Agyaat Sambandh - 4 books and stories free download online pdf in Gujarati

અજ્ઞાત સંબંધ - ૪

શૈતાનની ચીસ

પ્રકરણ-૪

વહી ગયેલી વાત...

(રિયા અને વનરાજ ધીમે-ધીમે એકબીજાના પ્રેમમાં પડી જાય છે. રિયાને એ રાત્રે વળી પાછું એક સપનું આવે છે જેમાં એક પ્રેત ન સમજાય એવી વિચિત્ર ભાષા બોલતું રિયાના ગળામાંનું લોકેટ ખેંચવાનો પ્રયત્ન કરતું હોય છે. રિયા હજુ તો એ સદમામાંથી બહાર આવે તે પહેલાં અચાનક આવી ચડેલી કવિતા એના પર શારીરિક હુમલો કરી દે છે. પછી તો કવિતા સાથે થયેલી વનરાજની ઝપાઝપીમાં કવિતા બેહોશ થઈ જાય છે. એને હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં એક મંદિરમાં થતી આરતી સાંભળીને કવિતા ખૂબ જ ધુણવા લાગે છે અને એના શરીરમાંથી આસુરી શક્તિ નીકળી જાય છે. ત્યાર બાદ એને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. હવે આગળ...)

રિયા કવિતાની સામે ટગર-ટગર જોઈ રહી હતી. એ માની નહોતી શકતી કે આ એ જ ભોળી, માસૂમ કવિતા છે કે જેણે એના પર શેતાની હુમલો કર્યો હતો. જોકે મંદિરના પૂજારીએ કહી દીધું હતું કે હવે એ આવું વર્તન નહીં કરે. અને રિયાએ પણ કવિતાના શરીરમાંથી પેલો કાળો ધૂમાડો નીકળીને વિલીન થતો જોયો હતો એટલે એને ધરપત બેઠી કે હવે કદાચ કવિતા સાજી થઇ જશે. ઉપરાંત રિયા પોતે પણ છેલ્લા ઘણાં સમયથી અજીબ પ્રકારની ઘટનાઓનો શિકાર બની રહી હતી એટલે એને આ બધું શું બની રહ્યું છે એ કાંઈ જ સમજાતું નહોતું. છતાં પણ હજુ સુધી એ માનસિક અને શારીરિક રીતે સક્ષમ હતી. અલબત્ત એને અંદરખાનેથી ડર જરૂર લાગતો હતો.

આમ જોયા શું કરે છે ? હું તારી કવિતા છું... વનરાજ નહીં. કહીને કવિતાએ આંખ મારી અને રસોડામાં ગઈ. એ બહાર આવી ત્યારે પણ રિયા પ્રશ્નાર્થ નજરે કવિતાને જ તાકી રહી હતી.

કવિતા, તને ખબર છે તેં મારી અને વનરાજ સાથે કેવું વર્તન કર્યું છે ?” રિયા વિચારોમાંથી બહાર આવતાં બોલી, મને કહેતાં ખૂબ જ... હું... હું ઓડ ફીલ કરું છું કહેતા, પણ તેં મને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો... કહેતાં રિયા નીચું જોઈ ગઈ. એની આંખના ખૂણામાંથી એક અશ્રુબિંદુ ટપકી પડ્યું. કવિતાએ ટીપોય પર બે ડીશ મૂકી અને રિયાની બાજુમાં બેસીને એના હાથ પોતાના હાથમાં લીધા, મને ખરેખર કાંઈ જ ખબર નથી રિયા, મને બધી માંડીને વાત કર.

ત્યાર બાદ રિયાએ એને બધી જ વાત કરી. એની વાત સાંભળીને કવિતા શરમથી નીચું જોઈ ગઈ. એને ખૂબ જ પસ્તાવો થતો હતો. રિયાએ વાત પૂરી કરી એટલે એણે કહ્યું, રિયા, હું ખરેખર દિલગીર છું... મને માફ કરી દેજે. મને પોતાને પણ પાછલા બે દિવસનું કાંઈ જ યાદ નથી... કઈં જ નહીં... કવિતા રડી પડી. રિયાએ એનાં આંસુ લૂછતાં કહ્યું, ઇટ્સ ઓકે, કવિતા. દુનિયામાં આવી કઈંક અગોચર ઘટનાઓ બનતી હોય છે, એમાંની એક તારી સાથે બની...”

“પણ, રિયા, હું... છેલ્લે મારા કાકા મને અમદાવાદ મૂકી ગયા હતા એટલું જ યાદ છે, આ બધું... કઈ રીતે...” કવિતા હજુ પણ કંઈ સમજી ન શકતી હોય એમ રડતી હતી.

