Agyaat Sambandh - 16 books and stories free download online pdf in Gujarati

અજ્ઞાત સંબંધ - ૧૬

પ્રકરણ-૧૬

ઈશાનની સફળતા

(વનરાજ દિવાનગઢના સરપંચ જોરાવરસિંહને જાણ કરી દે છે કે પોતે રિયાની સાથે દિવાનગઢ આવશે. બંને એવી રીતે દિવાનગઢ જવાનો મક્કમ નિર્ધાર કરી લે છે. વનરાજ દિવાનગઢના ઈતિહાસવાળા પુસ્તકમાંથી અમુક બાબતો વાંચી સંભળાવે છે. પુસ્તકમાં દિવાનગઢ ગામનો ઉદ્દભવ કઈ રીતે થયો એના વિશે થોડી ઘણી માહિતીઓ આપેલી હોય છે. દિવાનગઢના મહેલમાં રહેલા છૂપા ખજાનાની વાત પણ છે. બંને દિવાનગઢ જવા માટે પેકિંગ શરુ કરી દે છે. હવે આગળ...)

ઈશાન દિવાનગઢથી અમદાવાદ આવી પહોંચ્યો હતો. તે ખુશ હતો. ઉત્તેજીત હતો. આખરે તેણે પોતાની લાઈફના પાંચ પાંચ વર્ષો આ કામ માટે સમર્પિત કરી દીધાં હતાં. હવે તેનું લક્ષ્ય ખૂબ જ નજીક હતું ત્યારે કોઈપણ પ્રકારની ભૂલ થાય કે મુશ્કેલી આવે તેવું એ સ્વિકારવા તૈયાર નહોતો કે એવું ઇચ્છતો પણ નહોતો, કેમ કે મહામુશ્કેલીએ એ ફક્ત એટલું જ જાણી શક્યો હતો કે તેને જે લોકેટની તલાશ છે એ અમદાવાદમાં રિયા નામની કોઈ છોકરી પાસે છે. જો કે એ પણ શ્યૉર નહોતું.

ઈશાન એક વકીલ હતો. ખ્યાતનામ વકીલ. તે વકીલાતના દરેક પાસાઓને ઘોળીને પી ગયો હતો, એટલે એ સારી રીતે જાણતો હતો કે એવીડન્સ ક્યાંથી શોધવા અને કેવી રીતે છુપાવવા. તેનું વકીલાતપણું કેટલું પાવરફુલ હતું એ તો તેની દલીલબાજી પરથી જ અંદાજ લગાવી શકાય તે સ્પષ્ટ હતું.

ઈશાને તેના પિતાતુલ્ય નાના સુરેશભાઈને વચન આપ્યું હતું કે, ‘તમારે જે લોકેટ જોઇએ છે તે હું ચોક્કસ શોધી કાઢીશ. એ વકીલ ચોક્કસ હતો, પણ જુબાનીમાં એટલો જ પાક્કો હતો. એ ઇચ્છે તો તેના સંપર્કમાં રહેલા અનેક અબજોપતિઓની સંપત્તિ પર ઠંડે કલેજે ચૂનો લગાવી શકે તેમ હતો. પણ તેણે એવો શોર્ટકટ અને સસ્તો રસ્તો ક્યારેય નહોતો અપનાવ્યો. જો કે એ પોતે પણ ધનવાન હતો એટલે એવી નોબત ક્યારેય આવી જ નહોતી. આમ પણ એ પૈસાને ફક્ત જીવન જીવવા માટેની રૂરીયાતજ સમજતો. એશ-ઓ-આરામનું સાધનનહીં.

છેલ્લા બે દિવસથી તે અમદાવાદમાં હતો, પણ હજુ સુધી એને ન તો લોકેટનો પત્તો લાગ્યો હતો કે ન તો રિયાની કોઈ ભાળ મળી હતી.

શિયાળાની ઠંડી સાંજના વાતાવરણમાં ફેલાયેલી હતી. ઈશાન ઉદાસ થઈ ગયો હતો. તેને આ પહેલાં ક્યારેય આવી ઉદાસીનતા મહેસૂસ નહોતી થ.

મારે કોપણ નિર્ણય લેતા પહેલાં કે આગળ તપાસ શરૂ કરતાં પહેલાં થોડું શાંત ચિત્તે વિચારવું જોઈએ.તે મનોમન બબડ્યો, “આમ પણ મારે સુરતમાં કેટલાંક અગત્યના કામો છે જેનાં પર ઘણાં સમયથી ધ્યાન નથી આપી શક્યો. તો એ વિશે વિચારવું જોઈએ અને તેને પહેલાં પૂરાં કરવા જોએ. ત્યાં સુધી મારા માણસો દ્વારા લોકેટની શોધ શરૂ કરાવું. હા, એ જ બરાબર રહેશે.

