Ant Pratiti book and story is written by Neeta Kotecha in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ant Pratiti is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અંત પ્રતીતિ - Novels
by Neeta Kotecha
in
Gujarati Moral Stories
નવનીતરાયનો રોજનો વણલખ્યો નિયમ... આ ગીત સાંભળીને જ એમની સવારનો નિત્યક્રમ ચાલુ થાય...વહાલી દીકરી ધ્વનિ પા પા પગલાં માંડતી માંડતી, ક્યારે કોલેજમાં આવી ગઈ તે ખબર પણ ના પડી. નવનીતરાય અને સવિતાબહેનની લાડકવાયી દીકરી ધ્વનિ ખરેખર લક્ષ્મી સ્વરૂપા, સર્વગુણસંપન્ન કહી શકાય... જાણે કે રૂપ, ગુણ અને ધર્મનો ત્રિવેણી સંગમ... એક સુંદર મજાનો હસતો ખેલતો સંસ્કારી પરિવાર. કુટુંબના પ્રેમ, સમાજના વ્યવહાર સુંદર રીતે નિભાવીને સરસ મજાનું જીવન જીવતો પરિવાર એટલે નવનીતરાયનો પરિવાર. દીકરીને ભણતર, ગણતર, અને સંસ્કારનું ઘડતર આપીને લાડકોડથી મોટી કરી હતી. દીકરીને યોગ્ય ઉંમરે સારા પરિવારમાં વળાવવાની દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે અને એની સાથે મનમાં હોંશ પણ ખૂબ હોય છે. નવનીતરાય અને સવિતાબહેન ખૂબ જ સમજદાર, ઠરેલ અને ખાનદાન... સાલસ સ્વભાવને લીધે બધા સાથે સારા સંબંધ...
અંત પ્રતીતિ નીતા કોટેચા (૧) દીકરી વહાલનો દરિયો “દીકરી મારી લાડકવાયી, લક્ષ્મીનો અવતાર... એ સૂવે તો રાત પડે ને, જાગે તો સવાર... હૈયાના ઝૂલે હેતની દોરી, બાંધી તને ઝુલાવું, હાલરડાની રેશમી રજાઈ તને હું ઓઢાડું, પાવન પગલે તારા, મારો ...Read Moreછે સંસાર... દીકરી મારી લાડકવાયી...” નવનીતરાયનો રોજનો વણલખ્યો નિયમ... આ ગીત સાંભળીને જ એમની સવારનો નિત્યક્રમ ચાલુ થાય...વહાલી દીકરી ધ્વનિ પા પા પગલાં માંડતી માંડતી, ક્યારે કોલેજમાં આવી ગઈ તે ખબર પણ ના પડી. નવનીતરાય અને સવિતાબહેનની લાડકવાયી દીકરી ધ્વનિ ખરેખર લક્ષ્મી સ્વરૂપા, સર્વગુણસંપન્ન કહી શકાય... જાણે કે રૂપ, ગુણ અને ધર્મનો ત્રિવેણી સંગમ... એક સુંદર મજાનો હસતો ખેલતો સંસ્કારી
અંત પ્રતીતિ નીતા કોટેચા (૨) ખુશીનું આગમન ઈશ્વર કૃપાથી ઘરમાં, મનમાં, જીવનમાં... ખુશીનું આગમન થઈ રહ્યું હતું, તકદીર નવનીતરાયના પરિવારમાં સારા સમાચાર આપવા આવી રહી હતી. નવનીતરાયે પત્નીને પાસે બેસાડીને આખા દિવસની બધી વાત કહી અને સાથે કહ્યું, “સવિતા, ...Read Moreજ્યારે બીજા પાત્રની વાત કરી ત્યારે મને બહુ જ ચિંતા થઈ કે ધ્વનિના જીવનમાં કોઈ પાત્ર તો નથી ને? અને સવિતા, મનસુખરાયને આપણે રાત્રે જવાબ આપવાનો છે... તો ધ્વનિને આપણે આજે આ વાત પૂછવી પડશે.” સવિતાબહેનના ચહેરા પર ખુશી અને ચિંતાની બંને રેખાઓ આવી ગઈ. આટલા સારા ઘરમાંથી માંગું આવવાની ખુશી અને જુવાન દીકરીને આવું પૂછીએ તો કેવું લાગે? એનો