બસ, કવિતા. શાંત થઈ જા. હવે આપણે આ ઘટનાને સપનું સમજીને ભૂલી જવાની છે. ઓ.કે. ?” કહીને રિયાએ એની સામે સ્મિત ફરકાવ્યું. કવિતાએ પણ એનો જવાબ સ્મિતથી જ આપ્યો અને રિયાને ભેટી પડી.

***

ચોમેર અંધકાર છવાયો હતો. આજુ-બાજુનું કાંઈ જ દેખાતું નહોતું. બસ, માત્ર સફેદ-ઘટ્ટ ધુમ્મસનું આવરણ છેક ઉપર સુધી છવાયેલું હતું.

રિયાએ લાલટેન પકડ્યું અને ચાલવા માંડી. પહેલાં તો એને ધુમ્મસભર્યા અંધારામાં કાંઈ જ ન દેખાયું. થોડી વારે આંખો ટેવાઈ એટલે દૂર-દૂર થોડો ઉજાસ નજરે પડતો હતો. એના લાલટેનમાંથી નીકળતો આછો પીળો પ્રકાશ આવા ઘેરા ધુમ્મસ આગળ કાંઈ કામનો નહોતો.

એણે સતત પંદરેક મિનિટ સુધી ચાલ્યા જ કર્યું. અલબત્ત એણે ચાલવું પડતું હતું. એને કોઈક પરાણે ખેંચી રહ્યું હોય એવું લાગતું હતું. એ ક્યાં જતી હતી એ એને જ નહોતી ખબર. આખરે એ એક જગ્યાએ આવી પહોંચી. શરૂઆતમાં તો એને ધુમ્મસની પરત વચ્ચેથી કાંઈ દેખાયું નહિ, પણ પછી ધુમ્મસ એની મેળે ઓછું થવા લાગ્યું. અલબત્ત સાવ ગાયબ ન થયું. એણે જે દ્રશ્ય જોયું એનાથી એ કંપી ઉઠી. એ એક કબ્રસ્તાન હતું ! પોતે અહીં કેવી રીતે આવી ગઈ એનું એને કંઈ જ ભાન નહોતું. એણે આજુબાજુ નજર કરી. ક્યાંય કોઈ જ નહોતું. માત્ર શાંત વાતાવરણમાં ઘુવડનો ઘૂઉ... ઘૂઉઉઉ... અવાજ અતિ બિહામણો લાગતો હતો.

ત્યાં જ રિયાની નજર સામે કબ્રસ્તાનનો મોટો દરવાજો ચીં..... ના કીચૂડાટ સાથે અડધો ખૂલ્યો. રિયા યંત્રવત રીતે કબ્રસ્તાનમાં પ્રવેશી ગઈ. અંદર સેંકડો કબરો હતી. એ જોઈને રિયાના ગળાનો કાકડો ઊંચો નીચો થયો. એ આગળ વધી. સઘળું શાંત હતું... ક્યાંય કોઈ જ અવાજ નહોતો... થોડીવાર પહેલાં અવાજ કરતું ઘુવડ પણ ગાયબ થઈ ગયું હતું.

એ જ સમયે રિયાએ એની આજુબાજુ સામાન્ય કરતાં વધારે ઠંડક અનુભવી. આ એને વિચિત્ર લાગ્યું. ત્યાં જ એની બરાબર પાછળ એણે પશુના ઘૂરકાટ જેવું કંઈક સાંભળ્યું. એનું હ્યદય જોરથી ધબકી ઉઠ્યું. એ ધીમે ધીમે ઊંઘી ફરી. એ હબકી ગઈ. થોડે દૂર આછા ધુમ્મસિયા અંધકારમાં એણે બે લાલ ટપકાં જોયાં. એ ટપકાં એને જ તાકી રહ્યા હતા. થોડી વારે એ ટપકાં ઊંચે ચડવા લાગ્યાં. લગભગ મસમોટા ઊંચા વૃક્ષ જેટલી ઉંચાઈએ પહોંચ્યા. રિયા હજુ કાંઈ સમજે એ પહેલાં એ લાલ ટપકાં લાલ અંગારા ભભૂકતી આંખોમાં ફેરવાઈ ગયા અને પછી કાળા ધુમાડાએ એક આકાર રચ્યો. એ આકાર કોઈ માણસનો નહોતો, પરંતુ એક શેતાનનો હતો ! મોટા નહોર, કાળા વરુ જેવું આખું રૂંવાટીવાળું શરીર, કાળા ચહેરા પર ચમકતા સફેદ લાંબા-લાંબા અણિયાળા દાંત, મોટા કાન, કાનની ઊપર કાળી - વાળ વગરની ખોપરી, બે શીંગડાં અને લાંબી પૂંછડી. એ આખરે જનાવર હતું કે માણસ એ કળવું મુશ્કેલ હતું.

