Agyaat Sambandh - 19 books and stories free download online pdf in Gujarati

અજ્ઞાત સંબંધ - ૧૯

પ્રકરણ-૧૯

પિશાચ સેવકો !

(ભંડારી બાબા કશુંક અમંગળ ઘટવાનાં એંધાણ આપે છે. બીજી તરફ રિયા અને વનરાજ એક્સિડન્ટમાં આબાદ બચી જાય છે. ત્યાં જ તેમને રતનસિંહનો ભેટો થઈ જાય છે. તે બંનેને એક થવા-લગ્ન કરી લેવા કહે છે જેથી આવનારી મુસીબતો સામે વધુ રક્ષણ મળે. બંનેના લગ્નને રોકવા દિવાનસિંહ મંકોડીના વેશમાં ત્રાટકે છે, પરંતુ રતનસિંહ લગ્નમાં બાધા આવવા દેતો નથી અને દિવાનસિંહ ગાયબ થઈ જાય છે. મંકોડીના મોતની આશંકા છે. હવે આગળ...)

સવારના ઠંડા વાતાવરણમાં સૂરજનાં કિરણો રિયાના સુંદર ચહેરા પર પડી રહ્યાં હતાં. રિયાની આંખો ખુલી. વનરાજ તેને વીંટળાઈને સૂતો હતો. રિયા વનરાજનો માસૂમ ચેહરો જોઈને એના કપાળને ચૂમ્યું. એ જેવી ભી થ કે તરત પાછી ખેંચાઈ. વનરાજે એનો હાથ પકડ્યો હતો.

તું જાગતો હતો ?” રિયાએ આશ્ચર્યથી પૂછ્યું, “મને લાગ્યું કે તું ઊંઘમાં છે.

“ઊઠી ગયો હોત તો તારા પ્રેમને કઈ રીતે માણી શકત ?” વનરાજે આંખ મીંચકારી રિયાનો હાથ દબાવ્યો.

તું બહુ તોફાની થઈ ગયો છે. ચાલ, હવે મને તૈયાર થવા દે.

હા, મારે પણ કામથી બહાર જવાનું છે.

રિયા તૈયાર થઈને આવી ત્યારે વનરાજ તૈયાર થતો હતો.ક્યાં જઈ રહ્યો છે ?” રિયાએ પૂછ્યું.

સરપંચની હવેલી જોવા માટે, જ્યાં મારે કામ કરવાનું છે. આજે જોઈ આવું એટલે પ્લાન બનાવતા ફાવે.

વાહ ! હવેલી...! વનરાજ, મને પણ એવું બધું જોવાનો ખુબ શોખ છે. તને કંઇ વાંધો ના હોય તો મને પણ તારી સાથે લઈ જા ને, પ્લીઝ !

સારું. તું પણ આવ.વનરાજે તેનો બેલ્ટ સરખો કર્યો.

***

રિયા અને વનરાજ સરપંચની હવેલીએ પહોંચ્યા. ઘરની બહાર નીકળ્યા ત્યારે પેલું, રાતવાળું ઘુવડ ત્યાં જ હતું. મોટા ભાગે ઘુવડ રાત્રે જ જોવા મળતા હોય છે, પણ આ ઘુવડ કંઇક વિચિત્ર લાગતું હતું. એની આંખો લાલ હતી અને એનું કદ પણ ઘણું મોટું હતું. ચોક્કસ એ ઘુવડ તો નહોતું જ.

સરપંચે રિયા અને વનરાજનું સ્વાગત કર્યું અને હવેલી બતાવી. હવેલીમાં પ્રવેશતા જ રિયાને કંઇક અલગ જાતનો અનુભવ થયો. જાણે એની આસપાસ કોઈક હોય. તેને એવું લાગતું હતું કે તે આ પહેલાં પણ અહીં આવી છે. વનરાજ એનો હાથ પકડીને હવેલીમાં પ્રવેશ્યો. રિયા જાણે કોઈક વિચારોમાં જ એની પાછળ ચાલી રહી હતી.

