indian lovestory books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની પરિભાષા - ૭. ડી નુ પદાર્પણ


કાવ્યા સૌમ્ય ને થોડો સમજવા લાગી હતી . જેમ જેમ તે આગળ વધતો તેમ સૌમ્ય ના સ્વભાવ નુ ચીત્ર તેની સામે પ્રગટ થઈ રહ્યુ હતુ . હાલ જે તે દેખાઈ  રહ્યો છે તે તો માત્ર ચહેરા પર તેણે આવરી લીધેલુ આવરણ છે . તેણે આ આવરણ હટાવી ને સૌમ્ય ની મુળ પ્રકૃતી ને પાછી તેના મા રોપવાની હતી . તેને લાગ્યુ કે સૌમ્ય ભલે દરેક પ્રશ્નો ના ઉત્તર આપે પણ દરેક ઉત્તર આપવા તેના માટે સહેલા નથી . તે બધા ઉત્તર આપવા મા સહેજ પણ ખચકાટ અનુભવે તે કાવ્યા માટે તેની સૌથી મોટી હાર હતી તેણે કોઈપણ ભોગે સૌમ્ય ને તેના પર સંપુર્ણ વીશ્વાસ મુકતો કરવાનો હતો .

“ ભાર , સમય નો ભાર આત્મા ને ભાંગવાનુ કામ કરે છે , જુની પુરાણી પેટી માથી ફાટેલા કપડા કાઢી ને હસતા માણસ ને એ સમય નુ ભારણ નહી સમજય . મારી જેવો કોઈક જ હષે જે એ પેટી ને આટલા સમય સુધી તાળુ વાસી ને બેસી રહે . કોઈ એ કહ્યુ છે ભારણ ને સાથે લઈ ને ફરીએ ત્યા સુધી તેનુ ભારણ રહેવાનુ જ છે પણ જ્યારે એ ભારણ ને બાજુ મા મુકી ને આગળ વધી એ ત્યારે જ એ હળવુ બને છે . એ ભારણ છોડવા માટે તારા જેવા કોઈ સમજુ સાથી ની જરુર પડે છે , માટે ઇશ્વર નો આભાર માનીશ કે તેણે તને મારા જીવન મા મોકલી . બસ એકવાર તુ મારા વિશે બધુ જાણી લે અને પછી તારી મારી સાથે રહેવાની ઇચ્છા હશે તો હુ પુરૂ જીવન તારા બાહુપાશ મા વીતાવવા માગીશ “

“ આભાર ઇશ્વર નો નહી પરંતુ મારો માનો કારણ કે હુ તમારા જીવન મા વાવાઝોડા ની જેમ આવી અને હવે ઇશ્વર પણ મને તમારા થી દુર નહી કરી શકે . હવે ભલે તમે કોથળા માથી ચાહે તેવુ બીલાડુ કાઢો હુ તમને મેળવીને  રહીશ “ કાવ્યા ઉચ્ચારણ સાથે જ સૌમ્ય ની સમીપ પહોંચી ચુકી હતી , તેણે સૌમ્ય નુ મુખ તેના કોમલ હાથો મા લઈ ને તેના તરફ જુકી , તેણે સૌમ્ય ના અધરો ને પોતાના અધરો વચ્ચે ઝકડી લીધા . અધરો એકબીજા થી દબાઇ ને પીસાઇ રહ્યા હતા . કોમળતા એ રુક્ષતા ને પોતાની અંદર દબાવી ને ઝકડી રાખી , બન્ને અધરો અકળામણ મા પણ આનંદ મેળવી રહ્યા હતા . પરંતુ આ આનંદ ની ક્ષણો ને વધારે લાંબો સમય ના રાખતા કાવ્યા એ તેના અધરો પાછા ખેંચી લીધા . હજી ભુખ સંતોષાઇ ન હતી , અને સૌમ્ય ના ઓષ્ટ તો હજુ વધારે આનંદ ની કલ્પના થી આલીંગન માટે તત્પર જ હતા . પણ હવે તે પણ તે થોડા સમય ની તૃપ્તી થી જ ખુશ હોય તેમ મુળ સ્થાને પરત ફર્યા . કાવ્યા સૌમ્ય ની બાજુ મા જ બેસી ગઈ અને તેની આંખો મા ઝાંખી રહી , તે સપષ્ટ જોઈ શકી કે તેણે દીવસો થી ભુખ્યા સામે છપ્પનભોગ પીરસ્યા છે . અને તે જાણતી હતી કે તેના આ પગલા થી સૌમ્ય નો ખચકાટ ઓછો થશે અને તેના પર વિશ્વાસ ની સ્થાપના થશે . ઘણો સમય બન્ને એકબીજા સામે તાકી રહ્યા , હજુ બન્ને થોડુ વધારે મેળવવાની આશા ધરાવતા હશે પણ એકબીજા સામે ટગર ટગર જોયા સીવાય તે બીજુ કશુ કરી શક્યા નહી .

