પ્રેમ ની પરિભાષા - ૫. રુદ્ર

સૌથી વધારે તમને ક્યા મીત્ર સાથે આનંદ આવતો હતો કાવ્યા ના પ્રશ્ન થી સૌમ્ય નુ કથાનક ફરી શરુ થયુ .

ત્રણેય સાથે ખુબ સબળ લાગણીતંતુ બંધાઈ ચુક્યો હતો . અમે ત્રણેય કઈંક ને કઇંક ખાસીયત ધરાવતા હતા જેમ કે કરણ જેવી અભ્યાસ ને સમજવા ની ક્ષમતા કોઈ મા ના હતી . ડી ની વાચાળતા અને મસ્તી મજાક ની આદત સૌ કોઈ ને હસાવતી . હુ કન્યા ઓ મા મને પામવાનુ એક અજબ આકર્ષણ જન્માવતો . પણ રુદ્ર તો રુદ્ર જ હતો તે અમારા ત્રણ ની લાક્ષણીક્તા ઓ એકસાથે સમેટી ને પોતાના મા દબાવી રહ્યો હતો . વળી તેના મા પરીસ્થીતી ને અનુકુલીત થવા ની અદભુત આવડત હતી અને તે પરીપક્વ હતો . અમારા મા યૌવન નુ લાલીત્ય સ્પષ્ટ દ્રષ્ટીગોચર થતુ , જ્યારે રુદ્ર મા પ્રોઢ નુ ગાંભીર્ય પણ વખતોવખત પ્રદર્ષિત થઈ આવતુ . તેના પર પ્રેમ વધુ હતો કે આદર તે જ હુ ક્યારેય નક્કી કરી શક્યો નહી .

અમારુ કોલેજ મા પ્રથમ ચરણ ખુબ અટપટુ હતુ . બહાર થી આવેલા અમે ખુબ ઓછા પ્રમાણ મા હતા જ્યારે સ્થાનીકો ની સંખ્યા ખુબ વધારે હતી . તે લોકો અમારા બધા ની રેગીંગ કરી રહ્યા હતા . તે લોકો પહેલે થી જ અમારા પર દબાણ રાખવા ઇચ્છતા હતા . મે , કરણ અને રુદ્ર તો રેગિંગ સ્વીકારી લીધી , પણ અમારી ઉછળેલી સ્પ્રીંગ સમાન ડી કશુ સહન કરવા તૈયાર જ ના હતો . તે એ લોકો પર એટલો આક્રોશ મા આવ્યો કે કદાચ એક બે ના તો ત્યા જ માથા ફોડવા માગતો હશે . મહાપ્રયત્ને તેને શાંત પાડ્યો અને અધ્યાપકો આવવાથી બધુ શાંતી થી પાર પડ્યુ . પુરો દીવસ તો શાંતી થી પસાર થયો પણ રુદ્ર ના કહેવા મુજબ એ તોફાન પહેલા ની શાંતી હતી . એને શંકા હતી કે રાત્રે ચોક્કસ તકલીફ પડવાની અને એ બધુ માત્ર ડી ના કારણે .  

સાંજે અમે અમીતભાઈ ને ઘટના કહી સંભળાવી . તેઓ નુ કહેવાનુ પણ એમ જ હતુ કે રાત્રે ધ્યાન રાખવાનુ છે . તેઓ એ કહ્યુ કે આમા તો તેઓ પણ કશુ નહી કરી શકે . ડી એ કહ્યુ કે પોલીસ બોલાવી લઈ એ . અમીતભાઈ એ ડી ને સમજાવ્યો કે ભાઈ પોલીસ એક દીવસ આવશે પણ તમારે તો કાયમી અહી જ રહેવા નુ છે . બે વર્ષ અહી શાંતી થી રહેવુ હોય તો તેમની સાથે સમાધાન કરવુ જ રહ્યુ . ઘણુ સમજાવા છતા હજુ એ ફુદકડી શાંત થવાનુ નામ લેતી ના હતી . કોઈ આવે અને ચાર પાંચ ને પાડી દેવાનો હોય તેમ તે ક્રોધ મા ભભુકી રહ્યો હતો . હવે અમારે બધા એ તો શાંતી થી એ લોકો ના આવવાની રાહ જોવાની હતી . અમે બધા બારી અને દરવાજા બંધ કરી ને બેઠા હતા . અને અચાનક છત પર થોડી પડાપડી સાંભળવા મળી . ધીમો પથ્થર મારો શરુ થયો હતો . અંદાજે ત્રીસેક જેટલા લોકો અમારી હોસ્ટેલ પર પથ્થર મારો કરી રહ્યા હતા . કદાચ તેના થી વધુ પણ હશે . તેમના શાંત થવાની આશા એ અમે થોડો સમય બેસી રહ્યા .