તદ્દન સૂકું મેદાન જેમાં કોઈ જ છોડ કે ઝાડ નહોતા. ઘાસનું એક તણખલું પણ નહીં. પણ એને જોઈને એવું લાગે કે પહેલા આ ખૂબ મોટો બગીચો હશે. મેદાનને પાર કરીને વિશાળ દરવાજો. વનરાજ પણ આ બધી વસ્તુઓની નોંધ કરી રહ્યો હતો. રિયા તો બસ બધું આશ્ચર્યથી જોઈ રહી હતી.

બે માળની હવેલી, બહુ બધા રૂમ અને વચ્ચે એક મોટો હોલ. જેની મધ્યમાં મોટું કાચનું ધૂળવાળું ઝુમ્મર લટકી રહ્યું હતું. દીવાલો પર થોડા ચિત્રો અને થોડાઘણાં અસ્તવ્યસ્ત ફર્નિચરવાળો મુખ્ય હોલ. રિયાને ત્યાં કંઇક અલગ શક્તિનો એહસાસ થયો. વનરાજ આગળ થ ગયો. રિયા દરવાજા પર જ ભી રહી ગઈ. અચાનક જ એની આંખો આગળ ધુમાડો આવી ગયો. તેની આંખો બંધ થઈને પાછી ખુલી, પણ તેની આંખો સામેનું દ્રશ્ય જ બદલાઈ ગયું હતું... તેને આખી હવેલી નવી દેખાઈ. ઝુમ્મર પ્રજ્વલ્લીત થઇ ગયું. બધું સાફ અને સુંદર હતું. એક સુંદર સ્ત્રી ઝુમ્મરમાં દિવા કરી રહી હતી. રિયા એનો ચહેરો નહોતી જોઈ શકતી. અચાનક જ વનરાજે રિયાનો હાથ પકડ્યો. રિયા સ્વપ્નમાંથી બહાર આવી ગઈ. એ જ જૂનો રૂમ તેની નજર સામે હતો. જાણે એ ભૂતકાળમાંથી પાછી વર્તમાનમાં આવી ગઈ.

શું થયું ? અંદર આવવું નથી કે શું ? અહીં કેમ ભી રહી ગઈ ?” વનરાજે રીતસર રિયાને અંદરની તરફ ખેંચી.

મેં હમણાં કંઈક જોયું વનરાજ ! એ કોઈ સપના જેવું હતું. પણ સપનું તો નહોતું જ. ખબર નહી શું હતું એ ! રિયા ગભરાયેલી હતી.

વનરાજે તેને ખભાથી પકડી, “આ તું શું બોલે છે ! તું ઠીક તો છે ને ? તને ઠીક ના હોય તો ઘરે જઈએ. હું પછી જોઈ લઈશ હવેલી. કામ તો પછી પણ...”

અરે ના હવે. હું બરાબર જ છું ! તું તારું કામ પતાવ. હું અહીં બહાર જ ભી રહુ છું.

વનરાજ રિયાને સ્વસ્થ જોઈ હવેલીમાં પ્રવેશ્યો. રિયા બહાર ભી રહીને બધું ફરીથી જોઈ રહી હતી ત્યારે જ પેલું ઘુવડ તેના માલિકને ખબર આપવા ડી ગયું.

***

દિવાનગઢ તરફ જવાના રસ્તા પર એક ગાડી ભી હતી. એ ગાડીની પાસે જીન્સ અને ટી-શર્ટમાં સજ્જ એક યુવતી ભી હતી. એ યુવતીએ પોતાના ગળાની આસપાસ એક સ્કાર્ફ વીંટાળેલો હતો. તેની આંખોમાં એક નિરાશા હતી. તેનો સુંદર ચહેરો કરમાઈ ગયેલો હતો. ગાડી આ જંગલી સ્થળે બંધ પડી હોય તેમ લાગી રહ્યું હતું.

