indian lovestory books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની પરિભાષા - 2 પ્રેમની શરુઆત

                        પ્રેમની શરુઆત

    કાવ્યા ને માટે  દીવસ સોને મઢેલો ઉગ્યો . આજે તેને જાણ થઈ કે તે જેના ગળાડુબ પ્રેમ મા છે તે કદાચ તેનો બનશે . તે જાણતી હતી કે સૌમ્ય ને પામવો કઠણ બનશે , સૌમ્ય સરળતાથી તેના લાગણીતંતુ એ બંધાશે નહી  પરંતુ સ્ત્રીહઠ સામે સૌમ્ય ક્યા સુધી ટકી રહે છે તે જોવુ રહ્યુ . જ્યારે એક સ્ત્રી હઠે ભરાય છે ત્યારે ભીષ્મ , કર્ણ , દ્રોણ , જેવા મહાપુરુષો ના જીવન નષ્ટ થઈ જાય છે , તો પછી સૌમ્ય તો એક સામાન્ય માનવ છે તેને મનાવતા કેટલો સમય લાગશે . તેના હૃદય મા લાગણી જન્માવવા માટે કાવ્યા કઈ પણ કરવા સજ્જ હતી .

    આજે તેના માટે ઓફીસ નુ કોઈ પણ કામ મહત્વનુ ના હતુ . તે બસ હવે શુ કરવુ તેનો વીચાર કરતી બેસી રહી . તેના મનમા અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા હતા . હવે શુ કરવુ ? સૌમ્ય તો કઈ કહેશે નહી ? તેને આવડે છે માત્ર એ સ્મીત . બીજુ કઈ તો કોઈ એ તેને શિખવ્યુ જ નથી . કાવ્યા તમારી સામે આવી ને કહે કે હુ તમને ચાહુ છુ . અને તમે તેનો શો પ્રત્યુતર આપો ? સો માંથી નવ્વાણુ ને માટે જીવન અકલ્પનીય બની જાય . પણ એક નિકળે કે જે કઈ સમજે જ નહી . અને કાવ્યા એ નવ્વાણુ કે જે તને આજીવન રાણી ની જેમ સાચવે તેમને તરછોડી ને આ એક ને પસંદ કર્યો . તારુ પણ મગજ બહેર મારી ગયુ છે કે શુ ? શુ થશે કાવ્યા , તારુ શુ થશે ? તુ કઈ રીતે સૌમ્ય ના હૃદય મા તારા પ્રત્યે ની ઉર્મીઓ નો સંચાર કરીશ ?

    તે વીચાર કરતી બેસી રહી , તે માત્ર સ્વપ્નો નીહાળી રહી હતી . નર્યા દીવાસ્વપ્નો મા રાચતી આ કોડભરી કન્યા ના મન મા લક્ષ્ય નક્કી હતુ , પરંતુ એ લક્ષ્ય સુધી પહોંચવુ કઈ રીતે . જ્યારે તે સૌમ્ય ને પામશે ત્યારે ? બસ આ જ સ્વપ્ન નુ મુખ્ય ઉદ્દેશ હશે . અને તે ખુલી આંખે સૌમ્ય સાથે ના તેના સુખી જીવન ની આશઓ સંભારીને આનંદીત બની રહી .

.............
    રાત્રે કાવ્યા ઘરે આવી ને ફ્રેશ થઈ ને તેના મા પાસે ગઈ . મા ને ધીમેથી વહાલ કરી ને તે રસોડા ના પ્લેટફોર્મ પર બેસી ગઈ  . તેના માતા જાણે કાવ્યા શા માટે આવી છે તે જાણતા હોઈ તેમ તેમણે પુછ્યુ .
    બોલો , બેટા જી શુ કામ છે ?
    તમને કઈ રીતે ખબર પડી જાય છે કે હુ તમને કઈક કહેવા માટે જ આવી છુ ?
    બેટા , મા છુ તારી ખબર તો પડી જ જાય ને કે મારી દીકરી શાની ઇચ્છા ધરાવે છે

    કાઈ ખાસ નહી , આજે બહાર જમવા જવાનુ છે .

    કોની સાથે ?  તેના મમ્મી એ ઉત્સુક્તાવશ પુછ્યુ .

