પ્રેમ ની પરિભાષા - ૮. ડી ની ઘેલછા


    કાવ્યા જોઈ રહી હતી કે સૌમ્ય રુદ્ર થી દુર થઈ રહ્યો હતો , અને તેનુ કારણ પુજા હતી . તે સ્પષ્ટ પણે જોઈ શકી કે પુજા પ્રત્યે ની લાગણી તેને મીત્રો થી દુર કરી રહી હતી . પણ અહીયા યક્ષપ્રશ્ન એ હતો કે જે મતભેદ સૌમ્ય અને રુદ્ર વચ્ચે હતો એ જ મતભેદ તેની અને સૌમ્ય વચ્ચે આવવાની શક્યતા હતી કારણ કે તેની પોતાની માનસીક્તા રુદ્ર સમાન હતી અને તે રુદ્ર ની કહેલી બધી જ વાતો સાથે સહમત હતી . અને બીજી તરફ સૌમ્ય રુદ્ર સાથે મતભેદ ધરાવતો હતો . કાવ્યા અને સૌમ્ય વચ્ચે મતભેદ થવા ની તૈયારી જ હતી , પણ આટલુ ઝડપ થી તે મતભેદ દર્શાવી ને તે મતભેદ ને મનભેદ મા ફેરવવા માંગતી ન હતી . અને હજુ સાંભળવાનુ ઘણુ બાકી હતુ માટે આગળ જઈને સૌમ્ય મા કઈ પરીવર્તન આવે છે કે નહી તે પણ કાવ્યા એ જોવા નુ હતુ . બીજી તરફ તે ડરી રહી હતી કે પુજા ના આગમન થી જો સૌમ્ય રુદ્ર થી વિમુખ બન્યો હતો તો ફરી ક્યારેય પુજ નો સામનો થઈ આવે તો ? પહેલી નજરે તો એમ જ જણાઈ આવે કે સૌમ્ય પોતાની વીચારસરણી ના કારણે રુદ્ર થી વિમુખ થઈ રહ્યો હશે . પણ સૌમ્ય ની માનસીક્તા મા જે બદલાવ થયો હતો તે જ આ મતભેદ નુ કારણ હતો , સ્ત્રી ઓ પોતાની ઇચ્છાઓ પુરૂષો ના મગજ મા એવી રીતે ઠાલવે છે કે કોઈ ને પણ ખ્યાલ આવતો નથી . સૌમ્ય તો કથાનક કહેવામા જ મશગુલ હતો .


    “  એ દીવસે ડી જ્યારે પેપર આપવા ગયો ત્યારે થોડો વ્યાકુળ હતો , તે હજુ થોડો સંકોચ અનુભવી રહ્યો હતો માટે અમને શંકા થવા લાગી કે તે કહેશે કે નહી ? એ દીવસે મારુ પેપર પુરૂ કરવામા પણ મને પરસેવો આવી ગયો , સમય કોઈ રીતે પસાર થઈ રહ્યો ન હતો હુ ડી વિશે વીચાર કરી રહ્યો હતો , કે ક્યારે તે આવે અને મને શુભસમાચાર સંભળાવે . હુ રુદ્ર ને ખોટો સાબીત કરવા માંગતો હતો . જો ડી નો મેળ પડી જાય તો તેની સમજણ ને જ હુ ભગાવી દઉ . મને લાગ્યુ કે તે પોતે તો જીવી નથી રહ્યો પણ અમને પણ જીવન થી વિમુખ કરી રહ્યો છે . હુ તેની માન્યતાઓ મા પરીવર્તન આણવા માગતો હતો . તેની સમજણ મા ધરમુળ થી ફેરફાર કરવા માગતો હતો . તે ઘણી વાર અમારી માન્યતા ઓ મા પરીવર્તન લાવી ચુક્યો હતો . તેની દ્રષ્ટી એ તે સાચો હશે અન અમારી દ્રષ્ટી એ અમે છતા તેણે અમારી માન્યતાઓ મા ચંચુપાત કર્યો હતો . હવે અમારે તેની વર્ષો પુરાણી માન્યતાઓ મા બાદલાવ લાવવાનો હતો . સાચુ કહુ તો હૃદય ના કોઈ ખુણે થી અવાજ આવી રહ્યો હતો કે રુદ્ર ની માન્યતઓ સાચી છે અને છતા હુ તેને જુની ગણી રહ્યો હતો .


