indian lovestory - 17 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની પરિભાષા - ૧૭. ચાલ લગ્નમા


હળવા હૃદય સાથે કાવ્યા એ ઉંઘ છોડી ત્યારે નીરખ્યુ કે સૌમ્ય તેની બાજુમા ન હતો . તેણે બહાર જોહ્યુ તો ખ્યાલ આવ્યો કે સૌમ્ય બાથરૂમ મા છે તેમ જણાયુ . કાવ્યા ઉઠીને તે તરફ આગળ વધી અને દરવાજો ખટખટાવ્યો . સૌમ્ય એ કહ્યુ , “ બસ હવે થોડી જ વાર હમણા બહાર આવુ જ છુ . “ કાવ્યા કઇ જ બોલી નહી માત્ર દરવાજો ખટખટાવ્યો . “ બસ બે જ મીનીટ “ કાવ્યા એ ફરી સૌમ્ય ના અવાજ ને ગણકાર્યા વીના જ તેણે દરવાજો ખટખટાવવાનુ શરુ રાખ્યુ . માટે સૌમ્ય એ ડોકુ નહાર કાઢ્યુ . સૌમ્ય હજુ કઈ બોલે તે પહેલા જ કાવ્યા દરવાજા ને ધક્કો મારીને અંદર ઘુસી ચુકી હતી . કાવ્યા ને જોઈ ને સૌમ્ય ના મુખ પર થોડો સંકોચ જણાયો પરંતુ કાવ્યા ની પ્રેમથી છલોછલ બાથે સૌમ્ય નો ક્ષોભ દુર કર્યો . કાવ્યા ના હોવા માત્ર થી સૌમ્ય ખુશ હતો . થોડી ક્ષણો બાદ જ્યારે સૌમ્ય સ્નાન કરી બહાર આવ્યો ત્યારે તે થાક ભુલ્યો હતો ગઈ કાલે જ તેણે કાવ્યા ને તેનુ કથાનક સંભળાવ્યુ હતુ , છતા તે આજે આનંદીત હતો , તેને કોઈ મોટો ખજાનો નહોતો મળ્યો . જેમ પવન નો તેજ ઝંજાવાત નહી પરંતુ મંદ હવાનુ ઝોકુ ચોતરફ તાજગી ફેલાવી જાય છે તેમ જ માનવી ના જીવન મા સુખ ની છોળો ને બદલે હૃદય ને સ્પર્શતી નાની ક્ષણો જ મન ને પ્રફુલ્લીત બનાવે છે . માણસ મોટી ક્ષણો પાછળ ભાગવા મા સમય બરબાદ કરીને જીવન ની એ અદ્ભુત સુક્ષ્મ ક્ષણો ગુમાવે છે જે કદાચ તેના માટે ઘણી અગત્ય ની હશે . તમારુ શરીર ખુબ જ વધી ગયુ હોવા છતા જ્યારે માતા ના મુખેથી શબ્દો સાંભળવા મળે કે “ બેટા ! કઈ ખાતો નથી , શરીર નબળુ પડી ગયુ છે . “ શુ આ શબ્દો ની સામે કોઈ મોટી હોટેલ મા જમવાનો આનંદ વધુ હશે ? જ્યારે તમારી હાજરી થી અજાણ તમારા પીતા એમ કહે કે “ મને મારા પુત્ર પર ગર્વ છે . “ તેની સામે શુ પુરી દુનીયા તાળી વગાડે તે ઝાંખુ નહી પડે ? જ્યારે તમારો નાનો ભાઇ તમારી પાસેથી પૈસા લઈ ને તેમાથી જ થોડા પાછા આપે અને કહે કે બસ આટલા ની જ જરુર છે તો શુ તેની સામે બેંક મા પડેલા રૂપીયા વધુ કિંમતી હશે . જ્યારે તમારી પત્ની ની સાડી ની માંગણી તમારુ વોલેટ જોઈ ને બદલી જાય તો તેની સામે પત્ની ને મનગમતી વસ્તુ આપવાની ખુશી વધુ હશે ? માણસ આ નાની ક્ષણો ને ઓળખી શક્તો નથી અને એ ક્ષણો ગુમાવે છે . પરંતુ સૌમ્ય આ ખજાનો મેળવીને ખુબ જ ખુશ હતો .   