    કાવ્યા એ મો બગાડી ને જવાબ આપ્યો , મા , તમે ક્યારેય ગંભીર થઈને મારી સાથે વાત નહી કરો ?         બેટા મારે જાણવુ તો જોઈએ ને કે છેલ્લા ઘણા સમય થી કોઈ ના માટે ગાંડી થઈ ને રખડતી કન્યા એ એવો તે શો જાદુ કર્યો કે આજે એ કોઈ એ સામે થી તેને જમવા લઈ જવાનુ આમંત્રણ આપ્યુ . હસતા મુખે પુછાયેલો આ પ્રશ્ન કાવ્યા ને થોડો શરમાવી ગયો . અરે ! મારી દીકરી ને શરમાતા પણ આવડે છે ? એ તો આજેજ ખ્યાલ આવ્યો

    ના , એવુ કઈ નથી . અને તમે પણ કોઈ દીવસ એવુ વર્તન કરશો કે જેનાથી મને એવુ લાગે કે તમે મારા માતુશ્રી છો ?
    મા એ પ્રેમ થી દીકરી ના માથે હાથ ફેરવતા કહ્યુ , ના બેટા ! હુ તો તારી સહેલી છુ . મા તો તુ જ્યા સુધી નાની હતી ત્યા સુધી . હવે તુ મોટી થઈ અને હુ તારી મીત્ર બની ચુકી કાવ્યા એના માતા ના ગળે વળગી પડી હા ! તો એ માન્યો કે નહી ?

ના માતા ! હજુ મારે ઘણા પાપડ વણવા પડશે ! આ માછલી સરળતાથી જાળ મા ફસાય તેવી નથી . શરુઆત તો કરી છે આગળ શુ પરીણામ આવે તેની રાહ જોઈશ ? મા શુ હુ સુંદર છુ  ?

અરે મારી દીકરી તો પરી છે . પરંતુ બેટા યે યાદ રાખજે કે  પ્રેમ સુંદરતા સાથે નથી થતો પરંતુ પ્રેમ થવાથી સુંદરતા જન્મે છે . તમારી આજ ની પેઢી માત્ર સારા દેખાવ ને વળગી પડે છે પરંતુ દેખાવ તો માત્ર આકર્ષણ જન્માવે છે .......

કાવ્યા એ તેમની વાત વચ્ચે થી જ અટકાવતા કહ્યુ , મારે તમારુ તત્વજ્ઞાન સાંભળવુ નથી . એમ કહી તે તેના રુમ તરફ જવા રવાના થઈ . તેના માતા ના મુખ માંથી શબ્દો સરી પડ્યા યુવાની મા ક્યારેય પ્રેમ ની સમજ પડતી નથી અને તેઓ પોતાના કામમા વ્યસ્ત બન્યા .

કાવ્યા અંધ ને પણ આંજી નાખે તેવુ તેજ લઈ ને સૌમ્ય ના દરવાજા પર પહોંચી . ડોરબેલ વગાડતા તેનુ હ્રદય ઉછાળા મારી રહ્યુ . સૌમ્ય એ દરવાજો ખોલી ને જોયુ તો સામે જાણે રતી કામદેવ ને આહ્વાન આપી રહી હોય કે ચાલો આજે જોઈએ કે હૃદય મા પ્રેમ કોણ જન્માવે છે હુ કે તમે ? આ અવસ્થા મા રતી ને પોતાના થી પણ ઉત્કુષ્ટ પતિ ને હરાવવાની ઝંખના છલકતી હોય એ સ્વરુપ સમાન કાવ્યા ને સૌમ્ય એ દરવાજે ઉભેલી નીહાળી . કાવ્યા ની લાક્ષણીક અદા જોઇ ને સૌમ્ય ના હૃદય મા ક્ષણીક આવેગ પસાર થઈ રહ્યો . તે ક્ષણભર માટે પોતાને ભુલી ચુક્યો હોય તેમ બસ કાવ્યા ની સુંદરતા  જોઈ રહ્યો . કાવ્યા ને વીજય નો ઉન્માદ ચડ્યો હોઈ તેમ વીચારશુન્ય ઉભેલા સૌમ્ય પર પોતાનુ સામર્થ્ય પ્રસ્થાપીત કરવા  કાવ્યા આતુર બની .