    થોડી ક્ષણો મે ડી ની ત્યા મેદાન મા જ રાહ જોઈ પરંતુ તે આવ્યો નહી એટલે મે માન્યુ કે તે ઉતાવળે હોસ્ટેલે પહોંચ્યો હશે , ત્યા જઈ ને જોયુ તો તે ત્યા પણ ન હતો ? થોડુ વીચાર્યુ તો લાગ્યુ કે ભાઈ નો મેળ પડી ગયો હશે એટલે ત્યાથી જ ક્યાંક નીકળી ચુક્યો હશે . થોડી વારે બાડો આવ્યો અને તેણે પુછ્યુ એટલે મે તેને મારો તર્ક સમજાવી દીધો . તે પણ મારી સાથે સન્મત થયો અને અમે બન્ને ખુશ થયા . રુદ્ર આવ્યો અને તેણે પણ સીધુ ડી વીશે પુછ્યુ એટલે મે તેને કહ્યુ હશે પ્રીયા પાસે , આજે તેણે પ્રપોઝ કર્યુ છે માટે તે બન્ને ક્યાંક મજા માણતા હશે , આને હજુ હુ કઈ આગળ બોલુ તે પહેલા તો રુદ્ર ત્યાંથી જ પરિક્ષાસ્થળ પર રવાના થયો , કઈ પણ વીચાર્યા વિના અમે પણ તેની પાછળ ચાલવાનુ શરુ કર્યુ . અમારી મંજીલ આવતા અમે અટક્યા તો જોયુ કે ડી તેના ખંડ મા એકલો બેસેલો હતો . ભાવશુન્ય સ્થીતી મા એ સંપુર્ણ નીરવતા મા તેને બેસેલો જોઈ ને મને ફાળ પડી . તેના માત્ર અશ્રુઓ જ અમને કળાઈ રહ્યા હતા . રુદ્રએ તેને ટેકો આપ્યો અને અમે તેને હોસ્ટેલ  મા લઈ આવ્યા .


    મારા મન મા અનેક પ્રશ્નો હતા . ડી ને આ શુ થયુ ? શુ તેણે પ્રપોઝ કર્યુ હશે ? પ્રીયા એ શો જવાબ આપ્યો હશે ? તે શા માટે રડે છે ? ત્યા શુ બન્યુ હશે ? દરેક પ્રશ્નો ના જવાબ હુ જાણતો હતો પણ તે અટકળૉ કહી શકાય , જ્યા સુધી ડી ના મુખે થી હકીકત સાંભળવા ના મળે ત્યાં સુધી કઈ પણ કહેવુ યોગ્ય ન હતુ . હુ પુછવા માંગતો હતો પણ રુદ્ર એ મને અટકાવ્યો . તેણે કહ્યુ થોડો સમય શાંતી જાળવ તેને વીચારી લેવા દે તેનો થોડો વહેમ ધોવાઈ જવા દે . તે શાંત થશે પછી જ પ્રશ્નો ના વ્યવસ્થીત ઉત્તર આપી શકશે . માટે થોડી ધીરજ રાખ . રુદ્ર ની વાત સાચી હતી કે ડી ને થોડી શાંતી ની જરુર હતી . પરંતુ આપણુ મન ઉત્કંઠા ઓ ને દબાવી શક્તુ નથી અને મને શંકા હતી કે પ્રીયા એ ડી ની લાગણી ઓ ની હાંસી ઉડાવી હશે . માટે મારે ઉત્તરો જાણવા ખુબ આવશ્યક હતા અને હુ અધીરો પણ બન્યો હતો છતા રુદ્ર એ કહ્યુ એટલે હુ શાંત રહ્યો .


    ડી રાત્રે જમ્યો પણ નહી અને અમે પણ તે જ્યા સુધી કશુ જમે નહી ત્યા સુધી જમવા ઇચ્છુક ન હતા . રાત્રે બે વાગે રુદ્ર અમીતભાઇ ને ત્યાંથી થોડુ જમવાનુ લઈ આવ્યો મહાપ્રયત્ને અમે તેને જમાડ્યો અને અમે પણ થોડુ ખાધુ . છેવટે મારા થી રહેવાયુ નહી અને મે પુછી નાખ્યુ કે ડી શુ થયુ ? ડી માટે જવાબ આપવો ખુબ કપરો હતો . તે કઈ બોલી જ રહ્યો ન હતો . તે જાગતો હોય અને આટલો સમય મુંગો રહ્યો હોય તેવુ પહેલી વાર મે જોયેલુ . તે ક્યારેય અડધી કલાક થી વધુ એક જગ્યાએ બેસી ન શકે તો મુંગો કઈ રીતે રહી શકે . મારી શંકા દ્રઢ બની કાવ્યા એ જો સરળ રીતે ના કહી હોય તો ડી આટલો ગુપચુપ બેસે નહી . અમે તે જવાબ આપે તેવા ઘણા પ્રયત્નો કર્યા પણ દરેક પ્રયત્ન વ્યર્થ ગયા ;


