તારી એક ઝલક - Novels
by Sujal B. Patel
in
Gujarati Love Stories
નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ, ગામડાની પ્રેમકહાની અને અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન નામની ત્રણ નવલકથાઓ પૂર્ણ કર્યા બાદ તમારી સમક્ષ એક નવી નવલકથા લઈને આવી રહી છું.જેમ મારાં વાંચકોએ મારી એ ત્રણેય નવલકથાઓને સાથ સહકાર આપ્યો એમ મારી નવી ...Read Moreપણ સાથ સહકાર મળશે. એવી આશા સહ મારાં વાંચકો સમક્ષ પ્રેમ, રહસ્ય અને રોમાંચથી ભરપૂર એક નવી નવલકથા રજૂ કરું છું.તારી એક ઝલક (ભાગ-૧) જૂનાગઢનાં ભેંસાણ તાલુકામાં, જીન પ્લોટ વિસ્તારની અંદર રહેતો તેજસ ઉર્ફે તેજાભાઈ સ્વભાવે અને દેખાવે કોઈ ગુંડા જેવો લાગતો. આમ તો તે એક અમીર અને ખાનદાની પરિવારનો છોકરો હતો. અભ્યાસ પણ કરેલો હતો. છતાંય તેનો સ્વભાવ ગુંડા
નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ, ગામડાની પ્રેમકહાની અને અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન નામની ત્રણ નવલકથાઓ પૂર્ણ કર્યા બાદ તમારી સમક્ષ એક નવી નવલકથા લઈને આવી રહી છું.જેમ મારાં વાંચકોએ મારી એ ત્રણેય નવલકથાઓને સાથ સહકાર આપ્યો એમ મારી નવી ...Read Moreપણ સાથ સહકાર મળશે. એવી આશા સહ મારાં વાંચકો સમક્ષ પ્રેમ, રહસ્ય અને રોમાંચથી ભરપૂર એક નવી નવલકથા રજૂ કરું છું.તારી એક ઝલક (ભાગ-૧) જૂનાગઢનાં ભેંસાણ તાલુકામાં, જીન પ્લોટ વિસ્તારની અંદર રહેતો તેજસ ઉર્ફે તેજાભાઈ સ્વભાવે અને દેખાવે કોઈ ગુંડા જેવો લાગતો. આમ તો તે એક અમીર અને ખાનદાની પરિવારનો છોકરો હતો. અભ્યાસ પણ કરેલો હતો. છતાંય તેનો સ્વભાવ ગુંડા
તારી એક ઝલક બિરજુને જીગ્નેશ મારી રહ્યો હતો. તેજસ, કાળું, જાદવ અને લખન બિરજુને બચાવવાં આવ્યાં હતાં. ત્યારે જીગ્નેશની બહેન અર્પિતા સાથે ઝલક પણ ત્યાં આવી. ઝલકને જોતાં જ તે તેજસના દિલમાં વસી ગઈ. ભાગ-૨ તેજસ તેનાં બધાં મિત્રો ...Read Moreતેની ઘરે આવ્યો. વિશાળકાય બે માળનો બંગલો, મોંઘુદાટ ફર્નિચર, બહાર ભવ્ય બગીચો, તેમાં દેશ-વિદેશના અનેક પ્રકારના ફુલો, કેરીનું ઝાડ, જામફળી, લિંબુડી જેવાં જાતજાતના વૃક્ષોથી બગીચો શોભાયમાન હતો. બંગલાની બીજી તરફ એક ઓરડીની અંદર ત્રણ કાર, એક સ્પોર્ટ્સ બાઈક અને એક એક્ટિવા પડી હતી. બિરજુને જીગ્નેશે સારો એવો માર્યો હતો. તેને મલમપટ્ટીની અને દવાની જરૂર હતી. તેજસ તેનાં રૂમમાં બિરજુની મલમપટ્ટી