“ હવે આગળ વધશો “ કાવ્યા એ સ્મીત સાથે કહ્યુ .

“ કઈ બાજુ ? “ સૌમ્ય ના હાસ્ય થી કાવ્યા પ્રથમ વાર પરીચીત થઈ હતી . એ મધુર ઘંટારવ નો અવાજ તેણે ક્યારેય સાંભળ્યો ન હતો . તે જોઈ ને તે પોતે હસવાનુ ચુકી ગઈ . તેણે સહેજ પણ વિક્ષેપ વીના સૌમ્ય ને હસવા દિધો અને તે સૌમ્ય ના હસતા ચહેરા ને નીહાળી રહી . સૌમ્ય અટક્યો ત્યારે કાવ્યા એ કહ્યુ “ મારે તો ઘણુ આગળ વધવુ છે પરંતુ મારો જીવ હજુ કથા મા છે ત્યા સુધી અન્ય ઉત્સવો ને ના માણતા તમે આગળ ની કથા સંભળાવશો ? “ કાવ્યા એ સૌમ્ય ના હાસ્ય વિશે ચર્ચા કરવાનુ ટાળ્યુ હતુ . ચોક્કસ તેને સૌમ્ય નુ હાસ્ય રૂચ્યુ હતુ પરંતુ તે સૌમ્ય એ કઇંક અજુગતુ વર્તન કર્યુ છે એ યાદ આપી ને હવે પછી આવનાર હાસ્ય ને અટકાવવા માગતી ન હતી .

“ ચોક્કસ , સમય ખુબ ઝડપ થી પસાર થાય છે અને તેમાએ જો પળો આનંદ ની હોય તો તે ક્યારે  પસાર થઈ જાય છે તેનો ખ્યાલ પણ રહેતો નથી , મારો પણ પુજા ના આવવાથી દીવસો ક્ષણો ની માફક વહી રહ્યા હતા . એક વર્ષ પુર્ણ થવાની તૈયારી મા હતુ અને અમારી પરીક્ષા ઓ નજીક આવી રહી હતી . બાડો વાંચવા મા જ તલ્લીન રહેતો અને મને પણ રુદ્ર એ સમજાવી દીધો હતો કે પ્રેમ તો આજીવન તમારી સાથે રહેવાનો છે પણ જો પરિક્ષા મા સારો દેખાવ ના કર્યો તો પછી શુ કરીશ અને પુજા ને શુ ખવરાવીશ . હવે પૈસા વિના કશુ થતુ નથી . અને મને તેની સલાહ યોગ્ય લાગી હતી . અત્યારે પુજા ના શોખ પુરા કરવાના પૈસા રુદ્ર પાસેથી લેતો હતો પણ પછી શુ કરીશ ? એટલે આપણે પણ વાંચવામા લાગી ગયા . રુદ્ર ને એમ.બી.એ. ની કશી જરુર ન હતી પરંતુ તે માત્ર તેના શોખ તેની પાસે મહેનત કરાવતો , આમ તો અમે ચારેય ખુબ જ હોશીયાર હતા પણ ચિંતા ડી ની હતી . તેની ગંભીરતા ઓછી થયેલી હતી . તે દેખાવે મારા કરતા સારો હતો અને મને પુજા જેવી કન્યા મળી અને ભાઈ હજુ એકલા ફરતા હતા તે તેનુ ખુબ જ મોટુ ટેંશન હતુ .