    રુદ્ર એ તેના ખભે હાથ મુકી ને કહ્યુ , “ જો ભાઈ ! દવા ત્યારે જ થઈ શકે જ્યારે રોગનુ નિદાન થાય . અમે જાણ્યા વિના કઈ કહી શકીએ નહી . સમસ્યાઓ દબાવી રાખવાથી સમાધાન નહી થાય , તેને બહાર આવવા દે . તુ તારી સમસ્યા અમને નહી કહે તો કોને જણાવીશ ? શુ તને તારા મીત્રો પર હવે શ્રદ્ધા રહી નથી . આપણે સાથે મળીને તેનો સામનો કરવાનો છે .


    “ શુ હુ જોકર જેવો લાગુ છુ ? “ ડી એ દયામણા અવાજે પુછ્યુ હતુ . મને તો કઈ સમજ પડી ન હતી પણ રુદ્ર કદાચ સમજ્યો હશે તેમ તેણે ડી ને કહ્યુ , “ તુ તો અમારો જીવ છે . તારા વિના તો અમે ત્રણેય મૃતપ્રાય બની જઈએ . અમારા જીવન મા આવેલ તુ થંડા પવન ની લેરખી છો અને અમારા આ મંતવ્યો ની વીરુદ્ધ મા તને કોઈ પારકા , ગાંડા માણસે કહેલુ મંતવ્ય તારે માન્ય રાખવુ છે ? બીજુ કોઈ તને કઈ પણ કહે તેનાથી તુ તેવો થોડો બની જવાનો છે ? માટે તુ આવી નકામી વાતો છોડ અને અમને આવો ત્રાસ આપ મા . અમારા માટે તો તુ અમારુ સર્વસ્વ છો . “


    ડી ને થોડી હિંમત આવી અને તેણે ત્યાં શુ બન્યુ હતુ તે અમને કહી સંભળાવ્યુ . પેપર પુરુ થતા જ તેણે પ્રીયા ને તેનો પ્રેમપત્ર આપ્યો . પ્રીયા એ એ વાંચ્યુ અને ત્યાર બાદ તેના ટુકડા કરી ને ડી પર ફેંક્યા . તેણે કાગળ ને નહી પણ ડી ના અરમાનો ને ચીર્યા હતા . એકે એક ટુકડા સાથે ડી ની લાગણીઓ હવા મા ઉછળી હતી , પણ તે કઈ કરી શક્યો નહી માત્ર મુક મનુષ્ય ની માફક સાંભળી રહ્યો , પ્રીયા જાણતી હશે કે તેની એ પ્રતીક્રીયાની ડી પર કેવી અસર થશે માટે જ તેણે ડી નુ ઘોર અપમાન કરવા માટે આવુ કર્યુ હતુ , અને હજુ તેને શાંતી મળી ન હતી . તેણે ડી ના ચહેરા ને હાથ મા જકડી ને કહ્યુ , “ જા પહેલા અરીસા મા તારુ આ વાનર સમાન મુખ જોઈ લે . સાયકલ ચલાવવા ની ઓકાત નથી અને ફરારી ના સપના જુવે છે . હુ પ્રીયા તારા જેવા જોકર ને પ્રેમ કરુ ! તને સ્વપ્નેય એવો ખ્યાલ કઈ રીતે આવી શકે ? મારે તો માત્ર તારી જરુરીયાત હતી એટલે થોડો સમય તારી સામે દાણા નાખ્યા મને ખ્યાલ જ હતો કે તારા જેવા એ ક્યારેય મારી જેવી છોકરી જોઈ નહી હોય એટલે મારી આગળ પાછળ ફરવાનો અને થયુ પણ એવુ જ . તારા જેવા તો ઘણા છે જે મારી સાથે વાત કરવા માટે પણ હુ કહુ તે કરવા તૈયાર હોય છે .તો પછી તારા જેવા લંગુર ને બાજુ મા શોપીસ તરીકે રાખી ને ફેરવવાનો પણ કોઇ અર્થ નથી . શોપીસ પણ મારા સ્ટેટસ મુજબ હોવુ જોઇએ . અને હવે તારી જરુરીયાત મારે નથી રહી . અને તારા જેવી બીનજરૂરી અને બે-અક્કલ વસ્તુઓ ને હુ ફેંકી દઉ છુ . “ આટલુ સાંભળ્યા પછી શુ બન્યુ તે ડી જાણતો ન હતો કદાચ અમે પહોંચ્યા ત્યા સુધી તે એ જ જગ્યા એ બેસી રહ્યો હશે .


