Prem Samaadhi - 28 books and stories free download online pdf in Gujarati

પ્રેમ સમાધિ - પ્રકરણ-28

પ્રેમ સમાધિ
પ્રકરણ-28

વિજયનાં મોબાઇલમાં રીંગ આવી એણે સ્ક્રીન પર જોયું કોઇક અજાણ્યો નંબર છે પણ એ નંબર મહારાષ્ટ્ર ટેરેટરીનો હતો એ ઉપાડવા જાય ત્યાં કટ થઇ ગયો. એ નંબર જોઇ કૂતૂહલવશ ડાયલ કરવા ગયો ત્યાં બીજી રીંગ આવી એણે નંબર જોઇ દાંત કચકચાવી ફોન પાડ્યો સામેથી કર્કશ અને ગુસ્સાવાળો અવાજ આવ્યો. વિજયે કહ્યું મધુ.... એ આગળ બોલે પહેલાં મધુ ટંડેલ બોલ્યો...
"વિજય તેં મોટી ભૂલ કરી છે પેલાં શંકરને મદદ કરીને.. એણે મને બરબાદ કર્યો મારી નોકરીમાંથી હું સસપેન્ડ થયો બધો માલ પકડાઇ ગયો. પેલાં સાધુ અને બિહારીનું કાસળ કાઢી નાંખ્યું. અમને બધી બાતમી મળી ગઇ છે તારાંજ તને દગો દેશે જોજે. હું ટંડેલ તું ટંડેલ તે જાતભાઇને મદદ કરવાને બદલે પેલાં બામટાને મદદ કરી... હવે જો હું શું કરુ છું. ?"
"વિજય સાંભળી લે હું તો બરબાદ થયો. નોકરી ગઇ ઉપરથી ડ્રગ્સનાં પેકેટમાં મને બકરો બનાવ્યો માલ સાધુનો હતો એ ઉકલી ગયો.. ડિપાર્ટમેન્ટ મને દોષી ઠરાવ્યો પોલીસ મારી પાછળ છે હું બરબાદ થયો મારું કુટુંબ રખડી જશે... એ બામટાએ કોઇ કસર નથી છોડી મને ફસાવવા... હું જોઊં છું એ કેવો જીવતો રહે છે હું એને અને એનાં કુટુંબને બરબાદ કરી દઇશ... તું જોતો રહી જઇશ.. હવે હું પણ આ ધંધામાં ઝંપલાવીશ મારી પાસે બીજો આરો નથી રહ્યો. "એ ગુસ્સામાં બધુ બકી ગયો... થોડો શ્વાસ લેવા રોકાયો ત્યાં વિજયે કહ્યું.....
"મધુ તું અત્યારે “જાત”ની વાત કરે છે ? સાધુ તારી જાતનો હતો ? ઉપરથી તું પેલાં બામણને ફસાવવાનાં પેંતરાં કરતો. એણે તને ચેતવણી આપી હતી કે મારાં સિવાય બીજા કોઇ સાથે વ્યવહાર ના કરીશ એ ભૂદેવે ક્યાંય સહી નહોતી કરી તેં એની ડુપ્લીકેટ જાલી સહી કરી ફસાવવાનો પેંતરો રચ્યો. તારે રાતોરાત કરોડપતિ થવું હતું સામે પેલો માણસ એક પૈસો લેતો નહોતો છતાં કોઇ કારણસર મદદ કરતો રહ્યો. મે કોઇ માલ પકડાવ્યો નહીં આંખ આડા કાન કર્યા એજ એનો ગુનો ? એનાં ફેમીલીનો વાળ પણ વાંકો થયો તો મારાં જેવો રાક્ષસ કોઇ નથી સમજી લેજે. તું ક્યાં છું શું કરે છે એની બધી બાતમી મળે છે મને.... નારણ કે શંકરનાથ કોઇ તારાં હાથમાં નહીં આવે... સાલા હરામી...” એમ કહી ફોન કાપ્યો. વિચારમાં પડી ગયો. વિજય આગળ શું કરવું એનો પ્લાન વિચારવા માંડ્યો. એણે ફોન ડાયલ કર્યો....
***************
મધુટંડેલ શંકરનાથ અને નારણનો પીછો કરતો કરતો સ્ટેશન આવ્યો પણ ત્યાંય કોઇ હાથ ના લાગ્યું એણે યુનુસને ફોન કર્યો યુનુસે તરત ઉપાડ્યો. યુનુસે કહ્યું “મધુભાઇ આ લોકોનું લોકેશન છેલ્લે ડુમ્મસ હતું પછી સુરત સ્ટેશન પર દેખાયેલાં આ લોકો ક્યાં ગયાં ? ધરતી ગળી ગઇ કે આકાશમાં ઉડી ગયાં ?” મધુ ટંડેલનાં મનમાં ખુન્નસ હતું એ બધી બાજુ હારી રહેલો એણે યુનુસને ફોનમાં સૂચના આપી અને કહ્યું “એ લોકોને હું જોઇ લઇશ તું હું આ ખૂબ અગત્યનું કામ સોપું છું એ પતાવ.... વિજયનો માણસ સાધુની શીપ લઇને દમણબાજુ નીકળી ગયો છે વિજય આપણને ધોખો આપવા એની શીપમાં પાછો પોરબંદર નહીં જાય એ અહીજ આવશે પેલાં બામણને મળવા... બચાવવા.... હું તને બીજા પાંચ લાખ આપીશ આ કામ સાવધાનીથી પતાવ... મારી પાસે એની શીપ હશે...” એમ કહી હસવા લાગ્યો પછી બોલ્યો.. “વિજય ટંડેલ.... હજી મધુ ટંડેલને ઓળખતો નથી.. મારાં સંપર્કમાં રહેજે બાકીનું કામ હું પતાવું છું...”