થોડીવાર પછી એક બીજી ગાડી તે રસ્તા પરથી પસાર થઇ. એ ગાડી એક યુવાન ચલાવી રહ્યો હતો. એ યુવાન છેલ્લા દસેક કલાકથી સતત ગાડી ચલાવી રહ્યો હતો. પેલી યુવતીએ તે યુવાનની ગાડી ભી રાખવા હાથ ઊંચો કર્યો. યુવાનને જલ્દી દિવાનગઢ પહોંચવું હતું. તે જાણતો હતો કે તે જલ્દી દિવાનગઢ નહીં પહોંચે તો ઘણા લોકો મૃત્યુ પામવાના હતા.

યુવાને પહેલા તો નક્કી કર્યું કે તે ગાડી ભી નહીં રાખે, પણ એ આ અજાણી યુવતીને દિવાનગઢથી થોડે દૂર, જંગલમાં, એકલી મૂકવા માંગતો નહતો. તેણે અનિચ્છાએ ગાડી ભી રાખી.

યુવતી ગાડીની બારી પાસે આવી અને બોલી,હેલો ! મારી ગાડી બગડી છે અને મારે જલદી દિવાનગઢ પહોંચવું છે. શું તમે મને લિફ્ટ આપી શકો ?”

યુવાન આ યુવતીને જોઈ રહ્યો. સામાન્ય રીતે તે કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ નહોતો કરતો. ખાસ કરીને આ સમયે જ્યારે દિવાનગઢ અને તેના લોકો મુશ્કેલીમાં હતા.

તમે દિવાનગઢ શા માટે જવા માંગો છો ?” યુવાને એક વકીલની અદામાં પૂછ્યું. તે પોતે જો કે વકીલ જ હતો.

મારી એક મિત્ર ત્યાં ગઈ છે. મારે તેને મળવું છે. મને એમ લાગે છે કે એનો જીવ જોખમમાં છે. યુવતી ગંભીરતાથી બોલી.

યુવાન માટે આટલા જ શબ્દો પૂરતા હતા. તેણે તરત ગાડીનો દરવાજો ખોલ્યો. યુવતી ગાડીમાં બેસી ગઈ. ગાડી દિવાનગઢના રસ્તે ચાલી નીકળી.

મારું નામ ઈશાન છે. યુવાન બોલ્યો.

હું કવિતા. યુવતીએ જવાબ આપ્યો.

ઈશાન નામ સાંભળીને ચોંક્યો. તેણે આ નામ પહેલા પણ સાંભળ્યું હતું. રિયાની ખાસ સહેલીનું નામ કવિતા હતું. તેને રિયાએ પોલીસને કવિતાની શોધ કરવા આપેલો ફોટો યાદ આવ્યો. તેની ગાડીમાં બેઠેલી યુવતી સાચે એ કવિતા જ હતી.

- પણ કવિતા તો મૃત્યુ પામી છે. - ઇશાનના મગજમાં આ વિચાર આવતા જ તેને પરસેવો વળી ગયો.

- શું મારી પાસે એક આત્મા બેઠી છે ? - તેણે વિચાર્યું.

ઈશાને કવિતા સામે નજર કરી. તે ચુપચાપ બેઠી હતી. તેનું વર્તન સામાન્ય હતું. ઈશાનનું મગજ ઝડપથી ચાલવા લાગ્યું. તે પોતે બહાદુર નહોતો, પણ તેને પોતાની બુદ્ધિ પર ભરોસો હતો.

ઈશાનના ફળદ્રુપ ભેજામાં કવિતા આત્મા છે કે નહીં, તે જાણવા માટે એક ઉપાય આવ્યો. તેણે ગાડીમાં આપેલો રીઅર વ્યૂ મિરર સરખો કરવાનો ઢોંગ કર્યો. તેણે અરીસો કવિતાનું પ્રતિબિંબ દેખાય તે રીતે ગોઠવ્યો. કવિતા આત્મા હોય તો તેનું પ્રતિબિંબ અરીસામાં દેખાવાનું નહોતું.

પણ મિરરમાં કવિતાનું પ્રતિબિંબ જીલાયું.