તારી એક ઝલક તેજસે ઝલક તેની સાથે મેળામાં આવે. એ અંગે પ્લાન બનાવ્યો. પછી બધાંએ સાથે મળીને દારૂની મહેફિલ જમાવી. ભાગ-૩ તેજસ ઉઠીને સીધો બહાર નીકળી ગયો. લખન જ્યારે ઉઠ્યો ત્યારે તેજસ તેની પાસે નહોતો. લખન તેને ઘરની બહાર ...Read Moreલાગ્યો. ગંગા ઉઠીને ઘરકામ કરી રહી હતી. "ગંગા, તેજસ ક્યાં??" લખને ગંગાને ચિંતિત સ્વરે પૂછ્યું. "મને નથી ખબર. મને થયું એ તમને જણાવીને ગયાં હશે." "એ પાગલ ક્યારેય કોઈને કાંઈ જણાવીને જાય છે?? કે આજ જણાવે. ઝલકને લઈને જ કોઈ પ્લાન બનાવતો હશે." લખન હાથમાં બ્રશ લઈને બોલ્યો. ગંગા ફરી તેનાં કામોમાં વળગી ગઈ. લખને બ્રશ કરીને નાહી લીધું. ત્યાં
તારી એક ઝલક ઝલકનુ મન નાં હોવા છતાં એ તેજસ અને તેનાં મિત્રો સાથે મેળામાં જવા તૈયાર થઈ. પણ તેનાં વિચારો હજું પણ તેજસ માટે પહેલાં જેવાં જ હતાં. તે તેજસને એક ગુંડો જ સમજતી હતી. ભાગ-૪ જીતુ અને ...Read Moreપણ મેળામાં પહોંચી ગયાં હતાં. આ લોકોનું કામ અહીં મેળો કરવો એ નહોતું. પણ અહીં આવી બધી છોકરીઓને હેરાન કરવી, એ તેમનો મુખ્ય હેતુ હતો. જે તેજસના રહેતાં પૂરો કરવું અઘરું કામ હતું. "જો જીતું, પેલાં તેજસ સાથે એ ફટાકડી કોણ છે??" સતિષે તેજસ પાસે ઉભેલી ઝલક તરફ આંગળી ચીંધીને કહ્યું. "જોતાં તો વિદેશથી આવી હોય, એવી લાગે છે. આ
તારી એક ઝલક ઝલકને કોઈકનો કોલ આવ્યો. પછી તે ક્યાંક જતી રહી હતી. તેજસે અચાનક થોડાંક લોકોનો હોબાળો સાંભળ્યો. તે ઝલકને શોધવાં એ લોકો જે તરફ જતાં હતાં. એ તરફ ગયો. ભાગ-૫ તેજસ એ લોકો પાછળ પાછળ બધી રાઈડ્સ ...Read Moreએ તરફ આવ્યો. ત્યાં પહોંચીને તેણે જે જોયું. એ જોઈને તે દંગ રહી ગયો. ઝલક જીતું અને સતિષને મારી રહી હતી. ક્યારેક હાથની મુઠ્ઠીનો મુક્કો બનાવી, જીતુંના મોં ઉપર, તો ક્યારેક સીધી હથેળી કરીને, સતિષની ગરદન પર વાર કરી રહી હતી. ઝલકની મારવાની રીત જોઈને, તેણે ખાસ એ અંગે ટ્રેનિંગ લીધી હોય. એવું લાગી રહ્યું હતું. થોડીવાર થતાં જ તેજસના
તારી એક ઝલક બધાં ઝલક જાસૂસ કેવી રીતે બની?? એ જાણવાં અધીરા બન્યા હતા. પણ ઝલકે કોઈને કાંઈ જણાવ્યું નહીં. ભાગ-૬ સવારનાં પાંચ વાગ્યામાં અર્પિતાની આંખ ખુલી ગઈ. ઝલક અંગે જાણવાની અધિરાઈએ તેની આંખ ખોલી દીધી હોય. એમ એ ...Read Moreબેઠી થઈ ગઈ. રૂમની બારીમાંથી બહાર એક નજર કરી. ધીમે-ધીમે સુરજ ઉગી રહ્યો હતો. ધરતી પર પડતો આછો પ્રકાશ તેની હાજરી પૂરી રહ્યો હતો. પક્ષીઓનો કલરવ ચારે દિશામાં ગુંજી રહ્યો હતો. કાલ રાતનો થાક અને અધૂરી ઉંઘ સાથે ઝલકના ભૂતકાળ વિશે જાણવાં માટે અર્પિતાએ આળસ મરડીને પોતાનો એક પગ જમીન પર મૂક્યો. ભૂતનાથ મહાદેવની આરતીનો અવાજ અર્પિતાના કાને પડતાં જ