હોસ્ટેલ ચારે બાજુએ થી બંધ હતુ અને કોઈ પથ્થર અંદર આવે તેવી શક્યતા ઓ બહુ જ ઓછી હતી . પરંતુ તે લોકો કેટલા સમય સુધી પથ્થર મારો ચલાવે છે . તેના પર અમારા બધા નો જીવ અટકેલો હતો . અચાનક મારુ ધ્યાન પડ્યુ તો ડી કશે દેખાયો નહી . અમે બધા વીચારી રહ્યા હતા કે કદાચ તે બહાર તો નહી નીકળ્યો હોય ને . મારા મગજ મા ચીત્કાર છુટ્યો . આ સાળો ડોબો મરવા નો થયો છે . એને એટલી પણ બુધ્ધી નહી હોય કે આવા સમયે બહાઅર નીકળવુ હીતાવહ નથી . મે રુદ્ર સામે જોયુ અને તે મારા મન ના ભાવ કળી ગયો હોય તેમ ચોતરફ જોવા લાગ્યો . એની નજર ચોતરફ ડી ને શોધી રહી હતો . પરંતુ ડી કશે દેખાયો નહી . અને રુદ્ર ક્ષણભર માટે રોકાયા વીના બહાર જવા તત્પર બન્યો . અમીતભાઇ તેના ભાવો કળી ચુક્યા હોય તેમ તેને જાલી ને ઉભા રહ્યા . અચાનક મારી નજર ડી પર પડી . અમે જે ઘણી બધી કથાઓ મન મા ઘડી કાઢી હતી તેનાથી વીપરીત ભાઈ તો છાના ખુણા મા પલંગ ની નીચે ભરાઇ ને બેસી રહ્યો હતો . મારી નજર તેના પર પડી અને આંખો મા થોડી ઘૃણા આવી પણ જેવો રુદ્ર સામે ફર્યો અને જોયુ કે તેની આંખો ડી ને જોઈ ને થોડી શાતા મળી હોય તેવુ જણાયુ એટલે મે પણ વીચાર્યુ કે હાશ ભાઈ અહીયા તો છે . સલામત છે , બાકી એ ફુદકડી નુ કશુ નક્કી નહી .

અડધી કલાક પથ્થર મારો શરુ રહ્યો . તે લોકો અંદર આવવા માગતા ન હતા . માત્ર બહાર થી જ અમારા પર સત્તા સ્થાપીત કરવા ના પ્રયાસ કરી રહ્યા હતા . બહાર ઘણો શોરબકોર હતો . ગાળો નો વરસાદ વરસી રહ્યો હતો . અમે ધાર્યુ હતુ કે ટોળા ની ભયંકરતા શમશે , પરંતુ તે વધુ ને વધુ ઉગ્ર બની રહ્યુ હતુ . કોઈ પણ પ્રકાર નો પ્રતીકાર ન થતા તેમના જુસ્સા મા વધારો થઇ રહ્યો હતો . હોસ્ટેલ ને ઘણુ નુકશાન થઈ રહ્યુ હતુ . અમીતભાઇ ની ધીરજ ખુટી અને તે એ ગુસ્સા થી ભરાયેલા ટોળા ને સમજાવવા માટે બહાર જવા તત્પર બન્યા . રુદ્ર એ ઘણા પ્રયાસ કર્યા કે તેઓ બહાર ના નીકળે પણ બધાને સાંત્વના આપી ને તે તેમની ફરજ બજાવવા બહાર નીકળ્યા . જેવા તેમણે દરવાજો ઉઘાડ્યો એ સાથે જ થોડા માણસો અંદર આવવા તત્પર બન્યા પરંતુ તેમના પ્રતીનીધી એ કદાચ તેમને રોક્યા એટલે તેઓ અમીતભાઇ ને નજીક આવવા ની રાહ જોતા ઉભા રહ્યા . જેવા અમીતભાઇ તેમની પાસે પહોંચ્યા કે તેમાથી થોડા લોકો એ તેમને ઘેરી લીધા . તેઓ અમારી આંખો ના દ્રશ્ય થી થોડા દુર થયા .

