પ્રેમ સમાધિ - Novels
by Dakshesh Inamdar
in
Gujarati Love Stories
કચ્છ સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિનાં પાત્રો એજ પુષ્ટભૂમિની અમર પ્રેમકથાનું સર્જન થઇ ચૂક્યું હતું... આ તપોભૂમિનાં એક નાનકડાનાં ગામનાં સીમાડે કરુણ પ્રેમકથાની સાક્ષી એક સમાધિ "પ્રેમ સમાધિ"...
પ્રેમસમાધિ કહો કે "પ્રેમ પાળીયો" આ અમર કથાની સાથે સાથે એ પણ અજરઅમર થઇ ગયો. અહીં આવીને પ્રેમ પારેવડાં એકબીજાને વચન આપતાં કસમ ખાતાં આ કલરવ કાવ્યાને યાદ કરી પ્રેમ નિભાવવાની વાતો કરતાં...
ગામનાં સીમાડે નિર્જન જેવી જગ્યાએ એક વડનાં વૃક્ષ નીચેનો પ્રેમ પાળીયાં અમર થઇ ગયાં... સુસવાટા મારતો પવન વહી રહેલો... અવરજવર નહીવંત હતી... સાંજ ઢળી રહી હતી સૂર્યનારાયણ આથમતાં આથમતાં સંધ્યાને કેસરીયા રંગે રંગી રહેલાં... પ્રણયસાક્ષી બનીને જાણે પાળીયાને પણ પ્રેમરંગે રંગી રહેલાં... વિસ્મૃતિની ગર્તામાં જઈ રહેલી કથાને નવી ઉર્જા આપી રહેલાં...
પાળીયામાં સૂતેલાં બે પ્રેમી પંખીડાનાં જીવ જાણે જાગૃત થઈને પોતાનીજ કથા સમરી રહેલાં. કલરવ અને કાવ્યા શરીરથી મૃત પણ જીવથી જીવંત હતાં. સુતેલી સ્મૃતિ આળસ મરડીને બેઠી થઇ રહેલી કલરવને એ ક્ષણ યાદ આવી જયારે એનો દેહ પડયો અને શબ્દોએ એને ઝીલી લીધેલો... આજે પણ શબ્દરચના જાણે પવનની સાથે રંગત માણતી જીવીત થઈને બોલી રહી હતી...
કચ્છ સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિનાં પાત્રો એજ પુષ્ટભૂમિની અમર પ્રેમકથાનું સર્જન થઇ ચૂક્યું હતું... આ તપોભૂમિનાં એક નાનકડાનાં ગામનાં સીમાડે કરુણ પ્રેમકથાની સાક્ષી એક સમાધિ "પ્રેમ સમાધિ"... પ્રેમસમાધિ કહો કે "પ્રેમ પાળીયો" આ અમર કથાની સાથે સાથે એ પણ અજરઅમર ...Read Moreગયો. અહીં આવીને પ્રેમ પારેવડાં એકબીજાને વચન આપતાં કસમ ખાતાં આ કલરવ કાવ્યાને યાદ કરી પ્રેમ નિભાવવાની વાતો કરતાં... ગામનાં સીમાડે નિર્જન જેવી જગ્યાએ એક વડનાં વૃક્ષ નીચેનો પ્રેમ પાળીયાં અમર થઇ ગયાં... સુસવાટા મારતો પવન વહી રહેલો... અવરજવર નહીવંત હતી... સાંજ ઢળી રહી હતી સૂર્યનારાયણ આથમતાં આથમતાં સંધ્યાને કેસરીયા રંગે રંગી રહેલાં... પ્રણયસાક્ષી બનીને જાણે પાળીયાને પણ પ્રેમરંગે રંગી