અંત પ્રતીતિ નીતા કોટેચા (૩) વધાઈનો શુભ અવસર શુભ લાભ ચોઘડિયા હરખાયા, મંગળ વાતાવરણ સર્જાયું... રાહ જોવાતી હતી, એ શુભ અવસર આવી પહોંચ્યો. સગાઈની તૈયારીઓ ધામધૂમથી થવા લાગી. જો ધ્વનિને ઉષાબહેન સાથે જવાનું હોય તો તેઓ ધ્વનિને આગલા દિવસે ...Read Moreકહી દેતા, જેથી કોઈને દોડાદોડી ન થાય. ધ્વનિ પણ ખૂબ જ ખુશ હતી. આખરે સગાઈનો દિવસ આવી ગયો. ખૂબ જ સુંદર શણગાર સજીને, જ્યારે ધ્વનિએ માંડવામાં પગ મૂક્યો, ત્યારે ઉષાબહેન અને મનસુખરાયે ધ્વનિની નજર ઉતારી. ઉષાબહેન એને જોતાં જ રહી ગયા. એ વિચારતાં હતાં કે સ્વરૂપ અને સંસ્કાર બંનેનો સંગમ થવો ખૂબ જ મુશ્કેલ છે. મેં કેટલાં સારા પુણ્ય કર્યા
અંત પ્રતીતિ નીતા કોટેચા (૪) સુંદર જીવનનો શુભારંભ “હું અને તું મટીને બન્યા આપણે, દંપત્તિ બન્યા એકમેકના હુંફના તાપણે...” ધ્વનિના મુખ પર દાંપત્યજીવનની અનેરી ચમકની આભા ઝળકી રહી હતી. મનસુખરાય અને મનોજની ઈચ્છાથી ધ્વનિએ પણ ઓફિસમાં જવાનું શરૂ કરી ...Read Moreહતું. મનોજ પણ ખૂબ જ સફળતા પ્રાપ્ત કરતો હતો. મોટા ભાઈ અવિનાશભાઈ અને મીનાક્ષીભાભી તો દિલથી આશીર્વાદ આપતા હતાં અને ભગવાનનો ઉપકાર માનતા હતાં. ધ્વનિ પોતાના સ્વભાવને લીધે ઘરમાં તેમજ ઓફિસમાં બધાની ખૂબ જ લાડકવાયી બની ગઈ હતી. ધ્વનિ અને મનોજ એકબીજાને દરેક કામમાં સાથ સહકાર આપતાં હતાં. મિત્રો સાથે પાર્ટી, પિકનિકની મજા પણ માણતા હતાં. આધુનિક જીવન જીવવાની સાથે
અંત પ્રતીતિ નીતા કોટેચા (૫) અણધારી વિદાય સુખ અને દુઃખ એક જ સિક્કાની બે બાજુ છે. નિયત સમય મુજબ સિક્કો ઉછળે અને જમીન પર પડે ત્યારે જ વાસ્તવિકતા સામે આવે. એક દિવસ ઓચિંતાનો સવિતાબહેનનો ધ્વનિને ફોન આવ્યો. “ધ્વનિ, તારા ...Read Moreહાર્ટએટેક આવ્યો છે. તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે, તો જલ્દી આવી જા.” ધ્વનિએ ફોન મૂકીને રડતાં રડતાં ઉષાબહેનને વાત કરી. ઉષાબહેને તરત જ ડ્રાઈવરને બૂમ પાડી, કાર કઢાવી. ધ્વનિને લઈને તેઓ અને મીનાક્ષીભાભી હોસ્પિટલમાં રવાના થયાં. રસ્તામાં મોબાઈલથી એમણે મનસુખરાય અને મનોજને સમાચાર આપ્યાં. તેઓ પણ તરત જ હોસ્પિટલમાં પહોંચી ગયાં. નવનીતરાયને બચાવવાની ભરપૂર કોશિશ થઈ રહી હતી. બધા સવિતાબહેન