અંદર આવવાનુ નહી કહો ? કે પછી તમારી ઇચ્છા મને બહાર ઉભા રહેવા દેવાની છે ? મને એવુ લાગે છે કે જીવન મા પહેલી વાર કોઈ એ તમારા મુખમંડળ પરથી તમારુ એ ચીરપરીચીત સ્મીત દુર કર્યુ હશે !

હા ! ખરેખર આજે તમારા સૌદર્ય એ મારો સ્વાચ્છોસ્વાસ અટકાવી મુક્યો . આવી અપ્રતીમ સુંદરતા ના પ્રદર્શન થી  તમે કોઈ નો જીવ લઈ લેશો ક્ષણીક આવેગ ને છુપાવવા માટે સૌમ્ય એ વાતાવરણ ને હળવુ બનાવવાનો પ્રયાસ કર્યો . સૌમ્ય એ કાવ્યા ને અંદર આવવા માટે નો માર્ગ કરી આપ્યો . કાવ્યા ને તેનો વીજય ખુબ જ નીકટ ભાસ્યો . તેના માટે આ ક્ષણીક વીજય પણ ખુબ આનંદદાયક હતો . પરંતુ ક્ષણીક વીજય ને જ વીજય માનવાની ભુલ કાવ્યા થી થઈ શકે તમ ના હતી . કારણ કે ક્ષણીક વીજય પરાજય સુધી ખેંચી જાય છે અને જીવન ની આ રમત મા કાવ્યા પરાજય સહન કરી શકે તેમ ના હતી .

ના બીજા કોઈ ના જીવ લેવાની ઇચ્છા નથી માત્ર તમારો જીવ મળી જાય મારે માટે એટલુ ઘણુ છે . કાવ્યા ને સૌમ્ય ના ચહેરા પર થોડા અસંતોષ ની રેખાઓ જણાઈ આવી એટલે તેણે તરત જ ચર્ચા નો વિષય ફેરવવા પ્રયાસ આદર્યો આજે તમારુ ઘર તો મારા પ્રવેશ થી આનંદીત લાગે છે પરંતુ તમારા ચહેરા પર ખુશી ના કીરણો જણાતા નથી .

ના ! હુ પણ આનંદીત છુ , ઘણા સમય બાદ મારા ઘરે કોઈ મહેમાન આવ્યુ છે , સૌમ્ય ના મુખ પર ફરી એજ સ્મીત પરત ફર્યુ , કાવ્યા નો વીજય પુર્ણ થયો . કોઈ યોગી ને જેમ તેની તપસ્ચર્યા આવેગો થી દુર રાખે છે તેવી જ રીતે કદાચ સૌમ્ય ને આ સ્મીત ભાવનાઓ થી દુર રાખે છે એવુ કાવ્યા ને સ્પષ્ટ જણાઈ આવ્યુ . કાવ્યા માટે આ સ્મીત ને સૌમ્ય થી દુર કરવુ એ પ્રાથમીક જરુરીયાત બની ચુકી . માણસ ને તેની ટેવ થી દુર કરવો એજ ઘણુ કપરુ સાબીત થાય છે તો કાવ્યા ને તો સૌમ્ય ના વર્તનમાં દ્ર્ઢ બની ચુકેલ પ્રકૃતી ને સૌમ્ય થી દુર કરવાની હતી . જ્યારે આ પરાણે નીકળતા સ્મીત નુ સ્થાન વાસ્તવીક સ્મીત લે ત્યારે જ કાવ્યા તેના બનાવટી સ્મીત ને દુર કરી શકે . પણ એવુ  કરવુ કઈ રીતે તેની સ્પષ્ટ સમજ કાવ્યા ના માનસપટ મા તરવરી નહી . તે માત્ર સમયની રાહ જોઈ ને બેસી રહી . સૌમ્ય ના શબ્દો એ કાવ્યા ને ફરી જાગૃત બનાવી

તો કઈ કામ હતુ કે ?

શુ હું કામ વીના તમારા ઘરે ના અવી શકુ ? કાવ્યા સૌમ્ય જોડે વાત કરી રહી પરંતુ તેનુ મન તો સૌમ્ય ને પછાડવા મથી રહ્યુ . તેનુ કાર્ય ધીમે ધીમે તેને સ્પષ્ટ કળાવા લાગ્યુ . તેણે સૌમ્ય ના હૃદય ફરતે બાંધેલો બંધ તોડવાનો હતો અને રસ્તો પણ ધીમે રહી ને કાપવાનો હતો જો બંધ તુટતા તે પણ એ બાંધી રાખેલી ભાવનાઓ સાથે વહી જાય તો એનુ જીવવુ અશક્ય બને અને બંધ જો મોડો ખુલે તો એ રસ્તા પર થી પસાર થવાનો સમય કાવ્યા પાસે રહે નહી . તેણે બહુ વીચારી ને આ ભગીરથ કાર્ય પાર પાડવાનુ હતુ .