કલરવ સ્કૂલેથી પાછો આવ્યો એણે પોતાનાં ઘરનાં કમ્પાઉન્ડ નો ગેટ ખોલ્યો સાયકલ અંદર લીધી એણે જોયું ઘરમાં કોઈ આવ્યું છે. એનાં પાપા એમની સાથે ગંભીર વાતચીતમાં હોય એવું લાગ્યું. એને ઓળખ થઇ કે આ પાપાનાં મિત્ર છે મધુકાકા પણ ...Read Moreમધુકાકા ઘરે કેમ આવ્યાં છે ? ગાર્ગી સ્કૂલેથી આવી ગઈ હશે... માં ઘરમાંજ હશે...એ વિચાર કરતો કરતો સાયકલ મૂકી એની બેગ સાથે ઘરમાં આવ્યો એને જોઈને પાપાએ પૂછ્યું "આવી ગયો દીકરા ? મધુકાકા આવ્યા છે દફ્તર... તારી બેગ મૂકીને મધુકાકા માટે પાણી લાવ. તારી માં મંદિર ગઈ છે ગાર્ગી પણ સાથે ગઈ છે.” કલરવનાં પિતાએ ચિંતાગ્રસ્ત ચહેરે બનાવટી હસતાં કલરવને
શંકરનાથે માધુભાઈ સામે જોઈને કહ્યું “મીઠી નજર ? એટલે તમે મને કહેવા સમજાવા શું માંગો છો ? આ બધું ક્યારથી ચાલે છે ? હું મારાં સ્ટાફમાં, તમારાં ઉપર, બધાં ઉપર વિશ્વાસ રાખીને કામ કરું છું બધે નજર હોવાં છતાં ...Read Moreત્રુટી રહી જાય છે. મેં પહેલાંજ કહ્યું એમ પાર્સલ પોસ્ટ જે કંઈ અગત્યનું હોય એ ડીલીવર થઇ ગયાં પછી મારી પાસે રજીસ્ટર સહી કરાવવા આવે છે હું આંખ મીંચી વિશ્વાસ કરીને બધે સહી કરી દઊં છું પણ મધુભાઈ હવે આવું નહીં થાય હું કાલેજ ઓફીસ પહોંચીને બધી વ્યવસ્થા ગોઠવી દઈશ.”મધુભાઈએ શંકરનાથ તરફ કરડી આંખ કરતાં કહ્યું “શંકરનાથ તમે જે કંઈ
પ્રેમ સમાધિપ્રકરણ - 4 મધુટંડેલ શંકરનાથને અવાકની જેમ ઉભો રહી સાંભળી રહ્યો. એ સવાર સાંજ ભૂલી જાણે તારાં ગણવા લાગ્યો... એ મનમાં વિચારવા લાગ્યો હું આ શંકરનાથને ભોટ બ્રાહ્મણ સમજી રહેલો. ભાઈબંધ બનાવી મારું કામ કાઢી રહેલો પણ આતો ...Read Moreમાયા છે એ મને આખો ગળી જાય પહેલાં સાવધ રહેવું પડશે. શંકરનાથે મંદિરનો ઘંટ વગાડ્યો એનો પવિત્ર ઘંટરાવનો અવાજ પણ મધુ ટંડેલને ખતરાની ઘંટડી જેવો અનુભવ થયો એ હાથ જોડી બહાર જ ઉભો રહ્યો અંદર મંદિરમાં ગર્ભગૃહમાં જવાની હિંમત ના રહી. વિજય ટંડેલનું નામ સાંભળીનેજ એનાં હોંશહવાસ હવા થઇ ગયાં. એ વિચારવા લાગ્યો વિજય ટંડેલતો બહું મોટું નામ છે બધી
પ્રેમ સમાધિપ્રકરણ - 5 શંકરનાથ ગર્ભિત રીતે પોતાનાં કુટુંબમાં પોતાનાં મનની વાત કહેવાં પ્રયત્ન કરી રહેલાં. પછી એમણે જાતેજ વાત અટકાવી પણ ઉમાબહેન બોલ્યાં “બદલી થયે હજી 4-5 વરશ થયાં છે હવે ક્યાં મોકલશે ? તમને શું લાગે છે ...Read Moreક્યાં જવાનું થશે ?” શંકરનાથે કહ્યું “અરે ઉમા હું શક્યતાની વાત કરું છું કંઈ નક્કી નથી. કલરવનું બારમું ધોરણ નીકળી જાય પછીજ થશે જે થશે એ આતો બધાની વાતો સાંભળી વિચાર આવ્યો. આજે ઓફીસથી પાછા આવીને થોડો ગંભીર એટલેજ થઇ ગયેલો તેં જ મને પૂછેલું શું વાત છે ? તો વાત આવી હતી.”“અહીં ઘણું કામ રહે છે બધી જાતનાં માણસો