બીજી તરફ કાવ્યા નુ મન હવે એકદમ સ્પષ્ટ હતુ કે તેણે સૌમ્ય ને પ્રેમ આપવાનો હતો . તેણે પહેલા પ્રયાસ કરવો પડતો હતો પરંતુ હવે તેને પ્રયાસ કરવાની કોઈ આવશ્યક્તા રહી ન હતી . પ્રેમ ના ઝરણા નુ વહેણ તેના હૃદય થી સૌમ્ય ના હૃદય સુધી પહોંચતુ હતુ . છતા તે હજી સૌમ્ય ની સમસ્યા દુર કરવા માટે કઈ કરી શકી ન હતી . તેનુ હૃદય પીડાતુ હતુ . તે જાણતી હતી કે જ્યારે સૌમ્ય નો ભુતકાળ સામે આવાશે ત્યારે તે સૌમ્ય ને દુખી થતો અટકાવી શકશે નહી . સૌમ્ય ના મગજ મા તેનો ભુતકાળ ભરાઈ ને જ બેસી રહેલો છે તેને કઈ રીતે ત્યાંથી બહાર લાવવો . સૌમ્ય જેવો કાવ્યા થી અલગ થાય ત્યાંજ તે વીચારો તેને હચમચાવી મુક્તા . કાવ્યા એ બાબતે કશુ કરી શકે નહી . દીવસો પસાર થવા લાગ્યા પરંતુ તેને કોઈ ઉત્તર મળ્યો નહી . કાવ્યા સૌમ્ય ને ખુશ નીહાળતી , તે તેની સમસ્યાઓ થી બહાર આવ્યો છે તેવુ જણાતુ પરંતુ માનવી ભુતકાળ ને કેટલા સમય સુધી મન થી દુર રાખી શકે .

કાવ્યા એ એક સવાર મા નાસ્તો કરતા કરતા તેની માતા ને પુછ્યુ , “ મા તુ પાપા ને કેટલો પ્રેમ કરે છે ? “

કાવ્યા ના મમ્મી એ તેના માથા પર પ્રેમ થી ટપલી મારી અને કહ્યુ , “ ગાંડી શુ બોલે છે ? “ તે હસતા હસતા રસોડા મા ગયા , કાવ્યા તેમની પાછળ જ હતી . તેણે ચીડવતા કહ્યુ ,” મા ! શુ વાત છે તને શરમ આવે છે ? “

“ તેમા શરમ શાની ? પ્રેમ એ તમારા જીવન નો એક અમુલ્ય હીસ્સો છે . તે શરમાવવા જેવી કથા નથી . લોકો કહે છે કે માતા ને તેનુ સંતાન સૌથી વધુ પ્રીય હોય છે પરંતુ મને તારા પીતા વધુ વહાલા છે . “

“ અરે ! તો તો તને લગ્ન પહેલા જ પ્રેમ થયો હશે ને ? “ કાવ્યા તેના માતા ને પજવવા ના પ્રયાસો કરી રહી હતી .

“ કેમ ખબર ! ક્યારે થયો ? એ થોડુ યાદ રહે . એ ક્ષણો એવી હોય છે કે તે ક્યારે બન્યુ તે ખ્યાલ રહેતો નથી . અને શુ એ યાદ રાખવુ મહત્વનુ છે ? નહી સમય ને ભુલવો એ જ તો પ્રેમ છે . “

“ પાપા ને કોઈ સમસ્યા સતાવતી હોય તો તુ શુ કરે ? “ કાવ્યા ધીરે થી તેની સમસ્યા માટે અભીપ્રાય માંગ્યો હતો .

“ શક્ય હોય તો એ સમસ્યાનુ સમાધાન શોધવા પ્રયાસ કરુ અને એવુ ના કરી શકુ તો જેટલો સમય તેઓ મારી સાથે રહે તેટલો સમય તેઓ સમસ્યા થી દુર રહે તેવા પ્રયાસ કરુ . “

“ સમસ્યા નુ સમાધાન કઈ રીતે લાવી શકાય ? “

“ કોઈપણ સમસ્યા નુ સમાધાન તેનો સામનો કરી ને જ લાવી શકાય . “ તેમણે કાવ્યા ના માસ્તક પર પ્રેમ થી હાથ ફેરવતા કહ્યુ , “ બેટા ! સમસ્યા અઘરી હોય તો સામનો કરવો અઘરો બને , પરંતુ તેનો સામનો કર્યા સીવાય તેનુ સમાધાન ન જ લાવી શકાય . સૌમ્ય ની સમસ્યા હળવી છે કે ખુબ જ અટપટી પરંતુ તારે માત્ર તારા હૃદય પર આસ્થા રાખી ને તારુ મન જે કહે તે મુજબ કરવુ . “

કાવ્યા ચોરી કરતા બાળક ની માફક ક્ષોભ અનુભવી રહી હતી . કાવ્યા ના માતા તેમના કામ મા વ્યસ્ત બન્યા અને કાવ્યા ત્યાંજ બેસી રહી . થોડા સમય થી સૌમ્ય જ તેના માટે વિશ્વ નુ કેન્દ્ર બની રહ્યો હતો . સૌમ્ય નો ખ્યાલ રાખવો એજ તેના જીવન નુ એકમાત્ર લક્ષ્ય બની રહ્યુ હતુ , પ્રેમ થી સૌમ્ય ની સાથે પ્રભાત નુ સ્વાગત કરવુ , સૌમ્ય માટે નાસ્તો બનાવવો , તેની સાથે નાસ્તો કરવો ત્યાર બાદ જ ઓફીસે જવુ તે તેનો નીત્યક્રમ બની ચુક્યો હતો . આનંદ ઉછાળા મારતો હોય ત્યારે સમય કેમ પસાર થાય છે તેની જાણ જ નથી રહેતી , તેને જેમ સાચવવાનો પ્રયાસ કરો તેમ તે આંખના પલકારની માફક સરી જાય છે . સમય પસાર થતો રહ્યો . દીવસો વીતવા લાગ્યા પરંતુ કાવ્યા ને એ ક્ષણ ના મળી કે જ્યારે તે સૌમ્ય ને તેના ભુતકાળ નો સામનો કરવા કહી શકે .