ના આવી શકો “  

તો આજે કઈ જગ્યાએ જમવાનો વિચાર છે ? શુ જમવાનુ ચાલશે ?

તો શુ તમે મને ડીનર પર લઈ જવા ઇચ્છો છો ?

કાવ્યા સમજી ના શકી કે સૌમ્ય માણસ છે કે પછી પથ્થર ની મુર્તિ . તે કઈ માટી નો બનેલો છે એ સમજવુ જ અઘરુ બની ચુક્યુ . તે કાવ્યા પ્રત્યે આકર્ષણ ન અનુભવે તે માટે ના દરેક પ્રયાસ કરી રહ્યો હતો , પરંતુ શા માટે ? હાલ એ સમજવાથી કોઈ પ્રકારનો ફાયદો નથી એમ સમજી ને તેણે તો પ્રયાસો શરુ જ રાખવાના હતા . નદીના પાણી મા ગરકાવ થયા   પછી તે ખુબ ઉંડુ છે તે જાણવા થી શો ફાયદો ? તેમાથી બહાર નીકળવાનો માર્ગ શોધી ને જ બચાવ શક્ય બને .

તમે પણ ક્યારેય કોઈ વાત સમજશો નહી . હુ નહી પણ તમારે મને ડિનર પર લઈ જવાની છે .

અરે ! એવુ છે ? તો મારે તમને પુછવુ રહ્યુ કે તમારી ક્યા જમવા જવાની ઇચ્છા છે ?

હુ ? કાવ્યા ને એક અવસર મળ્યો હતો . તે જાણતી હતી કે સૌમ્ય ના મુખેથી આ શબ્દો ફરીવાર સાંભળવા અશક્ય છે , તેણે શબ્દો મા ચાલાકી વાપરી ને સૌમ્ય ને આ પ્રતીક્રીયા આપવા માટે મજબુર કર્યો હતો પરંતુ ફરીવાર કદાચ આવુ ના બને . માટે તે તક ઝડપી લીધી હુ તો તમને મારા હાથે બનાવેલુ ભોજન પીરસવા ઇચ્છુ છુ . શુ એ શક્ય બનશે ?

સૌમ્ય ને તેના મુખેથી ઉચ્ચારેલા શબ્દો પર પછતાવો થઈ રહ્યો . તે માત્ર કાવ્યા નુ હૃદય ભંગ ના થાય તે ઇચ્છા થી જ કાવ્યા સાથે મીઠી ભાષા મા વાત કરી રહ્યો હતો . તે કાવ્યા સાથે કોઈ પણ પ્રકારની આત્મીયતા સ્થપાય તે ઇચ્છતો ના હતો . થોડો સમય કાવ્યા તેની સાથે રહી ને થાકી ને વીચાર બદલાવે બસ તે માટે તે આ કન્યા ની સાથે સમય પસાર કરી રહ્યો હતો ? તે આ બોલકી છોકરી ને શાંત કન્યા મા બદલવા ના ડરે જ ધીમે રહી ને તેની સામેથી જ તેનાથી દુર થવાની ઇચ્છા ધરાવતો હતો . બન્ને વચ્ચે રાજરમત રમાઈ રહી હતી . સૌમ્ય કાવ્યા ને દુઃખ ના થાય તે રીતે કાવ્યા થી દુર જવાના પ્રયાસ કરી રહ્યો અને કાવ્યા સૌમ્ય ને પોતાની તરફ ખેંચવા નુ ભગીરથ કાર્ય કરી રહી . બન્ને વિજય ની આશા એ કોઈ પણ પ્રયાસ કરવા તત્પર હતા પરંતુ બે માથી એક  ને પણ સામે વાળા ને હરાવી ને વીજય ની કામના ના હતી . સૌમ્ય તો ભીષ્મ ની જેમ તેના નીશ્ચય પર અટલ જ રહેવાનો એ નીશ્ચીત હતુ પરંતુ કાવ્યા ક્યા સુધી ઇરાદા પર અટલ રહે તે કહેવુ અઘરુ હતુ . તે ધીમે પગલે આગળ વધતી રહી . સૌમ્ય પર તે પગલાની શુ અસર થશે તે જાણવાની તેને દરકાર ન હતી . તેને તેનુ લક્ષ્ય સામે દેખાઈ રહ્યુ હતુ . સૌમ્ય તેના નામ મુજબ જ સૌમ્યતાથી જ કહ્યુ .