પ્રેમ સમાધિ પ્રકરણ-6 વિજય ટંડેલ બોલી રહેલો.. શંકરનાથ સાંભળી રહેલાં. વિજય ટંડેલ આભાર માનવા સાથે એમને સાવધ પણ કરી રહેલો એણે જણાવ્યું કે “તમારાં સ્ટાફનાંજ માણસોથી તમારે સાવચેત રહેવાનું છે જે મારાં માણસો સાથે સંકળાયેલા છે. મારી પાસે બધીજ ...Read Moreઆવે છે રાજુ ટંડેલને મેં એ બધાં પાછળ લાગડેલો છે.” “શંકરનાથજી એક ખાસ વાત એ છે કે... તમારો કહેવાતો મિત્ર મધુ ટંડેલ છે મારીજ જ્ઞાતિનો... પણ એનો હમણાંજ ફોન યુનુસ પર આવેલો એણે કોઇ વાત કરી છે તમારાં અંગે શું વાત થઇ એ હજી ખબર નથી પડી યુનુસનો ખાસ મિત્ર જે ઇમ્તિયાઝ જે મારાં કામ કરે છે એ એની સાથેજ
પ્રેમ સમાધિ પ્રકરણ-7 વિજય ટંડેલ સાથે શંકરનાથની આત્મીયતાથી અંગત વાતો થઇ રહી હતી... સાંજ ઢળી ગઈ હતી રાત્રીની શરૂઆત થઇ અને શંકરનાથ વાતો કરતાં કરતાં મહાદેવનાં મંદિરનાં પગથિયા પર બેઠાં. સમય ક્યાં વીતી રહેલો ખબર નહોતી રહી.. એમણે મહાદેવજી ...Read Moreએક નજર નાંખી, અને વાત આગળ વધારતાં કહ્યું “વિજય સમય ઘણો થઇ ગયો પણ તારી સાથે અંગત વાતો કરતાં કરતાં જાણે મન હળવું થઇ ગયું.....” વિજયે કહ્યું “પણ તમે મૂળવાત અધૂરી મૂકી... મધુ અને બીજાઓનો હિસાબ કરી પછી શું કરવામાં છો ? નિર્ણય શું લીધો છે ? કહો તો હું તમારી મદદ કરી શકું...” શંકરનાથે કહ્યું “વિજય હું જુનાગઢ છોડવાનો
પ્રેમ સમાધિ પ્રકરણ-8 વિજય ટંડેલ એની મત્સ્ય કન્યા ફિશરિઝની શીપમાં અત્યારે પૂરી ઐયાશીનાં મૂડમાં હતો. વાતાવરણ પણ એકદમ નશીલું અને માદક હતું. શીપ શાંત અને ઊંડા દરિયાનાં પાણીમાં ધીમે ધીમે સરકી રહી હતી ચાંદની શીતળ રેશ્મી રાત. પૂર્ણ કળાએ ...Read Moreચંદ્ર આનંદની અનૂભૂતિ કરાવી રહેલો. વિજય ટંડેલની શીપનાં ડેકનાં ફલોર પર રેશ્મી અજવાળું ફેલાયેલું હતું. વિજયે શીપની ફલોર પરની બધીજ લાઇટ બંધ કરવા કીધું અને રાજુને ઇશારાથી પોતાની પાસે બોલાવી કાનમાં કંઇક કીધુ... રાજુનાયકો બોલ્યો ‘યસ બોસ... હું એ રીતે બધો બંદોબસ્ત કરી દઊં છું. ડ્રીંક્સનો આ રાઉન્ડ પુરો થાય પછી હું શીપનાં પાછળનાં ભાગમાં બધાને બોલાવી પેટ ભરીને જમાડીશ