અસીતો કોપાણ લાતુકે.... એ રાક્ષસી કદના શેતાને ઘોઘરા અવાજમાં એટલી જોરથી બૂમ પાડી કે વાવાઝોડું સર્જાયું અને રિયા વીસ ફૂટ પાછળ ફંગોળાઈ પડી. એણે ઠીને જોયું તો ત્યાં કાંઈ જ નહોતું...! પેલો શેતાન ગાયબ થઈ ગયો હતો. એ ઊભી થઈને એકદમ ભાગવા ગઈ પણ સીધી જ પડી.

અસીતો કોપાણ લાતુકે... અસીતો કોપાણ લાતુકે... કરતાં એકસામટા સેંકડો બળેલા હાથ એની ગર્દન ફરતાં વીંટળાઈ ગયા અને પેલું લોકેટ ખેંચવા લાગ્યા. એનો દેકારો અસહ્ય બની ગયો અને....

રિયા એક ચીસ સાથે પથારીમાં બેઠી થઇ ગઈ. એનું એ જ. છેલ્લા કેટલાય સમયથી એને આવા ભયાનક સપનાં આવ્યાં કરતાં હતાં. એ થોડીવાર માટે રોઈ પડી. સવારના સાત થયા હતા. કવિતા ક્યાંક બહાર ગઈ હતી.

રિયા તરત જ દૈનિકક્રિયાઓ પતાવીને સીધી જ વનરાજના ઘરે પહોંચી ગઈ. અહીં તે બીજી વખત આવી હતી. ગયા રવિવારે જ વનરાજે એને પોતાનું ઘર બતાવ્યું હતું. એ પૈસાદાર કુટુંબનો નબીરો હોવાથી એનું ઘર આમ તો બંગલો જ હતો.

***

રિયા... રિયા... પ્લીઝ, સમજવાની કોશિશ કર. એ જસ્ટ સપનાં છે, હકીકત નહીં. વનરાજે એના ખોળામાં માથું નાખીને રડતી રિયાને કહ્યું. રિયાએ એનું મોં ઊંચું કર્યું. એના મખમલી ગાલ પર ઉપસી આવેલા આંસુથી એનો ચહેરો બગડી ગયો હતો. વનરાજે એને ધીમેથી ઊંચકીને પલંગ પર બેસાડી અને પોતે બેઠો. તરત જ રિયા વેલની જેમ એને વીંટળાઈ વળી, વનરાજ, પ્લીઝ મારે અહીંથી ક્યાંય નથી જવું. મને બહુ ડર લાગે છે...

હા. હા. ઓકે. શાંત થા. હું તને મારી પાસે જ રાખીશ. બસ ? તું ક્યાંય નહીં જાય. વનરાજે એને પોતાનાથી અળગી કરી. રિયાએ વનરાજની આંખમાં આંખ પરોવી. વનરાજની આંખ પણ મળી. વનરાજે રિયાના ગાલ પર ઢળી આવેલા આંસુને બંને હાથ વડે લૂછી નાખ્યા. છતાં રિયાનો ચહેરો સામાન્ય નહોતો લાગતો. એ ફિક્કો પડી ગયો હતો. એનો ફિક્કો ચહેરો જોઈને વનરાજને એક કરતબ સૂઝી. એ ધીમે ધીમે એના હોઠ રિયાના ફૂલગુલાબી હોઠ નજીક લઈ ગયો. રિયા એ ક્ષણ ચમકી, પણ પછી જાણે વનરાજને અનુમતિ આપતી હોય તેમ સ્થિર બેઠી રહી. વનરાજે ધીમે રહીને એના હોઠ રિયાના હોઠ પર મૂકવાની કોશિશ કરી, પણ...

આઉચ ! રિયા ધીમું ચિત્કારી ઠી. વનરાજનાં ચશ્માંની દાંડી એને નાક પર સહેજ ચૂભી હતી. દ્રશ્ય હાસ્યાસ્પદ બની ગયું. વનરાજ એ જ સ્થિતિમાં હસી પડ્યો. રિયાના ગાલ પર પણ મુસ્કુરાહટને લીધે ખંજન પડી ગયાં. બસ, વનરાજને આ જ જોઈતું હતું. એણે પોતાના ચશ્માં કાઢીને બાજુ પણ મૂક્યાં અને રિયાના હોઠ સાથે હોઠ ભીડી દીધા. સમય જાણે થંભી ગયો. બંનેનું એ મીઠું ચુંબન લગભગ પાંચેક મિનિટ ચાલ્યું. બંને જાણે આહલાદક અનુભૂતિ મેળવી રહ્યા પછી છૂટા પડ્યા.