ઈશાને રાહતનો શ્વાસ લીધો. તેણે ગાડીની ગતિ વધારી. હજુ એક પરીક્ષા હતી જેમાં કવિતાએ પાસ થવાનું હતું. કોઈ આત્મા કવિતાના શરીરનો ઉપયોગ નથી કરી રહીને તે જોવાનું હજુ બાકી હતું. એ પરીક્ષા કેવી રીતે કરવી એ ઈશાન સારી રીતે જાણતો હતો.

ઈશાને ગાડી મુખ્ય રસ્તા પરથી ઉતારીને જંગલમાં એક કાચી સડક પર લીધી. કવિતાએ જેવું આ નિહાળ્યું કે તરત તેના ચહેરા પર ભય ફેલાઈ ગયો. તેને પોતાની સાથે બનેલી ઘટનાઓ એક સાથે યાદ આવી ગઈ.

તમે... તમે મને ક્યાં લઇ જઈ રહ્યા છો ?” તે ગભરાઈને બોલી.

માફ કરજો પણ મારે અહીં થોડે દૂર એક કામ છે. એ કામ માટે જ હું અહીંયા આવ્યો છું. એ જગ્યા પર બીજા લોકો પણ હશે. આપણે એકલા નહીં હોઈએ. ત્યાં આપણે પાંચ મિનિટથી વધારે નથી રોકાવાનું. ઈશાને આશ્વાસન આપ્યું.

ઈશાન જાણતો હતો કે તે ખોટું બોલી રહ્યો હતો. તે કવિતાને જે જગ્યાએ લઇ જવાનો હતો તે એક વર્ષોથી અવાવરું પડેલી ઝૂંપડી હતી. એ ઝૂંપડીનો ઇતિહાસ દિવાનગઢમાં માત્ર બે જ લોકો જાણતા હતા. ઈશાન એ બે લોકોમાંથી એક હતો.

એ ઝૂંપડીમાં વર્ષો પહેલા એક એવી વ્યક્તિ રહેતી હતી જેણે દિવાનસિંહને હરાવ્યો હતો. એ વ્યક્તિ હતી અંબા. આ એ જ અંબા હતી જેણે પોતાની સિદ્ધિઓ વડે દિવાનસિંહની આસુરી શક્તિ પર વિજય મેળવ્યો હતો. તે પોતે મૃત્યુ પામે તે પહેલા દિવાનસિંહના શરીરને ચાંદીની પેટીમાં પુરવામાં સફળ થઇ હતી.

આ ઝૂંપડીની એક ખાસિયત હતી. વર્ષો પહેલા અંબાએ આ ઝૂંપડી આસપાસ ચાર પથ્થરો ખોડ્યા હતા. દરેક પથ્થરને જોડતી એક એક રેખા દોરવામાં આવી હતી. આ ચાર પથ્થરોથી બનતા લંબચોરસમાં આ ઝૂંપડી આવેલી હતી. ઝૂંપડીના આ વિસ્તારમાં કોઈ જ પિશાચી શક્તિઓ કે દુષ્ટ આત્માઓ પ્રવેશી ન શકતી. કોઈ આત્માએ જો કોઈ શરીર પર કબજો કર્યો હોય તો એ શરીર આ ચાર પથ્થરોની હદમાં આવતા જ પડી જતું. આત્મા શરીર છોડીને ચાલી જતી.

ઇશાનના વડવાઓ આ વાત જાણતા હતા. ઈશાન પોતે પણ આ વાત જાણતો. તેણે એક બે વખત પોતાની નજરે આ ચમત્કાર જોયો હતો. તે જયારે નાનો હતો ત્યારે આ ઝૂંપડીમાં ઘણીવાર રમવા આવતો. આ તેની રમવાની પ્રિય જગ્યા હતી. કોઈ કોઈવાર ભંડારીબાબા ખરાબ આત્માઓને વશ થયેલા લોકોને અહીં લાવતા અને આત્માઓ તેમના શરીર છોડીને ચાલી જતી. બાબા અને નાનકડો ઈશાન ત્યારે એક બીજા સામે જોઈને હસતા. એ બન્ને જ આ જગ્યા વિશે જાણતા હતા.

