Prem Samaadhi - 26 books and stories free download online pdf in Gujarati

પ્રેમ સમાધિ - પ્રકરણ-26

પ્રેમ સમાધિ
પ્રકરણ-26

વિજય થ્રી સ્ટાર હોટલમાં પગથિયા ચઢી રીસેપ્શન સુધી આવ્યો એની ચાલમાં રોબ હતો... હાથમાં ગળામાં સોનાની ચેઇન દરેક આંગળીમાં મોટી મોટી સોનામાં હીરાની વીંટીઓ એણે રીસેપ્શન પર જઇને કહ્યું "હું વિજય ટંડેલ હવાલદાર શિંદે સાથે રોઝી અને એની નાની દીકરી ક્યા રૂમમાં છે ?” રીસેપ્શન વાળો વિજયનો દમામ જોઇ ઉભો થઇ ગયો પેલાં હવાલદારે કદાચ પરીચય આપ્યો હશે... કહી રાખ્યું હશે....
એણે વિનયથી કહ્યું "સર રૂમ નં. 304 ત્રીજા માળે છે” એણે લીફ્ટ બતાવીને પૂછ્યું. “સર રૂમ બતાવવા સાથે આવું ?” વિજય કહ્યું “ના જરૂર નથી હું શોધી લઇશ” એમ કહીને લીફ્ટ તરફ ગયો. ત્રીજા માળે જઇ 304 નંબરનાં રૂમ પર ટકોરા માર્યા.
તરતજ રોઝીએ દરવાજો ખોલ્યો સામે વિજયને જોઇને વળગી ગઇ બોલી “બસ તારીજ રાહ જોતી હતી મને ચોક્કસ ખબર હતી તું ભાળ લેવા આવીશ આખી રાત કેવી કાઢી છે મેં મારું મન જાણે છે ? મારી દીકરી સાથે હતી.”. એ બોલી રહી હતી અને વિજયે એને અળગી કરી બોલ્યો “તારી દીકરી શું કરે છે ?”
રોઝી કહે “એટલું રડી છે.. રડી રડીને થાકીને હમણાં સૂઇ ગઇ છે” વિજયે કહ્યું “તમે લોકોએ ખાધું ?” રોઝી કહે “બેસતો ખરો હું તને માંડીને બધી વાત કરુ તારે જાણવું જરૂરી છે.”
વિજયે કહ્યું “હવે શું જણાવાનું ? પેલાં સાધુ અને બિહારી બંન્નેને પતાવી દીધાં હવે કોણ મારું શું બગાડવાનું ? તું અહીજ રહેજે પછી તારી કોઇ કાયમી વ્યવસ્થા કરું છું તને સુરત મોકલી દઇશ.”
રોઝીએ વિજયને હાથ પકડીને કહ્યું ”હું સુરતનીજ વાત કરવા માંગુ છું સાધુએ...” વિજયે પૂછ્યું “શું સાધુએ ? શું જાણે છે તું ?” રોઝીએ કહ્યું “સાધુનો ખાસ માણસ મને અને મારી દીકરીને શીપ પર પ્લાન બનાવીને લાવેલાં તને મજબૂર કરવા અને મારી પાસેથી તારી વાત કઢાવવા હું તારી શીપ પર હતી એ પહેલાં એણે એની શીપ પર મને ધોખાથી બોલાવી હતી.” મને કહ્યું “તું… વિજય શું પ્લાન કરે છે ક્યાં ક્યાં માલ કેવી રીતે પહોંચાડે છે એ બધું જાણી લાવ.. મને તારી શીપ પર પ્લાનથી આવવા દીધી હતી એમનું ષડયંત્ર હતું મારી દીકરીને બાનમાં રાખી મજબૂર કરી હતી એનો માણસ તારી શીપ પર આવી મારી પાસેથી વાત જાણવા માંગતો હતો તને મારવા માંગતો હતો એણે સુરતમાં કોઇને રોકેલો છે એક કોઇ મુસલમાન છે બીજો કોઇ ટંડેલ એક ખારવો. એ લોકો તારાં કોઇ સગાનું કાસળ કાઢવાનાં છે એની સોપારી આપી છે મધુ ટંડેલે બધાં પૈસા પાણીની જેમ વાપર્યા છે.”
વિજય ગંભીરતાથી બધુ સાંભળી રહેલો.. એને નારણ સાથે કરેલી વાત યાદ આવી બોલ્યો..”.હાં પછી ?” રોઝીએ કહ્યું “અહીં શીપ પર તો તેં એ લોકોને પતાવી દીધાં મારી દીકરીને છોડાવી મને અહીં સલામત મોકલી દીધી પણ ત્યાં સુરતમાં એ લોકોએ ગેમ કરી છે.”
