અનંતોયુધ્ધમ્ - Novels
by મૃગતૃષ્ણા mrigtrushna"
in
Gujarati Fiction Stories
અનંતોયુધ્ધમ્ - એ બે શબ્દોનું બનેલું શિર્ષક છે. "અનંતો' એ અનંત શબ્દનું બહુવચન છે. અનંત કાળથી ચાલતાં કેટલાંય યુદ્ધ સતત ચાલુ જ રહ્યાં છે. યુગો બદલાયાં, કાળ બદલાયો છતાં આ યુદ્ધ સમાપ્ત નથી થતું. ક્યારેક પ્રતિદ્વંદ્વ, ક્યારેક આતરદ્વંદ્વ, ક્યારેક ...Read Moreરૂપે તો ક્યારેક નાની-મોટી અથડામણો સ્વરૂપે નિરંતર ચાલતું જ રહે છે. ક્યારેક બુદ્ધિથી લડાય છે, ક્યારેક મનથી, ક્યારેક બાહુબળ અને ક્યારેક શસ્ત્રોથી તો ક્યારેક શાસ્ત્રોથી. સૃષ્ટિનો દરેક જીવ આ અનંતો યુદ્ધમ્ સાથે કોઈને કોઈ રીતે જોડાયેલો છે અને પોતાનાં સ્તરે લડે પણ છે.
આ મારી પહેલી રચના છે. લખાણનો ખાસ અનુભવ નથી. સુધાર માટે વાચકોના સૂચન આવકાયૅ છે. આભાર
વૈદ્ય જયકર અને શ્રી, વસ્તીથી ખાસ્સાં દૂર કહી શકાય એવાં સ્થળે, અરણ્યની સીમા પર રહેતાં હતાં. ત્યાં રહેવાનું કારણ અરણ્યમાંથી ઔષધિઓની સરળ ઉપલબ્ધિ અને આવતાં જતાં વટેમાર્ગુઓની સેવા પણ. વૈદ્ય જયકર આજુબાજુનાં વિસ્તારમાં પ્રખ્યાત. એમની સેવાભાવના અને આવડતથી એમણે ...Read Moreએવી ખ્યાતિ પ્રાપ્ત કરેલ. જરૂર પડે ગામેગામ ફરી એ બિમારોની સેવા કરતાં. સાથે સાથે રહેઠાણ આસપાસ થોડી જમીનમાં ખેતી પણ કરતાં. વૈદ્ય જયકર માત્ર સારાં વૈદ્ય જ નહોતાં એ એક સારા વ્યક્તિની સાથે સાથે સારા વિચારક અને બુદ્ધિજીવી પણ હતાં. એમને શસ્ત્ર અને શાસ્ત્ર બંનેમાં ઋચિ હતી તેથી, એમનાં આવાસે શાસ્ત્રાભ્યાસ અને શાસ્ત્રાર્થ બંને સમયાંતરે થયાં કરતાં. જ્યારે કોઈ ન
મધ્યાહનનો સમય હતો, સૂર્ય નારાયણ પશ્ચિમાભિમુખ થઈ પોતાની મક્કમ ગતિથી આગળ વધી રહ્યાં હતાં. ગૌરા ઔષધિઓ ચૂંટવામાં મગ્ન હતી ત્યાં જ એને ઝાડીઓમાંથી કંઈક સળવળાટ અનુભવાયો. એ સાબદી થઈ. પીઠ પાછળ રાખેલ ભાલા પર એની પકડ મજબૂત થઇ. થોડી ...Read Moreક્ષણોમાં ઝાડીઓને ચીરતો એક નાનો ઘોડો એની સામેથી પવનવેગે પસાર થઇ ગયો. એણે રાહતનો શ્વાસ લીધો અને ઔષધીઓ ચૂંટવાની ક્રિયા ફરી આરંભી. થોડાં સમય બાદ એને ફરી એ જ દિશામાંથી કોઈનાં પગલાં સંભળાયા, એ દિશામાં નજર કરતાં એણે જોયું કે લગભગ એની જ ઉંમરનો એક કિશોર દોડતો આવી રહ્યો હતો. એણે નજીક આવી પ્રશ્ન કર્યો, "અહીં કોઈ નાનો ઘોડો જોયો?"