થોડી ક્ષણો પુરતી શાંતી બાદ અચાનક અમીતભાઈ ની ચીસ સંભળાઇ . ચીસ નો અવાજ હજુ કાને પહોંચ્યો જ હતો કે મારા કાન ને પવન ના સુસવાટા નો અનુભવ થયો . કોઈ ખુબ જ તીવ્રતા થી મારી નજીક થી પસાર થઈ ગયુ હતુ . હજુ અમે કોઈ કઈ સમજીયે તે પહેલા જ તે દરવાજા બહાર નીકળી ચુક્યો . તેની મદદ માટે પ્રથમ ડી ને દોડતો જોઈ ને અમારી સેના પણ તેની પાછળ ચાલી . અમારા મુખેથી ગાળો અને રાડો બન્ને નીકળી રહ્યા . દેકારો ખુબ જ હોવાથી કદાચ સામે વાળા મા ભંગાણ પડ્યુ . અને અમે પહોંચીએ એ પહેલા તો ઘણાખરા ભાગી ચુક્યા હતા અને બાકી રહેલા પણ ભાગવા તત્પર હતા . અમારી પહેલા જનારે અદ્ભુત પરાક્રમ દાખવ્યાનો અમને સહેજે અણસાર થઈ આવ્યો . તેણે જઈ ને જ સિધા બે વ્યક્તીઓ પર હુમલો કર્યો હતો . તે લોકો કદાચ આ જોઈ ને જ આઘાત પામ્યા હશે એમ ના માનવાને કોઈ કારણ અમારી પાસે ન હતુ . તેઓ અમારા થી સંખ્યા મા ચોક્કસ વધારે હતા પરંતુ અચાનક થયેલા આ હુમલા ની તીવ્રતા તથા પાછળ થી આવી રહેલા પ્રચંડ ઉદ્ઘોશ ના કારણે તેઓ ડરી ને ભાગી રહ્યા હતા . જે થોડા ઘણા રહ્યા તેઓ પણ હળવે રહી ને અમારા માર થી બચી ને છટકવા નો પ્રયાસ કરી રહ્યા હતા . જ્યારે થોડા એ માર ખાધો અને બધા ભાગી ને ચાલ્યા ગયા ત્યારે અમારુ ધ્યાન અમીતભાઇ પર ખેંચાયુ . તેમની ચીસ અને અચાનક તે તરફ ધસતા કોઈક ને જોઈ ને અમારુ શુરાતન એ સર્વ થોડી જ ક્ષણો મા બન્યુ હોવાથી તે પહેલા જનાર કોણ હતો તે તરફ અમારુ લક્ષ્ય જવાને બદલે સર્વપ્રથમ અમારા ધ્યાન પર અમીતભાઈ આવ્યા . તેમને ખાસ ઈજા થઇ ના હતી એટલે હાશકારો લઈ ને અમારુ લક્ષ્ય હવે એ શુરવીર ને નીરખવા આતુર બન્યુ .

ખરેખર કમાલ ની હીમત જોઈ એ કોઈ ને પણ જણાવ્યા વીના સામે ત્રીસ થી વધુ લોકો પર તુટી પડવામા , જો અમને કોઈ ને આ પ્રકાર નુ શુરાતન જ ના ચડ્યુ હોય તો અમીતભાઇ અને પેલા ની હાલત શુ થઈ હોય એ કલ્પી ને જ મારુ હ્રદય ધબકાર ચુક્યુ હોય તેવુ લાગ્યુ . અને મારી નજર એ ચહેરા પર પડી તેને શરીરે થોડુ લોહી સ્પષ્ટ જણાઈ આવ્યુ . તે મારો મીત્ર રુદ્ર હતો એ જોઈ ને મને પણ થોડો ગર્વ થઈ આવ્યો . અમે ત્વરીત તેને અને અમીતભાઈ ને લઇને રુમમાં આવ્યા . અમીતભાઈ ને કશુ થયુ ન હતુ માત્ર ડર ના કારણે તેમણે ચીસ પાડી હતી , તેમને આરામ કરવાની જરુરીયાત જણાઈ માટે તેઓ તેમના નીવાસ સ્થાને જવા નીકળ્યા . રુમમાં આવ્યાબાદ થોડીવાર સર્વત્ર શાંતી પ્રસરી રહ્યાબાદ અમે રુદ્ર ને ફર્સ્ટએડ બોક્ષ માંથી થોડી સારવાર કરી આપી . તેના ઘાવ બહુ ઉંડા નાં હોવાથી તેને દવાખાને લઇ જવાનો પ્રશ્ન ન હતો . માત્ર તેને થોડા આરામ ની જરુર હતી . પણ અમે ત્રણેય તેને આરામ કરવા હાલ તુરંત તો તેને આરામ કરવા દેવાના ન હતા , તે કદાચ તે પણ જાણતો હતો . એટલા માટે તે અમારા પ્રશ્ન ની રાહ જોઇ રહ્યો હોય એમ અમારી સામે તાકી રહ્યો હતો . તેની આશાને સહેજ પણ વ્યર્થ ના થવા દેતા મારા મુખે થી પ્રશ્ન નીકળ્યો .