તારી એક ઝલક તેજસ અને ઝલકને જૂનાગઢ જતાં જીવદયાબેન જોઈ ગયાં. પણ તેઓ ઝલકને જોઈ નાં શક્યાં. તેજસ ક્યાં ગયો છે? એ જાણવાં જગજીવનભાઈ તન્વીની ઓફીસે પહોંચી ગયાં. પણ કાંઈ જાણી નાં શક્યાં. ભાગ-૭ ઝલક અને તેજસ જૂનાગઢનાં જંગલોમાં ...Read Moreગયાં હતાં. વરસાદની ઋતુ, ને એવામાં ચારેકોર છવાયેલી હરિયાળી ઝલકના મનને એક અલગ જ શાંતિનો અનુભવ કરાવતી હતી. જે તેનાં ચહેરા પર દેખાતી હતી. ચારેકોર ફૂટી નીકળેલાં નાનાં નાનાં ઝરણાં જોઈને ઝલક હરખાઈ ગઈ હતી. "તને આ કંઈ જગ્યા છે, એ ખબર છે?" "નાં, પણ તને તો ખબર જ હશે. તો મને આ જગ્યા વિશે જણાવ ને!!" "આ જગ્યા જૂનાગઢનું
તારી એક ઝલક જગજીવનભાઈ તેજસ અને ઝલકને જૂનાગઢમાં જોઈ ગયાં. હવે તેઓ તેજસ વિશે જાણવાં અધીરા બન્યા હતાં. ભાગ-૮ તેજસ અને ઝલક બંને ભેંસાણ તરફ આગળ વધી રહ્યાં હતાં. એમની પાછળ જગજીવનભાઈ અને આસુતોષભાઈ પણ જૂનાગઢથી ભેંસાણ આવવાં નીકળી ...Read Moreહતાં. ઝલક દાતાર હિલ ફર્યા પછી ખૂબ જ ખુશ દેખાતી હતી. તેને ખુશ જોઈને તેજસ પણ શાંતિ અનુભવી રહ્યો હતો. પણ ઝલક અંગે તે જે જાણવાં માંગતો હતો. એ જાણવામાં તે નિષ્ફળ રહ્યો હતો. પણ ઝલકે જે કહ્યું એ પછી તેની સાથે અનેક ઉંડા રહસ્યો સંકળાયેલા હતાં. એ વાત તેજસ સમજી ગયો હતો. તેજસે તેનાં જીવનમાં જેટલા ઉતાર ચઢાવ જોયાં.
તારી એક ઝલક જીવદયાબેન આવીને તેજસને ઘણું બધું કહી ગયાં. પણ તેજસની સમજમાં ખાસ કંઈ આવ્યું નહીં. ભાગ-૯ રાત્રે તેજસને મોડાં સુધી ઉંઘ નાં આવવાથી તેજસ મોડો ઉઠ્યો. બધાં નીચે નાસ્તાના ટેબલ પર નાસ્તો કરતાં હતાં. તેજસ થોડીવાર સીડી ...Read Moreઉભો રહીને બધાં પાસે ગયો. "આવ બેટા, નાસ્તો કરી લે." તેજસ નાસ્તો કરવા ખુરશી પર બેઠો. જીવદયાબેન સિવાય જગજીવનભાઈ અને તન્વી બંનેને આશ્ચર્ય થયું. જ્યારે રાતે તેજસનો જગજીવનભાઈ સાથે ઝઘડો થયો હોય. ત્યારે તેજસ મોટાં ભાગે નાસ્તો કરવા આવતો જ નહીં. જ્યારે આજે એ એકવાર માં જ નાસ્તો કરવા બેસી ગયો. "મમ્મી, હવે મોડું થાય છે. હું નીકળું છું." ઘડિયાળ
તારી એક ઝલક જગજીવનભાઈએ તેજસને કોઈ સવાલ નાં કર્યા. એ વાતથી તેજસ અને તન્વી બંનેને આશ્ચર્ય થયું. ભાગ-૧૦ ઝલક આસુતોષભાઈને મળ્યાં પછી તેજસ પાસે ગઈ. તેજસ મહાદેવના મંદિરે બેઠો હતો. ઝલક સીધી ત્યાં જ પહોંચી ગઈ. તેજસ ઝલકને ત્યાં ...Read Moreહેરાન રહી ગયો. "તું અહીં કેવી રીતે આવી??" "પહેલાં તો ચપ્પલ પહેર્યાં, પછી ચાલતાં ચાલતાં અહીં પહોંચી ગઈ. પણ આ મંદિર છે, તો ચંપલ નીચે જ ઉતારીને તારી પાસે આવી." ઝલકની વાત સાંભળી તેજસ હસવા લાગ્યો. ઝલક પણ તેને હસતાં જોઈને હસવા લાગી. થોડીવાર એમ જ હસીને ઝલક તેજસની પાસે બેસી ગઈ. આજ કોઈ સવાલ નાં થયાં. બંને વચ્ચે ગંભીર