પ્રેમ સમાધિ પ્રકરણ-9 કલરવ એનાં મિત્રો સાથે ફાઇનલ પરીક્ષા આપી બહાર નીકળીને વાતો કરી રહેલો. એ લોકો રીઝલ્ટ પછી શું કરવાનાં ? આગળ ક્યાં ભણવાનાં બધી વાતો કરી એકબીજાનો ભવિષ્યનો પ્લાન પૂછી રહેલાં ત્યાં સુમને મજાક કરતાં ચરણને રુચી ...Read Moreસુરુચિ... શેમાં છે ? એમ પૂછયું. ચરણ ભડક્યો પણ જવાબ આપતાં પહેલાં એનો ચહેરો ઉતરી ગયો પછી બોલ્યો “રુચી ભણવામાં છે અને સુરુચીમાં પણ છે પણ એ કદાચ મોટાં શહેરમાં ભણવા જશે આગળ એવું કહેતી હતી અમારી આર્થિક સ્થિતિ એવી નથી કે હું જઇ શકું.... ફ્રેન્ડસ આગળ મહાદેવની ઇચ્છા." કલરવ અને સુમન.... ચરણને ધ્યાનથી સાંભળી રહેલાં. ત્યાં કલરવે કહ્યું "મારુ
પ્રેમ સમાધિ પ્રકરણ-10 કલરવ ઘરે આવી ગયો એનાં ચહેરાં પર આનંદી સંતોષ હતો સાથે સાથે વિચારો પણ હતાં.... એણે સાયકલ મૂકી અને ઘરમાં પ્રવેશ્યો.. એણે જોયું પાપા આવી ગયાં છે એ જેવો ઘરમાં પ્રવેશ્યો ગાર્ગી દોડતી આવી " ભાઈ ...Read Moreગઈ પરીક્ષા ? હવે તો તમે તો છૂટા... વાહ હવે લહેર કરજો મારી તો હજી બાકી છે" એમ કહી ચહેરો ચઢાવ્યો.... માં દોડતી આવી પૂછ્યું "કલરવ કેવી ગઇ પરીક્ષા ? બધાં પેરપની જેમ આજે પણ સારુ ગયું છે ને” ? કલરવે કહ્યું "માં મસ્ત પેપર ગયું છે.. બધાં સરસ ગયાં છે ડીસ્ટીક્શન આવશેજ કોઇ ડાઉટ નથી." પછી પાપાની સામે જોઇને
પ્રેમ સમાધિ પ્રકરણ-11 વિજય ટંડેલ મદહોશીમાં હતો... બગડેલો મૂડ ફરીથી બનાવવા રોઝી સાથે ફરીથી પેગ બનાવી પી રહેલો ત્યાં એનો સેટેલાઇટ ફોન રણક્યો. એને થોડી ચીડ આવી પણ બેડ ઉપરથી ઉતરી ગયો અને ફોન લઇને એની કેબીનનો દરવાજો ખોલી ...Read Moreડેક પર આવી ગયો. એણે ફોન રીસીવ કર્યો. "બોસ તમે પેલાનાં મળતીયાનેજ કામ સોંપ્યું ? કંઇ ગરબડ નહીં થાય ને ? એને જો તમારો ડર હોત તો એ પેલાં મધુ ટંડેલનું કામ લેત ? બોસ તમે....” વિજયે કહ્યું "તો ફોન કેમ કર્યો ? તને કેવી રીતે ખબર પડી કે મેં યુનુસનેજ કામ સોંપ્યું છે ? તું શીપ પર જ છે
પ્રેમ સમાધિ પ્રકરણ-12 “છોકરાઓ સૂઇ ગયાં ?” શંકરનાથે પૂછ્યું... ઉમાબહેન કહે “એમનાં રૂમમાં ગયા છે સૂઇજ ગયાં હશે.” પણ કલરવ જાગતો હતો એ શાંત વાતાવરણમાં માં-પાપાની વાતો સાંભળી રહેલો એની આંખમાં નીંદર નહોતી એ વિચારે ચઢેલો કે પાપા પાસે ...Read Moreછે આજ સુધી ખબર નહોતી ઓફીસમાંથી આપ્યો હશે પણ ક્યારેય જણાવ્યું નહીં. પણ પાપા ખાનગીમાં કોની સાથે વાત કરતાં હતાં ? માં ને કેમ એવું કીધુ કે છોકરાઓ સૂઇ જાય પછી વાત કરીશ. બહારગામ જવાનાં છે. શું થયું હશે ? પાપાને કોઇ ચિંતા હશે ? કલરવ વિચારોમાં હતો અને એનાં પાપાએ એની મંમી સામે વાત કરવી શરૂ કરી એણે વિચારો