આટલી હીંમત તારામાં ક્યાંથી આવી . તે તો રેગીંગ પણ સ્વીકારી હતી . જો એકલો ત્રીસ માણસો પર કુદી પડવાનુ સામર્થ્ય હતુ તો ત્યારે કેમ ન બોલ્યો ?

તેણે સહેજ નિઃસાસો નાખતા કહ્યુ , થોડો ઘણો માર પડ્યો , ક્યાંક-ક્યાંક થી લોહી નીકળે છે , હમણાં જ તમે પાટાપીંડી કરી , અને મને થોડાક આરામ ની જરુર જણાય છે . ત્યાંરે ભાઇ સાહેબ ને કોન બનેગા કરોડ્પતી રમવું છે . પણ એ તો કહે કે આ કેટલા રુપીયા નો પ્રશ્ન છે . જો કરોડ થી ઓછો હશે તો હું મારા આરામ ને પ્રાધાન્ય આપીશ .

સહેજ પણ અવળા જવાબ મારે ના જોઈયે સીધા જવાબ આપ અને પછી આરામ કર

ચોખુ જ છે કે જ્યા સુધી શાંતી થી થાળે પડતુ હોય ત્યા સુધી માથાફોડ કરવાનો કોઈ અર્થ નથી

પણ તારામા તેઓ ને રોકવાની ક્ષમતા હતી તો તેમને દર્શાવવી જોઈએ ને ? ડી એ જરાક ઉંચા સ્વરે પુછ્યુ .

ક્ષમતા , શક્તી કે પછી સામર્થ્ય પ્રદર્શન માટે નથી હોતુ મીત્ર , એ તો જરુરિયાત સમયે આપોઆપ આવી જાય છે અને અત્યારે બનેલા બનાવ ને લીધે એવુ સહજ ધારી ના લેતા કે તેમના ચાર પાંચ ને પાડી દેવાની મને આશા હતી . અને હવે પછી પણ એવુ કઈંક કરવાની અદ્ભુત ક્ષમતા મારામા છે એવુ રખે માનતા નહી , એતો અમીતભાઇ ની ચીસ સંભળાઈ એટલે મારાથી રહી શકાયુ નહી . ત્યા પહોંચીને મારા શુ હાલ થવાના છે તે કદાચ મે કલ્પ્યુ પણ ન હતુ .

તો પછી શા માટે આવુ જોખમ લિધુ . અમે હતાજ ને ? શુ અમારા પર એટલી શ્રધ્ધા પણ હવે નથી રહી ? થોડી ગ્લાની સાથે મે તેને કહ્યુ .

ના ભાઈ તારા પર ભરોસો હતો માટે જ તો આ જોખમ લીધુ . હુ જાણતો હતો કે હુ જઈશ એટલે મારી પાછળ કોઈ આવે કે નહી પરંતુ તમે ત્રણેય ચોક્કસ આવશો . કદાચ એ લોકો મને જુડી કાધે પણ તમે ત્રણેય માર ખાવામા મારી સાથે જ હશો એ મારે યાદ કરવાની કઈ જરુર ન હતી . વળી બીજુ કે જો થોડો વીલંબ થાય તેને કારણે અમીતભાઇ ની સ્થીતી મા ઘણુ પરીવર્તન આવવાનીશક્યતા હતી , અને તે પરીવર્તન આપણા દરેક માટે દુઃખદ બની રહે . એ ઉપરાંત ટોળા ની માનસીક્તા ઘણી સરળ હોય છે . તેમા બધા લોકો આક્રમક મીજાજ ના નથી હોતા . માત્ર ત્રણ કે ચાર વ્યક્તી જ આક્રમક હોય છે . બાકી ના થોડા તમાશો જોવા , થોડા ડરપોક સાબીત ના થાય માટે અને થોડા તો માત્ર વાહવાહી લુટવા આવેલા હોય છે , હવે મારે તો એ ચાર પાંચ માથી એક કે બે ને પકડી ને ખેંચવા ના હતા . અને આ ખેંચાખેંચ મા જો ટોળા નો આગેવાન તમારા હસ્તે ચડી ને થોડો મેથીપાક ખાઈ લે એટલે પ્રતીકાર ની ઇચ્છા સમુળગી નાશ પામે છે . તેઓ ને કઈંક વીચારવાનો સમય મળે એ પહેલા તો તમારો શોરબકોર ધસમસતા આવતા પુર સમાન તેમના કર્ણો ને ભેદી ને આવી ચુક્યો હતો . એટલે હુ બચી ગયો જો તમે લોકો એ થોડો વધુ સમય વેડફ્યો હોત તો કદાચ હાલ આપણે દવાખાને હોવાની શક્યતા વધુ હતી .