તે સૌમ્ય ના હૃદય મા લાગેલા એ કારમા ઘાવો દુર કરવા માટે સૌમ્ય સામે ભુતકાળ ઉભો કરી ને તેનો સામનો કરવા મજબુર કરવો અનિવાર્ય હતો . કાવ્યા ના હસ્તે કુચી આવી હતી પરંતુ તેનાથી તાળુ ખુલશે કેમ તે પ્રશ્ન હંમેશા તેના મગજ ઘુમ્યા કરતો . કદાચ તેનાથી સ્થિતી કાવ્યા માટે વધુ ભયંકર બની શકે . જો સૌમ્ય માટે તે વધુ પીડાદાયક સાબીત થાય તો સૌમ્ય ને ફરી ક્યારેય તે પીડા માંથી બહાર લાવવો અશક્ય થઈ જાય . અને જો પુજા ફરીવાર સૌમ્ય ના જીવન મા આવે તો કદાચ સૌમ્ય સાથે જીવન વીતાવવાનુ તેનુ સ્વપ્ન સ્વપ્ન જ બની રહે . કાવ્ય એ બન્ને ને ત્રાજવા મા ઝોખવા નો પ્રયાસ કર્યો . એક તરફ તેને હાળ મળી રહેલો પ્રેમ હતો અને બીજી તરફ સૌમ્ય ને મળતી શાંતી હતી . એક તરફ તેને જીવન ભર મળી રહેલો વીરહ હતો અને બીજી તરફ સૌમ્ય ને મળનારી જીવન ની નવી આશા હતી . એક તરફ તેની શાંતી હતી અને બીજી તરફ તેની જ અશાંતી હતી . શા માટે તે સૌમ્ય ને પોતાની પાસે જ ન રાખે ? શુ સૌમ્ય ને આ જ સ્થીતી મા રહેવા દઈ ને પોતાના પ્રેમ ને જાળવી રાખે . કે પછી પોતાનો પ્રેમ ન્યોચ્છાવર કરી ને સૌમ્ય માટે શાંતી ખરીદી લે . કદાચ તેનો ભય અસ્વાભાવીક પણ હતો . કદાચ એવુ કશુ વાસ્તવીક્તા નુ સ્વરૂપ ધારણ કરે જ નહી . કદાચ પુજા સૌમ્ય ના જીવન મા પાછી આવવા ન ઇચ્છે . પરંતુ શુ તે આ મોટુ ઝોખમ ખેડવા તૈયાર હતી ? તે સ્થિતી ઝોખી રહી હતી .

આંખો બંધ કરતા જ તેના અંતરાત્મા માંથી સ્નેહભીનો અવાજ આવ્યો , “ ગાંડી ! પ્રેમ મા કશુ ઝોખવાનુ ન હોય , તને લાગે છે કે સૌમ્ય ને આનંદ મળશે તો તને કઈ રીતે દુઃખ મળે ? સૌમ્ય તારા હ્રદય મા છે . તારા રક્ત ના કણે કણ મા છે તારા સંપુર્ણ આત્મા મા તે વ્યાપ્ત છે . તો ત્યાંથી પુજા તેને કઈ રીતે છીનવી શકે . “ તેના હૃદયે તેને માર્ગ બતાવ્યો હતો , માટે શંકા ને કોઈ સ્થાન ન હતુ . પરંતુ એક વાત નુ ખાસ ધ્યાન રાખવાનુ હતુ કે સૌમ્ય ને વધુ મોટો ઝટકો ન લાગે .

સૌમ્ય ને મુખ્ય ત્રણ પીડાઓ સતાવી રહી હતી . પીતા નો વિરોધ તથા માતા પર નો આક્રોશ , મીત્રદ્રોહ કે પછી પ્રેમીકાનો વિદ્રોહ આ ત્રણ માંથી કઈ સમસ્યા નુ સમાધાન કરવાથી સૌમ્ય ને શાંતી મળશે . માતા-પિતા પ્રત્યે ચંચુપાત કરવો કાવ્યા ને યોગ્ય જણાયો નહી , વળી રૂદ્ર અને પુજા એ સાથે મળી ને હોળી પ્રગટાવી હતી તો સર્વપ્રથમ તે બન્ને ને જ અરીસો બતાવવો ખુબ જ આવશ્યક હતો . પણ કઈ રીતે ?