તેનુ મન વાંચન મા રહ્યુ ન હતુ , તે કદાચ વાંચવા બેસે તો પણ દસ મીનીટ મા ઉભો થઈ ને કહેતો હવે મારે કોઈક કન્યા જોઈએ નહીતર તમારી આબરુ મારા હાથે લુંટાશે અને તમે લોકો કોઈ ને મો બતાવવા લાયક નહી રહો . તમારા જેવા મીત્રો ની મદદ ના મળે તો માણસ ને સમલૈંગીક બનતા કોઈ અટકાવી શક્તુ નથી આવુ આવુ કઈ કેટલુ એ બોલી ને પોતે તો ન વાંચતો અને  અમે વાંચતા તો અમને પણ હેરાન કરતો . તે ખુબ જ આતુર બન્યો હતો મારી સાથે અરીસા મા મો રાખી ને કહેતો કે જો તારા કરતા ગોરો છુ , શરીર શૌષ્ઠવ પણ તારી કરતા સારુ છે અને તારી પાસે પુજા છે અને હુ ખાલી પાકીટ ની જેમ કોરો ? તેને થોડુ સમજાવી ને વળી દસ મીનીટ વાંચવા બેસારતા ત્યા ભાઇ પાછા ઉભા થઈ જતા . મગજ નુ દહી કરવામા તેણે કશુ જ બાકી રાખ્યુ ન હતુ .

રુદ્ર તેને સમજાવતો દર દસ મીનીટે તે તેને સમજાવી ને બેસારતો અમે પણ તેને સમજાવતા પણ ખુબ વધી જાય ત્યારે એમ થતુ કે આ પોતે તો પરીક્ષા મા નબળો દેખાવ કરશે અને અમને પણ સારો દેખાવ નહી કરવા દે . રુદ્ર ના બાપા તો એને માટે સંપતી છોડી ગયા છે એટલે તે ચીડાય નહી તે વ્યાજબી છે પણ મારુ અને બાડા નુ શુ ? છેવટે મે અને બાડા એ ડી ને લોલીપોપ અપવાનુ નક્કી કર્યુ . અમે રુદ્ર ને કહ્યુ તો તેણે એમ કરવાની ના કહી . અમે તેના મંતવ્ય વીરૂધ્ધ ડી ને સમજાવ્યો કે ધારી લે કે પરીક્ષાખંડ મા તારી પાસે કોઈ સુંદર કન્યા આવી અને તારી ગાડી ઉપડવાની તૈયારી મા હોય ત્યા જ તેને કોઈ પ્રશ્ન નો ઉત્તર ના આવડે અને એ તને પુછે અને તને પણ ન આવડે ત્યારે તારુ સુરસુરીયુ થાય તો પછી જે ગાડી ચાલવાની છે તેમા ઉપડતા પહેલા જ બ્રેક લાગી જાય . અને ઉપાય એટલો કારગત નીવડ્યો કે ભાઇ અમારા થી પણ વધારે વાંચવા લાગ્યા હતા . રુદ્ર ને અમે બતાવ્યુ કે જો કેટલો તન તોડ મહેનત કરે છે . આ બધી લોલીપોપ ની અસર છે બાકી તે પોતે પણ મહેનત ન કરે અને અમને પણ કરવા નો અવકાશ આપે નહી  .

રુદ્ર એ પણ સ્વીકાર્યુ કે લોલીપોપ ખરખર સારો છે પણ તેનુ કહેવુ હતુ કે અમે ભુત ને પીપળો બતાવ્યો છે અને ન કરે નારાયણ અને ડી પાસે કોઈ દેખાવડી કન્યા આવી તો ભાઇ તેની પાછળ પડી જશે .

મે તેને કહ્યુ તો એમા શુ થયુ ? ભલે ને પાછળ પડતો તેને પણ લાગણી દર્શાવવાનો અધીકાર છે . તે પણ પ્રેમ કરી શકે . તે ખુશ થતો હોય તો એમા તેને શો વાંધો છે . મને હવે રુદ્ર ની સમજ પર શંકા થવા લાગી હતી . તેણે મને ક્યારેય પુજા વિશે કઇ કહ્યુ ન હતુ પરંતુ હુ જાણતો હતો કે તેને પુજા અને મારા સબંધો મા વીસંગતતા જ કળાય છે . પણ તે ખોટો હતો , અને આજે આ નાની એવી વાત મા પણ તે ખોટો સાબીત થયો હતો . એટલે મારા મનમાથી તેના અભીપ્રાય મેળવવાની અનીવાર્યતા નો નાશ થયો . હવે હુ તેને એક સામાન્ય માણસ ની માફક નીહાળી રહ્યો હતો . મન કેવુ અજબ હોય છે ક્ષણ ભર મા કોઈ ને અદ્વીતીય બનાવે છે અને બીજી જ ક્ષણે તેને ઉંડી ખાઈ મા ધકેલી આપે છે .