આ સાંભળીને ડી ના ચહેરા ઉપર કોઈ તેની પ્રશંશા કરે તેની રાહ જોવા ના ભાવ ઉપસી આવ્યા . કરણ આ સમયે તેના આ અહંભાવ ને સાખી શકે તેમ ન હતો .

ડી , તારે લીધે આપણે બધા આ મોટી મુશ્કેલી મા આવ્યા અને તુ તેમાથી અમને બહાર કાઢવાને બદલે પીછેહઠ કરવામા આગળ  હતો . આટલો બધો ડર તારા મા છે તો ભાઈ પહેલા થી જાળવ ?

ડી થોડો જખવાણો પડ્યો , આમને સામને ની લડાઈ હોય તો ચાર-પાંચ ને તો પાડી જ દઉ પણ આ તો ડરપોક સાલાઓ પત્થરમારો કરતા હતા . તો એમા ભાઇ આપણુ ગજુ બહુ લાંબુ ચાલ્યુ નહી .

હવે તો પાછો વળ ભાઇ , સ્વીકારી લે કે ફાટી રહી તી , સીધો પલંગ નીચે ભરાઈ ગયો હતો . મે કરણ ને સાથ આપ્યો .

હા વાત તો સાચી છે કે આપણે તો ડરી જ ગયા હતા , તને ડર ના લાગ્યો ? ડી એ રુદ્રને પુછ્યુ

ના , જીવન મા મે ઘણુ બધુ નીહાળ્યુ છે , હવે કોઈ નો ડર રહ્યો નથી . આવતી પળે શુ થશે ? તે આપણે જાણતા નથી , તો પછી ભવીષ્ય થી શા માટે ડરવુ ? અને હુ કઈ એટલો ભાગ્યશાળી નથી કે ઇશ્વર મને તેના ચરણૉ મા બોલાવે , હજુ ઘણુ જીવવાનુ બાકી છે .

રુદ્ર ની વાત થી ડી થોડો ગુસ્સે થયો , જીવવાનુ બાકી છે એટલે ? આવી ઘરડા જેવી વાતો ના કર . અરે કદાચ ઘરડા ઓ ને પણ જીજીવીષા હશે , એક તને જ નથી . મને તો એવુ જ લાગે છે કે તુ નાનપણ થી જ ઘરડો હોઇશ .

હા, ડી એ વાત સાચી છે , ઘરડો તો નહી પણ હુ ખુબ ઝડપ થી ઉંમરલાયક થઈ ગયો હતો રુદ્ર ના ચહેરા પર મે પહેલી વાર અણગમા નો ભાવ નીહાળ્યો . બે જ ક્ષણ મા તેના ચહેરા એ ફરીવાર પોતાનુ  આજન્મ સ્મીત લહેરાવી દીધુ . પણ એ બે ક્ષણ નો ભાવફેર ઘણુ કહી જતો હતો જીવન માત્ર જીવવાનુ છે . ઇશ્વર ઉપર બેસી ને આપણી પાસે અવનવા ભાવો નો અભીનય કરાવવા માટે ચપાટો મારતો રહે છે . આપણે તેના મનોરંજન માટે સતત અભીનય કરતા રહેવાનુ છે .

અચ્છા ? એવી તો કુદરતે તને શી ચપાટ મારી ? કરણે પુછ્યુ .

કઈ નહી એ તો સાર્વજનીક વાત હતી . હવે હુ થાકી ચુક્યો છુ , થોડો આરામ લઈએ તો કેવુ સારુ ? રુદ્ર આ જવાબ થી સંવાદ નો અંત લાવવા માગતો હતો પરંતુ અમે ત્રણેય જાણી ચુક્યા હતા કે રુદ્ર કઈંક છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે અને હવે અમે જાણ્યા સીવાય તેને છોડવા ના ના હતા .