કાવ્યા એ માથુ પકડી લીધુ , “ હે ઇશ્વર ! થોડી તો મદદ કર ? તને મારી સહેજ પણ ચીંતા નથી ? હુ આ બધુ વીચારી ને અડધી થઈ પરંતુ તુ મારી મદદ કરવા માટે પણ તૈયાર નથી . “

થોડા દીવસો પછી સવાર મા તે સૌમ્ય ના રૂમ તરફ વળી દરવાજો અને તેનુ ધ્યાન નીચે પડેલ પત્ર તરફ ગયુ . તેણે ઉઠાવીને જોયુ તો એ કોઈ ના લગ્ન નુ આમંત્રણ હતુ . તે વાંચતા જ તે ઉત્સાહ ના અતીરેક મા ચીસ પાડતા પાડતા રહી ગઈ . તે ભાવના ઓ પર કાબુ રાખી ને સૌમ્ય ના શયન ખંડ તરફ વળી , સૌમ્ય ના મુખ ને થોડી ક્ષણો જોઈ ને તેના હૃદય ને શાંતી મળી હશે . થોડી ક્ષણો બાદ તે સૌમ્ય પર ફરી વળી . સૌમ્ય આંખો ને બંધ રાખીને કાવ્યા થી બચવા પ્રયાસ કરી રહ્યો , કેટલી ક્ષણો ? એક અડગ ઉભેલુ વૃક્ષ પણ નદીનાં ધસમસતા પ્રવાહ સામે નમે છે તો સૌમ્ય કઈ રીતે ટકી શકે ? બસ થોડી જ ક્ષણો મથામણ કર્યા બાદ તે ઉઠ્યો .

“ તારે મારી ઉંઘ સાથે કઈ વેર છે ? “ એમ કહી તે ઉભો થઈ ને બ્રશ કરવા ઉપડ્યો .

સૌમ્ય ના રસ્તા વચ્ચે આવી ને કાવ્યા એ તેને બથ ભરી ને કહ્યુ , “ જો તમે વહેલા ન ઉઠો તો હુ તમારી સાથે વધુ સમય કઈ રીતે પસાર કરી શકુ ? અને તમે સમયસર નહી જાગો તો તમારી ઓફીસે કોણ હુ જઈશ ? “ સૌમ્ય ના ચહેરા પર થોડુ સ્મીત નીહાળીને કાવ્યા આગળ વધી , “ તમે તૈયાર થાઓ , ત્યા હુ નાસ્તો બનાવુ . “

નાસ્તો કરતા કાવ્યા એ સૌમ્ય ને કહ્યુ , “ ચાલો કોઈ સ્થળે ફરવા જઈએ ? “

“ ચાલ ! કઈ જગ્યાએ જવાનો વીચાર છે . “ સૌમ્ય એ ઉત્સાહ્પુર્વક કહ્યુ

“ એક લગ્નનુ આમંત્રણ છે . આપણે બન્ને જઈ આવીએ તો સારુ . “ કાવ્યા સૌમ્યની આંખોમા જોઈ રહી હતી . તેની ઉતર જાણવાની ઉત્સુક્તા સૌમ્ય એ નીહાળી હાશે નહી , માટે તે સંપુર્ણ નીરસતાથી બોલ્યો

“ તારી બહેનપણી કે સગા ના લગ્ન હશે . ત્યા આવીને હુ શુ કરીશ ? “

“ શું આમંત્રણ તમારા માટે ન હોઈ શકે ? આમંત્રણ તમારા માટે છે . મારે તો તમારી પાસે આવવુ છે . “

સૌમ્ય એ મુખ સુધી પહોંચેલ કોળીઓ અટકાવતા બોલ્યો , “ મારા માટે કોનુ આમંત્રણ હોઈ શકે ? મને કોઈ આમંત્રણ આપે એવુ નથી . “

“ કરણ અને અંજલી ના લગ્ન નુ આમંત્રણ છે . આપણે જઈશુ તો કચ્છ નુ પર્યટન થઈ જશે અને તમારા મીત્રો સાથે મુલાકાત પણ થઈ જશે . “

“ નહી , તેના લગ્ન મા જવાનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી . “ સૌમ્ય ત્યાંથી ઉભો થયો . કાવ્યા એ તેના ચહેરા પર ઉભરી આવેલ ગુસ્સા ની રેખાઓ સ્પષ્ટ જોઈ .

કાવ્યા એ પ્રેમ થી કહ્યુ , “ મે તો તમને કહ્યુ કે મારી જવાની ઇચ્છા છે પછી મને લઈ જવી કે નહી એ તમારી ઇચ્છા પર આધારીત છે . તમે મારી ઇચ્છા પુરી કરવા માંગતા ના હોય તો કઈ વાંધો  નહી . મને શુ ફરક પડશે ? મારી ઇચ્છા તમારા માટે કેટલુ મહત્વ ધરાવે છે તે મને ખબર પડી . પણ કશો વાંધો નહી . “ કાવ્યા એ સૌમ્ય ને  ભાવનાત્મક રીતે વાળવા પ્રયાસ કર્યો .