ઈશાન અત્યારે ગાડી એ ઝૂંપડી તરફ ભગાવી રહ્યો હતો. તે જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે સાંજ પડવા આવી હતી. ગભરાયેલી કવિતા હજુ તેની બાજુની સીટ પર જ બેઠેલી હતી. તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો.

ઈશાને ઝુપડીથી માત્ર દસ પગલાં દૂર ગાડી ભી રાખી. તે ચારેય પથ્થરોથી બનેલા લંબચોરસની સીમારેખાની અંદર હતી. તે ગાડીમાંથી ઉતર્યો અને કોઈને બોલાવવા માટે બૂમો પાડવાનો ઢોંગ કરવા લાગ્યો.

તે કવિતા ગાડીમાંથી નીચે ઉતરે તેની રાહ જોઈ રહ્યો હતો. કવિતાના શરીરમાં કોઈ દુષ્ટ આત્માનો વાસ હશે તો એ તરત જ તેનું શરીર છોડીને ચાલી જશે. કવિતા થોડીવાર ગાડીમાં બેસી રહી પછી બારણું ખોલીને નીચે ઉતરી.

ઈશાનનો જીવ એક ક્ષણ માટે અધ્ધર થઇ ગયો. તે અધીરાઈથી કવિતાને ગાડીમાંથી ઉતરતા જોઈ રહ્યો, પણ કશું જ ન બન્યું.

કવિતા બીજી પરીક્ષામાંથી પણ પાસ થઇ ગઈ હતી. તેના શરીરમાં કોઈ જ દુષ્ટ આત્માનો વાસ નહોતો. ઈશાનને હાશકારો થયો. તે ઝડપથી ગાડી તરફ ચાલવા લાગ્યો. કવિતા આંટા મારી રહી હતી. તેનો ઈશાન પ્રત્યેનો ડર દૂર થઇ ગયો હતો. તે પાંચ-છ ડગલાં ચાલીને ગાડીથી થોડી દૂર નીકળી. તે લંબચોરસની સીમારેખા બહાર નીકળી.

અચાનક એક વિચિત્ર અવાજ આવ્યો. જાણે કોઈ રાની પશુ આસપાસ હોય તેવો અવાજ હતો. ઈશાને તે અવાજની દિશામાં જોયું. એ અવાજ ઝુંપડીની પાછળથી આવી રહ્યો હતો.

ત્યાં જ તેને એક તીણી ચીસ સંભળાઈ. એ ચીસ કવિતાની હતી. તે જમીન પર પડી હતી. તેને કોઈ જંગલી પશુ જંગલ તરફ ખેંચી રહ્યું હોય તેમ લાગી રહ્યું હતું. ઈશાનની નજર તેને ખેંચી રહેલા પશુ જેવા આકાર પર પડી. એ કોઈ પ્રાણી નહોતું, પણ તેનું વિકૃત શરીર પ્રાણીની જેમ ચાર પગે ભું હતું. તેનો ચહેરો કોહવાઈ ગયેલા માંસથી ભરેલો હતો. તેના શરીરમાંથી કોહવાઈ ગયેલા માંસની તીવ્ર વાસ આવી રહી હતી. મોઢામાંથી લાળ પડી રહી હતી. તેણે પોતાના દાંત કવિતાના પેન્ટ પર ખુંપાવેલાં હતા. તેની લાળના કારણે કવિતાનું પેન્ટ પલળી ગયું હતું. તેના મોઢામાંથી એક વિચિત્ર અવાજ આવી રહ્યો હતો. તે પોતાની તમામ તાકાત કવિતાના શરીરને જંગલ તરફ ખેંચી જવા માટે લગાડી રહ્યું હતું. કવિતા પોતાના હાથ વડે કોઈ આધારને પકડવા મથી રહી હતી. તેની ચીસો વાતાવરણને ચીરી રહી હતી.