અમે ત્રણે ઘણો પ્રયત્ન કર્યો ત્યારે અમને તેણે તેની વાત કરી . ઘણી રકઝક કર્યા પછી તે તૈયાર થયો હતો . તેના જણાવ્યા મુજબ તેના પીતા રાજકોટ ના ખુબ પ્રતીષ્ઠીત વેપારી હતા . તેમના મીત્ર સાથે ભાગીદારી મા વ્યવસાય ખુબ સરસ ચાલી રહ્યો હતો . તેઓ માટે જુનાગઢ મનપસંદ સ્થળ હતુ ? એવા એક દીવસે તેઓ સહપરીવાર જુનાગઢ જઈ રહ્યા હતા . રુદ્ર અને તેના માતા બન્ને પાછળ ની સીટ મા બેસેલા હતા . બધા એ સીટબેલ્ટ બાંધેલા હતા . એમા રુદ્ર એ બેલ્ટ ખોલ્યો તેને ફરીવાર બેલ્ટ પહેરાવવા માટે તેના માતા એ પણ બેલ્ટ ખોલ્યો અને રુદ્ર ને સમજાવવા લાગ્યા . રુદ્ર માન્યો નહી એટલે તેના પીતા એ તેને ધમકાવવા માટે પાછળ ફરી ને જોયુ . બેક શબ્દો કહેતા રુદ્ર એ બેલ્ટ પહેર્યો અને તેના પીતા એ ગાડી પર નો કાબુ ગુમાવ્યો . અને તેમની ગાડી સામેથી આવી રહેલા ટ્રક સાથે ટકરાઈ . રુદ્ર ના કહેવા મુજબ અકસ્માત ખુબ ભયંકર હતો . તેને પણ એ સમય ની વધારે ઝાંખી રહી નથી . પણ તેને ખુબ ગંભીર ઇજાઓ થઈ ન હતી . પરંતુ તેના માતા પીતા એટલા ભાગ્યશાળી ના હતા . તેના પીતા નુ સ્થળ પર અને માતા નુ દવાખાને અવસાન થયુ .

સૌમ્ય શાંત થયો અને ઘડીભર કાવ્યા પણ કશુ બોલી શકી નહી . કાવ્યા ની આંખો સહેજ આંસુ ઓ થી છલકાઈ . રુદ્ર ની કથા નો અંત આટલો કરુણ હશે તેવુ કાવ્યા એ વીચાર્યુ જ ન હતુ . કાવ્યા સહેજ ઘોઘરા અવાજે બોલી તમારા મીત્ર ના માતા પીતા ના મૃત્યુ વીશે આવી શાંતીથી તમે કઈ રીતે જણાવી શક્યા ?

મારા ચહેરા પર તને થોડુ દુઃખ તો દેખાયુ હશે પણ રુદ્ર ના ચહેરા પર અમને કોઈ પ્રકાર નુ દુઃખ કે નિરાશા દેખાઈ ન હતી . તેની કથા પુરી કરી ને તેણે હસતા હસતા જ કહ્યુ હતુ કે તે કેટલો નસીબદાર છે કે બચી ગયો . ત્યાંજ અકસ્માતના સ્થળે તેને યમરાજે પણ તરછોડ્યો , તેના માતાપિતા ની સાથે રહેવાનો અંતીમ અવસર પણ તેના હાથ માંથી છટક્યો .  

કોઈ આ રીતે હસી ને ક્યા પ્રકારે બોલી શકે ? શુ તેને હૃદય ન હતુ ? શુ તેને કોઈ પ્રકાર ના ભાવો ન હતા ? તે ખુબ રડ્યો હશે અને અંતે હવે તેનુ હૃદય ભાવશુન્ય બન્યુ હશે !

અમે તેને એ સમયે આ પ્રશ્ન પુછી શક્યા નહી . થોડી ક્ષણો તો અમને તેને હૃદય ના સ્થાને પત્થર છે તેવુ જ ભાસ્યુ હતુ . તેની ભાવશુન્યતા એ સમયે ડરામણી લાગી હતી . પરંતુ તેની સાથે ના બે વર્ષ ના સહવાસે અમને જણાવ્યુ કે તે રડવા ઇચ્છતો ન હતો . તે અકસ્માત ના દીવસે પણ રડ્યો ન હતો અને ત્યાર બાદ ક્યારેય તેણે તેના માતા પીતા પાછળ આંસુ ઓ ખર્ચ્યા ન હતા . તેની આંખો આ અગાધ જળ ને રોકી ને જ મહાસાગર સમી ઉંડી ભાસતી હતી .

કાવ્યા એ સૌમ્ય ને અટકાવતા પુછ્યુ , તે એવુ શા માટે કરે ? રડવાથી તો દુઃખ ઓછુ થાય છે . અને જો તે રડ્યો જ ના હોય તો આવુ કોઈ કાળે કઈ રીતે હસતા હસતા ઉચ્ચારી શકે ?