સારુ તમારી એ ઇચ્છા છે તો પછી એવુ કરીએ પરંતુ અહીયા મારા ઘરે તમારે જોઈતી ઘણી સામગ્રી નો અભાવ હશે . થોડુ ઘણુ હશે તેનાથી કામ ચાલી જાય તો મને કોઇ પ્રકાર ની તકલીફ નથી . તકલીફ માત્ર એટલી જ છે કે જમવાનુ ગળે ઉતરશે કે નહી ? સૌમ્ય એ હસતા હસતા ઉત્તર આપ્યો .

મારે અદ્ભુત જમવાનુ બનાવવા માટે કોઈ વધારા ની સામગ્રી ની જરુર નહી પડે . તમારા ઘરે જે સામગ્રી હશે તેમાથી જ મીઠુ ભોજન હુ બનાવી આપિશ . અને કાવ્યા ઉઠી ને રસોડા તરફ પ્રયાણ કર્યુ . તેણે શાક રોટલી બનાવવા ની તૈયારી આદરી પણ એક વધારા ની સામગ્રી નો તેમા ઉપયોગ કર્યો . તેણે રસોઈ મા તેનો પ્રેમ ઉમેર્યો .એક પ્રેમીકા એ પોતાનુ હૃદય નીચવી ને જે ભોજન બનાવ્યુ હોય તેનો સ્વાદ કેટલો અદ્ભુત હોય છે તે બતાવવાનો સમય આવી ચુક્યો હતો .

કાવ્યા રસોઈ બનાવી ને આવી એટલે બન્ને જમવા માટે બેઠા . કાવ્યા એ સૌમ્ય ને જમવાનુ પીરસ્યુ . તેનુ હૃદય ખીલખીલાટ કરતુ હતુ . તે પોતાની ઉર્મિ ઓને ચહેરા પર આવતા રોકી શકી નહી . સૌમ્ય શુ કરે છે ? સૌમ્ય ક્યારે જમશે ? સૌમ્ય ને કેવુ લાગશે ? સૌમ્ય શુ વીચારશે ? તે શુ કહેશે ? આવા પ્રશ્નો તેના મનમા ઉદ્ભભવવાની શક્યતા હતી પરંતુ આજે સામાન્ય અવસર ના હતો . આજે તો તેના માટે દીપાવલી હતી . સૌમ્ય એ કોળિયો મુક્યો અને કાવ્યા ને લાગ્યુ કે જાણે તેણે તેના સ્વહસ્તે તેણે સૌમ્ય ના મુખ મા બત્રીસ પક્વાન રોપ્યા . બસ હવે તે પ્રત્યુતર જાણવા આતુર હતી.
    ખરેખર તમારા હાથો માં તો જાદુ છે . મને આશા ના હતી કે તમને આટલી સરસ રીતે રસોઈ આવડતી હશે . આટલુ સારુ જમવાનુ ઘણા સમયે મારા મુખ ને મળ્યુ હશે . કદાચ વધુ સમય બહાર નુ ખાવાથી આજે ઘરનુ ભોજન વધુ સ્વાદિષ્ટ લાગ્યુ હશે તેમ પણ બને .

ખરેખર મને જમવાનુ બનાવતા ક્યારેય ફાવ્યુ જ નથી . ઘરે મમ્મી એ ઘણા પ્રયાસો કર્યા પણ હુ શીખી શકી જ નહી . એટલી રાડો મમ્મી ની સાંભળી છે કે હવે રસોઈ નુ નામ પડે અને હુ ભાગુ છુ . કાવ્યા એ શરમાઈ ને કહ્યુ .

મારી સાથે મશ્કરી ના કરો . જો તમને રસોઇ બનાવતા આવડતુ જ નથી તો આટલી સરસ રસોઈ તમે બનાવી શકો એ શક્ય જ નથી  .