આમ તો એ જાતે જ બે વર્ષથી લોકેટની શોધ કરી રહ્યો હતો, પણ પરિણામ એ હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં તેને લોકેટનો કોઈ અત્તોપત્તો લાગ્યો નહોતો. છતાં તેણે હાર ક્યારેય નહોતી માની કે નિરાશ પણ નહોતો થયો. ઉલટું તેને વધારે ઝનૂન ચડ્યું હતું. પણ આજે ખબર નહીં કેમ તેને આવા બધા વિચારો આવી રહ્યા હતા.

નિયતિમાં જે લખ્યું હશે એ જ થશે.ટર્બી કેફેની ઓપન ગ્રાઉન્ડ બેન્ચિસ પર ચાની ચૂસ્કી લેતાં લેતાં એ વિચારી રહ્યો.

પોતાને માટે અત્યારે લોકેટ શોધવાનો યોગ્ય સમય નથી તેમ વિચારી તેણે તેના માણસોને એની શોધમાં લગાવ્યા અને કાર સુરત જતા હાઈ-વે પર લઈ લીધી.

***

એક અઠવાડિયા પછી -

ઈશાન આજે ખૂબ જ ખુશ હતો. તેના બધાં કામ યોગ્ય રીતે પાર પડી ગયાં હતાં. અને એથીયે વધારે ખુશીની વાત તો એ હતી કે તેને જે માહિતી જોઈતી હતી એ જ તેના માણસો લ આવ્યા હતા. તેના હાથમાં રિયાનો ફોટો હતો.

સર ! આ એ જ છોકરી છે જેના પર તમને શંકા છે અને જેની તમને તલાશ છે. આઈ મીન, તમારે જે લોકેટ વિશે જાણવું છે એ લોકેટ તેની પાસે જ છે. પણ... હાલમાં એ ક્યાં છે એ જાણી શકાયું નથી. આ લોકેટ પહેરેલો ફોટો અમદાવાદના એક મોલની લિફ્ટના સી.સી.ટી.વી. કેમેરામાંથી લિધેલો છે.

આખરે મારું તીર નિશાના પર જ હતું.ઈશાન રિયાના ફોટોને હવામાં ઉછાળતા બબડ્યો.પણ આટલા મોટા અમદાવાદમાં રિયાને શોધવી કેવી રીતે ?” તેણે વિચાર્યું - છેલ્લી વખત મેં તેને તેનાં રુમ પર ડ્રોપ કરી હતી. ત્યાં જ તપાસ કરી જોઈશ. ત્યાં પણ જો નહીં મળે તો પછી ગર્લ્સ હોસ્ટેલની વોર્ડન પાસે તપાસ કરી જોઈશ. ત્યાંથી તો ચોક્કસ માહિતી મળી જ જશે.

***

ઈશાનની કાર સુરત-અમદાવાદ હાઈવે પર ઓવર સ્પિડમાં દોડી રહી હતી. મ્યુઝિકનો શોખીન ઈશાન આજે ફક્ત પોતાના હ્યદયના ધબકારા જ સાંભળી રહ્યો હતો. તેને જેમ બને તેમ જલદીથી અમદાવાદ પહોંચવું હતું. અલબત્ત રિયાની રુમ પર જ.

અચાનક ઈશાનનાં નાકમાં કંઈક ઘૂસ્યું. નશો થઈ જાય એટલી માદક ખુશ્બૂ તેના નાકમાં થઈ શરીરમાં પ્રવેશી. યંત્રવ રીતે કારને હેન્ડબ્રેક લાગી. આસ્ફાલ્ટનાં કાળા લીસા રોડ સાથે કારનાં ટાયરો ઘસાવાનો તિક્ષ્ણ અવાજ ઈશાનનાં કાન સુધી પહોચ્યો. એ સાથે જ કાર એકસો એંશી ડિગ્રી ઘૂમી ગઈ. એ ભાનમાં તો હતો, પણ જાણે પોતાના શરીર પર તેનો કાબુ નહોતો રહ્યો. બધું જ યંત્રવત બની રહ્યું હતું.