પ્રેમ સમાધિ પ્રકરણ-13 વિજય ટંડેલે સીગરેટનાં દમ માર્યા.. એનાં હોઠ મરક્યાં.. પછી ફોન ડાયલ કર્યો... રીસીવ કરવાની રાહ જોઇ પછી સામેથી ફોન ઊંચકાયો.. વિજયે કહ્યું "સાધુનાથ... તારું નામ સાધુ અને કામ ડાકુ જેવા... મને બધાં સમીકરણ સમજાઇ ગયા છે..” ...Read Moreઆગળ બોલે પહેલાં સામેથી પેલાએ કહ્યું "વિજય આટલી રાત્રે તારો ફોન આવ્યો હું સમજી ગયો.. મને જ્ઞાન આપવા ફોન કર્યો છે ? તું બેતાજ બાદશાહ હોઇશ પણ હું કંઇ કમ નથી... મારો પણ દરિયો છે હું ખાબોચીયામાં નથી જીવતો... શેના માટે ફોન કર્યો ?" વિજયે કહ્યું "મારે તને જ્ઞાન નથી આપવું… નથી મને એવો કોઇ શોખ. સીધી ચેતવણી આપું છું
પ્રેમ સમાધિ પ્રકરણ-14 કલરવ શંકરનાથની સામે આવીને બધી સાંભળેલી વાત બોલી ગયો અને એમની સાથે જવા જીદ કરવા લાગ્યો. શંકરનાથ વળગીને વ્હાલ કરતાં કહ્યું "દિકરા તું હજી નાનો છે મારી સરકારી નોકરીની ઉજળી બાજુની પાછળ બીજી કાળી ભાત છે ...Read Moreબહુ અટપટી છે એમાંથી હું બહાર નીકળી જવા માંગુ છું.. હવે તું મોટો થઇ ગયો છે ને ?” કલરવે માથું હલાવી હાં પાડી... શંકરનાથે ઉમાબેન સામે જોઇને કહ્યું “કલરવ બેટા તારી માંની સામે તને હવે બધી સાચી વાત જણાવું છું અમારાં પોસ્ટ ખાતામાં જે પાર્સલ સર્વિસ ચાલે છે એમાં ઘણાં કાળાં કામ થાય છે સરકારી મીઠી નજર નીચે ઘણાં ગોરખધંધા
પોતાનાં કુટુંબ સામે બધી વાત સ્પષ્ટ રીતે છતી કરી દીધી. એમની પોસ્ટખાતાની નોકરીમાં કેવાં કેવાં ધંધા ચાલે છે અને એમનીજ નજર નીચે કેવાં કેવાં ધંધા ચાલે છે એ પણ કહી દીધું અસ્પષ્ટ રીતે તેઓ એમાં કેવા ફસાયા છે એ ...Read Moreજાણ કરી. આજસુધી નોકરીની મજબૂરીમાં કેવું કેવું ચલાવી લીધું અને એમની હાથ નીચેનાં મધુ ટંડેલે એનો કેવો ગેરફાયદો ઉઠાવ્યો એમ પણ કીધું. એમનો એકનો એક દીકરો કલરવ બારમાની પરીક્ષા આપીને આગળ વધુ ભણવાનાં સોનેરી સ્વપ્ન જોઈ રહેલો પોતાનાં પિતાનાં ચહેરાં પર ચિંતાની લકીરો જોતાં એ એમની જાણ બહાર છાનોમાનો બધી વાત સાંભળી ગયેલો. પોતે હવે મોટો થયો છે અને પિતાની