ના ખરેખર રસોઈ નાં ઘણા પ્રયાસો માં હુ નિષ્ફળ રહી છુ . પણ આજે તો એમા મારો પ્રેમ ભળેલો છે માટે એ સરસ જ બનવાનુ .

મારો એક મિત્ર હંમેશા એજ કહેતો કે જ્યા લાગણીની ભીનાશ હશે  ત્યાં સ્વાદ આપોઆપ ઉગી નીકળે છે . સૌમ્યનાં મુખે અજાણતા શબ્દો વરસાવ્યા .

હા , તમને ચાહનારુ તમને ઝેર પીરસે  તો પણ એ તમને મીઠુ જ લાગે .

સૌમ્ય એ વાત ફેરવવા પ્રયત્ન કર્યો , તમે તો જમવાનુ લો , કે જમવાનો વીચાર નથી ?

ના હુ તો આજે તૃપ્ત થઈ ગઈ . તમારી સંતુષ્ટી એ જે તૃપ્તી આપી તે આ જમવાનુ નહી આપે  . કાવ્યા ને હવે વાક્ય ગોઠવવાનો પ્રયાસ નહોતો કરવાનો શબ્દો આપો આપ સરી રહ્યા હતા .

સૌમ્ય હજુ કાવ્યા ની ભાવનાઓ થી બચવાનો પ્રયાસ કરી રહ્ય હતો . તો આવુ સુંદર જમવાનુ અને વધારે પડતુ બોલવા સીવાય તમે બીજુ શુ કરી શકો ?

કઈ નહી ! માત્ર તમને પ્રેમ ! મારે બીજુ કઈ કરવુ જ નથી મારે તો માત્ર તમને પ્રેમ આપવો છે !

એની સામે હુ તમને શું આપી શકુ ? સૌમ્ય કદાચ ઉત્તર જાણતો હતો . તેણે કાવ્યા ને માટે ઘણો મોટો

અવસર આપ્યો હતો . અને આ અવસર કાવ્યા તેના હાથ માથી જતી કરે એ અશક્ય હતુ . કાવ્યા હાલ સુધી હૃદય થી બોલી રહી હતી . પ્રથમ વાર તેણે મગજ થી ઉત્તર આપ્યો .

    પ્રેમ ! મારે માત્ર પ્રેમ જોઈએ છે .

    ક્ષણભર માટે ચોતરફ શાંતિ પ્રસરી રહી . કાવ્યા રાહ જોઈ રહી કે ક્યારે સૌમ્ય આ શાંતિ નો ભંગ કરે અને તેની તરફ એક પગલું આગળ વધારે , બાકી નું અંતર તો ભલે ખુબ લાંબુ હોય તે પસાર કરવા સજ્જ હતી . સૌમ્ય નો  પ્રત્યેક શબ્દ તેની માટે ખુબ અગત્યનો હતો . તેની ઉત્કંઠા સમય ની સાથે સાથે વધી રહી હતી . એક પળ વિતાવવી તેના માટે અઘરી સાબીત થઈ રહી હતી . તેની ઉત્કટતા નો અંત આણતા સૌમ્ય ના શબ્દો તેના કર્ણપટ પર પડ્યા .

હા , તમને મારો પ્રેમ ચોક્કસ મળશે . સમય લાગશે પણ મારુ હૃદય કોઈ ને મળૅશે તો એ માત્ર તમે જ હશો