કાર બમણા વેગથી સુરત તરફ પાછી વળી અને કોહિનૂર બિઝનેસ હબના પ્રાંગણમાં જઈને ભી રહી. ઈશાન કેપવાળું જેકેટ પહેરી નીચે ઉતર્યો. કમર પર બંને હાથ રાખી બિલ્ડિંગને ઘુરતો રહ્યો.

અચ્છા, તો માસ્ટર પિસ અહીં છે એમ ને !!તે લિફ્ટમાં બેસીને સૌથી ઉપરના ફ્લોર પર સેન્ટ્રલ લાઈબ્રેરીમાં ઘૂસી ગયો.

***

બે અઠવાડિયા બાદ -

રિયા અને વનરાજ કોહિનૂર બિઝનેસ હબની લાઈબ્રેરીમાં પ્રવેશ્યા. બંનેને શ્વાસ ચઢી ગયો હતો.

પ્લીઝ, મને દિવાનગઢનો ઈતિહાસ પુસ્તક શોધી આપશો ?” વનરાજે લાઈબ્રેરીયનને કહ્યું.

લાઈબ્રેરીન વનરાજને એકધારો તાકી રહ્યો હતો. કશુંક ખોટું થઈ રહ્યું હોય તેવું એને લાગ્યું.

ઓ હલ્લો... હું તમારી સાથે વાત કરી રહ્યો છું. મારી સામે શું જુ છો ? મેં પુસ્તક માગ્યું, તમારો જીવ નહીં... ઓ.કે. !”

સર, હું જાણી શકું કે તમારે એ જ પુસ્તક શા માટે જોએ છે ?” લાઈબ્રેરીયને અચકાતા પૂછ્યું.

તમને જેટલું કહેવામાં આવ્યું છે એટલું કરો.

રેક નંબર સિક્સ, એચ.બી. વન-ઝીરો-થ્રી-સેવન.” લાઈબ્રેરીયને કોમ્પ્યુટરમાં ડેટા તપાસ્યા વિના જ કહી દીધું.

વનરાજે દિવાનગઢનો ઈતિહાસ પુસ્તક ઉઠાવ્યું અને જેવું ખોલ્યું કે એનું કપાળ પરસેવે રેબઝેબ થઈ ગયું.

શું થયું ?” રિયાથી પૂછા ગયું.

લોકેટ નથી આમાં !” વનરાજે ભારે હૈયે પુસ્તક રિયાના હાથમાં આપતાં કહ્યું.

તેઓને જે શંકા હતી એ સાચી પડી હતી. તેઓ બંને દોડીને લાઈબ્રેરીયન પાસે પહોંચી ગયાં. એ હજું તેઓને જ જોઈ રહ્યો હતો.

... ... પુસ્તક... આ પહેલાં કોઈ લઈ ગયું હતું ?” વનરાજ લગભગ પાગલ જેવું વર્તન કરી રહ્યો હતો અને રિયાને તો કશું બોલવાની કે વિચારવાની સુઝ બુઝ જ નહોતી રહી.

સર, હું તમને એ જ સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો.

વૉટ યુ મીન ? જે હોય તે ઝડપથી બોલ. જો તારી થોડી પણ લાપરવાહી હશે તો તને જેલમાં ધકેલતા મને થોડી પણ વાર નહીં લાગે.

સર, હું અહીં ત્રણ વર્ષથી ડ્યુટી પર છું. આજ સુધીમાં કોએ પણ આ પુસ્તકને સ્પર્શ સુધ્ધાં નથી કર્યો. પણ જ્યારે એક રાત્રે તમે આ પુસ્તક વાંચવા માંગ્યું હતું, સૉરી... લીધું હતું, જે દિવસે લિફ્ટમાં તમારો અકસ્માત થયો હતો બસ એ પછી કોઈ આવ્યું હતું, જેમણે ડાયરેક્ટ ‘એચ.બી. - 1037 પુસ્તક ક્યાં છે એવું પૂછ્યું હતું. આ પહેલાં મેં તેમને ક્યારેય લાઈબ્રેરીમાં જોયા હોય તેવું યાદ નથી. તેમનું વર્તન પણ થોડું અજીબ હતું. અધુરામાં પૂરું હજુ હમણાં જ, લગભગ એકાદ કલાક પહેલાં કોઈ આધેડ વયનો આદમી મોઢા પર સફેદ રૂમાલ બાંધીને લાઈબ્રેરીમાં જબરજસ્તીથી ઘૂસી ગયો. પુસ્તકો ફંફોસવા લાગ્યો અને ન સમજાય એવી ભાષામાં બૂમો પાડતો હતો. સાયકો હતો સાલો. હું ગાર્ડને બોલાવવા ગયો એટલી વારમાં તો એ ગાયબ થઈ ગયો. નવાઈની વાત તો એ છે કે આ પુસ્તક સુધીનાં બધાં પુસ્તકો જમીન પર વેરવિખેર પડ્યા હતાં. દસ પ્યુને થઈને માંડ શેલ્ફમાં ગોઠવ્યા.