"અરે સાધુનાથ તમે એકવાર મને કામ સોંપ્યુ 50% રકમ મને મળી ગઇ પછી જવાબદારી મારી તમે નિશ્ચિંત રહો.. એમ કહી મધુ ટંડેલ ખડખડાટ હસ્યો. એનાં મોઢામાં રહેલી તમાકુને બહાર થૂંકી આગળ બોલ્યો" આટલાં વરસોથી મારી પ્રેક્ટીસ છે પોસ્ટખાતામાં હવે ...Read Moreવર્ચસ્વ ચાલશે બસ આજનો દિવસ વીતી જવા દો... પેલો બામણ ગોટે ચઢી જશે પૂરો બંદોબસ્ત કર્યો છે પેલાં વિજયનું કઈ ચાલશે નહીં..” એમ કહી ખંધું હસ્યો. "એય મધુ આમ વધુ પડતાં આત્મવિશ્વાસમાં ના રહીશ વિજય કાચી ગોળીઓ નથી ખાતો આજે મારું કામ તે સલામત રીતે પુરુ કર્યું તો 50% બીજું પેમેન્ટ અને ગ્રાન્ડ પાર્ટી આપીશ. અમારાં ઉત્તરપ્રદેશમાં... છોડ મારી સંસ્કૃતિ
શંકરનાથ સડસડાટ ઘરની બહાર નીકળી ગયાં અને કલરવ અને ઉમાબહેન એમને અંધારામાં જતાં ઓળાની જેમ જોતાં રહ્યાં. એ દેખાતાં બંધ થયાં અને ઉમાબહેને નિસાસો નાંખી કહ્યું" બેટા કલરવ ચાલ બારણા બંધ કર તારાં પાપા ગયાં છે ખૂબ જોખમી કામ ...Read Moreઅહીં રહી આપણે માત્ર પ્રાર્થનાજ કરી શકીશું બાકી બધુ મહાદેવનાં હાથમાં છે અડધી રાત વિતી ગઇ છે. પથારીમાં હવે પડખાંજ ઘસવાનાં છે નીંદર વેરાન થઇ છે એ પાછા નહીં આવે ત્યાં સુધી આ આંખમાં નીંદર નહીં આવે...” કલરવ શાંતિથી સાંભળી રહેલો એણે બારણું બંધ કર્યું અને બંન્ને જણાં ઘરમાં આવ્યાં. કલરવે કહ્યું “માં તુ આટલી ચિંતા ના કર. જો તને
પેડલ રીક્ષાવાળો ડબલ ભાડા મળવાનાં જોરે થોડીવારમાં શંકરનાથને સ્ટેશન પર લઇ આવ્યો શંકરનાથ ખુશ થઇ ગયાં એમણે ખીસામાં હાથ નાખી રીક્ષાવાળાને પૈસા ચૂકવ્યા. રીક્ષા વાળો પૈસા ગણી ખુશ થયો એનો વૃધ્ધ થાકેલો ચહેરો હસી ઉઠ્યો અને બોલ્યો “શેઠ આટલી ...Read Moreતમે ચોક્કસ કઇ ખૂબ જરૂરી કામે નીકળ્યાં હશો. મારો પ્રભુ તમને સફળતા આપે” એમ કહી આશીર્વાદ આપ્યાં. શંકરનાથે આભારવશ કહ્યું "કાકા તમે ઉપકાર કર્યો કે આટલી રાત્રે મને સ્ટેશન મૂકી ગયાં નહીંતર હું મારી ટ્રેઇન ચૂકી જાત" "આટલી રાત્રે કામથી નીકળ્યો છું તમારાં આશિષથી હવે મને સફળતા મળશે જ.. ચાલો તમારો આભાર જય મહાદેવ” કહીને બેંગ લઇને રેલ્વે સ્ટેશનમાં ઘૂસી
રોઝી વિજય ટંડેલને કરગરી રહી હતી એ છેલ્લે બોલી કે “હું એટલી નીચ કે લાલચી નથી કે મારાં માણસને ખોઇ બેસું એવાં ગોરખધંધા કરું મારી કુમળી વયની છોકરી સાધુ પાસે છે એ મજબૂરીએ હું..... માફ કર વિજુ......”. વિજય ટંડેલ ...Read Moreસામે જોઈ રહ્યો હવે એને થોડો ભરોસો પડી રહેલો... એણે રોઝીને કહ્યું " જો તું ખોટી નીકળી તો સાચેજ માછલીઓનો ખોરાક બનાવી દઇશ. અમે શીપ લઇને નીકળીએ... દિવસો અને મહિના દરિયો ખેડીયે ... ખૂબ પરિશ્રમ કરીએ બધા જોખમ ઉઠાવીએ લાંબા સમય સુધી ઘરવાળાનું મોઢું નથી જોતાં એટલે તારાં જેવીને અમારાં મનોરંજન માટે સાથે રાખીએ. મેં તને ક્યારે ખોટ સાલવા દીધી