ઈશાન તરત જ પોતાની ગાડી તરફ કૂદ્યો. તેણે કવિતાને ખેંચી રહેલા વિકૃત પ્રાણી તરફ ગાડી મારી મૂકી. પ્રાણીએ એક ક્ષણ માટે ગાડીની હેડલાઈટ તરફ જોયું. બીજી જ ક્ષણે તેના પર ગાડીના પૈડાં ફરી વળ્યાં. પ્રાણીના શરીરના ફુરચા ડી ગયા.

કવિતા હજુ જમીન પર જ પડેલી હતી. ઈશાન ઝડપથી ગાડીમાંથી ઉતર્યો. તેણે કવિતાને ભી થવામાં મદદ કરી. કવિતા ભી થઈને ગાડીનો દરવાજો ખોલીને અંદર બેઠી.

ઈશાન પણ એમ જ કરવા જઈ રહ્યો હતો, પણ તેના નસીબે તેને દગો દીધો. એક પ્રાણી તેની પાછળ ઝડપથી આવ્યું અને તેના પગને બટકું ભર્યું. પ્રાણીના તીક્ષ્ણ દાંત તેના પગના માંસમાં ઊંડા ખુંપી ગયા. ઈશાને અસહ્ય પીડાના કારણે ચીસ પાડી. કવિતાએ તેનો હાથ પકડીને ગાડીમાં ખેંચવાનો પ્રયત્ન કર્યો, પણ પ્રાણી વધુ શક્તિશાળી હતું. તેણે ઇશાનને ગાડીથી દૂર ઢસડ્યો. ઈશાને પ્રાણીને લાત મારી. પ્રાણીની પકડમાંથી તેનો પગ ન છૂટ્યો. તેના પગમાંથી લોહી નીકળી રહ્યું હતું. તેની ડાબી અને જમણી તરફ બે બીજા પ્રાણીઓ પણ આવ્યા. બન્ને તેના શરીરને ચૂંથવા લાગ્યા.

કવિતાએ આ દ્રશ્ય જોઈને તરત જ ગાડી ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો. ગાડી ચાલુ ન થઇ.

ઈશાન અસહ્ય પીડામાં હતો. તેને તેના શરીરનું બધું જ માંસ થોડી જ વારમાં આ પ્રાણીઓ ખાઈ જશે તેમ લાગી રહ્યું હતું.

કવિતા ગાડીની ચાવી ફેરવી રહી હતી. ગાડી હજુ ચાલુ નહોતી થઇ રહી.

ઇશાનનું નાક પ્રાણીઓના સડેલા માંસની વાસથી ભરાઈ ગયું. તે ભો થવા માંગતો હતો, પણ ત્રણ પ્રાણીઓ તેને અલગ અલગ દિશામાં ખેંચી રહ્યા હતા. તેને બધી દિશાઓમાંથી પ્રાણીઓના અવાજ સંભળાવા લાગ્યા. તેને અંદાજ આવી ગયો કે બીજા પ્રાણીઓ પણ આવી રહ્યા હતા. તેને જીવવું હોય તો ગમે તેમ કરીને ગાડી સુધી પહોંચવું પડશે. તેણે અસહ્ય પીડાની પરવાહ કર્યા વગર પોતાના એક પગ વડે તેનો બીજો પગ ખેંચી રહેલા પ્રાણીને પાટુ માર્યું. તેનો પગ તે પ્રાણીની પકડમાંથી છૂટી ગયો.