"આરણ્યકો" આ શબ્દ ગૌરાના મગજમાં ઘૂમરાવા લાગ્યો. એણે પિતા પાસે જઈ સીધો જ પ્રશ્ન કર્યો, "આરણ્યકો કોણ છે?" આવાં અચાનક પ્રશ્નથી હતપ્રત વૈદ્ય જયકર ગૌરાને સાશ્ચર્ય જોઇ રહ્યાં. ગૌરાએ ફરી પૂછ્યું, "પિતાજી, આ આરણ્યકો કોણ છે?" "આરણ્યકો... હમમમ્... જણાવીશ ...Read Moreહમણાં ઘરે ચાલ, તારી માતા રાહ જૂએ છે. મોડું થશે તો એમનાં ક્રોધથી હું નહીં બચાવુ." "પિતાજી..." "કહીશ બેટા... તને મેં ક્યારેય ના કહ્યું છે! પરંતુ આવતીકાલે." "હમમમ્..." બંને પિતાપુત્રી ઘરે ગયાં. દૈનિક કાર્ય પતાવી રાત્રે વૈદ્ય જયકરે ગૌરાના પ્રશ્ન વિશે શ્રીને જણાવ્યું. "એને કોણે કહ્યું?" "ખબર નહીં... આવતીકાલે પૂછીશ. પણ અસમંજસમાં છું કે શું જણાવું?" "શું એટલે? જે સત્ય
"અરણ્યની મધ્યે શું, પિતાજી?""અરણ્યની મધ્યે એક પ્રયોગશાળા બનાવી છે, એમની સીમામાં પ્રવેશ કરનાર ત્યાં ગુલામ બને છે અથવા પ્રયોગનું સાધન.""પ્રયોગનું સાધન, એટલે?""એટલે પકડાયેલાં માણસો પર સંશોધનો થાય છે, નવી ઔષધિઓ કે શસ્ત્રક્રિયાઓનાં પરિક્ષણ. જેમાં કેટલાક આડઅસરો સાથે રિબાઇ રિબાઇને ...Read Moreછે અથવા ખૂબ ખરાબ પરિસ્થિતિમાં મૃત્યુ પામે છે. જે અમાનવીય છે. વળી જો બાળક હોય તો એને ઔષધિઓ, યુદ્ધકલાની તાલિમ આપી ખૂંખાર માનવશસ્ત્ર બનાવી વિલવક નરેશની સેનામાં ભેટ આપવામાં આવે છે.""બાળકોને પણ એ લોકો... ""મહાત્વાકાંક્ષા વ્યક્તિને સ્વાર્થી બનાવી દે છે ને સ્વાર્થ ક્રૂર બનાવી દે છે.""તો આરણ્યકોને અને અંબરીષને કોઇએ રોકવાનો પ્રયત્ન ન કર્યો?""કર્યો હતો... એકવાર નહીં, ઘણીવાર... હજી પણ
વિજયરાજ આગળ વધ્યાં."આ ઘણાં વર્ષોથી હિમપુરી અને કિરાતવાસીઓ દ્વારા ચલાવાયેલુ અભિયાન છે. અંબરીષ જે એક પ્રકાશમાન સૂર્યનાં ભ્રમમાં અતિમહાત્વાકાંક્ષી થઈ કૃષ્ણ વિવર બનવા તત્પરતાએ આગળ વધી રહ્યો છે એને રોકવો આવશ્યક છે નહિ તો કેટલીય સંસ્કૃતિઓ, જ્ઞાન અને માનવતા ...Read Moreબનશે અને છેવટે વિધ્વંસ પામશે. આજે અંબરીષ મદાંધતામાં એ વિનાશક પરિણામોથી અનઅભિગ્ય છે. "પરંતુ, એને રોકશુ કેવી રીતે?" ગૌરા એ કુતુહલવશ પૂછ્યું."સૌ સાથે મળીને... અત્યાર સુધી જે પ્રયાસો થયાં એ માત્ર ડાળીઓ કાપ્યા બરાબર સાબિત થયાં છે, હવે, વિષમય વૃક્ષને જડમૂળથી નાબૂદ કરવું પડશે." વૈદ્ય જયકર બોલ્યાં."કેવી રીતે?""યોજનાબદ્ધ અને આકસ્મિક." વિજયરાજે કહ્યું.______________________________________કોઈ યોજનાનાં ભાગ રૂપે તો નહીં પણ આકસ્મિક જ ગૌરાએ
દસેદસ આરણ્યકોનો અંત કરાયો. પરંતુ, આક્રમણનો અંદેશો આવી જતાં અંબરીષ અરિધ પર કવચ ફેંકી પલાયન કરી જાય છે. ____________________________ મધ્યાહન સમયે પ્રતિક્ષાનો અંત થયો. એકતરફ ઘાયલોનાં ઉપચાર શરું થયાં અને બીજીતરફ અરિધે આપેલ માહિતીનું આકલન શરું થયું. વિલવકપ્રદેશનું સૈન્યબળ ...Read Moreશાં માટે આવી શકે! એ વિચાર માંગી લે તેવો પ્રશ્ન હતો કારણ આ પહેલાં સૈન્ય પ્રયોગશાળામાં આવ્યું હોય તેવું બન્યું નહોતું. જરુર કોઈ મોટી યોજના અંતર્ગત જ આવું બની શકે. હવે, એ સૈન્ય માટે પણ તૈયાર રહેવું જરૂરી હતું. શક્યતાઓ ચકાસી એક દૂત રાજા ચંદ્રવીર પાસે તુરંત રવાના કરાયો જેથી સેના સાબદી રહે. સીમાવર્તી ચોકીઓ પર સંદેશવાહક પક્ષીઓ દ્વારા આશંકિત