કલરવ એનાં પાપાનો મોબાઇલ ફોન હાથમાં લઇ અંધારામાં ચાલુ કર્યો. એમાં બધુ જોવા લાગ્યો. એણે કુતુહલ વશ ફોન નંબર જોવા માંડ્યા.. એ મનમાં બબડ્યો પાપાનો ફોન તો સાવ સાદો છે આમાં બીજા કંઈ ફીચર્સજ નથી માત્ર વાત કરવાનાં જ ...Read Moreઆવે. છતાં એનાં હાથમાં મોબાઇલ છે એ જણીનેજ ઉત્તેજીત હતો. કલરવે ફોન લીસ્ટમાં બધાં નંબર જોવા લાગ્યો એ સ્ક્રોલ કરી રહેલો. ઘણાં અજાણ્યાં નામ હતાં એ કોઇને ઓળખતો નહોતો ત્યાં એનાં ધ્યાનાં નંબર આવ્યો.. મધુ ટંડેલ.... પછી આગળ જોવા લાગ્યો... રાજુ નાયકો.... આગળ જોયું વિજય ટંડેલ.... એમની ઓફીસનાં બીજા માણસો હશે ? એ આ ત્રણ નામ સિવાય કોઇને નહોતો ઓળખતો...
કાવ્યા અને કલરવ સમાધિગસ્ત જીવન..... જીવન ? મૃત થયેલા શરીર નષ્ટ થયાં... અગ્નિશૈયામાં ભસ્મ થયાં.... ધરતીમાં સમાઇ ગયાં પરંતુ જીવ એકબીજામાં પરોવાઇ ગયાં.. પ્રેમપિપાસાની દેન ગણો કે આત્માનું ઐક્ય બંન્ને જીવ પરોવાઇ એક થયાં અને એકજ સમાધિમાં સમાધિગ્રસ્ત થયાં. ...Read Moreપછીનું જીવન કેવું ? શરીર વિના લાગણીનું આદાનપ્રદાન કરવા માધ્યમ શું ? સ્પર્શની સંવેદના આનંદ.. નજરથી નજર મેળવી અમૃતપાન કરવું. તેમની પરાકાષ્ઠા અનુભવવા તન થી તનનું મિલન મૈથુન- સંભોગ- રતિક્રીડાનો આલ્હાદક મીઠો આનંદ એ ચરસસીમાની અનૂભૂતિ તૃપ્તિ... તૃપ્તિ પછીની હાંશ.... તન ભસ્મ થતાં બધી સંવેદના અહેસાસ ગાયબ થઇ જાય કશું અનુભવવા ના મળે. પંચતત્વની આ સૃષ્ટિ એમાંય માઁ ધરતીનાં ખોળે
કલરવનો માં સાથે વાર્તાલાપ ચાલી રહેલો ત્યાં એનાં હાથમાં રહેલો મોબાઇલ રણક્યો.... એણે ઉત્તેજના સાથે ફોન ઉપાડયો અને અવાજ સાંભળતાંજ ચહેરાં પર આનંદ જળક્યો. કલરવ સામે જોઇ રહેલી માં એ પૂછ્યું “કોનો ફોન છે બેટા ?” કલરવે કહ્યું. “માં.... ...Read Moreમાં એ તરત કહ્યું “મને આપ મને આપ...” કલરવે માં ને ફોન આપ્યો. માં એ ફોન હાથમાં લેતાંજ પૂછ્યું "તમે ક્ષેમકુશળ પહોંચી ગયાં ને ? કોઇ અગવડ નથી પડીને ? તમે ક્યાં છો ?” સામેથી શંકરનાથે કહ્યું "હાં હાં હું સમયસર અને ખૂબ ક્ષેમકુશળ પહોંચી ગયો છું ચિંતા ના કરશો. હાં મારી વાત સાંભળ હવે હું મારાં કામસર જે જગ્યાએ