથી . તે સીધુ જ કાવ્યા ના મુખ પર આવુ કહી શક્યો નહી . કદાચ તે આહત થયેલા હૃદય ની પીડા જાણતો હશે . માટે તેણે કાવ્યા ની ઇચ્છા પુર્ણ કરવાનો વીચાર કર્યો .

        “ તમારા માટે મારી પાસે હંમેશા સમય હશે . જ્યારે તમને ઇચ્છા થઈ આવે ત્યારે મારી પાસે આવજો . જુઓ મને તમારા પ્રત્યે લાગણી જન્મશે તો હુ ચોક્કસ તમને જાણ કરીશ પરંતુ મારા પર કોઈ જાત નુ દબાણ કરવા પ્રયાસ કરતા નહી કે પછી મારા પર તમારી કોઈ ઇચ્છા થોપવા પ્રયાસ કરતા નહી .”

        “ ધન્યવાદ , તમને મારા તરફ થી કોઈ પણ પ્રકારની તકલીફ થશે નહી ? “

        એલીવેટર નીચે આવતા કાવ્યા બહાર નીકળી . તેના ચહેરા પર નિર્દોષ બાળક ને મનગમતી વસ્તુ મળ્યા નો આનંદ ઉભરી આવે તેવી ઉત્કૃષ્ટ આનંદ ની લહેરો સ્પષ્ટ તરી રહી  . તે બહાર આવતા જાણે તેનુ હૃદય નાચી રહ્યુ . તે સ્વર્ગ ની પગદંડી પર ફરી રહી હતી . તેની ચોતરફ જાણે ફુલની ફોરમ  ના અસંખ્ય પ્રવાહો મહેકી રહ્યા હતા . જાણે તેના હસ્ત નુ સ્થાન પાંખો એ લઈ ને તેને હવા મા ઉડવાની ઘેલછા જન્માવી હતી . કુદરત તેની ભાવનાઓ ને સમજી ને જાણે ગહન શાંતી તેને આપી રહ્યા . તે જાણે વાદળો ના રથ પર સવાર થઈ ને સૌમ્ય ને મેળવવાના પથ પર નીકળી ચુકી હતી .

 

        બીજી તરફ જાણે જંજાવાત ના ચાલ્યા ગયા પછી સમુદ્ર જેમ શાંત થવા પ્રયાસ આદરે  તેમ કાવ્યા નામના જંજાવાતી વાવાઝોડા થી વલોવાતો સૌમ્ય શાંત થવાનો પ્રયાસ કરી રહ્યો હતો . સમુદ્ર શાંત થયા છતા મોજા શરુ રહે છે તેમ શાંત થવા ના પ્રયાસ છતા હજુ તેના હૃદય મા ઉચાળા શરુ હતા . તે એકીટશે કાવ્યા ને જતી જોઈ રહ્યો . તે ના હાલ્યો કે ચાલ્યો . ભવિષ્ય ના ગર્ભ મા સમાયેલી ઘટના ઓ ને જાણે સામે જ જોઈ રહ્યો હોઈ તેમ સ્વપ્નદૃષ્ટા ની માફક તે વીચાર કરતો ઉભો રહી ગયો . તે બસ દીગ્મુઢ બની તે આ કન્યા વિશે કઈક અભીપ્રાય બાંધવા પ્રયાસ કરી રહ્યો પરંતુ તે કોઈ પણ પ્રકાર નો અભીપ્રાય બાંધી શક્યો નહી . જ્યારે એલીવેટર નો દરવાજો બંધ થયો ત્યારે કાવ્યા પરથી નજર હટતા પરિસ્થિતી નો ખ્યાલ આવ્યો . અને તે બધુ ખખેરી ને ઓફીસ જવા નિકળ્યો . ફરી પાછુ એજ કુત્રીમ સ્મીત તેના ચહેરા પર આવ્યુ .

               

 

                 પ્રેમ પામવાનુ વિચારી નીચવી નાખી મુજ જાત ,

                એક પગલુ માંડ્યુ ને થઈ મારા પ્રેમ ની શરુઆત .      

 

 

***

Rate & Review

Vaishali Dave 1 month ago

Vidhi ND. 1 month ago

Sandip 2 months ago

Hemali Mody Desai 2 months ago