    મારી નજર એ ચહેરો શોધવા માટે મથી રહી હતી . તેને તેના રૂપ નો આટલો અહંકાર હતો , તેણે ડી ને શાંતી થી ના કહી હોય તો ડી ને આટલુ ખોટુ લાગ્યુ ન હોત પરંતુ તેણે તો ડી નુ ભરપુર અપમાન કર્યુ હતુ . તેણે ડી ની હિંમત ભાંગી નાખી હતી . જો ત્યારે પ્રીયા મારી સામે આવી તો તેનુ ગળુ દબાવવા ની તમન્ના મારા મા જન્મી હતી . ગુસ્સો એટલો બધો હતો કે તેને સંભાળવો કઠીન હતો પરંતુ અત્યારે પ્રાથમીક્તા ડી ને સમજાવવાની હતી . અમારી સામે ડી નુ શરીર હતુ તેનો ધબકાર તે એ રૂમ મા છોડી ને આવ્યો હતો અમારે તે ધબકાર પાછો લાવવા નો હતો . સમય જ્યારે ઘાવ ની દવા બને છે ત્યારે તે થોડા અંશો છોડી જાય છે અને જીવન કપરૂ બનાવે છે અમે તેના મા સહેજ પણ અંશો બાકી રહે તે ઇચ્છતા ન હતા


    રુદ્ર એ ડી ને સમજાવતા કહ્યુ , “ ડી જે થયુ તે થયુ આપણે તેને બદલી શકતા નથી . પણ ખોટ તને સહેજ પણ નથી થઈ , તારા જેવુ પ્રીયપાત્ર પ્રીયા ના નસીબ મા હશે નહી . અને તારા માટે કોઈ સુંદર કન્યા ઇશ્વરે અનામત રાખી હશે . માટે પ્રીયા એ તને તરછોડી ને ઉપકાર જ કર્યો છે . જો આ બધુ તેણે થોડો સમય તારી સાથે વીતાવી ને પછી આ બાધુ કર્યુ હોય તો તેને ભુલાવવુ અઘરુ પડે . માટે આ દુઃસ્વપ્ન ને ઝડપ થી ભુલી જા અને નવા આવનાર માટે રાહ જો . “


    “ પ્રીયા તો નહી આવે ને ?તુ જાણે છે હુ એને કેટલો ચાહતો હતો ? દુનીયા ની દરેક સાહ્યબી તેના ચરણો મા ધરી દેત . પણ હવે શુ ? તે નથી ? “ ડી નો અવાજ દયામણૉ હતો .


    “ પ્રીયા તેને માટે લયક ન હતી . તુ શુ એવી વ્યક્તી ને પ્રેમ કરી શકે જે માત્ર તારો ઉપયોગ કરવા માગતી હતી . અને કોણે કહ્યુ કે સુખ-સાહ્યબી થી પ્રેમ ખરીદી શકાય છે ? અરે તુ તો બે સવાલ ના જવાબ આપી ને પ્રેમ ખરીદવા માંગતો હતો . એમ પ્રેમ બજાર મા વેંચાતી વસ્તુ નથી . એમ તો બધા ખરીદ કરવા માટે તૈયાર જ હશે . ડી માટે આ ગાંડપણ છોડી દે જ્યારે તને પ્રેમ થશે ત્યારે તને સમજાશે કે પ્રેમ શુ છે ? “


    તો તુ શુ એમ કહેવા માગે છે કે ડી પ્રીયા ને પ્રેમ કરતો નથી ? “ મારા થી રહેવાયુ નહી એટલે મે પુછી નાખ્યુ .


    “ હા ! હુ એજ કહેવા માંગુ છુ કે પ્રીયા ડી નુ ગાંડપણ હતુ ડી ની ઘેલછા હતી , પ્રેમ નહી “ રુદ્ર ના વિદ્વતા ભરેલા જવાબ થી ડી થોડો ગુસ્સે થયો .