તે હજુ માનવા તૈયાર ન હતો તેણે કહ્યુ કે ડી પરાણે પ્રેમ કરશે , તારા અને મારા જીવન મા કોઈ છે તો તેના જીવન મા પણ કોઈ હોવુ જોઈએ એ તેની ગણતરી છે પણ એવી રીતે પ્રેમ ન થાય . ડી વહેમ મા પડશે . પ્રેમ કરવો નથી પડતો તે આપોઆપ થઈ જાય છે , આજીવન પ્રેમ થાય કે ન થાય  પરંતુ પ્રેમ નો વહેમ ક્યારેય ન થવો જોઇએ . વહેમ ખુબ ઘાતક સીધ્ધ થઈ શકે છે . તે માણસ પાસે ક્યા પ્રકાર ના પગલા ભરાવે તે નક્કી કરી શકાતુ નથી . અને હુ નથી ઇચ્છતો કે મારો મીત્ર આ દલદલ મા ફસાય . પછી તેને બહાર કાઢવો ખુબ અઘરો થશે માટે હમણા જ કઈંક કરવુ યોગ્ય રહેશે બાદ મા પછતાવા સીવાય કઇ નહી કરી શકીએ .

મારી શંકાઓ ને તે વધુ બળતણ પુરી રહ્યો હતો . પણ મે તેને કહ્યુ આગળ શુ થાય છે તે જોઈ તો લે પછી શુ કરવુ તે વીચારશુ હાલ તો એ બધી પીંજણુ રહેવા દે.

પરીક્ષા શરૂ થઈ . પહેલુ પેપર પુર્ણ થતા કુદકા અને ભુસકા મારી આવતા ડી ને જોઈ ને અમને ખાતરી થઈ કે ડી ની બાજુ મા ચોક્કસ કોઈ સુંદર કન્યા આવી હશે . અમારા પ્રશ્ન ના ઉત્તર મા તેણે કહ્યુ કે તેની પાસે પ્રીયા નામ ની છોકરી બેસે છે , દેખાવે ખુબ સુંદર અને ભણવામા ડુલ . પ્રીયા વિશે વાત કરવામા તે બધુ ભુલ્યો . તેણે અમને પ્રીયા અને તેની વચ્ચે થયેલી વાતો ની શબ્દષઃ માહિતી આપી . તે ખુશ હતો તે જોઈ ને અમે પણ ખુશ હતા . પણ રુદ્ર નુ મન કચવાતુ હતુ . અમે એકલા પડતા જ તેણે કહ્યુ જો કહ્યુ હતુ ને હવે આનુ પરીણામ સારુ નહી આવે .

મને પહેલી વાર લાગ્યુ કે રુદ્ર ને તેના પ્રેમ નો અહંકાર છે માટે પહેલા તેણે મને અને હવે ડી ને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે . તે બસ બધાને એવુ જતાવવા માંગે છે કે પ્રેમ તો તેનો અને તૃષા નો બાકી બધા ત્તેની સામે કાઈ નહી . મે કહ્યુ ઓ સીગ્મંડ ફ્રોઈડ શા માટે આવી હતાશા જનક વાતો કરે છે , ડી , હુ અને તુ યુવાની મા કઈ નહી કરીએ તો શુ ગઢપણ મા કરશુ . અને શા માટે તુ ડી ને તેની રીતે જીવવા નથી દેતો , હરેક ને પોતાનુ પાત્ર પસંદ કરવાનો અધીકાર છે . દરેક બાબત મા તુ તારો ટાંટીયો ઘુસેડે તે વ્યાજબી નથી . બધાનુ જીવન તુ નીયંત્રીત ના કરી શકે . તુ હંમેશા સાચો પણ નથી હોવાનો , માટે ધીરજ રાખ અને શુ બને છે તે જો મને ખાતરી છે કે ડી ચોક્કસ પ્રીયા ને તેની મીત્ર બનાવી ને જ રહેશે માટે તેમને તેમનુ જીવન જીવવા દે .