ઓહ શીટ !” વનરાજ રીતસર પોતાના વાળ ખેંચી રહ્યો હતો.

વનરાજ, આ નવો દુશ્મન ક્યાંથી આવી ચડ્યો ?” રિયાએ નજીક આવતાં પૂછ્યું.

હું પણ એ જ વિચારી રહ્યો છું, રિયા.વનરાજે સાંત્વના આપતાં કહ્યું, “તું ચિંતા ન કર. હું છું ને તારી સાથે. તેને ગમે ત્યાંથી શોધી કાઢીશ.

મારા પછી આ પુસ્તક લેવા કોણ આવ્યું હતું એ હું જાણી શકું ?” વનરાજે લાઈબ્રેરીયનને પૂછ્યું.

સૉરી સર, હું માત્ર તેમનું નામ જણાવી શકું. અમે રેગ્યુલર રીડર્સ સિવાય બીજા કોઈની પર્સનલ ડિટેઈલ્સ રાખતા નથી અને પર્સનલ ડિટેઈલ્સ કોઈ સાથે શેર કરવાની ઓથોરિટી મારી પાસે નથી.

ઠીક છે. તેમનું નામ, તારીખ અને સમય જણાવો અને લાઈબ્રેરીનું સી.સી.ટી.વી. રેકોર્ડીંગ ક્યાંથી જોઈ શકાશે એ પણ કહો.

જી ચોક્કસ.” લાઈબ્રેરીયને માહિતી આપતાં કહ્યું, તેમનું નામ ઈશાન છે. આ રહી તારીખ અને સમય. તમારે સી.સી.ટી.વિ.માંમાણસને જોવો હોય તો સેકન્ડ ફ્લોર પર કંન્ટ્રોલ રુમમાં જવું પડશે.

વનરાજ અને રિયા ઝડપથી સેકન્ડ ફ્લોર પર ગયાં. ઘણી તકરાર અને દલીલબાજીના અંતે તેમને વિડિયો ફુટે જોવાની પરમીશન મળી.

ઓહ, તો આ છે ઈશાન !” વનરાજે વિડિયો સ્ટોપ કરાવતા કહ્યું, “આ વ્યક્તિને સ્કેન કરો અને પ્રિન્ટ આઉટ કાઢી આપો.

ઈશાનનો ફોટો અને પુસ્તક લઈ વનરાજ અને રિયા અમદાવાદ પાછાં આવી ગયાં હતાં. રિયાને લોકેટ ન મળ્યું એનું દુઃખ હતું અને વનરાજને આવતી કાલ રિયા માટે નવી મુસીબતો લને આવી રહી છે એ વાતનો ડર હતો.

***

બીજી તરફ -

પી.એસ.આઇ. આહિરે દિવાનગઢમાં બનતી અગમ્ય ઘટનાઓની વિસ્તૃત માહિતી એકઠી કરી, એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ ડેટા તેણે પોલીસ ઇન્સ્પેક્ટર રણજિત બારોટને સોંપ્યો હતો જેમાં ‘અસિતો કોપાણ લાતુકેનું અને આ બધી ગોઝારી ઘટનાઓનું રહસ્ય છુપાયેલું હતું.

હિ ! દોસ્ત ! આજે આપણી ખરી કસોટી છે.રણજિતે આહિરના ખભે હાથ મૂકતાં કહ્યું,હું બીજા કોઈનો જીવ જોખમમાં મૂકવા નથી માંગતો એટલે આજે આપણે બે જ એ જંગલમાં રતનસિંહની ગુફામાં જઈશું.

ઠીક છે, સર.

ગાડી કાઢ અને રતનસિંહના અડ્ડા પર લઈ લે. રણજિત કંઈક વિચારપૂર્વક બોલી ઉઠ્યો અને બંને રતનસિંહની ગુફા તરફ નીકળી પડ્યા.

(ક્રમશઃ)

આ પ્રકરણના લેખક છે: ભાવિક રાદડિયા