    “ તુ પણ આવુ બોલે છે ? મારા મીત્ર ને જ મારા પર શ્રદ્ધા નથી તો પછી બીજા ને શુ પડી હોય ? તુ માને કે ન માને પણ હુ પ્રીયા ને હૃદય થી ચાહતો હતો . “


    “ બસ બે જ ક્ષણો મા તારો પ્રેમ ભુતકાળ બની ગયો . તુ પ્રેમ નહોતો કરી રહ્યો તને માત્ર એવો વહેમ હતો કે તુ પ્રેમ મા છે . ડી પ્રેમ સાશ્વત છે , તને પ્રીયા મળે કે ન મળે તુ તેને પ્રેમ કરે તો તેને હન્મેશા પ્રેમ કરતો જ રહે . તારા હૃદય મા જો તેના પ્રત્યે કોઈ લાગણી હતી તો તેનુ હૃદય તારા માટે શુ વીચારે છે તેનુ કોઈ મુલ્ય તારા માટે રહે નહી . એ તને ચાહે કે ન ચાહે તેનાથી તને કોઈ ફરક પડે નહી તુ તો માત્ર તેને ચાહવાનુ કામ જ કરી શકે . ડી એટલે જ પ્રેમ મા ક્યારેય એકરાર કરવો પડતો નથી . જ્યારે હૃદય લાગણીઓ થી છલોછલ ભરાઇ જાય છે ત્યારે એ છલકાતી લાગણીઓ નો પ્રવાહ જ તમારા પ્રીયપાત્ર ને તરબોળ કરી દે છે . ‘એ મારી છે ‘ એ નહી પણ ‘ હુ એનો છુ ‘ એ પ્રેમ છે .પ્રેમ મા કોઈ આશા નથી હોતી , કોઈ અપેક્ષા નહી માત્ર લાગણીઓ નુ ઘોડાપુર હોય છે . તે મારા માટે આ કરશે . હુ તેને આ આપીશ તે પણ મને કઈંક આપશે એ વ્યાપાર છે , પ્રેમ વ્યાપાર નથી . હા એ અપેક્ષા ચોક્કસ હોય છે કે હુ તેના માટે કઈ પણ કરીશ , પરતુ સામેના પાત્ર તરફ થી કઈ પામવાની અપેક્ષા ક્યારેય જન્મતી નથી . હુ તેને પ્રેમ આપુ એટલે તેણે પણ મને પ્રેમ આપવો જોઈએ તેને તમે શુ પ્રેમ કહેશો ? એ વહેમ છે ? પ્રેમ ક્યારેય અધીકાર નથી માંગતો . માત્ર આપવાની ભાવના જન્મે એ જ પ્રેમ છે . અને આવો પ્રેમ ક્યારેય દુઃખ આપતો નથી , તે ક્યારેય પીડા આપતો નથી “   


    રુદ્ર પ્રેમ ની પરીભાષા સમજાવી રહ્યો હતો , એ સમયે રૂદ્ર શુ કહેવા માંગે છે તે હુ સમજી શક્યો ન હતો અને કદાચ હજુ સમજી શક્યો નથી . એટલે મે તેને ડી તરફ આંગળી ચીંધી ને પુછ્યુ , “ જો તુ તેનુ હૃદય નો કચ્ચરઘાણ વળ્યો છે તે અનુભવી શક્તો નથી . શુ તને એની પીડા પણ હવે સ્પર્શતી નથી . તુટેલુ હૃદય ખુબ જ પીડા આપે છે એ અનુભવીએ ત્યારે ખબર પડે . “


