Pratishodh 3.0 book and story is written by Jatin.R.patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pratishodh 3.0 is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રતિશોધ તૃતીય અંક: - Novels
by Jatin.R.patel
in
Gujarati Horror Stories
આ નવલકથા ત્યાંથી શરૂ થશે જ્યાંથી પ્રતિશોધનાં દ્વિતીય અંકનો વીસમો ભાગ અટક્યો હતો. માટે આપ સૌ આગળ વાંચો એ પહેલા પ્રતિશોધનાં આગળનાં ભાગ વાંચવાના બાકી હોય તો વાંચી લો.
સૂર્યા પંડિત સિરીઝની પ્રથમ નવલકથા એવી પ્રતિશોધનાં આગળનાં બે અંકના અત્યાર સુધી એક લાખ કરતા પણ વધુ ડાઉનલોડ થઈ ચૂક્યા છે. વાચકોના આવતા મેસેજ એ દર્શાવવા કાફી છે કે આ નવલકથામાં આગળ શું બનવાનું છે એ જાણવાની વાચકોની ઉત્કંઠા કેટલી બળવત્તર બની છે.
કાળી શક્તિઓ, ડિમન, ટેન પ્લેગ ઓફ ઈજીપ્ત, ધર્માંતરણ, તાંત્રિકોના ગામ મયાંગ, બ્રહ્મરાક્ષસ, ભૂતકાળને ધરબીને ઊભેલો કિલ્લો, મેલી વિદ્યા જેવી ઉત્કંઠા જગાડનારી વસ્તુઓને સમાવતી નવલકથાનો આ ત્રીજો અને અંતિમ ભાગ તમારી સઘળી અપેક્ષાઓ પર ખરો ઉતરે અને તમારા મનમાં ઉદ્દભવેલા દરેક પ્રશ્નોનું નિરાકરણ કરે એવી આશા.
પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-1 આ નવલકથા ત્યાંથી શરૂ થશે જ્યાંથી પ્રતિશોધનાં દ્વિતીય અંકનો વીસમો ભાગ અટક્યો હતો. માટે આપ સૌ આગળ વાંચો એ પહેલા પ્રતિશોધનાં આગળનાં ભાગ વાંચવાના બાકી હોય તો વાંચી લો. સૂર્યા પંડિત સિરીઝની પ્રથમ નવલકથા એવી ...Read Moreઆગળનાં બે અંકના અત્યાર સુધી એક લાખ કરતા પણ વધુ ડાઉનલોડ થઈ ચૂક્યા છે. વાચકોના આવતા મેસેજ એ દર્શાવવા કાફી છે કે આ નવલકથામાં આગળ શું બનવાનું છે એ જાણવાની વાચકોની ઉત્કંઠા કેટલી બળવત્તર બની છે. કાળી શક્તિઓ, ડિમન, ટેન પ્લેગ ઓફ ઈજીપ્ત, ધર્માંતરણ, તાંત્રિકોના ગામ મયાંગ, બ્રહ્મરાક્ષસ, ભૂતકાળને ધરબીને ઊભેલો કિલ્લો, મેલી વિદ્યા જેવી ઉત્કંઠા જગાડનારી વસ્તુઓને સમાવતી નવલકથાનો
પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-2 બસો વર્ષ પહેલા, માધવપુર, રાજસ્થાન પોતાની દીકરી અંબિકાના પુત્ર જોરાવરનો એકલાનો જ માધવપુરની રાજગાદી પર હક જળવાઈ રહે એ હેતુથી રેવતીએ રાજા વિક્રમસિંહની બીજી પત્ની પદ્માના ગર્ભમાં ઊછરી રહેલા બાળકને જન્મ પહેલા જ મારી નાંખવાની ...Read Moreયોજના બનાવી અને એ યોજનાનો અમલ કરવા એ અંબિકા જોડેથી પોતાના ગામમાં જવાની રજા માંગીને માધવપુરથી નીકળી ગઈ. આ યોજનાને પૂરી કરવા હેતુ રેવતીને બીજા લોકોની પણ મદદ જોઈતી હતી અને એ લોકો માટે રેવતીએ બે વ્યક્તિઓ પર પસંદગી ઉતારી. જેમાં એક હતી જયપુરના રાજાની ચોથી પત્નીની દીકરી રૂપાદેવી, આ રૂપાદેવી એ જ યુવતી હતી જેને તલવારબાજીની છેલ્લી સ્પર્ધામાં અંબિકાએ
પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-3 ચાર દિવસ પહેલા, માધવપુર, રાજસ્થાન ઇલ્યુમિનાટીના એ સદસ્ય દ્વારા જ્યારે રાકા સમક્ષ માધવપુર કિલ્લામાં કામ અર્થે મોજુદ સમીરની સાથે આવેલા તમામ લોકોનો ખાત્મો કરીને સમીરને કિડનેપ કરવાનો પ્રસ્તાવ રાખ્યો ત્યારે રાકાએ પહેલા તો ઘણી આનાકાની ...Read Moreઆટલા મોટા હત્યાકાંડ બાદ પોતાને માથે જોખમ વધી જવાની શક્યતાઓ પ્રબળ હોવાથી રાકાએ પહેલા તો ઇલ્યુમિનાટીના એક રહસ્યમય વ્યક્તિ દ્વારા પોતાને આપવામાં આવેલી ઓફરનો અસ્વીકાર કરી દીધો. પણ જ્યારે એને કહેવામાં આવ્યું કે એને આ કામનાં પચ્ચીસ લાખ એડવાન્સ અને પચ્ચીસ લાખ પાછળથી આપવામાં આવશે ત્યારે આટલી મોટી રકમની લાલચમાં રાકા આ નરસંહાર કરવા તૈયાર થઈ ગયો. રાકા જોડે જે
પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-4 બસો વર્ષ પહેલા, માધવપુર, રાજસ્થાન કુબા આખરે માધવપુર કિલ્લામાં પ્રવેશ મેળવી ચૂકી હતી એ જાણ્યા બાદ રેવતી ખૂબ જ ખુશ હતી. પર્શિયન જાદુગરની કુબાની તાંત્રિક શક્તિઓનો ઉપયોગ કરી પોતે પદ્માના બાળકને જન્મ પહેલા જ એના ...Read Moreમારી નાંખવામાં હવે જરૂર સફળ થશે એવો વિશ્વાસ રેવતીને બેસી ગયો હતો. બીજા દિવસે સવાર થતાં જ રેવતી મહેલમાંથી નીકળી ચોરી-છૂપીથી ધર્મશાળામાં જઈ પહોંચી. રેવતીને ત્યાં જોતા જ વણઝારાઓ સાથે આવેલી કુબા એની પાછળ-પાછળ ધર્મશાળા નજીક આવેલ એક જૂના ચબૂતરા જોડે આવી પહોંચી. તારે અહીં આમ કેમ આવવું પડ્યું..? રેવતીને ઉદ્દેશી ક્રુદ્ધ સ્વરે કુબા બોલી. તને કહ્યું તો હતું કે
પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-5 જેસલમેર, રાજસ્થાન છેલ્લા ચાર દિવસથી એક અંધારા ઓરડામાં કેદ સમીરની સામે જ્યારે ત્યાંથી ભાગી છૂટવાની તક આવી ત્યારે સમીરની આંખોમાં ચમક આવી ગઈ, શરીરમાં જે સુસ્તી આવી હતી એની જગ્યાએ જુસ્સો આવી ગયો. કાલુ જેવું ...Read Moreએને જમવાનું આપીને ગયો એ સાથે જ સમીર પોતાના પીઠ પાછળ બંધાયેલા હાથની ગાંઠ છોડવાની કોશિશમાં લાગી ગયો. સમીરને હતું કે ગાંઠ પોતે સરળતાથી છોડી શકશે પણ આ કામ એની અપેક્ષા કરતા વધુ ભારે નીકળ્યું. આખરે બે-ત્રણ કલાકની જહેમત બાદ સમીર પોતાના હાથને રસ્સીના બંધનમાંથી મુક્ત કરવામાં સફળ થયો. હાથ છૂટા થતા જ સમીરે રાહતનો શ્વાસ લીધો. ચાર દિવસની અકળામણ