અચાનક ગાડી ચાલુ થવાનો અવાજ આવ્યો. બીજી જ ક્ષણે ગાડીના ટાયર તેની ડાબી બાજુના પ્રાણી પર ફરી વળ્યાં. ઈશાનની નજર સામે તે પ્રાણીનું શરીર ગાડીના ટાયર નીચે ચગદાઈ ગયું. એ પ્રાણીના શરીરમાંથી લોહી અને માંસના ટુકડા ઉડીને ઈશાન પર પડ્યા. તેના હાથ પર તે શરીર વગરના પ્રાણીનું મોઢું હજુ દાંત ભરાવી રહ્યું હતું. ઈશાન પુરી તાકત લગાવીને ભો થયો. તેના હાથ પર ચોંટેલા પ્રાણીના માથાને તેણે દૂર કર્યું. તેના બીજા હાથને ખેંચી રહેલા પ્રાણીની પકડમાંથી પણ તે માંડ છૂટ્યો. તેણે ગાડીનો દરવાજો ખોલ્યો અને અંદર બેસી ગયો. તેના હાથ અને પગમાંથી લોહી વહી રહ્યું હતું. તેણે કવિતાને ગાડી ઝૂંપડીના સુરક્ષિત વિસ્તારમાં લેવાનું કહ્યું. થોડી જ ક્ષણોમાં બન્ને ગાડી સહીત ઝૂંપડીના સુરક્ષિત વિસ્તારમાં પહોંચી ગયા. બન્ને ગાડીની બહાર નીકળ્યા.

આ સમગ્ર ઘટના માત્ર થોડી મિનિટોમાં બની હતી. તે દરમ્યાન સેંકડો પ્રાણીઓ તે જંગલમાંથી બહાર નીકળી આવ્યા હતા. તેમના મોંઢા કૂતરા જેવા હતા. તેઓ માત્ર કોહવાયેલા માંસના લોચાના બનેલા હોય તેમ લાગતું હતું. તેમની આંખો લાલ હતી. તેમના પગ હાડપિંજર જેવા હોવા છતાં તેઓ ખુબ ઝડપથી દોડી રહ્યા હતા. તેઓ વિચિત્ર અવાજ કરી રહ્યા હતા. તેમનો અવાજ કૂતરા જેવો જ હતો, પણ કૂતરા કરતા વધુ ભયાનક હતો. તેમની લાળ જ્યારે લંબચોરસની સીમારેખા પર પડતી ત્યારે ત્યાં આગ લાગતી. જે થોડીવારમાં જ ઓલવાઈ જતી.

થોડી જ વારમાં ઝૂંપડીની આસપાસનો લંબચોરસ ભાગ આ વિચિત્ર પ્રાણીઓના શરીરો વચ્ચે એક ટાપુ જેવો બની ગયો. તેમની સંખ્યા સેંકડોમાં હતી. એક પણ પ્રાણી તે ચાર પથ્થરોની સીમા ઓળંગીને આવી શકે તેમ નહોતું. તેઓ આ વાત જાણતા હતા. કોઈ જ પ્રાણી ઉતાવળમાં હોય તેમ લાગતું નહોતું. બધા જ એ સીમા પર ભા રહીને સામે પડેલા બે શરીરોના એ લંબચોરસની બહાર નીકળવાની રાહ જોવા લાગ્યા.

ઈશાન અને કવિતા આ પિશાચી પ્રાણીઓ વચ્ચે ફસાઈ ગયા હતા. તેમનો બહાર નીકળવાનો એક માત્ર રસ્તો તેમની ગાડી હતી. કવિતા ઇશાનને પકડીને જમીન પર બેઠી હતી. તે ધ્રુજી રહી હતી. ઈશાન આ વિચિત્ર પ્રાણીઓના વિશાળ ટોળાને જોઈને ડરી ગયો હતો. તેને ખબર હતી કે આ કોનું કામ હતું.

આ...આ બધા કોણ છે ?” કવિતા ધ્રુજતા ધ્રુજતા બોલી.

આ બધા એક પિશાચનાં સેવકો છે. મને લાગે છે કે તેણે આ બધાને મને મારવા મોકલ્યા છે. ઈશાન ધ્રુજતા અવાજે બોલ્યો.

તને મારવા કેમ ?” કવિતા માંડ બોલી.

કેમ કે તેની એક વસ્તુ મારી પાસે છે. ઈશાન શાંતિથી બોલ્યો.

(ક્રમશઃ)

પ્રકરણ લેખિકા: માનસી વાઘેલા

સહાયક: નરેન્દ્રસિંહ રાણા