તારી એક ઝલક તેજસ અનિકેતભાઈના કહેવાથી લંડન ગયો હતો. ઝલક એ વાતથી અજાણ હતી. ભાગ-૧૧ ઝલક અમદાવાદ પહોંચીને તરત જ નિગમ નગર, ચાંદખેડાના સિંધુ એપાર્ટમેન્ટ પર આવી પહોંચી. જ્યાં રામજીકાકા રહેતાં હતાં. એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર પાંચ પર પહોંચીને ઝલકે ...Read Moreબેલ વગાડી. એકવાર જ ડોર બેલ વગાડતાં તરત જ દરવાજો ખુલ્યો. ઝલક દરવાજો ખુલતાં જ દોડીને અંદર હોલ પાસે ડાબી તરફ રહેલાં રૂમમાં જતી રહી. એ રૂમમાં એક છોકરો બેડ પર સૂતો હતો. તેની આંખો ફરતે કાળાં ચક્કર બની ગયાં હતાં. આંખો નિસ્તેજ થઈને ઉંડી જતી રહી હતી. "કાકા, આ શું થઈ ગયું મારાં કેયુર ને??" "સતત પાંચ દિવસથી તાવ
તારી એક ઝલક ઝલકે કેયુરની કોલેજમાં ભણાવવાનો નિર્ણય લીધો. સાંજે જમીને ઝલક તેજસે આપેલી ડાયરી વાંચી રહી હતી. ભાગ-૧૨ એક પ્રસંગ વાંચતા જ ઝલકના તેજસ પ્રત્યેનાં બધાં વિચારો બદલી ગયાં. ડાયરી લખનારો તેજસ અને ઝલકની જે તેજસ સાથે મુલાકાત ...Read Moreએ તેજસના સ્વભાવ સાવ વિપરીત હતાં. ડાયરીનો તેજસ એડવોકેટ બનવા માંગતો હતો. જ્યારે હાલનો તેજસ ગુંડો બની ફરતો હતો. ૨૦૧૫ માં જે તેજસ ભણવા પ્રત્યે તકેદારી રાખતો, એ જ તેજસ ૨૦૧૮ માં સાવ અભણ જેવી ભાષા બોલી રહ્યો હતો. ઝલક તેજસ વિશે જે જાણતી હતી, તેજસ એનાથી સાવ અલગ હતો. એ વાત ઝલકને તેજસની ડાયરીનો એક પ્રસંગ વાંચતા જ ખબર
તારી એક ઝલક તેજસ લંડન પહોંચી ગયો હતો. અનિકેતભાઈ કોઈ વાત પર બહું ખુશ દેખાતાં હતાં. એ વાત સુલક્ષણા એ અનિકેત ભાઈના પત્ની અનુપમાબેનને જણાવી. ભાગ-૧૩ ઝલક સવાર પડતાં કેયુરને મળીને કોલેજ જવા નીકળી ગઈ. અમદાવાદ યુનિવર્સિટી!! આ એ ...Read Moreયુનિવર્સિટી હતી, જેણે કેયુર ની એવી હાલત કરી હતી. બહારથી દેખાતી વિશાળ યુનિવર્સિટી કેયુરની જીંદગીનું વિશાળ રાઝ પોતાની અંદર સમાવીને બેઠી હતી. જે કદાચ હવે ઝલકના હાથે ખુલવા જઈ રહ્યું હતું. "હેલ્લો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ!! હું તમારાં માર્કેટિંગ મેનેજમેન્ટના વિષયની મેડમ છું." ઝલકના અવાજમાં એક અનેરો આત્મવિશ્વાસ છલકતો હતો. "ગુડ મોર્નિંગ મેડમ." બી.બી.એ નાં ક્લાસના બધાં સ્ટુડન્ટ્સ એકસાથે બોલી ઉઠ્યાં.