“વિજય તું તો બધાને પહોચી વળીશ મને ખબર છે પણ મેં સાધુને મધુ ટંડેલ સાથે વાત કરતાં સાંભળેલો કોઇપણ રીતે કોઇ શંકરને પતાવી દેવાની વાત કરતો હતો.” વિજય હવે ગંભીર થઇ ગયો. મનમાં વિચાર્યુ સાધુ બિહારી ગયાં પણ બધુ ગોઠવીને ગયો છે મારે સીધો મધુનો સંપર્ક કરવો પડશે એ આગળ વધે પહેલાં....
એણે ફોન કાઢ્યો નંબર લગાડ્યો.. સામેથી ટ્રાફીકનો અવાજ હતો ગાડીઓનાં હોર્ન સંભળાતાં હતાં અને અવાજ આવ્યો “હાં બોલ વિજય.... હવે કોઇ વાત કરવાનો અર્થ નથી તારાં ભૂદેવે અહીં બધું... વટાણા વેરી નાંખ્યા છે હું નોકરીમાંથી બરતરફ થવાનો પોલીસ મારી પાછળ છે પણ પેલા શંકરને નહીં છોડું...”
વિજય હસ્યો બોલ્યો "અલ્યા મધુ તારાં બેઉ બાપને મેં પતાવી દીધાં છે એની શીપ મારાં કબ્જામાં છે તું મારાંથી ભાગીને ક્યાં જવાનો ? પોલીસ પકડશે પહેલાં હું તને કોળીયો કરી જઇશ. ભૂદેવનો એક વાળ વાંકો થયો તો તારી સાત પેઢી પસ્તાશે એ યાદ રાખજે હું બે દિવસમાં સુરતમાં હોઇશ પણ મારાં માણસો તારી પાછળજ છે”. એમ કહી ફોન કાપી નાંખ્યો.
વિજયે રોઝી સામે જોયું થોડો કૂણો પડ્યો એ બેડ પર ટેકો દઇને બેઠો એ વિચારોમાં હતો અને રોઝીએ એનાં પગને પકડીને બેસી ગઇ. બોલી “વિજય હું વેશ્યા હતી.. છું નહીં જ્યારથી તારી થઇ પછી કોઇને જોડે હું નથી.”. વિજયે એની દીકરી સામે જોયું પછી બોલ્યો.. “તું વેશ્યા નથી રાંડ છું તારાં પર મને કોઇ ભરોસો નથી આ છોકરી મારી છે એવું આળ ચઢાવી મારાં ગળે પડવા માંગે છે ? સાધુ પાસેથી છોડાવી... પણ તમને માં દિકરીને હું મુંબઇમાંજ વેચી નાંખુ કે દરિયામાં ફેંકી દઊં સાલી નીચ મને ભેરવવા માંગે છે હટ..” એમ કહી લાત મારી...
રોઝીએ રડતાં રડતાં કહ્યું "હું સાચું બોલી છું હું ગળે નથી પડવાની કે મારી દીકરીની જવાબદારી તને નથી આપવાની તને ભરોસો ના હોય તો અમને મારીજ નાંખ પણ હું જુઠુ નથી બોલતી. તારીજ વફાદાર છું વેશ્યા હતી પણ આજે હું..... મારે કશું નથી કહેવું” એમ રડતી રડતી પ્લંગનાં ખૂણે બેસી ગઇ.
વિજયે રોઝીમાંથી ધ્યાન હટાવી ફોન કર્યો "હાં સું સમાચાર છે ? નારણે ફોન કરેલો પછી નથી એનો ફોન લાગતો કે નથી એનો ફોન આવતો ત્યાં પરિસ્થિતિ શું છે ? ભૂદેવનાં શું સમાચાર છે ? પેલાં મધુને તો હું જોઇ લઇશ.”
"અરે સર અહીં પ્લાન પ્રમાણે શંકરનાથનો મેસેજ, પેપર્સ, બધાં પુરાવા આવી ગયાં. મધુને તો નોકરી ગઇ હવે ભાગતો ફરે છે પણ એ નારણ કે શંકરને નહીં છોડે એણે સોપારી આપેલી એલોકો એમને શોધી રહ્યાં છે છેલ્લાં સમાચાર પ્રમાણે સુરત સ્ટેશન પર બંન્નેને જોયાં હતાં પછી બંન્ને જણાં ક્યાં ગુમ થયાં ખબર નથી... હું શોધમાં જ છું.”
વિજયનાં ચહેરાં પર આનંદ છવાયો એ મનોમન બબડયો... ઓકે પ્લાન "બી" અમલમાં છે બોલ્યો ભલે કંઈ ચિંતા નથી એ લોકોનો ફોન આવશે પછી રોઝીની સામે જોઇને હસ્યો બોલ્યો...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-27
Share

NEW REALESED