સૌમ્ય ના ચહેરા પર ગુસ્સા ના બદલે વેદના ના ચિહ્નો કળાયા , “ તુ જાણે છે કે મારે ત્તે લોકો સાથે કોઈ સબંધ નથી અને હવે તેમની સાથે કોઈ પણ પ્રકાર ના સબંધો રાખવાની ઝંખના પણ મારામા રહી નથી . જો હુ જ તેમની સાથે કોઈ પ્રકાર ના બંધન જાળવાવા નથી માંગતો તો પછી તારે તેમને જાણવા ની શી જરુર છે . તુ એ સ્વાર્થી લોકો ને જાણતી નથી ક્ષણવાર મા તેઓ માનવી ના વીચારો બદલી નાંખે છે . તે સ્વાર્થી લોકો ને જોવા એ પણ મને માન્ય નથી . “

“ મારે ભુજ મા ખરીદી કરવી છે અને તે બધુ જોવુ છે જે તમારા ભુતકાળ નો ભાગ બની રહ્યુ છે . આપણે જવાનુ છે એ નક્કી છે તમે તમારી ઇચ્છા થી આવો કે તમને પરાણે લઈ જવા પડે . તૈયાર રહેજો કાલે સવારે આપણે નીકળીશુ . ‘ એમ કહી કાવ્યા બહાર જવા લાગી .

સૌમ્ય એ તેનો હાથ પકડીને રોકી , “ ઉભી તો રહે , તુ કેમ સમજતી નથી , હુ જેમનાથી દુર રહેવા માંગુ છુ તુ મને તેમની જ સામે લઈ જવા માંગે છે . ત્યા રૂદ્ર હશે , ડી હશે . તે લોકો ની સામે ઉભા રહી ને મને કેટલી ઘૃણા થશે . તારે બસ ત્યા ફરવુ છે .. ત્યા જઈ ને મને શુ થશે તેની તને જરા પણ ચીંતા નથી .

“ કાવ્યા ના ચહેરા પર આશ્ચર્ય ના ભાવ ઉપસી આવ્યા , “ તમને ઘૃણા થશે ? શા માટે ? ઘૃણા તેમને થવી જોઈએ . તમે તેમની સામે જાઓ અને તેમના મસ્તકો શરમ થી થોડા ઝુકે એ જ તો મારી અપેક્ષા છે અને તમને એવુ લાગી રહ્યુ છે કે મારે તેમના મુખ જોવા છે કે પછી ફરવા ની ઇચ્છા છે . “ તેનો ગુસ્સો નાક ના ટેરવા પર હતો .

“ ના એવુ નથી , પરંતુ હુ ત્યા જવા માંગતો નથી . મારે તેમને જોવા નથી અને તુ જુએ એ પણ મને માન્ય નથી . હુ મારા દરેક રસ્તા ઓ ને પણ તેમના પાદસ્પર્ષ થી દુર રાખવા માંગુ છુ . “

“ શા માટે ? શુ તમે તે લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે ? શુ જે ઘટના ઓ ઘટી તેમા તમારો કોઈ દોષ હતો ? “ સૌમ્ય ના અવીચળ મુખે કાવ્યા ને આગળ બોલવા વીવશ કરી , “ તો શા માટે તમે તેમનાથી મો છુપાવી ને ફરો છો ? તમારે તેઓની સામે જઈને તેમને શરમાવવાના છે . તમારે સામે જઈ ને એ દખાખોરો ને કહેવાનુ છે કે તેમના કારણે તમે ભાંગ્યા નથી પરંતુ તેમની માનસીક વિકૃતી ને તેમની સામે પ્રસ્તુત કરવાની છે . તેમને લાગતુ હશે કે તમે હજુ સુધી તે દુઃખ માંથી બહાર આવ્યા હશો નહી , તો તેમને બતાવો કે તમે આજે તેમના દરેક કરતા વધારે સુખી છો , કારણ કે તમે કોઈ ને દુઃખ પહોંચાડ્યુ નથી . એ બધા આજે ખુશ હશે કે નહી પરંતુ તેઓ આજીવન એ વાતે પીડાશે કે તેઓએ તમારી સાથે રમત રમી છે અને કદાચ તેઓ એ ભુલ્યા હશે કે તેઓએ કરેલ એ અપરાધ માફીપાત્ર નથી , સમયે સમયે તે તેમની સામે લઈ ને જવુ જરૂરી છે અન્યથા તે લોકો તો બધુ ભુલી જશે . તેવુ ક્યારેય થવુ જોઈએ નહી . દરેક માણસ ને તેનો ગુનો યાદ કરાવવો આવશ્યક છે . તેને ભુલી જવુ એ તો તેમના માટે આશિર્વાદ સમાન બની રહેશે તેમને અરીસો બતાવવો તે આપણુ કર્તવ્ય છે . તમે કદાચ એ ભુલી જશો પરંતુ હુ તેમના માંથી એકપણ ને છોડીશ નહી ખાસ તો એ રૂદ્ર ને . જો ભવિષ્ય મા ક્યારેય તેનો સામનો મારી સાથે થઈ જશે તો હુ તેનામા રહેલ અહંકાર ને ભાંગી ને જ જંપીશ . “