તે ત્યાંથી કઈપણ કહ્યા વીના ચાલ્યો ગયો . મને ખાતરી થઈ કે હુ ખરેખર પુજા ને ચાહુ છુ , તે દીવસ સુધી રુદ્ર ના જવાબ ની આશા એ જ હુ હજુ એ બાબતે સ્પષ્ટત ન હતો . પણ હવે એ ચોક્કસ હતુ કે રુદ્ર મારી અને પુજા ના સબંધ બાબતે એકદમ ઝુઠો હતો . મારી નજર મા પ્રેમ ની બે જ સ્થીતી હતી , એક તો પ્રેમ છે અથવા નથી . તેમા રુદ્ર એ ત્રીજુ પરીમાણ ઉમેર્યુ હતુ , વહેમ . પ્રથમ દ્રષ્ટી એ તો મને તેનો આ વિચાર ખુબ જ બકવાસ લાગ્યો હતો . વીચારતા ખ્યાલ આવ્યો કે આવુ હોઈ શકે . અને કદાચ આ ત્રીજી સ્થીતી હોય તો તેનો ખ્યાલ કેમ આવે કે આપણે વહેમ મા પડ્યા છીએ . મારે રૂદ્ર ને પુછવાની ઘણી ઇચ્ચા થઈ આવી પણ હવે તેની સમજણ માજ શ્રધ્ધા રહી ન હતી તો એ બાબતે પુછવા નો કોઈ અર્થ ન હતો .

ડી ની ખુશી મા દીવસે દીવસે વધારો થઈ રહ્યો હતો . તે પ્રીયા ની સાથે કરેલ શબ્દેશબ્દ અમને કહી સંભળાવતો અને તેની વાતો પરથી સ્પષ્ટ જણાઈ આવતુ કે પ્રીયા પણ ડી મા રસ ધરાવતી હતી તેના આનંદ મા ધીરે ધીરે અતીશ્યોક્તિ આવી રહી હતી અને કેમ ના હોય અમારા ચારેય મા તે સૌથી વધુ  ઉત્પાતી જીવ હતો , તો તેના હૃદય ના ઉત્પાત ને કોઈ નીહાળે નહી એવુ કઈ રીતે બની શકે . તેને જોતા જ બધાને ખ્યાલ આવી જાય કે આ ઉછળેલી સ્પ્રિંગ કઈંક અવનવુ કરવા જઈ રહી છે . અમે પણ તેની કહાની સાંભળતા અને તેનો આનંદ માણતા .

ચાર પેપર પુરા થયા અને હવે ત્રણ પેપર બાકી હતા ત્યારે મને થયુ કે ચાલ ને જોઇએ તો ખરા કે પ્રીયા કેવી છે . પાંચમા પેપર ના દીવસે તે મને અને બાડા ને પ્રીયા ના દર્શન કરાવવા લઈ ગયો . અમે તેના પરિક્ષાખંડે પહોંચ્યા અને તેણે અમારી સાથે વાતો કરવા નો ડોળ કરતા કરતા પ્રીયા બતાવી . ખુબ જ સુંદાર હતી . નખશીખ ડી ની નકલ જ જોઈ લો ને . ચહેરા થી માંડી ને લગભગ બધુ ડી સમાન જ હતુ . પરંતુ તેનુ સ્ત્રૈણ પાસુ તેને ઉત્કૃષ્ઠ બનાવતુ હતુ . ડી ને જો કન્યા મા ફેરવવા મા આવે અને તેને ઘાટીલુ બનાવી અંગમરોડ આપવામા આવે તો તે પ્રીયા બની જાય . તેને માણસ ના શરીર ને નશો ચડાવવા જ કુદરતે બનાવી હતી . તે તેને પામવાની ઘેલછા ઝગાડતી અને ડી આ ઘેલછા મા ફસાયો હતો .