તારી એક ઝલક ઝલક તેજસની ડાયરી નો બીજો પ્રસંગ વાંચીને વિચારોમાં ખોવાઈ ગઈ હતી. એક જ ડાયરીમાં લખાયેલ બે વિપરિત પ્રસંગોએ ઝલકને વિચાર કરવા મજબૂર કરી હતી. ભાગ-૧૪ તેજસ હોટેલનાં રૂમમાં સૂતો હતો. અચાનક જ કંઈક અવાજ આવતાં એની ...Read Moreઉડી ગઈ. બેડ પર બેઠાં બેઠાં એક નજર આખાં રૂમમાં ફેરવ્યાં પછી ફરી એ જ અવાજ સંભળાયો. અવાજ રૂમનાં દરવાજેથી આવતો હતો. તેજસે ઉભાં થઈને દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાં જ તેજસની આંખો ભીની થઈ ગઈ. સામે જાદવ ઉભો હતો. "તું આવી ગયો!! તને કોઈ તકલીફ તો નથી થઈ ને?? અહીં આવવાનું કારણ જાણવાં મળ્યું??" તેજસે એકીસાથે કેટલાંય સવાલો પૂછી લીધાં.
તારી એક ઝલક કૃણાલ અને તન્વી ઉપરકોટ કિલ્લો જોવાં જતાં હતાં. બંને વચ્ચે ઘણી વાતો થઈ. ભાગ-૧૫ કૃણાલે ઉપરકોટ પહોંચીને કારને બ્રેક લગાવી. ઉપરકોટ કિલ્લાનો બહારનો નજારો જ એટલો સુંદર છે, કે માત્ર કિલ્લાના દરવાજા તરફ નજર કરતાં જ ...Read Moreચહેરા પર સ્મિત રમવા લાગ્યું. કૃણાલે કારને એક જગ્યાએ પાર્ક કરી. પછી બંને કિલ્લાની અંદર ગયાં. વરસાદી માહોલ હોવાથી કુદરતનો સુંદર નજારો જોવા ઘણાં લોકો આવ્યાં હતાં. કૃણાલ તન્વીનો હાથ પકડીને, તેને એક ઝરૂખા પાસે ખેંચી ગયો. ત્યાંથી પહાડો ને તેનાં પર છવાયેલી હરિયાળી જોઈ શકાતી હતી. તન્વી પાળી પર બેસીને એ હરિયાળી જોવાં લાગી. તેની આંખોમાં અલગ જ પ્રકારની
તારી એક ઝલક ઝલકને કેયુર સાથે શું બન્યું, એ જાણવાં માટે એક રસ્તો મળી ગયો હતો. પણ,એ રસ્તે ચાલવું થોડુંક અઘરું હતું. કેમકે,માનવ બધાંથી અલગ છોકરો હતો. ભાગ-૧૬ તન્વી અને કૃણાલ ઉપરકોટ કિલ્લાનો ઢળતો સૂર્ય જોઈ રહ્યાં હતાં. એ ...Read Moreસૂર્યની કેસરી લાલીમા વાતાવરણને ખૂબ જ સુંદર બનાવી રહી હતી. ચારે તરફ છવાયેલી લીલોતરી જોયાં પછી સંધ્યા સમયની કેસરી લાલીમા જોવી, આંખોને ટાઢક વળે, એવું દ્રશ્ય હોય છે. સૂરજ ઢળતાં જ અંધારું થવા લાગ્યું. તન્વી ઉભી થઈને ચાલવા લાગી. કૃણાલ પણ તેની પાછળ પાછળ ગયો. ઉપરકોટ કિલ્લાની બહાર આવતાં જ જૂનાગઢની સ્ટ્રીટ લાઈટનો પ્રકાશ તન્વીના ચહેરા પર પડ્યો. આખું જૂનાગઢ