    “ સૌમ્ય હૃદય ક્યારેય તુટતુ નથી . તો શુ થયુ તમારુ પ્રીયપાત્ર તમને પસંદ નથી કરતુ અથવા તમારી સાથે રહી શક્તુ નથી . તમારે તેના સંગાથ ની અપેક્ષા રાખવી જ હોય તો એ જબરજસ્તી ને પ્રેમ નુ નામ શા માટે આપો છો . તમારી પ્રેમીકા તમારી સાથે લગ્ન ન કરે એટલે તમારુ હૃદય તુટી જાય છે ? મીત્ર મોટા ભાગે લગ્ન પછી જ પ્રેમ થાય છે , કારણ કે પ્રેમ માટે ક્યારેય એક નજર પુરતી નથી . પ્રેમ ના અંકુરો ફુટવા માટે ખુબ લાંબો સહવાસ જરુરી છે . અને આ લાંબા સહવાસ માટે જ આપણી પરંપરા એ લગ્ન નુ પવીત્ર બંધન સ્થાપીત કર્યુ છે . વધુ સમય એકબીજા સાથે ગાળવાથી અને એકબીજા ને પુરી રીતે સમજવાથી બન્ને વચ્ચે ચોક્કસ પ્રેમ નુ બંધન બંધાય છે . અને ડી ને તો બે ક્ષણો મા જ પ્રેમ થયો હતો . શુ આટ્લો સમય પ્રેમ માટે પુરતો છે ? કુદરતે માનવ જાત ને જ એક પ્રેમ નામની લાગણી આપી હશે પરંતુ સાથે સાથે કુદરતે આપણા શરીર મા પ્રજોત્પતી માટે એક અજબ મેકેનીજમ ફીટ કર્યુ છે . જેથી આપણે કોઈ સ્ત્રી અથવા સ્ત્રી કોઈ પુરૂષ ને જુએ ત્યારે સૌપ્રથમ શરીર ના કોષો આ મેકેનીજમ ને આધારે પ્રજોત્પતી ને જ મહત્વ આપે છે જેથી આપણે એકબીજા પ્રત્યે અકર્ષિત થઈએ છીએ . અને આ આકર્ષણ કુદરતી છે અને દરેક માનવ તથા પ્રાણીઓ મા આ પ્રક્રીયાઓ થાય છે . પણ માનવ ને મગજ આપેલ છે માટે તે આ પ્રક્રીયા ઉપરાંત ની ભાવનાઓ સમજવા પ્રયાસ કરે છે અને આ પ્રયાસ ના કારણે તે પોતાની વાસના ને પ્રેમ નામનુ રુપકડુ નામ આપે છે . અને આ વહેમ ને કારણે જ માણસ હેરાન થાય છે . મારા માનવા મુજબ દરેક મનુષ્ય ની જેમ તને પણ આવી લાગણી થઈ હશે , અને કદાચ હુ ખોટો હોઉ અને તુ સાચો હો કે તને પ્રેમ થયો છે તો મે કહ્યુ તેમ પુજા ના જવાથી તને કોઇપ્રકાર નુ દુઃખ થશે નહી . શું સાથે જ રહેવુ એ પ્રેમ ની સાર્થક્તા છે ? જો તમારા થી વધારે તમારી પ્રેમીકા અન્ય સાથે વધારે ખુશ રહી શકે તેમ હોય તો તમે નિઃસંકોચ તેને તમારા થી દુર કરો છો . પ્રેમ બંધન નથી , પ્રેમ મુક્તી છે . પ્રેમ શક્તિ આપે છે . પીડા , દુઃખ , વિરહ અને વિયોગ જેવા શબ્દો પ્રેમી ના શબ્દકોષ મા જ નથી હોતા . જેના પ્રત્યે તમારા હૃદય મા ભાવના નો ખડકલો હોય તે તમારા થી દુર કઈ રીતે હોઈ શકે ? તમારા હૃદય મા સ્થાન પામી ચુકેલી તમારી હૃદય સામ્રાજ્ઞી ને તમારે બહાર શોધવી પડતી નથી . એ તો હન્મેશા તમારા હૃદય મા જ હોય છે . માટે જ પ્રેમી ક્યારેય એકલતા અનુભવતા નથી અને એકલતા વિના પીડા કઈ રીતે થાય . કોઈપણ સંજોગો મા તમારા ખભે હાથ રાખનાર તમારા હૃદય મા જ છે તો પછી પીડા કઈ રીતે થાય ? મે ક્યારેય તૃષા ને કે તૃષા એ ક્યારેય મને યાદ કર્યા હોય એવુ બન્યુ ? અમે બન્ને એકબીજા થી ક્યારેય અલગ થતા જ નથી , હુ હંમેશા તેની સાથે અને તે મારી સાથે જ હોય છે . “


    ડી અને બાડા એ કદાચ વાત ગળે ઉતરી હશે પરંતુ મને નહી એટલે મે રુદ્ર ને કહિ નાંખ્યુ , “ બધી વાત મા તારો કક્કો સાચો ન હોય , તમે તમારા પ્રિયપાત્ર સાથે ન રહિ શકો એ શા કામનુ . તમને એનું મુખ નિહાળવાની અબળખા ન થાય તેને તુ લાગણી કઈ રીતે કહિ શકે . તને કોઈ ડફોળ મળી ગયુ છે , જેને કંઇ ખબર જ પડતી નથી . એટલે અમારે પણ એવુ શોધી લેવાનુ ? “


    “ હે ઇશ્વર ! તમે તૃષા વિશે આવુ કઈ રીતે બોલી શકે ? એ તમારો મીત્ર છે અને તૃષા તેનો જીવ . તમે કઈ રીતે બોલી શક્યા તમને સહેજ પણ સંકોચ ન થયો ? “ કાવ્યા એ અધવચ્ચે જ સૌમ્ય ને ધમકાવતા કહ્યુ .