રિયાએ આજે ઘેરા બલ્યૂ રંગનું ગોઠણ સુધીનું સ્કર્ટ અને ઉપર લાલ-સફેદ પટ્ટીઓવાળું ખુલતાં ગળાનું, અડધી બાંયનું પાછળ ચેઇનવાળું ટોપ પહેર્યું હતું. બંને કપડાંને જોડતો એક બેલ્ટ કમરે બાંધ્યો હતો. એ બેલ્ટના ચસોચસ બંધાવાને કારણે જ રિયાનું વક્ષ:સ્થળ સહેજ વધુ ઉપસેલું લાગતું હતું. એની છાતીના બંને વળાંકો કોઈ શિલ્પીએ બનાવેલી મૂર્તિ જેવા જ લાગતા હતા. અદ્દભુત લાગતી હતી તે. ઉપરાંત એણે ગળામાં પહેરેલું એ લોકેટ એના સ્તનયુગ્મ પર થઈને લટકતું હતું. વનરાજ એનો આ દેખાવ જોઈને ઉત્તેજિત થઈ ગયો હતો. એણે આછા ગુલાબી કલરનો શર્ટ અને બલ્યૂ જીન્સ પહેર્યું હતું. આછી દાઢી રાખેલો ચહેરો સોહામણો લાગતો હતો. એ રિયાના સ્કર્ટ નીચેથી દેખાતા એના ખુલ્લા, લીસા માંસલ નિતંબોને જોઈ જ રહ્યો. એનાથી હવે ન રહેવાયું. એણે ચીલઝડપે રિયાની પીઠ પાછળ હાથ નાખીને એના ટોપની ચેઇન આખેઆખી ખોલી નાંખી. રિયા આ હરકતથી ચમકી ગઈ. એની નગ્ન થઈ ગયેલી ગોરી પીઠ જોતાં જ વનરાજને જાણે ચળ ઉપડી અને એણે છૂટા પડી ગયેલા, ટોપના બે ભાગને આગળની તરફ ખેંચીને એને કાઢવાનો પ્રયત્ન કર્યો.

વનરાજ, પ્લીઝ...! રિયાએ વનરાજને એક હડસેલો મારી પોતાનાથી દૂર કર્યો, અત્યારે આ બધાં માટે હું તૈયાર નથી. હું ભાવનાઓમાં વહી ગઈ હતી. પ્લીઝ... કહીને એણે એના પાછળથી ખુલ્લાં ટોપને સરખું કરી ચેઇન ઉપર તરફ ખેંચી લીધી.

તને ખબર છે ને...મારી સાથે શું બની રહ્યું છે એ ?” રિયા ફિક્કા અવાજે બોલી. પછી મોં ફેરવ્યું. વનરાજની શરીર સુખની અદમ્ય ઈચ્છા પર પાણી ફરી વળ્યું હતું. એણે કહ્યું, રિયા, તું જરાય ચિંતા ન કરીશ. આપણે આ સપનાંઓનો રાઝ જાણીને જ રહીશું. આપણે સારામાં સારા મનોચિકિત્સકને બતાવશું...ઓ.કે. ?” કહીને એ ઊભો થવા જતો જ હતો ત્યાં જ એની નજર રિયાના ગળા પર પડી, તારું લોકેટ ક્યાં ગયું ?”

હેં... લોકેટ...? અરે ! હમણાં તો અહીં જ હતું... રિયા ગળા પર હાથ ફેરવતાં આમ તેમ જોવા લાગી. ત્યાં જ એની નજર નીચે જમીન પર પડેલા એ લોકેટ પર પડી. એને યાદ આવ્યું કે એણે જ્યારે વનરાજને હડસેલી દીધો હતો ત્યારે એ લોકેટ એના ગળામાંથી નીકળીને જમીન પર પડ્યું હતું. વનરાજે પણ એ લોકેટ જોયું. એ લોકેટ હવે રિયાના જીવનમાં આંધી બનીને તબાહી મચાવવાનું હતું... એની જિંદગીને તહેસનહેસ કરી દેવાનું હતું...

બરાબર એ જ વખતે એક કાળો બિલાડો બારીમાં દેખાયો. થોડી વાર એ એની લાલઘૂમ આંખોથી રિયા અને વનરાજને તાકી રહ્યો. એની એ આંખો... એ વિચિત્ર હતી... સામાન્ય નહોતી ! બંનેને તાકી રહીને એ બારી પાસેથી ગાયબ થઇ ગયો.

(ક્રમશઃ)

આ પ્રકરણના લેખક છે: પરમ દેસાઈ