કાવ્યા ના પગ તળેથી જમીન નીકળી ચુકી અને તેનુ સ્થાન દુગ્ધ સમા સફેદ વાદળો એ લઈ લીધુ . તે આકાશ મા સફર માટે નીકળી ચુકી . ક્ષણ , સ્થીતી , સમય નુ ભાન તે ભુલી ચુકી .  તે વાસ્તવીક્તા ને કદાચ સ્વપ્ત માની બેસી માટે તેણે ખાત્રી કરી કે તે સ્વપ્ન મા તો નથી જ . અને તે નિતાંત ભાવાવેશ મા સૌમ્ય ને બાજી પડી . સૌમ્ય ને કદાચ અકળામણ થઈ હશે , એ જોવાની કે જાણવાની ફુરસદ કાવ્યા પાસે ના હતી . અને કદાચ તેણે જાણ્યુ પણ હશે છતા અટકે તો એ કાવ્યા શાની ? કાવ્ય તો બસ ઝરણા ની જેમ વહેતુ રહે છે . કોઈ વિઘ્ન આવે કે ના આવે , કોઈ ને તે ગમે કે ના ગમે , કોઈ તેના પ્રવાહ થી ગભરાય કે આનંદિત થાય તે તો બસ આગળ વધતુ રહે છે . જેમ કાવ્ય ને અટકાવવુ શક્ય નથી , જેમ ઝરણુ કે નદી ને ના રોકી શકાય , જેમ સમુદ્ર ની ભરતી કોઈ બંધન સ્વીકારે નહી તેમ કાવ્યા ને પણ ના જ રોકી શકાય .  તેણે જ્યારે સૌમ્ય ને તેના સુંદર કર ના બંધન માંથી મુક્ત કર્યો ત્યારે તે સૌમ્ય ના મુખ પર ના ભાવ થી કઈ સમજી નહી . તે કઈ કહેવા માંગતી હતી પણ કઈ કહી શકી નહી . તે એકદમ શાંતી થી બસ સૌમ્ય સામુ જોઈ રહી અને પછી કઈ પણ ઉચ્ચાર્યા વિના ત્યાથી જવા માટે નીકળી .

સૌમ્ય તેને જતી જોઈ રહ્યો . સૌમ્ય ના મન મા ચાલી રહેલા વીચારો કળવા અઘરા હતા . કદાચ તે આ સુંદર પ્રીયતમા ની લાગણી જોઈ ને ભિંજાયો હશે . કાવ્યા ના પ્રેમે કદાચ તેને વશ કર્યો હશે . તેના મુખ પર તેનુ સાથી એવુ સ્મીત ન હતુ . તે જાણતો હતો કે તેને કોઈ સાથે પ્રેમ થવો અશક્ય છે છતા તે કાવ્યા ને પ્રેમ કરવા માંગતો હશે ? કે તે કાવ્યાનું હૃદય ભંગ કરવા ઇચ્છતો હશે નહી  . તે કવ્યા ને તેના પ્રીયતમ ને પામવાનો અધીકાર આપવા માંગતો હશે ? કાવ્યા ને દરવાજા સાથે અથડાતા રોકવા તેણે અવાજ કર્યો . તેણે મનોમન નક્કી કર્યુ કે કાદાચ આ કન્યા માટે તેને સંપુર્ણ જીવન તેને દેખાવ કરવો પડે તો તે કરશે પણ આ કન્યા ના પ્રેમી હૃદય ને તરછોડશે નહી . અને ફરી સ્મીત તેના ચહેરા પર ફરી વળ્યુ .

કાવ્યા નુ હૃદય તેના મુખ બહાર નીકળી ને નાચવા પ્રયાસ કરી રહ્યુ હતુ . લાગણી ઓ એ તેના મગજ ની બધી જ શક્તી ઓ હણી હતી . તે બસ ચાલી રહી , સૌમ્ય એ તેને અવાજ ના કર્યો હોત તો કદાચ તે બારણા સાથે અથડાઈ ચુકી હોત . તેણે પાછુ ફરી ને પણ ના નિહાળ્યુ . તેનો આત્મા જાણે તેણે જ રચેલા સ્વર્ગ મા વિહાર કરી રહ્યો હતો . તેણે સ્વર્ગ ના દરવાજા ને તેનુ સંપુર્ણ બળ પ્રદર્શીત કરીને ધક્કો માર્યો હતો , અને આ સાથે જ તે તેના સ્વપ્ન ના સ્વર્ગ મા રાચવા મંડી . તે ક્યારે તેના ઘરે આવી ને પથારી મા પડી તેનો પણ તેને ખ્યાલ રહ્યો નહી . જેમ કોઈ વટેમાર્ગુ નો પંથ ખુબ લાંબો હોય તેમાય જો મંજીલ ની થોડી નિશાની દેખાય અને તેનામા જે શક્તી નો સંચાર થાય તેવો શક્તી નો ધોધ કાવ્યા એ પોતાના શરીર મા વહેતો અનુભવ્યો .

  ધાર્યુ હતુ જે કામ સુંદરતા કરી આપશે ,

   તે લાગણી ના ઉન્માદ થી પાર પડ્યુ .

  જરા સરખી ભાવનાઓ બતાવી ને મે ,

              તેનુ હૈયુ તેની પાસેથી પડાવી આણ્યુ .