યુનુસે કહ્યું “મધુભાઈ તમે મોટું જોખમ લો છો હું તો તમારુ કામ પતાવી દઇશ.. અને આ કામ પતાવવામાં મારું કલેજું પણ ઠરશે.. પૈસા તૈયાર રાખજો હું તમને આપણાં અટ્ઠા પર મળીશ. સમજો કામ થઇ ગયું..”.
મધુટંડેલે કહ્યું “વાહ મારાં શેર મને વિશ્વાસ છે તું સોંપેલુ કામ પતાવીશ. હું આપણાં અડ્ઢેજ મળીશ ત્યાં પોલીસ પણ નહીં પહોંચી શકે... અને જુનાગઢમાં શંકરનું ઘર સ્મશાન થઇ જશે” એમ કહી હસવા લાગ્યો..
***********
વિજય ટંડેલે મોબાઇલથી ફોન કરી હવાલદાર શીંદે સાથે વાત કરી અને કહ્યું “તને તારાં પૈસા મળી જશે મે કહ્યું એ કામ પુરુ કર”. અને ફોન કાપ્યો... તરતજ એણે કસ્ટમ ઓફીસર સક્સેનાને ફોન કર્યો અને કહ્યું “સકસેનાં તું અહીં હોટલ પર આવીજા અને મારાં માટે એક ટેક્ષીની વ્યવસ્થા કર રૂબરૃ મળ પછી વાત કરીએ છે.” વિજયે ફોન પુરો કર્યા પછી વિચાર કર્યો મધુ સાથે બે વાર વાત થઇ બંન્નેવાર મેં એને ધમકાવ્યો... મારાથી ડરતો નથી ઉપરથી મને ધમકી આપે છે ટંડેલની જાત છે એમ એને કળ નહીં વળે મારેજ રૂબરૂ મળી હિસાબ પતાવવો પડશે.... એણે ફરીથી ભુરીયાને ફોન કર્યો ભુરીયાએ ફોન ઉઠાવ્યો "બોલ્યો બોસ નારણ અને શંકરનાથ પાછા ડુમ્મસ તરફ ગયા લાગે છે ડુમ્મસથી આપણાં બાતમીદારે જાણ કરી છે કે નારણ અને શંકરનાથ સાથેજ છે એ પણ ડુમ્મસમાં.... પેલો મધુ કોઇક પ્લાનમાં છે એ ડુમ્મસ આવવા નીકળી ગયો છે.”
વિજયે પૂછ્યું “પણ તને કેવી રીતે બધી બાતમી મળી ?” ભુરીયાએ કહ્યું “સર તમે મને સૂરતનું કામ સોંપેલું આપણાં બે માણસો મધુનાં અડડા તરફ ધ્યાન રાખતાં હતાં બીજો એક જણ મધુની સાથમાંજ છે મધુ શું કરે છે બધુ મને ખબર પડે છે મધુએ એનાં પર ભરોસો કરીને સાથે રાખ્યો છે” બંન્ને ડુમ્મસ આવવા નીકળ્યાં છે ડુમ્મસમાં આપણી હોટલમાં હું નારણ અને શંકરનાથને છુપાવવાનો પ્લાન કરુ છું એ લોકોનો સંપર્ક થાય બસ..”
વિજયે કહ્યું “એ લોકો પાસે મોબાઈલ નથી ? પ્લાન પ્રમાણે તારે એમને નવા મોબાઇલ આપવાનો હતો..” ભુરીયાએ કહ્યું “સર સાધુ અને બિહારીને પતાવી દીધાં પણ બધાં ગણિત બદલાઇ ગયાં છે પેલો મધુ ભુરાયો થયો છે આપણાં માણસ પાસેથી એક ખુબ ખરાબ ખબર મળી છે મધુએ જુનાગઢ કોઈ માણસ મોકલ્યો છે ત્યાંથી બીજા ભાડુતી ગુંડા કરી શંકરનાથનાં ફેમીલીને...”
વિજય રાડ નાંખી ગયો.. “ભુરા આવું કશુ થવું ના જોઈએ તું શંકરનાથ નારણને કોઇપણ રીતે મળ પણ હું મુંબઇથી સુરતજ આવુ છું. જુનાગઢની વ્યવસ્થા હું કરું છું ચિંતા ના કર..” અને ફોન કાપ્યો.
ત્યાં સકસેના ટેક્ષી લઇને આવી ગયો. ઉતરીને તરત વિજયને મળ્યો.. વિજયે કહ્યું “થેંક્સ સકસેના..”. એણે વોલેટમાંથી થોડી નોટ કાઢી સકસેનાને આપી કહ્યું “આ પૈસા રોઝીને આપી દેજે બાકી હું જોઇ લઇશ.” ત્યાં ટેક્ષી ડ્રાઇવર......
વધુ આવતા અંકે ---- પ્રકરણ-29
Share

NEW REALESED