તારી એક ઝલકકેયુરને બેગુનાહ સાબિત કરવા અને મોનાલીસાને તેની ભૂલનો અહેસાસ કરાવવાં માનવ ઝલકની મદદ કરી રહ્યો હતો. ભાગ-૧૭ તેજસ જાદવ સાથે લંડનની ધ હોર્સગાર્ડસ્ હોટેલનાં રૂમમાં બેઠો હતો. ત્યારે તેને એક મેસેજ આવતાં જ તે જાદવ સાથે હોટેલની ...Read Moreનીકળી ગયો હતો. વિચારમાં ને વિચારમાં એક રાત વીતી ગઈ હતી. વહેલી સવારે તેજસે મેસેજમા સૂચવેલી જગ્યાએ જવાનું વિચારી લીધું. તેજસ જાદવ સાથે લંડનની વ્હાઈટ સીટીમા જવાં નીકળી પડ્યો. તેજસ અને જાદવ લંડનનાં વ્હાઈટ સીટીમા ઉભાં ઉભાં કોઈની રાહ જોઈ રહ્યાં હતાં. વ્હાઈટ સીટી એક નામ છે, જેમાં એક સ્ટેડિયમ આવેલું છે. આ સ્ટેડિયમ ઈંગ્લેન્ડના લંડનમાં આવેલ વ્હાઈટ સીટીની અંદર
તારી એક ઝલકતેજસના હાથમાં તેને લંડન શાં માટે મોકલવામાં આવ્યો. એ અંગેની એક કડી લખેલ ચીઠ્ઠી આવી ગઈ હતી. ભાગ-૧૮ તેજસ અને જાદવ બંને ચીઠ્ઠી લઈને ફરી ધ હોર્સગાર્ડસ્ હોટેલમાં આવી પહોંચ્યા હતાં. તેજસે હોટેલમાં પોતાને જે રૂમ સોંપવામાં ...Read Moreહતો. એ રૂમમાં જઈને રૂમનો દરવાજો બંધ કરી દીધો. જાદવ પણ તેજસ સાથે તેજસના રૂમમાં જ ગયો. તેજસે બેડ પર બેસીને ચીઠ્ઠી ખોલી. જાદવની નજર ચીઠ્ઠી પર જ મંડાયેલી હતી. ચીઠ્ઠીમાં શું લખ્યું હશે. એ જાણવાની તાલાવેલી જાદવના ચહેરા પર સાફ નજર આવતી હતી. "સોરી... મેં તને ખોટી માહિતી આપી. તારે મારું હજી એક કામ કરવું પડશે. તું જેમ જેમ
સૌપ્રથમ તો મારાં બધાં વાંચકોની દિલથી માફી ચાહું છું. તારી એક ઝલક સ્ટોરી ઘણાં સમયથી અધૂરી હતી. કોઈને કોઈ કારણસર એને આગળ વધારી શકી ન હતી. પણ હવે અઠવાડિયામાં એક વખત તમને સ્ટોરીનો નવો ભાગ જરૂરથી વાંચવા મળી જાશે. ...Read Moreબંધ કર્યા પછી ઘણાં લોકોએ મેસેજ કરીને પૂછ્યું હતું કે સ્ટોરીનો નવો ભાગ ક્યારે આવશે? તો એ લોકો હવે ફરી એકવાર તારી એક ઝલક નવલકથાની સફરે મારી સાથે જોડાવવા તૈયાર થઈ જાઓ. ઝલકે એશ્વીને તેજસને શોધવાનું કામ સોંપી દીધું. માનવ ઝલકના કહેવા અનુસાર તેની કોલેજના અમુક સ્ટુડન્ટ્સને જાણ કરીને કેફે તરફ જવા નીકળી ગયો. ભાગ-૧૯ ઝલક કેફેમાં પહોંચી ગઈ. માનવ