    “ હુ પણ મારી ભુલ જાણતો હતો પણ એ હુ શા માટે બોલ્યો તે મને પણ યાદ નથી .  પરંતુ હુ માનુ છુ ત્યા સુધી મારુ મન સંઘર્શ કરી રહ્યુ હતુ કે રુદ્ર ખોટો સાબીત થાય . મે તેને ડી ને પ્રેમ કરવા ઉકસાવી ને ખોટો સાબીત કરવા પ્રયાસ કર્યો હતો પણ તે સાચો સાબીત થયો . અને હુ મારા અને પુજા ના સબંધો ને સાચા સાબીત કરવા માટે જ આ બધુ કરી રહ્યો હતો . અથવા કદાચ મને પણ અહંકારે વશ કર્યો હતો . પુજા ખુબ સુન્દર હતી એટલે હુ મારી જાત ને ચડીયાતી સાબીત કરવા પ્રયાસ કરી રહ્યો હતો . અન્યથા રુદ્ર ની વાત સંપુર્ણપણે સાચી હતી પણ હુ તે સાચો હોવા છતા તેનો વીરોધ કરી રહ્યો હતો . મારી માનસીક્તા મા શુ પરીવર્તન આવ્યુ તે ત્યારે હુ જાણતો ન હતો . પણ એ રુદ્ર ની પુજા વિશે ની ચુપકીદી જ હતી જે મને ઉશ્કેરી રહી હતી . પણ આ શબ્દો મારા મુખ માથી સર્યા એ સાથે જ મને પારાવાર પસ્તાવો થયો . લોકો કહે છે ને કે તમારુ સૌથી તીક્ષ્ણ હથીયાર તમારી જિહ્વા જ છે એમ મારી જીહ્વા એ રુદ્ર પર ખુબ ભયંકર આઘાત કર્યો હતો . જો તેની જગ્યા એ હુ કે બિજુ કોઇ હોય તો બોલનારે ઘણુ સાંભળવુ પડે . પણ એ રુદ્ર હતો તે મારી રગેરગ થી વાકેફ હતો . તેને ચોક્કસ ઘણી તકલીફ થઈ હશે પરંતુ  હુ આવુ શા માટે બોલ્યો તે તેને ખ્યાલ જ હશે એટલે જ તો  તેણે હસતા હસતા જવાબ આપ્યો હતો .


    “ ચોક્કસ તને  હુ એ ડફોળ સાથે મેળવીશ , તારી પુજા જેટલી સુંદર તો નથી પરંતુ એના હૃદય ની સુંદરતા મારા માટે પર્યાપ્ત છે . આપણી વીચારસરણી મા ઘણી વીસંગતતા ઓ છે અને હમણા મને લાગી રહ્યુ છે કે મારી વીચારસરણી તમને ખુબ જુની લાગે છે એટલે અત્યારે તમને સમજાવવા વ્યર્થ છે . પણ ડી તુ એવુ માને છે ને તને ઉંડો ઘાવ લાગ્યો છે , તો તેની સૌથી સરળ દવા છે તે ભુલી જા . જ્યા સુધી તારુ ધ્યાન ત્યા જ રહેશે ત્યા સુધી તને તકલીફ થવાની છે પણ એક વાર તે તેના વિશે વીચારવાનુ છોડી દીધુ એટલે તકલીફ ગાયબ , પીડા અને ઘાવ ને પણ તુ ભુલી જઈશ . “


    “ દરેક ઘાવ ભુલાતા નથી , એ તારાથી વિશેષ કોણ જાણી શકે . તુ તો તારા કોઈ ઘાવ ભુલી શક્યો નથી , તો પછી મને શા માટે ભુલવાનુ કહે છે ? “ ડી ના આ પ્રશ્ન નો જવાબ કદાચ રુદ્ર પાસે ન હતો .