સૌમ્ય એ કાવ્યા ને વચે અટકાવતા કહ્યુ , “ કદાચ પુજા પણ ત્યાંજ હશે ! “

કાવ્યા ના ભાવો ક્ષણભર માટે બદલાયા અને ફરી એજ આક્રોશ સાથે કાવ્યા બોલી , “ તો શુ ફરક પડશે ? તેને પણ એ જાણ થવી જોઈએ કે કોઈ અન્ય ના કારણે તેણે એક સુંદર જીવનસાથી ગુમાવ્યો છે . તે પણ જોશે કે હવે તમારી સાથે હુ છુ , તમે એકલા નથી . તેને પણ તેના રૂપ નુ ખુબ જ અભીમાન હતુ . તેને હુ બતાવીશ કે પ્રેમ માટે રૂપ નહી પરંતુ હૃદય જોઈએ . તે નીહાળશે કે તમારી સાથે સબંધ નો વિચ્છેદ કરીને તેણે ખુબ જ મોટી ભુલ કરી છે . તે સમજશે કે પ્રેમ શુ છે . બસ થોડા જ સમય માટે તમને સાથ આપીને તે માની બેઠી કે તેણે તમને પ્રેમ કર્યો . પ્રેમ ક્ષણીક નહી પરંતુ આજીવન સાથ આપવાની ભાવના જન્માવે છે . પ્રેમ શંકા નહી પરંતુ વિશ્વાસ અપાવે છે , તેને પણ સમજાશે કે મેળવવુ નહી પરંતુ સમર્પીત થવુ એ પ્રેમ છે . તેણે એ સમયે તમારો સાથ છોડ્યો જ્યારે તમને સાથી ની સૌથી વધુ જરુરીયાત હતી . ત્યા જવા પાછળ મારા બે જ લક્ષ્ય છે એક તો પુજા ને તેની ભુલ સમજાવવી અને બીજુ રુદ્ર ને તેના મીત્રદ્રોહ માટે સજા આપવી . “

“ પણ તે લોકો ચાલબાજ છે , હુ ડરુ છુ કે કદાચ તેઓ તને પણ મારી પાસેથી પડાવી લેશે . હુ હવે કોઈ ને .................. “  કાવ્યા પર પથરાઈ રહેલી ભાવશુન્યતાએ સૌમ્ય ના મુખ ને વધુ એક પણ શબ્દ બોલવા ની અનુમતી આપી નહી . કાવ્યા સૌમ્ય ની સામે થોડીવાર જોઈ જ રહી પછી તેના મુખેથી શબ્દો સર્યા .

“ તમને હજુ મારા પર શ્રદ્ધા નથી . હુ દીલગીર છુ કે કે હજુ સુધી હુ તમારા મા મારા પ્રત્યે શ્રદ્ધા જાગૃત કરવા અસમર્થ રહી છુ . “ સૌમ્ય કઈંક બોલવા માંગતો હતો પરંતુ કાવ્યા એ તેને આંખો થી જ અટકાવતા કહ્યુ , “ કશો વાંધો નહી , તમારે ન જ આવવુ હોય તો તમને હુ પરાણે કઈ રીતે લઈ જઈ શકુ ? મારો તમારા પર કોઈ અધીકાર થોડો છે ?  . તમે મારી ઇચ્છા પુર્ણ કરવા બંધાયેલા નથી પરંતુ હુ મારી દરેક ઇચ્છા પુર્ણ કરવા સક્ષમ છુ . હુ કાલે સવારે જ ભુજ જવા નીકળીશ . તમારે મારો સાથ આપવાની ગણતરી હશે તો આવી જશો “ કાવ્યા સૌમ્ય ને કઈપણ કહેવા નો સમય આપ્યા વીના ત્યાંથી બહાર નીકળી . સૌમ્ય એ તેને અટકાવવા પ્રયાસ કર્યો પરંતુ તે પણ જાણતો હશે કે હવે કાવ્યા ને અટકાવવી અશક્ય છે . કાવ્યા એ પાછળ છોડેલા દરવાજા ના ભયંકર અવાજે સૌમ્ય ને વીચારવા મજબૂર કર્યો અને તે બાજુ મા જ રહેલી ખુરશી પર ફસડાઈ રહ્યો . તેના માટે પસંદ કરવુ કઠીન બન્યુ હતુ .

