Meeranu morpankh book and story is written by શિતલ માલાણી in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Meeranu morpankh is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મીરાંનું મોરપંખ - Novels
by શિતલ માલાણી
in
Gujarati Fiction Stories
મીરાંનું મોરપંખ....? શિતલ હવા અને અદ્ભુત હરિયાળીની વચ્ચે ખાસ્સો મોટો પરિવાર સવારના નાસ્તાની મોજ માણી રહ્યો હતો. આખા ડાઈનીંગ ટેબલની ફરતે બધા ગોઠવાયેલા હતા. ફક્ત એક જગ્યા ખાલી હતી. અચાનક જ રાહુલભાઈ પૂછે છે કે "ક્યાં છે આપણી ઝાંસીની રાણી ? હજી ઊઠી નથી કે શું?" એ જ સમયે વ્હીલચેર પર આવતા આવતા કુમુદબેન કહે છે કે "ભાઈ, તમારી રાજકુમારીને આજ કોલેજના છેલ્લા વર્ષનું ફંકશન છે. ફેરવેલ છે કદાચ...એટલે એ લક્ષ્મીબાઈ તૈયાર થતાં હશે." બધા હસી પડે છે ને ત્યાં જ ઊડતી હોય એવા અંદાજમાં ઉછળતી, ખિલખિલાટ કરતી, ગર્દન સુધી ઝુમતા એરિંગ પહેરી અને હાથમાં રંગીન બેંગલ્સને ખખડાવતી
મીરાંનું મોરપંખ....? શિતલ હવા અને અદ્ભુત હરિયાળીની વચ્ચે ખાસ્સો મોટો પરિવાર સવારના નાસ્તાની મોજ માણી રહ્યો હતો. આખા ડાઈનીંગ ટેબલની ફરતે બધા ગોઠવાયેલા હતા. ફક્ત એક જગ્યા ખાલી હતી. અચાનક જ રાહુલભાઈ પૂછે છે કે ક્યાં ...Read Moreઆપણી ઝાંસીની રાણી ? હજી ઊઠી નથી કે શું? એ જ સમયે વ્હીલચેર પર આવતા આવતા કુમુદબેન કહે છે કે ભાઈ, તમારી રાજકુમારીને આજ કોલેજના છેલ્લા વર્ષનું ફંકશન છે. ફેરવેલ છે કદાચ...એટલે એ લક્ષ્મીબાઈ તૈયાર થતાં હશે. બધા હસી પડે છે ને ત્યાં જ ઊડતી હોય એવા અંદાજમાં ઉછળતી, ખિલખિલાટ કરતી, ગર્દન સુધી ઝુમતા એરિંગ પહેરી અને હાથમાં રંગીન બેંગલ્સને ખખડાવતી
આપણે આગળ જોયું કે મીરાં એના પરિવાર સાથે ન્યુયોર્કમાં રહેવા છતાં પણ એકદમ ભારતીયતાને વળગેલી સુંદર યુવતી છે. એનો પરિવાર એને દિલથી ચાહે છે. એના રગેરગમાં ભારત વસે છે. હવે આગળ... મીરાં એની ...Read Moreહેતા સાથે કોલેજ જવા નીકળે છે. ભાભી સંધ્યા સાથે મીરાં એક નાની બહેનની જેમ જ રહે છે. સંધ્યા એ બેયને કોલેજના ગેટ પાસે ડ્રોપ કરે છે અને મસ્તીમાં કહે છે કે લેવા આવું ત્યારે બે વ્યક્તિને જ સાથે લઈ જઈશ.આજની યાદો તો અહીં જ છોડીને આવજો. આમ કહી એ નીકળી જાય છે. કોલેજમાં પણ મીરાં બધાથી અલગ વ્યક્તિત્વ ધરાવતી હતી. એ વેસ્ટર્ન માહોલમાં રહેતી
આપણે આગળ જોયું કે મીરાંના સપના તદ્દન અલગ હતા અને તમામ સુખ- સૌંદર્યની ધારક હતી. હર એકના આંખોમાં મીરાંનું સપનું હતું જ. મીરાંના સપનાનો માલિક કોણ હતો એ તો મીરાં જ જાણતી. મીરાં ...Read Moreફંકશનમાંથી ઘરે આવે છે. ઘરે આવીને એના રૂમના સેલ્ફ પર મોરપંખનું શિલ્ડ ગોઠવે છે. એ આવીને પોતાની જાતને અરિસામાં જોઈને મનમાં મલકાતી બોલે છે. એ કાના, જ્યાં હો ત્યાંથી વહેલો આવ.. આ મીરાં તારી રાહ જુએ છે... હું રૂકમણી નથી કે હક જતાવું... હું રાધા પણ નથી કે જક બતાવું... હું તો મીરાં છું, તારા દર્શનથી જ ખુશ રહીશ...
આપણે આગળ જોયું કે મીરાંની સગાઈની ચર્ચામાં રાજવીબહેન પહેલીવાર કુમુદને કંઈક સંભળાવે છે. આ વાત પર કુમુદ બહુ નારાજ છે. કુમુદ હવે મીરાંની સગાઈની જ રાહ જુએ છે. મીરાંને રૂમમાં બોલાવીને એની ભાભી સંધ્યાએ ...Read Moreજયંતની વાત કરી. એના રૂપ રંગ, લાયકાત, માન મરતબો અને મિલકતના બે મોઢે વખાણ કર્યા. સંધ્યાએ જોયું કે આટલી વાત થયા પછી પણ મીરાં કોઈ જ ઉત્તર નહોતી આપી રહી હતી. એને બધી રીતે ફરી ફરીને પૂછ્યું કે " મીરાં, તારા સપનાનો રાજકુમાર તો ઘડવો પડશે ભગવાને. જો કોઈ દિલમાં વસી ગયો હોય તો એમ કહે. હું જ પપ્પાજીને વાત કરીશ." મીરાંએ કહ્યું
આગળ જોયું એ મુજબ મીરાંનો પરિવાર હોળીનો ઉત્સવ ઉજવવા ગુજરાતી સમાજમાં પહોંચે છે. હર વખતની જેમ આ વખતે પણ ત્યાં અલગ અલગ હરિફાઈ હોય છે. ગાયકીમાં તો મીરાંએ અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.. હવે આગળ... ...Read Moreકેશવ અને એની ટોળીએ સંગીતખુરશીની હરિફાઈ યોજી. એક પછી એક રમતમાંથી બહાર થતા ગયા એમ એમ બધાને રમતમાં રસ વધતો ગયો. અંતે મોહિત (મીરાંનો ભાઈ) અને કેશવ જ વધ્યા. રસાકસીને અંતે બેય સ્પર્ધકોમાંથી કેશવ જીતે છે. આખા આયોજનના છેલ્લા સમયે મીરાં અને કેશવને ઈનામ આપવામાં આવે છે. બેય અજાણ્યા જ હતા અત્યાર સુધી...હવે બેયની આંખો મળે છે અને મનોમન લાગણીઓ થનગનાટ કરે છે.