વહેલી સવારે તેજસ અને જાદવ સ્ટોક વેલિંગ્ટન નામની જગ્યાએ વિલ્સનને મળવાં નીકળી ગયાં. સ્ટોક ન્યુનિંગ્ટન એક વિલેજલીક રહેણાંક વિસ્તાર છે જેમાં ઇન્ડી શોપ્સ, હિપ ગ્લોબલ ભોજનશાળાઓ, છટાદાર કાફે અને સ્ટોક ન્યૂનિંગ્ટન ચર્ચ સ્ટ્રીટ પર બાર છે. વ્યસ્ત હાઇ સ્ટ્રીટ ...Read Moreસ્ટોર્સ, કબાબ હાઉસ અને પરંપરાગત પબનું ઘર છે, જ્યારે પાંદડાવાળા ક્લિસોલ્ડ પાર્કમાં તળાવો, એક સ્કેટપાર્ક, એક મોટો પેડલિંગ પૂલ અને હરણ અને બકરીઓ સાથેનો પ્રાણીનો ઘેરો છે. તેજસ અને જાદવ એક કાફેમાં આવીને બેઠાં. થોડીવારમાં એક બ્લેક લોંગ સૂટમાં સજ્જ વ્યક્તિ ત્યાં આવ્યો. એણે તેજસ પાસે આવીને પૂછ્યું, "આર યૂ તેજસ?" તેજસે હકારમા ડોક હલાવી એટલે એ વ્યક્તિ તેજસની સામે
તેજસ અને જાદવ પોતાનું કામ ખતમ કરીને ફરી હોટલે આવી પહોંચ્યાં. રૂમમાં આવીને તરત જ તેજસે કોઈકને એક મેસેજ મોકલી દીધો. પછી એણે તરત જ બેડ પર લંબાવ્યું. આજે ઘણાં સમય પછી એને આ શતરંજનો ખેલ સમજમાં આવી રહ્યો ...Read Moreએ વાતે એને થોડી ખુશી હતી."ભાઈ! તમારાં દિમાગમાં શું ચાલી રહ્યું છે?" જાદવે હાથ મોં ધોઈને પૂછ્યું."મેં મારી રીતે પ્લાન બનાવી લીધો છે. હવે એ મુજબ જ આગળ વધવાનું છે. તું બસ જોયાં કર." તેજસે સૂતાં સૂતાં જ પગ પર પગ ચડાવીને કહ્યું."આજે તમે કંઈક મૂડમાં લાગો છો. તો થોડું લંડન ફરતાં આવીએ?" જાદવે તેજસ પાસે બેસીને પૂછ્યું."ક્યાં જાશું?" તેજસે
એશ્વીએ પોતાનાં મિત્રને તેજસ પાછળ લગાવી દીધો હતો. એ જાણીને ઝલકને થોડી શાંતિ થઈ. પરંતુ તેજસ અચાનક લંડન ગયો અને ફોન પણ બંધ કરી દીધો. એ વાતે ઝલક હજું પણ ગુંચવણમાં હતી. એ કંઈક વિચારી રહી હતી. ત્યાં જ ...Read Moreએની પાસે આવ્યો. એ આવીને ઝલક પાસે બેસી ગયો, "તમે શું વિચારી રહ્યાં છો?" કેયુરે પૂછ્યું."કંઈ નહીં, તું બોલ તું ખુશ છે ને?" ઝલકે પ્રેમથી કેયુરના ગાલ પર હાથ મૂકીને પૂછ્યું."હાં, હું ખુશ છું અને મોનાલિસા સામે લડીને ખુદને નિર્દોષ સાબિત કરવા પણ તૈયાર છું." કેયુરે કહ્યું.કેયુરને ઘણાં સમય પછી આટલો ખુશ જોઈને ઝલકને શાંતિ થઈ. એ બહાર આવીને ડીનરની
ઝલક અને માનવ કેન્ટીનમા આવ્યાં ત્યારે મોનાલિસા કેયુરની સામે ઉભી હતી. બંનેનાં ચહેરાં ઉપર કોઈ જાતનાં હાવભાવ નજર આવી રહ્યાં ન હતાં. પણ એ બંનેને સામસામે ઉભાં જોઈને અને ત્યાં મોજુદ સ્ટુડન્ટ્સની ભીડ જોઈને માનવ અને ઝલકના ચહેરાનો રંગ ...Read Moreગયો.માનવ અને ઝલક કંઈ સમજી શકે. એ પહેલાં જ મોનાલિસાએ કહ્યું, "આઈ એમ સોરી કેયુર! એ દિવસે મેં તારી ઉપર જે આરોપ લગાવ્યો. એ તદ્દન ખોટો હતો. જેની આજે હું બધાંની સામે માફી માગું છું." એણે પોતાનાં બંને હાથ જોડી લીધાં, "મારી ભૂલ બદલ મને માફ કરી દે. જો તે મને માફ કરી દીધી. તો મારો થોડો ગિલ્ટ ઓછો થશે."મોનાલિસાએ