ના તેણે હસતા હસતા જ ઉચ્ચાર્યુ હતુ અને એ પણ ચોક્કસ હતુ કે તે ક્યારેય રડ્યો ન હતો . આ અકસ્માત ને તે પોતાની ભુલ ગણતો હતો . તેણે એના હૃદય મા એ ભરાવી મુક્યુ હતુ કે તેણે તેના માતા પીતા ની હત્યા કરી હતી . જો એ રડે તો તેનુ હૃદય હળવુ બને અને હૃદય હળવુ કરવા ની ઇચ્છા જ તેના મા ન હતી . તે ક્ષણે ક્ષણે એ પીડા અનુભવવા માગતો હતો . ખરેખર તો તે એવુ માનતો કે તે કદાચ ભુલ થી પણ રડી લેશે તો એ ઘટના તેના મગજ મા થોડી ધુંધળી બનશે . અને વીચાર કે તેના હૃદય મા કેવુ ઘમાસાણ મચતુ હશે જ્યારે એ પોતાને તેના માતા-પિતા નો હત્યારો સમજતો હશે . મૃત્યુદંડ કદાચ સૌથી ક્રુર સજા નથી . પણ જ્યારે માણસે આજીવન પીડા લઈને જીવવુ પડે ત્યારે મૃત્યુદંડ ખુબ સરળ ભાસે છે . તે ક્યારેય એ દૃશ્ય જોયુ નથી જ્યારે તે એકલો બેસી ને એ ઘટના ને યાદ કરી રહ્યો હોય . તમારા મનમા આપોઆપ સહાનુભુતી જન્મે છે . તેના ચહેરા પર ઘડી બે ઘડી જે અપરાધબોધ દેખાય તે સમજ ની પરે હતો . શા માટે ?  એ સહાનુભુતી ક્યારેક એવુ વીચારવા પ્રેરે કે આ માનવ ને તેની સજામાંથી ,ઉક્ત કરીયે . તે એ પીંજરા મા પુરાયેલો હતો અને દરવાજા ની ચાવી પણ તેના હાથ મા હતી છતા તે એ દ્વાર ખોલી ને બહાર આવવા માંગતો ન હતો . એ જેલ માંથી કોઈ તેને બહાર લાવી શકે તેમ ન હતુ . બહાર થી તો એમ જ ભાસતુ કે આ માણસે જીવન મા ક્યારેય દુઃખ નામની બીમારી નીહાળી જ નથી . કોણ માનષે કે મારો મીત્ર ક્ષણે ક્ષણે સળગી રહ્યો હતો . આ દાવાનળ પંદર વર્ષ થી તેને તડપાવી રહ્યો હતો . છતા તે આ પીડા થી કંટાળ્યો ન હતો . આ અકસ્માત ના કારણે તે તેની જાત ને ધીક્કારતો હતો . પહેલી નજ્રે સમુદ્ર કેટલો સુંદર અને અદ્ભુત ભાસે છે પણ જ્યારે તેમા ઉતરીયે ત્યારે એ રક્ત ના દર્શન કરી શકીએ જે સમુદ્ર પોતાના પેટાળ મા સંઘરી બેઠો છે

એ રાત્રી અમારા માટે ઘણી કપરી હતી . મારા મીત્ર ની પીડા બીલકુલ મારી સામે હતી છતા હુ કશુ કરી શકુ તેમ ન હતો . હુ તેને કોઈ સહાય કરી શક્યો નહી . અમે કશુ બોલી શક્યા નહી . તે રાત્રીએ પથારી એ પણ અમને આવકાર્યા નહી . “

“ તેના માતા-પિતા ના મૃત્યુ બાદ તે કેવી રીતે ઉછર્યો ? “

“ તેના પીતા ના ભાગીદાર , રમેશકાકા એ તેને ઉછેર્યો હતો . તેમણે રુદ્ર ને પોતાના પુત્ર સમજી ને સાચવ્યો હતો . રુદ્ર કહ્તો કે કદાચ તેના માતા-પિતા પણ તેમના જ્ર્ટલો પ્રેમ આપી શક્યા ન હોત . એ જીવન તેમને આભારી હતુ , “

“ શુ રુદ્ર ને ખુશ રહેવાનો અધીકાર નથી ? તેનો શો વાંક ? ઇશ્વર ની ઇચ્છા સામે તો આપણે બધા પરાજય પામીએ છીએ . તો ઇશ્વર નો દોષ સમજી ને તે એ ઘટના નો અપરાધબોધ નો ત્યાગ ના કરી શકે ? શુ તે હસી ન શકે ? શુ તે સામાન્ય માણસ ની જેમ જીવન વ્યતીત ન કરી શકે ? તમે તમારુ સ્મીત કદાચ રુદ્ર પાસેથી જ શીખ્યા છો , શુ તમે પણ તેના જેવા બની ચુક્યા છો ? “