    થોડી વાર વીચારી ને તે બોલ્યો , “ શરીર પર પડેલ કોઈ ઘાવ પીડા આપે છે ત્યારે તેને મન મક્કમ કરી ને સહી શકાય છે પરંતુ જ્યારે હૃદય ના ઘાવ પીડે છે ત્યારે એ પીડા આત્મા ને કષ્ટ પહોંચાડે છે અને તે પીડા એટલી હદે માણસ ને તડપાવે છે કે ગમે તેવુ માણસ ખોખલુ બની જાય છે . હુ નથી ઇચ્છતો કે કોઈ અન્ય ના ખરાબ વર્તન ના કારણે મારો મીત્ર એ પીડા અનુભવે . કોઈ અન્ય ના દોષ ના કારણે મારા મીત્ર ને દર્દ થાય તે મને માન્ય નથી . અને તુ જાણે છે કે એ ઘાવો ના કારણે જ હુ આજે જીવન થી વિમુખ બન્યો છુ , અને હુ ધારુ તો એ ઘાવો ને ભુલી શકુ છુ પરંતુ મારી ભુલ ને લીધે સર્જાયેલ એ અકસ્માતે મારા માતા-પિતા નો ભોગ લીધો હતો . એ મારી ભુલ હતી . માટે એ મારે ભુલવુ ન જોઈએ . પણ આ ઘટના મા તારી ભુલ ક્યા છે માટે ભુલી જા અથવા તેનો સામનો કર પણ આમ સ્ત્રીઓ ની માફક રડવાનુ બન્ધ કર . અંદર થી બળવાનુ બંધ કર પ્રીયા સીવાય આ દુનીયા મા ઘણુ વીચારવાલાયક છે . અને તારી પાસે તેના થી વધુ ચાહનાર મીત્રો છે છતા  જે સ્ત્રી તારી ક્યારેય હતી જ નહી તેના માટે બધા થી વિમુખ થઈ રહ્યો છે  “


    “ તુ ભુલી શકે ? તો હુ પણ ભુલી જઉ . તુ સામનો કર તો હુ પણ સામનો કરુ . “ ડી ના વેધક પ્રશ્નો રુદ્ર ને તેના જીવન ના સૌથી ખરાબ દુઃસ્વપ્નો ની ખાઈ નજીક લઈ જઈ રહ્યા હતા . મારે તેને અટકાવવો હતો પણ હુ તે ના કરી શક્યો . રુદ્ર પાસે તેના પ્રશ્નો ના ઉત્તર ન હતા . માટે તે શાંત રહ્યો .


    “ તુ સામનો કરવા તૈયાર હોય તો હુ સામનો કરીશ . ચાલ જુનાગઢ જઈ એ અને હુ પ્રીયા ને ભુલી જઈશ “ ડી રુદ્ર નુ બોલવાનુ બંધ કરવા માગતો હતો અને થયુ પણ એમ જ કે ત્યારે અમારા માથી કોઈ કઈ બોલી શક્યુ નહી . ડી એ રુદ્ર ને ફરીવાર એ દ્રશ્યો નુ નીરીક્ષણ કરવા મજબુર કર્યો હતો . અને જ્યારે રુદ્ર તેના એ અકસ્માત વિશે વીચારતો ત્યારે વેદના ની નાની એવી ઝાંખી તેના ચહેરા ઉપર આવતી . તેનુ એ સ્મીત થોડી ક્ષણો માટે તેના ચહેરા ને તરછોડતુ . આ ઉપરી લક્ષણો તો હુ ત્વરીત જોઈ શક્યો પણ જે ઉલ્કાપાત તેના મન મા ઉદ્ભવ્યો હશે તે કઈ રીતે જોઈ શકીએ .


    મારુ ધ્યાન તેના ચહેરા પર જ હતુ અને બે ક્ષણ બાદ ફરી તે તેની લાક્ષણીક મુદ્રા મા આવ્યો . અને મારી કલ્પના થી વિપરીત તેના મુખે થી શબ્દો સર્યા , “ તો ચાલ જુનાગઢ જઈએ ! “


      ઘણુ વિચાર્યુ હતુ તેના વિશે                                તે અધવચ્ચે છોડી ગઈ

        મે તો બસ માગ્યુ હતુ હૃદય                                 તે તરછોડી જતી રહી

        માગવાથી કશુ મળતુ નથી                                   તે તેણે બતાવી દીધુ

        ઘણુ આપવાનુ વચન આપી                               તે હૃદય ચીરી હસી રહી .  

***