કેયુર હવે એકદમ સ્વસ્થ હતો. હવે ઝલકની અમદાવાદમાં કોઈ જરૂર ન હતી. એ તરત જ પ્રિન્સિપાલની ઓફિસમાં પહોંચી ગઈ. ઝલકને જોઈને પ્રિન્સિપાલે કહ્યું, "તો કોલેજ છોડીને જવાની તૈયારી કરી લીધી.""મતલબ? તમને બધી ખબર હતી?" ઝલકે અસમજની સ્થિતિમાં પૂછ્યું."હાં, તમને ...Read Moreલાગે મેં તમને તમારા વિશે કોઈપણ પ્રકારની માહિતી મેળવ્યા વગર જ આ કોલેજના સ્ટુડન્ટ્સને તમારે હવાલે કરી દીધાં હતાં?" પ્રિન્સિપાલે કહ્યું, "મને તો કેયુરે કોલેજે આવવાનું બંધ કરી દીધું. એ દિવસથી જ કંઈક ખોટું થયું હોય, એવું લાગ્યું હતું. ત્યાં જ તમે આવ્યાં, એટલે મેં કોઈ એક્શન નાં લીધું." કહીને એ સહેજ હસ્યાં, "હવે જ્યારે મોનાલિસા સુધરી ગઈ છે. તો
ઝલક વહેલી સવારે જ ભેંસાણ પહોંચી ગઈ હતી. એ પહેલાં અર્પિતાની ઘરે જવાનાં બદલે તેજસની ઘરે આવી પહોંચી. બહાર કોઈ દેખાયું નહીં, તો એ તરત જ ઘરની અંદર આવી ગઈ. એ સમયે જ તન્વી સીડીઓ ઉતરીને નીચે આવી રહી ...Read Moreએની નજર ઝલક પર પડતાં જ એ ઝલક પાસે આવી, "અરે ઝલક! તું અત્યારે આ બેગ સાથે અહીં?" "હાં, હું અમદાવાદ ગઈ હતી. આજે જ પાછી ફરી. એકચ્યુલી મારે તેજસ લંડનથી આવી ગયો કે નહીં? એ જાણવું હતું." ઝલકે કહ્યું. "એમનો કોઈ કોલ તો નથી આવ્યો. પણ અંકલ કહેતાં હતાં, કે એ બહું જલ્દી આવી જાશે." તન્વીએ કહ્યું. "અંકલ?" ઝલકે
તેજસ પાસેથી બધી હકીકત સાંભળ્યાં પછી બધાં શાંત ઉભાં હતાં. પણ તેજસના મનમાં હજું પણ એક સવાલ ચાલી રહ્યો હતો. જેનો જવાબ માત્ર ઝલક જ આપી શકે એમ હતી. એ ઝલક સામે જઈને ઉભો રહી ગયો, "તું મારાં પરિવારને ...Read Moreજ ઓળખતી હતી. તો બધી હકીકત શાં માટે છુપાવી?" "જ્યારે પહેલીવાર તને જોયો, ત્યારે જ મને તારાં વિશે જાણવાની ઈચ્છા થઈ આવી. હું આન્ટીને મળવાં જ લંડનથી અહીં આવી હતી." ઝલકે નજર નીચી રાખીને જ કહ્યું, "હું એમને બધું જણાવી દેવા માંગતી હતી. પણ પહેલાં તારાં વિશે જાણવાં માંગતી હતી. તું લંડન ગયો, એ પહેલાં તારી ડાયરી મળી ગઈ. એમાંથી