“ ના , હુ રુદ્ર નથી . એ તેના નામની જેમ માનસીક્તા થી પણ મહાદેવ હતો . એ જે આઘાતો તેના હ્ર્દય પર વારંવાર લગાવી રહ્યો હતો તે તો હુ સહન જ ન કરી શકુ . તે વિષ પી રહ્યો હતો , હુ એ ન કરી શકુ . હા એ સ્મીત કદાચ તેનુ જ છે . હંમેશા આ જ સ્મીત તેના મુખ પર રહેતુ . શરુઆત મા મને એવુ લાગતુ કે એ સ્મીત તેને શાંતિ આપતુ હતુ . પરંતુ એ કૃત્રીમ હાસ્ય બધાને તેના હૃદય ના ધબકાર થી દુર રાખી રહ્યુ હતુ . તે રાત સીવાય મને ક્યારેય રુદ્ર ના આઘાત નો અહેસાસ થયો ન હતો . ક્યારેક ખુબ ઉંડાણ પુર્વક નીહાળીએ ત્યારે ખ્યાલ આવતો . તે અમને આનંદ મા રાખતો અને પોતે આનંદ મા છે તેવો દેખાવ કરતો . “ સૌમ્ય એ તેના મીત્ર ને મહાદેવ સાથે સરખાવ્યો હતો , તેમા તેને કોઈ અતીશ્યોક્તી લાગી ન હતી અને કાવ્યા પણ હવે તેની સાથે કદાચ મતભેદ ધરાવતી ન હતી .

“ ખરેખર અદ્ભુત છે તમારો મીત્ર ! તેની પ્રશંસા કરવી કે નીંદા તે સમજાતુ નથી ? એ જીવવા નહોતો માંગતો અને મરવા પણ માગતો ન હતો . એ હસ્તો નહી છતા બધા ને હસાવવા માગતો . તે દુઃખી લાગતો નહી છતા દુઃખના સાગર મા ડુબેલો હતો . તેને કદાચ કોઈ સમજી શક્યુ ન હોય . મે ક્યાંક સાંભળ્યુ હતુ કે કુદરત તમને આઘાત આપે છે તો તેને સહન કરવાની શક્તી આપે છે , પરંતુ આ આઘાત સહન કરવાની શક્તી તેણે કઈ રીતે મેળવી શકે ? “

“ પ્રેમ માણસ ને સમજી શકે છે , તમને કોઈ પ્રેમ કરતુ હશે તો તમારી મનઃસ્થીતી કહ્યા વીના સમજી જશે . તમારી હરેક ભાવના તે આપોઆપ સમજી જશે . રુદ્ર કહેતો કે તેની પાસે જતા  જ તે બધી પીડા ભુલી જતો . તેમનુ બંધન ખુબ જ પવીત્ર હતુ , તૃષા રુદ્ર માટે બની હતી અને રુદ્ર તૃષા માટે  . “ સૌમ્ય નુ ધ્યાન ઘડીયાળ પર પડ્યુ , “ હવે આજ માટે આટલુ પુરતુ છે , કાલે આગળ ની વાત કરીશ . ઘણુ મોડુ થઈ ચુક્યુ હવે સુઈ જઈએ “

સૌમ્ય કાવ્યા ને તરસાવવા માંગતો ન હતો . પણ કાવ્યા ને તો એમ જ લાગ્યુ . તેણ ઘણી મહેનત કરી પન સૌમ્ય માન્યો નહી . તે રુદ્ર અને તૃષા ની પ્રેમ કથા સાંભળવા માગતી હતી . પણ તેની ઉત્સુક્તા પર સૌમ્ય એ પાણી ફેરવી દીધુ . કાવ્યા એ ઘરે જઈ ને પથારી મા લંબાવ્યુ ત્યારે તેના મગજ મા ઘણા પ્રશ્નો હતા અને એ પ્રશ્નો વચ્ચે એક જ વીચાર હતો કે કેવી હશે “ રુદ્ર ની તૃષા ? “

હૃદય ને ખંજર થી ચીરનાર ઘાવ મે જીવન ને આપ્યા છે

દવા થી ફરક નહી પડે મે એ સાચવી રાખ્યા છે

હરેક પળે સંભારુ છુ એ દરેક ઘાવ ને “ આશિક “

આજીવન થાય પીડા મુજને માટે નજર સામે જ રાખ્યા છે . 

***

Rate & Review

Vidhi ND. 2 months ago

Daksha Gala 2 months ago

Usha Dattani Dattani 3 months ago

Hemali Mody Desai 3 months ago