કાવ્યા તેના ઘર મા પહોંચી હતી , તે સૌમ્ય ને સાથે લઈ જવા માંગતી હતી ., પરંતુ ઘણી મથામણ છતા સૌમ્ય ને મનાવવા માં નિષ્ફળ રહી હતી . તે સૌમ્ય ને જણાવવા માંગતી હતી કે પુજા વીના તેનુ જીવન સમાપ્ત નથી થયુ . તે રૂદ્ર સાથે સૌમ્ય નો મેળાપ કરાવવા માંગતી હતી પરંતુ તેની દરેક મહત્વકાંક્ષા ઓ પર પાણી ફરી વળ્યુ હતુ . તેણે બધા પ્રયાસો કર્યા હતા , તેણે આજે ઓફીસે જવાનુ ટાળ્યુ . નિરાશા તેના પર ફરી વળી હતી . છતા હજુ તેનુ મગજ ઝપાટાબંધ કામ કરી રહ્ય હતુ . હવે શુ કરવુ ? શુ તેને એકલા ને જવુ ? હા , ચોક્કસ હુ ત્યા જઈને સૌમ્ય ની દુખતી નસોનું સમાધાન કરીને જ આવીશ .

હુ ત્યા જઈને શુ કરીશ ? સૌમ્ય સાથે નથી , હુ તેઓને કે તેઓ મને જાણતા નથી . બધા જાણવા માંગશે કે આખરે હુ કોણ છુ ? તો તેમને શુ જણાવીશ ? મારા પ્રત્યે તેઓ કેવુ વલણ દાખવશે ?  જે થશે તે થશે , પડશે તેવી દેવાશે . ત્યા ક્યા પુરુ જીવન વીતાવવુ છે ? માત્ર બે દીવસ નો જ પ્રશ્ન છે . બે દીવસ મા રૂદ્ર અને પુજા સાથે ચર્ચા કરવા માટે ઘણો સમય મળી રહેશે . તેઓ ને કઈ રીતે પુછીશ કે એ રાત્રી જેના વીશે તે કશુ જાણતી નથી ત્યારે ખરેખર શુ બન્યુ હતુ ? કદાચ બન્ને એ સહમતી થી બધુ કર્યુ હશે તેમ પણ બને , નહી તે રાત્રી બાદ રૂદ્ર સૌમ્ય ની નજર સામે આવ્યો જ નથી કદાચ તેણે કાળુ કરેલુ મુખ સૌમ્ય ને બતાવવા હિન્મત એકઠી કરી શક્યો હશે નહી . અને બન્ને સહમત હોય તો સૌમ્ય ને જાણ કરવાથી પુજા ને કશો ફાયદો થાય નહી . ઘણી મથામણ બાદ તેણે વીચારો ત્યાગી ને બસ આરામ કરવા નુ વીચાર્યુ પરંતુ વીચારો માણસ ના કહ્યા મા થોડા રહે છે .

બપોર ના ભોજન બાદ તેણે બધાને જણાવ્યુ કે તે બે દીવસ માટે લગ્ન મા જવાની છે . આખો દીવસ તે ઘરમા જ રહી . શાંતી થી તૈયારીઓ કરી , મનમા ઘણા નિશ્ચયો કર્યા . તે વમળ મા ફસાયેલી હતી . તેણે તેનો પ્રેમ પર જ દાવ લગાવવાનો હતો . પુજા ને શુ કહેવુ  ? કરણ સાથે કઈ રીતે વાત કરવી અને રૂદ્ર ને કઈ રીતે પરેશાન કરવો તે દરેક બાબતે તેણે મન મા ગડી વાળી . દીવસ દરમીયાન સૌમ્ય ના બેથી ત્રણ ફોન આવ્યા હતા પણ કાવ્યા એ તેની જોડે કશી જ વાત કરી ન હતી . અને ભુજ ની સવાર ની બસ હોવાથી રાત્રે પણ સૌમ્ય પાસે જવાનુ ટાળ્ય હતુ . તેને વહેલી ઉંઘ ની ઇચ્છા હતી પ્રંતુ  વીચારો ને કારણે તે શક્ય ન રહ્યુ . નિન્દ્રા એ તેને ઘણી પ્રતીક્ષા કરાવી .

સવાર મા વહેલા ઉઠીને ફ્રેશ થઈને તે બહાર જવા નીકળવાની જ હતી ત્યા ડોરબેલ વાગી . ઘરે હજુ બધા ઉંઘ માંજ હતા માટે તેની સીવાય બીજા કોઈ દરવાજા પાસે પણ જવાનુ ન હતુ અને તે હાલ સૌમ્ય ના ચહેરા સીવાય અન્ય કોઈ ને જોવા ની ઇચ્છા ધરાવતી ન હતી . અને બેલ માત્ર એક જ વાર વગ્યો હોવા થી તેણે જવાનુ ટાળ્યુ . થોડીવાર બાદ બધી તૈયારી ઓ કરી ને તે માતાપિતા ના તેમની ઉંઘ માંજ ચરણસ્પર્શ કરી મંદીર મા ભગવાન ને પ્રાર્થના કરી .

