Mira's peacock - 2 books and stories free download online pdf in Gujarati

મીરાંનું મોરપંખ - ૨

આપણે આગળ જોયું કે મીરાં એના પરિવાર સાથે ન્યુયોર્કમાં રહેવા છતાં પણ એકદમ ભારતીયતાને વળગેલી સુંદર યુવતી છે. એનો પરિવાર એને દિલથી ચાહે છે. એના રગેરગમાં ભારત વસે છે. હવે આગળ...

મીરાં એની સખી હેતા સાથે કોલેજ જવા નીકળે છે. ભાભી સંધ્યા સાથે મીરાં એક નાની બહેનની જેમ જ રહે છે. સંધ્યા એ બેયને કોલેજના ગેટ પાસે ડ્રોપ કરે છે અને મસ્તીમાં કહે છે કે લેવા આવું ત્યારે બે વ્યક્તિને જ સાથે લઈ જઈશ.આજની યાદો તો અહીં જ છોડીને આવજો. આમ કહી એ નીકળી જાય છે.

કોલેજમાં પણ મીરાં બધાથી અલગ વ્યક્તિત્વ ધરાવતી હતી. એ વેસ્ટર્ન માહોલમાં રહેતી ખરી પણ અપનાવતી નહીં. બધા આજ મીરાંના ટ્રેડિશનલ લૂક પર આફરીન થઈ ગયાં. આમ પણ એના મોરપીંછના હલ્કા ફુલકા એરિંગ હવામાં લહેરાતા હતા ત્યારે મીરાં એક મોહક પરી જેવી દેખાતી હતી. મીરાં એના દોસ્તોને મળે છે. બધા એના ડ્રેસને વખાણે છે. મીરાંના મોટાભાગની સહેલી અને મિત્રો ગુજરાતી જ હતા પરંતુ, એ લોકોની વેશભૂષા તો અમેરિકનો જેવી જ હતી.

ફંકશન ચાલુ થઈ ગયું હતું. એક પછી એક ડાન્સ અને ડ્રામા પ્રસ્તુત થઈ રહ્યાં હતા. બધા ખુશીખુશી આનંદ લઈ રહ્યાં હતાં. મીરાંને છેલ્લે આભારવિધિની જવાબદારી સોંપાઈ હતી. બધા જાણતા હતા કે મીરાં સારૂં ગાઈ શકે છે એટલે બધાએ મીરાં પાસે એક ગીત ગવડાવવાની અપેક્ષા રાખી જ હતી.

લગભગ ત્રણ કલાક જેવું એ ફંકશન ચાલ્યું. પછી મિ. થોમસે મીરાંને આભારવિધિ માટે બોલાવી. મીરાં સ્ટેજ પર ચડી કે બધાએ એકસાથે 'ગીત'ની ફરમાઈશ મૂકી. મીરાં તો સતત હસી જ રહી હતી એને જરા પણ ખબર ન હતી કે આવું પણ થશે. કોલેજના ટ્રસ્ટીઓ અને પ્રોફેસરોની માંગ પણ મીરાંનો સુમધુર અવાજ સાંભળવા માટેની જ હતી.

મીરાં બોલી, " હું આજ મારા ભારતનું જ સોંગ ગાઈશ.ન સમજાય તો માફ કરજો પણ હું મારી છેલ્લી યાદ પણ ભારતભૂમિને સમર્પિત કરીશ.

મીરાં ગાય છે .... એક રાધા.....એક મીરાં..
દોનોને શ્યામ કો ચાહા..
અંતર ક્યા દોનો કી ચાહ મેં બોલો,
એક પ્રેમ દિવાની..એક દર્શ દીવાની...

રાધાને મધુબન મેં ઢુંઢા..
મીરાં ને મન મેં પાયા..
રાધા જીસે ખો બેઠી વો ગોવિંદ
મીરાં કે હાથ ભિગાયા..
એક મુરલી..એક પાયલ
એક પગલી.. એક ઘાયલ
અંતર ક્યા દોનો કી પ્રિત મેં બોલો,
એક સૂરત લુભાની..એક મૂરત લૂભાની

મીરાંના કંઠે ગવાયેલું આ ગીતે બધાને મંત્રમુગ્ધ કરી દીધા. બધાએ તાળીઓના ગડગડાટથી મીરાંને વધાવી લીધી..
પછી મીરાંના સ્વરે અને હાથે જ બધાને એવોર્ડ અને અમુક યાદગીરીઓ કોલેજ તરફથી અપાઈ. કાર્યક્રમના અંતમાં તમામ પ્રોફેસરો અને ટ્રસ્ટીઓ તરફથી મીરાંને પણ એક મોરપંખના બીબાંમાં ઢળેલું મોમેન્ટો અપાયું.

આ આખા પ્રોગ્રામ દરમિયાન બે આંખો એક જ નજરે મીરાં પર મંડાયેલી હતી. એ વ્યક્તિ હતી એ કોલેજના ટ્રસ્ટીનો દીકરો જયંત. જયંતે તો મનોમન મીરાં સાથેની સગાઈના સપના સેવી લીધા હતા. એનું પણ એક કારણ હતું ' એ એના કરોડપતિ બાપનો એક જ પુત્ર હતો. કોઈ બંધનમાં બંધાયેલો ન હતો. રૂપ અને કદ,કાઠી પણ એને વારસામાં મળ્યું હતું. એની પાછળ લટ્ટુ એવી કેટલીયે છોકરીઓ મીરાં સાથે જ હતી. જયંતને મનમાં એક એવો દ્રઢ વિશ્વાસ હતો કે મીરાંને એ પ્રપોઝ કરશે તો એ એક ક્ષણ પણ નહીં વિચારે અને સીધી હા જ પાડી દેશે. આ જયંતનો ભ્રમ હતો કારણ કે મીરાંને તો ભારતમાં જવું હતું પરણીને. એને માલમિલકત કે મરતબો બહુ ન પચતા. એ સાધારણ જીવનશૈલી અને સાદગીને અનુસરતી નવયૌવના હતી. જોઈએ હવે પછીના ભાગમાં કે મીરાં જયંતને સ્વીકારે છે કે કેમ?

------------ (ક્રમશઃ) -----------

લેખક : શિતલ માલાણી

૧૭-૧૧-૨૦૨૦