છઠ્ઠુ પેપર પુરુ થયુ  અને ડી આવ્યો ત્યારે તેના ચહેરા પર થોડી નિરાશા જણાઈ આવતી હતી . મારા મતે પ્રેમરોગ ની એ પ્રથમ નીશાની હતી , તેની પાસે પ્રીયા સાથે વિતાવી શકે તેવો એક જ દિવસ શેષ રહ્યો હતો . અને હવે શુ કરવુ તે એની સમજ મા આવી રહ્યુ ન હતુ . અમે તેને સમજાવ્યો કે હવે આજ સમય છે તારી હૃદય ની લાગણી ઓ પ્રીયા સમક્ષ રજુ કરવાનો , જો કાલ નો દીવસ તેણે જવા દીધો તો પછી તેની પાસે સમય નહી રહે અને ફરી પ્રિયા ને મેળવતા કેટલો સમય પસાર થશે તે અનિશ્ચીત હતુ .

ડી ઉત્સાહિત હતો પરંતુ સાથે તેનામા થોડો ડર પણ હતો કે પ્રીયા તેને ના કહેશે તો ? તેના જેવો બોલકો ડફોળ પણ લાગણી દર્શાવવામા કંજુસાઈ કરશે તે મારા માનવા મા આવી રહ્યુ ન હતુ . અને તેનો ડર સ્વાભાવીક હતો હજુ તેને પ્રેમ નો અહેસાસ જ થયો હતો અને તેમાએ અધવચ્ચે જ તેની નાવ ડુબવાનો ડર લાગે તે સ્વાભાવીક હતુ . મે તેને કહ્યુ કે શું ડી સ્ત્રીઓ જેવી વાતો કરે છે ? જે તને પસંદ છે તેની સામે જઈ ને તુ બોલી નાખ . થોડી હિંમત કર ? હુ જાણતો હતો કે સામે શુ આવવાનુ છે , મે પણ ક્યાં હિંમત કરી હતી ? પણ ડી ને હાલ પ્રીયા સીવાય બીજુ કઇ યાદ ન હતુ . હુ અને બાડો ડી ને હીંમત ના પંપ મારી રહ્યા હતા . અને ડી ને ધીરે ધીરે હવા ભરાઈ રહી હતી . અને તે તૈયાર થઈ રહ્યો હતો .

પણ આ બધા વચ્ચે રુદ્ર દુર ભાગી રહ્યો હતો , તે અમને કોઈ પ્રકાર ની મદદ કરી રહ્યો ન હતો . તે ડી ની ઇચ્છા જાણતો હ્તો અને હુ અને કરણ તો તેનાથી વિરૂધ્ધ હતા અને કદાચ તે હવે ડી ને પ્રપોઝ કરવાની ના પાડે તો ડી પણ તેનાથી વિરુદ્ધ થાય તો એ તો એકલો થઈ જાય પણ એ કદાચ જાણતો હશે નહી કે અમારી વચ્ચે મતભેદ હતો મનભેદ નહી . માટે તે પુરી રાત બહાર જ રહ્યો અને અમે અમારુ કામ ખુબ વ્યવસ્થીત રીતે પુરૂ કર્યુ હવે ડી સંપુર્ણ રીતે તેની લાગણી ઓ દર્શાવવા માટે તૈયાર હતો . અમે તેના મા એટલી હિંમત ભરી હતી કે તે એક પ્રેમપત્ર લખી ચુક્યો હતો . તેમા તેણે શુ લખ્યુ તેનુ તો હાલ ધુંધળુ સ્મરણ જ રહ્યુ છે , પણ તેણે એક કવી ની માફક તેની લાગણી ઓ દર્શાવી હતી , તેણે તેના દરેક ભાવો ખુબ જ રસીકતા થી વર્ણવ્યા કે મને તે વાંચી ને લાગ્યુ હતુ કે પ્રીયા તો શુ બીજી કોઈ કન્યા પણ ડી ને ચાહવા લાગે .                                                         તો શુ થયુ નવો છુ પાઠશાળા માં                           બધાને હુ સમજાવી દઈશ   જે  જે મંતવ્યો એમણે બનાવ્યા છે                       દરેક ને હુ હટાવી દઈશ   માનસપટ પર રહેશે મારુ જ ચીત્ર                       મનમા એવુ ઠસાવી દઈશ

ભલે ચહેરો દુર કરો મન થી મારો                        એનેજ હૃદય મા લાવી દઈશ