“ હે ઇશ્વર હુ જાણુ છુ કે હુ માત્ર મારા સ્વાર્થ માટે જ પ્રયાણ કરુ છુ , છતા તારે મારી મદદ કરવી પડશે . બધા પોતાના માટે અગત્યનુ વ્યક્તી કે વસ્તુ ને પોતાની મુઠ્ઠી મા ઝકડી રાખવાના પ્રયાસો કરતા હોય છે પરંતુ હુ તો મારા હાથ મા આવી ચુકેલ પ્રેમ ને ઝોખમ મા મુકીને બસ માત્ર ન્યાય ની અપેક્ષા રાખુ છુ . તેની સાથે તમે ઘણુ ખરાબ કરી નાખ્યુ , એકસાથે તેના હૃદય પર ત્રણ ઘાતકી ઘાવો કર્યા . . કદાચ તેના કર્મ નુ ફળ તેને મળતુ હશે ? પણ દરેક સજા નો કોઈ અંત તો હોય જ છે . તેને હવે તમારી પાસેથી ઉપકાર ની અપેક્ષા હશે . માતાપિતા , પ્રેમીકા અને મીત્ર ત્રણેય તેના જીવન માંથી એક સાથે વિદાય થયા અને તે પણ દ્રોહ કરીને . હવે તમે જ વીચારો તેની હાલત કેવી હશે . બસ તે દયનીય સ્થીતી માંથી સૌમ્ય ને બહાર લાવો . હુ નથી જાણતી કે ત્યા જવાનુ મારુ ચરણ યોગ્ય છે કે નહી ? હુ નથી જાણતી ત્યા મને કોણ મળશે અને પરીસ્થિતી કેવી હશે ? લોકો સૌમ્ય વીશે શુ વીચારતા હશે ? શુ હુ સૌમ્ય ની સ્થીતી માટે યોગ્ય સમાધાન શોધી શકીશ ? તેની મારા પર શુ અસર થશે ? શુ પુજા જ સૌમ્યને ખુશ કરવાની ચાવી બનશે ? આ બધુ હુ તારા પર જ છોડી ને ચાલી રહી છુ .

તારી જે ઇચ્છા હશે તે મને માન્ય છે . પરંતુ સૌમ્ય ખુશ રહેવો જોઈએ . તેના માટે પુજા ન્ર સૌમ્ય ના જીવન મા લાવવી પડે તો તેમ કરજે . મારે સૌમ્ય થી દુર જવુ પડે તો પણ કશી ચિંતા ન કરતા , બસ સૌમ્ય ને સંપુર્ણ પણે તેના ભુતકાળમાંથી બહાર લાવી ભવીષ્ય તરફ ડગ માંડતો કરો તે જ મારી આપને પ્રાર્થના છે .

    તેણે ભગવાન ને નમન કરી બહાર નીકળવા દરવાજો ખોલ્યો ત્યા સૌમ્ય સામે જ તૈયાર થઈ ને ઉભો હતો . કાવ્યા એ ધીમા પરંતુ પ્રેમ થી તરબોળ અવાજે કહ્યુ , “ સૌમ્ય “

    “ ચાલ જઈએ લગ્નમાં ! “ શબ્દો હજુ પુરા નહોતા થયા ત્યાંજ કાવ્યા સૌમ્ય ને બાઝી પડી . બન્ને ના ચહેરા પર આનંદ હતો , પરંતુ મગજ ચિંતાગ્રસ્ત હતા કે ભુતકાળ માંથી છુટવા માટે ભવિષ્ય તેના ગર્ભ માંથી શા ભેદ લઈને સામે આવશે ? . કાવ્યા ને હવે વધુ ચિંતા ન હતે . સૌમ્ય ના સાથે હોવાથી તેનામા હવે હીમાલય સમાન મુશ્કેલી ઓ નો પણ સામનો કરવાની ક્ષમતા આવી રહી હતી . તેણે ઇશ્વર નો આભાર માન્યો અને બન્ને નીકળ્યા તેમની પ્રથમ યાત્રાએ .

        રતા ભલે પડે અનેક બસ હાથ આપજે

        ચાહે કોઈ સામે આવે બસ સાથ આપજે

        માર્ગ ભલે હો કઠીન મંઝીલે પહોંચવાનો

        ભુલ થાય જો મારે કોઈ તો સાદ આપજે

        શુળ અંગાર પર્વત કે નદી આવે વીશાળ   

        મહાસાગર પણ તરવાની તુ હામ આપજે

        નથી લીપ્સા મને કઇ નામના કામનાની

        “ આશિક “ ના ડગલે ને પગલે સંગાથ આપજે .